Bhinjayelo prem books and stories free download online pdf in Gujarati

ભીંજાયેલો પ્રેમ

(હવે અમે બંને ત્રણ મહિના સુધી મળી શકવાના ન હતા એટલે છુટા પડતી વેળાએ સ્વાભાવિક રીતે આંખો ભીની થયી ગયી હતી. રાહીએ મને કહ્યુ “મેહુલ તું મને મળવા તો આવીશને?”

મેં માત્ર માથું જ હલાવ્યું હતું ત્યાં તે મને ભેટી પડી અને ડૂસકે ડૂસકે રડવા લાગી…)

Continue

Writing Method Change,

રાહી,

જયારે તું રડતી હતીને ત્યારે બપોરના બાર વાગ્યે પણ અમાવસનું અંધારું છવાય ગયું હોય અને અંધારામાં જેમ કોઈ વસ્તુ ખોવાય જાય અને તે શોધવામાં જેવી મુશ્કેલી પડે તેવી જ મુશ્કેલી મને ત્યારે પડતી હતી. મારા મગજમાં બસ એટલા જ વિચારો ચાલતા હતા કે આ તારી ભીંજાયેલી આંખોમાંથી જે કાજળ નીકળીને ગાલો પર આવે છે તે કાજળને હટાવીને ચહેરા પર સ્મિતની જગ્યા ખાલી હતી ત્યાં પેલું મામાના ઘરે ફરવા ગયેલું સ્મિત પાછુ આપવું અને તેટલા માટે જ રાહી.. ,મે એવી હરકતો કરી હતી જેના થકી તું તારી હસી રોકી શકી ન હતી અને સાથો સાથ એ જ ક્ષણે વિરહની કલ્પનાથી પાછા પેલા કાજળને ગાલો પર આમંત્રણ આપ્યું હતું.

આપણે બંને ત્રણ મહિનામાં ચોક્કસ મળશું જ તેવા વચનો આપી છુટા પડ્યા હતા,તે તો મારા ખભા પર માથું રાખીને જતાવી દીધું હતું કે તું મેહુલ વિના રહી નહિ શકે રાહી, પણ ત્યારે હું તને કઈ કહી શક્યો ન હતો. ભાવનગરથી સિહોરનું અંતર, જે પચીસ મીનીટમાં કપાઈ જતું તે મારા માટે આજે કલાકોના સફરમાં પરિણમ્યું હતું. ખબર હતી જ કે ત્રણ મહિના પછી રોજે મળવાનું છે પણ કોઈ મુસીબતનો અંદેશો હશે અથવા ડર લાગતો હશે પણ તે દિવસે મને કઈ ચેન પડતું ન’હતું, અને તારી સ્થિતિ એવી જ હતી એટલા માટે જ તે દિવસે તે મને દસથી પંદર વાર ફોન કર્યો હતો રાહી અને દર વખતે માત્ર હાલચાલ પૂછીને જ ફોન કટ કરી નાખતી હતી. તે દિવસની રાત આપણા બંને માટે જાગરણ જેવી રહી હતી રાહી. પૂરી રાત હું આકાશની સોડ લઈને અગાસી પર તારા વિચારોમાં ગુમ હતો અને બીજી બાજુ તું સોડ તાણી સુવાનું નાટક કરતી હતી પણ પૂરી રાત તને એક પણ ઝોકુ આવ્યું નો’હતું.

***

તને ખબર છે રાહી મેં તને એક વાત પૂછી હતી કે “હું જ તને કેમ પસંદ આવ્યો બીજા ઘણા બધા તારી સુંદરતાના દિવાના હતા તો આ ફૂલને કેમ આ જ કાંટો પસંદ આવ્યો?” તે વળતા જવાબમાં કહેલું રાહી “ આ કાંટો જયારે મારી સાથે હોય ત્યારે તે ફક્ત મારી અને તેની જ વાત કરે છે, બીજા કાંટાઓની જેમ બીજી પંચાત નથી કરતો એટલા માટે જ આ કાંટો મને પસંદ આયો. ” અને મેં પણ આ જ કારણ તારી સામે રજુ કરેલું ભલેને પછી તે અર્પિતની વાત હોય કે સેજલની વાત પણ આપણી વાત આવતી ત્યારે બધું જ ભૂલી જતો રાહી. આવા જ કારણોના લીધે રાહી તારાથી છુટા પડ્યા પછી મેં બીમારીને નોતરું આપેલું, ઘરવાળા બધા ભલેને કોઈ ભી કારણ શોધતા હતા પણ મને જ ખબર હતી રાહી કે આ બધું તારા ન હોવાથી જ થાય છે.

