અગ્નિસંસ્કાર

(386)
  • 83.1k
  • 26
  • 56.5k

નંદેસ્વર ગામમાં આજે માત્ર એક જ નામ ગુંજી રહ્યું હતું. " "બલરાજ સિંહ ચૌહાણ". છેલ્લા પંદર વર્ષથી નિરંતર સરપંચ બન્યા બાદ આજ ફરી સરપંચની ચુંટણીમાં બલરાજ સિંહે વિજય પ્રાપ્ત કરી હતી. આ જનતાનો ડર હતો કે મજબૂરી એ તો જનતાનું મન જ જાણતું હતું. પંદર વર્ષ પહેલાં નંદેસ્વર ગામના લોકો સુખ શાંતિથી જીવતા હતા પરંતુ બલરાજ સિંહના હાથમાં કારોબાર આવ્યા બાદ ગામ જાણે નર્ક સમાન બની ગયું હતું. બલરાજ સિંહ સામે નજર મિલાવાની હિંમત તક કોઈ વ્યકિતમાં ન હતી જેથી દરેક પંચાયતની ચુંટણીમાં બલરાજ સિંહ જ વિજય પ્રાપ્ત કરતો. ગામના દરેક સભ્યો એક ચોકમાં ભેગા થયા હતા. બલરાજસિંહ એ ચૂંટણી જીત્યા બાદ પોતાની એક સ્પીચ આપવા ગામના સૌ લોકોને ભેગા થવા કહ્યું હતું.

1

અગ્નિસંસ્કાર - 1

નંદેસ્વર ગામમાં આજે માત્ર એક જ નામ ગુંજી રહ્યું હતું. " "બલરાજ સિંહ ચૌહાણ". છેલ્લા પંદર વર્ષથી નિરંતર સરપંચ બાદ આજ ફરી સરપંચની ચુંટણીમાં બલરાજ સિંહે વિજય પ્રાપ્ત કરી હતી. આ જનતાનો ડર હતો કે મજબૂરી એ તો જનતાનું મન જ જાણતું હતું. પંદર વર્ષ પહેલાં નંદેસ્વર ગામના લોકો સુખ શાંતિથી જીવતા હતા પરંતુ બલરાજ સિંહના હાથમાં કારોબાર આવ્યા બાદ ગામ જાણે નર્ક સમાન બની ગયું હતું. બલરાજ સિંહ સામે નજર મિલાવાની હિંમત તક કોઈ વ્યકિતમાં ન હતી જેથી દરેક પંચાયતની ચુંટણીમાં બલરાજ સિંહ જ વિજય પ્રાપ્ત કરતો. ગામના દરેક સભ્યો એક ચોકમાં ભેગા થયા હતા. બલરાજસિંહ એ ચૂંટણી ...Read More

2

અગ્નિસંસ્કાર - 2

બલરાજ સિંહનો ડર માત્ર નંદેસ્વર ગામ પૂરતો જ નહિ પરંતુ આસપાસના બધા જ ગામોમાં હતો. એમનો મૂળ ધંધો દારૂની કરવાનો હતો. આસપાસના જિલ્લાઓમાં પણ દારૂની ડીલ બલરાજ સિંહના નામથી જ થતી હતી. એમના લગ્ન બાવીસ વર્ષની વયે હેમવતી સાથે થયા હતા. લગ્ન બાદ એક જ વર્ષમાં એમને ઘરે એક દીકરાનો જન્મ થયો. જેમનું નામ રણજીત સિંહ રાખવામાં આવ્યું. લગ્નના પાંચ વર્ષ દરમિયાન બલરાજના કાળા કરતૂતોની જાણ હેમવતીને થવા લાગી હતી. સ્ત્રીઓ પ્રત્યેનો અત્યાચાર જોઈને એમનું હદય દ્રવી ઊઠતું. હેમવતી જ્યારે પણ બલરાજનો વિરોધ કરતી તો એમની સાથે મારપીટ કરીને એમનો અવાજ દબાવી દેવામાં આવતો હતો. પાંચ વર્ષ સતત સહન ...Read More

3

અગ્નિસંસ્કાર - 3

" લીલા ક્યા છે??" ગુસ્સામાં બલરાજે કહ્યું. " બોસ, લાગે છે એ ગામ છોડીને ચાલી ગઈ છે, અમે આખા શોધખોળ કરી પણ એનો કોઈ અતોપતો નથી મળ્યો..." હરપ્રીતના ખૂન પાછળ બલરાજને લીલા પર શક ગયો હતો. " એક કામ કરો, આસપાસના બધા ગામમાં લીલાને શોધી કાઢો, મારે એની લાશ જોઈએ છે એ કોઈ પણ સંજોગે સમજ્યા...?" " ઓકે બોસ..." બલરાજના આદમીઓ આસપાસના બધા ગામોમાં લીલાને શોધવા નીકળી પડ્યા.******" અંશ બેટા....ક્યાં રહી ગયો હતો? તારી મનપસંદ ખીર બનાવી છે, ચલ આવીને જમી લે..." અંશને આવતા જોઈને કાચા મકાનમાં રહેતી લક્ષ્મીબેને કહ્યું. લક્ષ્મીબેન ચૂલામાં રોટલી શેકવા લાગ્યા. અંશ હાથ મોં ધોઈને ...Read More

4

અગ્નિસંસ્કાર - 4

ત્યાં જ પાછળથી અજાણ્યા વ્યક્તિ એ લોખંડના સળિયા વડે હરપ્રીતનાં માથા પર ધા માર્યો. હરપ્રીત ત્યાં જ જમીન પર થઈને પડી ગયો. " કપડાં પેક કરીને કાલ સવારની બસમાં તમે જતા રહો, અહીંયા રહેશો તો બલરાજના માણસો પોતાની વાસના પૂરી કરવા માટે તમારો ઉપયોગ કરતા રહેશે.." લીલા બેગ પેક કરીને પોતાના ગામડે જવાની તૈયારી કરવા લાગી. જ્યારે એ વ્યક્તિ એ હરપ્રીતને ખુરશી પર બેસાડી હાથ અને પગને મજબૂત દોરીથી બાંધી દીધા. આંખો પર કાળી પટ્ટી પહેરાવી દીધી. હરપ્રીત હોશમાં આવ્યો તો આંખ આગળ અંધારું હતું. " કોણ છે તું?? અને મને આમ કેમ બાંધી રાખ્યો છે? હું કહું છું ...Read More

5

અગ્નિસંસ્કાર - 5

બાર કલાક પહેલા કે જ્યારે નાનુ કાકા યુવાન છોકરીની શોધ કરવા ગામમાં ફરી રહ્યા હતા. શોધતા શોધતા એમની નજર ઘરમાં પડી જ્યાં એક પંદર વર્ષની છોકરી પોતાના પરિવાર સાથે હસતી ખેલતી હતી. " થઈ ગયો છોકરીનો બંદોબસ્ત...." નાનુ કાકા એ મનમાં કહ્યું. અને ઘર તરફ જઈને બારણું થપકારવા લાગ્યો. " આ સમયે કોણ આવ્યું હશે?" છોકરીના પિતા એ પોતાની પત્નીને જોઈને કહ્યું. પત્ની એ દરવાજો ખોલવાની ના પાડી. " દરવાજો ખોલ...આ બલરાજ સિંહ ચૌહાણનો આદેશ છે..." નાનુ કાકા બોલ્યો." નહિ દરવાજો ન ખોલતા... એ મારી દીકરીને લઈ જશે..." " મમ્મી, કોણ છે એ? અને તું આટલી ગભરાયેલી કેમ છે?" ...Read More

6

અગ્નિસંસ્કાર - 6

મોઢા પર પાણી રેડતા નાનુ કાકા હોશમાં આવ્યા. આસપાસ નજર કરીને જોયું તો ચારેકોર બસ અંધારું હતું. " હું છું?..કોણ છે તું? અને મને કેમ બાંધીને રાખ્યો છે?" " કેમ છો નાનુ અંકલ??" અજાણ્યા વ્યક્તિ એ કહ્યું.'આ અવાજ તો ક્યાંક સાંભળેલો છે...' નાનુ કાકા અવાજને ઓળખવાની કોશિશ કરવા લાગ્યો. પરંતુ આવી હાલતમાં એમને કંઈ યાદ ન આવ્યું. " ડોન્ટ વરી નાનુ કાકા, તમને હું પેલા હરપ્રીતની જેમ નહિ મારું, તમે તો મારા ખાસ અંકલ છો, તમારી ખાતેરદારી હું સારી રીતે કરીશ..." " તું બોવ મોટી ભૂલ કરે છે...બલરાજને ખબર પડશે તો એ તને જીવતો નહિ છોડે...." " હું તો ...Read More

