Ena Earings Bolya books and stories free download online pdf in Gujarati

Ena Earings Bolya


“એના એરીંગ્સ બોલ્યા”

હિરેન કવાડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

એના એરીંગ્સ બોલ્યા

મંદિર યા મસ્જીદ કી ક્યા ઝરૂરત હૈ,

ઉસકા હસતા ચહેરા હી મેરી બંદગી હૈ.

એના ગાલ પરનુ તલ, નજર ના લાગે એના માટેના કાજળનુ કામ કરે છે. છતા એ કાજળ લગાવે છે. ભલે કાજળ આછુ આછુ છે. એ પ્રીયતમા ની પાછળ ઘણા પાગલ થઈ ગયા. પણ બધામાં કાજળ જીતી ગયુ. પોતે કાળુ હોવા છતા એની આંખો ને ચુમવાનો મોકો..!! આ કાજળ ભાગ્યશાળી છે. પાછુ ગાલ પરનુ તલ કંઈ નિર્દોષ નથી. એ તલે તો કેટલાંયના હ્ય્દય ને દોડાવ્યા છે, મારી આંખો એની સાક્ષી છે. એના ખુલ્લા સીલ્કી વાળમાં ખબર નહિ કઈ શક્તિ છે. એક તરફ વાળ ઉડે અને બીજી તરફ બધાના હ્ય્દય સપનાઓના આકાશમાં ઉડે.

એના ક્યારેક ક્યારેક પહેરેલા ઝાંઝરનો અવાજ વર્ષો સુધી કાનમાંથી જતો નથી. તો એના આગળ આવેલા વાળને પાછળ નાખવાની અદા અને આ અદાની સાથે નેણ ઉંચા હોય છે, એનો ઉદાસ ચહેરો એની ઉંમર વધારી દે છે. પણ એના સ્મિત વાળો ચહેરો જોયા પછી લાગે કે, બસ હવે કંઈ નથી જોઈતુ. એક સ્મિત જોયુ અને જીવી લીધી આ જીંદગી. એની આંખોને હું આજ સુધી સમજી નથી શક્યો. કદાચ એની આંખો કન્ફ્યુઝ હશે. દર વખતે કંઈ અલગ અલગ જ બોલતી હોય. પણ એની આંખોને મારે થેંક્સ કહેવુ પડે કારણ કે, મેં એને રડતા બવ ઓછી જોઈ છે. એના એરીંગ્સ એના કાનને કંઈક કહેતા હોય છે. એના એરીંગ્સ બવ ચાલાક છે. જે વાત એરીંગ્સ ને ના ગમતી હોય એ કાન સુધી પહોંચે જ નહિ, પછી મારે ના છુટકે એરીંગ્સને ચણા ના ઝાડ પર ચડાવવા મસ્કા મારવા પડે.

“એરીંગ્સ મસ્ત છે”, એરીંગ્સ ગદ ગદ ફુલાઈ જાય.

તો પાછા એના ઝાંઝર ને ખોટુ લાગી જાય. એના ઝાંઝરની એવી ફરિયાદ છે કે, મને એના પગેથી દુનિયા જોવાનો મોકો બવ ઓછો મળે છે. શહેરમાં જ્યારથી હુ એની સાથે આવ્યો છુ ત્યારથી મને નવરાત્રીમાં જ બોલવાનો મોકો મળે છે. પણ પછી મેં એને સાંત્વના આપી. તુ ખુશનસીબ છે, તારો આભાર તો ઘણાય માનતા હશે. કારણ કે જ્યારે તુ બોલે છે, તો લોકો ને ખબર પડી જાય છે, કોણ આવી રહ્યુ છે. ઝાંઝર તો ખુશ થઈ ગયા.

નેકલેસ વધારે વાટ ના જોઈ શક્યુ. એને એમ થયુ કે બધાની સાથે વાત થઈ, મારો તો વારો જ ના આવ્યો. નેકલેસ ને એમ થઈ ગયુ કે હુ તો ડવલો છુ. ડાયમંડ નેકલેસના હિરા ઝાંખા પડવા લાગ્યા. મેં નેકલેસ ને સમજાવવાનુ ચાલુ કર્યુ.

