Adhinayak - 17 books and stories free download online pdf in Gujarati

અધિનાયક Scene :- 17 (novel) (political thriller)

SCENE: - 17

- “અરે ખુશાલ! તેમાં અફસોસ ન કર. આજથી અમે વકીલને શોધવાનું શરૂ કરીએ છીએ. પણ. એમાં તું મદદ ન કરી શકે તો અફસોસ ન કરાય. તું નિત્યાદિકરીને સંભાળ! એના આર્શિવાદ તને મળશે. તારા પરીવારને મળશે. ભલે દિકરા!” દિવ્યરાજદાદાએ call cut કર્યો. સવારે તૈયાર થઇને hall માં બેઠા હતાં. ખુશાલભાઈને ખ્યાલ હતો કે રાવળ પરીવાર આજથી નવા વકીલને શોધવા લાગી જશે. પણ. પોતે મદદ નહિ કરી શકે એ અફસોસને કારણે દિવ્યરાજકાકાને call કર્યો. દિવ્યરાજકાકાએ અફસોસ ન કરવા જણાવીને હિમ્મત આપી, Dr શાહ family વહેલી આવી ગઇ હતી. દેવિકાબહેન-અધિવેશ હજુ નીચે આવ્યા ન હતાં.

“કાકા! Case tuff થઇ ગયો. યુવરાજ સાચ્ચું બોલ્યો નહિં એટલે હકિકતનો આપણને ખ્યાલ નથી એટલે કોઇપણ વકીલને માટે અંધારામાં તિર મારવા જેવો case લડાવવા તૈયાર કરવો એ જ આપણા માટે challenge છે. અધુરામાં પુરુ ખુશાલ પટેલે જીજ્ઞાસાબહેન પટેલને શામાટે hire એ જ મને સમજાતું નથી! I mean આપણને મદદ કરવા જ ઇચ્છતો હતો તો કોઇ નાના વકીલને hire કરાય! કાકા! જીજ્ઞાસાબહેન વાળની ખાલ ઉતારે એવા છે. મુળનાય મુળ સુધી જાય એવા વકીલને hire કરવાનો તર્ક મને નથી સમજાતો...” Dr રમણ શાહે શંકા વ્યક્ત કરી.

“એ જે હોય તે. પપ્પા!” Dr યુવિકા આત્મવિશ્વાસથી બોલી, “પરીસ્થિતી જેટલી મુશ્કેલ હોય તેટલી જ લડવાની મજ્જા આવે! અમે એવા વકીલને શોધીશું અગર યુવરાજ છેલ્લે સુધી બોલવા તૈયાર ન હોય તોપણ યુવરાજના બોલ્યા વગર પણ હકિકતના મુળ સુધી જઇ સત્ય ઉજાગર કરશે..”

“સાચી વાત યુવિકા!” દેવિકાબહેન અધિવેશ સાથે હાથમાં આરતી-થાળી લઇને સીડી ઉતરતાં હતાં. બન્ને hall માં આવ્યા. Dr યુવિકા દેવિકાબહેન પાસે જઇને પગે લાગી. તો અધિવેશને ગળે લગાડ્યો. પછી અધિવેશે ત્રણેય વડિલોને પગે લાગ્યો. ત્રણેયે આશિર્વાદ આપ્યા.

“તારી મહનત ફળે અને યુવરાજ નિર્દોષ બહાર આવે! તું તારા ધાર્યા કામમાં સફળ થા!” સૌથી પહેલાં આશિર્વાદ દિવ્યરાજદાદાના મળ્યાં.

“ભગવાન કરે તને જલ્દીથી વકીલ મળી જાય.” દેવિકાબહેને આશિર્વાદ આપ્યા.

“કાકા! મેં hospital માં સૌને જાણ કરી દિધી. યુવરાજની વાત નથી કરી. પણ. ગંભીર case ની વાત કરીને સૌને જાણ કરી દિધી છે એટલે વકીલ સમજી વિચારીને જ આવશે..”

“મેં પણ social media માં friends ને inform કરી દિધી છે. Clinic એ પણ staff ને જાણ કરી દિધી છે, લગભગ તો આજે જ વકીલ મળી જશે” Dr યુવિકાએ વિશ્વાસ વ્યક્ત કર્યો.

“દાદા! અમે સૌથી પહેલાં ઘીકાંટા court જશું. 5-6 lawyer contact માં છે એમને પણ મળી લઇશું,” અધિવેશ પણ યુવિકાના કારણે આત્મવિશ્વાસુ લાગતો હતો, ત્રણેય દિવ્યરોક-ભવનથી રવાના થયાં, તો દિવ્યરાજદાદાએ અને દેવિકાબહેને પણ contact લગાવ્યા, ત્યારબાદના યોજાયેલા દિવ્યલોક દરબારમાં પણ વકીલ મેળવી આપવાની જાહેરાત કરી.

- આમ તો કોઇ વકીલને શોધવે એ મુશ્કેલ કામ નથી. પણ આ એવો case હતો જે ગુજરાતના top advocate અનિલ શહેરાએ છોડી દિધો હતો. Hi-profile હોય કે controversial હોય કે most mysterious case હોય, અનિલ શહેરાએ ક્યારેય case છોડ્યો નથી, જ્યારે આ તો એટલો complicate case પણ ન કહેવાય, એવા case માં અનિલ શહેરા હાથ ઉચાં કરી દે તો સામાન્ય વકિલે તો આ case માટે વિચારવાનું પણ નહિં. એવું ન હતું કે દિવ્યરાજદાદા આ હકિકતને સમજતાં ન હતાં. પણ. યુવરાજ માટે એ ગમે તે હદ સુધી જવા તૈયાર હતાં. અધિવેશ-યુવિકા દાદાના હિમ્મતે જ આગળ વધી ગયા હતાં. બન્નેએ આગલી રાતે social media માં active રહેતા lawyer ની list તૈયાર કરી. દરેકને contact કરી મળવાનો સમય મુકરર કર્યો. તેમને સ્પષ્ટ રીતે યુવરાજનો case સમજાવી દિધો હતો. જોકે. તેમને આ પ્રયત્ને અડધાથી વધુએ case લડવાનો તો દુર મળવાની પણ ના પાડી દિધી હતી. બાકી જે મળવા તૈયાર થયા એમાંથી east અમદાવાદ રહેતા lawyers ને અધિવેશ મળે અને બાકીના વિસ્તારમાં રહેતા lawyers ને Dr યુવિકા મળે એ રીતે તૈયારી કરી. એકવાર મળવા તૈયાર થયેલાને તે જ્યાં મળવા આવવા કહે ત્યાં મળવા જવાનું. Case document તરીકે FIR Copy જ હતી. તે ઉપરથી lawyers ને મનાવવાના હતાં. આમાં પુરા દિવસની ભાગદોડ થઇ જતી! આ ઉપરાંત અભિનવ ગુજરાત પક્ષમાં યુવરાજના છુપા સમર્થકો પણ વકીલ શોધવામાં લાગી ગયાં.