7

અગ્નિસંસ્કાર - 7

બલરાજ પોતાના નાના ભાઈ જિતેન્દ્રના ઘરે પહોંચે એ પહેલા જ લક્ષ્મી એ બે જુડવા બાળકોને જન્મ આપી દીધો હતો. જો તો લક્ષ્મી આપણે કેટલા નસીબ વાળા છીએ કે ભગવાને આપણને બે બે દીકરા આપ્યા છે..." બાળકોને હાથમાં લઈ જિતેન્દ્ર બોલ્યો. લક્ષ્મી હજુ પથારીમાં આરામ કરી રહી હતી. ત્યાં જ દરવાજે ટકોર કરતા બલરાજ અને એના આદમીઓ આવી પહોંચ્યા.પોતાના મોટા ભાઈને જોઈને જીતેન્દ્ર બોલ્યો. " ભાઈ જોવો ભગવાનની કૃપાથી અમારે જુડવા બાળકો થયા છે..." જીતેન્દ્રનો ચેહરો ખુશીથી છલકાઈ રહ્યો હતો. ત્યાં જ બલરાજે મનમાં નક્કી કરી લેતા કહ્યું. " બાબાની ભવિષ્યવાણી તો સાચી પડી! લક્ષ્મીને બે જુડવા બાળકો થયા છે! ...Read More

8

અગ્નિસંસ્કાર - 8

ચાલું વરસાદમાં નજીકના એક પુલ પાસે બંને આદમીઓ પહોચી ગયા. " વિચારે છે શું? બાળકને નદીમાં ફેંક..." બાજુમાં ઉભેલો આદમી બોલી ઉઠ્યો." હું આ કૃત્ય નહિ કરી શકું, બાળકને જોતો કેટલું પ્યારું છે...આવા બાળકને નદીમાં ફેંકી દઈશું તો ભગવાન આપણને કદી માફ નહિ કરે..." કાંપતા શરીરે કહ્યું." અને નહિ ફેંકીએ તો બલરાજ આપણને માફ નહિ કરે, એ તો ડાયરેક્ટ આપણને ભગવાન પાસે જ મોકલી દેશે..." " એ જે હોય એ હું બાળકને નહિ ફેંકુ...આ લે, તું જ તારા હાથે ફેંકી દે...." બાળકને બીજા આદમીના હાથમાં સોંપ્યું. " તું તો સાવ ડરપોક છે ડરપોક..." બીજા આદમીએ આસપાસ નજર દોડાવી અને ...Read More

9

અગ્નિસંસ્કાર - 9

રાણીપુર ગામ નદીના કાંઠે વસેલું એક નાનુકડું ગામ હતું. એ ગામમાં થોડાઘણા જમીનદાર હતા અને બાકી બધા મજદૂરી કરીને ઘર ચલાવતા હતા. આ નાનકડા ગામમાં નદીના કાંઠે એક પરિવાર ઝૂંપડી બાંધીને વસવાટ કરતું હતું. રાતના સમયે રાહ જોતી રસીલાબેને ફરી ઘડિયાળમાં નજર મારી. " રાતના બાર થવા આવ્યાને એ હજુ નહિ આવ્યા..ક્યાં રહી ગયા હશે?" નદીનું પાણી ધીમે ધીમે ઉપર ચડતું ઝૂંપડીમાં પ્રવેશી રહ્યું હતું. જેના લીધે રસીલાબેનને વધુને વધુ ચિંતા થવા લાગી હતી. ત્યાં જ નદીએથી પોતાના પતિ શિવાભાઈને આવતા જોયા તો રસીલાબેનનો ચહેરો ફૂલની જેમ ખીલ્લી ઉઠ્યો. પરંતુ જ્યારે એમની નજર શિવાભાઈના હાથમાં રહેલા નાના અમથા બાળક ...Read More

10

અગ્નિસંસ્કાર - 10

પાંચ વર્ષ પછી" શું આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી?" લક્ષ્મી એ કહ્યું. " તું ખામાં ખા ચિંતા કરે લક્ષ્મી, અમરજીત મારો નાનો ભાઈ છે, હું એને નાનપણથી જાણું છું... એ બીજા ભાઈઓની જેમ નથી...તું બસ અંશનું ધ્યાન રાખજે, હું બેંગલોરથી તને પૈસા મોકલતો રહીશ...ઠીક છે...ચલ હું જાવ છું...." બેગને કંધે નાખીને જીતેન્દ્ર એ કહ્યું. લક્ષ્મીની આંખો છલકાઇ આવી. બન્ને એકબીજાને ગળે મળ્યા અને જીતેન્દ્ર બસમાં બેસી બેંગલોર જવા માટે નીકળી ગયો. પૈસાની તંગીના કારણે મજબૂરીમાં જીતેન્દ્ર ઘર છોડીને બેંગલોર તરફ નીકળ્યો. ફોન પર જીતેન્દ્ર એ અમરજીત સાથે બેંગલોર આવવાની વાત કરી લીધી હતી. જેથી જીતેન્દ્રને વિશ્વાસ હતો કે ...Read More

11

અગ્નિસંસ્કાર - 11

બે દિવસ બાદ રાતના સમયે રાકેશે જીતેન્દ્રને બોલાવીને કહ્યું. " મારી પાસે એકસાથે પાંચથી સાત લાખ કમાવાનો એક રસ્તો " પાંચથીથી સાત લાખ! એ કેવી રીતે?" જીતેન્દ્રની આંખો ચમકી ઉઠી." પોતાની એક કિડની વેચીને..." " મતલબ તું મને મારી કિડની વહેંચવાનું કહે છે..." " ડરવાની કોઈ જરૂર નથી...એક કિડની સાથે પણ આવે આરામથી જીવી શકીએ છીએ....હવે ભગવાને એક કિડની એક્સ્ટ્રા આપી છે તો એનો ઉપયોગ કરવામાં શું ખોટું છે.." રાકેશે ફસાવતા કહ્યું. " મેં ડોકટર સાથે વાત કરી લીધી છે....બસ તું હા બોલ એટલે આપણે કાલે જ ઓપરેશન કરાવી લઈએ..." રાકેશ ફરી બોલી ઉઠ્યો.જીતેન્દ્ર વિચારમાં ડૂબી ગયો. રાકેશે મનમાં ...Read More

12

અગ્નિસંસ્કાર - 12

" ક્યાં રહી ગયા હશે, અત્યારે તો આવી જવા જોઈએ..." રાહ જોઈને બેઠી લક્ષ્મી એ દરવાજા તરફ જોઈને કહ્યું. જ જીતેન્દ્ર એ દરવાજો ઠપકાર્યો. લક્ષ્મી એ દોડીને દરવાજો ખોલ્યો. પોતાના પતિને સહી સલામત જોઈને જ લક્ષ્મી ભાવવિભોર થઈ ગઈ. " અરે તું રડે છે કેમ?" જીતેન્દ્ર એ કહ્યું." આ તો ખુશીના આંસુ છે... ભગવાનને મારી એક જ પ્રાથના હતી કે તમે સહી સલામત ઘરે પહોંચી જાવ.." " મને શું થવાનું હતું...અને અંશ ક્યાં છે?" બેગને પલંગ પર મૂકતા કહ્યું. " એ તો નિશાળે ગયો છે..." જિતેન્દ્રની તબિયત ઠીક નહોતી. ઉધરસ અને તાવના લીધે એનું આખુ શરીર કંપી રહ્યું હતું. ...Read More

13

અગ્નિસંસ્કાર - 13

અંશ ભલે શબ્દોનો અર્થ સમજતો ન હતો પરંતુ એટલી જાણ તો એને થઈ ગઈ હતી કે બલરાજ અંકલ પિતાના પાછળ એની માને દોષી ઠેરવી રહ્યા છે. અંશને ગુસ્સો આવતાં એણે બાજુમાં પડેલો નાનો પથ્થર બલરાજના માથે ધા કર્યો. બલરાજને ઈજા તો ન પહોંચી પરંતુ એટલું જરૂર કહ્યું." ઓહો મારા દીકરાને ગુસ્સો આવે છે, બેટા તારી ઉંમર ભણવા ગણવાની છે, તું ભણીશ તો તું તારી માને સાચવી શકીશ, નહિતર મા તારુ પેટ કઈ રીતે ભરશે?.." " બીજો બાપ કરીને....હે ને લક્ષ્મી?" કરીના બોલીને હસવા લાગી. કરીનાની વાત સાંભળીને આખુ પરિવાર હસવા લાગ્યું. ત્રણેય ભાઈઓમાંથી કોઈને પણ જીતેન્દ્રના જવાથી દુઃખ ન ...Read More

