Adarsh Jeevansathi Part-05 books and stories free download online pdf in Gujarati

આદર્શ જીવનસાથી ભાગ 05

ધડકન દિલ ની મારી વારંવાર મને, એક જ વાત પૂછી રહી છે
જો નથી પ્રેમ તને , તો ગેરહાજરી એની કેમ તને ખૂંચી રહી છે

નિશા :" ના ના અનામિકા .મને હજી થોડો સમય આપો. હું અને રાહુલ ક્યાંક ફરવા જવાનું વિચારતા હતા. મને હજી પણ એક વાર અમારા સંબંધ ને એક મોકો આપવો છે. જો એ પછી પણ કંઈ ના થયું ને તો હું ચોક્કસ તમને કહીશ"

અનામિકા :"ભલે .પણ મને કહેજે ખરા "


નિશા :"" ચોક્કસ. સાચું કહું અનામિકા. તમને મળીને મને થોડી આશા જાગી છે કે કદાચ અમારું લગ્નજીવન સફળ રહેશે બાકી મેં તો આશા કે છોડી દીધી હતી."


અનામિકા :" એક વસ્તુ સમજીલે નિશા , ભગવાને તમારા બંને ના લગ્ન ના સંજોગો ઉભા કર્યા છે એ જ બતાવે છે કે તમે બંને એક્બીજામાટે આદર્શ જીવનસાથી છો "

નિશા :" તમે બહુ આશાના તાંતણા ના બાંધશો. એવું કશું નહિ થાય તો હું દુઃખી થઇ જઈશ. ભગવાને મારા ભાગ માં શોધીને જ કેવો પીસ મુક્યો છે ""

અનામિકા :" એ તો જેવું ઘર હોય ને એવો જ ગોખલો મળે .હાહાહાહા"

નિશા :"બસ બસ .હું સાવ એના જેવી નથી "

અનામિકા :" હાહાહાહા ..એ હું હમણાં કશું કહી ના શકું. ચલ , હવે આપણે સુઈ જઈએ "


અને પછી અનામિકા અને નિશા બંન્ને સુઈ જાય છે અને પછી સવારે ફરી રાહુલ અને નિશા એમના ઘરે પાછા આવે છે અને નિશા ચા નાસ્તો બનાવે છે અને બધા સાથે ચા નાસ્તો કરે છે અને પછી રાહુલ ઓફિસે જવા નીકળે છે.

બપોરે ઓફિસે એ થી રાહુલ નો નિશા ને ફોન આવે છે.


નિશા :"" જય શ્રી કૃષ્ણ "
રાહુલ :" જય શ્રી કૃષ્ણ. મારે હમણાં ઓફિસમાં બહુ કામ છે તો આપણે ખાલી 2 દિવસ રાજસ્થાન જઇ આવીયે તો ચાલશે ?"
નિશા :" હા , મને ચાલશે "
રાહુલ :" થૅન્ક્સ યાર..મારી પરિસ્થિતિ સમજવા માટે "
નિશા :"' અરે એમાં થોડું થૅન્ક્સ હોય હું નહિ સમજુ તો કોણ સમજશે ?"
રાહુલ :" સારું બસ .થૅન્ક્સ પાછું . કાલે સવારે જવાનું છે તો તૈયારી કરવા લાગજે ચાલ હું મુકું તો"
નિશા :" હા ભલે "
અને નિશા જવાની બધી તૈયારીમાં લાગી જાય છે. માલતીબેન ગુજરાત ની શાખ સમાન સુખડી , થેપલા અને ખાખરા આપે છે. રાતે રાહુલ ઘરે આવે છે ત્યારે તો બધું જ પેકિંગ થઇ ગયું હોય છે.

નિશા આ પ્રવાસ ને લઈને ખુબ જ ખુશ હોય છે. એને પૂરતો વિશ્વાસ હોય છે કે આવનારા 2 દિવસ એને અને રાહુલ ને એકબીજાને સમજવાનો વધારે સમય મળશે અને એમની વચ્ચે નું અંતર થોડા ઘણા અંશે ઓછું થઇ શકશે.
નિશા તો સવારે વેહલા ઉઠીને તૈયાર થઇ જાય છે અને એ લોકો બસ માં બેસે છે અને જેવી બસ ચાલુ થાય છે અને રાહુલ તો સુઈ જાય છે. નિશા એ વિચાર્યું હોય છે કે એ અને રાહુલ વાતો કરશે પણ એવું કશું થતું નથી.

