Agnisanskar - 17 books and stories free download online pdf in Gujarati

અગ્નિસંસ્કાર - 17


બલરાજની ગાડી આખરે શિવાના ઘર પાસે પહોંચી ગઈ. શિવા પોતાના પરિવાર સાથે વાતચીત કરી રહ્યો હતો. બલરાજને જોતા જ શિવા એ પોતાની પત્નીને પાછળ કરી અને પોતે આગળ થયો.

" શિવા મને તારી પાસે તો આવી આશા નહોતી..." ગાડીમાંથી નીકળતા બલરાજે કહ્યું.

" માલિક હું તો બસ મારા પરિવારને જ મળવા આવ્યો હતો અને એ પણ બસ પાંચ મિનિટ જ...અમે હમણાં જઈને માલની ડિલિવરી કરી નાખીએ..." શિવા આટલું કહીને પોતાના ટ્રકમાં બેસવા ગયો પરંતુ એમને રોકતા બલરાજે કહ્યું.

" એની કોઈ જરૂર નથી...માલની ડિલિવરી તો હું બીજા ટ્રક ડ્રાઈવર પાસે પણ કરાવી શકતો હતો છતાં પણ મેં તને પસંદ કર્યો પૂછ કેમ? કેમ કે હું જાણવા માંગતો હતો કે મારો કૂતરો વફાદાર છે કે નહિ...પણ અફસોસ મેં જે શિવા પર વિશ્વાસ કર્યો હતો એ શિવો અહીંયા છે જ નહિ!"

" માલિક મને માફ કરો આગળથી આવી ભૂલ નહિ થાય..." શિવા એ કહ્યું.

બલરાજ હસવા લાગ્યો અને બોલ્યો. " આગળથી આવી ભૂલ તું ચાહીશ તો પણ થશે નહિ...શું થયું ન સમજ્યો?"

" એક મિનિટ હું સમજાવું છું...અરે કેતન જરા ટ્રકને ઝૂંપડી તરફ ચલાવીને દેખાડ તો..."

કેતન એ જ હતો કે જેની સાથે ટ્રકમાં બેસી શિવો આવ્યો હતો અને કેતને જ ફોન દ્વારા બલરાજને શિવાની આ હરકત વિશે જાણકારી આપી હતી.

" જી માલિક...." કેતન એ ટ્રક ચાલુ કર્યો તો શિવો બલરાજના પગે પડતો બોલ્યો. " માલિક મને માફ કરી દો, આગળથી આવી કોઈ ભૂલ નહિ થાય....હું મારા પરિવારને પણ નહિ મળુ બસ, મારી નાની અમથી ઝૂંપડીને ન તોડો..." શિવાભાઈ પોતાના ઘરને બચાવવા માટે ભીખ માંગી રહ્યો હતો જ્યારે રસીલા દૂર ઊભી કેશવને ટેડીને રડી રહી હતી.

" કેતન મેં કહ્યું ટ્રક ઝૂંપડી પર ચલાવ..." બલરાજે ઓર્ડર આપતા કહ્યું.

કેતને ટ્રક ઝૂંપડી તરફ આગળ કર્યો તો ઝૂંપડી આગળ શિવાભાઈ હાથ ફેલાવીને ઉભા રહી ગયા. કેતને ટ્રક ઊભો રાખી દીધો. ત્યાર બાદ બલરાજ ખુદ ટ્રક પર ચડ્યો અને કેતનને સાઈડમાં કરીને ટ્રકનું સ્ટીરિંગ વિલ પોતે હાથમાં લઈ લીધું.

ટ્રક ફરી ચાલુ કર્યું તો ગભરાટમાં કેતને કહ્યું. " આ શું કરો છો માલિક? એ મરી જશે..."

બલરાજે ટ્રક આગળ કર્યું અને ઝૂંપડીની સાથે સાથે શિવાને પણ કચડી નાખ્યો. શિવાનું ત્યાં જ દર્દભર્યું મોત નિપજ્યું.

ઝૂંપડીને તોડીને બલરાજ ત્યાંથી ટ્રક લઈને ચાલતો થયો. રસીલા ત્યાં ઊભી પોતાના પતિને મરતા જોઈ રહી.

રસિલાના કાન જાણે સુન થઈ ગયા હતા. આંસુ પણ જાણે રક્ત બની વહી રહ્યા હતા. કેશવ બસ પપ્પા પપ્પાની બુમો પાડી રહ્યો હતો. રસીલા શિવાની બોડી પાસે ગઈ અને હદયફાટ રુદન કર્યું.

અડધી રાતે રસીલા એ પોતાના દીકરાના હાથે શિવાની ચિતા સળગાવી અને અગ્નિસંસ્કાર આપ્યું. રસીલાના મનમાં બદલાની આગળ સળગી રહી હતી.

" બલરાજ સિંહ ચૌહાણ તારું મોત તો મારા પુત્રના હાથે જ થશે...તું પણ આમ જ તડપી તડપીને મરીશ....અને ત્યારે તારા દેહના અગ્નિસંસ્કાર કરવા માટે પણ કોઈ નહિ બચે...કારણ કે તારા પહેલા તારા આખા પરિવારનો નાશ થશે..." માના હદયેથી નીકળેલી વાણી સીધી કેશવના દિમાગ દિલમાં બેસી ગઈ.

**********

શિવાના મોત બાદ વિધવા બની રસીલા પાસે ન તો ઘર હતું કે ન કોઈ પૈસા બચ્યા હતા. આવા કઠિન સમયે એક વૃદ્ધે એમની મદદ કરી અને એમને આશરો આપ્યો.

થોડાક મહિનાઓ એમના ઘરે રહ્યા બાદ તેમણે પોતાના રહેવા માટે નાનુ અમથું ઘર તૈયાર કરી નાખ્યું અને ત્યાં જ રહેવા લાગી. ઘર ખર્ચો કાઢવા માટે એ આસપાસના ખેતરોમાં કામ કરવા જતી રહેતી અને જે પૈસા આવે એ કેશવના પાલન પોષણ માટે વાપરતી. ધીમે ધીમે રસીલાની હાલત ઢીક થવા લાગી અને આ રીતે તેમણે પોતાનું જીવન આગળ વધાર્યું.

વિધવા બની લક્ષ્મી એ પૈસા કમાવા માટે મજદૂરી કરવાની પણ શરૂ કરી દીધી હતી. જે કોઈ કામ આપે એ કામ એ તુરંત કરી નાખતી. અંશ હોશિયાર હતો એટલે લક્ષ્મી એ વધુ પડતો ખર્ચો અંશના ભણતરમાં નાખવાનો નિર્ણય કર્યો. અંશનું ધ્યાન જ્યાં પૂરી રીતે ભણતર તરફ જ હતું ત્યાં કેશવનું ધ્યાન માત્ર રમતગમતમાં જ હતું. છતાં પણ રસીલા એ હાર ન માની અને કેશવને ભણવા તરફ ધ્યાન આપવા દબાવ કરવા લાગી.

અંશનું જ્યાં દિમાગ તેજ હતું ત્યાં કેશવ રમતગમતમાં આગળ વધતો પોતાના શરીરમાં બળ વધારી રહ્યો હતો.

ક્રમશઃ










Share

NEW REALESED