Aadarsh Jeevansathi Part-2 books and stories free download online pdf in Gujarati

આદર્શ જીવનસાથી ભાગ 02


"સાંભળીને મારી વાતો ,
શરમ થી લાલ એમના ગાલ થઇ ગયા,

જાણે કે શબ્દો મારા એમના સુધી,
પહોંચતા જ ગુલાલ થઇ ગયા"
( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah )

અનામિકા :" અરે યાર. પસંદ જેવું હોવું જોઈએ મતલબ ? મને માંડી ને પેટછૂટી વાત કર"


રાહુલ :" અરે યાર. હું તને કહું જો. એ તને ખબર ને પેલા પપ્પા ના પરમ મિત્ર જાનીકાકા ?"


અનામિકા :" હા હા , એમની છોકરી ને તારે બહુ બનતું નતું નાનપણ માં "


રાહુલ : " હા, બસ એ જ. એ જ નિશાડી સાથે મારા લગ્ન થવાના છે "


અનામિકા :" ઓકે "


રાહુલ :" જો, એમાં એવું છે ને કે એ જાનીકાકા ને એ લોકો પેહલા આપણા શહેર માં જ રહેતા એટલે મારા ઘરે એમના ઘરના બધાનું આવવા જવાનું રેહતું. નાનપણ માં પેલી નિશા સાવ ઢીલી. નાની નાની વાત માં મમ્મી મમ્મી કરી ને રડયા કરતી ને એમાં માર મને પડતી. સાલી મગરમચ્છ ના આંસુ વહાવીને મને હેરાન કરતી. પછી એ લોકો તો બીજા શહેર માં રહેવા જતા રહ્યા. હમણાં થોડા સમય પેહલા જ એમને ધંધામાં મોટી ખોટ આવી ગઈ એટલે આર્થિક રીતે સાવ ઘસાઈ ગયા. નીતાકાકી 2 વરસ પેહલા જ મૃત્યુ પામ્યા અને જાનીકાકા અત્યારે પોતાના છેલ્લા દિવસો ગણી રહ્યા છે. પપ્પા ને એમના માટે બહુ માન છે. એમણે પપ્પા ને ખાલી એટલું જ કીધું હતું કે મારી લાડલી નિશા ને સાચવજે તો મારો જીવ ગતિ એ જાય તો પપ્પા એ કીધું કે મારા રાહુલ ના લગ્ન હું નિશા સાથે નક્કી કરું છું અને આ રવિવારે આર્યસમાજ માં આપણે એ બન્ને ના લગ્ન કરાવી દઈશું. એ બન્ને ને તમારા આશિર્વદ પણ મળી જશે અને તમે આ દુનિયામાંથી એ સંતોષ સાથે જશો કે તમારી દીકરી બહુ જ સારા અને જાણીતા ઘરમાં જ જઈ રહી છે. આ બધું મારા સામે જ થયું. હું ઘણું કેહવા માંગતો હતો પણ એ સ્થળ અને સમય યોગ્ય હતા નહિ અને પછી પપ્પા ને કીધું તો પપ્પા એ મને પૂછ્યું કે મારે કોઈની જોડે પ્રેમ છે ? તો મેં એમને કીધું કે ના , એવું કશું જ નથી તો એમને કીધું કે હું કોઈ પણ સંજોગે મારું વચન તોડીશ નહિ એટલે તારે નિશા જોડે લગ્ન કરવા જ પડશે "


અનામિકા :" તારી પુરી વાત સાંભળી. મને તું એ કહે કે એમાં ખોટું શું છે ? મને તો કશું જ અજુગતું ના લાગ્યું. એ તારા પપ્પા ના મિત્ર ની દીકરી છે અને એની સાથે તારા લગ્ન થવાના છે. તારે કોઈની સાથે પ્રેમ નથી કે ના તને કોઈ ગમે છે કે ના તારી સાથે પ્રેમમાં કોઈ દગો થયો છે તો પછી તને લગ્ન કરવામાં વાંધો શું છે ? અરેન્જ મેરેજ આવી રીતે જ થાય છે. તકલીફ શું છે તને ?"


રાહુલ :" અનામિકા .યાર તું સમજ. દરેક છોકરાના એના લગ્ન ને લઈને કેટલા બધા અરમાન હોય છે ?"


અનામિકા :" ઓહ હોશિયારી, અમે છોકરીયો બીજા પ્લાનેટ પરથી આવ્યા છીએ ? આવ્યા મોટા છોકરાના લગ્ન ને લઈને અરમાન હોય છે "


રાહુલ :" અરે યાર...આ છે ને બઘી છોકરીઓ સરખી જ હોય છે. મારી માં , આ બે હાથ ને ત્રીજું માથું. ભૂલ થઇ ગઈ માતે. દરેક છોકરી અને છોકરાના એના લગ્ન ને લઈને બહુ બધા અરમાન હોય છે અને જયારે તમારે કોઈ બોયફ્રેન્ડ / ગર્લફ્રેન્ડ ના હોય ને ત્યારે તો અરમાનો નું લિસ્ટ વધુ મોટું થઇ જાય છે. તને તો ખબર જ છે કે હું નાનપણ થી મનમોજી છું. મને મારી જિંદગી મારી રીતે જીવવી ગમે છે અને એટલે જ મારે એવી છોકરી સાથે લગ્ન કરવા છે જે બિલકુલ મારા જેવી હોય. અમારા શોખ , સ્વભાવ , વર્તન, પસંદ, ટેવો એ બધું જ સરખું જ હોય તો છે ને જીવન જીવવાની આમ મજા પડી જાય. હવે નિશા મારા જેવી તો કોઈ રીતે નથી તો હું કઈ રીતે એની સાથે લગ્ન કરું ?"


અનામિકા :" અરે પણ એવું ના હોય. તારા બધા દોસ્ત તારા જેવા જ છે ? બધા અલગ અલગ છે ને ? આપણે બંને અલગ છીએ જ ને ? નથી પાક્કા મિત્ર ? તારી કલ્પના તદ્દન ખોટી છે અને તારી દલીલ બિલકુલ પાયાવિહોણી. એવું ના હોય કે બે માણસો સરખા હોય તો જ એ બંને સાથે સુખ થી રહી શકે. તું નાહક ની ચિંતા કરે છે. તું તારે શાંતિથી નિશા સાથે ઘરસંસાર માંડ. તમારા સંબંધ ને થોડો સમય આપ. એની સાથે સમય વીતાવ એને સમજ અને હું તને શરત મારીને કહું છું કે બધું ખુબ જ સરસ થશે "


રાહુલ :" હું ખોટો આવ્યો તારી પાસે. તું મને સમજી જ રહી નથી. કોઈ મને સમજી રહ્યું નથી. મને એ છોકરી પસંદ નથી. મેં એને હોસ્પિટલ માં જોઈ પણ મને કશું જ ફીલ ના થયું તો કેમ કરતા એની સાથે લગ્ન કરું. રહેવા દે, તું નહિ જ સમજે "


અનામિકા :" રાહુલ , એવું નથી. તું ખોટી માન્યતા માં જીવી રહ્યો છે. એવું ના હોય "


રાહુલ :" હું સાચો જ છું. મારી પાસે આ લગ્ન કરવા સિવાય કોઈ છૂટકો નથી પણ હું એ છોકરીને પ્રેમ નથી કરતો અને ખબર નહિ કદી કરી શકીશ પણ કે નહી "