Adhinayak - 18 books and stories free download online pdf in Gujarati

અધિનાયક Scene :- 18 (novel) (political thriller)

SCENE: - 18

- ગુરુવારના પવિત્ર દિવસે સ્વામી સત્યાનંદે અઉમ સત્યાંનંદ આશ્રમમાં નુતન ધર્મસભાનું તુંત શરૂ કર્યું, વિશ્વભરના સાધુ - સંતો - મહંતો - ધર્મગુરુઓ - ચિતંકોનો મેળાવડો ભરાયો હતો, ભક્તજનો પોતાના સદ્ગુરુઓના આશિર્વાદ પામવા ઉમટી પડ્યા હતાં. જે રીતે પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું તે રીતે પ્રવેશથી લઇને સુરક્ષા - ભોજન - વિવિધ ગૃહઉપયોગી વસ્તુઓનો stole વગેરે આકર્ષણો ઉભા કરાયા હતાં. ધર્મગુરુઓના ઉતારા - ખાવા - આરામ કરવાની વ્યવસ્થા વગેરે આશ્રમ સેવકોએ આબાદ રીતે કરી હતી. ધર્મસભા માટે સ્વામી સત્યાનંદના ધ્યાનગૃહની પાછળના મેદાનમાં મંડપ ગોઠવવામાં આવ્યો હતો. સ્વામી સ્ત્યાનંદ દ્વારા મહાઆરતી - ધર્મગુરુઓનો આદર - સત્કાર કર્યા બાદ નુતન ધર્મસભાનો પ્રારંભ કરાયો હતો. જેના પ્રમુખ સ્થાને ખુદ સ્વામી સત્યાનંદ બિરાજમાન હતાં.

“આ ધર્મસભાનું આયોજન ધાર્મિક - સામાજીક - આર્થિક - ભૌગોલિક - વ્યવહારીક ક્ષેત્રે વકરતા અનીતિ-અધર્મ - દુરાચારના ફેલાવાની સમસ્યાઓ રોકવા-નાથવા માટે કરાયું છે, આજકાલ ધર્મનો પ્રભાવ ઘટતો જાય છે, અધર્મ રાતે ન વધે એટલો દિવસે વધી રહ્યો છે. ધર્મના રક્ષકોને રંજડવામાં આવે છે ત્યારે ધર્મના સેવકોની રક્ષા માટે-દુષ્ટોનો ખાત્મો કરવા માટે-ધર્મની સ્થાપના માટે સર્વસંમતિ સાંધિને એક આદર્શ નાયક ′અધિનાયક′ પસંદગી કરવામાં આવશે એવી મારી આપ સૌને પાસે અપેક્ષા છે..અઉમ શાંતિ!” સ્વામી સત્યાનંદનો સંદેશ ગૌરાંગી દ્વારા ધર્મસભાની શરૂઆત થતાં પહેલાં પહોચાડવામાં આવ્યો. આ સાથે પ્રથમવાર નુતન ધર્મસભાના નામે સંતો ચર્ચા-વિમર્શ શરુ કર્યું. ઘણા દિવસો સુધી આ ચર્ચા થવાની હતી. જેમા તમામ વિષયોને આવરી લેવાની સ્વામી સત્યાનંદે ઇચ્છા વ્યક્તા કરી હતી જે સાધુ સમાજે સહર્ષ સ્વીકારી લીધી હતી. જોકે સ્વામી સત્યાનંદ શરૂઆતમાં ચર્ચામાં હાજરી ન આપીને ધર્મગુરુઓને પોતાના વિચારો રજુ કરવાની તક આપવા માંગતા હતાં. ગૌરાંગી આજે પણ આશ્રમ વ્યવસ્થાપનમાં વ્યસ્ત હતી. સેવકોને સતત તેના નિર્દેશો આપતી હતી. આશ્રમમાં ભક્તોનો મેળવડો જામ્યો હતો. પ્રસાદીગૃહ અને જીવનોપયોગી વસ્તુઓના stole પર ભારી ભીડ હતી.

“આ સાગાને આજે જ court જવાનું હતું, અહિં રહી હોત તો હરવા-ફરવા ને ખાવાની કેટલી મજા આવત, આમ તો સ્વામી સત્યાનંદજીના વિશે સતત જાણવાની તાલાવેલી રાખતી હોય તે આજે જ આશ્રમ ન આવી! કઇ વાંધો નઇ. પિન્ટુ! હું છુંને! આજે ખવામાં હું તારી મદદ કરીશ! આપણે તો ખાવાથી મતલબ છેને! આવું સ્વાદિષ્ટ ખાવાનું પાડીના ભાગ્યમાં ન હોય તો કોઇ શું કરે?” આશ્રમના પ્રસાદીગૃહનો કાયમી ગ્રાહક એવો સાગરીકાનો friend પિન્ટુકુમાર આજે પણ પ્રસાદીગૃહની બહાર ઉભા હતોં. હાથમાં નાગરવેલના પાનમાં બાંધી આપેલ લચકો આરોગી રહ્યો હતો.

“અરે! પિન્ટુ! તું અહિં છે? હું તને પુરા આશ્રમમાં શોધી રહ્યો હતો..” ત્યા સાગર આવ્યો.

“અરે સાગરભાઈ! તમને તો ખબર જ છેને કે પિન્ટુનો જન્મ જ ખાવા માટે થયો છે. જ્યાં-જ્યાં હશે પ્રસાદીગૃહ ત્યા-ત્યા સદાકાળ આ પિન્ટુ!” પિન્ટુ ખાંતા-ખાંતા બોલ્યો, “બોલો!બોલો! કઇ કામ હતું?”

“..હોય જ ને કામ! ખાવા તો નથી આવ્યા! ચાલ! Shooting કરેલ હિસ્સો office એ પહોંચાડવાનો છે, ચાલ-ચાલ જલ્દી કર!” સાગરે પિન્ટુને દોડતો કર્યો, આ દરમ્યાન એક suit-boot ધારી એક વ્યક્તિ આશ્રમમાં ફરી રહ્યો હતો. દેખાવે કોઇ businessmen લાગી રહ્યો હતો. ચહેરે પણ ચિતિંત લાગી રહ્યો હતો એ ઉતાવળે ચાલતા પિન્ટુ સાથે ભટકાયો.

“Sorry! Sorry!” એ માણસ બોલી ઉઠ્યો. પણ. તેને કારણે પિન્ટુનો લચકો ઢોળાય ગયો.

“Sorry ના દિકરા! ઢોળાય ગયોને મારો લચકો! જોઇને ચાલતો હોય તો.. હવે લચકો કેમ ખાઇશ?” પિનટુભાઈ તો ગુસ્સે થઇ ગયા.

“અરે! ભાઈ કહ્યું તો ખરી કે sorry! તમે કહેતા હો તો બીજો લચકો લાવી આપું” એ માણસે માફી માંગી પણ પાછો લચકો લાવવાની તૈયારી દર્શાવી તો પિન્ટુના મોંમાં પાણી આવી ગયાં.

“..તો ઉભો શું છે? જા લઇ આવ!” પિન્ટુ તો તૈયાર જ હતો. એ માણસ તક સમજીને ચાલવા લાગ્યો ત્યાં પાછળથી આવતા સાગર સાથે ભટકાયો. પણ સાગરને sorry કહીને જતો રહ્યો. સાગર જોઇ રહ્યો.

“ગજબની ઉતાવળમાં હતો.”

“હાં તો મારો લચકો ઢોળી નાખ્યો.” પિન્ટુ અફસોસ કરવા લાગ્યો, સાગરે તેની સામે જોયું.

“તું શું ઉભો છે? ચાલ મારી સાથે! કામ કેટલું છે ચાલ!” સાગરે હાથ પકડીને આગળ કર્યો. બન્ને અતિથિગૃહ તરફ ગયાં. આ બાજુ એ માણસ સ્વામી સત્યાનંદના ધ્યાનગૃહ તરફ ઝડપી જઇ રહ્યો હતો. ત્યાં કોઇએ પાછળથી હાથ પકડીને અટકાવી દીધો. તે માણસે પાછળ જોયું તો ગૌરાંગી ગુસ્સામાં બળી રહી હતી.

