Oh ! Nayantara - 23 books and stories free download online pdf in Gujarati

ઓહ ! નયનતારા - 23

23 - તબ પિયુ પકડે હાથ !

કબાબની ખુશબો, શબાબની માદક ગંધ નાક સુધી પહોંચે છે, એટલે વાફાનો હાથ પકડીને થોડે દૂર લઈ ગયો.

અચાનક શું થાય છે ? મને શા માટે અહીંયા લઈ આવ્યો ?

તારી સાથે ઈશ્કબાજી કરવી છે.

આપણી હોટલના રૂમમાં તારે જે કરવું હોય તે કરજે પણ અહીંયા પાર્ટીના માહોલમાં મને જરા અજુગતું લાગે છે. આખરે આપણી કંપનીની આબરૂનો સવાલ છે.

એવામાં પાર્ટીનો માહોલ બદલે છે. નૃત્ય કરતી હસીનાઓ પ્રેક્ષકોને નૃત્ય કરવા આમંત્રણ આપે છે. ઢોલનો અવાજ સાંભળીને ગુજરાતીઓ મૌસમમાં આવી જાય તેમ વાફાને ખેંચીને સમૂહ નૃત્યમાં જોડાઈ ગયો.

મારા માટે એકદમ નવો માહોલ હતો. નવી સંસ્કૃતિ હતી. નવું સૌંદર્ય હતું. પડછંદ તુર્ક પુરુષનો અને ખૂબસૂરત તુર્કી સ્ત્રીઓને પહેલી વાર જોવાનો મોકો મળ્યો છે.

શરીર થાકી જાય ત્યાં સુધી નાચગાનનો કાર્યક્રમ ચાલે છે. મારો કોટ પણ પરસેવાને કારણે ભીનો થઈ ગયો છે. વાફાનો ચુસ્ત ડ્રેસ પણ ભીનો થઈ ગયો છે. વાફાના ગળાની નીચે બાઝેલા પરસેવાનાં બિંદુઓ રંગીન લાઈટમાં ઝગારા મારતા હતા. નખશિખ સૌંદર્ય આવા માહોલમાં ઔર નીખરી આવે છે. રાત્રે એક વાગ્યાની આસપાસ સંપૂર્ણ નોનવેજ તુર્કી વ્યંજનનો દોર શરૂ થાય છે. ગોસ્ત, કબાબ, સ્પે.તુર્કી સ્ટાઈલમાં પકવેલા અલગ અલગ વ્યંજનો ચાખીને જ પેટ ભરાય જાય છે. વ્હીસ્કી સાત પેગ પેટમાં ગયા પછી ખોરાક પણ પૂરતો લેવો પડે છે.

ગ્રાહક ભગવાન છે. ગાંધીજીનું આ સૂત્ર તુર્કીની કંપનીના મેનેજમેન્ટે આજે સાર્થક કર્યું હતું. કંપનીની કારમાં અમો ફરી પાછા હોટેલ પર પોહંચી ગયાં. ડગ્લાસ સાહેબ અને રોજર સ્કોટની સવારની સાડા દસની ફ્લાઈટ હોવાથી અમારા બન્નેના પાસપોર્ટ અને ટિકિટ સોંપીને પોતાના રૂમમાં રવાના થયા. ડગ્લાસ સાહેબ આજે થોડાક રિલેક્સ મૂડમાં દેખાતા હતા.

અમારા રૂમમાં પહોંચ્યા ત્યાં ડગ્લાસ સાહેબનો ઈન્ટરકોમમાં ફોન આવે છે. ઈન્ટરકોમમાં છેતાલીસ વર્ષના ગંભીર ડગ્લાસ સાહેબ પોતાની યુવાનીની ભાષા બોલતા હતા અને કહે છે કે, તારા રૂમના બાથરૂમમાં ઝાઝુકી બાથ પર બરફ જામી ગયો છે, તેને જલદી ઓગાળી નાખવાનો છે. અને ખડખડાટ હાસ્ય સાથે તેનો ફોન કપાઈ જાય છે.

વાફાને ડગ્લાસ સાહેબવાળી વાત કરી એટલે બોલી, દુનિયાનો કોઈપણ પુરૂષ એક સ્ત્રી સાથે એકાંતમાં હોય ત્યારે બાળકો જેવી હરકત શા માટે કરે છે ?

કારણ કે બાળક જન્મે ત્યાર બાદ લગ્ન થાય અને પછી સંતાનોમાં છોકરીઓ અને છોકરાઓનો જન્મ થાય ત્યાં સુધીની જિંદગીમાં માતા, દાદીમા, બહેન, પ્રેયસી, પત્ની અને છેલ્લે તેની દીકરી સુધીની તમામ સ્ત્રીઓ કોઈના કોઈ સમયે આ પુરુષ પ્રત્યે લાગણીઓથી જોડાયેલી હોચ છે. એટલે જ માનવસમાજના નરમાં અને પ્રાણીસૃષ્ટિના નરમાં જમીન આસમાનનો તફાવત છે. આ તફાવતનું મૂળ એક જ છે, જેનું નામ છે સ્ત્રીશક્તિ, જે નરપશુને માનવપુરુષ બનાવે છે. વાફાને ફિલસૂફ અંદાજમાં આપેલો મારો જવાબ ગમી ગયો.

પણ મારો સવાલ એ છે કે બાળકો જેવી હરકત શા માટે કરે છે ? વાફા પરીથી પૂછે છે.

સાવ સાદું તારણ છે. બાળકની જીદ હંમેશા બાળકબુદ્ધિમાં ખપી જાય છે અને ઉંમરલાયક પુરુષોની જીદ તેના હઠાગ્રહમાં ગણાય છે. હવે તું મને કહે કે બાળકની જીદ પૂરી કરીશ કે પુરુષની જીદ પૂરી કરીશ ? હવે જવાબ વાફાને આપવાનો છે.

કુદરતી છે, બાળકની માંગણી પર સ્ત્રીને નમતું જોખવું પડે છે. વાફા આંખો પહોળી કરીને જવાબ આપે છે.

વાફા જેવી બુદ્ધિશાળી છોકરીઓ સાથે લગ્ન કરનારો પુરુષ તેની બુદ્ધિમાં વાફાની બરોબરીનો ના હોય તો કદાચ તેના લગ્નજીવનનો અંત જલદી આવી શકે છે. એટલા માટે જ કદાચ વાફાને લગ્ન કરવામાં જરા પણ રસ નથી. આવા કજોડાની વ્યાખ્યા શું હોઈ શકે ? શિક્ષિત પત્ની અને અર્ધશિક્ષિત પતિ હોય તો આવા કજોડાને લગ્નજીવન ટકાવી રાખવા બન્નેને નાછૂટકે એક પ્રકારની અસહમતિને સહમતિ બનાવવી પડે છે.

મારો અને નયનતારાનો વચાર આવતા જ આવા કજોડાની વ્યાખ્યા મગજમાં ઘૂમવા લાગી હતી. ભલે મારો અભ્યાસ અપૂર્ણ છે, પણ નયનતારાને તેના દરેક સવાલના યોગ્ય જવાબ આપવા જેડલું જ્ઞાન કદાચ મારામાં છે અથવા ના હોય તો મળવવું પડશે જ. કોઈપણ સંજોગે નયનતારાને ગુમાવવાની તૈયારી નથી.

હિન્દુસ્તાની ઈતિહાસની એક વિચિત્ર વક્રતા છે કે એ સમયના મહના નામો અકબર, શિવાજી, હૈદરઅલી, રણજિતસિંઘ જેવા સર્વકાલીન મહાન નામો તદ્દન નિરિક્ષર હતા. આ માણસો અભણ હતા પણ એમનામાં એક જબરદસ્ત ઈતિહાસબોધ હતો. બક્ષીસાહેબના એક વાક્યને કારણે અલ્પશિક્ષણના અજ્ઞાનના અંધારા મેં દૂર કરી દીધા હતા. અને આજે તેનું ફળ હું ભોગવી રહ્યો છું, પણ ઇતિહાસબોધ હજુ મારામાં જીવે છે.

વાફાના શ્વાસોચ્છવાસ મારા નાક નજીક આવે છે, બહુ વિચારવાની આદત ખરાબ છે.

આ વિચારવાની આદત નથી, પણ મારા જીવનને મળતાં પ્રેરણાસ્ત્રોતોને ઉજાગર કરવા વિચારવું જરૂરી છે ! કદાચ તું અરબી ભાષા સિવાય અન્ય ભાષા ન જાણતી હોય તો હું અરબી ભાષાનું જ્ઞાન મેળવી તારી સાથે અરબી ભાષામાં રોમાન્સ કરી શકવાની તાકાત ધરાવું છું. આ માટે મારી ઈચ્છાશક્તિ હોવી જરૂરી છે. આ ઈતિહાસ ભૂતકાળ નથી પણ માણસની આગળ ઈતિહાસ ચાલે છે. બધા નામી પુરુષોની આગળ ઈતિહાસ લખાય છે ! જેમ કે હિટલરનો ઈતિહાસ, ચલ્ચિલનો ઈતિહાસ, એ જ રીતે મારે હવે ઈતિહાસને આગળ વધારવો નથી પણ ઈતિહાસના ખભે હાથ મૂકીને તેની સાથે કદમ મિલાવવાં છે. વાફાને ભવિષ્યના ગુજરાતી પુરુષોનાં લક્ષણો એકદમ જુસ્સાથી વર્ણન કરી દીધાં હતાં.

આ ગુજરાતીની જીભ દાળભાતના ટેસ્ટને માટે બનેલી નથી. ફિશ એન્ડ ચિપ્સ, કેન્ટુકી ફ્રાઈડ ચિકન, સ્કોચ વ્હિસ્કી, દુનિયાના ખ્યાતનામ બિયરો, દુનિયાની ચારેય જાતિઓ જેમ કે એશિયન, યુરોપિયન, મોંગોલિયન અને નિગ્રોની ચામડીની ગંધનો સ્વાદ જાણે છે. આ ભવિષ્યમાં દાળભાતીયા ગુજરાતી કહીને બદનામ કરવાવાળાને આ મારો જવાબ છે.

કોપરમેન ! ધ હિન્દુ વોરિયર ! તું બહુ ઝનૂની બની જાય છે. આ તારી ભાષા હિન્દુસ્તાની જબાન નથી બલકે એક વિદ્રોહીની જબાન છે. વાફા ગળે હાથ વીંટાળીને બોલે છે.