14

અગ્નિસંસ્કાર - 14

બલરાજે શિવાભાઈને ઉપરથી નીચે નિહાળ્યો અને કહ્યું. " કોણ છે તું?" શિવાભાઈ આગળ આવ્યા અને બોલ્યા. " શિવ નામ મારું.." " શિવ શિવ શિવ....નામ સાથે દારૂનું કામ બંધબેસતું નથી લાગતું હે ને! ચલ ઠીક છે કામ સાથે તારું નામ પણ બદલી નાખશું...બોલ ક્યું નામ પસંદ છે તને?" " હું તારા સાથે કામ કોઈ સંજોગે પણ નહિ કરું...સમજ્યો?" ગુસ્સામાં આવીને શિવાભાઈ બોલ્યા. ત્યાં જ બલરાજની બાજુમાં અડીખમ ઊભેલા આદમીઓ એ પોતાના બે કદમ આગળ વધાર્યા પરંતુ બલરાજે એમને અટકાવ્યા અને શિવાભાઈ તરફ જોઈને કહ્યું. " ઠીક છે..તું જઈ શકે છે...પણ એટલું યાદ રાખી લેજે..કે તારે મારી પાસે એક દિવસ કામ ...Read More

15

અગ્નિસંસ્કાર - 15

પંદર મિનિટ બાદ રસીલાની રાહનો અંત આવ્યો. હાંફતા હાંફતા શિવાભાઈ મેડિકલ સ્ટોર પહોંચ્યા અને બિલની રકમ ચૂકવી દવા હાથમાં લીધી. " આ પૈસાનું બંદોબસ્ત ક્યાંથી કર્યું?" રસીલા બેને આતુરતાઈથી કહ્યું." એ બઘું પછી કહીશ અત્યારે ચાલ..." રસિલાનો હાથ પકડીને શિવાભાઈ હોસ્પિટલ પહોંચ્યા. ડોકટરે દવા લઈને કેશવને જરૂરી ઇન્જેક્શન આપ્યું અને બાટલો ચડાવ્યો. કેશવના શરીરમાંથી તાવ ધીમે ધીમે ઘટી રહ્યો હતો. કેશવની આંખ ખોલતા જ રસીલાની આંખો ભરાઈ આવી. આખો દિવસ હોસ્પિટલમાં વિતાવીને રાતે બધા ઘરે પહોંચ્યા. કેશવને ચાદર ઓઢાડીને સુવડાવી દીધો અને પછી શાંતિથી બેસીને રસીલા એ ફરી પૈસાની વાત ઉખેળી. " હવે તો કહો આ પૈસા ક્યાંથી લાવ્યા?" ...Read More

16

અગ્નિસંસ્કાર - 16

દારૂના ધંધાને આગળ વધારવામાં આ દસ યુવાનોનો મોટા પ્રમાણમાં ફાળો હતો. આગળના એક મહિના દરમ્યાન દારૂનો ધંધો તેજ ગતિએ વધ્યો. પોલીસેથી છૂપાવીને દારૂની બોટલોને એક ગામથી બીજે ગામ આરામથી લઈ જવાતો હતો. થોડીઘણી મુશ્કેલી જ્યાં રસ્તે મળતી ત્યાં શિવા પોતાની યુક્તિ વિચારીને હલ નિકાળી લેતો.શિવાભાઈના કામથી બલરાજ ખૂબ પ્રભાવિત થયો અને એક દિવસ બોલ્યો. " વાહ શિવા વાહ...તારું કામ વખાણવા લાયક છે..પોલીસને બેવકૂફ બનાવીને જે રીતે તું માલની હેરફેર કરે છે ને, મને તો લાગે છે તારું સ્થાન મારી જગ્યાએ હોવું જોઈએ હે ને..." બલરાજ હસવા લાગ્યો અને બાદમાં એક થેલીમાં પૈસાની રકમ એમને આપી. " આ લે...આ તારી ...Read More

17

અગ્નિસંસ્કાર - 17

બલરાજની ગાડી આખરે શિવાના ઘર પાસે પહોંચી ગઈ. શિવા પોતાના પરિવાર સાથે વાતચીત કરી રહ્યો હતો. બલરાજને જોતા જ એ પોતાની પત્નીને પાછળ કરી અને પોતે આગળ થયો. " શિવા મને તારી પાસે તો આવી આશા નહોતી..." ગાડીમાંથી નીકળતા બલરાજે કહ્યું." માલિક હું તો બસ મારા પરિવારને જ મળવા આવ્યો હતો અને એ પણ બસ પાંચ મિનિટ જ...અમે હમણાં જઈને માલની ડિલિવરી કરી નાખીએ..." શિવા આટલું કહીને પોતાના ટ્રકમાં બેસવા ગયો પરંતુ એમને રોકતા બલરાજે કહ્યું. " એની કોઈ જરૂર નથી...માલની ડિલિવરી તો હું બીજા ટ્રક ડ્રાઈવર પાસે પણ કરાવી શકતો હતો છતાં પણ મેં તને પસંદ કર્યો પૂછ ...Read More

18

અગ્નિસંસ્કાર - 18

બે વર્ષ બાદ લક્ષ્મીના ઘરની હાલત ખરાબ થવા લાગી હતી. એક એક પૈસા જે બચાવી રાખ્યા હતા એ પણ ભણતરના ખર્ચમાં વપરાઈ જતા હતા. પેટ ભરવા માટે પણ જરૂરી કામ મળવું મુશ્કેલ થઈ રહ્યું હતું. ત્યારે લક્ષ્મી એ અમરજીતના ઘરે નોકરાણી તરીકે કામ કરવાનું નક્કી કર્યું. સવાર સાંજ બે ટાઇમ ઘરની રસોઇ અને સાફ સફાઈનું કામ લક્ષ્મી કરતી હતી. " આવી ગઈ લક્ષ્મી, ચલ જલ્દી નાસ્તો તૈયાર કરીને આપ... આજ તો ભૂખથી હાલત ખરાબ થઈ રહી છે.." કરીના આખો દિવસ આળસુ પડીને બેસી રહેતી અને જ્યારે લક્ષ્મી એ ઘરનું કામ સંભાળી લીધું હતું એ દિવસથી એ સોફા પરથી ઉભા ...Read More

19

અગ્નિસંસ્કાર - 19

એ ઘટના બાદ લક્ષ્મી એ અમરજીતના ઘરે જવાનું ટાળી વાળ્યું હતું. એના બદલે લક્ષ્મી એ માત્ર સિલાઈ કામ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. રાતે માત્ર બે કલાક નીંદર કરીને આખો દિવસ બસ સિલાઈ મશીન પર જ બેઠી રહેતી. ઘરની અને માની આવી ગંભીર હાલત જોઈને અંશ પણ ઉંમર પહેલા મોટો થઈ ગયો. તેમણે ઘરે પૈસા આપવાનું શરૂ કરી દીધું. એક મહિના બાદ સ્કુલેથી આવીને અંશે એક મોટી રકમ મમ્મીના હાથમાં સોંપી." આટલા બધા પૈસા?? તું ક્યાંથી લાવ્યો?? સાચું સાચું બોલ તે ચોરી નથી કરી ને??" " મા હું તારો દીકરો છું...આ પૈસા મેં ચોરી કરીને નહી પણ મહેનત કરીને ...Read More

20

અગ્નિસંસ્કાર - 20

અંશ પોતાના ચહેરા પરથી રૂમાલ હટાવવા જઈ રહ્યો હતો કે અમરજીતનો બેંગલોરનો એક મિત્ર આવી ગયો. " હેય... અમરજીત..." દૂરથી એ મિત્રે રાડ નાખીને કહ્યું. " રિષભ તું અહીંયા!! વોટ અ સરપ્રાઈઝ!" અમરજીત ઊભો થઈને રિષભના ગળે મળ્યો. આ મોકાનો ફાયદો ઉઠાવતો અંશ ત્યાંથી ચાલતો બન્યો. આ રીતે અંશે પોતાની ઓળખ છૂપાવી રાખી અને કામ કરીને ઘરે પૈસા આપતો રહ્યો. **********અંશ અને કેશવ બંને દસ વર્ષના થઈ ગયા હતા અને કેશવનું પાંચમા ધોરણનું રિઝલ્ટ આવી ગયું હતું. કેશવના રીજલ્ટથી દુઃખી રસીલા એ કહ્યું. " હું શું કરું તારું..તને કેટલી વખત કીધું છે કે વાંચવા બેસ, વાંચવા બેસ પણ નહિ ...Read More

