adarsh jeevansathi part 10 books and stories free download online pdf in Gujarati

આદર્શ જીવનસાથી ભાગ 10

આદર્શ જીવનસાથી ભાગ 10
હોઠ ઉપર નીત નવા બહાના મળે છે ,
પ્રેમ અને પ્રેમી ક્યાં કદી છાના રહે છે
( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah )

નિશા :" અરે , ક્યાં હતા તમે ? હું તો ઓફિસે તમારી રાહ જોતી હતી. તમને ફોન પણ કર્યો પણ ઉપાડ્યો નહિ એટલે હું જાતે જ આવી ગઈ "


રાહુલ :" ઓહ્હ નો , સોરી , હું તો ભૂલી જ ગયો તને કહેવાનું. સાચું કહું ને તો હું ભૂલી જ ગયો કે તું ઓફિસ આવી છે. સોરી સોરી "


નિશા " વાંધો નહિ "


અને રાહુલ ફ્રેશ થાય છે અને નિશા રસોઈની તૈયારી માં લાગી જાય છે અને રાતે બધા સાથે જમવા બેસે છે અને નિશા મમ્મી પપ્પા ને આજે ઓફિસમાં શું થયું એ કેહતી હોય છે. એ હેમંત ની પણ વાત કાઢે છે અને રાહુલ ના ચેહરાના હાવભાવ વાંચવાનો પ્રયત્ન કરે છે અને આ શું !! રાહુલ તો ગાલ માં મંદ મંદ હસતો હોય છે. આ બાજુ રાહુલ વિચારે છે કે મેં કદી મમ્મી પપ્પા સાથે આ રીતે વાત નથી કરી. નિશા એ મમ્મી પપ્પા ને એક દીકરીની ખોટ પણ પુરી કરી દીધી છે. હું કોને મૂલવી રહ્યો હતો ?મારી પાસે પારસમણિ છે અને હું એને ઓળખી જ ના શક્યો. આ તો સારું થયું કે આવા સંજોગોમાં અમારા લગ્ન થયા બાકી હું નિશા ને લાયક તો નથી જ. ક્યાં એ ને ક્યાં હું ? અને એટલામાં બધાનું જમવાનું પતી જાય છે અને નિશા રસોડાનું કામ પતાવે છે.


અચાનક રાહુલ ને યાદ આવે છે કે એણે નિશા જોડે સમય વિતાવવાનો છે એટલે એ નિશા જોડે જાય છે અને એને કહે છે,
" ચાલ , આપણે રીવર ફ્રન્ટ જઈએ ?"


નંદલાલ :" અત્યારે ? વરસાદ જેવું છે "


આજે લગ્ન પછી પેહલી વખત રાહુલ એ આમ ક્યાંક જવાનું કીધું હતું એટલે નિશા તો ખુશ ખુશ થઇ ગઈ અને એની ખુશી રાહુલ ને સ્પષ્ટ એની આંખોમાં દેખાઈ રહી હતી.


નિશા :" પપ્પા , વરસાદ જેવું લાગશે તો અમે પાછા આવતા રહશું. જઇ આવીએ "

અને તૈયાર થઈને રાહુલ અને નિશા બંન્ને જણા રિવર ફ્રન્ટ જાય છે

ત્યાં બંને જણા ચાલતા ચાલતા વાતો કરતા હોય છે ,
નિશા :" આજે તમે બહુ ખુશ લાગો છો ?"
રાહુલ : હા , આજે હું બહુ જ ખુશ છું. તને પછી કારણ કહીશ "
અને એટલામાં તો તો જોરદાર વીજળીનો કડાકો થાય છે અને આકાશ તો જાણે સિંહગર્જના કરતો હોય એમ વીજળી કડકે છે અને નિશા તો ગભરાઈને રાહુલ ને ભેટી પડે છે.

આ બાજુ આકાશ માં વીજળી થાય છે અને બીજી બાજુ કોઈ કનેકશન વિના રાહુલ ને નિશા ના સ્પર્શ થી 440 વોલ્ટ નો જોરદાર ઝાટકો લાગે છે. એના રોમે રોમ માં નિશા ના સ્પર્શ ની મહેક ફેલાઈ જાય છે , એનું આખું અસ્તિત્વ નિશા ના રંગ માં પુલકિત થઇ જાય છે અને રાહુલ તો જાણે નિશા ના પ્રેમ માં પાગલ જ થઇ જાય છે અને એને એવું થાય છે કે આ ક્ષણ અહિંયા જ આમ જ રોકાઈ જાય અને એ બસ આમ જ નિશા ના સ્પર્શ નો અનુભવ કરે અને એટલામાં તો વીજળી જતી રહેતા નિશા અને રાહુલ છુટા પડે છે.


નિશા :" સોરી , મને વીજળી થી બહુ બીક લાગે છે "


રાહુલ મનમાં :" સારું થયું તને બીક લાગે છે , તને બીક ના લાગતી હોત તો મને આ આહલાદક અનુભવ ના થાત "

રાહુલ :" અરે વાંધો નહિ નિશા "

એટલામાં તો વરસાદ પડવા લાગે છે અને રાહુલ અને નિશા ઘરે પાછા જાય છે.


થોડી વાર માં નિશા સુઈ જાય છે પણ રાહુલ ને કેમ એ કરીને ઊંઘ આવતી નથી. એની સામે જ શાંતિથી સુઈ ગયેલી નિશા ને જોવે છે અને એ તો બસ એના રૂપ ને નિહાળે છે અને એમાં જ મંત્રમુગ્ધ થઇ જાય છે.

રાહુલ મનમાં વિચારે છે કે હું તો એક દિવસ માં જ પ્રેમ માં પડી ગયો. જે આટલા મહિનામાં ના થયું એ આજે આમ અચાનક થઇ ગયું. હું એટલા સમયમાં નિશા ના પ્રેમ માં કેમ ના પડ્યો ? કેવો મૂર્ખ છું હું ? કંઈ નહિ , જે થઇ ગયું એ થઇ ગયું હવે હું નિશા ને મારા મન ની વાત તો કરીશ જ. એક કામ કરું છું હું એક ઓડિયો એને મોકલી દઉં છું. સવારે ઉઠીને મારો મેસેજ જોશે અને ખુશ ખુશ થઇ જશે અને રાહુલ તો ફટાફટ એક ઓડિયો બનાવે છે અને નિશા ને વોટ્સએપ કરે છે.

હાશ , ચાલો મેં મારા મનની વાત કહી દીધી અને એટલામાં એના મન માં યાદ આવે છે ,
" સંબંધ ને પાંખો આપ ના કે પાંજરું "
અરે , નિશા ન મન ની વાત જાણ્યા વિના મારે એને મારા મન ની વાત ના કરવી જોઈએ "
અને ફટાફટ એ નિશા નો મોબાઈલ શોધીને એ એનો ઓડિયો ડીલીટ કરે છે.
વધુ આવતા ભાગ માં

આ ભાગ ગમ્યો તમને..?
મજા આવી..?