બન્ટી અને બબલી: ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા

Gujarati   |   02m 30s

Bunty does not like soaps. So, she refuses to clean up. Then one night she has a dream. What happens after that? બન્ટી અને બબલી લેખક: સોરિત ગુપ્તો બન્ટીને પતંગિયા સાથે અને પંખીઓ સાથે રમવાનું ગમતું હતું. તેને કાગળની હોડીઓ તરાવવાનું ગમતું. તેને રેતીના કિલ્લા બનાવવાનું પણ ગમતું. પણ જ્યારે બન્ટી ઘેર પાછી જાય, ત્યારે તેની મા તેને ચોખ્ખા થવાનું કહે. પણ તે વિરોધ કરતી. “હું સાબુને ધિક્કારું છું.” તે ચીસ પાડતી. એક રાતે, તેને સપનું આવ્યું. તેના કિલ્લાની ચારેબાજુ જંતુઓ જ જંતુઓ અને તેઓ તેના પર હુમલો કરતાં હતાં. જંતુઓ બન્ટીની પાછળ પડ્યાં હતાં. તે પોતાનો જીવ બચાવવા દોડતી હતી અને ચીસો પાડતી હતી, “બચાવો… બચાવો!” અચાનક, સાબુરાજા બબલી દેખાયો. “બન્ટી, ગભરાઈશ નહીં,” તેણે કહ્યું. “જાવ, અને જંતુઓ પર હુમલો કરો.” સાબુરાજાએ તેના પરપોટાના લશ્કરને હુકમ કર્યો. પરપોટાના લશ્કરે જંતુઓને દૂર ભગાડી મૂક્યાં. આ દિવસથી, બન્ટીને સાબુનો ઉપયોગ ગમે છે. અને તે પોતાની જાતને ઘસી-ધોઈ ચોખ્ખી રાખે છે. Story: Sorit Gupto Illustrations: Sorit Gupto Music: Jerry Silvester Vincent Translation: Yogesh Vyas Narration: Jigisha N. Patel Animation: BookBox

×
બન્ટી અને બબલી: ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા