Agnisanskar - 57 books and stories free download online pdf in Gujarati

અગ્નિસંસ્કાર - 57



" મને એક વાત સમજ નહિ પડી કે તને ચોરી કરવાની શું જરૂર પડી?"

" તને કોણે કીધું મેં ચોરી કરી?"

" નાટક બંધ કર..હું ઘણા સમયથી તારા ઉપર નજર નાખીને બેઠો હતો..જ્યારે તે પેલા અંકલનું પર્સ ચોરી કર્યું ને ત્યારે હું એ અંક્લની બાજુમાં જ હતો..તો હવે, બોલ શું મજબૂરી હતી કે તે ચોરી કરી એ પણ માત્ર પાંચસો રૂપિયાની?"

" એ મારે તને કહેવાની કોઈ જરૂર નથી...મારી લાઇફ છે હું ચાહું એમ કરું..."

" હા પણ આ ઉંમરમાં ચોરી એ પણ આટલી સુંદર છોકરી કરે..? દિલ વીલ ચોરી કર્યું હોય તો સમજ્યા, પણ પૈસાની ચોરી...કઈક તો ગડબડ છે...બોલ શું વાત છે? કદાચ હું તારી મદદ કરી શકું..."

" રાતના એક વાગવા આવ્યા છે..અને તું અહીંયા મારી સાથે લપજપ કરે છે...મને તો લાગે છે મદદની જરૂર તો તારે છે..."

ત્યાં જ કેશવના પેટમાંથી ભૂખના લીધે અવાજ આવવા આવ્યો. કેશવે પેટ પર હાથ રાખ્યો અને ઉદાસ ચહેરે કહ્યું. " અત્યારે તો કોઈ દુકાન પણ ખુલ્લી નહિ હોય..."

" તારે દુકાનની શું જરૂર છે? ઘરે જા મમ્મીને કહે જમવાનું બનાવી દેશે.."

" એ જ તો નથી...."

" ઓહ આઈ એમ સોરી..."

" અરે...એમ નહિ મમ્મી તો છે પણ અહીંયા આ શહેરમાં નથી..."

" તો તું કોની સાથે આવ્યો?"

" હું ગામડેથી ભાગીને આવ્યો છું....અહીંયા આ શહેરમાં મારું કોઈ નથી..."

" ચલ મારી સાથે..." થોડીવાર વિચાર કરીને પેલી છોકરી બોલી.

" પણ ક્યાં?"

" ભૂખ લાગી છે...તો બસ ચૂપચાપ ચલ મારી સાથે..."

પેલી છોકરી કેશવનો હાથ પકડીને થોડે દૂર ઊભી એક મંચુરિયનની લારીએ લઈ ગઈ.

થોડીવારમાં ગરમાગરમ મંચુરિયન આવ્યું અને કેશવ એના પર તુટી પડ્યો.

" વાવ યાર....શું મંચુરિયન છે!!! લાજવાબ... તું પણ શું ઊભી છે? તું પણ લે ..."

" ના મને ભૂખ નથી..."

" ઓકે..." કેશવનું ધ્યાન માત્ર મંચુરિયન ખાવામાં જ હતું. જ્યારે પેલી છોકરી એકીટશે કેશવને જોતી કઈક વિચાર કરવા લાગી.

રૂમાલથી પોતાનું મોં લૂછતો કેશવ અને પેલી છોકરી ત્યાંથી ચાલવા લાગ્યા.

" થેંક્યું સો મચ....યાર...અરે તારું નામ તો મેં પૂછ્યું જ નહિ...શું નામ છે તારું?"

" નાયરા..."

" નાયરા...વાહ નામ તો સરસ છે..."

" અને તારું નામ?"

" કેશવ..."

" કેશવ....નામ જેવા ગુણ તો નથી તારા..."

" તો તને હું કેવો છોકરો લાગુ છું...?"

" મારો કહેવાનો મતલબ એવો નહતો..હું તો બસ..."

" ડોન્ટ વરી, હું તો મસ્તી કરું છું...હવે તું મને કહીશ કે આપણે અત્યારે ક્યાં જઈએ છીએ?"

" હવે તે તો કોઈ હોટલ રૂમ તો બુક કરાવી નહિ હોય તો અત્યારે તને મારા ઘરે લઈ જવ છું..."

કેશવ ઊભો રહી ગયો અને બોલ્યો. " એક મિનિટ, હું તારા ઘરે?? તારું ફેમિલી શું વિચારશે?"

" ફેમિલી જ તો નથી..."

" મતલબ તું એકલી રહે છે...??"

વાતોમાં ને વાતોમાં નાયરા એક ભાંગી પડેલા એક ઘરમાં આવી પહોંચી.

" આવ..." નાયરા એ ઘરનો દરવાજો ખોલ્યો અને કેશવે રૂમમાં પ્રવેશ કર્યો. રૂમની લંબાઈ જેલખાના જેટલી ટુંકી હતી. જેમાં એક સામાન્ય બેડ અને અમુક ફોટોસ દીવાલ પર ટિંગાયેલા હતા. બેડની નજીક જ પાણીનો ભરેલો એક ગોળો હતો. જેની આસપાસ બે ત્રણ ગ્લાસ અવ્યવસ્થિત રીતે પડેલા હતા. જ્યારે ઉપરની તરફ ઘરડ ઘરડ અવાજ કરતો પંખો ચાલુ હતો. રાતના સમયે રોશની કરવા માટે એક તૂટેલો બલ્બ હતો. જેનાથી ઘરમાં સામાન્ય એવું અજવાળું છવાઈ જતું.

" તું આ ઘરમાં રહે છે??" ઉપર નીચે આસપાસ નજર કરતો કેશવ બોલ્યો.

" હા..."

" મતલબ કેમ? તારું પરિવાર ક્યાં છે?? " કેશવના મનમાં અનેકો સવાલ કૂદાકૂદ કરી રહ્યા હતા.

મોડી રાત થઈ ગઈ હોવાથી નાયરાની આંખો ઘેરાઈ રહી હતી. તેણે એક પછી એક એમ બે ત્રણ બગાસાં ખાધા અને કહ્યું. " મને અત્યારે બોવ નીંદર આવે છે આપણે કાલે વાત કરીએ?"

નીંદર તો કેશવને પણ એટલી જ આવી રહી હતી એટલે તેણે નાયરાની વાત માની અને બન્ને આરામથી સુઈ ગયા.

કોણ છે આ નાયરા? શું નાયરા પોતાના જીવનની હકીકત કેશવને જણાવશે?

ક્રમશઃ