Chokleti Dankh books and stories free download online pdf in Gujarati

ચોકલેટી ડંખ

ચોકલેટી ડંખ

હું મારી મરજી થી આવી છું, હા નથી રહી શકતી તને મળ્યા વગર ! બે દિવસ ની જ ઓળખાણ કોણ જાણે કેમ વર્ષોની લાગે છે આપણને, તે નથી સમજી શકી. પણ આ તારી મોટી મોટી આંખો મને બહુ સતાવે છે. તારી પાસે બોલાવે છે ને હું મજબૂર શક્તિવિહીન બની તારી તરફ ખેંચાઈ આવું છું. તો શું પ્રેમ આમ પલકારા માં થઈ જતો હશે કંઈ ? ને આ તારો ભાણીયો તો કેટલો ક્યુટ છે જોને પપ્પી ઉપર પપ્પી આપે છે ને મારી ચોકલેટ લઈ જાય છે. હા, હા, હા તો તે એને મોકલેલો ! એમ કહે ને તારા કારસ્તાન છે બધા. ઓ મારા વહાલા બદમાશ ફરિશ્તા તને કેમ સમજાવું આમ રોજ રોજ મળીશું તો આપણે તો પ્રેમમાં પડી જઈશું. અને હા, આપણે કંઇ વેલેન્ટાઈન-ડે ની ઉજવણી કરી જાહેર કરવાનો આપણો પ્રેમ તે તું આમ વર્તે છે.

સીમા ને પણ સીમારેખા નડે છે. હા મૌસમ ના પછી ઘર એકદમ ખાલી લાગે છે ને કાકીએ તેને પરણાવી દીધી તો હવે હું સીમા હાથ માં આવી ગઈ છે કે શું તેઓ

બહુ ફોર્સ કરી રહ્યા છે એક પછી એક છોકરાઓ ની આવનજાવન અરે પણ હું કઈ પ્રદર્શન કરવાની વસ્તુ છું કે તૈયાર હોઉ ? દરેક વખતે ના નથી પાડી જ પણ કોણ જાણે કેમ તને જોયો ને જનાર્દન ત્યારથી હું દિલ ખોઈ બેઠી છું. તારા વાંકડીયાળા વાળ મને ગમે છે. તારો સ્ક્રફી ફેસ હંમેશ હસ્તો જોવો ગમે છે. તારી મોમ નો લાડલો છે ને તું ? તે તારા ગાલ ના ઉંડા ખંજન બોલે છે. તારો અવાજ સાંભળવો છે. લાગે છે આ ડાયરી પણ ચોકલેટ સાથે મોક્લું તો તું મારા મનની વાતો સમજી શકીશ ને ? ચાલને હવે, બાજુ માંથી પસાર થઈ ને મેં મારી મરજી બતાવી દીધી તારું ધ્યાન ખેંચાયું હોય તેવું લાગ્યું પણ ખરું ને હું મલકી હતી તે જો જોયું હોય તો….!!

આજે બારી ની બહાર મીટ માંડી ને બેઠી જ છું કે તું ક્યારે આવે ને આ ડાયરી સમ હાઉ તને સોંપુ તો જ શાંતિ થશે. પૂરા બે કલાક રાહ જોવડાવી દૂર થી દેખાતા સીમા ધડબડ ધડબડ દાદરા ઉતરી ગઈ. સાયકલ પર જનાર્દન આવી રહ્યો હતો..હવે તો સાવ નજીક દેખાયો. પલક મારી ને બાજુમાંથી જ ગાયબ થઈ જાત. પણ પાછળ થી સાયકલ હાથમાં આવી ગઈ.

