Anokho anubhav books and stories free download online pdf in Gujarati

અનોખો અનુભવ

અનોખો અનુભવ

શિયાળા ની સવાર વિશે બધા જાણતા જ હશે, ગુલાબી ઠંડી ની સાથે સાથે ખુશનુમા મોસમ, આવી જ એક સવાર ના અનુભવને હું ક્યારેય નથી ભૂલી સક્યો.

સવાર ના પાંચ વાગે અચાનક મારી નીંદર ખુલી ગઈ. મોબાઇલ ની સ્ક્રીન પર સમય જોયો ને ફરી સુવાનો નિર્ણય કર્યો પણ હવે નીંદર આવે એમ લાગતું નહોતું, આમતેમ પડખા ફેરવી ને સુવાની કોશિશ નાકામ રહી, મેં વિચાર કર્યો કે આજે નીંદર નથી આવતી તો ચાલ ને એક ચક્કર મારી ને આવું. હું આ વિચારી શિયાળા ની ગુલાબી ઠંડી માં નાઈટ ડ્રેસ પર જેકેટ તથા સ્પોર્ટ્સ સૂઝ પહેરી ને ઘરની બહાર નીકળી પડ્યો. રસ્તા માં ઠંડા પવન ની ધ્રુજારી સાથે સાથે કંઈક અલગ જ અનુભવ થઇ રહ્યો હતો.

હું ચાલતા ચાલતા નજીક ના એક જોગર્સ પાર્ક માં પહોંચ્યો. અહીં દરેક ઉંમર ના લોકો નજરે પડી રહ્યા હતા. વૃદ્ધો ઉંચા બાંકડા પર પગ હલાવી રહ્યા હતા ને કેટલાક ભૂલકાઓ ગાર્ડન માં આમ તેમ દોડી રહ્યા હતા. જોગર્સ પાર્ક માં એક લાંબો ટ્રેક હતો જ્યાં મારી જ ઉંમરના અને અમુક મારા થી થોડી મોટી ઉંમર ના લોકો જોગર્સ પાર્ક માં દોડી ને કસરત કરી રહ્યા હતા.

મેં પણ એમની સાથે દોડવાનું વિચાર્યું ને દોડવાનું સરૂ કર્યું. જીવન માં કસરત નો અનુભવ ના હોવાથી હું એક જ રાઉન્ડ માં હાંફવા લાગ્યો. શ્વાસ ફુલવા લાગ્યો ને શરીર માં જાણે આગ લાગી હોય એમ ગરમી લાગવા લાગી ને પરસેવો છૂટવા લાગ્યો. ટ્રેક પરથી અંદર ધરોવ માં આવી ને હું બેઠો. થોડા સમય પછી મારી શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા સાધારણ થઇ.

અચાનક મારી નજર ત્યાં કસરત કરી રહેલી એક સ્ત્રી પર પડી. એને પણ બ્લેક નાઈટ સૂટ પહેર્યું હતું ને વાળ એક રીબીન થી બાંધેલા હતા. કસરત કરતા કરતા એ પણ પરસેવા થી ભીંજાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું. સુરજ ની નાજુક કિરણો એના ચહેરા પર પડી રહી હતી. નાજુક ચહેરા પર એની ગોરી ત્વચા ખુબ જ સુંદર લાગી રહી હતી. એનો ચહેરો પણ લોભમણો અને આકર્ષિત હતો. લગભગ ગાર્ડન ના ઘણા લોકો એને જોઈ રહ્યા હતા અને હું પણ એને જોવામાં મશગુલ થઇ ગયો હતો.

થોડા સમય માં અવાજ આવ્યો,

"એક્સકયુઝ મી"

ને મેં જોયું તો એ જ સ્ત્રી મારી આંખો ની સામે ઉભી હતી. એને જોઈ મારા હૃદય ના ધબકારા એકાએક વધી ગયા. હું ગાર્ડન થી ટ્રેક તરફ જતા રસ્તામાં વચ્ચે બેઠો હતો એટલે મેં એને જગ્યા આપી ને એને હળવા સ્મિત સાથે ટ્રેક તરફ ચાલવાનું સરૂ કર્યું. મારા મનમાં ખુશી ની લહેર દોડી ગઈ. મનમાં એકાએક વિચારો ચાલુ થઇ ગયા કે આ સ્ત્રી નું નામ શું હશે? આની સાથે હું વાત કેવી રીતે કરું ? વગેરે વગેરે..

આ વિચારો કરતા કરતા હું પણ ટ્રેક પર દોડવા લાગ્યો. દોડતા દોડતા હું એ સ્ત્રી ની નજીક આવી ગયો, મેં હવે ઝડપ ઓછી કરી ને એ સ્ત્રી ની સાથે દોડવાનું ચાલુ રાખ્યું. એ સ્ત્રી એ કાનમાંથી હેડફોન કાઢ્યા ને ગળા પર લટકાવી દીધા, હું ત્રાંસી નજરે એને નિહાળી રહ્યો હતો. અચાનક એ બોલી,

"યુ આર ફોલોવિન્ગ મી?"

મારા હૃદયના ધબકારા વધ્યા પણ મારા મન એ કહ્યું કે આજ મોકો છે વાત કરવાનો..

"નો આઈ એમ નોટ ફોલોવિન્ગ" મેં જવાબ આપ્યો.

"હેલો મિસ્ટર , ડોન્ટ બી લાય, આઈ સી મેની ગાયસ લાઈક યુ.."