આ વિદ્રોહીની જબાન નથી પણ એક ઈન્ટરનેશનલ યુનિવર્સિટીની સ્નાતક સાથેનો એક દસ ધોરણ પાસ ગુજરાતી યુવાનનો ઈન્ટરનેશનલ રોમાન્સ છે.

ઓહ માય... માય, સ્ટિલ યુ આર બેબી ! વાફાના હોઠોએ મારી બોલતી બંધ કરી દીધી.

વાફાની કાયાને બન્ને હાથોમાં ઉઠાવીને બાથરૂમ તરફ ડગ માંડું છું. ઝાકુઝી માટેનું ટબ અમારા બન્નેની રાહ જુએ છે. ધીરેથી વાફાના ખૂબસૂરત દેહને ઝાકુઝી ટબમાં સાચવીને ઉતારું છું.

આ તુર્કીની ભૂમિ પરની ખૂબસૂરત સ્ત્રીઓનું રહસ્ય મને સમજાય ગયું છે. ઓટોમાન તુર્ક, આરબ અને ખ્રિસ્તીઓની મિશ્રિત પ્રજાની સ્ત્રીઓ ખૂબસૂરત ના હોય તો દુનિયામાં ચમત્કાર નામની ચીજનું રહસ્ય અકબંધ રહે નહીં ! વાફાને તેની ખૂબસૂરતીનું રહસ્ય સમજાવું છું.

ઓહ ! ઈંગ્લેન્ડમાં દોઢ મહિનો રહીને સ્ત્રીઓની ખૂબસૂરતીનાં રહસ્યો પણ જાણી ગયો છે. વાફા પોતાના બન્ને હાથોથી મને ઝાઝુકી ટબમાં ખેંચે છે.

ખૂબસૂરત અને ઉચ્ચ આઈક્યુ ધરાવતી સ્ત્રીઓ સાથેનો રોમાન્સનો અને ખ્યાતનામ યુનિવર્સીટીમાં ફાઈનલ એક્ઝામના પ્રશ્નપત્રોના જવાબ આપવાનો રોમાંચ... આ બન્ને વચ્ચે જરૂર કોઈ સામ્યતા હોવી જોઈએ એવું મને લાગતું હતું.

વાફા સાથે ઝાઝુકીમાં સ્નાન કરતાં કરતાં પણ સવાલનો જવાબ આપવો પડે છે. આ ઝાઝુકીનો ટબ આજે મને પરીક્ષાખંડ જેવો લાગતો હતો. વાફાના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું.

ઝાઝુકીમાં વાફા જેવી સુંદરી સાથેનું સ્નાન આ મારા સ્વર્ગની કલ્પના સમું લાગતું હતું. હજુ પણ મારું મન એક અવઢવમાં ફસાયેલું છે. આ આકર્ષણ વાફાનું દેહસૌંદર્ય નથી પણ કોઈ એક એવું તત્વ છે જે મને વાફા તરફ આકર્ષિત કર્યા રાખે છે.

વાફાનાં આવરણ દૂર થતાં તેમાંથી ટપકતું દિહલાલિત્ય જોઈને ભલભલા પુરુષોનું મન ચલિત થઈ જાય તેવું છે. છતાં પણ મારા પ્રત્યેનું વાફાનું આકર્ષણનું કારણ કોઈ એવું જ તત્વ હશે ?

આ અરબી કાયાનું વર્ણ કરવા માટે શબ્દો પણ ખૂટી પડે છે. કાલિદાસની મહાન કૃતિ મેઘદૂતની યાદ આવી જાય છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં સ્ત્રીસૌંદર્યને અવનવા વિશેષણોથી જે રીતે નવાજવામાં આવ્યાં છે જેની સામે આધુનિક વિશેષણો કેટલાં વામણાં પુરવાર થયા છે ! શુદ્ધ પ્રેમને કેવા કેવા અલંકારથી સમજાવીને મોતીઓના હારરૂપે કૃતિમાં સમાવીને જ્યારે કૃતિને બંધ કરી હશે ત્યારે આ મોતીનો હાર તૂટી જતાં બધાં મોતીઓ વિખરાઈને અક્ષરેઅક્ષરમાં સમાય જાય છે ત્યારે જ મેઘદૂત જેવાં કાવ્યો રચાય છે. આવા સૌંદર્ય, સંભોગ, કામ, વાસના અને આકર્ષણને પૂરેપૂરું સમજદારીથી શ્લોકમાં ઉતારી અને વિસ્તારપૂર્વક સમજ આપી છે. આવા વર્ણનો આજની કૃતિઓમાં ક્યાંય પણ નજરે પડતા નથી.

શ્રી ભર્તૃહરિ વિરચિત ત્રણે શતકોનાં વર્ણ વાંચ્યાં પછી ખરેખર આપણા પૂર્વજોના વિચારો કેટલા ખુલ્લા મનના હતા તે સાબિત થાય છે. આ રીતે આજના જમાનામાં જીવવું મુશ્કેલ છે. પ્રેમને બદલે વિષયો વાસના તરફ વળે છે અને નગ્ન દેહોની વાસનાઓના ખેલ બારી વાટે જોવાનો વિકૃત આનંદ મળે તેવો લાગે છે.

વાફાના નગ્ન દેહ પર પડેલા પાણીનાં બિંદુઓ મોતીઓની જેમ ચમકતાં હતાં. આના ઉપર કાલિદાસના મેઘદૂતની મદદ લો તો જ વર્ણન શક્ય બને છે.

યત્ર સ્ત્રીણા પ્રિયતમભુજાલિડ્ગનોચ્છવાસિતાના

ભડ્ ગગ્લોનિ સુરતજનિતા તન્તુજાલાવલમ્બાઃ

ત્વત્સંશેધોપગમવિશદંરન્દ્ર પાદૈ ર્નિશીથે

વ્યાલુમ્પન્તિ સ્ફુટજલલવસ્વન્દિન્ ચન્દ્રકાન્તાઃ

(તારા અવરોધો દૂર થતાં નિર્નલ બનેલા ચંદ્રકિરણોથી પ્રેરાયેલા અને સ્પષ્ટ જલબિંદુઓ ટપકાવતાં તંતુજાળમાં ગુંથેલા ચન્દ્રકાન્તમણિઓ જ્યાં મધરાતે પ્રિયતમાના ભુજાના ગાઢ આલિંગનથી શ્વાસ ખાતે સુંદરીઓના સુરત સમાગમથી ઉત્પન્ન થયેલી અંગપીડાને દૂર કરે છે.)

વાફાની કાયાનો ઝુકાવ, ભીના વાળમાંથી આવતી ખુશ્બો, અંગોના સ્પર્શથી અવનવા કંપનો પેદા થાય છે અને બન્નેનાં શીરીરમાં કામનો જ્વાળામુખી પેદા થાય છે. આ અરબી સુંદરીને આજે મદને છંછેડી છે.

તરુણીવેષોદ્દીપિતકામા વિકસજ્જાતી પુષ્પસુગન્ધિઃ

કન્નત પીનપયોધરભારા પ્રાવૃટ તનુતે કસ્ય ન હર્ષમ્

(તરુણી જેવા વેષથી જાણે કામને ઉદ્દીપિત કર્યો છે તેવી, ખીલી ઉઠેલી માલતીના પુષ્પોથી મહેંકતી, ઊંચા અને ઘટ્ટ પયોધરોના ભારથી ઝૂકેલી આ વર્ષા કોને આનંદ ન આપે ?)

ઈસતંબુલ (તુર્કીની) ધરતી ઉપર તુર્ક પિતા અને આરબ માતાની પુત્રી અને હિન્દુસ્તાની ગુજરાતી પુત્રના મિલનથી સર્જાયેલી ઉષ્માથી ઝાકુઝી ટબમાં થયેલો બધો બરફ ઓગળી ગયો છે.

બન્નેનાં થાકેલાં શરીર એકબીજામાં ખોવાઈને ઈસતંબુલ શેરેટોનના એક સ્યુટના બેડ ઉપર નિશ્ચેતન થઈને નિદ્રારાણીને આધિન થઈ ગયા છે.

સવારે સાડા દસ વાગ્યાની આસપાસ અમે બન્ને તૈયાર થઈને હોટલની લોબીમાં કંપની તરફથી આવતી કાર અને તેના ડ્રાઈવરની રાહ જોઈએ છીએ.

આજે વાફાની સુંદરતા ઔર નિખરતી દેખાતી હતી. ગોઠણ સુધીનું સફેદ સ્કર્ટ અને તેની ઉપર આછા ગુલાબી રંગનું ટોપ તેની કમર સુધી લંબાઈનું પહેરેલું હતું. ટોપનું ઉપલું એક બટન ખૂલ્લું રાખેલું હતું. હોટલની લોબીમાં સવારનો સમય હોવાથી ઘણા પ્રવાસીઓ પોતપોતાના વાહનની રાહ જોઈને સોફા પર બેઠેલા હતા. એક-બે ફેમિલી આપણા હિન્દુસ્તાની હતા. દુનિયાભરના પ્રવાસીઓ અહીં ટર્કીની સહેલગાહે આવે છે.

ઈસ્લામિક દેશ હોવા છતાં કટ્ટરતાનું નામોનિશાન દેખાતું નથી. બુરખાધારી એક પણ ઔરત જોવા મળતી નથી. પુરુષોમાં પણ ભાગ્યે જ દાઢીધારી નજરે પડતા હતા. વાફાએ પોતાના વાંકડિયા વાળ ભીનેભીના ઓળવી નાખ્યા હોવાથી તેનું સૌંદર્ય ઔર નિખરતું હતું. ઘણા ટુરીસ્ટોનું વારંવાર અમારા તરફ ધ્યાન ખેંચાતું હતું. એક હિન્દુસ્તાની સાથે તુર્કી સ્ત્રી જેવી લાગતી વાફાને જોઈને આપણા હિન્દુસ્તાની ટુરીસ્ટો અમારી તરફ જોઈને કંઈક ગુસપુસ કરતા હતા. તેવામાં એક સ્ત્રીએ તેના નાના ટાબરિયાને બોલાવતા કહ્યું, બેટા અહીંયા આવો. આપણે નીકળવાનો સમય થઈ ગયો છે.

ગુજરાતી ભાષા અહીં ટર્કીમાં સાંબળીને થોડો આનંદ થાય છે. આવી લાગણીઓ દબાવવી થોડી મુશ્કેલ પડે છે. એટલે વાફા પાસેથી એક ચ્યુંગમ લઈને પેલા ટાબરીયાને મેં બોલાવ્યો અને કહ્યું, લે બેટા અંકલ તરફથી ચ્યુંગમ લઈ લો. ચાર વર્ષનું નાનું બાળક તેની મમ્મી તરફ જુએ છે. ફરી મારી તરફ જુએ છે. એટલે પેલા બાળક પાસે જઈને તેના હાથમાં ચ્યુંગમ આપું છું અને તેના મમ્મી અને પપ્પાને કહું છું કે, આપ ચિંતા ન કરો. હું પણ તમારી જેમ ગુજરાતી છું. એટલામાં અમારી કાર આવે છે અને ડ્રાઈવર સાથે હું અને વાફા કાર તરફ રવાના થયા.

ઈસતંબુલની સાફસુથરી સડક પર અમારી કાર ચાલે છે. સુંદર ઈમારતો અને કલાત્મક મસ્જિદોનો નઝારો જોતાં અમો એક સ્થાપત્યકલાનું સુંદર બાંધકામ ધરાવતું ચર્ચ અને મિનારાના સંગમ ધરાવતું એક બાંધકામ નજરે પડે છે.

લગભગ છઠ્ઠી સદીની આસપાસ બંધાયેલું આ હેગીઆ સોફિયા ચર્ચ ચૌદમી સદીમાં ઓટોમાન તુર્કોના બર્બર હુમલાના સમયે મસ્જિદમાં ફેરવી નાખી અને તેની આજુબાજુ મિનારા ચણી નાખવામાં આવ્યા હતા.

હિન્દુસ્તાનની જેમ પણ આ દેશનો ઈતિહાસ અરબસ્તાની ધાડાંઓનો શિકાર બનેલો છે. લોહીયાળ યુદ્ધો જેટલાં થયાં છે તેમાંના અમુક યુદ્ધોનો જર અને જમીનને બદલે જોરૂઓ માટે થયેલાનો ઈતિહાસ ગવાહ છે.

મિનારાઓના શહેરની સુંદરતા મને બહુ ગમી હતી. શહેરની સહેલગાહ પૂરી થતાં લગભગ બે વાગ્યાની આસપાસ થોડી ખરીદી કરવાની ઈચ્છા થતાં અહીંથી એક લેધર જેકેટ અને કોટન ટી-શર્ટની ખરીદી કરી એક રેસ્ટોરાંમાં પેટપૂજા માટે પ્રવેશ કરીએ છીએ. પ્રવેશ કરવાની સાથે ફરી પેલું ગુજરાતી કપલ નજરે પડે છે, તે લોકો પણ અમારી જેમ આ રેસ્ટોરાંમાં જમવા આવ્યા હતા. થોડી થોડી વારે અમારા બન્ને તરફ જોયા રાખે છે. કદાચ આ વાફા સાથે મને જોઈને કુતૂહલ થતું હશે. એવામાં તેનો બાબો અમારા ટેબલ પાસે આવે છે અને મારી તરફ જુએ છે. વાફાએ ખરીદેલી ચોકલેટ તેના પર્સમાંથી બહાર કાઢી પેલા બાબાને આપું છું. એટલે તે બાબાના પપ્પા અમારી પાસે આવ્યા અને પૂછે છે કે, તમે ક્યાં રહો છો ? અહીં ફરવા માટે આવ્યા છો ?

એટલે પેલા ભાઈને હું જવાબ આપું છું, અમો અહીં હનીમુન માટે આવ્યા છીએ. એટલે વાફા મારી સામે જોઈને હસે છે.

ફરી પાછા પેલા ભાઈ મને પૂછે છે, તમારા લવ મેરેજ છે ?

હા

તમારા વાઈફ કયા દેશના છે ?

અહીં તુર્કીના છે.

ઓહ ! ખરેખર...?

ફરી પાછી વાફા મનમાં હસે છે અને મારો હાથ દબાવે છે. ફરી પાછા પેલા ભાઈ મને સવાલ પૂછે છે, તમે ઈન્ડિયાથી આવ્યા છો ?

ના ! હું ઈંગ્લેન્ડનો રહેવાસી છું.

તો તુર્કીની છોકરી સાથે કઈ રીતે લવ થયો છે ?

હું મારા બિઝનેસના કામ માટે વારંવાર અહીંયા આવું છું અને આ છોકરી અહીંના પાટનગર અંકારાની છે. મારે અંકારા જવાનું ઘણીવાર બને છે. હું જે કંપનીમાં જતો હતો ત્યાં આ છોકરી કામ કરતી હતી અને પછી ધીરે ધીરે પરિચય વધતાં અમે પ્રેમમાં પડ્યા અને છેવટે લગ્ન કરી લીધા હતાં.

મારો જવાબ સાંભળીને પેલા ભાઈને સંતોષ થયો નથી એવું તેના ચહેરા પરથી દેખાતું હતું. એટલે ફરી પાછો સવાલ પૂછે છે.

આ છોકરી મુસ્લિમ છે તો તેના ફેમિલીવાળાને કોઈ વાંધો ના આવ્યો ?

અરે સાહેબ ! ઘણી મુશ્કેલી આવી હતી, આ છોકરીના ભાઈઓ પણ બહુ ઝનૂની હતા પણ છેવટે પ્રેમની જીત થાય છે. પણ... એક વાત છે કે તુર્કીના લોકોના વિચારો બહુ આધુનિક હોવાથી છેવટે મેરેજની રજા મળી હતી.

તમારા પેરેન્ટ્સને તમારા લગ્નથી કોઈ જાતની તકલીફ પડી છે ?

લગ્ન મારા થયાં છે, એમાં પેરેન્ટ્સને શું તકલીફ પડે ?

આપણે લોકો હિન્દુ અને આ લોકો તુર્કીના મુસ્લિમ એટલે ઘરમાં થોડી બાંધછોડ કરવી પડતી હશે ?

ના...! અમારા ઈંગ્લેન્ડમાં અમે લોકો આ બાબતમાં વિશ્વાસ રાખતા નથી. અને મારા પેરેન્ટ્સ તો બહુ સારા છે. થોડી લાગણી સાથે પેલા ભાઈને કહ્યું એટલે તેને થોડી રાહત થઈ હશે તેવું મને લાગતું હતું.

બહુ સરત...! આપણા ગુજરાતમાં આવું બન્યું હોય તો આપણા સમાજમાં દેકારો બોલી જાય ખરુંને... સાહેબ !

યસ સર...! યુ આર હન્ડ્રેડ પર્સન્ટ રાઈટ.

વિસ યુ ઓલ ધ બેસ્ટ સર !

થેંક યુ સર !

પેલા ભાઈ વિદાય થયા એટલે વાફા ખડખડાટ મારી સામે હસવા લાગી. એટલે મેં તેને તતડાવીને પૂછ્યું, અમસ્તી અમસ્તી ખીખીયાટા ના કર... ગુજરાતી ભાષામાં તને શું ખબર પડે છે ?

ફરી પાછા હસતા હસતા જવાબ આપે છે, હનીમુન, લવમેરેજ, તુર્કી, ઈંગ્લેન્ડ, મુસ્લિમ, બિઝનેસ, પેરન્ટ્સ, થેંક યુ એ બધા શબ્દો થોડા ગુજરાતી છે ? એટલે મને સમજમાં આવી ગયું કે તું પેલા ભાઈની ફિરકી ઉતારે છે.

રેસ્ટોરાંની બહાર નીકળીને અમારી કાર તરફ રવાના થયા. કારનો ડ્રાઈવર અમારી રાહ જોઈને થાકી ગયો હશે એવું મને લાગ્યું એટલે પેલા ડ્રાઈવરને પૂછ્યું, ઓલ રાઈટ મેન ?

યસ સર...! હવે ક્યાં જવું છે ?

એટલે વાફાની આંખોમાં જવાબ શોધું છું. એટલે વાફા ખુદ પેલા ડ્રાઈવરને કહે છેઃ અહીં કોઈ સારી જગ્યા હોય તો ત્યાં લઈ જશો તો અમને ગમશે.

ઓકે...માદામ.

અમારી કાર એક મોટી બજાર પાસે આવીને ઊભી રહે છે, એટલે ડ્રાઈવર કહે છેઃ આપને જેટલો સમય અનુકૂળ લાગે ત્યાં સુધી અહીં ફર્યે રાખો અને આપને કોઈપણ વસ્તુની ખરીદી કરવી હોય તો વ્યાજબી ભાવે મળી જશે અને આપ અહીં ફરીને પરત આવશો ત્યારે આ ડ્રાઈવર મિ.ઈબ તમારી રાહ જોતો હશે.

થેંક યુ, મેન...!

અહીં વિશાળ ચોક જેવી લાંબી અને પહોળી બજારમાં લટાર મારીને એક બાંકડા ઉપર હું અને વાફા થાક ખાવા બેસી ગયા.

તને કેવું લાગ્યું અમારું તુર્કી (ટર્કી) ?

બહુ સરસ ! અને તારા જેવું સુંદર નગર છે. આ ઈસતંબુલ શહેર જાણે સ્થાપત્ય અને સૌંદર્ય અને આધ્યાત્મિકતાનો સંગમ હોય તેવું લાગે છે.

ટોપ ક્લાસ ઈસ્લામિક સેક્યુલર દેશ છે. આ દેશ ઉપ ત્રણથી ચાર અલગ-અલગ સંસ્કૃતિના સમ્રાટો રાજ કરી ગયા છે. અહીં કોઈપણ જાતની પાબંદી નથી. યુરોપની જેમ અહીંયાનાં સ્ત્રી અને પુરુષો મોડર્ન જીવન જીવે છે. કોઈપણ ધર્મ પાળી શકાય છે. કોઈ જાતની પાબંદી નથી, કદાચ મારા પિતા તુર્ક હોવાને કારણે મને આટલી આઝાદી મળી છે. વાફાનું તુર્કી લોહી બોલે છે.

મારું ધ્યાન એક ટેલિફોન બુથ પર પડે છે. ત્યાં જઈને ફોન કરવાની ઈચ્છા થતાં હું નયનતારાને ફોન લગાડું છું અને સીક્કો અંદર નાખું છું. સામે રીંગ વાગ્યા કરે છે પણ કોઈ ઉપાડતું નથી. એટલે ફોનનું રિસિવર મૂકીને ફરી પાછો વાફા સાથે પહોંચી ગયો.

નયનતારાને ફોન કરવા માટે ગયો હતો ?