21

અગ્નિસંસ્કાર - 21

કેશવે પોતાના બન્ને હાથોને માટીથી સાફ કર્યા. ત્યાર બાદ શેર સામે નજર કરીને પહેલો હમલો કર્યો. શેરની ઊંચાઈ કેશવથી હતી અને બળ પણ વધારે પ્રમાણમાં હતું. એટલે કેશવના હમલાથી શેરને કોઈ ફરક પણ ન પડ્યો. તેણે તરત કેશવને કોલરથી પકડીને ઊંચો કર્યો અને જોરથી નીચે પછાડી દીધો. કેશવ ધડામ દઈને જમીન પર પચડાતા એમનું આખુ શરીર દર્દ કરવા લાગ્યું. " કેશવ જીદ છોડ..ચલ આપણે ભાગી જઈએ..." રાઘવે કહ્યું. ત્યાં કેશવે રાહ જોવાનો ઈશારો કર્યો અને ફરી ધૂળ ખંખેરતો ઉભો થયો. શેર કમર પર હાથ ટેકવી ઘમંડ કરતો હસી રહ્યો હતો. ત્યાં જ અચાનક કેશવ આગળ વધ્યો અને ઊંચો કૂદકો ...Read More

22

અગ્નિસંસ્કાર - 22

ચંદ્રશેખર ચૌહાણની પત્ની સરિતાબેન રાતના સમયે મોં પર દુપ્પટો બાંધીને લક્ષ્મીના ઘર તરફ પહોંચી. રાતના સમયે દરવાજા ઠપકરવાના અવાજ લક્ષ્મી ફરી ભયભીત થઈ ગઈ. પરંતુ દરવાજો ખોલવો પણ જરૂરી હોવાથી તેમણે હાથમાં લાકડી પકડીને દરવાજો ખોલ્યો તો સામે એક સાડી પહેરેલી યુવતી દેખાઈ. " તમે કોણ?" લક્ષ્મી એ પૂછ્યું. સરિતા એ દુપ્પટો ખોલ્યો તો લક્ષ્મીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. " તમે આ સમયે અહીંયા?" લક્ષ્મી એ પૂછ્યું." અંદર બેસીને વાત કરીએ..." " હા હા આવો આવો...." સરિતા પલંગ પર બેઠી અને લક્ષ્મીને કામકાજ અને તબિયતના રક સરિતા??" " આ તારા પતિની કમાણીના પૈસા છે..." " મતલબ હું કઈ ...Read More

23

અગ્નિસંસ્કાર - 23

પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર થઈને આવે એ પહેલા જ વિજયે ગામની માહિતી લેવાની શરૂ કરી દીધી. રાતના સમયે વિજય અને સાથીદાર પાટીલ જીપ મારફતે ગામમાં નજર કરવા નીકળી પડ્યા." સર આપણે રાતના સમયે ગામમાં શું જોવા નીકળ્યા છીએ?" " ખૂની ખૂન કર્યા બાદની કેટલીક રાતો ચેનથી સૂઈ શકતો નથી..અને જ્યારે કોઈ વ્યક્તિને નીંદર ન આવે તો એ શું કરે?" " ઘર બહાર આંટાફેરા મારવા નીકળે છે..." " વાહ પાટીલ...તું તો હોશિયાર થઈ ગયો..." " થેંક્યું સર..." " બસ હવે તારી નજર મારા પર નહિ પરંતુ આસપાસ ફરવી જોઈએ.. થોડુંક પણ અજુગતું લાગે એટલે મને તુરંત જાણ કર..." " ઓકે સર..." ...Read More

24

અગ્નિસંસ્કાર - 24

વાતચીત કરતા કરતાં વિજય અને આરોહી ગામમાં પહોચી ગયા. તે ગામના ચોકની વચ્ચે ગયા અને આસપાસના ઘરો જોવા લાગ્યા. એક ઘરમાં વિજય અને આરોહી પહોંચ્યા. પોલીસની વર્દીને જોતા જ ઘરનો માલિક બોલ્યો. " આવો સાહેબ...અરે જમના પાણી લાવતો..." " અરે એની કોઈ જરૂર નથી..અમે બસ થોડીક પૂછતાછ કરવા આવ્યા છીએ..." " શું થયું? અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે?" માલિકે ડરતા ડરતા કહ્યું." અરે ના ના અંકલ, તમારા વિશે નહિ અમે તો કાલે જે નાનુ અંકલનું મોત થયું છે ને એના વિશે જાણવા આવ્યા છીએ.." " એ તો ખૂબ સારા માણસ હતા..હંમેશા કામથી કામ જ રાખતા હતા હે ને ...Read More

25

અગ્નિસંસ્કાર - 25

" કરીના, નાસ્તો તૈયાર કર્યો કે મારે ઓફીસે જવા માટે લેટ થાય છે?" અમરજીતે કહ્યું." હા બસ તૈયાર થઈ ગયો.." કરીના ઊઠીને સીધી રસોડામાં જ જતી રહી અને નાસ્તો તૈયાર કરવા લાગી. અમરજીત બાથરૂમમાંથી બહાર આવ્યો અને શર્ટના બટન બંધ કરતો ડાઇનિંગ ટેબલ પર બેસ્યો. નાસ્તો કર્યા બાદ અમરજીતે દરવાજે ઊભીને કહ્યું... " કરીના...હું જાવ છું...." " હા હા બાય..." કરીનાનું ધ્યાન અમરજીતની જગ્યાએ બીજુ કઈક શોધવામાં હતું. અમરજીત આગળ કંઈ બોલ્યો નહિ અને ઓફિસે જવા નિકળી ગયો. " ક્યાં ગઈ મારી કિટ્ટી??" આખુ ઘર શોધી કાઢ્યું પરંતુ કિટ્ટી ક્યાંય ન મળી. કરીના વધુ પરેશાન થવા લાગી. તેણે ઘરની ...Read More

26

અગ્નિસંસ્કાર - 26

કરીનાને પોલીસ સ્ટેશને એક બંધ રૂમમાં ખુરશી પર બેસાડીને પૂછતાછ કરવામાં આવી. વિજય સર સામેના ટેબલ પર બેસી સવાલ રહ્યા હતા. " કરીના અમરજીત ચૌહાણ....લવ મેરેજ કર્યા છે ને..અને પોતાના લવર જ ખૂન કરી નાખ્યું!!" વિજયે કહ્યું. " સર.. મારી મજબૂરી હતી...નહિતર મને અમરજીતનું ખૂન કરવાથી શું પ્રાપ્ત થવાનું હતું?" કરીના એ કહ્યું." કેવી મજબૂરી??" સંજીવે પૂછ્યું.કરીના એ જે હકીકત હતી એ જણાવી દીધી. કરીનાની વાત સાંભળીને વિજય હસવા લાગ્યો." શું કહાની બનાવી છે!!! એક કિટ્ટી નામની બિલાડી માટે તે પતિનું ખૂન કરી નાખ્યું!..." વિજયનું હસવાનું હજુ પણ ચાલુ જ હતું. " સર એ કિટ્ટી મારા માટે સર્વસ્વ છે...એને ...Read More

27

અગ્નિસંસ્કાર - 27

બે દિવસ પછી" ભાઈ આ શું થઈ રહ્યું છે? એક પછી એક ખૂન એ પણ આપણા ઘરમાં જ!! ચંદ્રશેખરે " મને પણ કઈ સમજાતું નથી કે કોણ છે એ કાતિલ કે જે ચોરી છૂપે આપણા પરિવાર પર હમલો કરી રહ્યો છે? એક વખત મારી સામે આવી ગયો ને તો એને તો હું જીવતો સળગાવી નાખીશ...." ક્રોધથી બલરાજ સિંહની આંખો લાલઘૂમ થઈ ગઈ હતી. બન્ને વાતચીત કરી જ રહ્યા હતા કે વિજય અને એની ટીમ એના ઘરે આવી પહોંચી. " સર તમે અહીંયા??" સોફા પરથી ઉભા થઈને બલરાજે કહ્યું. " દસ મિનિટમાં મને તમારા ઘરના દરેક સદસ્ય હોલમાં હાજર જોઈએ.."" ...Read More

28

અગ્નિસંસ્કાર - 28

આરોહી અને પ્રીશા રાતના સમયે ગામની સીમમાં આંટાફેરા મારી રહ્યા હતા. " આ સમયે કોણ જાગતું હશે કે સરે સીમમાં મોકલી દીધા..." બગાસું ખાતી પ્રિશા એ કહ્યું." તું બસ આસપાસ નજર રાખ...જોજે કોઈ સબૂત નજરમાંથી છુટી ન જાય..." આરોહી એ ચારેકોર નજર ફેરવતા કહ્યું. બન્ને ધીમે ધીમે ગામની અંદર અને બહાર ચોકીદારી કરી રહ્યા હતા." તને નથી લાગતું વિજય સરે લગ્ન કરી લેવા જોઈએ?" પ્રિશા બોલી ઉઠી. આરોહીના પગ રુકી ગયા અને એક નજર સીધી પ્રિશા પર નાખી." તને લગ્નમાં નાચવાનો ખૂબ શોખ લાગે છે..."" ના મતલબ.. સરની લગ્ન કરવાની ઉંમર પણ વિતી રહી છે ને એ હજી સિંગલ ...Read More

