Meeting a stranger on a trip.. (Mystery story) - 1 books and stories free download online pdf in Gujarati

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 1












ભાગ - ૧



આજે મારે ટ્રેનમાં જવામા થોડું મોડું થઈ જવાંનું હતું એ વાતની મને ચોક્કસ ખાતરી હતી .. કારણ કે , આજ સવારનો સુરજ પણ જાણે મને ઉઠાડવા માંગતો ન હતો .. સવારની એ ઠંડી આછી ઝાકળ જાણે મને ઉઠીને તૈયાર થવાં માટે અવરોધતી હતી ...

હા , આજે ઊઠવામાં થોડું મોડું થઈ ગયું હતુ . મારા રોજિંદા કામના બોજ માંથી બે અઠવાડિયા માટે મેં છુટ્ટી લીધી હતી . એક પહાડી કુદરતી સફર કરવાંનું મેં નક્કી કર્યું હતું .

શિયાળાની સીઝન ચાલું થઈ ચુકી હતી .. સ્વસ્થ વાતાવરણ ચારે બાજુ મહેકી રહ્યું હતું ..

મારી ટ્રેન સાડા નવની હતી .. સુરતથી મનાલીનો મારો સફર હતો . હું ઉતાવળે તૈયાર થતી હતી . સફર મેં એકલાં કરવાનું જ નક્કી કર્યું હતું એટલે કોઈની રાહ મારે જોવાની ન હતી .

મમ્મી : " દિકુ ,, સરખો બ્રેક ફાસ્ટ તો કરી લે ... સાવ આમ જ ભાગી જવુ છે .. ?? બધાં કામમાં ઉતાવળ ... !!! "

હું : " સોરી મોમ .... !!! લેટ થઈ જશે તો હું નહીં પહોંચી શકું .. ટ્રેન મારી રાહ નહીં જોવે .. "

મોમ : " પણ વાળની હાલત તો જો સોનું ... લાવ સરખાં કરી આપુ આ લે આ ચોકલેટ મિલ્ક પી લે તું ત્યાં સુધીમા ... !! "

કહી મમ્મીએ મારાં હાથમાં મિલ્કનો ગ્લાસ પકડાવ્યો . અને મારાં વાળ સરખાં કરવાં લાગી .

મમ્મી : " તે તારું બેગ તો સરખું પેક કર્યું છે ને .... ??? રૂપિયા લીધાં છે ને સરખા .. ?? કોઈ બીજી જરૂર છે ... !!! "

હું : " હા મોમ બધું જ રેડી છે તમે શાંતિ લો .. બાય .. જય શ્રી કૃષ્ણ ... "

મોમ : " ધ્યાન રાખીને ... અને શાંતિથી ..... ત્યાં પહોંચી ફોન કરવાનું ભૂલતી નહીં ... "

મારાં કાને અડધા શબ્દો પડ્યા ન હતાં . એક પવનના વેગ સાથે હું ભાગતી જતી હતી ... મમ્મીના શબ્દો મારાથી પાછળ જ હોલમાં રહી ગયાં ...

જેમ તેમ કરી હું સ્ટેશન પહોંચી . દસેક મિનિટમાં જ મારી ટ્રેન મારી સામે હતી . મને બહું મોટો હાશકારો થયો .

મેં પ્રાઇવેટ ડબ્બામાં ટિકિટ લીધી હતી એટલે સફરમાં મારે કોઈ અવરોધ ન હતો ..

સુરતથી મનાલીનો સફર થોડો લાંબો હતો પણ હું મનાલીના આ સુંદર ટ્રેનનાં સફરને પુરો કરી ચૂકી હતી . મારી સામે મનાલીનું એ સુંદર દ્રશ્ય .... જેટલી મેં જાણકારી મેળવી હતી એનાંથી ઘણું સારું દ્રશ્ય મને અહીં જોવા મળ્યું ..