“જો ભાઈ, તુ ના હોત તો આ સુના ગળાને કોણ જોતુ હોત. તારા વિના આ ગળુ સુંદર જ ના લાગે. ઝાંઝર ને કોઈ સાંભળે ના સાંભળે, એરીંગ્સ ઉપર વાળ આવી ગ્યા હોય તો કોઈ જોવે પણ નહિ, પરંતુ પ્રિયતમાં ની સાથે વાત કરતી વખતે તારા ઉપરતો નજર જાય જ. એટલે તારો આ મુલાયમ બોડી ઉપર મોટો રોલ છે, એટલે તારે સારૂ પરફોર્મન્સ આપવાનુ છે. અને લોકોને તારી બવ પડી હોય છે, તારા વિના ગળાની સુંદરતા આવે જ નહિ. એટલે તારી વેલેડીટી લાઈફ ટાઈમ છે, કદાચ ચોરીના ફેરા પછી તમારા ફેમીલીનુ જ કોઈ મંગળસુત્ર બનશે. યુ આર વેરી ઈમ્પોર્ટ્‌ન્ટ.”

ત્યાંજ અચાનક પ્રિયે ટેબલ પર હાથ મુક્યા, કાંચના બે કંગણ તુટી ગયા. એમણે તો શોર મચાવ્યો. મારે હવે એમને પણ શાંત કરવા પડે એમ હતા.

“ના મારે કંઈ નથી સાંભળવુ. શહેરમાં આવ્યા પછી મને તો બધા ભુલી જ ગયા છે. ગામડામાં હતા ત્યારે તો અમને અમારા માલીક લારી લઈને વેંચવા નીકળતા, શેરીમાં આવેલી બંગડીની લારીની આસપાસ સુંદરીઓનુ ટોળુ હોય. અમને પંસદ કરવામાં બે બે કલાક ચાલી જતી. અમારો અવાજ સાંભળીને આજુબાજુના છોકરાઓ થ્રીલ અનુવતા. જ્યારે અમારા સ્વર્ગવાસનો સમય થઈ ગયો હોય ત્યારે પ્રેમથી અમને ફેંકી દેવામાં આવતા, જો અમે એલ્યુમીનીયમથી બન્યા હોઈએ તો અમે ભંગાર વાળા સાથે જીને પણ પ્રિયતમાં ને થોડાક પૈસાની હેલ્પ કરતા. પણ હવે તો અમારી પણ હાઈબ્રીડ જાતીઓ આવી ગઈ છે, પ્લાસ્ટીક ની રીંગ્સ અને લાકડાના કંગણે અમને ખુબ રડાવ્યા. તુટવુ એતો અમારો સ્વભાવ છે, એમાં અમે શું કરી શકીએપ? પ્લાસ્ટીંગ તો ગ્લોબલ વોર્મીંગમાં પણ વધારો કરે છે. અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે.”

મેં કગણને સમજાવવાનુ ચાલુ કર્યુ.. “જો ૨૧મી સદી ચાલી રહી છે. અમારા ૈં્‌ ની વાત કરૂ તો રોજ નવી બે ટેકનોલોજી આવે છે. અમારે એ ટેકનોલોજી સાથે અપડેટ રહેવુ પડે. એવી જ રીતે આ નવા કંગણ તમારા જ કુંટુંબના હશે. હા એ વધારે અવાજ નથી કરતા, પણ એ વારંવાર તુડી પણ નથી જતા. અને તમે ક્યાંય પણ અથડાવ તો કાંચના હોવાથી ઈઝીલી તુટી જાવ. છતા તમને નવ દિવસનો જલસો નવરાત્રીમાં તો હોય જ છે ને. નવ દિવસ સુધી તમારે મનમુકીને ખનકવાનુ હોય છે. મેં ગઈ નવરાત્રીના ફોટા જોયા હતા. બવ મસ્ત લાગતા હતા તમારા લોકો. અને યાર તમે મુવ ઓન કરો. હવે તો તમારો ઉપયોગ ઘટશે એટલે હવે તમે નવા રૂપ ધારણ કરી લો, જો એમ નઈ ફાવે તો તમારે ગામડામાં પાછુ જવુ પડશે.”

