vasanti short story books and stories free download online pdf in Gujarati

vasanti short story

-: વસંતી :-

સુધાને જયારે ટ્રેનમાં જોઇ ત્યારબાદ વસંતી વિચારોના ચગડોળે ચડી,

કોઇ કહે નહી કે એણેજ મારા લગ્ન જીવનમા આગ ચાપી હશે, જોતો ખરી કેવી સીધીસાદી સાડીમાં સજ્જન સભ્યને ર્નીદોષ લાગે છે, અને તેના ખોળામા રહેલો તેનો પુત્ર વસંતી તેને ધારી ધારીને જોઇ રહી અને મનમાં ને મનમા બબડી "આય પણ એ લંપટનો જ હશે, જો તો એનો ચહેરો એની આંખો પણ તેના જેવીજ એ આંખો તો આજે પણ એને ગમતી હતી, છતા દ્રેષભાવથી જોઇ રહી.

મહેસાણા આવ્યુ કે વસંતી ટ્રેનમાંથી ઉતરી ગઇ, પણ તેની આંખો સામેથી સુધાને તેનો પુત્ર ખસ્તા નોહ્તા. વિર ને છુટાછેડા આપ્યાને આજે ચાર ર્વષ થઇ ગયા હતાં, સુધા અને વિર ને એણે ઘણીવાર એકબીજા સાથે જોયા હતા ને તણીએ વોચ રાખીને ચોરી છુપી પીછો કરી ને ખાતરી પણ કરી હતી કે બન્ને જણા એક બીજાને બહાર મળે તો છેજ અને જયારે એક દિવસ વિર રાત્રે ઘેર નોહ્તો આવ્યો અને સામે ફોન કર્યો ત્યારે સુધાએ ઉપાડયો હતો ને કહ્યું હતું કે વિર આબુરોડ મારા ઘરે છે તેઓ કાલ સવારે આવી જશે, અને વસંતી એ સમસમીને ફોન કટ કર્યો હતો.

હમણાં હમણાં થોડા સમયથી વિર વસંતી ને બદલાયેલો બદલાયલો લાગતો હતો,અને ઘરમાં વસંતીથી બરાબર વાત પણ નોહ્તો કરતો અને એ સાંજે વિર આબુરોડથી ઘરે આવ્યો અને ઘરમાં પગ મુકતા જ વસંતી બોલી "કેમ એની પાસે ના રહી જેઓ હવે તો તેણી સાથે ફરવાની રહેવાની મજા આવતી હશે આમેય હું તો ઘર કી મુરગી દાલ બરાબર અને વિરોધમાં બચાવમાં વિરે બયાન આપ્યું હતું કે " વસંતી તું જેવું વિચારે એવું કઇપણ મારા અને સુધા વચ્ચે નથી તું નાહક ની શંકા કરે છે કયાક આ શંકા આપણા સહજીવનમા તીરાડના પડાવી ના દે જો તું ધારે એવું કઇપણ નથી હું તો બસ સુધાના.. અને વિરની વાત પુરી થતા પહેલા વસંતી બોલી "બસ વિર હું તારી એકપણ વાત સાંભળવા તૈયાર નથી બસ બહુ થયું હવે હું તારી સાથે એકપળ પણ રહેવા માગતી નથી હું હવે આ ઘર અને તને છોડી જાઉં છું અને આ મારો આખરી ફેસલો છે અને મને રોકવાની નાહક કોશિશ ના કરીશ, વિરે વસંતીને મનાવવા ઘણી કોશિશ કરી પણ વસંતી એકની બે ના થઇ,

અને આખરે એ સાંજે જ વસંતી વિરને છોડી તેના પિયર પાલનપુર જતી રહી. અને આજ પાંચ વરસે પાલનપુરથી મહેસાણા જતાં ટ્રેનમા તેને સુધાનો ભેટો થઇ ગયો,વસંતીની સીટની સામેનીજ સીટમાં જ સુધા એના ચાર વરસના દીકરાને લઇ બેઠી હતી.

સુધા આમતો વસંતીથી ઉંમરમાં બસ એક વરસ નાની હતી હસમુખી મળતાવડા સ્વભાવની નાજુક નમણીને ચંચળ યુવતી હતી, તેના પુત્રને જોઇ કોઇના કહે કે તેણી એક છોકરાની માં હશે,વસંતી અેમજ વિચારતી હતી કે એટલેજ વિર સુધાના પ્રેમમાં પડી ગયો હશે!

ટ્રેનમાં નાતો વસંતીએ સુધાને બોલાવી કે ના સુધાએ વસંતીને બોલાવી. પહેલીવાર જયારે વિર સુધાને ઘરે લઈ આવ્યો તયારે તો બન્નેએ મળી કેટલી ધમાલ મસ્તી કરી હતી અને સુધા વસંતી પાસે બે દીવસ રોકાઇ હતી અને એને જોબ પણ વિરની ઓફિસમાં જ મળી હતી.

