આદર્શ જીવનસાથી

(714)
  • 32.4k
  • 116
  • 15.1k

ના તારો છે ના મારો છે, પ્રેમ તો લગ્ને લગ્ને કુંવારો છે,આજે મને થઇ ગયો છે, તો કાલે તારો ય વારો છે,ના તારો છે ના મારો છે ખુલ્લેઆમ થાય છે ક્યાંક તો ક્યાંક છાનોમાનો છે,વહેતી નદી છે ક્યાંક તો ક્યાંક શાંત કિનારો છે ના તારો છે ના મારો છેજુદી જુદી રીત થી એ વ્યક્ત થતો રહ્યો છે સદા,શબ્દ છે ક્યાંક હોઠ પરનો તો ક્યાંક આંખો નો ઈશારો છે..ના તારો છે ના મારો છે સચવાય છે દિલોમાં એ, અલગ અલગ લાગણી બની ,ક્યાંક મીઠું ઝરણું છે વહેતુ તો ક્યાંક સમુદ્ર ખારો છે,ના તારો છે ના મારો છે ( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) રાત ની ચીર શાંતિ માં આરામ થી સુતેલી અનામિકા નો ફોન રણકે છે.અરે !!! અત્યાર માં રાહુલ નો ફોન ? અને પછી એ ઊંઘ માં જ ફોન ઉપાડે છે, અનામિકા : હા બોલ રાહુલ. શું થયું યાર ? આટલા મોડા ફોન આવ્યો તારો , બધું બરાબર છે ને ? રાહુલ : યાર , જોરદાર દાવ થઇ ગયો છે. તું મને હાલ ને હાલ મળ. મળીને કહું તને અનામિકા : અત્યારે ? અત્યારે રાતના 12 વાગ્યા છે રાહુલ અટાણે ના મળાય રાહુલ : બે જો .મારે કંઈ કે સાંભળવું નથી. હું આવું

Full Novel

1

આદર્શ જીવનસાથી ભાગ 01

ના તારો છે ના મારો છે, પ્રેમ તો લગ્ને લગ્ને કુંવારો છે,આજે મને થઇ ગયો છે, તો કાલે તારો વારો છે,ના તારો છે ના મારો છે ખુલ્લેઆમ થાય છે ક્યાંક તો ક્યાંક છાનોમાનો છે,વહેતી નદી છે ક્યાંક તો ક્યાંક શાંત કિનારો છે ના તારો છે ના મારો છેજુદી જુદી રીત થી એ વ્યક્ત થતો રહ્યો છે સદા,શબ્દ છે ક્યાંક હોઠ પરનો તો ક્યાંક આંખો નો ઈશારો છે..ના તારો છે ના મારો છે સચવાય છે દિલોમાં એ, અલગ અલગ લાગણી બની ,ક્યાંક મીઠું ઝરણું છે વહેતુ તો ક્યાંક સમુદ્ર ખારો છે,ના તારો છે ના મારો છે ( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) રાત ની ચીર શાંતિ માં આરામ થી સુતેલી અનામિકા નો ફોન રણકે છે.અરે !!! અત્યાર માં રાહુલ નો ફોન ? અને પછી એ ઊંઘ માં જ ફોન ઉપાડે છે, અનામિકા : હા બોલ રાહુલ. શું થયું યાર ? આટલા મોડા ફોન આવ્યો તારો , બધું બરાબર છે ને ? રાહુલ : યાર , જોરદાર દાવ થઇ ગયો છે. તું મને હાલ ને હાલ મળ. મળીને કહું તને અનામિકા : અત્યારે ? અત્યારે રાતના 12 વાગ્યા છે રાહુલ અટાણે ના મળાય રાહુલ : બે જો .મારે કંઈ કે સાંભળવું નથી. હું આવું ...Read More

2

આદર્શ જીવનસાથી ભાગ 02

"સાંભળીને મારી વાતો ,શરમ થી લાલ એમના ગાલ થઇ ગયા, જાણે કે શબ્દો મારા એમના સુધી,પહોંચતા જ ગુલાલ થઇ સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) અનામિકા :" અરે યાર. પસંદ જેવું હોવું જોઈએ મતલબ ? મને માંડી ને પેટછૂટી વાત કર" રાહુલ :" ...Read More

3

આદર્શ જીવનસાથી ભાગ 03

ચાલ ને પરોવીને હાથોમાં હાથ પ્રેમ નો પ્રવાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , સફરમાં આપણે ક્યાંક બેસવું ય પડશે ,પાથરીને પથારી પાંપણ ની વ્યવસ્થા કંઈક ખાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , ઘર આપણે ય બનાવશું ચણીને પ્રેમની ઈંટો ,ચાલ ને ત્યાં સુધી એક બીજાના દિલ માં નિવાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , પ્રમાણ ગળપણ નું ય જિંદગીમાં જાળવી રાખવા માટે,વિખુટા પડીને જરીક , જરીક દિલ ને ઉદાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , ( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) અનામિકા : જો બકા , તું વિચારે છે એમ જીવન ના જીવાય. તને ખબર છે આપણે નાના હતા ત્યારે નવી નવી સાઇકલ ચલાવતા શીખતાં હતા ત્યારે કેવું ડરતા હતા ? અને પછી આવડી ગઈ એટલે બધો જ ભ્રમ દૂર થઇ ગયો અને પેલી બોર્ડ ની પરીક્ષાની કેવી બીક લાગતી હતી ? બધા કેવું કેહતા કે બારકોડ લગાડવામાં જ 10 મિનીટ જતી રહે છે ને પછી જયારે ખરેખર પરીક્ષા આપી તો કંઈ જ લાગ્યું હતું ? બધી વસ્તુ માં એવું જ હોય છે . નાહક ની ચિંતા મૂકી દે. બધું ભગવાન અને ...Read More

