Runanubandh books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ

ઋણાનુબંધ

‘બે વાગ્યા છે જલ્દી કર, પછી જેમ તડકો વધશે તેમ જવાનું મન ઓછું થતું જશે.” રમ્યા એ તેની માં ઋતુ ને કહ્યું. બંને એ આજ બુકફેર માં જવાનો પ્લાન બનાવ્યો હતો પણ સખત ગરમી હોવાને લીધે જો બે માથી એક પણ કેન્સલ કરે તો બીજા નો મુડ જતો રહે.એટલી વાર માં જ ઋતુ તૈયાર થઈ ને રૂમ માંથી નીકળી. ગોગલ્સ ચડાવી ને મોઢા ઉપર બુકાની બાંધી ને રમ્યા ને કહે લે તું હજુ તૈયાર નથી? અને બંને એ એકબીજા સાથે મસ્તી કરી ને અંતે તૈયાર થઈ ને નીકળી પડ્યા સ્કુટર પર. જ્યાર થી રમ્યા સ્કુટર સીખી હતી ત્યાર થી ઋતુ એ બંધ કર્યું હતું સ્કુટર ચલાવવાનું. માં દિકરી બંને માટે વાંચન એ પેશન હતું. એકબીજા માટે ની ગીફ્ટ માં પહેલો ઓપ્શન બંને માટે બુક જ રહેતો. રમ્યા મોટી થયા બાદ ઋતુ ને ક્યારેય મિત્રો શોધવા નથી પડ્યા જાણે કે એ ઋતુ ની ક્ષેરોક્ષ કોપી હતી, માં દિકરી નીકળે તો કોઈ કહે નહિ કે આ માં દિકરી છે. બંને મિત્રો ની જેમ જ વર્તતા અને રહેતા. આમ પણ માં એ દિકરી ની અને દિકરી એ માં ની બેસ્ટ ફ્રેન્ડ જ હોય છે. બુક ફેર માં ચાર પાંચ કલાક ગાળ્યા પછી પણ જાણે બંને ને એમ જ થતું હતું કે હજુ સમય ઓછો પડે છે બંને એ પોતપોતાની પસંદ ની બુક્સ ખરીદી ને ઘરે આવી ને પછી કલાકો સુધી પહેલા નાં બુક ફેર અને અત્યાર નાં બુક ફેર તથા પહેલા નાં લેખકો નાં લખાણ અને અત્યાર નાં લેખકો નાં લખાણ વિષે ડીબેટ કરી ને પોતપોતાના વિચારો રજુ કર્યા. ખરેખર વાંચન માણસ ને એક અલગ જ ઉચાઈ એ લી જાય છે ને. ઋતુ અને રમ્યા બંને પોતાના વિચારો માં સ્પષ્ટ તથા વિચારો રજુ કરવામાં પણ સ્પષ્ટ હતા. બંને એક બીજા ને ખીજાઈ શકે, સાચા ખોટા નો અહેસાસ કરાવી શકે અને તેમ છતાં બંને જાણે એક જ સિક્કા ની બે બાજુ. બંને એક બીજા માટે કઈ પણ કરી છૂટવા તૈયાર. અને વાત્સલ્ય માં માં દિકરી માંથી એક પણ ઉણા નાં ઉતરે તેવા. દરેક માં માટે તેનું બાળક કૈક વિશેષ અને વધારે મહત્વ નું હોય છે પણ ઋતુ માટે રમ્યા એ એનું એક સપનું હતી. ઋતુ અને મયંક એ મળી ને જોયેલું એક સપનું. રમ્યા ની પ્રેગનન્સી પહેલા ઋતુ એ એક સરસ બાળક લાવવા માટે ઘણું બધું રીસર્ચ કરી ને તેના બાળક ને મન થી ડીઝાઈન કર્યું હતું. અને રમ્યા પણ એવી જ આવી જેવી ઋતુ અને મયંક એ ધારી હતી. એકદમ જ સુંદર, નમણી, એકદમ પ્રેમાળ આખો જોતા જ તેના માટે વ્હાલ ઉભરી આવે તેવી. માં-દિકરી ની દોસ્તી પણ એવી જ અલૌકિક હતી. તે બંને એકબીજા ને કહેતા કે આપણું ઋણાનુબંધ કઈ એક જન્મ પુરતું નથી પણ જનમોજનમ નું છે. અને એક ખુબ જ સરસ હેપી ફેમિલીમાં એક દિવસ એક એવા સમાચાર આવ્યા જેના કારણે બધા હચમચી ગયા. રમ્યાને સ્ટમક ફ્લુ થયો હતો અને દવા કરવા છતાં તેમાં કોઈ સુધારો આવતો ન હતો