29

અગ્નિસંસ્કાર - 29

" ગુડ મોર્નિંગ એવરીવન..." વિજયે પોલીસ સ્ટેશને પહોંચતા કહ્યું." વેરી ગુડ મોર્નિંગ સર...." ટેબલ પર બેઠી આરોહી બોલી." ચાલો સારા સમાચાર સંભળાવો..." વિજયે આળસ મરડતા કહ્યું." સર મારી પાસે છે..." આર્યન હાંફતો હાંફતો આવ્યો. " તારા ચહેરા પરની ખુશી પરથી લાગે છે કોઈ સબૂત હાથમાં લાગી ગયું છે.." " એવું જ કઈક સમજી લ્યો...જોવો સર, આ તસ્વીર.." " આ તો કોઈ સાઇકલના પૈડાના નિશાન છે..." તસ્વીરને જોતા વિજયે કહ્યું." હા સર સેમ આ જ સાઇકલના પૈડાના નિશાન અમને અમરજીતના ઘરની પાછળથી મળ્યા છે, અને પેલા અંકલની લાશને જ્યાં ફાંસીના ફંદામાં લટકાવી રાખી હતી એ વૃક્ષની આસપાસ પણ આ જ ...Read More

30

અગ્નિસંસ્કાર - 30

અપરાધીને પકડવાની પોલીસ પોતાની પૂરી કોશિશ કરી રહી હતી. વિજય અને એની ટીમ રાત દિવસ બસ આ જ કેસને કરવામાં લાગ્યા હતા. જેમ એક પછી એક પઝલ સોલ્વ થઈ રહ્યા હતા તેમ અચાનક જ બીજા પઝલો આવીને ઊભા રહી જતા હતા. સૌથી વધારે ડર તો હવે બલરાજના ફેમિલીને લાગતો હતો. બલરાજની તો રાતોની નીંદર જ ઉડી ગઈ હતી. બેફામ ઘૂમતો બલરાજ હવે ઘરમાં જ પુરાઈને બેસી રહેવા લાગ્યો હતો. હાલત તો એવી થઈ ગઈ હતી કે એમણે ઘર બહારના વ્યક્તિઓ સાથે મળવાનું જ બંધ કરી નાખ્યું હતું. પરિવાર સિવાયના બીજા બધા વ્યક્તિઓને એ અપરાધીની નજરે જોવા લાગ્યો હતો. ડર ...Read More

31

અગ્નિસંસ્કાર - 31

બે વર્ષ પહેલા લક્ષ્મી એ લાગણીમાં તણાઈને અંશને એના જન્મ સમયની ઘટના કહી દીધી હતી. કે કઈ રીતે એમના ભાઈને નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. બલરાજ, ચંદ્રશેખર અને અમરજીત સિંહે જે પીડાઓ લક્ષ્મી અને જિતેન્દ્રને આપી હતી એ બધી કહાની લક્ષ્મી એક પછી એક અંશને કહેવા લાગી. પોતાના કહેવાતા સબંધીઓનો અસલી ચહેરો જાણીને અંશને ખૂબ ગુસ્સો આવ્યો. બદલાની આગ ભીતર ભડકી ઉઠી. પરંતુ જ્યારે લક્ષ્મી એ પિતાના મૃત્યુની હકીકત જણાવી ત્યારે અંશ પૂરી રીતે હારી ગયો હતો. જિતેન્દ્ર એ પોતાના સગા સબંધીઓથી હારીને પોતાનો જીવ લીધો હતો. આ હકીકત અંશ સહન ન કરી શક્યો અને આંસુ છુપાવતા એ નદીના ...Read More

32

અગ્નિસંસ્કાર - 32

બે વર્ષ સુધી અંશ અને કેશવ એકબીજાને ચોરીછૂપે મળતા રહ્યા. ન તો અંશે એમની મા લક્ષ્મીને જાણ થવા દીધી ન કેશવે અંશ વિશે એની માને કોઈ જાણકારી આપી. બન્ને ચોરીછુપે પોતાના બદલાને પૂરો કરવા માટે પ્લાન ઘડતા રહ્યા. વર્તમાનમાં આર્યન વહેલી સવારે જ વિજયના ઘરે પહોંચી ગયો હતો કારણ કે વિજયે આ કેસની મીટીંગ પોતાનાં ઘરે રાખી હતી. " ગુડ મોર્નિંગ સર..." આર્યને આવીને કહ્યું." તું તો ટાઇમ પહેલા જ આવી ગયો, આવ બેસ સાથે બ્રેકફાસ્ટ કરીએ...." નાસ્તો કરતો વિજય બોલ્યો." નો સર થેંક્યું...." " તો શું થયું? વાત આગળ વધી કે તમારી?" " કઈ વાત સર?" " તમને ...Read More

33

અગ્નિસંસ્કાર - 33

પ્રિશા એ અંશની રાઇટીંગ લઈને કરીના પાસે ગઈ અને કરીનાને બતાવી. કરીના એ ખુબ ધ્યાનપૂર્વક રાઇટીંગને જોઈ અને કહ્યું. નો મેમ આ એ રાઇટીંગ નથી..." પ્રિશાનો શક દૂર થઈ ગયો અને આ ઘટના તેમણે વિજયને જઈને કહી." તો તારો ડાઉટ કલીયર થઈ ગયો? " વિજયે કહ્યું." હા સર..." ઉદાસ મન સાથે પ્રિશા એ કહ્યું." લિસન એવરીવન...હું ચાહું છું કે તમે થોડાક દિવસ આ કેસથી દૂર રહીને કાલથી શરૂ થતી નવરાત્રિમાં એન્જોય કરો..દિમાગ ફ્રેશ થશે તો કેસ સોલ્વ કરવામાં સરળતા રહેશે." " ઓકે સર..." બધા એ એકસાથે કહ્યું. ગામડાંઓની નવરાત્રીનો લોકો એ ખુબ આનંદ માણ્યો. આર્યન આ નવરાત્રિનો પૂરો સમય ...Read More

34

અગ્નિસંસ્કાર - 35

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સંજીવે કહ્યું. " સર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ ચંદ્રશેખરને ટ્રેક્ટરથી બાંધ્યા પહેલા સામાન્ય એવી બેહોશીની દવા આવી હતી..." " પહેલા ચંદ્રશેખરને બેહોશ કર્યો, પછી ટ્રેકટરની પાછળ દોરીથી બાંધ્યો અને પછી આખા ખેતરમાં ક્રૂરતાથી ખેંચવામાં આવ્યો.." વિજયે કહ્યું." સર, મેં ચંદ્રશેખર વિશે થોડી માહિતી મેળવી તો જાણવા મળ્યું કે ગામની અડધી જમીન તો માત્ર એના નામે જ છે! કેટલીય જમીન તેમણે બળપૂર્વક લોકો પાસેથી છીનવીને પોતાના નામે કરી છે...અને જે કોઈ વ્યક્તિ એના ખેતરે કામ કરવા આવતા એની મજૂરી પણ ચંદ્રશેખર પૂરી આપતો ન હતો.. હિ વોઝ નોટ અ ગુડ મેન..." આરોહી એ કહ્યું." ચંદ્રશેખર નું ખૂન ...Read More

35

અગ્નિસંસ્કાર - 34

" સરિતા સારું થયું તું આવી ગઈ! મને બચાવી લે...સરિતા પ્લીઝ મને બચાવી લે..." અસહાય પડ્યો ચંદ્રશેખર બોલ્યો.સરિતા એ સામે પણ ન જોયું અને કેશવને અંશ સમજીને કહ્યું. " આજ તું એક રાવણનો વદ કરવા જઈ રહ્યો છે... ભગવાન તને શકિત અર્પે..." સરિતા ત્યાંથી જતી રહી અને ચંદ્રશેખર સરિતાના નામની બુમો પાડતો રહ્યો. કેશવે ફરી ટ્રેકટર ચાલુ કર્યું અને આગળ રહેલા કાંટાઓમાં ટ્રેકટર ચલાવ્યું. " નહિ નહિ નહિ!!!!" આગળ બાવળના ઝાડ જોઈને ચંદ્રશેખર બચાવ માટે રાડ નાખી. પરંતુ કેશવે ટ્રેકટર બાવળ પર ચલાવી દીધું. ચંદ્રશેખરના આખા શરીર પર બાવળના કાંટાઓથી ભરાઈ ગયું. શરીરના અલગ અલગ જગ્યાએથી કાંટાઓ ખુંચવાને લીધે ...Read More

