Aatmhatya books and stories free download online pdf in Gujarati

આત્મહત્યા

આત્મહત્યા

અમે ત્રણેય રીક્ષા માંથી નીચે ઉતર્યા. હું અને મારા બન્ને કોલેજ ના મિત્રો પિયુષ પટેલ અને નિકેતન મોદી. નંદેસરી થી હાઇવે સુધી નું ભાડું પિયુષે આપ્યું હતું એટલે એટલે હવે વાંસદ જંકશન સુધી નું ભાડું આપવાનો વારો મારો હતો. મેં મારા પેન્ટ ના પાછળ ના ખિસ્સા માં હાથ નાખ્યો અને પાકીટ કાઢી ને 50 રૂપિયા રીક્ષા વાળા ને આપ્યા. પૈસા લઈને રીક્ષા વાળો ચાલતો થયો અને મેં મારા હાથ માં બાંધેલી ઘડિયાળ તરફ નજર કરી. ઘડિયાળ માં બરોબર સાંજ ના 05:55 થયા હતા અને અમારી ટ્રેન 06:45 ની હતી અમદાવાદ જવા માટે એટલે હજી 50 મિનિટ સુધી અમારે રાહ જોવાની હતી.

"ચાલ નિક, હવે તારો વારો મારી ટ્રેન ની ટિકિટ હવે તારે લેવાની છે. એવું મેં હસતા - હસતા નિકેતન ને કહ્યું.

તેને પણ મને સામે જવાબ આપ્યો, " હા ભાઈ મને યાદ જ છે. તું ના બોલેત તો પણ હું તારી ટિકિટ લેવાનો જ હતો.

( પિયુષ અને નિકેતન મારા કોલેજ ના મિત્રો જે અહીંયા નંદેસરી જોબ કરતા હતા અને દરરોજ અમદાવાદ થી અપડાઉન કરતા હતા. હું આજે તેમની સાથે તેમની કંપની ની મુલાકાત માટે ગયો હતો. )

નિકેતન ટિકિટ બારી પર ગયો અને 3 અમદાવાદ ની ટિકિટ લીધી. હજી ટ્રેન ને આવવાની ઘણી વાર હતી તેથી અમારે રાહ જોવાની હતી. અમારી ટ્રેન પ્લેટફોર્મ નંબર - 2 પર આવવાની હતી તેથી અમે પ્લેટફોર્મ નંબર - 1 પર ની સિડી ચડી ને પ્લેટફોર્મ નંબર - 2 પર પહોંચ્યા.

મેં ફરીવાર ઘડિયાળ માં જોયું. હજી 05:05 થયા હતા. " ચાલો,સામે નો બાંકડો ખાલી છે આપણે ત્યાં જઇ ને બેસીએ. આનંદ, અમે બંને દરરોજ આ જ બાંકડા પર બેસી ને ટ્રેન ની રાહ જોઈએ છીએ." પિયુષે મને બાંકડા તરફ આંગળી ચીંધી ને બાંકડો દેખાડતા કહ્યું.

અમે લોકો બાંકડા પર જઇ ને બેઠા. અમને બહુ જ ભૂખ લાગી હતી એટલે અમે રસ્તા માંથી જ નાસ્તા ના પેકેટો લીધા હતા તે અમે તોડી ને ખાવાનું ચાલુ કર્યું. અમે નાસ્તો કર્યા પછી પાણી પીધું અને શાંતિ થી બેઠા. અચાનક મને થયું કે આ સમય યાદગાર રહેવો જોઈએ તેથી મેં અમારો ગ્રુપ ફોટો પાડવાનું વિચાર્યું. મેં પિયુષ ને મોબાઈલ આપી ગ્રુપ ફોટો પાડવા કહ્યું અને પિયુષ પણ મારી વાત સાથે સહમત થયો.

અમે લોકો ફોટા પાડવા લાગ્યા અને અચાનક જ ટ્રેન નો અવાજ આવ્યો. અમે જોયું તો પ્લેટફોર્મ નંબર - 1 પર કોઈ ટ્રેન આવી રહી હતી જે દૂર થઈ દેખાઈ રહી હતી.

