Vadilo dwara thato balatkar books and stories free download online pdf in Gujarati

વડિલો દ્વારા થતો બળાત્કાર

વડિલો દ્વારા થતો બળાત્કાર

Piyush M. Kajavadara

Email id: kajavadarapiyush786@gmail.com


આજની જનરેશનમાં ધણા એવા બાળકો હશે જેને પોતાના જ માં-બાપ નહી પસંદ હોય. લગભગ ‘૬૦-૭૦’ ટકા એવા જ જોવા મળશે. માં સાથે તો વધુ વાંધો ના હોય કારણકે તેની સામે થઇ શકીએ છીએ, સામે બોલી દઇએ છીએ. પણ બાપા સામે? ત્યાં કાઇ જ બોલી શકતા નથી. અને આગળની વાત માં-બાપ તો પસંદ હોય જ છે પણ તેમના વિચારો સાથે લગભગ આજની જનરેશન જરા પણ સહમત નથી. વિચારો અને ટેકનોલોજી બહુ જડપથી બદલાય રહી છે પણ માત્રનવી જનરેશન માટે જૂની માટે નહી.

આજ નો યુવાન બહુ તકલીફો વેઠીને મોટો થાય છે પણ આગળની નવી જનરેશન માટે લગભગ એટલો બધો વાંધો નહી હોય કારણકે ત્યાં જનરેશન ગેપ ઓછાે થઇ ગયો હશે.

આજનો યુવાન એટલે મારી જ વાત કરી લવ તો ટેન્શન, ઇરીટેશન અને ફર્સટેશન થી ભરપૂર. આખો દિવસ બસ મગજ આ ૩ વસ્તુ પર જ હિલોળા લેતું હોય છે. ફેસબુક પર લાઇક્સ નથી મળતી. હું કેમ જલ્દી ફેમસ નહી થતો. મારા આર્ટીકલ ઓછા ડાઉનલોડ કેમ થતા હશે? કોઇ ભૂલ રહી જતી હશે? આ બધી નોર્મલ વાતોને પણ હાઇ વોલ્ટમાં કનવર્ટ કરી પરાણે મગજને ટેન્શન આપવા મજબુર કરે. પણ આ બધી વાતો નોર્મલ છે. પહેલા તો આ યુવાનને કોઇ પણ જાતની છુટ મળતી જ નથી. જન્મથી લઇને લગ્ન સુધીનો નિર્ણય બાપા લઇ આપે છે અને લગ્નથી લઇને મરણ સુધી પત્ની અને બાળકો. છોકરો મોટો થયો તો એનુ પેશન શું છે એ માં-બાપને જાણવું જ નથી બસ એક જ વાત! એ એન્જીન્યર બનશે કે પછી ડોકટર. કોઇ ક્રિકેટર કે ગીટારીસ્ટ, સીંગર કે પછી લેખક નહી બને. એ બસ આ ઘેટા-બકરાના ટોળામાં જ ચાલશે. કાઇ નવું નહી કરે. કારણકે બધા એ જ કરે છે તો આપણે પણ એ જ કરવું જોઇએ. જો સચીન ના પપ્પાએ એવું વિચારયુ હોત તો આપણને ગોડ ઓફ ક્રિકેટ કેમ મળેત?