36

અગ્નિસંસ્કાર - 36

અંશનું દિમાગ કામ કરતું બંધ થઈ ગયું. એ સારી રીતે જાણતો હતો કે પોલીસને એના પર પૂરેપૂરો શક છે. એણે કોઈ હોશિયારી કર્યા વિના વિજય સાથે જવું ઉચિત સમજ્યું. બે જોડી કપડાં ભરેલો થેલો લઈને અંશ જીપમાં બેસ્યો.જીપ પોલીસ સ્ટેશને પહોંચે એ પહેલા વિજય અને સંજીવે ઘણા સવાલો કર્યા પરંતુ અંશે અડગ રહીને આત્મવિશ્વાસ સાથે દરેક સવાલોના જવાબ આપ્યા. થોડીવારમાં ગાડી પોલિસ સ્ટેશને પહોંચી. જ્યાં પ્રિશા, આર્યન અને આરોહી પહેલેથી જ હાજર હતા. " તને જોઇને લાગતું નથી તું સતર વર્ષનો છોકરો છે..." પ્રિશા એ કહ્યું. " તમને જોઇને મને પણ નથી લાગતું કે તમે પચીસ વર્ષના છો, એ ...Read More

37

અગ્નિસંસ્કાર - 37

" આજ તો હું મારા દિલની વાત પ્રિશાને કહીને જ રહીશ..." એક હોટલમાં આર્યને પ્રિશાને મળવા માટે કહ્યું હતું. હમણાં પ્રિશા આવતી જ હશે, હે ભગવાન પ્લીઝ કઈ ગડબડ થાય તો સંભાળી લેજે.." આર્યન ઈશ્વરને પ્રાથના કરી રહ્યો હતો ત્યાં જ સામેથી પ્રિશા લાલ ટોપમાં આવતી દેખાઈ. " શું થયું? કે તે અચાનક મને અહીંયા બોલાવી?" પ્રિશા ઉતાવળા પગે ટેબલ પર બેઠી. આર્યન આગળ કંઈક કહે એ પહેલા જ પ્રિશાનો ફોન રણક્યો અને ફોન ઉપાડતાં એ બોલી. " હ..મમ્મી.." પ્રિશા એના મમ્મી સાથે વાત કરવામાં મશગૂલ થઈ ગઈ. " મમ્મી... મારે તમને કેટલી વખત કહેવું કે મારે અત્યારે લગ્ન ...Read More

38

અગ્નિસંસ્કાર - 38

અડધી રાતે વિજયના ફોનમાં આરોહીનો કોલ આવ્યો. " રાતના એક વાગ્યે ફોન કર્યો? શું થયું?" વિજયે લાઈટ ઓન કરી આંખ ચોળતા કહ્યું. " સર બેડ ન્યુઝ છે...." આરોહી એ ગભરાતા કહ્યું. " શું થયું આરોહી?" બેડ પરથી ઉભા થતા વિજય તુરંત બોલ્યો. આરોહીની વાત સાંભળીને વિજય અને એની ટીમ ગામની બહાર આવેલા એક મેદાનમાં પહોંચી ગયા.મેદાનની વચ્ચો વચ્ચ ખુરશી પર કરીનાને બાંધી રાખવામાં આવી હતી. એના મોં પર કાળા રંગની પટ્ટી બાંધીને મોં બંધ કરી દેવામાં આવ્યું હતું. ગળાથી શરૂ કરીને પગની પાની સુધી દસેક જેટલા વીજળીના તાર બાંધેલા હતા. જેનો તાર એકબીજા સાથે જોડાયેલા હતા. દરેક તાર ખુરશીથી ...Read More

39

અગ્નિસંસ્કાર - 39

આર્યનની કિટ્ટી પર ગોળી ચલાવાની હિંમત ન થઈ અને કિટ્ટી કરીનાને મળવા માટે આગળ દોડતી ગઈ. કરીના ઇશારામાં કિટ્ટીને કહી રહી હતી પણ અફસોસ કિટ્ટી ન રૂકી અને કરીનાની આગળ રહેલા તાર પર પગ મૂકી દીધો. આની સાથે જ તાર વડે વીજળી કરીનાના આખા શરીર પર દોડી ગઈ. તડપતી તડપતી કરીનાનું આખરે મોત થઈ ગયું. ગામના બધા લોકો એ આંખો મીચી દીધી. અને ભગવાનને પ્રાથના કરવા લાગ્યા કે ઈશ્વર કરીનાની આત્માને શાંતિ અર્પે. આ સાથે જ વિજયની ટીમ દોડતી થઈ ગઈ અને કરીનાની બોડીને ખુરશી પરથી ઉતારી નાખવામાં આવી. લોકો ગુસ્સો કરતાં પોતાના ઘરે જતા રહ્યા. કરીનાના સબંધીઓ બસ ...Read More

40

અગ્નિસંસ્કાર - 40

" હું આજ રાતે જ ગામ છોડીને ચાલ્યો જાવ છું..." બલરાજે પોતાનો અંતિમ નિર્ણય સંભળાવ્યો." પણ પોલીસને ખબર પડશે તમે ભાગી ગયા તો...?" બલરાજનો આદમી બોલ્યો." પોલીસને જણાવશે કોણ? હું અચાનક ગાયબ થઈ જઈશ તો પોલીસ એવું જ સમજશે કે ક્રિમીનલે મને કીડનાપ કરી લીધો છે...અને હું ક્રિમીનલથી પણ બચી જઈશ અને પોલીસથી પણ..." બલરાજ ખુદના બનાવેલા પ્લાનથી ખુશ થતો બોલ્યો.રાતના બે વાગ્યે જ્યારે ગામમાં પરમ શાંતિ છવાઈ હતી. ત્યારે બલરાજ પોતાની જીપ લઈને જંગલના રસ્તે જવા નીકળી ગયો. બલરાજે અંતિમ વખત મુલાકાત એના આદમી સાથે જ કરી હતી. ગાડી જંગલના કાચા રસ્તે ચલાવતા બલરાજ ખુશ થતો બોલ્યો. " ...Read More

41

અગ્નિસંસ્કાર - 41

પિસ્તોલમાં ગોળી ભરતા વિજયે પોતાની ટીમને કહ્યું. " અંશ પર ગોળી ચલાવી પડે તો હાથ જરા પણ ન ધ્રુજવો " યસ સર..." " તો ચાલો સાથે મળીને આ કેસને એન્ડ કરીએ...." બધા એ સાથે મળીને પિસ્તોલને રિલોડ કરી અને સાથે જીપમાં બેસી જંગલ તરફ બલરાજને શોધવા નીકળી ગયા. બલરાજ થોડા સમય પછી હોશમાં આવ્યો. હાથ પાછળની તરફ બંધાયેલા હતા. અને મોં પર પટ્ટી બાંધેલી હતી જેથી બલરાજ કઈક બોલી શક્યો નહિ. ત્યાર બાદ કેશવે થોડાક સમય માટે બલરાજના મોંમાંથી પટ્ટી નિકાળી અને ત્યાં જ બલરાજે કહ્યું. " કોણ છે તું?? ડરપોકની જેમ છૂપાઈને શું વાર કરે છે હિંમત હોય ...Read More

42

અગ્નિસંસ્કાર - 42

વિજય ધીમા પગે આગળ વધ્યો તો જીપની આસપાસ કોઈ ન દેખાયું. " સર હું આરોહીને કોલ કરીને અહીંયા બોલાવી છું.."સંજીવે કોલ કરવાની કોશિશ કરી પરંતુ જંગલમાં નેટવર્ક ન આવવાને લીધે કોલ ન ગયો. " શું થયું? " વિજયે પૂછ્યું." સર જંગલમાં નેટવર્ક નથી આવી રહ્યું..લાગે છે મારે આરોહી પાસે જઈને જ એને લાવી પડશે.." " મારી જીપ લઈને જા અને જલ્દી આવજો તમે?" " સર તમે નહિ આવો?" " ના અહીંયા હું બલરાજ પર ધ્યાન રાખું છું તું જા જલ્દી.." " ઓકે સર.." સંજીવ જીપ લઈને ત્યાંથી આરોહીની ટીમને લેવા નીકળી ગયો. વિજય વધુ સમય રાહ ન જોઈ શક્યો ...Read More

43

અગ્નિસંસ્કાર - 43

" આ એ જ લીલા છે જેમની સાથે આ બલરાજે બળાત્કાર કર્યો હતો...અને જ્યારે એના પતિને ખબર પડી અને કર્યો તો બલરાજના કહેવાથી હરપ્રીત એ આના પતિનું ખૂન કરી નાખ્યું..." અંશે કહ્યું.વિજય ચૂપચાપ સાંભળી રહ્યો. " આ વાત અહીંયા જ પૂરી નથી સાહેબ...આ બલરાજે લીલા જેવી કેટલીય સ્ત્રીઓ સાથે રેપ કર્યું છે...કેટલીય સ્ત્રીઓ એ આત્મહત્યા કરીને પોતાની જીવન ટુંકાવ્યું છે...માત્ર આ બળાત્કારી બલરાજના લીધે....અને જ્યારે આનું મન ન ભરાયું તો ગામવાસીઓનું પણ શોષણ કરવાનું શરૂ કરી દીધું. છેલ્લા પંદર વર્ષથી આ ગામ નર્ક સમાન બની ગયું છે..છે કોઈ આનો રિપોર્ટ તમારી પાસે?? કરી શકશો દરેક ગામવાસીઓનો ન્યાય..?" અંશ વિજયની ...Read More

