Aadarsh Jeevansathi Part-01 books and stories free download online pdf in Gujarati

આદર્શ જીવનસાથી ભાગ 01

ના તારો છે ના મારો છે, પ્રેમ તો લગ્ને લગ્ને કુંવારો છે,
આજે મને થઇ ગયો છે, તો કાલે તારો ય વારો છે,
ના તારો છે ના મારો છે

ખુલ્લેઆમ થાય છે ક્યાંક તો ક્યાંક છાનોમાનો છે,
વહેતી નદી છે ક્યાંક તો ક્યાંક શાંત કિનારો છે
ના તારો છે ના મારો છે
જુદી જુદી રીત થી એ વ્યક્ત થતો રહ્યો છે સદા,
શબ્દ છે ક્યાંક હોઠ પરનો તો ક્યાંક આંખો નો ઈશારો છે..
ના તારો છે ના મારો છે

સચવાય છે દિલોમાં એ, અલગ અલગ લાગણી બની ,
ક્યાંક મીઠું ઝરણું છે વહેતુ તો ક્યાંક સમુદ્ર ખારો છે,
ના તારો છે ના મારો છે
( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah )


રાત ની ચીર શાંતિ માં આરામ થી સુતેલી અનામિકા નો ફોન રણકે છે.
અરે !!! અત્યાર માં રાહુલ નો ફોન ? અને પછી એ ઊંઘ માં જ ફોન ઉપાડે છે,

અનામિકા : "હા બોલ રાહુલ. શું થયું યાર ? આટલા મોડા ફોન આવ્યો તારો , બધું બરાબર છે ને ?


રાહુલ :" યાર , જોરદાર દાવ થઇ ગયો છે. તું મને હાલ ને હાલ મળ. મળીને કહું તને "


અનામિકા :" અત્યારે ? અત્યારે રાતના 12 વાગ્યા છે રાહુલ; અટાણે ના મળાય "


રાહુલ :" બે જો .મારે કંઈ કે સાંભળવું નથી. હું આવું છું તારા ઘરે "


અનામિકા :" અરે પણ અહિંયા આટલી રાતે ? સવારે વેહલા આવી જજે "


રાહુલ :" પત્તર ઠોકાઈ ગઈ છે મારી, આ બાપા બહુ હેરાન કરે છે મને ને તને હજી ટાઈમ ની પડી છે ?"


અનામિકા :" તું રહ્યો જિદ્દી. આવ ત્યારે પણ એટલું યાદ રાખજે કે જો મારા ફ્લેટ વાળા કોઈએ તને જોયો ને ફરિયાદ કરી ને તો નવો ફ્લેટ તું જ શોધી દેજે "


રાહુલ :" લે ગાંડી, તું મારા ઘરે જ રહેવા આવી જજે બસ. હું આવું હવે નહી તો મને છે ને પેટમાં દુખશે. ખબર છે ને તને "


અનામિકા :" હા ભલે. આવ "


રાહુલ : " એ!! .મને કકડીને ભૂખ લાગી છે એટલે મારા માટે કંઈક બનાવી રાખજે ને ચા તો મારે જોઈશે જ હો. તું ફટાફટ બનાવ ત્યાં સુધી માં હું આવું છું "


અનામિકા :" બસ તું ઓર્ડર કર "


રાહુલ :" હાસ્તો વળી "


અનામિકા :" હું સુઈ ગઈ તી સરસ. આ તારા લીધે ઊંઘ બગડી "


રાહુલ :" કાલે ઓફિસે નહી આવતી બસ. ચલ મૂક હવે હું આવું "


અનામિકા :" હા "


અનામિકા ઘર માં જોવે છે તો કશું હોતું નથી એટલે ઉપમા બનાવે છે અને ચા મૂકે છે. અનામિકા મન માં વિચારે છે , આ રાહુલ એવો ને એવો જ રહ્યો. 5 વર્ષ નો હતો ત્યારે તકલીફ માં આવે ને મને શોધતો ને આજે પણ એવું જ છે.મારા જીવન ની બહુ મોટી મૂડી છે. હું બહુ નસીબદાર છું કે મને એના જેવો મિત્ર મળ્યો છે. નાનપણ થી 10 માં ધોરણ સુધી સાથે ભણ્યા પછી એ જતો રહ્યો એન્જિનિરીંગ કરવા અને મેં કર્યું મારું BBA અને પછી એ જતો રહ્યો MBA કરવા વિદેશ અને મેં અહિંયા થી મારું MBA પતાવ્યું. લગભગ 8 વર્ષ પછી અમે ફરી એક જ ઓફિસમાં ભેગા થયા પણ જરાય લાગ્યું નહિ કે હું મારા દોસ્ત ને આટલા વરસો પછી મળી રહી છું. એ જ માસુમિયત અને એ જ નિખાલસતા.

એટલામાં તો એના ઘરની ડોરબેલ વાગે છે અને એ દરવાજો ખોલે છે ,
રાહુલ :" જો બકા, પેલા મને તું કશુંક ખાવા આપ "
અનામિકા :" હા હા .આપું છું .લે આ ઉપમા અને આ ચા. બસ ?"
રાહુલ ફટાફટ ઉપમા ખાવા લાગે છે.
રાહુલ : " યાર .એ જ સ્વાદ છે તારી ઉપમા નો. આ ચા તું મગ માં લાવી ?"
અનામિકા :" તું હજી ચા ડીશ માં જ પીવે છે ?"
રાહુલ :"હાસ્તો વળી "
અનામિકા :" જા જા .ઓફીસમાં તો મગ માં પીવે છે "
રાહુલ :" બે ઓફિસ માં તો ના પીવાય યાર "
અનામિકા :" તો અહિંયા શું નાટક કરે છે ?"
રાહુલ :" તો નાટક તારી આગળ તો કરાય ડીશ માં આપ ને "
અનામિકા :" લે .પી .બાપા તારો તો ત્રાસ છે હો રાહુલિયા "
રાહુલ :" એ તો હોય...જો બકા .તકલીફ તો રેહવાની "
અને રાહુલ ફટાફટ ઉપમા પતાવી નાખે છે અને ચા પણ પી જાય છે"
અનામિકા :" ઓહ હોશિયારી , હવે તમે બોલશો કે શું થયું ?"
રાહુલ :" યાર મારા બાપા એ મારા લગ્ન નક્કી કરી લીધા છે. આ રવિવારે તો લગ્ન છે. હું તો એવો દુઃખી થઇ ગયો યાર . મારા તો જીવનભર ના અરમાનો પાણી ફરી ગયું "
અનામિકા :" લે ..તે આ તો સારી વાત છે એમાં દુઃખી શું થવાનું ?"
રાહુલ :" એ મારી પસંદ જેવું તો કંઈ હોવું જોઈએ ને ?"