“જુઓ! અધિવેશભાઈ! અમે તો દિવ્યરાજકાકાને જોઇ-જોઇને જ મોટા થયાં છે. લોકદરબારના અનેક civil case મારે લડવાની તક મળી છે એ દિવ્યરાજકાકાની ભલામણથી જ લડ્યાં છે ને જીત્યા છે. દેવરાજભાઇ સાથે તો ચા-નાસ્તાનો સંબંધ! એમની પ્રામાણીકતાની દુનિયાભરમાં મિશાલ લે છે. યુવરાજ તો આવતિકાલનો leader છે પણ વાત જ્યારે caseની આવે. એ પણ top prosecutor અનિલ શહેરા આટલો simple case છોડી ત્યારે એ case લાવારીશ સમાન થઇ જાય. પાછું યુવરાજભાઈએ તો accept કરી લીધું છે કે એમણે જ ગૃહમંત્રી નવિનભાઈનું murder કર્યું છે. આ દુનિયાનો મોટામાં મોટો lawyer પણ યુવરાજભાઈને નિર્દોષ સાબિત ન કરી શકે.” લાલ દરવાજા પાસેના નવા બનેલા complex માં brand new office ધરાવતા lawyer પાસે અધિવેશને નકારાત્મક જવાબ મળ્યો.

“યુવિકા! નવિનભાઈ એક politician હતાં અને politician ના અનેક કરેલા કાંડ હોય છે, અનેક રહસ્યો હોય છે, પાછું આ તો ruling party ના minister નો murder case! જીજ્ઞાસાબહેન ગઢવી સામે હોય ત્યારે અમે નાના વકિલો તો તેમને આજુબાજુ ફરક્યે પણ નહિં..” Senior અને Dr રમણ શાહના peasant એવા એક lawyer એ Dr યુવિકાને સ્પષ્ટ નનૈયો ભણ્યો.

“અરે! કાકા! તમે high-court નો chief justice ને આ વાત કેમ નથી કરતાં ત્યાં આપણી ઓળખાણ છે..”

“MLA સાહેબ! મારે ઓળખાણથી કરવું જ હોય તો મુખ્ય ન્યાયાધિશ તો મને ગુરુ માને છે. તેને વાત કરુ તો એ તો Case hearing કરાવ્યા વગર જ બન્ને પક્ષોને બોલાવીને બંધબારણે case આટોપી લે સાબિતી વગર જ યુવરાજને નિર્દોષ જાહેર કરે એવા છે. પણ. મારે તો ન્યાય જોઇએ છે સત્યની જીત જોઇએ છે. એટલે જ તમને call કર્યો. જો તમારા ધ્યાને કોઇ હોય તો મને જાણ કરજો. તમારી વચેટીયા તરીકેની fee પણ આલી દઇશ.” દિવ્યરાજદાદા પોતાની રીતે પણ contact લગાવ્યે જતાં હતાં. એક MLA સાથે વાત કરતાં પોતાની જાત પર માંડ કાબું રાખી શક્યાં.

- “હાં! પ્રમિલાબહેન કેમ છો?”

“મજામાં દેવિકાબહેન! બોલો. આજે તો તમને અમારી યાદ આવી ગઇ! બોલો! કેમ યાદ કર્યાંઆજે?”

“પ્રમિલાબહેન! તમે તો જાણો છે યુવરાજને ખોટા case માં..”

“હાં! હાં! યુવરાજનું TV માં જોયું છે બહું ખોટું થયું. યુવરાજ ક્યારેય આવુ કરે નહિં. મને તો વિશ્વાસ નહોતો આવતો. શું થયું પછી કોઇ lawyer તૈયાર થયો?”

“હાં! વાત તો ચાલે છે..” એક જાણીતી બહેનપણી સાથે વાત કરતાં દેવિકાબહેને અધકચરો જવાબ વાળ્યો. “અરે! તમારો શશી પણ lawyer ની practice કરે છેને?”

“હાં! Practice કરે તો છે. પણ..”

“તમારા આ પણનો અર્થ જાણી શકું? પ્રમિલાબહેન!”

“દેવિકાબહેન ખોટું ન લગાડતા, પણ, તમે જાણો જ છો કે શશી હજુ નવો છે અને hi-profile case હાથમાં લેશે તો પાર વગરનું pressure માથે આવી જશે, ન કરે સ્વામી નારાયણ! જો આ case હારી જશે તો સમાજમાં prestige...”

“હાં! હાં! પ્રમિલાબહેન! હું સમજી ગઇ. તમને અને તમારા શશીને તમારી prestige મુબારક!” ધડ કરતો mobile sofa પર ફેક્યો. સામે દિવ્યારાજકાકાનું મન પણ ફેકવાનું થતું હતું. પણ તેમના હાથમાં mobile નહિં BSNL નો ડબ્બો હતો. એને તો...!

- પહેલે દિવસે તો અધિવેશને ખાસી દોડાદોડ થઇ. બીજે દિવસે ફરીથી એ જ વ્હેલી સવારે નીકળી પડતો. મોડો સાંજે આવતો. Dr યુવિકા સવારે દિવ્યલોક ભવન આવી જતી. દેવિકાબહેનને નાના-મોટા કામમાં મદદ કરી આપતી. પોતાની વાડીલાલ hospital પાસે આવેલ clinic એ બાળદર્દીઓને તપાસતી. બપોરે ફરી દિવ્યલોક ભવન આવતી. રસોઇ Dr યુવિકાના માર્ગદર્શન હેઠળ નોકરો બનાવતા. દિવ્યરાજદાદાની તબિયત નરમ-ગરમ રહેતી. ત્યાથી સાબરમતિ jail જતી. યુવરાજને જમાડતી. બન્ને વચ્ચે નાની-મોટી નૌક-જૌક થતી રહેતી. યુવરાજ હવે યુવિકાની મજાક કરતો થઇ ગયો. સાબરમતી jail થી આવીને થોડીવાર clinic આવતી. સમય થતાં જ વકિલોને મળવા નીકળી પડતી. સાંજે મોડી-મોડી તોય એકવાર તો દિવ્યલોક ભવન તો જઇ આવતી. ક્યારેક અધિવેશને મળાતું. બાકી બન્ને વચ્ચે mobile થી સતત contact રહેતો.

####

- “કેટલો score થયો, અધિયા?” 5 માં દિવસની સાંજે અધિવેશ દિવ્યલોક ભવન છોડવા આવ્યો ત્યોરે થાકેલ-પાકેલ Dr યુવિકા મજાકમાં બોલી, યુવરાજની car માં બન્ને જતાં હતાં, યુવિકા driving seat પર હતી.

