Koshish books and stories free download online pdf in Gujarati

કોશીષ

''કોશીષ''

કિર્તી ત્રાંબડીયા

રાજકોટ.

મો. ૯૪ર૯ર૪૪૦૧૯


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


''કોશીષ''

શીયાળાની ધીમી ધીમી શરૂઆત થઈ રહી છે. ફુલગુલાબી ઠંડીની સાથે બજારમાં શેરડી,ઞ્ખજુર, લીલાશાકભાજી બેશુમાર આવી રહ્યા છે, અને માણસો પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટેઞ્મન મુકીને ઉપયોગ પણ કરી રહ્યા છે. આ સાથે ચહેરા અને હાથપગની માવજત પણ કરવામાંઞ્આવે છે. શીયાળાની સુકી ૠતુમાં ચામડીની માવજત માટે હાલના સમયમાં તો અનેક પ્રકારનાઞ્ક્રીમ, ઓઈલના નાના પાઉચથી માંડીને મોટી બોટલ અલગ–અલગ સુગંધમાં બજારમાં ઉપલબ્ધઞ્છે. અલગ–અલગ સુગંધથી માણસને ખુશ કરતાં અવનવા ક્રીમ તો આજકાલના સમયનીઞ્ઉપલબ્ધી છે.

આવી અવનવી ક્રીમ કે ઓઈલ વપરાતી વખતે કયારેય વિચાર આવ્યો છે કે, સૌ પ્રથમઞ્આની શોધ કેવી રીતે થઈ હશે? કોણે કરી હશે? કેટલી મહેનત થઈ હશે? ચાલો એક સત્યઞ્હકીકતને વાગોળીએ......

૧પ૬ વર્ષ પહેલાં એટલે કે, ૧૮પ૯માં રોબર્ટ એ. ચિઝ્‌બ્રો નામના કેમિસ્ટ તેલનો કૂવોઞ્જોવા માટે ગયા હતાં. તેલના કૂવામાં મજૂરો થતાં ડ્રિલિંગ મશીનની પ્રક્રિયામાં વારંવાર નીકળતોઞ્ચીકાશયુકત ગમ જેવો લચકો મજૂરો મુસીબતરૂપ થતો હોવાથી દરેક મજુરો તે લચકાને પોતાનાઞ્હાથે લગાવીને વારંવાર ડ્રિલિંગ મશીનની રિંગ્સ સાફ કરી રહ્યા હતા. રોબર્ટે તે ચીકાશયુકતઞ્પદાર્થને જોતા ખ્યાલ આવ્યો કે, આ તો રોડ વેકસ છે. પરંતુ તેની સમજની બહાર એ વાત હતી કે,ઞ્મજુરો રોડ વેકસને પોતાના હાથ એટલે કે શરીર પર કેમ લગાવી રહ્યા છે.

મજુરો સાથે વાત–ચીત કરતાં જાણવા મળ્યું કે, રોડવેકસ ઘા પર લગાવવાથી ઘા રૂઝાવાનીઞ્ક્રિયા ઝડપી બને છે. તેમજ ચામડી થોડી સુવાળી અને મુલાયમ બની રહે છે. રોબર્ટ પોતાનીઞ્સાથે રોડવેકસ લઈ આવ્યાં અને તેમની અથાગ મહેનતના પરિણામરૂપે તેમને સફળતા મળીઞ્પેટ્રોલિયમ જેલી. કોઈપણ ચીજની ફકત શોધ કરવી જ મહત્વની નથી. શોધ કર્યા પછી તેમનાઞ્ફાયદા પણ એટલા જ મહત્વરૂપ છે, કોઈપણ શોધનું પોતાનું એક આગવું સ્થાન હોય છે. તેમનીઞ્ગુણવત્તા પણ એટલી જ મહત્વની હોય છે.

પેટ્રોલિયમ જેલીની ગુણવતા જાણવા માટે રોબર્ટ પોતાના હાથને એસિડ વડે દઝાડતાં,ઞ્તેમજ શરીર પર અલગ–અલગ જગ્યાએ અલગ–અલગ ઝખમ બનવતાં, ફકત એટલા માટે જઞ્કે, પેટ્રોલિયમ જેલી આ દરેક ઝખમમાં ઢાલરૂપ સાબીત થાય છે કે નહિ. આવા અનેક પ્રયોગમાંઞ્રોબર્ટની જીત સાબીત થઈ. રોબર્ટની જીત એટલે કે પેટ્રોલિયમ જેલીની જીત. પોતાના પર કરેલઞ્દરેક પ્રયોગમાં સફળતા મેળવ્યા બાદ, રોબર્ટે અગીયાર વર્ષની મહેનતના નીચોડરૂપે પેટ્રોલીયમઞ્જેલીને ૧૮૭૦માં અમેરીકામાં 'જેલી ચિઝ્‌બ્રો વેસેલિન' બ્રાન્ડના નામથી શુભ શરૂઆત કરી, અનેઞ્રોબર્ટની મહેનત રંગ લાવી. અમેરીકામાં નામ અને દામ કમાયા બાદ તેમણે બ્રિન્ટ અને કેનેડામાંઞ્વેચાણ ચાલુ કર્યું. ૬૦ વર્ષ પહેલાં એટલે કે, ૧૯પપમાં રોબર્ટે પોન્ડ્‌સ કંપની સાથે મેન્યુફેકચીરંગઞ્કંપનની સાથે જોડાણ કર્યું. ર૮ વર્ષ પહેલાં એટલે ૧૯૮૭માં યુનિલીવરે ચીજ–પોન્ડ્‌સ કંપનીનેઞ્ખરીદી લીધી.

રોબર્ટ જે કામ કર્યું, છે તેમના માટે કેટલી હદ સુધી ધીરજ સાથે મહેનત તેમજ એકાગ્રતાથીઞ્કોઈપણ કાર્યમાં વળગી રહેવા માટે ધીરજની નાવ પર સવાર થઈને હલેસાં મારવા પડે છે. કયારેયઞ્દરીયામાં તોફાન પણ આવે, નાવ હાલક ડોલક થતી તોફાનમાં મોતના મુખમાંથી પણ પસાર થવુંઞ્પડતું હોવા છતાં પણ લક્ષ્યને વળગી રહ્યે તો જ દરીયો પાર કરી શકીએ, નહિ હંમેશાને માટે જયાંઞ્છો ત્યાં જ હંમેશાને માટે રહી જશો.

જીવનમાં હંમેશા એક વાતને યાદ રાખવી તે છે તમારુ લક્ષ્ય. કોઈપણ સમયે, કોઈપણઞ્સંજોગોને સામે હાર માનવી નહીં, પછી ગમે એટલી મુસીબત કેમ ન આવે. સમય ગમે તેવો કપરોઞ્કેમ ન હોય? પરંતુ લક્ષ્યને તો હંમેશા શ્વાસમાં ભરીને જ રાખવું. જો લક્ષ્ય ભુલાય તો શ્વાસઞ્રૂંધાય જવો જોઈએ આ રીતે લક્ષ્યને હંમેશા તમારી સાથે જ રાખશો તો, તમને સફળ થવા માટેઞ્દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહિ. કોઈ નહિ, તમારી કિસ્મત પણ નહિ અને કુંડળી પણઞ્નહિ. ચાલો સાથે મળી સૌ એક વાર કોશીષ કરીએ.

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ.

મો. ૯૪ર૯ર૪૪૦૧૯