Saat ferano sodo books and stories free download online pdf in Gujarati

સાત ફેરાનો સોદો

પાંચ વર્ષ બાદ એ મારા સામે આવેલી.મને સ્વપ્ને પણ અંદાજો ન હતો કે એ મને આમ મળશે!મારૂ સમગ્ર અસ્તિત્વનો આધાર હતી એ.

***

હું મનન સાથે લાઈફ લાઈન હૉસ્પિટલ ગયેલો.બ્લડડોનેટ કરવા. બ્લડડોનેટ કર્યા બાદહું પાર્કિંગમાં બાઈક લેવા ગયેલા મનન ની રાહ જોતો ઊભો હતો. મારી નજર સામે થી આવી રહેલા એકટીવાને જોઈ રહી હતી. ચૂંદડીનો પીળો દુપટ્ટો મોં પર બાંધીને આવી રહેલી યુવતી કંઇક વિચારે એ પહેલા જ જર્જરિત થઈચૂકેલો શ્રાપિત લાગતો લોખંડનો તોતિંગ થાંભલો યમરાજ બની પડયો.

ધડાઆઆઆઆઆઆઆમમમ….

એક દર્દનાક ગગનભેદી કાળજુ કંપાવી દેતી ચીસથી ઘડીભર સન્નાટો વ્યાપી ગયો.મારી નજર સામે જ આંખના પલકારામાં આ બન્યું. મારૂ હ્દય જાણે ધબકારો ચૂકી ગયું. દોડતો હું ત્યાં પહોંચ્યો. ઘડીકમાં ટોળું ભેગુ થઈ ગયું. મે જોયું તો પીળોદુપટ્ટો આખો રકતથી રંગાઈને લાલ બની ગયો હતો. હૉસ્પિટલના પ્રાંગણમાંજ બનેલી ઘટનાને કારણે તાબડતોડ એને દાખલ કરવામાં આવી. ખબર નહી કેમ પણ હું એના સાથે ગયો. મેતો એનો ચહેરો પણ ન હતો જોયો.બેભાન થયેલી એયુવતીના માથા માંથી લોહીની ધાર અવિરત વહી રહી હતી.મને લોહી જોઈને ચકકર આવી રહયા હતા. સ્રેચર પર જીવન મરણ વચ્ચે એ સંઘર્ષ કરી રહી હતી.નર્સે કાળજીપૂર્વક એનો પીળા માંથી લાલ બનેલો દુપટ્ટો દૂર કર્યો. અને એનો ચહેરો જોતાજ મારા શરીર માંથી જાણે ચેતના ચાલી ગઈ. મારા મોં માંથી એકજ શબ્દ નિકળ્યો..

“રિધિમા”

“યાર કયાં ચાલ્યો ગયેલો? એક મિનીટમાં ગૂમ..અને અહિંયા શું કરે છે? ”-મનન હાંફી રહયો હતો.

“રાજ? બોલીશ કાંઈ? શું થયુ યાર?” સૂનમૂન ઊભેલા રાજનો ખભો હલાવતા મનન બોલ્યો.

“ રિધિમા...મનન મારી રિધિમા..” મારા ગળામાંથી અવાજ નીકળી રહયો ન હતો. જાણે કોઇએ વજનદાર પથ્થર મૂકયો હોય. હું નીચે જ બેસી ગયો. મારી આંખમાંથી આંસુ વહી રહયા હતા. રિધિમા નુ નામ સાંભળીને મનન ચોંકી ગયો.

“કયાં છે રિધિમા? એ કયાં મળી તને? તુ રડે છે કેમ? મને કહીશ કાંઈ?”-મનન મૂંઝાઈ ગયો હતો. મે હાથથી ઈશારો કર્યો. મનને રૂમમાં જોયું.ડૉકટર અને નર્સ થી ઘેરાયેલા ખાટલા પર શું ચાલી રહ્યું છે તે એને દેખાયુ નહી.

