Agnisanskar - 44 books and stories free download online pdf in Gujarati

અગ્નિસંસ્કાર - 44



અંશ જોરજોરથી હસવા લાગ્યો. વિજય વિચારમાં પડી ગયો અને બોલ્યો. " આમા હસવા જેવી શું વાત છે?"

" હસુ નહિ તો શું કરું? મને તો એમ વિચાર આવે છે કે તમને પોલીસની નોકરી આપી કોણે? એ પણ ઇન્સ્પેકટરની.." અંશ હજી પણ હસી જ રહ્યો હતો.

" સાફ સાફ બોલ તું કહેવા શું માંગે છે??" વિજયે પરેશાન થતાં કહ્યું.

" તને શું લાગે છે અમે આ પ્લાન હમણાં ક્રિયેટ કર્યો છે...
બલરાજનું જંગલ તરફ આવવું..જીપમાં પંચર પડવું.... આ બધો મારા પ્લાનનો હિસ્સો છે...અને હા ખાસ વાત તો રહી જ ગઈ..તમારી ટીમમાં તો પાંચ જણા હતા ને બાકી બચ્યા ત્રણ ક્યાં રહી ગયા?? એવું તો નથી ને કે એ ખુદ મુશ્કેલીમાં હોય અને તમે અહીંયા મારી સાથે વાતચીતમાં કરવામાં રહી જાવ..."

" સંજીવ ફોન ચેક કોઈ આરોહીનો કોઈ મેસેજ આવ્યો છે?" વિજયે તુરંત કહ્યું.

" સર અહીંયા નેટવર્ક જ નથી..." સંજીવે કહ્યું.

" શેટ!!" વિજય અંશની વાત સાંભળીને વધુ પરેશાન થઈ ગયો. થોડોક સમય વિચાર કર્યા બાદ વિજયે એક નિર્ણય લીધો અને સંજીવને કહ્યું. " તુ લીલાને પકડી રાખજે...હું આરોહીને લઈને આવું છું..."

" પણ સર તમારું એકલું જવું યોગ્ય નથી..." સંજીવે કહ્યું.

" હું કહું બસ એ જ કર...અને તું મારી ચિંતા ન કર મારી પાસે અંશ છે..અને હું એને મારી સાથે લઈ જવાનો છું.."

" સર તો આ બલરાજને છોડી નાખું?" બલરાજ તરફ નજર કરતા સંજીવ બોલ્યો.

" ના એ ક્રિમીનલ છે....બલરાજ ને છોડવામાં જો લીલા ભાગી જશે તો આપણે કોઈને મોં દેખાડવા લાયક નહિ રહીએ.. તું બસ લીલાને સંભાળ હું હમણાં આવું છું.."

" ઓકે સર..."

વિજય અંશને પોતાની જીપ પાસે લઈ ગયો અને એને અંદર પાછળની સીટ સાથે બાંધી દીધો. વિજયે જીપ ચાલુ કરી અને જંગલની બહાર આવેલા મેન રોડ પાસે લઈ ગયો.

મેન રોડ પર પહોંચતા જ અચાનક બે પત્થર જીપના હેડ લાઈટ સાથે ટકરાયા અને હેડ લાઈટ તૂટીને ભૂકો થઇ ગઇ. વિજયે જીપ તુરંત ઊભી રાખી દીધી.

" ચૂપચાપ અહીંયા બેઠો રહેજે...કોઈ હોશિયારી નહિ..." વિજયે ગાડીમાંથી નીકળીને અંશને કહ્યું.

અંશ મંદ મંદ હસતો બોલ્યો. " હાથ બાંધેલા છે સર..હું શું હોશિયારી દેખાડતો હતો?"

વિજય બહાર આવીને આસપાસ નજર ફેરવવા લાગ્યો.
" અંશ મારા કેદમાં જ છે..જરાય પણ હોશિયારી દેખાડ્યા વિના મારી સામે આવી જા..."

આસપાસના વૃક્ષોના પાંદડાઓ અચાનક એક પછી એક હલવા લાગ્યા. જેથી વિજયનું ધ્યાન ભંગ થઈ ગયું. આ મોકાનો ફાયદો ઉઠાવતા જ ચંદ્રશેખરની પત્ની સરિતા જીપની પાછળની સાઇડથી આવી પહોંચી અને તેમણે અંશને જીપમાંથી આઝાદ કર્યો.

વૃક્ષોના પાંદડાઓ જ્યારે શાંત થઈ ગયા ત્યારે વિજયે જીપમાં નજર કરી. " અંશ ક્યાં છે???" આગળ પાછળ બન્ને બાજુની સીટ એ જોવા લાગ્યો પણ અંશ એમને ક્યાંય ન મળ્યો.

વિજયનો ગુસ્સો આસમાને પહોંચી ગયો અને કહ્યું. " અંશ તારી આ હોશિયારી તને ભારે પડશે..હું કહું છું આવી જા સામે.."

થોડાક સમય બાદ રોડની એક સાઈડથી અંશ આવતો દેખાયો.

" મતલબ તું અહીંયા છે..." વિજયે અંશ તરફ પિસ્તોલ તાકી દીધી.

ત્યાં જ રોડની બીજી સાઈડથી કેશવ આવ્યો અને એણે કહ્યું.
" ઓફીસર...તમે ત્યાં ક્યાં જોવો છો હું તો અહીંયા છું..."

વિજયે એ તરફ નજર કરી તો ત્યાં પણ તેમણે અંશ દેખાયો.

" અરે વિજય સર..શું થઈ ગયું તમને? હું તો અહીંયા છું..." અંશે કહ્યું.

એક પછી એક અંશ અને કેશવ બોલવા લાગ્યા. વિજયનું દિમાગ ચકરાઈ ગયું. ઘડીક અંશ પર પિસ્તોલ તાકી રાખતો તો ઘડીક કેશવ પર પિસ્તોલ તાકી રાખતો. વિજયને આટલી ઠંડીમાં પણ પરસેવો છુટવા લાગ્યો અને અંતે વિજયે ગોળી આકાશ તરફ ચલાવી દીધી.

" આ અવાજ તો ગોળીનો છે??" આરોહી એ કહ્યું.

પ્રિશા એ ફોનમાં નજર કરી તો નેટવર્ક જ ન હતું.

" મને લાગે છે વિજય સર સાથે કઈક થયું છે??" પ્રિશા એ ચિંતા દાખવતા કહ્યું.

" ગોળીનો અવાજ પણ એ સાઇડથી જ આવ્યો છે..." આરોહી બોલી ઉઠી.

" ચાલો જલ્દી વિજય સર તરફ જઈએ..." આર્યને કહ્યું.

" હા ચાલો ચાલો..." આરોહી અને પ્રિશા એકસાથે બોલી ઊઠી.

પ્રિશા, આર્યન અને આરોહી એકસાથે વિજયને બચાવવા નિકળી ગયા.


ક્રમશઃ