Ishwar Upasana books and stories free download online pdf in Gujarati

ઈશ્વર ઉપાસના

ગણેશ સ્તુતિ

ૐ નારદ ઉવાચ પ્રણયામ શિરસાદેવમ ગૌરીપૂત્રમ વીનાયકમ|

ભક્તવાસમ સમરે ત્રિત્યુ આયુ કારમાથૅ સિધ્ધયે|

પ્રથમ વક્રતુંડચ એક દંત દ્રિતિયકં

તૃતિયમ કૃષ્ણપિજ્ઞાક્ષ ગજવક્રતુમ ચતૃથ્કમ

લબોદરંમ પંચમંચ ષષ્ઠ વિકટ મેવચ્

સપ્તમ્ વિધ્ન્ રાજમ્ ચ ધુમ્રવ્રણમ્ તથાષ્ટમ્

નવમ્ ભાલચંદ્ગમ્ ચ દશમન્તુ વિનાયકમ્

એકાદશમ્ ગણપતિમ્ દ્ગાદ્દશ તુ ગજાનમ્

દ્દાદ્ગશ શૈતાની નામાની ત્રિસંધ્યંમ્ પઢનરમ્

નચ વિધ્નંમ્ ભયં તસ્ય સવૅ સિધ્ધિ કરપરમ્

ઉપાસના

ઉપાસના એટલે ઈશ્વર ની સમીપતા અથવા તો નીકટતા નો અનુભવ .

આ સંસારમાં રહેલા બધાં પદાર્થો ,વસ્તુઓ અને સાધનો તેમજ આપણી બધી ક્રિયા ઓ માત્ર ને માત્ર એક પ્રકારનું સાધન છે સાધ્ય તો માત્ર ને માત્ર અંતરાત્મા ની શાંતિ થવી.જો માનવી નો આત્મા અશાંત હશે તો માનવી ની પાસે ભલે કેટલોય જ વૈભવ ,શક્તિ હોય, સમાજ માં ભલે કેટલોય જ આદર સન્માન કેમ ન હોય ,તેને કોઇ પણ એવો અનુભવ થતો નથી કે જેને તે સુખ ની નિશાની આપી શકે.

આ જ આત્મશાંતિ ના અભાવ માં પોતાની સમજ થી સંસાર નો બધો જ ઉપભોગ કરી લીધા બાદ પણ મોટા મોટા સમ્રાટો અને શ્રીમંતો ને પણ મૃત્યુ સમયે અસંતોષ ની ભાવના થી મૃત્યુ થાય છે.અને તરફડી ને તેમના પ્રાણ છોડી દે છે. જયારે સંસાર નો સુખ ભોગવી લીધા પછી પણ અંત સમય માં દુઃખ શા માટે?

કારણ કે આવા લોકો ની આત્મા માં અસંતોષ હોય છે, જે જીવાત્મા ને વારંવાર આ સંસારમાં જન્મ લેવા માટે ધકેલે છે. અસંતોષ ત્યારે જ નિવાસ કરે છે જયાં શાંતિ નથી હોતી . આત્મા માં જયારે અસંતોષ ની ભાવના ઘર કરી જાય છે ત્યારે આત્મા માં શાંતિ ની શીતળતા રહેતી નથી.

આત્મા ની શાંતિ સંસારીક સુખો માંથી અને પદાર્થો ના ભોગ માથી પ્રાપ્ત થતી નથી પરંતુ જ્યારે મનુષ્ય તેના જીવનમાં, આચરણ માં શ્રેષ્ઠતા નો સંગમ કરે .કારણ કે શ્રેષ્ઠતા જ આત્મશાંતિ નો એક માત્ર આધાર છે. શ્રેષ્ઠ આત્મબળ ધરાવતા મનુષ્યો નેજ શાંતિ ની અનુભુતિ થાય છે ભલે તે ગરીબ જ કેમ ન હોય, તેમને અસંતોષ ની યાતના સહન નથી કરવી પડતી. સંન્યાસી, વિદ્રાન, પરમાર્થી , ભક્ત, સંતો, ઋષિ ગણ ,પરોપકારી વ્યક્તિ શ્રેષ્ઠ આત્મબળ વાળા હોય છે. આજ માનવી ઓ અભાવો થી ભરેલું પોતાનુ જીવન શાંતિ થી જીવે છે અને સંતોષ ની સાથે મૃત્યુ પામે છે. તેમને કોઇપણ જાતનું દુઃખ અનુભવાતુ નથી.

આમ જીવન જેટલું સરળતમ અને સાદુ જેમ ઋષિ ,મુનિ,સંતો જેવો સ્વભાવ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ અને જીવન માં આપણી દિન ચર્યા અને પરિશ્રમી બનવું જોઈએ. એના માટે માત્ર ને માત્ર આત્મ શ્રેષ્ઠતા કેળવવી જોઈએ.

