Agnisanskar - 27 books and stories free download online pdf in Gujarati

અગ્નિસંસ્કાર - 27


બે દિવસ પછી

" ભાઈ આ શું થઈ રહ્યું છે? એક પછી એક ખૂન એ પણ આપણા ઘરમાં જ!! ચંદ્રશેખરે કહ્યું.

" મને પણ કઈ સમજાતું નથી કે કોણ છે એ કાતિલ કે જે ચોરી છૂપે આપણા પરિવાર પર હમલો કરી રહ્યો છે? એક વખત મારી સામે આવી ગયો ને તો એને તો હું જીવતો સળગાવી નાખીશ...." ક્રોધથી બલરાજ સિંહની આંખો લાલઘૂમ થઈ ગઈ હતી.

બન્ને વાતચીત કરી જ રહ્યા હતા કે વિજય અને એની ટીમ એના ઘરે આવી પહોંચી.

" સર તમે અહીંયા??" સોફા પરથી ઉભા થઈને બલરાજે કહ્યું.

" દસ મિનિટમાં મને તમારા ઘરના દરેક સદસ્ય હોલમાં હાજર જોઈએ.."

" ઓકે સાહેબ..."

દસ મિનિટમાં બલરાજ, ચંદ્રશેખર, સરિતા, લક્ષ્મી અને અંશ હાજર થઈ ગયા.

" આ કોનો દીકરો છે?" અંશને જોતા વિજયે પૂછ્યું.

" સાહેબ, આ મારો દીકરો છે...અંશ..." લક્ષ્મી એ કહ્યું.

વિજયે પોતાની મનની વાત શરૂ કરતા કહ્યું.

" છેલ્લા એક મહિનામાં તમારા ગામમાં ત્રણ ખૂન થયા છે.... સૌ પ્રથમ હરપ્રીત, જે બલરાજ સિંહ સાથે કામ કરતો હતો, ત્યાર પછી નાનુ અંકલ જે બલરાજ સિંહના ઘરનો નોકર હતો અને ત્યાર બાદ બે દિવસ પહેલા અમરજીતનું ખૂન જે બલરાજ સિંહનો નાનો ભાઈ હતો...આ પરથી સાફ દેખાઈ રહ્યું છે કે ક્રિમીનલનો મેન ટારગેટ તમારી ફેમિલી જ છે..."

" પણ કોણ છે એ ખુની? અને એની અમારા પરિવાર સાથે કેવી દુશ્મની છે??" સરિતા વચ્ચમાં બોલી ઉઠી.

" અને અમરજીતનું ખૂન તો કરીના એ જ કર્યું છે ને?" લક્ષ્મી એ કહ્યું.

" ખૂન કોણે કર્યું છે? કોણે કરાવ્યું છે? એ તો અમે જાણી જ લઈશું બસ અમારી ટીમ તમારી પાસેથી એટલું જ ચાહે છે કે જ્યાં સુધી ક્રિમીનલ પકડાઈ ન જાય ત્યાં સુધી તમે પોતાનું અને પોતાના પરિવારનું ખાસ ધ્યાન રાખો....ઠીક છે?..હવે તમે જઈ શકો છો..."

બધા પોતપોતાના ઘરે નીકળી ગયા.

ઘરે પહોંચતા જ લક્ષ્મી એ અંશને કહ્યું.
" સાંભળ્યું ને દીકરા શું કીધું સાહેબે...આજથી તારું પણ ઘરથી બહાર નીકળવાનું બંધ..."

" પણ મમ્મી, ટ્યુશન અને સ્કૂલે તો મારે જવું પડશે ને!!" અંશે કહ્યું.

" હા એ પણ છે...તો ટ્યુશન અને સ્કૂલ પછી તું સીધો ઘરે આવતો રહીશ...થોડાક દિવસ તારું બહાર રમવા કૂદવાનું બંધ..."

" પણ મમ્મી..."

" હું કઈ નથી સાંભળવાની...."

મનમાં અંશે કહ્યું. " શેટ યાર!! હવે હું કેશવને કઈ રીતે મળીશ?"

*********

વિજય અને એની ટીમ એક પછી એક પહેલી સુલજાવી રહ્યા હતા કે ત્યાં આર્યને આવીને કહ્યું.

" સર તમે ચિઠ્ઠીમાં એક વાત નોટિસ કરી?"

" શું?"

" જોવો સર..આ આખા ચિઠ્ઠીમાં તેમણે બે જગ્યાએ ઇંગ્લિશ વર્ડનો ઉપયોગ કર્યો છે...."

" તો?"

" તો સર...આ ગામમાં લોકોને ગુજરાતી લખવા વાંચવામાં પણ તકલીફ પડે છે... એ આવા ઇંગ્લિશ શબ્દ કેવી રીતે લખી શકે?"

" યુ આર રાઇટ આર્યન....એક કામ કર તું આ ગામમાં કોને કોને ઇંગ્લિશ વાંચતા લખતા આવડે છે એની લીસ્ટ તૈયાર કર..."

" ઓકે સર..."

જ્યાં આર્યન પોતાના કામમાં વ્યસ્ત થયો હતો ત્યાં આરોહી ગામના ઈતિહાસ વિશેની માહિતી લઈને આવી પહોંચી.

ટેબલ પર રિપોર્ટ મૂકતા આરોહી એ કહ્યું. " સર આ રહ્યો આ ગામનો છેલ્લા પચીસ વર્ષનો ઈતિહાસ.."

" શું કોઈ અજીબ ઘટના મળી?"

" સાંભળશો તો તમે પણ ચોંકીને ઉભા થઇ જશો..."

" ઓહો એવી તે શું ખાસ વાત છે આ ગામની?"

" સર છેલ્લા પંદર વર્ષથી આ ગામમાં બસ એક જ વ્યકિત સરપંચ બનીને રાજ કરે છે અને એ છે બલરાજ સિંહ ચૌહાણ..અને ખાસ વાત એ છે કે એના સરપંચ બન્યા પછીના એક વર્ષ બાદ એની જ પત્ની એ ખુદને કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી હતી...ત્યાર બાદના ચાર પાંચ વર્ષ પછી બલરાજના ભાઈ જીતેન્દ્ર એ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી...આ બે ઘટના જોઈને મને લાગે છે કે આ બલરાજ સિંહ પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કરીને ગામના લોકોનું શોષણ કરે છે.."

" બલરાજ સિંહ એ ક્રાઇમ તો ઘણા કર્યા છે પણ અત્યારે સવાલ એ છે કે છેલ્લા કેટલાય દિવસોથી જે ત્રણ ત્રણ ખૂન થયા છે એનો ક્રિમીનલ કોણ છે? એ આગળ કોઈ ક્રાઇમ કરે એ પહેલા આપણે એને કોઈ પણ સંજોગે રોકવો જ પડશે..."

ક્રમશઃ







Share

NEW REALESED