“હવે તો ગણતરી જ ભુલાય ગઇ. 100 માં 25-30 બાકી હશે,” અધિવેશ પણ ખુબ થાકેલ હતો. “યુવિકા! ખબર નહિં શું થઇ ગયું છે આ શહેરને? એક normal case છે. સજા કે છુટકારો બન્નેમાંથી જે પણ મળે એ એક ઝટકે મળી રહેવાનું! સાબિત કરવા જેવું પણ કશું છે નહિં. ચાકું યુવરાજભાઇનું છે નહિં. એ સાબિત કરવામાં કોઇપણ વકીલ વધારે મહેનત કરવા જેવી પણ નથી. બાકીનું કામ છે એ FSL report. PM report કરી નાખશે, જેને હજું આવવામાં વાર છે ને આ લોકો case શુરૂ થાય એ પહેલાં પાણીમાં બેસી ગયાં. ____!” અધિવેશથી ગાળ નીકળી ગઇ. “Sorry! યુવિકા...”

“It’s okay! અધિયા! મારાથી પણ નીકળી જાય. પણ. તું આટલું tension ન લે. યુવી પણ તારી ચિંતા કરતો હતો,”

“એમને મારી આટલી ચિતાં હોય તો સાચું કહી કેમ નાખતાં નથી?” અધિવેશને મોટાભાઈ પર ચિડ ચડી, યુવિકાએ તેના વધી ગયેલ વાળ પર હાથ ફેરવ્યો.

“અધિયા! આટલી ચિતાં ન કર. જેને આપણે સૌથી વધારે પ્રેમ કરતાં હોઇએ તેને આપણે ક્યારેય દુખી ન જોઇ શકીએ. તેના માટે ગમે તે કરી છુટવા તૈયાર થઇ જતાં હોઇએ છીએ. તું તારુ ધ્યાન રાખ. અરીસામાં ચહેરો તો જો. આંખો ઉંડી થઇ ગઇ. જોગી જેવી દાઢી ને વધેલા વાળમાં તને કોઇ ન ઓળખે. ચહેરો પણ કાળો થઇ ગયો. અધિયા તારી હિમ્મતને કારણે તો અમે બધા આ સાહસ કરી શક્યાં. હવે તું જ હારી જઇશ તો..” યુવિકા ઘણુ બોલી ગઇ. અટકી ગઇ.

“એક વાત પૂછ્યું?”

“અધિયા! મેં તને હમેશાં નાનો ભાઇ તરીકે જ જોયો. તારે formality ન કરવાની હોય. હું અને યુવિ તને ખુબ પ્રેમ કરીએ છીએ..”

“અને તું... મોટાભાઈને..!” અધિવેશ બોલી ઉઠ્યો, યુવિકા કળી ન શકી કે શું જવાબ વાળવો? Car ની બહાર જોવા લાગી. “મારાથી નજર ન ચોરો, યુવિકા! Ohh sorry! Sorry! હવે તો ભાભી બોલાવાની આદત પાડવી પડશે.”

“અધિયા!” ચુપ કરવવા યુવિકા બોલી તો ખરી! “એવું...”

“ના-ના! યુવિકા! એ તો બોલતી જ નઇ કે એવું તારે અને મોટાભાઈ વચ્ચે કાંઇ નથી. તારો અમારા પરીવાર પ્રત્યેનો પ્રેમ કોઇથી છુપો નથી. દાદા પણ તને દિકરી કમ રાવળ પરીવારની પુત્રવધુ તરીકે જોવા લાગ્યા છે ને મમ્મીની તો બહેનપણી જ છો,” અચાનક અધિવેશના ચહેરે ખુશી આવી ગઇ, “હવે તો બે પ્રેમીને મેળવવા મોટાભાઈને jail થી છોડવવા જ પડશે,”

“બસ! એક છોકરીને શરમાવતા શરમ નથી આવતી,” ચહેરા પર હાથ મુકીને શરમાતી યુવિકા બોલી ઉઠી. બન્ને હંસી પડ્યાં, “અધિ! આમ જ ખુશ રહેજે! રહી વાત વકીલની તો એ તો 1-2 દિવસમાં મળી જશે,” અધિવેશને ખુશ જોઇને યુવિકા પણ ખુશ થઇ ગઇ, “હું એમ વિચારી રહી છું કે એકવાર નિત્યાને મળી લઇએ તો કેવું? ખુશાલકાકા તો આપણા contact માં છે જ એ નિત્યાને આપણી સાથે વાત કરવા મનાવી લેશે. જો આપસમાં..”

“મને પણ એ જ વિચાર આવે છે યુવિકા! પણ. નિત્યાને ગમે તેટલું સમજાવ્યે પણ તેની આંખો સામે ઘટેલ ઘટનાને એ બિચારી કેમ ખોટી પાડી શકે? કેટલો વિશ્વાસ હતો એને અમ બે ભાઇઓ પર? હવે ક્યાં મોઢે જઉ? અધુરામાં પુરૂ જીજ્ઞાસાબહેન ગઢવી તેના lawyer છે. એ હવે case થોડો પાછો ખેંચે?”

“અધિ એકવાર try કરવામાં શું જાય છે. અજાણ્યા લોકોને આટલા મનાવ્યે જાઇએ છે તો એકવાર પોતાનાને try કરી લઇએ. I know! Case તો પાછો ન જ ખેચે પણ case ને નવો angle તો મળી જ શકેને?”

“કઇક તો કરશું જ! હવે તો બે પ્રેમીઓને મળાવાના છે,”

“અધિયા...!” અધિવેશને ધબ્બો મારતાં યુવિકા હસી પડી. Car રોકી, “ઘર આવી ગયું. ચાલ ઘરે” doctors colony આવતા જ car અટકી. બન્ને બહાર નીકળ્યા. ભેટ્યા.

“પછી ક્યારેક હવે તો થાકી ગયો. કાલે મળ્યાં..” અધિવેશ બોલ્યો. યુવિકા ઘર તરફ ગઇ, અધિવેશ driving seat પર ગોઠવાયો. ઘરે જવા નિકળ્યો.

####

- “મારા ઘરે તો બધા સાધુડા સત્યાનંદના ભક્તો ભરાયા છે. કાલ વળી નુતન ધર્મસભાના તુતમાં જવા માટે અત્યારથી તૈયારી કરી રહ્યાં છે, ____! મારૂ તો નિત્યા પર મન આવી ગયું. ખરેખર! ફટાકડી છે ફટાકડી! વિક્કીડા!” SG highway પરના એક restaurant ના ખાટલે પડ્યા-પાથર્યા ત્રણ નબિરામાનો એક રૂક્મિન બોલી ઉઠ્યો.