બીજા દીવસે વસંતી મહેસાણાથી પાલનપુર જવા નીકળી ટ્રેનમા ચડી પણ ટ્રેનમા ભીડ વધારે હતી કયાંય પણ પગ મુકવાની જગ્યા ન હતી,વસંતીને થાક પણ બહુ લાગ્યો હતો ને થોડું થોડું માંથું પણ દુ:ખતું હતું અને ઉપરથી ટ્રેનમા બીડી ઓના ધુમાડો, ટ્રેન માંડ મહેસાણાથી પંદર કીલોમીટર ગઇ જ હશે કે વસંતી ડબ્બામાં જગ્યા શોઘવા પગ આગળ ઉપાડયો કે ચક્કર આવયાને ધડામ કરતી પડી ગઇ.

વસંતીની આંખ ખુલી અને એને ધ્રાસ્કો પડ્યો કે હું કયા છું? એક આલીશાન રુમમાં પલંગ બેસવા માટે મખમલી શોફા દીવાલ ઉપર કુદરતી દ્રશ્ય રામસીતા રાધાકુષ્ણના કેનવાસ પોન્ટીંગ કરેલા મોટા મોટા ફોટા લગાવેલા હતા વસંતી કઇક યાદ કરવા મથી રહી પણ કશુંયે યાદ આવ્યું નહી,તેનું મન ને આંખો વિચારોના ચગડોળે ચડયાને એની આંખ ફરી મીચાઇ ગઇ,

બે કલાક પછી વસંતી ફરી ભાનમાં આવી ત્યારે પલંગની બાજુમા સુધાને જોઇ ને ફાટી અાંખે સુધાને જોઇ રહી સુધાએ વસંતીના કપાળ ઉપર હાથ મુક્યો પછી બોલી "રીલેક્ષ વસંતી રીલેક્ષ તું ચિતાંના કરીશ તારે આરામની જરુર છે. "અરે પહેલા એ જણાવ કે મને અહી કોણ લઈ આવ્યુંને હું ક્યાં છું? વસંતી એકી શ્ર્વાસે બોલી,વસંતી તું ટ્રેનમાં હતી ને તને ચક્કર આવ્યા હતા અને તારા માંથાં ઉપર ચોટ પણ આવી છે. હું અમદાવાદથી આવતી હતી તને ટ્રેનમાં બેભાન અવષ્થામા જોઇ તને હું હોસપીટલ લઇ જઇ ટ્રીટ્રમેન્ટ કરાવી તને મારે ઘરે લઇ આવી છું તું અત્યારે આબુરોડમાં છે. વસંતી એકી શ્ર્વાસે બોલી,અને બાજુના રુમ માથી મ્મમી... મ્મમી... કરતો સુધાનો પુત્ર અાવ્યોને સુધાના ખોળામાં ચડી ધીમા અવાજે કાન પાસે મૌ રાખી બોલ્યો "મ્મમી પ્પપાને ટોઇલેટ જવું છે! વસંતીનાં માથાં ઉપર હાથ ફેરવી સુધા બોલી વસંતી તું આરામ કર હું હમણાં જ આવી, અને સુધા રુમ માથી બહાર નીકળી ગઇ.