“તારો મતલબ પેલા બેડ પર રિધિમા છે? થયુ શું યાર મને પ્લીઝ કહીશ?” -મે મનન ને બનેલી ઘટના વિશે કહયું. મનન બસ સાંભળી રહ્યો. એટલી વારમાં ડૉકટરે આવીને કહ્યું,” દર્દીની હાલત ગંભીર છે. તાત્કાલિક ઑપરેશન કરવુ પડશે. તમે એના ઘરવાળાનો સંપર્ક કરી એમને જલદી બોલાવો.”

“તમે જે હોય મને કહો. હું રિધિમાનો પતિ છું”

“ઑકે ફાઈન. પ્લીઝ ફોર્મ પર સહી કરી લો.”મે ફોર્મ ભરવા માંડયું.ફરી એકવાર એનુ નામ મારા નામ સાથે જોડાયું.મે સહી કરી ફોર્મ પરત કર્યુ. મારૂ મગજ બહેર મારી ગયેલુ. રહી રહીને મને પેલો દુપટ્ટો જ દેખાઈ રહ્યો હતો. મનન રૂપિયા લેવા બેંકમાં ગયો. હું દવાની ગંધથી છૂટવા બારી પાસે જઈને ઊભો રહ્યો. વાહનોની લાંબી કતાર, સતત વાગતા કર્કશ હોર્ન, રસ્તા પર ભીખ માંગતા બે અર્ધનગ્ન ફુલ અને એમને ધુત્કારતા એવાપ્લાસ્ટિક હ્દયના ટાઈમ મશીનરૂપી શરીરો….એટલી વારમાંજ ટ્રેનની વ્હિસલ સંભળાઈ. આ ટ્રેન તો હતી જે મારા અને રિધિમાના મળવાનુ કારણ બનેલી.ટ્રેન ધસમસતી જઈ રહી હતી અને હું પણ એટલીજ ઝડપથી ભુતકાળ તરફ..

સપ્ટેમબરનીપહેલી તારીખ હતી. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. સવારના દસ વાગ્યાં હતા. રોજની જેમ આજે પણ ફાટક બંધ હતો. ફાટક ખુલવાની રાહ જોતો હું મારા નવા નકકોર કાલે જ ખરીદેલા બાઈકના મિરરમાં વાળ સેટ કરી રહ્યો હતો. પાછળથી કોઈ છોકરી સ્કુલ બેગ પહેરીને આવી રહી હતી. ધીમે ધીમે એનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. બ્લુઅને વાઈટ કલરનો ફિટીંગદાર પંજાબીડ્રેસ, વ્યવસ્થિત ચીપી ચીપીને ઓળેલા વાળ અને સહેજ ઊજળો વાન.એ ફાટકની નજીક આવી અને બંધ ફાટકના નીચેથી નિકળી ફાટક ક્રોસ કરવા લાગી. બદનસીબે એના બેગનો પટ્ટો તૂટેલા પતરામાં ભરાઈ ગયો અને એ ત્યાંજ ફસાઈ ગઈ. એની મુદ્રા ચારપગા માણસ જેવી લાગી રહી હતી. લોકોમાં હાસ્યનુ મોજુ ફરી વળ્યું. એ પટ્ટો કાઢવા મથામણ કરવા માંડી પણ એ નીકળી રહ્યો ન હતો. ખબર નહી કેમ મને એના વિશે ખરાબ લાગી રહ્યુ હતુ. હું ફટાફટ ઊતરીને એના પાસે ગયો અને પટ્ટો કાઢવામાં એની મદદ કરવા લાગ્યો. એને મારી સામે જોયું. એની આંખમાં આંસુ ભરાવા લગ્યા. એટલી વારમાં ટ્રેનની વ્હિસલ વાગી. અમે બંનેએ એકબીજાની સામે જોયું. એની આંખમાં ડર દેખાઈ રહ્યો હતો.મે જોરથીપટ્ટો ખેંચ્યો અને પટ્ટો થોડો ફાટીને પતરાથી છુટ્ટો થઈ ગયો. એ ફટાફટ ઊભી થઈ અને કપડાં ખંખેરીને જવા લાગી. ટ્રેન સાવ નજીક હતી.મે એનો હાથ પકડી એને ખેંચી અને ટ્રેન ધસમસતી પસાર થવા લાગી. ટ્રેનની સ્પીડ અને મહાકાયપણા ના કારણે જમીનમાં કંપારી થઈ રહી હતી.