“ઇનો બાપ મરી ગ્યો સે ને તને મજા કરવાની સુઝે છે?” 2-3 ગાળ સાથે નકુળ બોલી ઉઠ્યો. “કોની ઔલાદ સે? માણહની કે જનાવરની?” હાથમાં દારુનો glass રમાડતો નકુળ બોલી ઉઠ્યો.

“જનાવરની!” રૂક્મીન હસવા લાગ્યો. નકુળે ગાળ ફટકારી. બન્ને વચ્ચે દલીલ થવા લાગી. પણ. Vicky કંઇક જુદા જ વિચારે ચડ્યો હતો.

“રૂક્મીન! જરાં એ તો બોલ કે _____ ક્યારે એકલી હોય? કેટલાય મહિનાથી મારી નજર નિત્યા પર છે. બાપ મરી ગયો. ભાઈ-ભાઈ કરતી એ બેય _____ દુર થઇ ગયાં. હવે તેણીને તેની ઓકાત દેખાડી દેવી છે. વાતે-વાતે અધિયા સાથે મળીને મારૂ અપમાન કર્યે જાય છેને હવે બતાવી દઇશ કે આ vicky શું વસ્તુ છે” બદલાની આગ vicky ની આંખોમાં સળગતી હતી. “હવે મુગોં મર્યો શું? ફાટને મોમાંથી!”

“આમતો સાગા ને ગંગા બેય ક્યારેય નિત્યાને એકલી છોડતા જ નથી. કાલે તો સાધુડાની નુતન ધરમસભા હશે. કદાચ. બધા _____ આશ્રમે જશે, પણ, નિત્યાથી તો નહિં જવાયને. કદાચ ગંગા સાથે રહેશે નિત્યાની! તો...”

“તો શું?” નકુળેય બોલી ઉઠ્યો.

“તો મારી પાસે plan છે...” રૂક્મીને વિકૃત plan સંભળાવ્યો એ સાંભળતાં જ ત્રણેય વિકૃત હસવા લાગ્યા.

####

- “યા અલ્લાહ! યા પરવરદિગાર! યા ગરીબોના એક માલિક! આજથી 25 મો case શરૂ થઇ રહ્યો છે. મારા ખુદા! મારી જીત નથી ચાહી રહી. પણ જ્યા નૈકી અને સચ્ચાઇ છે ત્યા દિદાર કરાવજે. સચ્ચાઇની જીત અને બેગુનાહને ન્યાય એ જ તારા દરબારની ઓળખ છે મારા માલિક!” સવારના પ્હોરની નમાઝ પોળના ફળીયામાં પોળવાસીઓ સાથે અદા કરીને તસ્લિમાખાલા દુઆ કરવા લાગ્યા. ઘઉવર્ણા મોટા ચહેરા પર નુર હતો. આત્મવિશ્વાસ સાથે મર્યાદામાં રહેવું એ જ પોળવાસીઓએ આ 6 દસકા વટાવી ચુકેલ પોતાની ખાલાજાન પાસે શીખી રહ્યાં હતાં. જાણે તેમના બોલ-દુઆ એ જ પોળવાસીઓની દુઆ હોય તેમ ખાલા સાથે ખુદાની બંદગી કરી. નમાજ અદા થતાં જ સૌને માટે નાસ્તા આવ્યા. સૌ તૈયાર થઇને જ એકઠા થયા હતાં. સૌ સાથે જ court જવાના હતાં.

“અકરમ! સવાણીસાહેબના કોઇ સમાચાર..”

“ખાલાજાન! સવાણીસાહેબેનો phone આવ્યો હતો કે સાડા દસે તેઓ court પહોંચી જશે. આપણે અગીયાર વાગ્યે પહોચંશું તો ત્યા સુધીમાં સવાણીસાહેબ સુનાવણીનો સમય નામદાર જજસાહેબ પાસેથી માંગી લેશે. લગભગ બપોર સુધીમાં સુનાવણી શરૂ થઇ જશે..” અકરમે શાંતિથી જવાબ વાળ્યો, “ખાલાજાન! હું શુ વિચારૂ છુ કે અમે 3-4 સવાણીસાહેબની સાથે રહિએ?”

“કેમ? સવાણીસાહેબ ભાગી જવાના છે?” ખાલા સહિત સૌ હસવા લાગ્યા.

“ના! ના! ખાલાજાન! આ તો એને કોઇ કામ હોય તો મદદ..”

“અરે મારા અકરમ!” ખાલાએ અકરમના માથે હાથ ફેરવ્યો, “તારા ચહેરા પર તારો ઉત્સાહ ચોખો પઢી શકું છું, તમે નવજવાનોને કારણ જ આ બુઢી હિમ્મત રાખી શકી છે, જા, મારા દિકરા! તું સાથે ત્યા હોઇશ તો અમને સમાચાર મળતા રહેશે. પોળના સાહેદો તો અમે લઇ આવશું. બાકીના સાહેદોને court લઇ આવવાની વ્યવસ્થા સવાણીસાહેબ કરવાના હતાં તો તું એ પણ જોઇ લેજે. એ લોકો આપણા યકિને જુબાની આપવા આવતા હોય તો તેમનું મહફુઝ રહેવું એ આપણી જવાબદારી હોય..”

“ખાલાજાન! તમે તે ફિકર ન કરો. રહિમચાચાને સાહેદોની જવાબદારી સોંપી છે,” અકરમ ઊભો થતાં જ પોળના સાથીઓ તેની પાછળ ઉભા રહી ગયાં. “રજા આપો, ખાલાજાન!”

“પરવરદિગાર તમારી હિફાજત કરે” ખાલાજાનની દુઆ લઇને અકરમ સાથીઓ સાથે ગયો, અકરમના ગયાં પછી પોળવાસીઓ તૈયાર થયાં, બધા માટે taxi-car ની વ્યવસ્થા કરાઈ, દસના ટકોરે પોળથી પહેલી car રવાના થઇ.

- ગુજરાતની સર્વોચ્ચ ન્યાયાલયનું પરીસરે આજે માનવ મહેરામણ ઉમેટાયું હતું. ડાકોર હત્યાકાંડના બચાવ પક્ષ- ફરીયાદ પક્ષના વકિલો. રાજકારણીઓ. બન્ને પક્ષના સમર્થકો. Security માટે police તૈનાત થઇ હતી. News media તો હાજર જ હોવાનું! 10 ને 40 તસ્લિમાનો કાફલો આવી પહોંચ્યો. Court room no. 25 ના પરીસરે આવ્યા. તસ્લિમાખાલાના કાફલાના આવતા જ વાતાવરણ ગરમ થઇ ગયું. તસ્લિમાખાલાનો હુરીયો બોલાવવાનો શરૂ થઇ ગયો. ધક્કામુક્કી થવા લાગી. જોકે police protection ને કારણે તેઓ મદ court room માં જ બેસી ગયાં.