વસંતી સુધાના પુત્રને આંખ સામે જોઇ વસંતી આભી બની જોઇ રહી આબેહુબ વિર જેવોજ અવાજ આંખોની ભમર કાનની બુટ કપાળ પણ વિર જેવું ઉજળુંને પ્રભાવશાળી અને વિચારી રહી કે નફ્ફ્ટ લોકોના દિકરા પણ એમના જેવાજ કે બીજાને જલ્દી છેતરી શકાય, વસંતીએ સુધાના પુત્રને ઇશારો કરી પાસે બોલાવ્યો, પુછવા માટે મન માનતુ નહતું છતાં પછી વિચાર ક્યોં કે પાછલે બારણે થઇ નીકળી જાંઉં પણ મન મક્કમ કરી પડી રહી ને પુછ્યું "બેટા શું થાય છે તારા..પ્પપાને..? સુધાનો પુત્ર કાલીઘેલી ભાષામાં બોલ્યો "આંતી માલા પ્પપા ચાલી નથી શકતા એતલે મ્મમી રોજ એમને ટોઇલેટમાં જવું હોય ત્યારે લઇ જાય છે! વસંતીએ વળતા અધીરાઈથી પુછયું "કેમ ચાલી નથી શકતા બેટા ? વસંતી વ્યાકુળ થતાં બોલી આંતી છેને માલા પ્પપાને એક્સિડન્ટ થયો હતો ને ત્યારથી એમના બન્ને પગ કપાઇ ગયા છેને એતલે! સુધાના પુત્રના જવાબ સાંભળીને વસંતીની આંખમા આંસું આવી ગયા. અને અેકા અેક ઉપર ઓઢેલી ચાદર ફગાવી સફળી ઉભી થઇને લથડાતા પગલે બાજુના રુમ તરફ દોડી બાજુના રુમમાં ગઇ ને જોયું તો તેના હોશકોશ ઉડી ગયા. સુધા અેક યુવાનને વિહીલચેર ઉપર બાથરુમ માંથી બહાર લાવી રહી હતી પણ એ વિર નોહ્તો આ વિર નથી તો પછી આ છે કોણ તો પછી વિર કયાં? વસંતીના મન ઉપર ઉપરા ઉપરી સવાલોના ફટકા પડ્યા વસંતીના હાવ ભાવ જોઇ સુધા બોલી "વસંતી આ મારાં પતિ રમણીકલાલ બંસી "બંસી ઇન્ડસ્ટ્રીઝ" ના માલિક અને વિરના બોસ !! "તો પછી વિર કયાં છે સુધા? વસંતી અકળાઇ ને બોલી વસંતી "જયારે મારા પતિનો એક્સિડન્ટ થયો હતો ત્યારે વિર એમને હોસ્પિટલ લઇ ગયા હતા એને એડમીટ કરાવી બલ્ડ આપી અને કંપનીનું બધુંયે કામકાજ એકલેજ હાથે ઉપાડી લીધું હતું કંપનીની ડીલ કે કોનફરેન્સ પણ તે જાતેજ કરતો વધારે કામ હોતું તો હું પણ સાથે જતી અને અાજ કારણે તને શંકા થઇ કે હું ને વિર... ખેર... છોડ બધી વાતો, સુધાએ વસંતીના બન્ને હાથ હાથમાં લઇ બોલી "જો વસંતી આતો ફક્ત તારો વહેમ હતો વિર તો આજે પણ તારી રાહ જોઇ રહ્યો છે અને વસંતી વિર જેવો માણસ આ દુનિયામાં મળવો મુશ્કેલ છે! આંખના ખુંણા લુછતા સુધા બોલી અને વસંતી એ કહ્યું "સુધા મને માફ કરી દે મેં બહુજ મોટી ભુલ કરી છે સુધા આમતો હું આ માફીને લાયક નથી છતા તારી મોટી બેન ગણી મને માફ કરી દે, સુધાએ સાડીના પાલવથી વસંતીની આંખ લુછતા બોલી "ના વસંતી ના હજી પણ મોડું નથી થયું વિર આજેય પણ તારી રાહ જુએ છે આજે પણ એ તને યાદ કરે છે વસંતી જા અને વિર ને સંભાળીલે એના જીવનમા ફરી વસંત ભરી દે અને એજ તારુ પ્રાય્ચિત હશે વસંતી.

અને વસંતી વંટોળની માફક રમણીકલાલના ઘરમાંથી નીકળી.

ઘરના કંપાઉન્ડનો દરવાજો ખુલ્લો જ હતો વસંતી એ આગણાંમા પગ મુક્યો, આગણાંમા રાતરાણીના ખરેલા ફુલો મહેક પાથરી રહ્યા હતા,ધરનો દરવાજો પણ ખુલ્લો હતો ઘર માથી મનહર ઉધાસના અવાજમા "તમારા અહી આજ પગલાં થવાના" ગઝલ વાગી રહી હતી

જેવું વસંતી ઘર છોડી ગઇ હતી એમનું એમજ હતું, વસંતી ઘરની અંદર આવી પણ કોઇ દેખાયું નહી પહેલા જેમ ઘરમા વિરને બોલાવતી એ રીતે વસંતી એ લહેકા થી બોલી "હેલો.. વિર... કહ્યું ને પાછળના દરવાજે થી વિર અંદર આવ્યો વિરને જોઇ વસંતી વિરને દોડીને ભેટી પડી તેની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી વિરે પણ તેને તેના બાહુપાશમાં સમેટી લીધી અને વસંતી બોલી "વિર મને માફ કરી દો હું અબુધ તમારા પ્રેમને ના સમજી શકી વિર મને જે થાય તે સજા કરજો પણ મને તમારાથી દુરના કરશો, અને વિર વસંતીના ચહેરાને બન્ને હાથ વચ્ચે લઇ અંગુઠાથી આંસુ લુસતા બોલ્યો " જો વસંતી મને ખબર હતી કે તું એક દિવસ જરુર આવીશ એટલે આ ઘરના દરવાજા આજે પણ ખુલ્લા હતા અને જરા જો સામે આપણાં બાગમાં પણ વસંત આવી છે. અને વિર ને વસંતી હાથમાં હાથ પરોવી વસંત જેમ મહેકી રહ્યા. - વિનસ પાલનપુરી