જેનો વિકલ્પ આત્મ શાંતિ છે, તેની શ્રેષ્ઠતા નુ લક્ષણ છે બધા માં શુભત્વ નુ દર્શન થાય છે. શ્રેષ્ઠ વ્યક્તિ ને આખા સંસારમાં, બધી જગ્યા એ, બધી દિશામાં, બધી ઘટનાઓ માં અને બધા યોગ માં માત્ર કલ્યાણ ના દર્શન થાય છે. આ શુભતા માટે જ શુભ કાર્ય કરે છે કે કર્મ કરે છે. નિરાશ, ઉદાસી, નિરુત્સાહ ,ખેદ,દુઃખ, પશ્ચાતાપ, અમંગલ અથવા મહત્વકાંક્ષા તેને ભટકાવી શકતી નથી. જે સ્થિતિ તેની સુખ અને સફળતા માં રહે છે તે જસ્થિતિ નિષ્ફળતા અને દુઃખ માં રહે છે. તેનો સુખ ,હર્ષ અને સંતોષ તુટી જતો નથી.

આપણા જીવનમાં આવા અનેક લોકો જોવા મળે છે. તેમન જોઇને એ કહેવું મુશ્કેલ થઈ જશે કે તેમના જીવનમાં કોઈ દુઃખ, તાપ,અશાંતિ અથવાતો અસંતોષ પણ હોઇ શકે. આ બધા જ શ્રેષ્ઠ આત્મા વાળા હશે, તેમને આત્મશાંતિ મળી ચુકી હશે, ત્યારે જ તો આ પ્રસન્નતા એના મુખમંડળો પર બીરાજમાન છે.

સાચો અથવા આધ્યાત્મિક આનંદ તો તે ને કહેવાય છે જે કોઈ પણ સ્વાર્થ વિનાનો હોય છે. જેનો આધાર આત્મા સિવાય બીજું કશું ન હોય. આ સંસારમાં સધળી વસ્તુ ઓ ક્ષણીક અને નાશવંત છે તેથી આ ભોગ થી મળતો સુખ નો અનુભવ એક સ્વપ્ન સમાન છે. જેનો પ્રવંચન પણ વધુ વાર સુધી રોકાતો નથી. યથાર્થ તથા સ્થાયી પ્રસન્નતા તેને જ કહી શકાય છે, જેનો વિકલ્પ દુઃખ કયારેય ન હોય. આજે કોઈ ને પુત્ર ની પ્રાપ્તિ થઈ, કોઈ ને લોટરી લાગી છે, કોઈ નો વિવાહ થયો છે.તે પ્રસન્ન તથા હર્ષિત દેખાય છે. એનો અર્થ એ નથી કે તેની આત્મ શ્રેષ્ઠતા ઊલાસ્સ ના માધ્યમથી વ્યક્ત થઇ છે તે સુખ ,ખુશી, પ્રસન્નતા માત્ર ઊકત લાભ અથવા ઉત્સવ ની માત્ર પરિણામ છે, જે આવેગ સમાપ્ત થતાં ની સાથે નાશવંત બને છે અને માનવી ફરી ઉદાસ બની જાય છે અને ફરી અશાંતિ અનુભવ કરે છે.

જે શાંતિ લાભ માં બની રહી, તે નુકસાન ના સમયે પણ સ્થિર રહે, જે સંપત્તિ ના સમયે અનુભવ થાય તે જ વિપત્તિ ના સમયે પણ છે, જે પ્રતિકૂળ સંજોગો માં પણ નષ્ટ ન હોય, તે જ સાચી આત્મશાંતિ છે.

આત્મા ની શ્રેષ્ઠતા પરમાત્મા માં ની ઉપાસના કરવાથી પ્રાપ્ત થાય છે,નાસ્તિક અથવા લોભી મનુષ્ય કોઇપણ પદાર્થ કે કોઇપણ ભોગ ભોગવી લે પરંતુ તેને આત્મશાંતિ મળતી નથી. આ સંસારમાં જે કંઇ શુભ છે, શ્રેષ્ઠ છે, મંગળમય છે તે બધું જ પરમાત્મા નીજ વિભૂતિ છે. તેનાથી જ સંપન્ન અને પૂર્ણતા ની અનુભુતિ થાય છે.

આ સંસારમાં રહેલા સમુદ્ર નો ભંડાર ,વનસ્પતિ ઓનો સ્વાદ, ઓષધો, ગ્રહ નક્ષત્ર નો પ્રકાશ, મેધ ની ગર્જના, પૃથ્વી નુ સૌદર્ય અને મનુષ્ય ની અનુભૂતિ શક્તિ ની પાછળ ઈશ્વર જ સારથી બની અને બધા જીવો માટે કાર્ય કરે છે, આથી આત્મા ની શ્રેષ્ઠતા પામવા માટે હંમેશાં પરમાત્મા ની ઉપાસના કરવી જોઈએ.