“અકરમ દેખાયો નહિં વહાબ! Phone જોડતો ખરી! ક્યાં પહોંચ્યા?” તસ્લિમાખાલા ઇશરતના mobile થી સમય જોઇ બોલ્યા. સમય 11 માં 10 minute ની વાર હતી. વહાબે phone જોડ્યો. 5-6 વાર call કર્યા બાદ પણ કોઇએ ઉપાડ્યો નહિં.

“અમ્માજાન! અકરમ-રાજા કે સલિમમાંથી કોઇ ઉપાડતું નથી. સવાણીસાહેબને call કરૂ?” વહાબના ચહેરા પર ઉદ્વેગ આવ્યો. તેના કારણે પોળવાસીઓના ચહેરે ચિંતા પ્રસરી ગઇ. જોકે ખાલા નિશ્ચિત દેખાય રહ્યા હતાં.તેમણે શાંતિથી સંમતિ આપી એટલે વહાબે lawyer સમીર સવાણીને call કર્યો. Lawyer સમીર સવાણીનો phone switch off આવતાં વહાબને ધ્રાસ્કો પડ્યો, અમ્માજાન તો આંખો બંધ કરીને અલ્લાહને યાદ કરી રહ્યા હતાં. વહાબે ઇશરત સામે જોયું. તેના ચહેરાના ઉદ્વેગને ઇશરત સમજી ગઇ. ઉભી થઇને સૌની નજર ચુકવીને પરીસરના ખુણે કોઇ જુએ નહિ તેમ call કર્યો.

“અરે તેમાં ચિતાં ન કર. Darling! મારી પાસે બીજા number છે. સવાણીસાહેબને call કરીને court લઇ આવું છું. આજે તો ભલે દુનિયા આપણને સાથે જુએ! તમારી પડખે ઊભો રહીશ! ભલે ગમે તે થાય” ઇશરતે call કરીને court ની પરીસ્થિતી જણાવતા vicky એ નિશ્ચિત કરી. ઇશરત પાછી અમ્માજાન પાસે જઇને બેસી ગઇ.

- “ડાકોર હત્યાકાંડ case no. 25/1997! તસ્લિમાબાનુ ઇફ્તિખાર જાફરી ત્થા સર્વધર્મ-સમભાવ trust. ફરીયાદ પક્ષ વિરૂધ નામદાર સરકારના વકિલો પોતાના પક્ષકારો સાથે ન્યાયાલયમાં હાજીર થાઓ..” Case ની hearing માટે બોલાવવામાં આવ્યાં. સૌ પક્ષકરો court room આવ્યા.

- “આપણે નામદાર ન્યાયાધિશસાદેબને મળી આવિએ. આગળની તારીખ મેળવી આવીએ” lawyer સમીર સવાણી હજુ સુધી ન આવતા તસ્લિમાખાલાએ અતિમ નિર્ણય કર્યો, નામદાર ન્યાયાધિશની chamber court room થી આગળ સીડીઓ વાટે 2nd floor પર આવેલ હતો. નામદાર ન્યાયાધિશ તેમના chamber થી નીકળીને નીચે court room આવી જ રહ્યાં હતાં. તસ્લિમાખાલાનો કાફલો નામદાર ન્યાયધિશને મળવા gallery માં ચાલવા લાગ્યો. હજુ તો તેઓ 2 minute પણ ચાલ્યા નહિ હોય ત્યાં તસ્લિમાખાલાનો હુરિયો બોલાવતા કેટલાક અજાણ્યા લોકોએ પોળવાસીઓ પર પથ્થરમારો કરવા લાગ્યા. કેટલાક પરીસર પર દોડી જઇને તસ્લિમાખાલાની નજીક જવા ગયાં ત્યાંરે પોળવાસીઓ સાથે ઝપાઝપી કરવા લાગ્યા. સદ્નસીબે તસ્લિમાખાલા પોળવાસીઓ વચ્ચે ઘેરાઇ ગયા. Police કઇ કરે તે પહેલા બન્ને જુથો વચ્ચે મારામરી થવા લાગી. Media persons તેમજ અન્ય lawyers વચ્ચે પડીને બન્ને જુથોને અલગ પાડવા લાગ્યા. આ બધા વચ્ચે સાગરીકા જે ખબર ગુજરાત team સાથે આવી હતી તે આ ભીડ વચ્ચે ઘુસી ગઇ અને તસ્લિમાખાલા પાસે પહોંચી ગઇ. તસ્લિમાખાલાને જુથથી દુર લઇ જવા પોળવાસીઓની મદદ કરવા લાગી. તેણી પર પણ હુમલો તો થયો. છતાં ખાલાને court room લઇ જવામાં સફળ થઇ.

“ખાલા! તમે ઠીક તો છોને?” Court room ની સૌથી આગળની bench પર તસ્લિમાખાલાને બેસાડવામાં આવ્યા. Police ના protection સાથે અન્ય પોળવાસીઓ પણ આવી પહોચ્યાં. ઇશરત પાણી લઇ આવી. સાગરીકેએ ખાલાને આપ્યું. ખાલાને કપાળે પથ્થર લાગવાથી લોહી નીકળતુ હતું. આંખે અંધારા આવી ગયાં હતાં. શ્વાસ ચડી ગયો. First aid આવ્યું, સાગરીકાએ પાટ્ટો લગાવી આપ્યો, તસ્લિમાખાલા અજાણી છોકરીની સેવા જોઇ રહ્યાં. બોલવા જતા હતાં ત્યાં નામદાર ન્યાયાધિશસાહેબ આવતાં સૌ ઉભા થઇને તેમને આદર આપ્યો. નામદારે સૌને બેસવા કહ્યું. બહાર મામલો થાળે પડી રહ્યો હતો. તૌફાનીઓને પુરા વિસ્તારથી હાંકી કાઢ્યાં. પુરી court પરીસરને police એ cordon કર્યું. શિરસ્તેદારે case document નામદાર ન્યાયધિશ આગળ મુક્યાં. Prosecutor અનિલ શહેરા આગળ હરોળે જલ્દ ઊભા થવા માટે થનગનતાં હતાં.

“Case no. 25/1997. ફરીયાદી પક્ષના વકીલ..” નામદારે વાચન શરૂ કર્યું. જોકે ફરીયાદી પક્ષના વકીલ ન દેખાતા અટકી ગયાં. “તસ્લિમાબાનુ ઇફ્તિખાર જાફરી આપના વકીલ ક્યાં છે? શું તે આવ્યા નથી?”

“નામદાર સાહેબ! અમારા વકીલ સમીર સવાણી સાહેબ હજુ આવ્યા નથી. તેઓ રસ્તામાં હશે. અમારા સાથીઓ તેમને લેવા ગયાં છે..” તસ્લિમાખાલા ઊભા થઇને જવાબ આપ્યો.