"નો મેમ , આઈ એમ નોટ સેયિંગ લાય" હું ડરતા ડરતા બોલ્યો..

"ઓકે લેટ્સ શીટ ઓન થેટ બેન્ચ.." એ સ્ત્રી એ હાંફતા હાંફતા કહ્યું..

"ઓકે.." મેં હળવા અવાજે જવાબ આપ્યો..

અમે બંને આગળ ના એ બાંકળા પર જઈને બેઠા. એ સ્ત્રી પણ મારી જેમ હાંફી રહી હતી. એના ચહેરા થી લાગી રહ્યું હતું કે એ મને કંઇક પૂછવા માંગે છે. ઉંમર માં મારાથી મોટી લાગી રહી હતી.

"ગુજરાતી છો?" થોડીવાર શ્વાસ હળવો થતા એ બોલી..

"હા , ગુજરાતી છું ને તમે?" મેં વળતો પ્રશ્ન કર્યો..

"હા હું પણ ગુજરાતી જ છું, તમે મને કસરત કરતી હતી ત્યાર થી જ જોઈ રહ્યા હતા અને, હું દોડવા લાગી તો તમે પણ જાણી જોઈનેે મારી સાથે આવ્યા તો ખોટું કેમ બોલો છો?"

"સાચું કઉ તો હા તમે સાચું વિચાર્યું પણ મને ડર લાગે છે કે તમે ખિજાસો એટલે મેં ખોટો જવાબ આપ્યો.."

"અરે એમાં શું ડરવાનું? હું થોડી ને કોઈ ડાયન છું? "

"ના પણ આપણે એક બીજા ને ઓડખતા નથી એટલે તમને એ ઓકવર્ડ લાગે એટલે મેં ખોટું કહ્યું. સોરી ફોર ધેટ..!"

"ઇટ્સ ઓકે, હું રોજ આવું છું ગાર્ડનમાં પણ તમને ક્યારેય જોયા નઈ. તમે પેહલીવાર આવ્યા?"

"હા , આજે હું પેહલીવાર સવારે જોગિંગ કરવા આવ્યો, મને આદત નથી.."

"હમમમ, સારું શું નામ છે તમારું?" એને એક અલગ જ ચેહરા પર ભાવ સાથે પ્રશ્ન કર્યો..

"મારુ નામ આલોક છે.. ને તમારું?"

"બિંદિયા, સારું તો કઈ પણ ડર રાખ્યા વગર તમે વાત કરી શકો. હું અહીં બાજુ ની સોસાયટી માં જ રહું છું, સવારે જોગિંગ કરવાનું રાખો તો ક્યારેક ક્યારેક મુલાકાત થતી રહેશે.."

"સ્યોર બિંદિયા જી.. નાઇસ ટૂ મીટ યુ.."

એક બીજા ને આજ રીતે બાય કહી ને અમે છુટા પડ્યા. મનમાં એક અનોખી ખુશી હતી. મારી કાયમ ની આદત ની જેમ ઘરે પહોંચી મેં મોબાઇલ લઇ ને ફેસબુક ખોલ્યું. બધા ની પોસ્ટ જોઈ. મને મગજ માં બિંદિયા જ ઘૂમી રહી હતી, મેં સર્ચ કર્યું બિંદિયા ને એજ સ્ત્રી નો પ્રોફાઇલ ફોટો જોઈ મેં રિકવેસટ મોકલી. એકાદ કલાક માં બિંદિયા એ રિકવેસટ એક્સેપ્ટ કરી. પછી બંને એે ફેસબુક માં વાતો ચાલુ કરી.

"હાય આલોક! યુ આર વેરી એક્ટિવ પર્સન.. વી મેટ ટુડે એન્ડ યુ એડ મી ઈન ફેસબુક :)"

"હાય બિંદિયા જી! યસ આઈ એમ વેરી એક્ટિવ ઈન શોસિઅલ મીડિયા :)"

"ગ્રેટ! સેલ વી ટોક ઈન ગુજ્જુ?"

"યા ઓકે, બિંદિયા જી!"

"સારું ! તમારા વિષે કઇંક જણાવો.."

"બિંદિયા જી, હું એક સોફ્ટવેર એન્જિનિઅર છું, હાલ અમદાવાદ માં જ મારા પરિવાર સાથે રહું છું. મને સોફ્ટવેર પ્રોગ્રામિંગ , ક્રિકેટ અને ગુજરાતી લખવા વાંચવાનો ઘણો શોખ છે."

"ગ્રેટ! આલોક હું પણ સોફ્ટવેર એન્જિનિઅર જ છું, પણ હાલ હું કોઈ જોબ નથી કરતી. હું પણ પરિવાર સાથે અહીં જ રહુ છું છેલ્લા પંદર વર્ષ થી.."

"ખુબ સરસ બિંદિયા જી, કોણ કોણ છે તમારા પરિવાર માં?"

"હું , મારી બે દીકરીઓ ને મારા હસબન્ડ.. ને તમારે?"

" હું, મારી પત્ની ને માતા-પિતા..."

આમ જ એક બીજા સાથે વાતો થતી ગઈ, ને એક બીજા સાથે મૈત્રી વધતી ગઈ, આ અનોખા અનુભવ આલોક ની નીંદર ઉડવાથી અને બિંદિયા ના ગાર્ડન માં આવવાથી પુરી થઇ.

બિંદિયા અને આલોક ની આ મૈત્રી કેવી રીતે એક ગાઢ સંબંધ માં પરિણમી એ જાણવા વાંચતા રહો...

લેખક : ઈરફાન જુણેજા