તેણે બેલેન્સ માંડ માંડ રાખ્યું ને એકદમ બ્રેક મારી. જોયું તો સીમા એના પીંક સલવાર માં ખૂબ સરસ દેખાતી હતી. ગાલ પર આવેલી લટો હવા ની લહેરખી થી ફરફરી રહી હતી.તેને કાન ની પાછળ કરતા હસી પડી. ને બોલી હાય, વીલ યુ બી માય વેલેન્ટાઈન ? બે મીનીટ થોભી જરાક હસ્તા જનાર્દને કહ્યું હા શ્યોર !! ડાયરી નું એક પેજ ફાડી ને ફોન નંબર એક્ષચેંજ થયા ને સમય ને સ્થળ પણ. બસ આ પાંચ મીનીટ ની ટૂંકી મૂલાકાત સમયે જનાર્દન ને સીમા ના હૈયા જોર જોર થી ધબકી ઉઠેલા. ઓહ આ પ્રેમ ની નિશાની હશે કે શું?

પણ આ વાત ને બે દિવસ થઈ ગયા. આવતા અઠવાડિયે તો વેલેન્ટાઇન-ડે છે કાર્ડ-ફ્લાવર્સ-ટેડી બેર-કેન્ડી બધું લઈ આવીશ એમ વિચારતો જનાર્દન આગળ વધ્યો. પંખીઓનો મેળો જાણે જામ્યો હોય તેમ બધા એકબીજા પ્રેમી-યુગલ નજરે પડતા સીમા નું દિલ જરા વધુ જોર થી ધડકી રહ્યુ હતું, આંખો માં તલપ દેખાતી હતી ને ચાલ માં ઝડપ હતી.નક્કી કરેલા સ્થળે બંને મળી ગયા. સુંદર ગાર્ડન માં એક બેંચ પર બેસી જનાર્દને પોતાની ગીફ્ટ એક્ષચેંજ કરી સીમા તો બધું વાંચતી રહી, નોંધ કરતી રહી કે જનાર્દન આટલું બધું ?ત્યાં તો જનાર્દને ખિસ્સામાંથી સ્મોલ બોક્સ પોપ ઓપન કરી કાઢ્યું તેમાં રીંગ હતી ને પ્રપોઝ પણ કરી નાંખ્યું !! ઓહ માય ગોડ રીયલી જનાર્દન !! યસ યસ બોલતાં બોલતાં તો અશ્રુ સરી પડ્યા !! જનાર્દન તેના આંસુ લૂંછી તેને ગળે વળગી પડ્યો. "આઈ લવ યુ સીમા" ફૂલોનો ચંદરવો ને ચળાઇ ને આવતો તેમાંથી અસ્ત થઈ રહેલો સૂરજ !! બંને ની આંખો હસતી હતી ને ક્યારે બંને એક બીજા નો હાથ પકડી ને બેઠા હતા તે ભૂલાઈ જવાયું હતું. શરમ ના શેરડા તો પણ ક્યારેક ફરી વળતા ને જનાર્દન મલકઈ જતો જોઈ રેહતો બોલી ઉઠ્યો "યુ આર સો પ્રીટી સીમા આઈ લાઈક યુ અ લોટ ઇન ડ્રેસ !" સીમા જરાંક વધુ નજીક ખસી આવી. એકદમ નજીક જઈ બોલી "મેરે દિલ પે હાથ રખ દો મુજે ઇન્તજાર ક્યું હૈ ! મૈં તુમ્હીં સે પૂછતી હું મુજે તુજસે પ્યાર ક્યું હૈં કહીં તુમ દગા ના દોગે મુજે એતબાર ક્યું હૈં !" મરક મરક થતો જનાર્દન ફરી ગળે વળગી ગયો. આટલી સહજતા થી આટલી નજદીકતા આવી જશે તેનો તો તેને ખયાલ પણ ન્હોતો. સીમા વિચારી રહી કે શું થઈ ગયું છે એને કે તે આમ બોલી ગઈ ને બેહોશ થઈ ગઈ. સંબંધોનો ત્રિકોણ લઈ વર્તુળે પિવાય તો.?.