“કોઇ વકીલ નહિ આવે. ખાલા! ભાગી ગયાં તમારા વકીલ!” પાછળથી comment આવી, court room માં હસા-હસ થવા લાગી. તસ્લિમાખાલા સમસમી રહ્યાં.

“શાંતિ રાખો. ન્યાયાલયમાં શાંતિ રાખો.” હથોડી પછાડીને નામદારે શાંતિની appeal કરી. “તસ્લિમાબાનુ! જો તમારા વકીલ ન આવ્યા હોય તો આ ન્યાયાલય આ છેલ્લી તક આપી શકે તેમ છે પણ આ કેટલામી તક સમજવી?” નામદાર ન્યાયાધિશના કથનમાં ઉડાણ હતું.

“નામદાર! નાના મોઢે મોટી વાત! પણ અમને છેલ્લી તક આપજો. નિષ્ફળ જાવ તો જે સજા આપો તે મંજુર!” તસ્લિમાખાલાના શબ્દોમાં હવે આશિર્વાદ ખુટતો જતો હતો.

“આ ન્યાયાલય ફરીયાદ પક્ષને તેના મુખ્ય વકીલને ન્યાયાલયમાં રજુ કરવા માટે આખરી 30 minute આપવાની મંજુર કરે છે. આ 30 minute માં ફરીયાદી પક્ષ તરફથી કોઇ વકીલ રજુ કરવામાં ન આવ્યો તો આ ન્યાયાલય ગંભિર નિર્ણય પર આવી શકે છે,” નામદાર નયાયાધિશે ફરીયાદી પક્ષને 30 minute આપી. ન્યાયાલયમાં break પડી.

“તું કોણ છે બેટા?” બહાર આવતા જ સાગરીકાને તસ્લિમાખાલા પુછી ઉઠી. સાગરીકા તેમને જોઇ રહી. બધા પાછા પરીસરમાં બેઠા.

“ખબર ગુજરાત news ની પત્રકાર છું. પણ ખાલા તમારા વકીલ કેમ નથી આવ્યા? જો 30 minute માં ન આવ્યા તો?..” સાગરીકાએ પોતાનો ટુકો પરીચય આપીને ખાલાને સાનેથી સવાલો કર્યાં.

“તો-તો પછી મારે આ case થી હાથ ધોઇ નાખવાના! નામદાર મને આ પક્ષમાંથી હટાવી શકે. સરકારની સલાહ લઇ શકે. Case જ રદ્દ કરી શકે...” તસ્લિમાખાલાએ નિસાસો નાખ્યો.

“પણ. સવાણીસાહેબ આવ્યા કેમ નહિં?”

“હું જ એમને પારખી ન શકી. માનનીય રાવળસાહેબ મારી ગરીબીની મજાક કરાવવા તેમને મોકલ્યાં ને હું ન્યાય મેળવાની ઉતાવળી એમને મંશા ન પારખી શકી.” તસ્લિમાખાલાએ આખરે હાર માની લીધી હતી. સાગરીકાએ જોયું કે આંખોમાંથી સાબરમતિ જ નહોતી વહી.

“તમે હાર ન માનો. ખાલા! ભગવાન છેને! એ કોઇનું ખરાબ ન કરે,”

“અલ્લાહ તો હમેંશ આપણી સાથે છે પણ. ક્યારેક તકદીર આપણી સાથે નથી હોતી..” ખાલા હજુ બોલી જ રહ્યા હતા ત્યાં વસીમ દોડતો આવ્યો. “અરે! વસીમ તારી આ હાલત કોણે કરી?”

“અમ્મી!” વસીમ હાંફતો હતો. પરસેવે-લોહીથી ન્હાઇ રહ્યો હતો. તસ્લિમાખાલા પાસે આવતા તો પગે પડી ગયો. સાગરીકા અને અન્ય પોળવાસીઓએ તેને ઉભો કર્યો. Bench પર બેસાડ્યો. “અમ્મીજાન! અકરમ અને સાથીઓ તો સવાણીસાહેબની office એ પહોચ્યાં જ નથી. તેમનું રસ્તે જ accident થઇ ગયો. તેમને કોઇ યુવાને 108 ambulance ની મદદથી VS hospital ખસેડ્યા છે અને સવાણીસાહેબ તો મુબંઇમાં કોઇ conference માટે ગયાં છે..” વસીમ રડતાં-રડતાં બોલ્યો. તસ્લિમાખાલા તો bench પર જ પટકાઇ ગયાં. જાણે હ્રદય બેસી ગયું. સાગરીકા સહિત પોળવાસીઓ તો સ્તબ્ધ થઇ ગયાં. હવે તો case ખતમ થઇ જ ગયો. સૌએ માની લીધું.

- 30 minute પસાર થઇ ગઇ. ફરી court ભરાય. આ વખતે court room ખીચોખીચ ભરાયો હતો. જેમ-જેમ લોકોને ખબર મળ્યા તેમ-તેમ અદાલત શું ચુકાદો આપે છે તે જાણવાની ઉત્સુકતા લોકોમાં વધી ગઇ. આ topic news media તેમજ social media top trand બની ગયો 30 minute માં સામાન્ય case અસામાન્ય થઇ ગયો. હવે નામદાર ન્યાયાધિશ શું ચુકાદો આપે તેના પર સૌની મીટ મંડાઇ હતી. નામદાર ન્યાયાધિશ આવ્યા. સૌ તેમના સમ્માનમાં ઉભા થયાં. ન્યાયાધિશના બેસવા સાથે જ સૌ બેઠા. ન્યાયાધિશે તસ્લિમાખાલા સામે જોયું.

“તસ્લિમાબાનુ! તમારા વકીલ આવ્યા?”

“નામદારસાહેબ! અમારા કોઇ વકીલ નથી.” તસ્લિમાખાલા રડતાં-રડતાં બોલ્યા, તેમના તમામ સમર્થકોની આંખોમાં આંસુ હતાં.

