Sarhad in Gujarati Short Stories by Shivangi Bhateliya books and stories PDF | સરહદ -

Featured Books
  • Wheshat he Wheshat - 2

         وحشت ہی وحشت قسط نمبر (2)   تایا ابو جو کبھی اس کے لیے...

  • Wheshat he Wheshat - 1

    Wheshat he Wheshat - Ek Inteqami Safar
    ترکی کی ٹھٹھورتی ہوئی...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودفیصل ایک ایسے گھر...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودرضوان ایک ایسے گھر...

  • صبح سویرے

    رجحان ہم ہمت کے ساتھ زندگی کا سفر طے کر رہے ہیں۔ کندھے سے کن...

Categories
Share

સરહદ -

કુંપણ ફુટી પ્રેમની ના જાણે સરહદ ના જાણે અંતર

જાણે માત્ર પ્રેમ પ્રેમ અને પ્રેમ જ

આજ અંશી અને શહેઝાદ એક સુખી પરીવાર છે. પરમ સુખ સાથે ત્રણ બાળકોનાં માતા પિતા પણ છે રાશી, મીશા અને રેયાંશ. અંશી ગુજરાતણ ગૌરી અને શહેઝાદ પાકીસ્તાની છોકરો. એવુ શક્ય છે હા! શક્ય છે પ્રેમમાં બધુ શક્ય છે પ્રેમ માટે બધુ શક્ય છે અને પ્રેમના કારણે બધુ શક્ય છે. તમે વિચારમાં પડ્યા હશો આ બન્ને પ્રેમી મડ્યા કેવી રીતે? બધા ને વિચાર આવે. તો વાંચો આ કહાની અને જાણો પ્રેમની એક સત્ય ગાથા.

આ કહાની છે અંશી અને શહેઝાદનીં જામનાગરમાં રહેતી અંશી દુબઇ U.A.Eમાં નોકરી કરવા ગઇ અને શહેઝાદ પણ નોકરીનીં તલાશે દુબઇ ગયેલો. લેખ પણ આ કાળીયો ઠાકુર કેવા લખે છે. બન્ને નોકરીમાં વ્યસ્ત પોતાની જિંદગી પસાર કરતા હતા. આમ દીવસો પસાર થતા ગયા

અંશી સ્ટાઇલીશ અને રુપની અંબાર હતી બધા કપડા અંશી પહેરે એટલે સુંદર લાગવા મંડતા હતા તો આ શહેઝાદ પણ ઓછો ઉતરે એવો ના હતો.એક ઓફીસમાં નોકરી કરતા બન્ને સાથે જમતા હતા સાથે ફરતા હતા. બન્ને એક્બીજા વિશે પ્રાથમિક જાણકારી હતી. અને હોવી એ સામાન્ય છે દોસ્તી થવા લાગી અને બન્ને ઓફિસ પછી પણ મળતા અને વાતો કરતા. દોસ્તી એક વર્ષ રહી અને પ્રેમમાં બદલવા લાગી હતી.

મનનાં ભાવ છુપાવાથી નથી છુપાતા
છુપાવ્યાતો પાંપણનાં મોતી સરી પડ્યા
ભાવ તણી શ્યાહી ઉતર્યા અને શબ્દો ખરી આવ્યા

અંશીના લગ્ન એક વાર તુટી ગયેલા હતા અંશી પહેલા લગ્નથી ખુબ હેરાન થયેલી એના વરએ અંશી પર ખુબ અત્યાચાર કર્યા ના સંભળાય એવા શબ્દો કહેલા. કંટાડીને અંશીએ છુટાછેડા લીધા. હવે અંશી ઘરે રહેવા લાગી હતી એ જાણતા પણ શહેઝાદ અંશીને ખુબ ચાહવા લાગ્યો હતો પ્રશ્ન હતો માં-બાપનોં કેમ માનશે અને અંશીનું શું થાશે? ખુબ વિચાર કરી બધા અવરોધોને નકાશી શહેઝાદ એ અંશીને પ્રપોઝ કરી.