ચારે બાજુ ઠંડુ , બરફ સાથે થોડી લીલી હરિયાળી જાણે કુદરતનો શણગાર વધારતી હતી ...

હું સ્ટેશન પર ઉતરી . અને ટેક્સી લઈ મારી હોટેલ પહોંચી .. મારી ભુલવાની ટેવ મુજબ હું મોમને ફોન કરતાં ભુલી જ ગઈ હતી ...

પણ દર વખતની જેમ એને મને યાદથી ફોન કરી મારી સંભાળ લીધી ..

મેં વિચાર્યું હતું કે આજે હવે થોડો આરામ કરી કાલથી મારા સફરની શરૂઆત કરીશ ... મેં હોટેલમા રહી મનાલી વિશે જરુરી એવી જાણકરી મેળવી એક બુકમાં ઉતારી લીધી . સાંજે ડીનર કરી હું મારી રૂમમાં આવતી હતી ...

" અરે ... જોઈ ને નથી ચાલી શકતા આપ ... !!! એટલી શું ઉતાવળ ભાગી છુટે છે તમને મિસ્ટર .... " - મેં થોડાં રોષે આવતાં કહ્યું .

એ વ્યક્તિએ એનાં ધક્કાથી મારી ડાયરી પાડી દીધી હતી . જેમાંથી અમુક કાગળ બહાર આવી વિખરાઈને પડી ગયાં હતાં .


કોઈ કાગળ પર મારું નામ ચોરીથી વાચી લીધેલા એ માણસે મારા બધાં કાગળ ભેગાં કરી મારા હાથમાં આપતાં કહ્યું , " સોરી મિસ રુહી .... હું થોડો ઉતાવળમા હતો અને મારા વિચારોથી ઘેરાયેલો હતો તો તમને જોઈ ન શક્યો મને માફ કરજો . ...... "


થોડુ રુકતા ફરી એને બોલવાનું ચાલું કર્યું , " અ .... હું પ્રશાંત .... "


હું : " ઓકે .. આગળથી જોઈને સભાન રહી ચાલશો તો તમારા માટે ઘણી સારી વાત છે ... "

પ્રશાંત થોડાં સ્મિત સાથે : " હા જરૂર , તમે આ રૂમમાં રોકવા આવ્યાં છો ... ??? "

હું : " હા , આ સામેનો ૩૦૬ નંબર . "

પ્રશાંત : " અરે આ તો સારી વાત છે ... હું તમારી બાજુમાં જ ... તમારો પડોશી થયો ... મુલાકાત થતી રહેશે ... "

હું : " તમે કયાંક જતાં હતાં ઉતાવળે .. જઈ શકો છો ... બાય .... "

હું અહીં કોઈ અપરિચિત વ્યક્તિ સાથે વધારે મળવા માંગતી ન હતી એટલે વાત આગળ વધી જાય એ પહેલાં જ મેં વિદાય લીધી .


બીજે દિવસે સવારનો સુરજ અજીબ જ સુકુન આપતો નીકળતો હતો . અહીંનું વાતાવરણ જાણે આપણને કુદરતનો પ્રેમ સમજાવી જતો હોય એવી અહીંની ઠંડી , અકલ્પનીય સવાર હતી .

હું મારો સમય બિલકુલ બગાડવા માંગતી ન હતી ... એટલે જલ્દી તૈયાર થઈ રૂમને લોક કરી હું નીચે બ્રેક - ફાસ્ટ કરવા આવી ગઈ ....


*******


આગળનો મારો સફર ...

..........

કોણ હતો એ પ્રશાંત ... ????


કેવી રહેશે અમારી આગળની મુલાકાત ..... !!! ???

...........



જાણવા માટે વાચતા રહો ભાગ - ૨ .



અને આપણા અભિપ્રાયો .. તમારા મતે મનાલીની સુંદરતાનું વર્ણન જરૂર કરશો એવી આશા સાથે આ ભાગ રજૂ કરું છુ ....


To be continued ......