હા !... તેની સાથે વાત કરવી છે.

એક વાત પૂછું ?

પૂછો ?

નયનતારાને લગ્ને પહેલા બધી વાત જણાવી આપજે, જેટલી વાત છુપાવીશ તેની અસર ઊલટી પડશે, જેટલું મન સાફ હશે તેટલો લગ્ન જીવનનો આનંદ વધુ ટકશે. વાફા થોડી લાગણીથી મને કહે છે.

વાફા ! હું મારી મસ્તીમાં તારા સાથે આટલી આત્મીયતાથી જોડાઈ ગયો કે મને કાંઈપણ વિચારવાનો સમય જ મળ્યો નથી અને હજુ પણ મને નયનતારા સાથે મારાથી બેવફાઈ થઈ તેનો અહેસાસ પણ થતો નથી. વાફાનો હાથ મારા હાથમાં લઈ જણાવું છું.

તમે ઈન્ડિયનો અને ખાસ કરીને ગુજરાતી લોકો બહુ લાગણીશીલ હોય છે. મારી આજુબાજુમાં બધા ગુજરાતી લોકોના ઘર છે. અહીં ઈંગ્લેન્ડમાં રહીને પણ તમારી સંસ્કૃતિ ભૂલ્યા નથી. મારા જેવી એકલી રહેતી છોકરીને પણ અમારી પાડોશમાં રહેતી ગુજરાતી સ્ત્રીઓ માન આપે છે અને ક્યારેક તેની આધુનિક છોકરીઓ જેનો ઈંગ્લેન્ડમાં જન્મ થયો છે અને અહીંયા જ ભણી છે, તે ઘણી વખત મારા ઘરે બુક વાંચવા આવે છે ! તેના વાણી અને વર્તનમાં પણ તમારી સંસ્કૃતિની અસર દેખાય છે. કોઈક વાર આજુબાજુ રહેતી આ છોકરીઓ મારા માટે તેની ગુજરાતી ડીસ તૈયાર કરીને લાવે છે, ત્યારે મને ખૂબ જ ગમે છે ! ઈંગ્લેન્ડમાં રહેતી બીજી પ્રજાઓની જેમ તમારા ગુજરાતી છોકરાઓ અને છોકરીઓ તેનાં માતા-પિતાને છોડીને અલગ રહેવા ચાલ્યા જતાં નથી. મને તમારા આ સંસ્કાર ખૂબ જ ગમે છે. વાફા મારા ખભે પોતાનું માથું ટેકવીને લગાતાર બોલતી હતી.

પણ ! નયનતારાનો વિચાર આવતા જ આજે મારા મનમાં કંઈક દ્વેષ પેદા થાય છે.

એકવાર સાચી હકીકત જણાવી દેજે કે નયનતારા સાથે તારા લગ્ન થઈ જાય પછી તારા જીવનમાં કોઈ બીજી વાફાનું સ્થાન ના હોવું જોઈએ. તું ખરેખર નસીબદાર છે કે નયનતારા જેવી ખૂબસૂરત અને ડોક્ટર પત્ની મળી છે. તેનો ફોટો જોઈને હું તો દંગ થઈ ગઈ હતી ! આવી ખૂબસૂરત સ્ત્રીનો પતિ થવું કોને ના ગમે ? વાફા મને કોઈ સમાજસુધારકની જેમ સલાહ આપતી હતી.

આજે રાત્રે આપણે બન્ને હોટલના રૂમમાંથી નયનતારા સાથે વાત કરીશું. વાફા પોતાના હાથથી મારી હડપચી ઊંચી કરીને કહે છે.

ઓકે ! જેવી તારી મરજી, પણ મારું મન માનતું નથી.

કદાચ આ આપણી છેલ્લી મુલાકાત હશે ! આવતા મહિને હું પ્રવીણની કંપની છોડીને ગોલ્ડ સ્ટાર બુક્સ કંપનીમાં જોડાઈ જવાની છું.

મતલબ ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત બુક કંપનીમાં જોડાવાની છે ?

યસ માય કોપરમેન ! અને એપોઈન્ટમેન્ટ લેટર પણ મળી ગયો છે.

ગુડ ન્યુઝ વાફા ડીયર ! હવે પછી હું ઈંગ્લેન્ડ આવીશ ત્યારે તારી પાસેથી જથ્થાબંધ પુસ્તકોની ખરીદી કરવા આવીશ.

કદાચ ? તું નસીબદાર હશે તો આ તારી વાફા તને બીજી વખત મળી શકશે, કદાચ મારા માનવા મુજબ તારી બીજી મુલાકાત વખતે તું ચાહતો હશે તો પણ આ વાફાને ટચ કરી શકશે નહીં. કારણ કે હું પોતે જ નહીં ચાહું કે તું નયનતારા જેવી તારી વાઈફ સાથે બેવફાઈ કરવાની હંમત કરે. આ મારું વચન છે અને મારી જીદત પણ હશે. કારણ કે ત્યારે કદાચ આ વાફા બીજા કોઈ પુરુષની પત્ની પણ હોઈ શકે છે. વાફાનો મક્કમ અવાજ મને અંદરખાનેથી થથરાવી મૂકે છે. મારી આંખોની કોર થોડી ભીનાશ પકડે છે.