અને ડોક્ટર પાસે બધા ટેસ્ટ કરાવ્યા પછી ડોકટરએ કહ્યું કે રમ્યાની બંને કિડની ને ઈફેક્ટ થઇ છે અને એક કિડની તો કામ જ નથી કરતી તો તેની એક કિડની એને જીવવા માટે વધારે સમય નહિ આપે અને તેની એક કિડની તો ટ્રાન્સપ્લાન્ટ કરવી જ પડશે. ઋતુ અને મયંકનાં પગ નીચેથી તો જાણે ધરતી જ ખસી ગઈ. શું કરવું અને શું નાં કરવું તેની ગતાગમ પડતી ના હતી એટલે બંને એક બીજા સામે જોઈ રહ્યા. રમ્યાને પણ આ વાત ની ખબર પડી, કદાચ તેના માતા–પિતા કરતા વધારે મજબુત એ હતી અથવા તો બની ગઈ હતી. તેને ઋતુ તથા મયંકને પોતાની પાસે બોલાવ્યા અને એક સ્થિતપ્રજ્ઞની જેમ પોતાની વાત કરવી શરુ કરી કે “ આપણે જેટલો સમય સાથે વિતાવ્યો તે સમય આપણા બધાનાં જ જીવન નો શ્રેષ્ઠ સમય રહ્યો છે, આપણને કોઈને જ એ સમય વિષે ફરિયાદ નથી. કદાચ કોઈક ને જ મળે તેવા માતા-પિતા મને મળ્યા છે, મેં ઘણા પુણ્ય કર્યા હશે કે હું તમારી દિકરી થઇને આવી. દરેકનાં જીવનની એક્ષ્પાયરી ડેટ હોય છે અને મારા જીવનની કદાચ વહેલી હશે. પણ હું આટલા વર્ષો માં ડબલ જીવી છું. મેં મારા દરેક શોખ પુરા કર્યા છે, મેં મારી જાતને જે આપવું હતું તે બધું જ આપ્યું છે, તમારા લોકો જેવા માં બાપ મળ્યા છે જેમના માટે હું સર્વશ્વ છું, આટલું સરસ ઘર મળ્યું છે જેનો એકે એક ખૂણો મેં માણ્યો છે, આપણે એક બીજા ને ખુબ જ પ્રેમ કરીએ છીએ. બસ આનાથી વધારે જીવનમાં શું જોઈએ. કદાચ વાચનએ જ મને મજબુત બનાવી છે અને મારું ઘડતર કર્યું છે. મમ્મા આપણી બુક્સમાં તને હંમેશા મારો સ્પર્શ મહેસુસ થશે. આપણી સાથી ખરીદેલી બુક્સ, મેં તને આપેલી બુક્સમાં હંમેશા હું શબ્દ થઇ ને રહીશ. પપ્પા આપણે સાથે ઉગાડેલા ફૂલ છોડમાં હંમેશા તમને મારી સુવાસ આવશે અને આવુંતો બીજું ઘણું બધું છે જે આપણું છે અને હંમેશા આપણું જ રહેવાનું છે અને તે બધામાં મારું અસ્તિત્વ રહેવાનું જ છે. એટલે હું મારા મૃત્યુને સ્વીકારું છું, મારી કોઈ જ અધુરી ઈચ્છા નથી, કદાચ આ ક્ષણે પણ મૃત્યુ આવે તો હું સહર્ષ સ્વીકારીશ. “ આટલું બોલવાનું પત્યું ત્યાં તો ઋતુ અને મયંક બંનેની આખો માંથી મુશળધાર આંસુઓ વહી રહ્યા હતા બંનેને લાગતું હતું કે રમ્યા એ માત્ર ૧૭ વર્ષની ઉમર માં કેટલું બધું પામી લીધું છે. બંને તેને ભેટી ને ઉભા થયા એક પણ શબ્દ બોલ્યા વગર. ક્યા બોલાય એવું હતું, ડૂમો ભરાયો હતો એવો કે જાણે હમણા જ હૃદય ફાટી પડે. ક્યાંથી શીખી હશે રમ્યા આ બધું. ખરેખર વાચન માણસને સામાન્યમાંથી ખાસ બનાવે છે તેવું બંનેને લાગ્યું. બંને બેડરૂમમાં જઈને એકબીજાને ભેટીને ખુબ રડ્યા. અને બંને એ નિર્ણય કર્યો કે જે દિકરી માટે સર્વશ્વ ન્યોછાવર કરી શકાય છે તેના માટે એવું શું કરી શકાય કે જેનાથી તેને જીવન આપી શકાય. ઋતુ એ એક વાત માં મન બનાવી લીધું હતું કે હું કૈક તો કરીશ જ.