મારે જસ્ટ ૩-૪ ટોપીક પર જ વાત કરવી છે કે આજની યુવા પેઢી જે આ સમાજ અને વડીલો વચ્ચે રહીને બળાત્કારનો ભોગ બને છે.
હા, આને બળાત્કાર જ કહેવાય જયાં સપનાની કોઇ કિંમત નથી હોતી. જયાં પેશન પર કાઇ કામ કરવા નથી મળતું. ત્યાં બસ જૂના નિયમો પર કામ કરીને મરવું પડે છે કોઇ તમારી પસંદ પૂછવામાં આવતી જ નથી બસ એ જ કરવાનું છે અને એ જ કરવું પડે છે.
લગભગ ૧-૧પ વર્ષ સુધી આપણને વધુ કાઇ ખબર નથી પડતી હોતી બસ આપણે બાળપણની મોજ માં ફરતા હોયએ છીએ. પછી ૧૬-૧૮ આ બે વર્ષ એવા કે થોડી થોડી ખબર પડવા લાગે છે. હોર્મોન્સ તેજ સ્પીડમાં ઉપર નીચે કૂદકા મારવા લાગે છે. શું કરવું વધુ પસંદ છે તેની ભાન પડવા લાગે છે. પેશન દિલો દિમાગમાં એમ ફેલાય છે કે બસ જાગતા, ઉઠતા, જમતા, ચાલતા, દોડતા બસ એ જ દેખાઇ છે અને હકીકતમાં સપના ની દુનીયા બસ પેશન થી ભરાઇ જાય છે અને બરાબર ત્યારે જ આ વડીલો અચાનક જાગી જાય છે.

જુવાન દિલ કહે છે કાઇ બનવું છે. કશું એવું કરવું છે કે તેમાં થાક ના લાગે અને કામ કરવાની પણ એટલી જ મજા આવે પણ વડીલોનું ઘરડુ દિલ જે જોરથી ખાંસી ખાઇ તો પણ આપણને એમ થાય કે હમણા બસ ગયો પણ ના એ પાછા ઉભા થશે અને મતરવાનું ચાલું કરશે. ના, દિકરા એવું કાઇ કરવું નથી. જો સફળતા નહી મળે તો બધા આપણી મજાક ઉડાવશે. બસ આ એક જ વાતે બધા જવાન દિલને મૂંગા, બહેરા અને નપુંસક બનાવી દીધા છે. જેને અત્યાચાર કરતા બળાત્કાર કહેવું વધુ સારુ રહેશે.

ગમે તે માણસને જયારે પોતાના પેશનને લગતુ કામ કરવા ના મળે એટલે તરત જ જન્મ થાય છે ટેન્શનનો. થોડા સમય પછી એ જ ટેન્શન ઇરીટેશનમાં ફેરવાય જાય છે. નાની નાની વાતો માં ગુસ્સાે આવવા લાગે છે. ગમે તેની સામે ગમે તેમ બોલવા લાગે છે. અને જયાં ટેન્શન અને ઇરીટેશન હોય ત્યાં ડીપ્રેશન અને ફર્સટેશન હાજર હોય છે અને એકવાર માણસ ડીપ્રેશનમાં ગયો એટલે તેને બહાર કાઢવો બહુ મુશ્કેલ બની જાય છે. તે પોતાનું જ ધ્યાન નથી રાખી શકતો. એકલો એકલો રખડયા કરે છે. અને ડીપ્રેશન અડધુ મગજ ગાંડુ કરી નાખે છે. તે ખુલી ને હસી પણ નથી શકતો કે પછી પોક મૂકીને રડી પણ નથી શકતો અને રડવા માટે તો એક બાજુમાં મજબૂત ખભો જોઇએ જે એને સમજી શકતો હોય એવું તો એની પાસે કોઇ હોતુ જ નથી અને છેવટે એક જ રસ્તાે એના મગજમાં સુજે છે આત્મહત્યા! કારણકે એટલી હદે પહેલા તેને મારવામાં આવે છે કે બસ હવે તો ખાલી શરીરને જ મારવાનું વધે છે બાકી આત્માે તો કયારનો મરી ગયો હોય છે.અને એના જ મરયા પછી આ જ વડીલો પોક મૂકીને રડે છે. જેને જીવતા રડાવ્યો એના મરયા પછી રડવું સારુ ના લાગે પણ આ પણ સમાજની પરંપરા છે કે કોઇ ના મરયા પછી પાછળ રડવું પડે. વાહ સમાજ, વાહ વડીલો અને તેમની પરંપરાની પણ જય હો!