ઉપાસના નો અર્થ નજીક જવું, સામીપ્ય, ઉપસંગ કહી શકાય,જેના સાનિધ્યમાં આવવાથી તેની ખાસિયત પોતાના માં આવી જવી સ્વાભાવિક બાબત છે, એટલે તો આ ભાષામાં કહ્યું છે “જેવો સંગ તેવો રંગ” આવે જ છે, ઉદાહરણ તરીકે તમે બરફ ના સંપર્ક માં આવતી દરેક વસ્તુઓ ઠંડી પડે છે. ગુણ દોષ નુ મોટું કારણ સંપર્ક અને સંસર્ગ ગણી શકાય છે.

ઉપાસના માં રહેવાવાળો વ્યક્તિ પરમાત્મા ની નજીક જ રહે છે અને પરિણામે તેની ખાસિયતો ગ્રહણ કરતો રહે છે. પરમાત્મા બધી શ્રેષ્ઠતા અને ઉત્કૃષ્ટતા ઓનો સ્વામી છે. આથી તે ગુણ ઉપાસક માં આવવા લાગે છે. કોઈ કારણ નથી કે ફુલો થી ભરેલી વાટીકા માં રહેવાથી તન મન સુગંધિત ન થઈ ઉઠે, એવું હોવું સંભવ નથી. જે પણ પરમાત્મા ની ઉપાસના કરશે તેમાં પરમાત્મા ના ગુણો નો અવશ્ય વિકાસ થાય છે.

લાખો લોકો દરરોજ જ પૂજા-પાઠ કરતા જોવા મળે છે. તે એમ પણ સમજે છે કે ઉપાસના કરી રહ્યા છે. ઘણા બીજા લોકો પણ તેને ઉપાસક માની લે છે, પરંતુ તેની આ ઉપાસના ઈચ્છિત ફળની સાથે સફળ થતી નથી. ન તો તેમને શ્રેષ્ઠતામળે છે ન તો આત્મશાંતિ ની પ્રાપ્તિ થતી નથી. તે પૂજા પાઠ કર્યા પછી પણ જૂઠું બોલે છે, દુરાચાર કરે છે, ક્રોધ ,લોભ,મોહ ના વશ માં રહે છે, જેના ફળસ્વરૂપે મનમાં ન તો આત્મશાંતિમળે છે ન તો સંતોષ ની અનુભૂતિ થાય છે. જેમના તેમ,શોક સંતાપો, યાતનાઓ, ત્રાસો,કુશંકા ઓ,અભાવને આધીન રહે છે.

પરમાત્મા ની ઉપાસના કરવાથી તેની શ્રેષ્ઠતા ઓનો માનવી માં વિકાસ થાય છે તે સનાતન સત્ય છે. તેમાં અપવાદ ને સ્થાન જ નથી. જયારે ઉપાસના કરતાં દેખાવા છતાંય કોઈ માનવી માં શ્રેષ્ઠ પરિવર્તન ના લક્ષણો ના દેખાય તો કોઈ પણ બુદ્ધિમાન વ્યક્તિ અસંદિગ્ધ ઘોષણા કરી શકે કે તે ઉપાસના નહીં પરંતુ તેનો દેખાવ માત્ર છે.

સાચી ઉપાસના નો અર્થ છે-આત્મા નું પરમાત્મા ની સાથે નું મિલન. એવું કરવાથી, જે રીતે કોઇ સાધન દ્વારા ખાલી સરોવર ને ભરેલા સરોવર થી જોડી દેવાથી તેની જળરાશી તેમાં આવવા લાગે છે અને ખાલી સરોવર પણ પૂર્ણ થઈ જાય છે તે જ રીતે આત્મા ને પણ પરમાત્મા સાથે જોડી દેવાથી શ્રેષ્ઠતા ઓ માનવી માં પ્રવાહિત થવા લાગે છે, પરંતુ આ માધ્યમ ની વચ્ચે કોઈ વ્યવધાન મુકવામાં આવે તો પ્રવાહ રોકાઈ જશે અને સરોવર ને જળ અને મનુષ્ય ને શ્રેષ્ઠતા પ્રાપ્ત થશે નહીં.

મનુષ્ય જીવન નો ચિરસાધ્ય છે આત્મા ની શાંતિ, જેનો આધાર છે તે પરમાત્મા ની શ્રેષ્ઠતાઓ ,જે ઈશ્વર ના સ્વાભાવિક ગુણ માત્ર છે અને જેને ઉપાસના ના આધારે જ મેળવી શકાય છે પરંતુ સાચી ઉપાસના તે છે, જે માત્ર ને માત્ર નિષ્કામ થઈને કરવામાં આવે.

નિષ્કામ રૂપ થી ઉપાસના શરૂ કરી ને પરમાત્મા થી આત્મા નો સંબંધ સ્થાપીત કરો અને શ્રેષ્ઠતા ની પ્રાપ્તિ કરી ને સુખ-શાંતિ ના અક્ષય આનંદ થી ભરેલું જીવન દરેક મનુષ્ય વ્યતિત કરે એજ પ્રભુ શ્રી હરિ ને વંદના……..

||અસ્તુ||