“પાગલ છે તુ? ટ્રેન નથી દેખાતી જે આમ ભાગવા માંડે છે? હમણા કાંઈ થઈ જતુ તો?”

“સોરી.પ્લીઝ હાથ છોડો. મને દુખે છે.” -એ કણસતા બોલી.

“ઑહ સોરી.” -મે એટલો જોરથી એનો હાથ પકડેલો કે એના હાથ પર મારી આંગળીઓની નિશાની ઉપસી આવેલી. હું છોભીલો પડી ગયો.ટ્રેન જઈ ચૂકી હતી. એ ફાટક ખુલે એ પહેલા જતી રહી. હું ફટાફટ બાઈક લઈને મારી ઑફિસે જવા નિકળ્યો.

“ગુડ મોર્નિંગ સર”

“ગુડ મોર્નિંગ રાજ. આજની મિટિંગ માટે રેડી છે? ઑલ ધ બેસ્ટ બેટા.”

“ઑફિસમાં નો બેટા. બાપ બેટાના રીલેશન ઘરે.”

“ઑ.કે.મિસ્ટર દવે. ઑલ ધ બેસ્ટ વન્સ અગેઈન”

આજે મારી પહેલી મિટિંગ હતી. હુ થોડો નર્વસ હતો. ઊંડો શ્વાસ લઈ હું કોન્ફરન્સ રૂમમાં દાખલ થયો. મે નવી ડીલ વિશે માહિતી આપવા માંડી. પ્રોજેકટ ઘણો મોટો અને મહત્વનો હોવાથી મિટિંગ લાંબી ચાલે એવી સંભાવના હતી આથી વચ્ચે 15 મિનિટનો ટી બ્રેક લેવાનુ નકકી કર્યુ. ગરમા ગરમ કૉફીની ચૂસકી લેતા લેતા હું રૉડ ઉપર સતત આવ-જા કરી રહેલા વાહનોને જોઈ રહ્યો હતો. દૂરથી દેખાઈ આવતી પીળા રંગની સ્કૂલ બસ પર મારી નજર પડી. મને સવારે મળેલી પેલી છોકરી યાદ આવી.એ થોડી અલગ હતી. સ્કુલમાં જવાની ઉંમરવાળી કન્યા કરતા મોટી લાગી રહી હતી.એની આંખમાં જાણે ડર હતો. શાયદ આમ પરિસ્થિતી માં મૂકાવાને કારણે ડરી ગઈ હોય.

“સર મિટિંગ ચાલુ કરીશું?” -મનન ના અવાજથી મારા વિચારોની ગાડી ને બ્રેક વાગી.

“હા ચલો.”

બે કલાક બાદ હું મિટિંગ પૂરી કરી મારી કેબીનમાં આવ્યો. મારી પાછળ જ વાવાઝોડાની જેમ મનન આવ્યો.

“બધુ બરોબર છે?” -ખુરશી પર બેસતા એને અધીરાઈથી પૂછ્યું.

“હા.પરફેકટ..કેમ શું થયુ?”

“કોઈ મળી?મે જોયુ. તુ ઊંડા વિચારોમાં હતો.કોણ છે?”

“સાલા તુ આમા જ જીવ. તારી લાઈફ આમા જ બગાડ. પ્રોજેકટ વિશે વિચારતો હતો.”

“બોરિંગ સાવ. તને મન નથી થતુ કાંઈ કરવાનુ?” -મનને આંખ મારી કહ્યું

“એ હવસના પુજારી. શાંતિ રાખ.નહિ તો આજે ઑફિસમાં પડશે”

“ચલ જવા દે. તુ બ્રહમચારી જ મરીશ.એમ કે પાર્ટી કયારે આપે છે?”

“શેની પાર્ટી?”

“વ્રુમમમમ વ્રુમમમમમમ..”-મનને હાથથી ઈશારો કર્યો. પેલો અવાજ કરતી વેળા થોડુ થૂંક ટેબલ પર પડયું.

“ડર્ટી.. તુ ના બાલઘરમાં જતો રહે જા. ચોવીસ વર્ષનો ગધેડો થયો પણ અકકલ ચાર આની જેટલી પણ નથી.”- ટીશ્યુ પેપરથી ટેબલ લૂછતા હું ગીન્નાઈને બોલ્યો.

“જાને હવે સફાઈની પૂંછડી. અંગ્રેજના દેશમાં પેદા થવુ હતુને. વાત ન ફેરવીશ.આજે જ પાર્ટી જોઈએ. એપ્પલ જયુસ વાળી પાર્ટી”

“તુ મરાવીશ એક દિવસ”મે એને ગલે લગાવ્યો. મનન મને જાનથી પણ અધિક પ્રિય હતો. માઁ ના ગયા બાદ એને જ મને સાચવેલો.એ મારી માઁ હતો. દત્તક લીધેલી માઁ.

રાતે અમે બંને એપ્પલ જયુસ લેવા નીકળ્યાં

“હલો મોન્ટુ. એક પેકેટ એપ્પલ જયુસ જોઈએ છે.”

“હા મળી જશે. આવી જા ટાઈગરના ઘરે”

અમે બંને મોં બાંધી એસિડ ફેકટરી જવા રવાના થયા. શહેરનો સૌથી ખુફિયા એરિયો એટલે એસિડ ફેકટરી. જયાં જવાનુ સાંભળતા જ પોલિસના કપાળે પરસેવો વળી જતો. એ ટાઈગરનો એરિયા હતો. ત્યાં માણસના વેશમાં રાક્ષસ રહેતા હતા. ત્યાંના લોકોના શરીરમાં ખૂન નહી પણ ઘાતકીપણુ વહેતુ હતુ. ટાઈગરની મંજૂરી વિના ત્યાં પગ મૂકવો એટલે સામે ચાલીને મૃત્યુ પાસે જવુ. મારૂ હ્દય પ્રતિ મિનિટ 150 ના ધબકારે ધબકવા માંડેલુ અને પાછળ બેસેલા મનનનુ પ્રતિ મિનિટ 300. કાન દઈને સાંભળવામાં આવે તો એના ધબકારા ચોકકસ સંભળાત. મોન્ટુ ગલ્લા પાસે ઊભેલો હતો. આ ગલ્લાથી ટાઈગરની જાગીર શરૂ થતી જયાં શ્ર્વાસ પણ તેની મરજીથી ચાલતા.

“ચીલ ના.કુછ નહી હોગા. મેરે સાથ ચલો.”

હુ રૂમાલ ખોલી ચાલવા લાગ્યો. મનને મારો હાથ પકડયો.એ કાંઈ બોલે એ પહેલાં જ મોન્ટુ તોછડાઈથી બોલ્યો.

“પેહલી બાર આયા હૈ કયાં ?”

“હા.તમને કેવી રીતે ખબર પડી ?”

“મરના હૈ કયાં? યહા આને વાલે લોગ અપના ચહેરા નહી દિખાતે. રૂમાલ બાંધ લે વાપીશ વરના કફન બાંધકે જાના પડેગા.”

મે મનન સામે જોયું. એની આંખમાં ડર કમ આજીજી વધારે હતી. મે મો બાંધી લીધુ. ત્રણ અંધારી ખોલી વાળી ગલીને વટાવી અમે એક બહુમાળી મકાન આગળ ઊભા રહ્યા. ખોલીની સરખામણીમાં તે મકાન કોઈ ભવ્ય વિલાથી કમ ન હતું.