44

અગ્નિસંસ્કાર - 44

અંશ જોરજોરથી હસવા લાગ્યો. વિજય વિચારમાં પડી ગયો અને બોલ્યો. " આમા હસવા જેવી શું વાત છે?" " હસુ તો શું કરું? મને તો એમ વિચાર આવે છે કે તમને પોલીસની નોકરી આપી કોણે? એ પણ ઇન્સ્પેકટરની.." અંશ હજી પણ હસી જ રહ્યો હતો. " સાફ સાફ બોલ તું કહેવા શું માંગે છે??" વિજયે પરેશાન થતાં કહ્યું." તને શું લાગે છે અમે આ પ્લાન હમણાં ક્રિયેટ કર્યો છે...બલરાજનું જંગલ તરફ આવવું..જીપમાં પંચર પડવું.... આ બધો મારા પ્લાનનો હિસ્સો છે...અને હા ખાસ વાત તો રહી જ ગઈ..તમારી ટીમમાં તો પાંચ જણા હતા ને બાકી બચ્યા ત્રણ ક્યાં રહી ગયા?? એવું ...Read More

45

અગ્નિસંસ્કાર - 45

સરિતા, કેશવ અને અંશે સાથે મળીને વિજયને પકડી પાડયો અને જંગલ તરફ તેઓ નીકળી પડ્યા. થોડીવારમાં પ્રિશા આરોહી અને મેન રોડ પર પહોંચી ગયા. " પેલી તો વિજય સરની જીપ છે ને!" પ્રિશા એ કહ્યું. " હા પણ આ શું? હેડ લાઈટ તૂટેલી કેમ છે?" આર્યને જીપ પાસે આવતા કહ્યું. " જરૂર વિજય અને સંજીવ સર સાથે કઈક બન્યું છે.." " તો તો જલ્દી આપણે એની પાસે પહોચવું પડશે.." આર્યને કહ્યું.આરોહીની ટીમ વિજયને શોધવા જંગલમાં નીકળી ગઈ. વિજયને દોરીથી બાંધીને એના મોંમાં રૂમાલ ઘુસેડી દેવામાં આવ્યો હતો. જંગલની વચ્ચો વચ્ચ પહોંચીને અંશે જોયું તો સંજીવ લીલાને પકડીને આસપાસ નજર ...Read More

46

અગ્નિસંસ્કાર - 46

કેશવની દોડવાની ઝડપ આર્યન કરતા વધારે હતી. બન્ને દોડતા દોડતા મેન રોડ તરફ પહોંચ્યા. થોડાક સમય બાદ આર્યનને કેશવ બંધ થઈ ગયો. તેથી તે રસ્તા વચ્ચે ઉભો આસપાસ નજર કરવા લાગ્યો. કેશવ વિજયની જીપ પાછળ છુપાયેલો હતો. ત્યાં જ એમની નજર જીપમાં પડેલી ચાવી પર ગઈ. ધીમે કરીને તે જીપની અંદર પ્રવેશ્યો અને જીપ ચાલુ કરી. જીપ ચાલુ થતાં જ આર્યનનું ધ્યાન એ તરફ ગયું. જોયું તો જીપમાં કેશવ હતો. કેશવ તુરંત જીપ આર્યન તરફ ચલાવવા લાવ્યો. અચાનક સામે આવતી જીપને જોઈને અનાયાસે એના હાથમાં રહેલી પિસ્તોલ જીપ તરફ ચાલી ગઈ. ગોળી સીધી જીપની આગળ રહેલા કાચ પર ટકરાઈ. ...Read More

47

અગ્નિસંસ્કાર - 47

સાત દિવસની રજા બાદ સૌ ફરી એકજૂથ થયા. " આ કેસનો અંત હજુ નથી થયો..નથી આપણે પૂરી રીતે જીત્યા કે નથી હજી આપણે હાર માની છે...જ્યાં સુધી આપણે અંશ અને કેશવને જેલના સળિયા પાછળ ધકેલી ન દઈએ ત્યા સુધી આપણે દિવસ રાત મહેનત કરવાની છે.."" સર પણ હોસ્પિટલમાં જે છે એ અંશ છે કે કેશવ એ ખબર નથી તો પછી આગળની કાર્યવાહી કઈ રીતે કરીશું?" આર્યને કહ્યું." એના પાસ્ટ વિશે જાણીને...આજથી આપણા સૌનું કામ બસ એક જ રહેશે અંશ, કેશવ અને બલરાજના પાસ્ટ વિશેની જાણકારી મેળવવી. એક એક માહિતી મને જોઈએ... નાની અમથી એની આદતોથી લઈને એમની કુટેવો શું ...Read More

48

અગ્નિસંસ્કાર - 48

જ્યારે આરોહી બલરાજ વિશે માહિતી એકઠી કરી રહી હતી ત્યાં આ તરફ વિજય અને સંજીવ લીલાને મળવા લોકઅપમાં ઘૂસ્યા " તારી અંશ સાથે પહેલી મુલાકાત ક્યારે થઈ?" વિજયે પૂછ્યું." અંશને મળવું એ તો મારા નસીબની વાત હતી..એના થકી તો મને ન્યાય મળ્યો છે નહિતર આજ પણ બલરાજ મારું શોષણ કરતો રહેતો હોત.." લીલા બેઘડક બોલી." બલરાજે જે કર્યું એનું ફળ તો એને મળી ગયું છે હવે અંશના કર્મોનો હિસાબ થશે બોલ તું અંશ સાથે ક્યાં અને કઈ રીતે મળી?" " હું જ્યારે મારા પતિનું અગ્નિસંસ્કાર કરીને ઘરે આવી ત્યારે મારી પાછળ હરપ્રીત આવ્યો..પોતાની હવસની ભૂખ પૂરી કરવા માટે...પરંતુ એ ...Read More

49

અગ્નિસંસ્કાર - 49

આખરે આર્યને કેશવનું ઘર શોધી જ લીધું. કેશવની મા રસીલા સાથે વાત કરતા આર્યન બોલ્યો. " તમારો દીકરો ફરાર ગયો છે...અને અમારી પોલીસ એમની શોધખોળ કરવામાં લાગી છે...એટલે જો તમે કેશવ વિશે માહિતી આપશો તો અમે તમારા કેશવને જલ્દી શોધી શકીશું....તો શું કેશવ તમારો જ દીકરો છે?" " કેશવના લોહીમાં ભલે મારું લોહી નથી દોડી રહ્યું પણ એના રગ રાગથી હું સારી રીતે વાકેફ છું...જ્યારે કેશવ અને અંશ વિશે મને જાણ થઈ તો મને લાગ્યું મારો કેશવ કોઈનો જીવ ન લઈ શકે! પણ જ્યારે મને એ ખબર પડી કે કેશવે બલરાજનું ખૂન કર્યું છે તો મારા જીવને શાંતિ થઈ...મારા ...Read More

50

અગ્નિસંસ્કાર - 50

" હવે બસ પ્રિશાની રાહ છે, જોઈએ એને અંશ વિશે શું માહિતી મળે છે?" વિજયે કહ્યું. પ્રિશા એ કોઈ પ્રકારના સવાલ જવાબ કર્યા વિના સૌ પ્રથમ અંશના મમ્મીનો ખ્યાલ લીધો. અંશની યાદદાસ્ત જવાથી લક્ષ્મી પૂરી રીતે હિંમત હારી ગયા હતા. એમાં પણ ખૂનનો આરોપ પણ એના દીકરા માથે જ હતો. પ્રિશા એ લક્ષ્મી માટે જમવાનું બનાવ્યું અને સાથે મળીને ભોજન પણ ગ્રહણ કર્યું. જમવાનું પત્યા બાદ પ્રિશા એ આરામથી લક્ષ્મીને પૂછ્યું. " મા જી હું અહીંયા અંશ વિશે જાણવા આવી હતી?" " કેમ? મારા અંશ વિશે જાણીને તમે શું કરશો?" ગુસ્સામાં લક્ષ્મી એ કહ્યું. બહાનું આપતા પ્રિશા એ કહ્યું. ...Read More

