Hruday parivartan books and stories free download online pdf in Gujarati

હદય પરિવર્તન

“હદય પરિવર્તન”

(આશા રાઠોડ)

"પપ્પા....... ઓ …પપ્પા ..............."
કંદર્પભાઈ ને ઊંઘમાં સુમન નો અવાજ સંભાળાઈ છે પણ આંખો ભારે થઇ ગઈ હોઈ તેવું લાગે છે તે આંખો ખોલવાનો પ્રયત્ન કરે છે, તેમની ભ્રમર ખેંચાઈ છે પણ આંખોની પાંપણ હજુ પણ ઢળેલી છે.
ફરીથી સુમન તેના પપ્પાને ઢંઢોળે છે.
"પપ્પા............... ઓ પપ્પા ............"
"પપ્પા ઉઠો ............"
"જમવાનું તૈયાર થઇ ગયું છે."
"પપ્પા ................
મમ્મી રસોડામાં આપની બધાની જમવા માટે રાહ જુએ છે."
નહિ ખુલતી પાંપણો પુરેપુરી ખુલી જાય છે અને કંદર્પભાઈ બે ત્રણ વાર આંખો પટપટાવી ને જુએ છે કંદર્પભાઈ પોતાના જ ઘરમાં હતા અને સુમન તેની પાસે બેસીને તેને જગાડી રહી હતી અને જમવા બોલાવી રહી હતી ..... હજુ તે કંઈ બોલે તે પહેલા જ સુમન પૂછે છે ,
"પંખો ચાલુ હતો તોયે તમને આટલો પરસેવો કેમ વળી ગયો?"
"કંઈ નહિ બેટા" કંદર્પભાઈ એ ટૂંકો જવાબ આપતા કહ્યું
"તમે તો જરાક આરામ કરવાનું કહી ને સુઈ જ ગયા ?"
"વધુ માથું દુખે છે? "
"તમારી તબિયત તો સારી છે ને ?" સુમને ચિંતાતુર થઈને પૂછ્યું.
"ના બેટા, કંઈ નથી, તું જમવાનું પીરસ અને ભાઈ ને પણ બોલાવી લે આપને સાથે જ જમીએ, હું હાથ મોં ધોઈ ને આવું છું."
સુમન રસોડામાં આવી કે તરત જ કામિની બહેને પૂછ્યું, “અરે............!!!. તારા પપ્પા ને ઉઠાડ્યા કે નહિ??”
“હા મમ્મી, પપ્પા સુઈ ગયા હતા, એ હાથ મોં ધોઈને આવે છે અને ભાઈ તો તૈયાર જ છે જમવા માટે. હું જમવાનું પીરસું છું એટલા માં પપ્પા આવી જશે.”
.
“અને તારક ને ફોન કર્યો કે નહિ? એ ક્યારે આવે છે?” કામિની બહેને ફરી પૂછ્યું
.
“મેં હમણાં જ તારકભાઈ ને કોલ કર્યો હતો, એ રસ્તા માં જ છે બસ આવતા જ હશે.” સુમન પહેલા પાર્થે જ જવાબ આપ્યો.
આ તરફ કંદર્પભાઈ મોં લૂછતાં લૂછતાં અરીસામાં જોઈ રહ્યા અને પોતાને સપના માં આવેલા એટેક ની સહસા યાદ આવી ગઈ. તે સીધા તિજોરી પાસે પહોચી ગયા , તિજોરી માં રાખેલા ૧ લાખ રૂપિયા કાઢ્યા અને રસોડા માં જઈને એ રૂપિયા સુમન ના હાથ માં મુક્યા.
“આ શું પપ્પા? આ રૂપિયા અત્યારે કેમ આપો છો?” ઓચિંતા જ પપ્પાએ તેના હાથ માં ૧ લાખ રૂપિયા મુક્યા તેથી સુમને આશ્ચર્યથી પૂછ્યું.
.
.
"બેટા આ રૂપિયા મેં તારા લગ્ન ના ખર્ચ પેટે રાખ્યા હતા અને હજુ પણ થોડાક રૂપિયા એકઠા કરવાના બાકી હતા પણ હવે એવી કોઈ જરૂર નથી.... કંદર્પભાઈ ભાવુકતાથી સુમન ને કહી રહ્યા હતા...."
.
.
“એવી કંઈ જરૂર નથી એટલે ? અચાનક આ શું બોલો છો?”
.
"આપણે આપણી દીકરી ને પરણાવવાની નથી?"
કામિની બેને આશ્ચર્ય થી કંદર્પભાઈ ને પૂછ્યું
.
.
“ પરણાવવાની જ છે, એની ક્યાં નાં છે? પણ પેલા હું મારી દીકરી ના સપના પુરા કરવા માગું છું,જે એને મને થોડા સમય પહેલા કહ્યું હતું, એને ભણાવવા માગું છું, એને એના પગભર થવા દેવા માગું છું અને પોતાના પગભર થયા પછી એને કોઈ દહેજ ની જરૂર નહિ રહે એને જે જરૂર હશે તે પોતે જાતે જ લઇ શકશે ........”
સુમન તો તેના પપ્પા ને જોતી જ રહી ગઈ જયારે કામિની બહેન ને સમજાતું નાં હતું કે આજ સુધી દીકરીના લગ્ન ની ચિંતા કરનાર પિતા સુમનના સપના અને પગભર થવાની વાતો કેમ કરી રહ્યા છે?
.
.
“તો શું તમે દીદી ને આગળ ભણવા કે નોકરી કરવાનું કહો છો?” પાર્થે ખુશ થતા પૂછ્યું
.
“હા બેટા, તારી દીદી ને આગળ ભણવું હોઈ તો પણ ભલે, અને નોકરી કરવી હોઈ તો પણ ભલે અને પોતાના પગભર થવા માટે બીજીકોઈ પ્રવૃત્તિ કરવી હોઈ તો પણ ભલે કરે, હવે મારે તેના લગ્ન ની કોઈ ઉતાવળ નથી કરવી.”
.
.
સુમન વિચારમાં પડી ગઈ કે અચાનક પપ્પાને શું થયું? હજુ કાલ સુધી મારા લગ્ન ની ચિંતા કરતા હતા ને અચાનક આમ કેમ કહેવા માંડ્યા? જો કે અંદર થી તો એ પણ ખુશ થતી હતી કે પપ્પા લગ્ન પહેલા તેના સપના પુરા કરવાનું વિચારવા લાગ્યા.
.
.
કંદર્પભાઈને આમ નરમાશ અને પ્રેમ થી વાત કરતા જોઈ ને બધાને આશ્ચર્ય થતું હતું પણ કોઈ કંઈ જ પૂછી શક્યું નહિ.કંદર્પભાઈ બધાની આંખો માં રહેલ સવાલને જાણતા હતા અને સમજી ગયા તેથી તેને જાતે જ કહેવા માંડ્યું.
.
“સુમને મને થોડા સમય પહેલા કહ્યું હતું કે તે હજુ આગળ ભણવા માંગે છે, કંઈક બનવા માંગે છે, પોતાના પગભર થવા માંગે છે પણ એ વખતે મેં એની વાત કને ધરી ના હતી અને હું તેના લગ્ન ની જ ચિંતા કરતો રહ્યો પણ હવે હું એ વાત સમજી ગયો છું.”
.
.
“આમ ગોળ ગોળ વાતો કેમ કરો છો? કંઈક ચોખ્ખું કહો તો સમજાઈ કે તમે કહેવા શું માગો છો?” કામીનીબેને અધીરાઈ થી કહ્યું.
“હું આજે નોકરી પર થી પાછો આવ્યો ત્યારે મને છાતી માં જરા જરા દુઃખતું હતું અને માથું પણ દુઃખતુ હતું . થોડી વાર આરામ કરી લઈશ તો બધું બરાબર થઇ જશે એમ વિચારીને હું આડો પડ્યો ને ક્યારે આંખ મીંચાઈ ગઈ એ ખ્યાલ જ નાં રહ્યો અને મને સપનું આવ્યું કે મને છાતી માં તીવ્ર દુખાવો થયો,હાર્ટ એટેક આવ્યો તેથી તમે બધાએ મને ૧૦૮ બોલાવી ને હોસ્પીટલે પહોચાડ્યો, તાત્કાલિક ઓપરેશન ની જરૂર પડી અને આ ૧ લાખ રૂપિયા પણ હોસ્પિટલ માં જમા કરાવ્યા”
.