તારામાં વસુ હું
તારા માટે સજુ હું
તારા સમી મહેકુ હું
તારા કાજે જીવુ હું

અંશી તો પ્રેમની પ્યાસી શહેઝાદ ને હા પાડી પછી તો શું હતુ બસ દુબઇમાં પોતાની એક દુનિયા બનાવી લીધી હતી. વર્ષ તો વિતી ગયુ હવે સમય આવ્યો લગ્નનો અંશી ઘરે કહી શકે એમ ન હતી કે એ એક પાકિસ્તાની યુવક ને ચાહે છે. અને શહેઝાદ એ પોતાના ઘરે કહી દીધુ હતુ.

શહેઝાદનાં પ્રેમ જોઇ અંશી એ ઘરે કહેવાનો નિર્ણય લીધો. ખુબ હિમ્મત ભેગી કરી અંશી એ ઘરે કીધુ. ક્યા માં-બાપ પાકિસ્તાની યુવાન સાથે પોતાની દિકરીનુ સગપણ કરી શકે? અને બીજા લગ્ન હતા અંશીના. માં બાપ એ ખુબ ઇમોશ્નલ અત્યાચાર કરી દિકરીને વાળવાની કોશિશ કરી પણ અંશી ના માની. એ દુબઇ જતી રહી અંશીની બહેન અંશીને પાછી ઘરે લઇ જાવા દુબઇ પહોંચી. ખુબ દબાણ કરી અંશીને ત્યાથી પાછી જામનાગર લઇ આવા માટે કોશીશ કરી અને અંશીના જીજાજી એ શહેઝાદને ખુબ માર્યો અને ગાડો દીધી.

તને ચાહવાનીં આ અદભુત લત લાગી
તને પામવાનીં ઈશ્વરથી શરત લાગી
હવે તો તારામાં મીટાવાનીં એક તળપ લાગી
તને મળવા આ બાવરીને હરખ લાગી
તારી સ્મૃતિનીં આ હૈયે વરખ લાગી

એ લોકો અંશીને એરપોર્ટ લઇ ગયા પણ અંશી ત્યાંથી ભાગી ગયી અને શહેઝાદનાં ઘરે પહોંચી બન્ને એ ભાગીને લગ્ન કર્યા. અંશીની બહેન એ દુબઇમાં કોર્ટમાં કેસ કર્યો. પણ કેસ શહેઝાદ-અંશી જીતી ગયા. પ્રેમની જીત થઇ અને પછી શું હતુ શહેઝાદનો પગાર પણ વધતો રહેતો હતો. બન્ને ખુબ સુંદર જીવન જીવી રહ્યા હતા.

અંશીના ઘરે શહેઝાદને અપનાવા કોઇ તૈયાર ના હતુ. બધા અંશીને કોસતા હતા. પણ એની માં એનો સાથ આપવા માંગતી હતી. એક તસ્સલી હતી કે અંશી ખુશ હતી. અંશી એ ફોન કર્યો માં ને બધુ સમજાવ્યુ શહેઝાદ સાથે માં એ વાત કરી. અંશીના પિતા પણ ધીરે ધીરે પિઘલતા હતા દિકરી કોને વહાલી ના હોય? આવો હતો અંશી અને એની માંનો પ્રેમ.

પાકીસ્તાનમાં બન્નેના વિધિસર નિકાહ થયા અને ઘરમાં અંશીએ બધાનુ દીલ જીતી લીધુ હતુ. અંશી પણ મુસલમાન ધર્મ અપનાવી લીધો હતો. બુરખા પહેરી નમાજ પઢવા લાગી હતી. વાત પ્રેમની છે એને દિલથી અપનાવ્યો અને એના ધર્મને પણ અપનાવ્યો

શું વાત છે નથી સમજાતુ
કોઇક શું કહે અને તુ એમ સાંભડે
તારાથી એ જ નથી થાતુ
સાંભડીને વાત તુ ના કરે.