“આવા કિસ્સા જ્વલ્લે જ બનતા હોય છે. જ્યારે એક પક્ષના વારંવાર બદલતાં રહે! જોકે તેમાં કોઇ નવાઇ વાત નથી. આ સામાન્ય પ્રક્રિયા છે. વ્યક્તિ માટે ન્યાય મહત્વનો હોય તો કેટલો સમય વેડફાયો અથવા કેટલા લોકોએ સાથ છોડ્યો એ મહત્વ રહેતું નથી. પરન્તુ. જ્યારે આવા કિસ્સા બને. જ્યારે વકીલ પોતાના જ અસિલના સાહેદો-સાબિતીઓ પર વિશ્વાસ ન રાખી શક્તો હોય ત્યારે પક્ષકારે પણ વિચારવું જોઇએ કે તેમનો પક્ષ યોગ્યરીતે રજુ થઇ રહ્યો છે કે નહિં? તસ્લિમાબાનુ છેલ્લા 17વર્ષથી ન્યાયની લડાઇ લડી રહ્યાં છે છતાં દર 2-3 વર્ષે તેમનો પક્ષ રજુ કરનાર બદલાતાં રહે છે. 24 case માં ન્યાય તેમની તરફેણમાં ગયો હોવાથી એ તો ફલિત થાય છે કે તેમનો ઉદેશ્ય ખોટો તો નથી. તો પછી ચુક ક્યા આવી રહી છે એ તપાસવું જોઇએ. માટે આ ન્યાયાલય...” Pin drop silence વચ્ચે નામદાર ન્યાયાધિશ પોતાનો ચુકાદો આપી રહ્યા હતાં.

“તસ્લિમા જાફરીનો case હું લડીશ, નામદાર ન્યાયાધિશસાહેબ!” જાણે આશાનું પ્રકાશપુંજ court room ફેલાય ગયું. પહેલાં boot ના અવાજે court room માં હાજર સૌનું ધ્યાન દોર્યુ. પછી આ 7 શબ્દોની ધ્વનિએ સૌના મનમાં આશનો નવસંચાર કર્યો હોય તેમ તે શ્યામવર્ણી ચહેરાવાળા ઉંચા બાંધાના યુવાનનો અવાજ court room માં ફેલાય ગયો. સૌની નજર આ કાળા coat વાળા યુવાન lawyer પર અટકી ગઇ. ન્યાયાધિશ નિર્ણય આપતાં અટકી ગયાં. તેમણે આ યુવાન lawyer તરફ જોયું.યુવાન lawyer ચાલતો lawyer′s bench આગળ ઉભો રહી ગયો. ન્યાયાધિશ સામે નિશ્ચિત પણ સસ્મિત ચહેરે જોઇ રહ્યો. શ્યામવર્ણી હોવા છતાં મોહક લાગતો હતો. ખભે મોટી bag રાખી હતી.

“તમે છો તસ્લિમાબાનુના lawyer? પોતાની ઓળખ આપો. Hearing ના સમયે શામાટે મોડા પડ્યા?” નામદાર ન્યાયાધિશે તે યુવાન સામે જોઇને પૂછ્યું. સૌના મનમાં એ જ સવાલો હતાં.

“નામદાર ન્યાયાધિશ! હું માધવ વાસુદેવ ગાયકવાડ!” યુવાને પોતાની ઓળખ આપી. “મને તસ્લિમાબાનુ જાફરીએ હાલમાં જ appoint કર્યો છે, આ મારા documents! B.C.I. certificate, મારી LLB Degree!” માધવે શિરેસ્તદાર દ્વારા નામદાર ન્યાયાધિશને પોતના document સોપ્યાં. Prosecutor અનિલ શહેરા પણ આ યુવાનને જોઇ રહ્યાં.

“મોડું આવવામાં કારણ..?” નામદાર ન્યાયાધિશે document તપાસ્યા.

“નામદાર! તસ્લિમાબાનુના ભત્રીજા અકરમખાઁ સુલેમાનખાઁ જાફરી તેમજ ઇકબાલખાઁ સુલેમાનખાઁ જાફરી તેમજ તેમની સાથે ગયેલા બુખારા પોળના યુવાનોનું university road આગળ accident થઇ ગયું. હું ત્યાથી પસાર થતો હોવાથી મેં સ્થળ પર હાજર લોકોની મદદથી તેમને VS hospital લઇ ગયાં. ત્યારે મને જાણ થઇ કે તસ્લિમાબાનુ જાફરીનો આ ડાકોર હત્યાકાંડ case senior lawyer સમીર સવાણીએ છોડી દિધો છે માટે મસલત કર્યા બાદ મેં આ case લડવાનો નિર્ણય કર્યો છે. જો ન્યાયાલય મને મંજુરી આપે તો..” માધવે સફાઇ આપી.

“એક minute! નામદાર!” Prosecutor અનિલ શહેરા ઉભા થયાં, “આ ન્યાયાલય છે, કોઇ નાટક મંચ નહિં, કોઇ પણ આવે અને એમ કહે કે એને sympathy થઇ છે અને એને case લડવો છે એટલે તેન case લડવાની મંજુરી મળી જતી નથી. આ ન્યાયાલય છે. અહિં લાગણી નહિં. લાયકાંત જોઇએ. માધવ ગાયકવાડનું તો મેં નામ પણ સાંભળ્યું નથી. તમે તેના document Bar council of India પાસે clarify કરાવો. તેણે કઇ university થી graduate કર્યું છે તે તપાસ કરાવો પછી જ આ ન્યાયાલય તેમને આ case લડવાની મંજુરી આપે એવી મારી નામદાર ન્યાયાધિશને દરખાસ્ત છે.” Prosecutor અનિલ શહેરાએ દલિલ કરીને નવો મોડ આપ્યો.

“માધવ ગાયકવાડ તમારે કઇ કહેવું છે?” નામદાર ન્યાયાધિશે માધવ તરફ જોઇ પૂછ્યું.

“નામદાર! મારે જે કહેવું હતું એ મેં કહી દિધું છે તમે જે નિર્ણય આપશો એ મંજુર રહેશે.” માધવ નામદારને સમ્માન આપવા ઝુક્યો અને તસ્લિમાબાનુ પાસે જઇને બેસી ગયો.

“આ ન્યાયાલયમાં જ્વલ્લે બનતી ઘટના માની એક ઘટના આજે ઘટી છે. બચાવપક્ષના સરકારી વકીલ અનુભવી અનિલ શહેરાની દલિલોનું મહત્વ છે જે ન્યાયાલય અવગણી શકે તેમ નથી. સાથે-સાથે ન્યાયાલય એ પણ માને છે કે case લડવા માટે વકીલની પસંદગી કરવાનો હક્ક ન્યાયાલય પક્ષકારને આપેલ છે. ત્યારબાદ વકીલની યોગ્યતાના આધારે જ તે પોતાનો પક્ષ રજુ કરી શકે. ન્યાયાલય બન્ને પક્ષકારોને પોતાનો પક્ષ અને દલિલ રજુ કરવા માટે હમેંશા તક આપે જ છે આ કારણે જ ન્યાય ભલે મોડો મળે પણ ન્યાય મેળવવાની રજુઆતમાં કચાશ ન રહેવી જોઇએ જેથી નિર્દોષને ન્યાય અને ગુનેગારને સજા મળી રહે એ ન્યાયાલયનો મુદ્રાલેખ રહ્યો છે. આ ન્યાયાલય તસ્લિમાબાનુ જાફરીને વધુ એક તક આપતાં માધવ ગાયકવાડને પોતાનો વકીલ પસંદ કરવાની આપે છે. અદાલત બે અઠવાડિયા સુધી સ્થગિત થાય છે.” નામદાર ન્યાયાધિશે પોતાનો નિર્ણય સંભળાવ્યો. ન્યાયાલય સ્થગિત કરાઇ. નામદાર ન્યાયાધિશ જતાં રહ્યા. માધવની આસપાસ ટોળું જામી ગયું. માધવને અભિનદંન મળવા લાગ્યા. તસ્લિમાખાલા બધા જતાં રહે તેની રાહ જોઇ રહ્યાં.