આ પરંપરાનો િહસ્સો હું બનવા નથી માગતો કે પછી નથી આત્મહત્યા કરવા માગતો. કારણકે આત્મહત્યા એ કોઇ સમસ્યાનું નિરાકરણ નથી. હું બસ સપના જોયા છે તો તેને પુરા કરવામાં વધુ માનું છું. કોઇ પણ હદે અને કોઇ પણ પરિસ્થિતિમાં. ડીપ્રેશન અને ટેન્શન બધાની લાઇફમાં હોય છે મને પણ છે તો એનો મતલબ આખી જીદંગી રડવું તો નથી ને. બસ જાગો અને દોટ મૂકો. ખબર છે દોડવામાં અમુક લોકોનો સાથ છુટી જશે પણ ટેન્શનની વાત નથી એ પણ આગળ જતા રસ્તામાં પાછા મળી જશે. પણ હિંમતના હારો પોતાના સપનાને જીવો. નિયમો તોડીને જીવો. પાછા પોતાના નવા નિયમો બનાવો બીજાના નિયમો પર જીવવાની જરુર નથી. આપણે બધા અહીં એક ધ્યેય, એક મકસદ અને એક જ જીદંગી લઇને આવ્યા છીએ એ પણ મોબાઇલના છોટા રિચાર્જ જેટલી. માત્ર ૬૦-૭૦ વર્ષ જેમાં પાછળ ના ૧૦-૧પ વર્ષ તો બધી યાદોને વાગોળવા માટેની હશે પણ તેના માટે તમારે પોતાની જીદંગી જીવવી પડશે વડીલો કે સમાજની નહી.
જયાં સુધી શરીર ના નહી કહે ત્યાં સુધી બસ મારે કામ જ કરતા રહેવું છે. આ સમાજ અને વડીલો કયારે બદલાય તેની તો ખબર નથી મને બસ એમને તેમનો અહંમ, ઇગો એ જ બધુ છે એનાથી વધુ કાઇ નથી એમના જ સંતાનની ખુશી પણ નહી. છોકરાને સીંગર, ડાન્સર બનવું છે તો નહી. અર્્ર્રે આ વડીલો એ તો પોતાનાે લાઇફ પાર્ટનર પણ પસંદ કરવાનો હક છીનવી લીધો છે. વડીલોના ચરણ સ્પર્શ કરવા પણ એટલા જ જરુરી છે જાણે તે ભગવાન ના બની ગયા હોય અને એમને કોઇ સમજાવો માન આપવા થી માન મળે એની ભીખ ના માગવાની હોય.

અને જયારે આ જ વડીલો એમના છોકરાને એમના પેશન વિશે પૂછતા થઇ જશે, જીવન માં શું ચાલે છે તેનું સ્ટેટસ અપડેટ લેતા થશે. કોઇ છોકરો/છોકરી ગમતા હોય તો કે જે ત્યાં મેરેજ કરાવી આપુ એમ કહેતા થશે. અને લાસ્ટમાં પુરો ફ્રીડમ આપશે તો પણ બાળક કોઇ ખોટું કામ નહી કરે એટલો વિશ્વાસ કરતા થઇ જશે અને બાળકો કાઇ ખોટું કરે તો બેસીને એક મિત્રની જેમ સમજાવશે ત્યારે વડીલો વડીલ મટીને એક આ ભાગતી દુનીયાનો ખરો જુવાન બનશે અને રિસ્પેકટ ત્યાં માગ્યા વગર મળશે અને આ ગંધાતો ઘેટા-બકરા વાળો સમાજ એક પરિવાર જેવો લાગશે.

“જયાં ડર નહી પણ કાઇ નવું જ કરવાનું સાહસ હશે.”

~ પિયુષ કાજાવદરા

Kajavadarapiyush786@gmail.com