Adarsh Jeevansathi Part- 03 books and stories free download online pdf in Gujarati

આદર્શ જીવનસાથી ભાગ 03

ચાલ ને પરોવીને હાથોમાં હાથ પ્રેમ નો પ્રવાસ કરી લઈએ ,
ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ ,


થાકીને સફરમાં આપણે ક્યાંક બેસવું ય પડશે ,
પાથરીને પથારી પાંપણ ની વ્યવસ્થા કંઈક ખાસ કરી લઈએ ,
ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ ,


ઘર આપણે ય બનાવશું ચણીને પ્રેમની ઈંટો ,
ચાલ ને ત્યાં સુધી એક બીજાના દિલ માં નિવાસ કરી લઈએ ,
ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ ,


પ્રમાણ ગળપણ નું ય જિંદગીમાં જાળવી રાખવા માટે,
વિખુટા પડીને જરીક , જરીક દિલ ને ઉદાસ કરી લઈએ ,
ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ ,


( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah )


અનામિકા : " જો બકા , તું વિચારે છે એમ જીવન ના જીવાય. તને ખબર છે આપણે નાના હતા ત્યારે નવી નવી સાઇકલ ચલાવતા શીખતાં હતા ત્યારે કેવું ડરતા હતા ? અને પછી આવડી ગઈ એટલે બધો જ ભ્રમ દૂર થઇ ગયો અને પેલી બોર્ડ ની પરીક્ષાની કેવી બીક લાગતી હતી ? બધા કેવું કેહતા કે બારકોડ લગાડવામાં જ 10 મિનીટ જતી રહે છે ને પછી જયારે ખરેખર પરીક્ષા આપી તો કંઈ જ લાગ્યું હતું ? બધી વસ્તુ માં એવું જ હોય છે . નાહક ની ચિંતા મૂકી દે. બધું ભગવાન અને સમય પર છોડી દે "


રાહુલ :" એ યાર તારી વાત તો સાચી છે. હું બહુ વિચારી રહ્યો છું. મારે અત્યાર થી આટલી ચિંતા ના કરવી જોઈએ "


અનામિકા :" એ જ તો દોસ્ત ? મૂક આ બધું. જા , ઘરે જા. શાંતિથી સુઈ જા અને કાલથી લગ્ન ની તૈયારી માં લાગી જા "


રાહુલ : " હા યાર, બધું મૂકી જ દઉં છું. જેવા પડશે એવા દેવાશે. થૅન્ક્સ યાર , તું ના હોત તો મારું શું થાત? "


અનામિકા :" પણ હું છું ને ? અને હું નહી હોઉં તો કોઈ બીજું આવી જશે તારી મદદે "


રાહુલ :" હા...ચાલો તો આપણે ઉડી મારીયે .મતલબ કે નીકળીએ "


અનામિકા :" હા. બાય સવારે મળીયે "


રાહુલ :"હા. કુમ્ભકર્ણ ઊંઘ હવે તું "


અને રાહુલ થોડા સારા મૂડ માં ઘરે જાય છે.

આ છે રાહુલ નંદલાલ યાજ્ઞિક. એના મમ્મી પપ્પા નું એકનું એક સંતાન. રાહુલ નાનપણ થી જ જિદ્દી છે. એનું ધાર્યું થવું જ જોઈએ એવો એનો આગ્રહ. પોતાની પસંદ માટે સમાધાન કરવા કે કોઈની પાસે કરાવવામાં એ માનતો જ નથી. ભણવામાં ઓછો પણ કોઠાસૂઝ ગજબ ની.એને મોટા થઈને શું કરવું, કઈ કૉલેજ માં જવું , શું ભણવું એ બધું પહેલેથી જ વિચારી રાખેલું છે. રાહુલ ને મન એનું ખુદ નું જ એટલું મહત્વ છે કે એ કદી પ્રેમ માં પડ્યો જ નથી. ગુસ્સો તો નાક પર અને એનો અહંમ જો ઘવાઈ ગયો તો તો પછી પૂરું જ. રાહુલ એ એની આદર્શ જીવનસાથી ની કલ્પના પણ મન માં કરી જ રાખેલી પણ અત્યારે પાસા થોડા અવળા પડી ગયા છે એટલે એ એકદમ મૂંઝવણભરી સ્થિતિમાં છે.


રાહુલ ઘરે પહોંચતાવેંત જ એનું મોઢું બગાડીને ઘરમાં પ્રવેશે છે. એને અત્યારે એના મમ્મી પપ્પા ને બતાવવાનું છે કે એ લોકોના નિર્ણય થી એ કેટલો બધો વ્યથિત છે ..ઘરેથી એ ખાવું નથી એમ કહીને નીકળ્યો હતો અને અનામીકા ના ઘરે પેટ ભરી આવ્યો છે અને એનો મૂડ પણ સારો થઇ ગયો છે પણ બતાવશે નહિ. મમ્મી અને પપ્પા સામે ત્રાંસી આંખે જોઈને એ એના રૂમ માં જાય છે.


નંદલાલ :" એ ..અહીં આવ "


રાહુલ :" બોલો "


નંદલાલ :" જમવાનું નથી ?"


રાહુલ :" ના...તમે બન્ને જમી લો. મને ભૂખ નથી "


નંદલાલ :" તું જ્યાં ઉપમા ખાઈને આવ્યો ને ત્યાં તારો ફોન ભૂલી ગયો હતો. અનામિકા કાલે તારો ફોન લઈને આવશે ઓફિસે"


રાહુલ મનમાં :" મરી ગયો આજે તો તું રાહુલ ...બબુચક ને કશી ખબર જ પડતી નથી. કાલે તો એ ગઈ જ છે "


નંદલાલ :" સાલા ગધેડા , મને ભૂખ નથી. તારા બાપને ઉલ્લુ બનાવે છે ?..સુધર હવે .લગ્ન થવાના છે , કાલ ઉઠીને બાપ બનીશ "


રાહુલ :" પણ તમને ફોન ના આવ્યો હોત તો તમે ઉલ્લુ બની જાત. કળા જુઓ મારી "


નંદલાલ :" માલતી , શું ખાધું તું એ આની વખતે ?"


માલતીબેન :" તમારી બા એ જે ખાધું હતું એ જ મને ખવડાવ્યું હતું "


રાહુલ :" હા હા હા હા "


નંદલાલ :" હસવાનું બંધ કર. કાલે આપણે તારા લગ્ન ની ખરીદી માટે જવાનું છે. નિશા ની પહેરામણી ના દાગીના પણ લેવાના છે અને મારે આ લગ્ન ને લઈને કોઈ ચર્ચા માં ઉતરવું નથી "


રાહુલ : " હા એ તો હવે તમે વચન આપી આવ્યા છો તે ? મમ્મી , તું આમને સમજાવ ને ?"


માલતીબેન :" બેટા , મારે તો તારા પપ્પા જોડે લગ્ન જ નતા કરવા પણ મારા બાપા માન્યા જ નહી "


રાહુલ :" ભૂલ કરી મમ્મી તે... કંઈ નહી પડ્યું પાનું નિભાવવાનું "


નંદલાલ :" એ તમે બન્ને બંધ કરો. એ તો છે જ એવો , તું પણ "


માલતીબેન :" પણ સાચી વાત તો કહું જ ને ? હું ના જ પાડતી હતી "


રાહુલ :" જો મમ્મી , તમે બન્ને રોજ ઝગડો છો. રવિવાર પછી તમને 2 વધુ માણસો નો સાથ મળશે "


નંદલાલ :" તું ચુપચાપ જતો રહેજે નહી તો આજે તો હું મારીશ "


રાહુલ :" હા હવે જાઉં છું "


અને રાહુલ ત્યાંથી જતો રહે છે અને નંદલાલ અને માલતીબેન રાહુલ ના આ સ્વભાવ ના લીધે એની ચિંતા કરતા હોય છે.


બીજા દિવસે રાહુલ અને નિશા ના માટે લગ્ન ની ખરીદી કરે છે. લગ્ન સાદાઈ થી જ હોય છે એટલે ખાસ કશું લાવવાનું હોતું નથી. નિશા બહુ મૂડ માં હોતી નથી. એની ખરીદી થઇ જતા રાહુલ એને હોસ્પિટલ મુકવા જાય છે.


રાહુલ :" કેવું છે તારા પપ્પા ને ?"


નિશા :" એવું ને એવું જ છે "


રાહુલ :" કંઈ નહિ. ચિંતા નહિ કર "


પછી આખા રસ્તામાં નિશા કોઈ વાત કરતી નથી અને રાહુલ પણ ચુપચાપ જ રહે છે.


એમ કરતા રવિવાર નો દિવસ પણ આવી જાય છે .
કમને રાહુલ અને નિશા લગ્ન ના તાંતણે બંધાય છે.