“માધવ ગાયકવાડ?” Prosecutor અનિલ શહેરા માધવ પાસે આવ્યા. “નવો આવ્યો લાગે છે? છતાં પહેલે જ case માં આટલી મોટી જવાબદારી ઉઠાવી લીધી. નાની ઉમંરમાં પરાજય..” Shake hand કરીને બોલ્યાં.

“શહેરાસાહેબ તમારાથી જ પ્રેરણા લઇને lawyer બન્યો છું તમારી માફક મોટો lawyer બનવાના સપનાં તો જોયા નથી. પણ. મને મારી આવડત પર વિશ્વાસ છે તમે જ ક્યાક કહ્યું હતું કે આવડતથી અનુભવ મેળવી શકાય. પણ. અનુભવથી આવડત કેળવાતી નથી. Case જીતીશ કે નહિં એ તો સમય કહેશે પણ. અનુભવ તો મળશે જ!” માધવ એજ સમયે જવાબ આપતાં prosecutor અનિલ શહેરા સમસમી ગયાં. ત્યાંથી જતાં રહ્યાં.

“માધવ!” prosecutor શહેરાના ગયાં બાદ તસ્લિમાખાલા પોળવાસીઓ તેમજ સાગરીકા સાથે માધવ પાસે આવી. માધવ તેમની તરફ નીચે નમ્યો. વૃદ્ધ તસ્લિમાખાલાના કળચલીવાળા હાથ ઉંચા પાતળીયા યુવાનના શ્યામવર્ણી ચહેરા પર મુકાયા. “અલ્લાહે તને ન્યાયથી વંચીતોની લાજ રાખવા જ મોકલ્યો. તું તો ખરેખર ફરીસ્તા છે અમારા માટે!!!”

“ફરીસ્તાની ખબર નથી, ખાલા! એક માઁ માટે તો દુનિયાના તમામ સંતાનો સમાન જ હોય છે એ નાત-જાત જોતી નથી. તો દિકરાની પણ ફરજ છે કે માઁના સત્યની રક્ષા માટે આવે!”

“હાં! દિકરા! તું તો મારો દિકરો જ છે. મારે અકરમને મળવું છે તું આવ અમારી સાથે અને પછી તું કહે એ રીતે case ની ચર્ચા કરીએ..”

“જેવી તમારી ઇચ્છા! ખાલા! તમે જાવ. હું થોડું કામ પતાવીને આવું.” માધવનો અવાજ તો મીઠ્ઠો હતો જ ભાષા પણ સ્પષ્ટ હતી. તસ્લિમાંખાલા સહમત થતી પોળવાસીઓ સાથે જતી રહી. આ સમગ્ર ઘટનાની સાગરીકા સાક્ષી રહી. તેણી ત્યાં જ હતી. ખાલા સાથ તેણી પણ ચાલવા લાગી. માધવ court room થી બહાર નીકળ્યો. ન્યાયાધિશને મળવા ગયો.

- 30 minute બાદ માધવ ન્યાયાધિશની chamber થી બહાર નીકળ્યો. Gallery થી compound ની પેલ્લે પાર જતો હતો.

“Mr ગાયકવાડ! Mr ગાયકવાડ!” પાછળથી કોઇ રાડ પાડવા લાગ્યું. માધવ અટકી ગયો. પાછળ જોયું તો કોઇ યુવતિ જેણે તેણે જોઇ હોય તેમ લાગતુ હતું તેણી ઝડપી ચાલતી આવતી હતી. “મારે તમને કેટલાક સવાલો કરવા છે?” દુરથી બોલતી આવતી યુવતિ નજીક આવી પહોંચી. માધવ જોઇ રહ્યો. જમણી તરફથી ઓળેલા વાળનો લાંબો-જાડો ચોટલો. ગોળ-ગોળ દૂધ જેવો સુંદર ગૌરો ભાવવહી હસમુખો ચહેરો. સપ્રમાણ બાંધા પર jeans ઉપર t-shirt, Blazer તેણીને શોભતા હતાં. તેણીની આંખોમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ છલકતો હતો.

“સાગરીકા!” માધવ બોલી ઉઠ્યો. સાગરીકા તો આશ્ચર્ય પામી. “સાગરીકા પટેલ! Right?” થોડીવાર અટકીને માધવ આગળ બોલ્યો. “હવે તમે મને પૂછશો કે હું કોણ છું? અચાનક કેમ આવી ગયો? ન્યાયાધિશને કેમ મનાવ્યા? તસ્લિમાખાલાનો આ case લડવા કેમ તૈયાર થયો? કેવીરીતે case લડીશ? Proof ક્યાથી લાવીશ? મને જીતવાનો વિશ્વાસ છે કે કેમ? વગેરે-વગેરે!”

“હાં!” સાગરીકા અંજાઇ ગઇ. સાગરીકીનું મોઢું ગોળ થઇ ગયું. “You clean bowled me! Spinner specialist opener ને first bowl માં જ clean bowled કરી નાખ્યો. કઇરીતે? How can you know?” માધવ હસવા લાગ્યો. “હસે છે શું? યાર! જે પૂછ્યું તેનો તું જ જવાબ આપ!”

“તમારી ખબર ગુજરાત news channel થી જ મને દેશ-વિદેશના news મળે! એટલે મને તમારા વિશે ખબર હતી જ! અહિં તમને જોયા એટલે મને ખ્યાલ આવ્યો કે તમે મારું reporting કરશો જ! એટલે સવાલ સાથે જવાબ તૈયાર કરી જ રાખ્યા છે,”

“Intelligent! Very intelligent! I’m impressed!” સાગરીકા બોલી. ત્યાં તેનો mobile રણક્વા લાગ્યો. Screen પર સાગરનું નામ આવતું હતું, “ભાઇનો call છે એટલે મારે જવું પડશે પણ. આપણું interview બાકી રહ્યું.” સાગરીકા માધવના જવાબની રાહ જોયા વગર ચાલવા લાગી. માધવ હસતો-હસતો તેની સાયકલ કાઢીને સાયકલમાં જ ચાલ્યો ગયો.