વાતોડિયો કાચબો: ઉપશીર્ષકો સાથે ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા

Gujarati   |   03m

Yak yak yak... the tortoise loves to talk. He learns the hard way that keeping his mouth shut is sometimes very necessary! વાતોડિયો કાચબો પુનર્કથન જીવા રઘુનાથ હું તમને, કેવી રીતે આવ્યો તેની વાર્તા કહું કે કેવી રીતે ગયો તેની વાર્તા કહું? હું ત્યાં રહેતો, તે તળાવ પાસે. મારે બે પંખી મિત્રો હતા, ગંગા અને યમુના. જ્યારે પણ હું તેમને જોઉ કે બક બક બક બક, વાતો કરતો. સવારે મળું, બક બક... બપોરે મળું, બક બક... રાતે મળું, બક બક... મારા બક બક થી કંટાળીને તેમણે બીજા તળાવ પર જવાનું નક્કી કર્યું. ઊં... હું... હું રડવા માંડ્યો. મારા મિત્રોને ખરાબ લાગ્યુ. “અચ્છા,” તેમણે કહ્યું. “આવ સાથે, પણ તારે તારુ મોં બંધ રાખવુ પડશે અને જરાપણ બોલવાનું નહિ.” “પણ...પણ...મારે પાંખો નથી!” મેં કહ્યું. તેમણે એક લાકડી લીધી. ગંગાએ એક છેડો પકડયો. યમુનાએ બીજો છેડો પકડયો. મેં વચ્ચેથી પકડયું. ફર્ ફર્, અમે ઉંચે ઊડયા. બધું જ બરાબર હતું, પણ પછી... બક બક બક બક... મેં મારું મોં ખોલ્યું. ઓ...મા...! અને બસ, હું આવો થઈ ગયો. Story: Jeeva Raghunath Illustrations: Shailja Jain Music: Jerry Silvester Vincent Translation: Neetha Bhuva Narration: Happy Bhavsar Animation: BookBox

×
વાતોડિયો કાચબો: ઉપશીર્ષકો સાથે ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા