Shist, Sayyam Ane Sanskar books and stories free download online pdf in Gujarati

Shist, Sayyam Ane Sanskar

શિસ્ત, સંયમ અને સંસ્કાર...

પીયુષ જયંતીલાલ શાહ
ઈ મેઈલ : shahpiyush807@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

શિસ્ત, સંયમ અને સંસ્કાર...

લેક્ચર નો બેલ પડી ગયા છતા હજુ સુધી એસ.વાય.બી.એસ.સી. નાં ક્લાસ માં કોઈ ફેકલ્ટી આવી નહોતી બધા વિધાર્થીઓ ઉત્સવનું વાતાવરણ હોય એમ ધીંગામસ્તીએ ચડેલ. કોઈક કાગળનાં પ્લેઈન બનાવીને ઉડાડી રહ્યું હતું, કોઈક કાગળનાં ડુચાનો દડો બનાવી ક્રિકેટરની અદાથી એનો થ્રો કરી રહ્યું હતું અમુક વિધાર્થીઓ બેન્ચને બેન્ડ બનાવી ઓર્કેસ્ટ્રા શરૂ કરી દીધું.

કાર્તિક બેન્ચમાં જ્યાં ચોપડા રખાતા હોય ત્યાં બેઠેલ અને બેસવાની જગ્યા હોય ત્યાં પોતાના સ્પોર્ટસ સુઝ થકી બેઠાબેઠા જંગલી નૃત્ય કરતો હતો. એની આસપાસ એની ફેનકલબ કોરસમાં સુર પુરાવતી હતી, તાળીઓ પાડતી અને ક્લાસને બદલે બધા પીકનીકમાં હોય એવો માહોલ ખડો કરવામાં મશગુલ હતા.

સલમાનખાન ની તાજેતરમાં જ રજુ થયેલ ફિલ્મ તેરેનામ ની હેરસ્ટાઈલ થી અભિભૂત કાર્ત્િાકે પોતાના વાળને પણ સલમાનમય બનાવી દીધા હતા. કોલેજમાં અનિયમિત આવતો કાર્તિક જીમમાં નિયમિત જાય અને એનું શરીર એનો પુરાવો.

****

મુંબઈ જેવા મહાનગર માં સંપટ પરિવાર ને ત્રણ ત્રણ પરા માં ધોમધખતી કમાણી કરાવી આપતા રેડીમેન્ટ ગારમેન્ટના શો-રૂમ્સ. ગણપતરાવ સંપટ નાં ત્રણ પુત્રોમાં કાર્ત્િાક સૌથી નાનો અને પરિવાર માં સૌથી લાડકો જો કે સ્પષ્ટ ગુજરાતીમાં કહીએ તો મોઢે ચડાવેલો.

સંપટ પરિવાર માટે કાર્ત્િાક રાજા બેટા તરીકે ઓળખાય છે, એનું કારણ એ છે કે તેના જન્મ પહેલા ગણપતરાવની આર્થ્િાક સ્થિતિ અત્યંત પ્રવાહી... કપડાની ફેરી કરે અને ચાલમાં એક નાનકડી ખોલી માં રહે એવા સમયે ત્રીજા દીકરાનો જન્મ થયો, જોગાનુજોગ ગણપતરાવની આર્થ્િાક સ્થિતિમાં પ્રતિદિન સુધાર આવવા માંડયો ઘરે-ધરે કપડાની ફેરી કરતા ગણપતરાવે ઘર પાસે નાનકડી દુકાન ભાડે રાખી અને આજે જોતજોતામાં ત્રણ-ત્રણ ભવ્ય શો રૂમ્સ નાં માલિક બની બેઠા. બસ એમનો સમગ્ર પરિવાર એવું માનવા માંડયો કે આ સુખદ પરિવર્તન કાર્ત્િાક ના જન્મ પછી થયું છે માટે કાર્ત્િાક પરિવારમાં સૌથી વી.આઈ.પી. સાબિત થયો.

પાતળી આર્થ્િાક સ્થિતિને કારણે પોતાના પ્રથમ બે સંતાનોને સામાન્ય ભણતર આપી શકેલ સંપટ પરિવારે નક્કી કર્યું કે કાર્ત્િાક તો મોટો થઈ ડોક્ટર કે એન્જીનીયર જ થશે અને કાર્ત્િાક ને પણ મગજમાં એવી હવા ભરાવા માંડી કે એનું ભવિષ્ય જસલોક, નાણાવટી, કે બ્રીચકેન્ડી જેવી હોસ્પિટલ સાથે એક આલા દરજ્જાના ડોક્ટર તરીકે જોડાયેલું છે. પણ એની ક્ષમતા અને સપનાઓ વચ્ચે ક્યાંય મનમેળ નહિ.. સારા માર્ક્સ તો બાજુએ રહ્યાં પણ પાસ થવામાં પણ એણે ખાસ ઉતાવળ નાં દેખાડી ડો. કાર્ત્િાક માટે હવે બી.એસ.સી. સિવાય કોઈ છુટકો નહોતો અને એના પરિવારને પણ કશો અફસોસ નહોતો... કારણ પરિવાર તો કાર્ત્િાકે એમને ત્યાં જન્મ લઈ લીધો એના એહસાન તળે દબાયેલ હતો ને ?

જીવન નાં કોઈ તબબકે કાર્ત્િાકે શ્રોતાની ભૂમિકા ભજવી નહોતી... કા તો એ વક્તા હોય અથવા તો નિર્ણાયક , અને એની કહેવાતી ફેન કલબ જે ખરેખર તો “ફન કલબ” હતી. એનો તમામ ખર્ચ પોતે ઉપાડતો. પીકનીક હોય કે કેન્ટીન “કાર્ત્િાક રાજા” હોય એટલે બાકીનાને બખ્ખા અને માટે જ બીજા ઘણા બધા લુખ્ખાઓમાં કાર્ત્િાક “રાજા” નું સ્થાન ધરાવે....

****

બસ એ કાર્ત્િાક બેન્ચ ઉપર બેઠાબેઠા સલમાનખાન ને સજીવન કરી રહ્યો હતો ત્યારે વાઈસ પ્રિન્સીપાલ મીસીસ કુલકર્ણી ત્યાંથી પસાર થયા થોડીવાર માટે તો એમને એવું લાગ્યું કે કોલેજ ને બદલે એ કોઈ બગીચામાં આવી ગયા છે. એમને આ આશીસ્ત જરાય નાં રચ્યું અને ક્લાસ રૂમમાં પ્રવેશતાજ ઘાટો પાડયો... “વ્હોટ ધ હેલ આર યુ ડુઈંગ ?...”

એડહોક ફેકલ્ટી તરીકે કોલેજમાં જોડાયેલ મીસીસ કુલકર્ણી પોતાની મહેનત અને સંસ્થા પ્રત્યેની વફાદારી થકી આજે વાઈસ પ્રિન્સીપાલ પદ સુચી પહોંચી શક્યા હતા. જો કે એમનો સ્વભાવ ભારે કડક હતો અને બોલવામાં પણ બંબાટ અને બરછટ. વિધાર્થી, વાલી કે સહઅધ્યાપક એમની હડફેટે આવે ત્યારે એમની “રફ-ટફ” ભાષાનો ભોગ બને આવા કારણોસર પોતે સાચા હોવા છતાં વિધાર્થી અને સહકર્મીઓમાં ઘણી બધી વખત અપ્રિય સાબિત થતા. કયારેક એમના બર ની વ્યક્તિ મિસિસ કુલકર્ણીને એમની ભાષા અંગે સલાહ આપે ત્યારે પરાણે સંયમ સાથે તેઓ કહેતાં કે “ મારાં માટે શિસ્ત અને સંસ્થા, સભ્યતા કરતા વિશેષ છે.”

બસ એવા પોલાદી મીસીસ કુલકર્ણીએ એસ.વાય.બીએસસી. નાં કલાસમાં એક ત્રાડ સાથે પ્રવેશ કર્યો. પહેલા તો વિદ્યાર્થીઓ બઘવાય ગયા ને તુરત મેડમનો મિજાજ પારખી પોતાની પ્રવૃતિઓને સંકેલવા લાગ્યા. પરંતુ, કાર્ત્િાક જાણે કાંઈ નાં બન્યું હોય અથવા તો જે કાંઈ બને એ ભલે બનતું નાં ભાવ સાથે જ્યાં હતો, જેમ હતો એમ બેઠો રહ્યો .

“ એઈ છોકરા આ તારી મેનર્સ છે? બેન્ચ ઉપર આ રીતે બેસે છે? તું તારી જાતને સમજે છે શું ? કાર્ત્િાક મુંછમાં હસે છે. કાઈ જવાબ નથી આપતો. હવે કુલકર્ણી મેડમનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો હતો... ને આમ પણ જયારે મેડમ ગુસ્સા માં હોય ત્યારે એ ભૂલી જતા કે તેઓ એક અધ્યાપક ને એમાં પણ વાઈસ પ્રીન્સીપાલ છે. ભાષા ઉપર નો કાબુ ગુમાવી બેસતા ને સાથે સાથે કહેવતો સંયમ પણ...

“જવાબ આપવાના બદલે હસે છે, આ તારા બાપની કોલેજ છે ?... કુલકર્ણી મેડમે સણસણતો સવાલ કર્યો પરંતુ આતો કાર્તિક જેને ઘર માં બધા રાજ બેટા કહેતા અને મિત્રો માં પોતે કાર્ત્િાક રાજા એટલે એ તો આવી ગયો રાજપાઠ માં અને ક્રિકેટમાં ઝડપી બોલર ઝંઝાવતી ગતિ એ દડો ફેંકે ને બેટ્‌સમેન સામે આંખ બંધ કરી એવો જ પ્રહાર કરે એમ કાર્ત્િાકે તરત જ કહ્યું “ મારા બાપની તો કોલેજ નથી તો તમારા બાપની પણ ક્યાં કોલેજ છે ?...”

બસ થઈ રહ્યું, ક્લાસ રૂમ નાં આ ઝગડા એ શેરીના ઝગડા નું ક્યારે સ્વરૂપ લઈ લીધું એ ખબર જ ન પડી. વાત ખુબ જ આગળ વધી ગઈ.... એક વિધાર્થી અને અધ્યાપક વચ્ચેની તું તું મેં મેં વિધાર્થી મંડળ અને અધ્યાપક મંડળ વચ્ચેના સંઘર્ષ માં ફેરવાય છે. અને સંસ્થા માટે કાર્ત્િાક અને કુલકર્ણી મેડમ બન્ને ચર્ચાનો મુદ્દો બની બેઠા...

****

કયારેક કોઈક નાનકડો કિસ્સો બહું મોટું મનોમંથન માંગી લ્યે છે. આવા કિસ્સાઓ શાળા કે કોલેજ માં અવારનવાર બનતા જોવા મળે છે. નાનકડી ઘટના ચર્ચાનું બહોળું સ્વરૂપ લેઈ લે છે, ક્યારેક એ અખબારની સુરખી પણ બને અથવા તો ન્યુઝ ચેનલ નાં બ્રેકીંગ ન્યુઝ.....

ઘણી વખત મૂળ ઘટના માં ઘણા બધા મરી - મસાલા નખાતા હોય છે. એક નાનકડું છીંડું મોટું બાકોરૂં બની જાય અને બધાજ વરવા દેખાતા થઈ જાય છે. જો સંસ્થા માતબર હોય તો રાજકીયરંગ પણ પકડશે.... દેખાવો, સુત્રોચ્ચાર, આક્ષેપબાજી ઘણું બધું એમાં ભળશે.... આપણી આસપાસ આવું બનતું રહે છે.

સવાલ અહી વાતને ચગાવવાનો નથી પણ એનું મૂળ શોધવાનો છે ? અહી વાંક કોનો ? વાલીનો કે જે કાં તો બે છેડા ભેગા કરવામાં અથવા તો ધન નાં ઢગલા ભેગા કરવામાં સંતાનોને યોગ્ય સમય ફાળવી નથી શકતા કે એમના ઉછેર પ્રત્યે ધ્યાન કેન્દ્‌રિત નથી કરી શકતા, ક્યારેક. યોગ્ય સભ્યતા, સંસ્કાર નું સિંચન નથી કરી શકતા ?

કે પછી વિધાર્થી આલમનો જે આજકાલ ઈટનો જવાબ પથ્થર ના ગણિતને હમેંશા સાચું માનવા લાગેલ છે. ભૂલના સ્વીકાર ને બાજુએ રાખી આત્મસન્માન ના બુન્ગીયા ફૂકે છે. અને એમનાથી મોટી ઉમરની કે વધુ લાયકાત ધરાવતી વ્યક્તિઓ સાથે કેમ વર્તન કરવું એનું ભાન ક્યારેક ભૂલે છે અને એ ભૂલને છાવરે પણ છે.

કે પછી શિક્ષક ગણે જે શિસ્તના નામે આચારસહિંતા ચુકે છે, અયોગ્ય શબ્દો કે એમના દરજ્જા ને નાં શોભે એવી ભાષાનો પ્રયોગ કરે છે. ક્લાસરૂપ કંટ્રોલ બહું અગત્યની ઘટના છે અને શિસ્તપાલન પણ જરૂરી છે પરંતુ, એ માટે નો અભિગમ આજકાલના કોર્પોરેટ કલ્ચર સમાન બની ગયેલ શિક્ષણ જગતમાં વધારે મહત્વનો છે. “સોટી વાગે ચમચમ...” નો યુગ નથી રહ્યો... જો ઘડવૈયા વિવેક ચુકશે તો લડવૈયા કેવા તૈયાર થશે.

****

મહાભારતનો એક પ્રસંગ યાદ આવે છે. જ્યાં યુધિષ્ઠિરે કહેલ કે સજા વર્ણ ને આધારે થવી જોઈએ, કારણ કે ઉચ્ચકુળ ની વ્યક્તિ નું કુઆચરણ સમાજ માટે સૌથી ખતરનાક છે, કારણ તેની પાસેથી તો સમાજે ઘણું શીખવાનું છે, ને માટે એનું કુઆચરણ વધારે દંડનીય છે... જો કે આ ઘટના થકી આપણે કોઈ ચોક્કસ વર્ગ તરફ અન્ગુલી નિર્દેશ નથી કરતા પણ વાલી, વિધાર્થી કે અધ્યાપક દરેક નું વર્તન સમાજ ઉપર ઘણી બધી છાપ છોડી જાય છે. ચોક્કસ પ્રકાર નું શિસ્ત અને યોગ્ય વિવેક સર્વેની જવાબદારી બની જાય છે.

લેખક પીયુષ જયંતીલાલ શાહ