રાહી,હું ત્યારે પંદર દિવસ બીમાર રહ્યો હતો પણ તારો જયારે ફોન આવતો ત્યારે તને કઈ જ ના કહેતો કારણ બસ એટલું જ હતું કે મારે પેલા મામાના ઘરે ગયેલા કાજળને તારા ગાલ પર આમંત્રણ નો’હતું આપવું. જયારે હું તાજો-નરવો થયો હતો ત્યાં મારું અડધું વેકેશન પૂરું થઇ ગયું હતું અને તારા તરફથી પણ મળવાનું દબાણ વધતું હતું. મારી મરજી વિરુદ્ધ મેં તને હા કહેલી રાહી,પણ કુદરતની કરિશ્માને કોણ સમજે, જે દિવસે આપણે મળવાનું હતું તેના આગળના દિવસે તારો ફોન આવ્યો અને તે કહેલું કે કાલે ઓચિંતું મામાના ઘરે જવાનું થયેલ છે અને આ સાંભળી મેં ભોળાનાથનો આભાર માનેલો. એવું ન’હતું કે મારે તને મળવું ન હતું પણ મારી સ્થિતિ એટલી ખરાબ હતી કે હું આવી શકું તેમ નહતો.

તું મામાના ઘરે ચાલી ગયી તો મેં પણ વિચાર્યું હું પણ મારા સંબંધીને ત્યાં ફરતો આવું અમસ્તા ભી ઘરે બેસી-બેસી કંટાળી ગયા હતો. પણ કહેવાયને હકીકતમાં સંજોગોને કોઈ પારખી શકતું જ નથી અને જે ગામ હું ફરવા ગયેલો તે જ ગામ તારા મામાનું પણ હતું,ગામ તો સમજ્યા ઘરની શેરી પણ એક હતી બસ મળી શકાય તેમ ન હતું કારણ કે તારા મામા અને મારા સંબંધી વચ્ચે બનતું ન હતું.

હું સાંજના સમયે બુક્સ વાંચવા અગાસી પર આવું કે પછી ઘરની બાજુમાં નદી કિનારે બેસવા જાવ તું કોઈ ભી કારણ શોધી મારા સંપર્કમાં રહેવાનું પસંદ કરતી. તને યાદ છે રાહી જયારે પૂનમની રાત્રે અંધારું થયા પછી જયારે ચાંદ તેની ચાંદની નદીના નીરમાં પાથરતો હતો, હું એક પથ્થર પર બેઠો હતો અને તું ઘરે બહાનું બનાવી મારી પાસે આવીને બેસી ગયેલી. તે રાત્રી યાદ કરીને હું આજે પણ ગદગદ થઇ જાવ છુ જયારે તે મને કહેલું “મેહુલ કેવું સારું હોત જો આપણે અહિયા જ રેહતા હોત,આપણે રોજ અહિ બેસવા આવેત. અને મેં પણ કહેલું હા તું અહી બેસીને આ સુંદર નજારામાં ખોવાઈ જાત અને હું તારી સુંદરતામાં. તે દિવસે પણ તે પેલી કોઈ દિવસ ન ભુલાય તે સ્માઈલ આપેલી. તે રાતને આપણે સામાન્ય રાતમાંથી હમેશા યાદ રહે તેવી યાદગાર રાત બનાવી હતી.