થોડી જ વાર માં ટ્રેન નજીક આવી ને ઉભી રહી અને તેમાંથી યાત્રીઓની અવર - જ્વર ચાલુ થઈ ગઈ. અચાનક જ અમારી નજર સામે જ રહેલા દરવાજા પર ગઈ. તેમાં થી એક 50 વર્ષ ની ઉંમર ના કાકા ઉતર્યા. દેખાવ માં એક મિડલકલાસ ફેમેલી ના જ લાગી રહ્યા હતા. ચહેરો સહેજ શ્યામ અને માથા ના વાળ સફેદ હોવાથી એમની ઉંમર દેખાઈ રહી હતી. તેમના હાથ માં થેલી હતી. તેઓ પ્લેટફોર્મ ના બદલે રેલવે ટ્રેક પર નીચે ઉતર્યા. પોતાના હાથ માં રહેલી થેલી બાજુ માં મૂકી અને ત્યાં જ ઉભા રહ્યા. અચાનક જ એમને શુ સૂઝ્યું કે તરત જ ટ્રેન ની નીચે જઇ ને બેસી ગયા અને થેલી માંથી પાઉં કાઢી ને ખાવા લાગ્યા.

આ જોતા જ અમે ત્રણેય મિત્રો એ બૂમ પાડી, " ઓ કાકા, શુ કરો છો ? બહાર નીકળો....મરી જશો....

આ જ સાથે ટ્રેન નો પાવો વાગ્યો અને ટ્રેન થોડી ચાલવા લાગી. પણ જાણે અમારી બૂમો ની એમના પર કોઈ અસર જ નહોતી થતી. અમે ફરી બૂમો પાડવા લાગયા પણ કોઈ એ અમારી બૂમો સાંભળી નહિ અને ત્યાં જ કાકા એ અમારા તરફ હાથ થી ઈશારો કરી ને અમને કહી દીધું કે કોઈ ને કહેશો નહિ.

અમારી પાસે એટલો સમય પણ નહોતો કે ત્યાં સુધી પહોંચી શકીયે અને કાઈ પણ કારી શકીયે તેથી અમે પણ મજબૂર હતા અને જોઈ રહ્યા.

આ સાથે જ ટ્રેન આગળ વધી અને અમારી બૂમો પાડવા છતાં પણ તેની એમના પર કોઈ જ અસર થતી નહોતી. તેઓ તો જાણે બહેરા હોય એમ સાંભળતા જ નહોતા.

જેવો ટ્રેન નું ટાયર નજીક આવ્યું કે તરત જ તેમને પોતાનું ગળું ટ્રેક પર મૂકી દીધું અને ટ્રેન તેના પર થી પસાર થઈ ગઈ. તેમનું માથું ટ્રેક ની એક બાજુ અને શરીર ટ્રેક ની બીજી બાજુ. રહી ગયું તો ફક્ત લોહી જેને આખો ટ્રેક લાલ રંગ નો કરી નાખ્યો....

***

મિત્રો, આજ ના યુગ માં આ વસ્તુ નોર્મલ થઇ ગઈ છે. ખાસ કરી ને ટીનેજર્સ જે પ્રેમ ના આઘાત માં,ઝઘડા માં , ડિપ્રેસન માં કે કોઈ પણ કારણ ના લીધે આવું પગલું ભરી નાખે છે. તે એ નથી જોતા કે આપણે તો જતા રહીશું પણ આપણા ગયા પછી જે લોકો આપણા પર નભે છે અથવા પોતાના માતા - પિતા પર આની શુ અસર થશે ? શુ થશે એમનું તમારા પછી ?

ભગવાને આપણને આટલી સુંદર જિંદગી આપી છે, બીજ ને મદદરૂપ થવા, કોઈ નો સહારો બનવા......તો પછી આપણે આવા નાના - નાના કારણો ના લીધે પોતાની જિંદગી શુ લેવા બગાડવી જોઈએ ?

[ આપ પોતાના અભિપ્રાયો મને 7201071861 - વોટ્સએપ અથવા anandgajjar7338@gmail.com પર મોકલી શકો છો..]