adarsh jivansathi part -09 books and stories free download online pdf in Gujarati

આદર્શ જીવનસાથી ભાગ 09

આદર્શ જીવનસાથી ભાગ 09


એવું નથી કે દરેક વખતે મારા હોઠ જ બોલશે,
આંખોને ય મારા સાંભળવાની આદત રાખજે
( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah )

નિર્ભય મેહતા ,
" મારા શ્રોતાઓ , તમારો ખુબ ખુબ આભાર મને ધ્યાન થી સાંભળવા માટે. આશા રાખું કે તમે તમારા જીવનના થાંભલાને છોડી શકો અને જીવન ને સુખદ બનાવી શકો. અસ્તુ.


રાહુલ તો એકચિત્તે સાંભળી રહ્યો હોય છે અને એને મનોચિકિત્સક એના માટે જ આજે આવ્યા હોય એવું લાગવા લાગે છે. એ તો ફટાફટ ત્યાંથી ઉભો થઈને એમને મળવા માટે સ્ટેજ પાછળ જાય છે.


રાહુલ :" ડોક્ટર , તમે આજે બહુ જ સરસ કીધું. હું તમને શું કહું !! જાણે તમે મારા મન માં ચાલતી અકળામણ જાણી ગયા હો ને એવું લાગ્યું. આજે તમે બહુ જ સાચી વાત કરી છે "

નિર્ભય :" 'ખુબ ખુબ આભાર તમારો...આ તો મારી ફરજ છે મારા એક સેમિનાર થી જો કોઈ એક ઘર પણ તૂટતું બચી જાય ને તો બહુ છે મારા માટે "

રાહુલ :" ડૉક્ટર, પ્લીઝ મને તમારી મદદ ની જરૂર છે. હું પણ કોઈ થાંભલે બંધાઈ ગયો છું પણ કયા થાંભલે એ મને પણ ખબર નથી. મારે તમને મળવું છે "

નિર્ભય :"" હા , ચોક્કસ. હું તને ચોક્કસ થી મદદ કરીશ
લે આ મારુ કાર્ડ છે. મને કાલે સવારે મળજે "

રાહુલ :" કાલે સવારે ? આજે નહિ મળી શકો ?"

નિર્ભય :" ઓહો...તો ભાઈ ચાલ મારા ઘરે. આપણે ત્યાં જ વાત કરીયે "
એટલામાં સંદીપ આવે છે ,

સંદીપ :" નિર્ભયભાઈ , આ આવ્યો ત્યારે એમ જ આવ્યો તો ને હવે જુઓ કાલ સવાર સુધી પણ રાહ જોવા તૈયાર નથી "

રાહુલ :" સંદીપ યાર, તારો ખુબ આભાર યાર. મને નિર્ભયભાઈ સાથે મળાવવા માટે "

સંદીપ :"બધું બરાબર ને ભાઈ..?"

રાહુલ :" અહિંયા આવ્યા ત્યાં સુધી નતું પણ હવે થઈ જશે એવું લાગે છે...એ પણ તારા થકી"

સંદીપ :"બોસ..આપણું કોઈ પણ કામ હોય તો ગમે ત્યારે કહેજે"

રાહુલ :"thanks યાર"

અને રાહુલ તો ત્યાંથી નિર્ભયભાઈના ઘરે જાય છે.

નિર્ભય :" શું નામ છે તારું ?"

રાહુલ :" રાહુલ સર "

નિર્ભય :" તું અહિંયા બેસ, હું આવું છ.બોલ તું ચા પીશ કે કોફી ?"

રાહુલ :"" અરે તમે મારા માટે કોઈ તકલીફ ના લેશો "

નિર્ભય :" અરે ભાઈ એમાં તકલીફ શું ? તું મને તારો મિત્ર જ માન "

રાહુલ :" સારું..તમારો ખુબ આભાર ભલે ચા પીશ હું "

નિર્ભય :" સરસ "

અને નિર્ભયભાઈ થોડી વાર માં આવે છે અને એ અને રાહુલ બન્ને જણા સાથે બેસીને ચા પીવે છે.

નિર્ભય :" બોલ રાહુલ, શું તકલીફ છે ?"

રાહુલ :" ડૉક્ટર સાહેબ , આજે તમે બોલી રહ્યા હતા ને ત્યારે મને એવું લાગ્યું કે જાણે છુપી રીતે મારી જિંદગી માં ડોકિયું કરીને મને ઠપકો આપી રહ્યા હોય"

નિર્ભય :" હા હા હા ..એ તો જ્યારે તમારી જિંદગી નું કશુંક ક્યાંક બોલાતું હોય એટલે એવું જ થાય. બોલ ભાઈ શુ તકલીફ છે..?..હવે હું તારા જીવનમાં ડોકિયું કરી જ દઉં.