હવે એ લોકો પિન્ક સિટી જયપુર પહોંચે છે ને ત્યાં જુદા જુદા સ્થળોની મુલાકાત લે છે અને પછી સાંજે જમી ને એમના રૂમ માં આવે છે.
રાહુલ :" બાપરે, આજે તો બહુ ચાલ્યા બોસ થાકી જવાયું "
નિશા :" હા , મને પણ પગ ભરાઈ ગયા છે પણ મજા આવી "
રાહુલ :" તને ફરવાનો બહુ શોખ છે ?"
નિશા :" હા .મને બહુ જ મજા આવે નવી નવી જગ્યા એ જવું "
રાહુલ :" હા .લાગ્યું મને..આજે પેહલી વાત તને આટલી ખુશ જોઈ "
નિશા:" હા...મને બહુ જ મજા આવી "
રાહુલ :" નિશા, એક વાત પૂછું ? "
નિશા :"હા , પુછ ને "
રાહુલ :"" આમ અચાનક મને તારે ગળે બાંધી દીધો તો તને ચીડ ના આવે ? જ્યાં સુધી હું તને ઓળખ્યો છું આપણે બન્ને બહુ અલગ છીએ અને આપણી પસંદ અને નાપસંદ પણ. મને ક્યારેક એવું થાય છે કે તું મને પરાણે સહન કરી રહી હોય. તારા પણ અરમાન હશે ને. તને આ પરિસ્થિતિ કે મારી પર ગુસ્સો ના આવે ?
નિશા :"" આવે ને ? પણ ગુસ્સો પરિસ્થિતિ પર આવે તારી પર નહી .મારું એવું માનવું છે કે પરિસ્થિતિને સ્વીકારી લઈને તો આપણું દુઃખ થોડું ઓછું થઇ જાય છે. મેં આ પરિસ્થિતિને સ્વીકારી લીઘી છે "

રાહુલ :"" તો પણ ? તને હું પસંદ જ ના પડ્યો તો ?"

નિશા :" એવું શું કરવા થાય ? ભગવાને આપણા લગ્ન ના સંજોગો ઉભા કર્યા છે તો એમ જ તો ના હોય ને ? કોઈ આપણાથી અલગ હોય ઓ એ ના ગમે એવું ના હોય. હકીકતમાં તો કોઈ ગમવા અને ના ગમવા પાછળ ના કોઈ કારણો જ હોતા નથી "

રાહુલ :" આ તો મન મનાવવાની વાત થઇ. આ ફિલૉસફી ખરી જિંદગીમાં કામ નથી લાગતી. મારે તને એવું કેહવું હતું કે નિશા તું મને નહિ ને કોઈને પસંદ કરતી હોય તો પણ તું મને કહી શકે છે. એવું કંઈક હશે તો હું ખુશી ખુશી તારાથી અલગ થઇ જઈશ ""

રાહુલના શબ્દો સાંભળીને નિશા ને ખુબ જ દુઃખ થાય છે. એ એમના સંબંધ ને આગળ વધારવાના પ્રયત્ન કરી રહી હતી અને બીજી બાજુ રાહુલ એ તો એને સીધું કોઈ બીજું હોય તો એને કહેવાનું કહી દીધું. થોડું સ્વસ્થ થઈને એને રાહુલ ને કીધું ,
" એવું કંઈક હશે તો હું ચોક્કસ કહીશ "
રાહુલ :"અને તું કોઈ બોજ લઈને ના જીવીશ .જસ્ટ બી યોરસેલ્ફ ."
નિશા :" હા..ચોક્કસ "
બીજે દિવસ ફરીને નિશા અને રાહુલ ઘરે પાછા આવે છે અને નિશા અનામિકા ને મેસેજ કરીને બધી વાત કરે છે અને એ લોકો એમણે વિચારેલા પ્લાન ને અમલમાં મુકવાનું વિચારે છે અને એ અને અનામિકા બીજે દિવસે હેમંત ને મળીને બધી જ વાત કરે છે.
હેમંત :" જુઓ , મને આ નાટક કરવામાં બહુ વાંધો નથી. બસ મને એક જ ડર છે .મારી ગિર્લફ્રેંડનો ..એ એન જી ઓ ચલાવે છે, એને જો ખબર પડીને તો હું ગયો "
અનામિકા :" એ ક્યાં તને ઓફિસમાં મળવા આવે છે તો ?"
હેમંત :"" ના..એટલે .આ તો ખબર પડે તો ""
નિશા :" એને ખબર પડે ને તો આપણે એને સાચું કહી દઈશું "
હેમંત :"" હા...ડન "