51

અગ્નિસંસ્કાર - 51

વહેલી સવારે વિજય અને સંજીવ અંશને મળવા હોસ્પિટલ ખાતે પહોંચ્યા." હેલો ડોકટર સાહેબ..." વિજય બોલ્યો. " જી બોલો..." " અંશને થોડાક સમય માટે મળવા માંગીએ છીએ શું અમે મળી શકીએ?" વિજયે પૂછ્યું." શું મઝાક કરો છો સાહેબ, અંશ તો કાલ રાતથી તમારી પાસે જ છે ને...હું તો સામેથી તમને પૂછવા આવી રહ્યો હતો કે અંશ ક્યાં છે એને જલ્દી મોકલો એટલે અમે એની સારવાર કરી શકીએ...." ડોકટરે કહ્યું.વિજય અચંભિત થઈ ગયો અને બોલ્યો. " અંશ અમારી પાસે છે?? કોણ લઈ ગયું એને?"" શું નામ છે એમનું? હા, પ્રિશા મેમ... એ જ કાલે મારી પાસે આવ્યા અને અંશને થોડાક સમય ...Read More

52

અગ્નિસંસ્કાર - 52

વિજયના ઘરે બધા રાતના સમયે ભેગા થયા. બધાના ચહેરા પર ઉદાસી ફરી વળી હતી. આ જોઈને વિજયે કહ્યું. " ઓન ગાયઝ, આપણે ટેમ્પરરી માટે સસ્પેન્ડ થયા છે! અને મને પૂરો વિશ્વાસ છે કે કમિશનર સાહેબ વહેલી તકે આપણને આ કેસ જરૂર ફરીથી સોંપશે.." " પણ ત્યાં સુધીમાં તો પ્રિશા અને અંશ સાથે મળીને કોઈ નવા ક્રાઇમને અંજામ પણ આપી દેશે એનું શું?" સંજીવે કહ્યું." હા સર, મારું મન કહે છે કે આ પ્રિશાના મનમાં જરૂર કોઈ પ્લાન ચાલી રહ્યો હશે એ પોતાના સ્વાર્થ ખાતર જ અંશને પોતાની સાથે ભગાડીને લઈ ગઈ છે.. એ બન્ને મળીને કોઈ ક્રાઇમને અંજામ આપે ...Read More

53

અગ્નિસંસ્કાર - 53

મુંબઈ શહેરની ગલીઓમાંથી પસાર થતી એક કાર એક વિશાળ બંગલા નજીક પહોંચી ગઈ. સૌ પ્રથમ પ્રિશા ઉતરી અને ત્યાર અંશ ની સાથે લક્ષ્મી બેન અને રસીલાબેન પણ ઉતર્યા. ગરીબ ઘરમાંથી નીકળીને જ્યારે લક્ષ્મી એ વિશાળકાય બંગલો જોયો તો બે ઘડી જોતા જ રહી ગયા! બંગલો અંદરથી પણ એટલો જ વિશાળ અને સુશોભિત હતો. પ્રિશા એ એક નોકર દ્વારા બધો સામાન રૂમમાં ગોઠવ્યો. " આ છે આપણું ન્યુ હોમ....કેવું લાગ્યું આંટી સુંદર છે ને?" " સુંદર?? અરે આવું ઘર તો મેં સપનામાં પણ નહોતું જોયું! દીકરી તું નાનપણથી જ આવા ઘરમાં રહે છે...?" " હા આંટી....મતલબ હું આ ઘરમાં રહીને ...Read More

54

અગ્નિસંસ્કાર - 54

આલીશાન બંગલામાં પણ અંશને એકલું ફીલ થઈ રહ્યું હતું. ઘરની બહાર જવું એના માટે સુરક્ષિત ન હતું. તેથી થોડાક બાદ અંશે પ્રિશાને બોલાવીને કહ્યું. " પ્રિશા, હજી કેટલા દિવસ મારે રાહ જોવી પડશે? તું જલ્દી તારું કામ બોલ એટલે હું એ પતાવીને અહીંયાથી ચાલતો બનું...અને મારે કેશવને પણ હજુ શોધવાનો છે..ખબર નહિ એ બિચારો કઈ હાલતમાં હશે..." " અંશ, પ્લાનમાં થોડોક ચેન્જ કરવો પડ્યો છે..." પ્રિશા એ ઉદાસ ચહેરે કહ્યું." ચેન્જ! કેવો ચેન્જ?" " અંશ હું તને હાલમાં તો તને એ કામ વિશે નહિ જણાવી શકું પણ એટલું જરૂર કહીશ કે એ કામ બે વર્ષ પછી થઈ શકશે?" " ...Read More

55

અગ્નિસંસ્કાર - 55

" ચોર ચોર ચોર!!!!" મોડી રાતે પચાસેક વર્ષનો વ્યક્તિ દિલ્હીની પતલી ગલીઓમાંથી અવાજ દઈ રહ્યો હતો. એની સાથે જ યુવાન વયનો વ્યક્તિ પણ દોડીને આગળ ભાગતી એક ચોરને પકડવા એની પાછળ પુર ઝડપે દોડવા લાગ્યો. મોઢા પર માસ્ક પહેરેલી, ઝીણી આંખો વડે વારંવાર પાછળ ફરીને જોતી એક યુવાન વયની છોકરી હાંફતી હાંફતી દોડી રહી હતી. એક હાથમાં બેગ પકડીને પોતાનો બચાવ કરતી એક પછી એક ગલીઓ પાર કરી રહી હતી. ત્યાં જ એક ગલીનો અંત આવ્યો અને એ છોકરીને ઉભુ રહેવું પડ્યું. આગળ અને આસપાસ બન્ને તરફ દીવાલ હતી. જ્યારે પાછળથી પોતાના પૈસાથી ભરેલું બેગને લેવા માટે આવેલો વ્યક્તિ ...Read More

56

અગ્નિસંસ્કાર - 56

" એ હીરો તું કોણ છે? ચલ સાઈડમાંથી હટ.."" હવે તે મને હીરો કહી જ દીધો છે તો મારે હીરોગીરી બતાવી જ પડશે..." કેશવ પણ હીરોની માફક સ્ટાઈલમાં ઊભો રહી ગયો." તું એમ નહિ માને તને તો સબક શીખવાડવો જ પડશે..." એટલું કહીને એ યુવાને સીટી મારી અને થોડીક સેકંડોમાં જ ત્યાં ત્રણ ચાર પહેલવાન જેવા યુવાનો આવી પહોંચ્યા. " ઇસકી મા કી....આ તો ચિટિંગ છે!!" ઉંચા અવાજે કેશવે કહ્યું." કેમ તું તો તારી હીરો ગીરી દેખાડવાનો હતો ને શું થયું હવા નીકળી ગઈ?" પેલો યુવાન બોલ્યો. ત્યાં જ પાછળ ઊભી છોકરી એ કહ્યું. " આ હીરોગીરી છોડીને ભાગવાની ...Read More

57

અગ્નિસંસ્કાર - 57

" મને એક વાત સમજ નહિ પડી કે તને ચોરી કરવાની શું જરૂર પડી?" " તને કોણે કીધું મેં કરી?" " નાટક બંધ કર..હું ઘણા સમયથી તારા ઉપર નજર નાખીને બેઠો હતો..જ્યારે તે પેલા અંકલનું પર્સ ચોરી કર્યું ને ત્યારે હું એ અંક્લની બાજુમાં જ હતો..તો હવે, બોલ શું મજબૂરી હતી કે તે ચોરી કરી એ પણ માત્ર પાંચસો રૂપિયાની?" " એ મારે તને કહેવાની કોઈ જરૂર નથી...મારી લાઇફ છે હું ચાહું એમ કરું..." " હા પણ આ ઉંમરમાં ચોરી એ પણ આટલી સુંદર છોકરી કરે..? દિલ વીલ ચોરી કર્યું હોય તો સમજ્યા, પણ પૈસાની ચોરી...કઈક તો ગડબડ છે...બોલ ...Read More

58

અગ્નિસંસ્કાર - 58

અંશ ઘરમાંને ઘરમાં રહીને કંટાળી ગયો હતો. એટલે તેણે નક્કી કર્યું કે એ ચોરી છૂપે ઘરની બહાર નીકળીને મુંબઈની આંટાફેરા કરશે. મોડી રાતે જ્યારે સૌ સૂઈ રહ્યા હતા ત્યારે અંશે મોઢા પર માસ્ક પહેરીને પોતાનો ચહેરો ઢાંક્યો અને બ્લેક કલરનું ટીશર્ટ અને જિન્સ પહેરીને ઘરની બહાર નીકળી ગયો. થોડે દૂર ચાલતા જ તેણે આઝાદીની હવાનો અહેસાસ થયો. " હાશ....હવે કંઇક જીવમાં જીવ આવ્યો...." આસપાસ નજર કરી અને વિચાર કર્યો કે " આવતા અવાય તો ગયું પણ મેં મુંબઈ જોયું નથી...હવે જાઉં તો ક્યાં જાઉં??" બે ઘડી વિચાર કર્યા બાદ તેણે ડાબી સાઈડનો રસ્તો પસંદ કર્યો અને એ તરફ પોતાના ...Read More