.
"હવે બેટા માની લે કે એ સપનું નાં હોત તો?"
.
.
"મારું ઓપરેશન થયા પછી પણ હું ના બચી શક્યો હોત તો?"
.
.
"અને કદાચ બચી પણ જાત તો કોણ જાણે કેટલા વર્ષ દવા ખાઈ ખાઈ ને ઉધાર ની જીંદગી હું જીવત? એ પણ દવા ના ખર્ચા સાથે."
.
.
"તો હું તને દહેજ માં શું આપી શકત? કે હું તારા માટે બીજું શું કરી શકત? આટલું ભણાવ્યા પછી જો સીધા જ તારા લગ્ન કરાવી દઉં તો તારા ભણવાની મહેનત પણ પાણી માં જાય, અને તને પણ એક અફસોસ રહી જાય કે, ‘મારા જ પપ્પા મને ના સમજી શક્યા તો બીજા પાસે શું આશા રાખવી?’ અને પછી જીંદગી આખી તું આ અફસોસ સાથે વિતાવે એના કરતા તો સારું કે હું પેલા તારી ઈચ્છા પૂરી કરું, મારી દીકરી ના સપના હું પુરા નહિ કરું તો બીજું કોણ સમજી શકવાનું હતું?"
.
.
"હદય ની સર્જરી પેલા જ મને મારા વિચારોની સર્જરી કરવાનો સમય મળી ગયો."
.
.
" બંધ આંખે જોયેલા સપને મારી આંખો ખોલી દીધી. લગ્ન તો બધા બાપ પોતાની દીકરી ના કરાવે જ છે પણ જતા પહેલા હું તારા માટે કંઈક કર્યા નો સંતોષ લઈને જવા માગું છું અને એટલે જ મેં આ નિર્ણય લીધો છે."
.
.
કામિનીબહેન અને સુમનની આંખમાં લાગણી અને ખુશી ના આંસુ આવી ગયા આ સાથે જ સુમન તેના પપ્પાને બેય હાથ વીંટાળી ને છાતી પર માથું મૂકી ને રડી પડી ...
.
.
“પપ્પા.............” સુમન ખાલી એક જ શબ્દ બોલી શકી ..... ને આંખો વરસતી રહી
.
કંદર્પભાઈ સુમન ના માથા પર હાથ ફેરવતા ફેરવાતા કહેવા લાગ્યા," બેટા તું મારી દીકરી નહિ, મારો દીકરો જ છે, તું તો સપના માં પણ મારી સાથે જ હતી, એમ્બ્યુલન્સમાં મારી પાસે જ બેઠી હતી".
“બસ પપ્પા..........”
“હવે એવું કંઈ ના બોલો એ તો સપનું હતું ને?તમને કંઈ નહિ થાય, હું તમને કંઈનહિ થવા દઉં”
“ભૂલી જાઓ એ વાત ને........”
સુમન લાગણીવશ થઈને કહી રહી હતી.
“તમે જે નિર્ણય કર્યો એ સારો જ કર્યો, સુમને મને પણ બે ત્રણ વખત વાત કરી હતી પણ.....”
કામિની બહેન ને ગળે ડૂમો ભરાઈ આવ્યો તેથી તે આગળ કંઈ બોલી ના શક્યા...
“ બેટા , આ સપનું આપીને કુદરતે મને ઈશારો કર્યો છે કે જીંદગી નો કોઈ ભરોસો નથી હોતો અને એટલે જ તું તારા પગભર હોઈશ તો અમને તારી ચિંતા નહિ રહે.”
“પપ્પા, મારે મારા સપના માટે આ રૂપિયા ની નહિ પણ તમારા આ જ સપોર્ટ ની જરૂર હતી, અને તમે સાથે છો એટલે હવે હું મારા પગભર ઉભી રહી ને જરૂર બતાવીશ.”