દેખી લઈએ અવાજ ને કવિતા ઉગે ..તો ?કાગળ કોરો વાંચી ને ભીની પાંપણે ભળે તો...?

બાકોરૂં કાગળની નાવે કદીયે ના પડે... તો ?કુદતા આવે અક્ષરો પગરવ પુષ્પ અડે તો... ?

પોતે તોફાન આંખોમાં દિલમાં મનમાં અરે અંગ અંગ માં ભરાઈ આવેલું કે શું સૂરજ ડૂબતા બંને ખૂબ નજીક આવી ગયેલા. ફૂલો ના ગુલદસ્તો તેણી ના ખોળામાં ચોળાઈ ગયેલો ને બધી ચોકલેટ બેંચ પરથી પડી ગયેલી. "આઉચ" કરતી ચિસ પડાઈ ગઈ સીમા થી જ્યારે પગ આગળ થી કંઇક સળવળી ડંખ મારી ને ચાલી ગયું અંધારા માં ના દેખાયું. ઝડપથી બંને ઉઠ્યા ત્યાંથી રેસ્ટોરંટ તરફ. ચાઈનીઝ ખાઈ ને ચેર માંથી ઉઠવા જાય તો સીમા નો પગ સખત ભારે લાગતો હતો. રાત્રીના દસ વાગી ચૂકેલા તો સવારે જવાનું નક્કી કરી લીધું. માંડમાંડ ઘર ભેગી થઈ. આખી રાતમાં તો પગ ફૂલીને દડો થઈ ગયેલો. બીજે દિવસે ડોકટરે જણાવ્યું કે તમને હાથીપગો થયો છે.બગ કરડી ગયું હતું ને ! મજા મટી ગઈ ને સજા માં ફરી ગઈ ! ને આનો ઇલાજ પણ નથી થઈ શકતો. સીમા ને જનાર્દન ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા. બંને ના મનમાં લોહી જેટલી જ ધડધડાટીથી વિચારો પણ ધડ ધડ કરતા ફરી રહ્યા હતા. ભવિષ્ય પર પડદો પડી ગયો જાણે તેવું સીમા એ અનુભવ્યું. મયુર ની જેમ નાચતી, ટહુકતી સીમા પર જાણે વીજળી પડી હોય તેમ તે સખત ધ્રુજી રહી હતી. અચાનક તેના હોઠ પર તેણે ચુંબન અનુભવ્યું ને તે જાગી ગઈ ! ઓહ વાઉ આ માત્ર સપનું જ હતું હાશ તેના હાથ પગ બધું જ સલામત હતુ..!! ધરાઈ ધરાઈ ને પગ ને અડી લીધું હોત જો જનાર્દન ત્યાં ના હોત તો. જનાર્દને કહ્યું "હાલ કૈસા હૈં જનાબ કા" કીસ થી હજુ સ્વસ્થ થઈ રહી હતી ત્યાં તો ફરી જનાર્દને તેને કીસ કરી લીધી. તેના ગળામાં હાથ નાંખી તે બોલ્યો "યુ નો યુ લુક સો ક્યુટ ઇવન ઇન સ્લીપ !!" "કઈ રીતે કહુ હું જનાર્દન સપનામાં મારા શું હાલ થયેલા. સારું થયું, ના ખૂબ સારું થયું કે તે માત્ર સપનું જ હતું" તેવું કેહવાને બદલે નીચુ જોઈ પોતાના વાળ કાન પાછળ કરવાનો પ્રયાસ કરી રહી. ને જનાર્દન બોલ્યો "માર ડાલા, આય હાય! આપ તો કયામત ઢાલતે હો નૈના ઝૂકા કે.. ઔર ઉઠાકે મુજે ચુરા લેતો હો." "બસ બસ બાબા અબ ચૂપ હો જાઓ મુજે શર્મ આ રહી હૈં" બંને હાથે પોતાનુ મુખ ઢાંકતા સીમા બોલી રહી.

---રેખા શુક્લ