આ લાગણી કેવી રીતે જન્મતી હશે ? હજુ તો આઠ-દસ મહિના પહેલા કોઈ છોકરીનો વિચાર પણ મનમાં જન્મ્યો નહીં, અને નયનતારા મારા જીવનમાં આવી પછી એક સામાન્ય ગુજરાતી વેપારી પુત્રની જિંદગીને કેવા સૃષ્ટિના અજબગજબ રંગોના વર્તુળોમાં ફસાવી દીધો છે.

લાગણીશીલ યુવાનોને આ આઘાત બહુ આકરા લાગે છે, જેની સામે આધેડ પુરુષો આવા આઘાતો જીવનનું સત્ય સમજીને સ્વીકારી લે છે. બધા યુવાનો નઠારા હોતા નથી. પણ અમુક સંજોગો એવા ઉત્પન્ન થાયે છે ત્યારે મારા જેવા લાગણીશીલ યુવાનોને બરાબરની ઠેસ પહોંચે છે ત્યારે નઠારા બની જતા હશે ?

તું રોમેન્ટીક છે, લાગણીશીલ છે, સ્ત્રીઓને માન આપનારો છે અને બાવીસ વર્ષની ઉંમરે આટલું સાહિત્યનું જ્ઞાન ધરાવે છે ! ઈતિહાસ પસંદ પુરુષ છે ! ક્યારેક તારામાં વિદ્રોહી પુરુષ જન્મે છે. શારીરિક તાકાત છે. તારામાં એક જીદ છે. તારું ધાર્યું કરવાની હિંમત રાખે છે. એટલે વાફા તને તૂટતો જોવા માગતી નથી. વાફા સલાહકારની જેમ મને સલાહ આપતી હોય તેવું લાગ્યું હતું.

જ્યારે હું તમારી ઓફિસે પ્રથમ વખત આવ્યો ત્યારે તારો ચહેરો નજર સામે આવતાં જ મનમાં નયનતારા પ્રત્યક્ષ સામે આવી હોય તેવું લાગ્યું હતું. કદાચ તારા પ્રત્યેનું આકર્ષણનું કારણ નયનતારા જ હોઈ શકે ! વાફા મારા ખભાના ટેકે પોતાનું માથું રાખીને બંધ આંખે મારી વાત સાંભળે છે.

તેને કલ્પના પણ હતી કે તારી જિંદગીમાં આ વાફા નામની એક સ્ત્રી માઈલસ્ટોન બનવાની છે ? અને એ પણ તુર્કી કે આરબ છે તેની તને ખબર પણ નહોતી છતાં પણ મને જોતાં જ, તું વારંવાર ફરીને મારી તરફ જોયા કરતો હતો ત્યારે જ તારી દાનતની ખબર પડી ગઈ હતી. વાફાનો અવાજ બદલી જાય છે.

એ મારી દાનત નહોતી પણ પહેલી નજરનું આકર્ષણ હતું.

યસ ! સેમથીંગ, મને પણ જ્યારે પ્રવીણભાઈએ તારી સામે ઓફિસમાં અંદર બોલાવી મને તારી સાથે પ્રેન્ડશીપ કરવાનું પૂછ્યું એટલે હું પહેલા મજાક સમજતી હતી. મને થોડી ખબર હતી કે આ મજાક મને બહુ મોંઘી પડવાની છે ! વાફા મારા શર્ટના બટન સાથે રમત કરતા જવાબ આપે છે અને તેના વાંકડિયા વાળમાં મારી આંગળીઓ ફર્યા કરે છે.

મારે આખી જિંદગી તારી યાદોને દિલમાં દબાવીને જીવવું પડશે, પણ જિંદગીની છેલ્લી ઘડી સુધી હું તને ક્યારેય પણ ભૂલી શકવાનો નથી અને કદાચ તું પણ ભૂલી શકશે નહીં તની મને ખાતરી છે. બોલતાં બોલતાં બધી લાગણીઓ એકીસાથે બહાર નીકળી જાય છે.

સર !

આ અવાજ કાને પડતા જ વાફા અને હું ઝબકીને બાકડા પરથી ઊભા થઈ ગયાં અને હતપ્રભ બનીને અમો બન્ને પેલા ડ્રાઈવર ઈબ તરફ જોયા રાખીએ છીએ.

સોરી ! સર...

ઈટ્સ ઓકે ઈબ. નાઉ ટાઈમ ટુ ગો હોટેલ.

કારની પાછલી સીટની ડાબી-જમણી બાજુએ હું અને વાફા બેઠેલાં છીએ, પણ અમારા બન્નેની નજર પોતપોતાની બારીની બહાર નઝારો જોવામાં ખોવાઈ ગઈ હતી. એક શાંત ખામોશીના માહોલમાં ભયાનકતાની પારાવાર વેદના અમારા બન્નેના ચહેરા પર સાફ દેખાતી હતી.

ચાર દિન કી ચાંદની ઔર ફિર અંધેરી રાત આ કહેવત આજે મારા માટે ભયાનક નાછૂટકે સ્વીકારવી પડે તેવી ક્રૂર વાસ્તવિકતા સમાન હતી.

સાંઈ ના ચાહે ચાતુરી, રૂપ, વરન, કુલ, જાત,

ભાવ ભરૂસા દેખે અખા, તબ પિયુ પકડે હાથ.