“હા નવરાત્રીમાં તો અમારી બોલબાલા હોય છે, આ વખતે જો નવે નવ દિવસ અમને હાથમાં પહેરવામાં નહિ આવે તોપ”

“તો.. શુ..?”, મેં પુછ્‌યુ.

“તમારો પેલો પોલીટીશીયન છે ને અરવિંદ કેજરૂ, એ જેમ કારણ વિનાના ધરણા કરે ને એમ અમે પણ ધરણા કરીશુ. પછી બધા લોકોએ પોતાના હાથ પર સાબુ લગાવીને અમને હાથમાં ચડાવવા પડશે.”

“ચલ હુ તારી ગેરન્ટી લવ છુ, તુ આ વખતે નવે નવ દિવસ..!”, મે કહ્યુ.

એનો પગ ભુલથી મારા પગને અડી ગયો અને મારી નજર એના સેન્ડલ પર પડી. સેન્ડલ તો બવ ખુશ દેખાણા. સ્લીમ એન્ડ સાદા સેન્ડલ ખુબ સુંદર લાગી રહ્યા હતા. મેં સેન્ડલ ને પુછ્‌યુ. કા એલા તમે આટલા બધા ખુશ કેમ છો..? એમણે તો એજ ખુશીથી કહેવાનુ ચાલુ કર્યુ.

“જલસો તો અમારે જ છે, જ્યારે હોસ્ટેલમાં કોઈ બહાર ફરવા જવાનુ હોય એટલે અમારી પાસે આવી પહોંચે, જેના પગમાં છીએ એમના સેન્ડલને નવી નવી જગ્યા જોવાનો મોકો જ નથી મળતો અને અમે બીજા કોઈ ના સેન્ડલ હોવા છતા દુનિયા ફરીએ છીએ. હોસ્ટેલમાં રહેવાનો આ તો ફાયદો છે.”

ઓહ તો તમે કોઈના ઉધાર છોપ!!!

હવે બધા ખુશ હતા. એરીંગ્સ, કાજળ, તલ, નેકલેસ, બંગડી(કંગણ), ઝાંઝર.

“ત્યાંતો કપડા બોલ્યા. અમે ઓ કોઈને દેખાતા જ નથી. અમારી પાછળ તૈયાર થવા માટે બે-કલાક બગાડયા છે.” કપડા કટાક્ષ માં બોલ્યા.

“જો ભાઈ તમે ના હોત તો બાહ્ય સુંદરતા જ ના હોત. આજે તો તમે બવ સુંદર લાગો છુ.”

“ક્યાંથી આવ્યા છો..?”

“હુ નેહરૂ નગરથી.” ટોપ બોલ્યુ.

“હુ લાલ દરવાજાથી”, લેગીઝ બોલી.

“ઓહ્‌હ નાઈસપ યુ આર લુકીંગ ગ્રેટ..! એન્ડ પરફેક્ટ..!!”,

પણ હુ તો કોઈ બીજાના પ્રેમમાં જ પડયો હતો. મારા આ સંવાદ દરમ્યાન એ લોકો કંઈ જ નહોતા બોલ્યા.

“આંખો ચુપચાપ મને જોઈ રહી હતી, જાણે ધારદાર તલવાર હોય એમ એણે એની દ્રષ્ટીથી મને હ્ય્દય સોંસરવો વીંધી નાખ્યો.”

“ખુલ્લા લહેરાતા વાળ મુંગા મુંગા કેટલુય બોલી રહ્યા હોય એમ લાગતુ હતુ.”

“એનુ સ્મિતપ આહ્‌હ્‌હ્‌હ્‌હા. એના સ્મિત પર તો વારી જાવાપ.! જો સવારમાં એનુ સ્મિત મળી જાય તો ઈશ્વરને યાદ કરવાની પણ જરૂર ના પડે. એનુ સ્મિત જ મારી બંદગી”

મંદિર યા મસ્જીદ કી ક્યા ઝરૂરત હૈ,

ઉસકા હસતા ચહેરા હી મેરી બંદગી હૈ.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઈટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઈટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઈનરથી વધુ કઈ જ નથી. હાલ એ ફુલ ટાઈમ આર્ટ્‌સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઈટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

હિરેન કવાડના બીજા પુસ્તકો

All Books Available on Gujarati Pride Ebook App