4

આદર્શ જીવનસાથી ભાગ -04

કેમ છો ને તમારા જો અમે દૂર સુધી ન લઇ ગયા હોત ,તો સંબંધો આપણા કેમ છો સુધી જ રહી ગયા હોત , ઉતાવળ રાખતા તમે પણ જો સમજવામાં પ્રેમ નું ગણિત,સાચા ખોટા ભલે પણ દાખલા બધાય ગણાઈ ગયા હોતા ( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) નિશા ના પપ્પા તો હોસ્પિટલ માં જ હોય છે એટલે નિશા અને રાહુલ એમના આશીર્વાદ લઈને ઘરે જાય છે અને નિશા ના પપ્પા જોડે નિશા નો પિતરાઈ ભાઈ રોકાઈ જાય છે. રાહુલ જયારે એના રૂમ માં આવે છે તો નિશા ને મૂંઝાઈને બેઠેલી જોવે છે. એ કોઈને ફોન કરતી હોય છે પણ સામેથી જવાબ આવતો નથી એ બાબતે કશીક ચિંતા માં હોય છે. રાહુલ : શું થયું ?" નિશા :" મોહિત ફોન નથી ઉપાડી રહ્યો. મને પપ્પા ની ચિંતા થાય છે " રાહુલ :" ફોન ક્યાંક આઘોપાછો હશે. જોશે એટલે તને ફોન કરશે ...Read More

5

આદર્શ જીવનસાથી ભાગ 05

ધડકન દિલ ની મારી વારંવાર મને, એક જ વાત પૂછી રહી છે જો નથી પ્રેમ તને , તો ગેરહાજરી કેમ તને ખૂંચી રહી છે નિશા : ના ના અનામિકા .મને હજી થોડો સમય આપો. હું અને રાહુલ ક્યાંક ફરવા જવાનું વિચારતા હતા. મને હજી પણ એક વાર અમારા સંબંધ ને એક મોકો આપવો છે. જો એ પછી પણ કંઈ ના થયું ને તો હું ચોક્કસ તમને કહીશ અનામિકા : ભલે .પણ મને કહેજે ખરા નિશા : ચોક્કસ. સાચું કહું અનામિકા. તમને મળીને મને થોડી આશા જાગી છે કે કદાચ અમારું લગ્નજીવન સફળ રહેશે બાકી મેં તો આશા કે છોડી ...Read More

6

આદર્શ જીવનસાથી ભાગ -૦૬

ના આપો અમને સલાહ સમજદારી ની, ક્યાં થાય છે પ્રેમ સમજી વિચારીને ,હું સાચવું છું મારો પ્રેમ, તમે સાચવો સમજદારી ને (સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) નિશા :"ઓકે..આશા રાખું કે આ પ્લાન સફળ રહે" હેમંત :" અરે નિશા..સફળ જ રેહશે..હું અને અનામીકા તારી સાથે જ તો છીએ.." નિશા:"..તમે બંન્ને છો એટલે જ હું આ સાહસ કરી રહી છું બાકી ખબર નહીં આગળ શું થશે." હેમંત :"તું કોઈ વસ્તુમાં સારું નથી વિચારી શકતી.?.હકારાત્મક વલણ રાખ. તું જો બધું મસ્ત જ થવાનું છે" અનામિકા :"હા..એકદમ સાચું કહે છે હેમંત'. અને પછી અનામિકા, નિશા અને હેમંત ત્યાંથી છુટા પડે છે. બીજે દિવસે ...Read More

7

આદર્શ જીવનસાથી ભાગ 07

શીદ ને કરું પ્રયાસ એમને સમજાવવાનો,અફસોસ એમને પણ થવા દો મુજને ગુમાવવાનો ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Shah ) નિશા : કેમ શું થયું રાહુલ ? ગુસ્સામાં લાગે છે રાહુલ : અરે...આપણને શું થવાનું ? એ તો થોડું માથું દુખે છે નિશા : ઓહ. હું ચા બનાવી દઉં ? રાહુલ : ના ના .ચાલશે રહેવા દે.. અરે હા...તારે ઓફિસ જોઈન કરવી હતી તે અનામિકા ને કીધું હતું ? નિશા : હા...આપણે અનામિકા ના ઘરે ગયા ને ત્યારે મારે વાત થઇ હતી રાહુલ : હા...એણે મને આજે કીધું. તારે કાલથી જ ઓફિસ જોઈન કરવી હોય તો તું ...Read More