રાહુલ નિર્ભયભાઈ ને આખી વાત કરે છે કે કેવા સંજોગોમાં એના અને નિશા ના લગ્ન થાય છે અને એને અફસોસ છે કે નિશા એની સ્વપ્ન સુંદરી જેવી નથી અને તે બંને એકબીજાના મન માં એકબીજા માટે પ્રેમ જગાડી શક્યા નથી. નિર્ભયભાઈ શાંતિથી રાહુલ ની પુરી વાત સાંભળે છે અને પછી કહે છે,
" ભાઈ.. હું તને કહું કે આજે જ તારે તારા મા બાપ બદલાવી દેવાના છે ..બદલી દઈએ.?"
રાહુલ :"ના..શુ કામ.."
નિર્ભય :" કેમ એમણે એટલા વર્ષોમાં કદી કોઈ ભૂલ જ નથી કરી અને એ એકદમ આદર્શ છે તારા માટે ?'
રાહુલ :"ના..એવું નથી..પણ એ મા બાપ છે ..ભગવાને આપેલી ભેટ"
નિર્ભય :" તો ભાઈ..જીવનસાથી પણ ઈશ્વરની ભેટ જ છે પણ આપણે એ સમજતા નથી. જેમ માં બાપ ના બદલાય એમ જીવનસાથી ના બદલાય. જો દીપિકા પાદુકોણ ના મળે તો જે મળે એને દીપિકા પાદુકોણ જ માનવાનું હોય. તું એમ ના માન કે તારા લગ્ન થયા છે તારી પત્ની જોડે .લગ્ન બંધન લાગે છે એટલે તું એમ માન કે તું પ્રેમ સંબંધ માં છે એની સાથે. સંબંધ ને પાંખો આપ ના કે પાંજરું. તું રોજ એના પ્રેમ માં પડ. આજે એના માં રહેલા સારા ગુણોનો વિચાર કરજે અને તારા અવગુણોનો પણ વિચાર કરજે..એને જાણ..એની સાથે સમય વિતાવ..તે મને જે રીતે કીધું કે તને ના ગમ્યું એણે બીજા કોઈને પણ મહત્વ આપ્યું એટલે એક વાત તો સ્પષ્ટ છે કે તારા દીલ માં એના માટે એક કોમળ ખૂણો તો છે જ અને હું તો છું જ તારી સાથે. આજે ઘરે જા..તારી પત્ની ને પ્રેમ કરવાના કારણો શોધ.એની સાથે ક્યાંક બહાર જા અને બસ મને ફોન કરજે પછી અને ઘર તો તે જોઈ જ લીધું છે. "

રાહુલ :" તમારો ખૂબ જ આભાર ડોક્ટર સાહેબ..તમારો હું ઋણી છું. હું તમને કાલે કહીશ કે શું થયું પછી."

નિર્ભય :"હા..ચોક્કસ ..ઓલ ધ બેસ્ટ"


રાહુલ : થૅન્ક યુ સર. હું રજા લઉં. તમારો કિંમતી સમય મારા માટે ફાળવવા માટે આભાર. જલ્દી જ મળશું "


અને રાહુલ ત્યાંથી નીકળીને એક શાંત જગ્યા એ બેસે છે અને આજે નિર્ભયભાઈ એ કરેલી પુરી વાત પર વિચાર કરે છે.


" નિર્ભયભાઈ એકદમ સાચા છે. મારાથી મોટો કોઈ મૂર્ખ નથી આ દુનિયામાં. હવે સમય બગાડ્યા વિના હું એમણે કીધેલું કામ કરું.નિશા. સહેજ શ્યામ અને ઘાટીલો ચેહરો, એની મોટી આંખો ને એમાં નાખેલી કાજલ, એના દાડમ જેવા દાંત અને હસે તો ફૂલો ખરી પડે એટલી નિર્દોષતા , મારી નાની નાની વાતોને સમજી લેવું, જિંદગીમાં આવી પડેલી આફત સામે ઝઝૂમી લેવાનો અભિગમ, એના ઘરેથી મારા ઘરે આવીને એને પોતાનું બનાવી લેવું, મારા મમ્મી ને ઘરના કામ માં મદદ કરવી, પપ્પા અને મારી નાની જરૂરિયાતોનું ધ્યાન રાખવું, એનો ધીમો અવાજ અને જતું કરવાનો સ્વભાવ, મારી જિંદગી અને મારી સ્વાતતંત્રતા ને મારા જેટલું જ માન આપવું . કદાચ એમાં નું એક પણ કોઈ પત્ની કે પ્રેયસીમાં ના હોય ને તો કદાચ જીવનની થોડી ઘણી શાંતિ તો હણાઈ જ જાય છે. હે ભગવાન, મને આ એહસાસ કરાવવા માટે તમારો આભાર અને રાહુલ ત્યાંથી નીકળીને ઘરે આવે છે અને એના ઘરમાં પ્રવેશતા જ એ ઓફિસે થી આવીને ઘરના કામ માં વ્યસ્ત નિશા ને જોવે છે અને એની નજર ત્યાં જ સ્થિર થઇ જાય છે .

એ બસ એને જોઈ જ રહે છે. આજે પેહલી વાર એને નિશા માં દુનિયાની સૌથી સુંદર યુવતી ના દર્શન થાય છે. એક મિનિટ માટે તો એ બસ પોતાની ધડકન જ ચુકી જાય છે. અને એટલામાં નિશા ત્યાં આવે છે અને માંડ માંડ રાહુલ પોતાની નજર નિશા પરથી હટાવે છે.
વધુ આવતા ભાગ માં
તમને આ ભાગ માં મજા આવી ? પ્રતિભાવ ચોક્કસ આપજો.આશ્કા