Manavni manavata books and stories free download online pdf in Gujarati

“ માનવની માનવતા ”

“ માનવની માનવતા ”

માનવ, પોતાના જીવનમાં થતાં અનુભવ ,આસપાસની અનેક ઘટના, વ્યવહાર-વર્તન પરથી જાણી,સમજીને ઘણું બધુ શીખી શકે છે. વ્યક્તિના જીવનમાં કોઇ બીજાના આગમનથી, કે સ્વભાવથી પણ સાચો બોધ લઈ યોગ્ય નિર્ણય દ્વારા પોતાનું જીવન શ્રેયસ્કર બનાવી શકે છે. જાત અનુભવ ખૂબ જ મહત્વનો છે. એ જ અનુભવ આપણને ઘણું શીખવી જાય છે અને કંઈક કરવાની પ્રેરણા આપે છે.

એક સાંજના સમયે બન્યું એવું કે , એક ભિખારી બાઈ એક રસ્તાનાં ખૂણે બેઠી હતી ,એની પ્લાસ્ટિકની થેલીમાં સૂકુ ભાત અને સૂકી રોટલી પહેલાંથીજ સંઘરાયેલી હતી. એક બેને તે જોયું જેની ઉંમર પંચાવનની આસપાસ હતી. એણે એના ઘરમાંથી કંઈક લાવીને ભિખારી બાઈને આપી દીધું . ભિખારી બાઈએ તો એ વસ્તુને લઈને એની પ્લાસ્ટિકની થેલીમાં સંઘરી લીધું ,જે એને ખાવા માટે આપ્યું હતું...!! પણ તે હતું એક સૂકુ પાવ !! એ દ્રશ્ય એક સ્કુટર પર બેસેલા અટ્ઠાવન વર્ષની ઉંમરવાળા માણસે જોયું .એ થોડી મિનિટો પછી એ સ્કૂટર ચલાવીને એ ભિખારી બાઈના થોડાક અંતરે એનું સ્કુટર પાર્ક કર્યું . ભિખારી બાઈને ઈશારો કર્યો કે ,“ હું હમણા આવું છું તારા માટે કંઈક લઈને ??” અને થોડીક જ મિનિટોમાં પેપરથી વિંટાળેલુ પાર્સલ, સાથે એક પાણીની બોટલ ભિખારી બાઈનાં હાથમાં સોંપી.એના તરફ એકવાર જોઇને પોતાનું સ્કૂટર ભગાવી મૂક્યું . ભિખારી બાઈએ તો તરત જ વિંટાળેલુ પેપર કાઢી ડુંચો કરીને ફેંકી દીધું.તો એમાં બે એકસાથે જોડાયેલા વડાપાવ હતા,સાથે ચટણી... એ એવા અધીરાઈથી વડાપાવ ખાવા લાગી,જેવી રીતે એક હોટેલમાં કોઈ માણસ બર્ગર પેટમાં ડુંસતો હોય !!.ક્યારે.. એ વડાપાવ ચટ કરી દીધાં ખબર પણ ના પડી,પાણી પીધા પછી મોઢાંને સાફ કરતી એનાં રસ્તે ચાલવા લાગી.

જીવનકાળ દરમિયાન એવી ઘણી ઘટના બનતી હોય છે જે માનવનું મન પ્રફૂલિત કરી નાંખે છે. દુનિયામાં એવા પણ ઘણા વ્યકિતઓ છે ,જે વગર સ્વાર્થે સારું કાર્ય પોતે કરતાં જ હોય છે સાથે આવા કર્તવ્યને નિહાળનારા વ્યક્તિઓ પણ પ્રેરિત થઈને એવી દિશા અપનાવી સારું ઉદેશ્ય પાર પાડતાં હોય છે.આવાં વ્યક્તિઓ હમેશાં મદદ માટે ઊભેલાં જ હોય છે ,પોતાનું સર્વસ્વ જીવન બીજાને માટે કે સંસારનાં માટે નિસ્વાર્થભાવે અર્પણ કરી દે છે.

આ મોહભરી સંસારની રમતમાં બધા જ રમતા તો હોય છે પણ ભરેલાં દિમાગથી કે મનથી નહિ પરંતુ ખાલી દિમાગ અને મનથી,તેથીજ તે રમતમાં આગળ નથી વધતાં કે રમતની સાચી મજા પણ માણી નથી શકતાં.મન અને દિમાગને નકારાત્મક વિચારોનાં બંધનમાં એવી રીતે જકડી રાખેલાં હોય છે કે એમાંથી છટકી નીકળવાનો કોઈ રસ્તો જ જડતો ન હોય.જીવનને હળવી બનાવામાં નહી પણ ગુચવવામાં વધારે માનતાં હોય છે.કોઈ પ્રશ્નનો હલ કાઢવામાં નહી પરંતુ ત્યાંજ અટકી રહેવામાં માને છે.સ્પષ્ટપણે મર્મ જ નથી સમજવા માગતાં,કે નથી વિચારવા માગતાં.

હું કોણ છું ? મનુષ્ય જન્મનો સિદ્ધાંત શું છે?જયારે માનવ મન એવું ઊંડાણમાં જઈ વિચારતો થઈ જાય ત્યારે માનવતાનાં પાસાં એક પછી એક ઉઘડતાં જાય છે. માનવ પોતાના જીવન ધ્યેયને સમજી જાય છે.ત્યારે આત્મા પર ચોંટી ગયેલાં નજીવી સ્વાર્થોને ખંખેરી હૃદયને નિર્મળ,કોમળ બનાવી દે છે.સારતત્વમાં આવતાં દરેક ભાવનો આદરપૂર્વક વર્તનમાં પણ લાવે છે.પોતાની પ્રેમભરી લાગણી દ્વારા બીજાને પણ ભીંજવી દે છે.આવાં મનુષ્ય પોતાની કૃતિ,લગન,મહેનત અને સદ્દભાવનાથી સંસાર પ્રત્યેની સાચી દિશા શું છે તે સ્પષ્ટ કરે છે,પણ પોતાનાં વિચારો કદી બીજા પર લાદતા નથી.

ઉપરની ઘટના બોધ આપે છે કે,ભિખારી બાઈએ પોતાની પેટની દાહને સંતુષ્ટિ આપી,જયારે વડાપાવ આપનાર વ્યક્તિએ પોતાના મન ની દાહને માનવતા દ્વારા સંતુષ્ટિ આપી.

--પ્રવિણા--