“અબ ધ્યાન સે સૂન. તુ પેશ્યલ ઘરાક હે તભી ઈધર તક આનેકુ મિલા. દેખ પતે કી બાત બોલ દુ.આગે પીછે જાકને કા નહી. મુહ સિર્ફ સાસે નીકાલને કે લીયે ખોલના. ઓર બોસકો કોઈ સવાલ મત કરના. અમે બંને એ હકારમાં માથુ હલાવ્યુ. ત્યાં ની હવામાં જ જાણે ડર હતો.

અમે સીડી ચઢવા વાગ્યા. એક એક પગથિયે અમારા બંનેના કપડાં પરસેવાથી વધુ ભીના થઈ રહયા હતા. ત્રીજા માળે આવી મોન્ટુ અટકયો અને પાછળ ફરી એને ચૂપ રહેવા ઈશારો કર્યો.દરવાજા આગળ પડદો લટકી રહયો હતો. અમે બંને મોન્ટુ પાછળ રૂમમાં પ્રવેશ્યાં. રૂમમાં એન્ટિક રાચરચીલાથી સજાવટ કરેલી હતી. ઘણો આકર્ષક રૂમ લાગી રહ્યો હતો.

“વેલકમ મિસ્ટર દવે. આપે અહી પધારી અમારા ગરીબખાનાને ધન્ય કરી નાંખ્યું. આવવામાં તકલીફ તો નથી થઈને?” -ટાઈગરે અમારૂ સ્વાગત કર્યું. હું એને પહેલી વાર મળી રહ્યો હતો. એને જોઈને મારી આંખ પહોળી થઇ ગઇ. મારા કરતા વધારે દેખાવડો હતો. માંડ પચ્ચીસની ઉંમર, ગોરા ચહેરાને રૂઆબદાર બનાવતી આછી સ્ટાઈલિશ્ટ દાઢી, સફેદ ચાંદની જેવો ચમકતો ઝભ્ભો, બલ્યુ પેન્ટ, જેલથી સેટ કરેલા વાળ અને બદામ જેવી નશીલી આંખ. એને જોઈને વિશ્ર્વાસ થઈ રહયો ન હતો કે આ ગુંડો છે. એની પર્સનાલીટી કોઈ હીરોથી કમ ન હતી. એને જોઈને કોઈ પણ છોકરી પહેલી નજરે પ્રેમમાં પડી જાય એટલો બધો આકર્ષક હતો એ.

“કમ.પ્લીઝ ટેક અ સીટ” - મને મારા કાન પર વિશ્ર્વાસ થઈ રહ્યો ન હતો.

“મિસ્ટર દવે માટે સ્ટરોંગ કૉફી વિથ ટુ સ્પુન શુગર એન્ડ મિસ્ટર જોષી માટે ગ્રીન ટી વિથ વન સ્પુન હની”એને આદેશ આપ્યો હું ને મનન મોં ફાડીને એકબીજાની સામે જોવા લાગ્યાં. એ અમને ઉપરાછપરી સરપ્રાઈઝ આપી રહ્યો હતો.

સો મિસ્ટર દવે. નવી ડિલની તૈયારી કેવી ચાલે છે ? કોઈ મદદ જોઈતી હોય તો અડધી રાત્રે પણ તમે ફોન કરી શકો છો.”

હુ અને મનન મોઢુ ફાડી એકબીજાના સામે જોઈ રહ્યા. એ અમને સરપ્રાઈઝ આપતા થાકતો ન હતો. જેના વિશે ગણયાગાંઠયા લોકો સિવાય કોઈને ખબર સુધ્ધા ન હતી એના વિશે આ કેવી રીતે જાણે છે?

“ડૉન્ટ બી સરપ્રાઈઝડ મિસ્ટર દવે. મોન્ટુ તમને જે જોઈએ તે આપી દેશે. તમે જઈ શકો છો. આશા રાખું ફરી જલદી મુલાકાત થાય.”