સવારે બંને ઉઠીને રમ્યાનાં ડોક્ટર પાસે ગયા અને ઋતુએ પોતાની વાત જણાવી કે હું રમ્યા ને મારી એક કિડની આપવા માગું છું જો એનું શરીર સ્વીકારે તો. મયંક પણ ઋતુ ને જોઈ રહ્યો. અને ડોક્ટરએ ટેસ્ટ કરી ને કહ્યું કે પોસિબલ છે પણ આ કિડની અમુક વર્ષો સુધી જ સપોર્ટ આપશે. ઋતુ એ કહ્યું કે ફક્ત એક દિવસ માટે પણ સપોર્ટ આપે તો પણ હું તૈયાર છું. હું માં છું અને માં માટે તેના પોતાના અસ્તિત્વનાં એક ભાગ ને પોતાની સામે જ તૂટતો નાં જોઈ શકાય. કીડની ટ્રાન્સપ્લાન્ટ માટેની દરેક પ્રોસીજર માટે મયંક એ પોતાનું તન, મન ધન લગાવી દીધું પણ બંને ની બસ એક જ રટ હતી કે રમ્યા ને બચાવવી. રમ્યા ને આ સમાચાર આપ્યા પહેલા તેની આનાકાની અને પછી ડોક્ટરએ સમજાવ્યું કે આમાં ઋતુનાં જીવન ઉપર કોઈ જ આફત નથી એટલે તે માની. અંતે સફળ ઓપરેશન થયું અને રમ્યાનાં શરીરે ઋતુની કીડની સ્વીકારવાનું શરુ કર્યું અને એક મહિના નાં પરિશ્રમ પછી રમ્યા પોતાની જાતે હરી ફરી શકે તેવી થઇ ગઈ. ઋતુ અને મયંકએ રમ્યાને પાસે બેસાડી ને કહ્યું કે “ દિકરી તું અમારો જ એક ભાગ છે, તારું નામ પણ અમે એવી અમારા બંને નાં નામ નાં જોડાણ થી પાડ્યું હતું, તારું અસ્તિત્વ અમારી સામે કેવી રીતે વીલાતું જોઈ શકીએ અમે. હજુ તો મારે તારી સાથે કેટલા બધા લોંગ ડ્રાઈવ બાકી છે, હજુ તો કેટલા બધા બુક ફેર આપણી રાહ જુવે છે, હવે આપણી બુક્સ આપણે સાથે વાચીશું અને આવા બીજા અનેક ફૂલ છોડ ઉગાડીશું જેમાં આપણા ત્રણેયનાં સાયુજ્યની સુવાસ હંમેશા મહેકતી રહેશે.” રમ્યા માતા પિતા ને ભેટી પડી.

અને ઋતુને કહ્યું કે “મમ્મા અંતે આમાં પણ તું જ જીતી ને, તારી સાથેની ડીબેટ માં હું ક્યારેય જીતતી નથી અને મારા જીવનની ડીબેટ માં પણ તું જ જીતી. મારા માટે તો આજનો દિવસ જ ખરા અર્થમાં મધર્સ ડે છે.“ અને બંને એક બીજા ને ભેટી પડ્યા. અને બાજુ માં બેઠેલા મયંક ની આખો ની કિનારીઓ પણ ભીંજાયેલી હતી.