8

આદર્શ જીવનસાથી ભાગ 08

આદર્શ જીવનસાથી ભાગ 08 બંધાય છે વાદળ અને ફરી વિખરાય છે ,વરસાદ પ્રેમનો હજુયે ખેંચાય છે એક ,એક હા એમની બદલી શકે છે મૌસમ ,પણ લાગણી એમના દિલ માં ક્યાં હજી સર્જાય છે ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah ) અનામિકા :" અરે યાર...એવું કશું ના હોય. ખાલી આપણે જ સાચા એવું ના હોય રાહુલ. તને ના ગમે લાડમાં નામ પાડવા એનો મતલબ એવો નથી કે બીજા પાડે એ ખોટા " રાહુલ :" બસ હવે લેક્ચર ના ચાલુ કરીશ પ્લીઝ. ..મારે કંઈ જ સાંભળવું નથી. બધા ગાંડા થઇ ગયા છે " અને ગુસ્સામાં જ એની ઓફિસમાં ...Read More

9

આદર્શ જીવનસાથી ભાગ 09

આદર્શ જીવનસાથી ભાગ 09 એવું નથી કે દરેક વખતે મારા હોઠ જ બોલશે,આંખોને ય મારા સાંભળવાની આદત રાખજે ( ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah ) નિર્ભય મેહતા ," મારા શ્રોતાઓ , તમારો ખુબ ખુબ આભાર મને ધ્યાન થી સાંભળવા માટે. આશા રાખું કે તમે તમારા જીવનના થાંભલાને છોડી શકો અને જીવન ને સુખદ બનાવી શકો. અસ્તુ. રાહુલ તો એકચિત્તે સાંભળી રહ્યો હોય છે અને એને મનોચિકિત્સક એના માટે જ આજે આવ્યા હોય એવું લાગવા લાગે છે. એ તો ફટાફટ ત્યાંથી ઉભો થઈને એમને મળવા માટે સ્ટેજ પાછળ જાય છે. રાહુલ :" ડોક્ટર , તમે આજે બહુ જ સરસ ...Read More

10

આદર્શ જીવનસાથી ભાગ 10

આદર્શ જીવનસાથી ભાગ 10હોઠ ઉપર નીત નવા બહાના મળે છે ,પ્રેમ અને પ્રેમી ક્યાં કદી છાના રહે છે ( ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah ) નિશા :" અરે , ક્યાં હતા તમે ? હું તો ઓફિસે તમારી રાહ જોતી હતી. તમને ફોન પણ કર્યો પણ ઉપાડ્યો નહિ એટલે હું જાતે જ આવી ગઈ " રાહુલ :" ઓહ્હ નો , સોરી , હું તો ભૂલી જ ગયો તને કહેવાનું. સાચું કહું ને તો હું ભૂલી જ ગયો કે તું ઓફિસ આવી છે. સોરી સોરી " નિશા " વાંધો નહિ " અને રાહુલ ફ્રેશ થાય છે અને નિશા રસોઈની તૈયારી ...Read More

11

આદર્શ જીવનસાથી ભાગ - 11

આદર્શ જીવનસાથી ભાગ - 11 આશ્ચર્ય સુખદ હમણાંથી જિંદગી રોજ આપી રહી છે,કેમ ના આપે , તારી યાદ મારો રસ્તો કાપી રહી છે ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah ) રાહુલ : " હાશ, સારું થયું મેં ઓડિયો ડીલીટ કરી દીધો. હવે વાંધો નહિ"' અને પછી નિશા ના વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. સવારે ઉઠીને રાહુલ ફટાફટ ઓફિસ જવાની તૈયારી કરે છે અને નિશા પણ ઘરના બધા કામ પતાવવા લાગે છે. નિશા અને રાહુલ ઓફિસે જાય છે. નિશા ને અનામિકા એ પહેલેથી જ ઓવર એકટિંગ કરવાનું કીધું હોય છે એટલે ઓફિસ માં આવતા ...Read More

12

આદર્શ જીવનસાથી ભાગ - 12

આદર્શ જીવનસાથી ભાગ - 12 જે મજા છે કહેવામાં એ ચૂપ રહ્યામાં નથી,આઝાદી છે જે બેશર્મીમા તે હયા માં ,માફ કરજો જો થઇ જાય ભૂલ કોઈ,કે દિલ મારુ હવે કહ્યામાં નથી ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah ) વાતો કરતા કરતા જ સવાર પડી જાય છે અને અનામિકા નિશા ને એના ઘરે મુકવા જાય છે. અને ઘરના દરવાજા આગળ જઈને ," નિશા, એક વાત હંમેશા યાદ રાખજે. હું હંમેશા તારી સાથે છું. કોઈ પણ ક્ષણે તને લાગે કે નથી રેહવું આ ઘરમાં તો મને બસ એક ફોન કરી દેજે. હું પેહલા તારી મિત્ર છું પછી રાહુલ ...Read More