જયારે હું સબંધીના ઘરેથી પાછો આવ્યો ત્યારે તે પણ ઘરે જવાની જિદ્દ પકડી હતી મારા પૂછવાથી તે કહેલું કે તારા વિના અહિયા ગમતું જ નથી. આમ તે જે વેકેશન પડતી વેળાએ વાત કરી હતી તેમ આપડે સાથે રહ્યા હતા. વેકેશન ખુલતાની સાથે તને શું થયું હતું રાહી,આઠ દિવસ તે મારી સાથે વાત જ ન કરી, આવું તો કોઈ કરતુ હશે અને પછી જયારે વાત કરી તો કેવું બહાનું બતાવ્યું??? “હું જોવા માંગતી હતી કે હું તારા વિના અને તું મારા વિનાં રહી શકે છો કે નઈ અને તારા આ આઠ દિવસ સાથે ન રહેવાનો લાભ પ્રિયાએ લીધેલો . જેને તારી દરેક પળની ખબર હતી અને તેના કારણે આપણી વચ્ચે ગેરસમજ ઉભી થઇ હતી અને મેં તારી ગેરસમજણ દુર કરેલ. ઝઘડો યાદ આવતા તને કઈ યાદ આવે છે.

રાહી,એક વાર હું, તું,અર્પિત અને સેજલ ક્લાસમાં વાતો કરતા હતા અને અર્પિતને પરેશાન કરવા પેલા શક્તિ અને બીજા દોસ્તો અર્પિતને બોલાવતા હતા અને તારા વિશે અપશબ્દો બોલી રહ્યા હતા ત્યારે હું તેની સામે પડ્યો હતો અને તે લોકોને વાર્યા હતા. પણ તારા મગજમાં શું વાત ચાલતી હતી કોને ખબર?? તેની સાથે ઝઘડાનું તે કારણ પૂછ્યું અને મેં ન જણાવ્યું તો તે મારી સાથે ઝઘડો કર્યો. કદાચ આપડા સબંધોનું પતન થવાનો એ પાયો હતો.

***

તે પછી તે ઘણા બધા દિવસો સુધી મારી સાથે વાત ન કરેલી અને જયારે અર્પીતે તારી સમક્ષ વાતનો ખુલાસો કર્યો હતો ત્યારે તું મારા ખભે માથું રાખીને ખુબ રડેલ અને તેના જ કારણે મારા શર્ટની એક બાજુ પલળી ગયી હતી. તને યાદ છે રાહી,આપડે કોલેજના બીજા વર્ષમાં કચ્છનાં પ્રવાસનું આયોજન થયું હતું અને આપણે બંનેએ નામ નોધાવ્યું હતું. એ સમયતો હું કેમ ભૂલું જયારે બસ ઉપડવાનો સમય રાત્રે બે વાગ્યાનો હતો અને આપણે બંને દસ વાગ્યાનાં કોલેજમાં આવીને બેસી ગયા હતા. તું કેટલું બધું સમજાવતી હતી રાહી, સાથે રેહજે, સેલ્ફી લઈશું, સાથે નાસ્તો કરીશું, ત્રણ દિવસનો તે પુરો પ્લાન મને દસ મીનીટમાં સમજાવી દીધેલો અને પ્રોફેસરની સામે કેમ બધું સજાયું હોય તેમ માથું હલવવી તેમ મેં પણ બધું જ સમજવાનું નાટક કરેલ અને ત્યારે જ ઓચિંતું તે મારા હોઠો પર ચુંબન કરેલ રાહી. પછીના ત્રણ દિવસતો બંને માટે સપના જેવા જ રહ્યા કારણ કે તમારે જો દસ કદમ ચાલીને પરબ મળતું હોય અને તરસ લાગી હોય તો તમે કોઈને પૂછવાના નથી સીધે-સીધું પેહલા પાણી જ પીશો. તેવી જ રીતે બસમાં છપ્પન સીટ હોય અને તમને પંચાવન-છપ્પ્નમી સીટ મળે તો આપણે બીજું શું જોઈએ?? રાત્રે ત્રણ વાગ્યે બસ ઉપડી હતી અને સાથે સાથે રાહી અને છપ્પનમી સીટ, જાણે ફિલ્મ જોવા Silver ની ટિકિટ લીધી હોય અને Gold ની જગ્યા મળી જાય. કચ્છ પોહ્ચ્યા ત્યાં સુધીમાં તો આપણે બંને સેન્ચુરી મારી લીધી હતી.

(ક્રમશઃ)

લિ. મેર મેહુલ