સાંભડે છે તુ બધાનુ
એ જ વાત કહુ છુ તને
ક્યારેક તો સાંભડ તારા આતમનું
આમ કેમ કરે છે સમજાવ મને.

જ્યારે તુ બોલીશ નહી સાંભડે
મન તને કહે છે વિચારી જો
એટલે જ કહુ છુ તુ તારુ વિચારજે
પછી અંતર કહે છે એમ કરી જો.

માનજે મારુ સત્ય કહુ છુ
મને ખબર છે એટલે ઉવાચુ છુ

લગ્નને ત્રણ વર્ષ વિતી ચુક્યા હતા પણ હવે જામનાગરમાં અંશી વિશે વાતો થવા લાગી હતી. માં ની વાત ના ટાળતા અંશી જામનાગર આવી. ત્યાં પોતાના વરનું ના શ્રીરાજ કહ્યુ અને હીંદુસ્તાની કહ્યો. અંશી સાથે એના માં-બાપ પણ દુબઇ ગયા અને ત્યાં જોયુ શહેઝાદ અંશીને રાની જેમ સાચવતો હતો અને એના માં-બાપને ફરાવ્યા અને એ દીવસથી શહેઝાદ દર મહીને એના માં-બાપનેપ પૈસા મોકલતો. એટલુ જ નહી હર વર્ષે ડીપોઝીટ પેટે અલગ રુપિયા મોકલે છે. અંશીના શુભ કદમથી શહેઝાદનુ ઘર ઉજડુ થતુ ગયુ. અત્યારે ત્રણ ગાડીનો માલિક છે.

અંશી માં બની અને પહેલા ખોરે જુડ્વા દીકરી આવી. એની માં સુવાવડ કરાવા દુબઇ આવી દીકરીની સુવાવડ સાંચવી લીધી.ત્યારે શહેઝાદની માં અને અંશીની માં બહેનપણી બની ગયી હતી. સાંભડવાની કેવી મજા આવે. જ્યારે આવી સરસ વાતો સાંભડવા મળે બીજા ખોરે દીકરાનો જન્મ થયો અને આરામથી પોતાની દુનિયા જીવે છે.

અંશી હર બે વર્ષે જામનાગર આવે શહેઝાદ તો ના આવી શકે કારણ કે એ પાકિસ્તાની છે. પ્રેમ ક્યાં સરહદ જોવે છે એ તો બસ પ્રેમિયોનેં જોવે છે. ના સરહદ નડે છે ના ધર્મ નડે છે નડે છે માણસનાં વિચાર. બસ એક વિચાર બદલવાની જરુર છે. ધર્મ માણસે જ બનાવ્યો છે માનવ જ્યારે માનવના થાય છે ત્યારે સાચો ધર્મ કહેવાય છે. અહીંયા વાત પ્રેમ નામના મુરબ્બી ધર્મની છે જે સર્વથી પરે હોય છે પણ પ્રેમને સર્વપરી નથી માનવામાં આવતુ. પ્રેમના સેતુથી બે મન જોડાયા અંશી અને શહેઝાદ.

ધન્યવાદ છે એ પરિવારને જેને આ ફુલને ખીલવામાં અપાર મહેમત કરી છે. જમાના ખુબ વાતઓ કરતા હતા અને હજી વાતો કરે છે પણ અંશીના પરિવાર માટે દીકરી મહત્વની હતી અએનુ જીવન વ્નો પરિવાર મહત્વનો હતો ના કે સમાજની અવગણી વાતો અને ના સાંભડી શકાય એવા ટોણા. એવા માણસ પણ હજુ જીવે છે એટલે જ જગતને ક્યારેક સ્સ્રો કહેવાનો મન થાય છે. તમને પણ થાતુ હશે.

આ કહાની સત્ય ઘટના છે. ઘટના એક પ્રેમની એક જુનુનની. પ્રેમના અરદાસની મનથી માણેલા ગીતની. હારીને જીતી જવાય એવી લાગણીની. સરહદ નથી હોતી પ્રેમની પ્રેમની તો બસ લાગણી હોય છે.