“અરે! ગૌરાંગીજી! હું તમને જ શોધી રહ્યો હતો. તમને મળ્યા પછી જ સ્વામીજીના દર્શન થાયને?”

“બહુ આવ્યો દર્શન કરવા વાળો! તને કેટલી વાર કહ્યું કે આમ આશ્રમમાં રખડવું નહિં! કોઇ તને ઓળખી જાશે તો અમારે સંભાળવું મુશ્કેલ થઇ જાશે! બોલ! શું કામ આવ્યો?” ગૌરાંગી તેના પર ગરમ થઇ ગઇ. ત્યાં ભક્તો તેની આસપાસ ટોળું વળવાની તૈયારીમાં હતો. ગૌરાંગીને લાગ્યું કે અહિં વાત નહિં થાય! એ માણસનો હાથ છોડીને અતિથીગૃહ તરફ જવાનો ઇશારો કર્યો. એ માણસ અતિથીગૃહ તરફ જતો રહ્યો. થોડીવારમાં ગૌરાંગી તેની પાછળ ગઇ. અતિથીગૃહના એક ઓરડામાં એ યુવાન ઓરડાના એક ખુણેથી બીજા ખુણે ઝડપથી આંટા મારી રહ્યો હતો. ગૌરાંગી ઝડપથી નજીક જઇને પાછો હાથ પકડીને અટકાવીને ઊભો રાખ્યો. “શું કામ છે? શામાટે આવ્યો? ખબર નથી જ્યારે તને બોલાવવામાં આવે ત્યારે તારે આવવાનું છે?”

“પણ વાત જ એવી બની ગઇ કે મારે આવવું પડ્યું. નહિતર તો ભોળાને જ મોકલું છુંને!”

“કામ શુમ છે એ બોલ!” ગૌરાંગી બીજુ કાંઇ સાંભળવા તૈયાર ન હતી.

“એ હવે પ્રસાદી supply કરવાની ના પાડે છે. કહે છે કે હવે ધજા ચઢવવાના પૈસા વધારે આપવા પડે છે આપણો rate એને ઓછો લાગી રહ્યો છે કહે છે કે માલની ગુણવત્તા સારી મેળવવી હોય તો ભાવ પણ વ્યાજબી કરવો પડશે! ગઇકાલે જ માલ પાછો મોકલી દિધો?”

“શું?” ગૌરાંગી મોટે અવાજે બોલી ઉઠી. “Phone લગાડ એ _____ ને!”

“પણ એ તમારી સાથે વાત કરવા નથી ઇચ્છતાં! તે સ્વામીજી સાથે વાત કરવા માંગે છે એટલે સ્તો! મારે આવવું પડ્યું,”

“સ્વામી ધંધો નથી કરતા. ધંધો આ ગૌરાંગીના કારણે ચાલે છે, Phone કર અને બોલ એને કે ગૌરાંગી વાત કરવા ઇચ્છે છે કર phone!” ગૌરાગી ભારે ગુસ્સે હતી, એ માણસે ગૌરાંગીને call કરી આપ્યો. એ માણસે વાત કરી.

“Hello!” એ માણસે call તો કર્યો પણ હજુ તો વાત કરે એ પહેલાં જ સામેવાળો બોલવા લાગ્યો. “સ્વામીજી ધંધાની વાત ન કરે એ ધર્મસભામાં છે તમે ગૌરાંગીજી સાથે...” એ માણસ દલિલ કરવા લાગ્યો, પણ, ગૌરાંગીને લાગ્યું કે આ મોળી વાતોથી મેળ નહિં પડે, એટલે તેણીએ પેલ્લાંના હાથમાથી mobile ઝુંટવી લઇને પોતે વાત કરવા લાગી. પહેલાં તો ગાળો વરસાવી. જે તેણી સાધ્વી સ્વરુપ તદ્દન વિપરીત હતી. એ માણસ પણ ઘડીવાર જોઇ રહ્યો.

“આટલાથી ન સમજ્યો હોય તો મારા માણસો તારા ઘર ઘુસીને તારો માલ બરબાદ કરી નાખશે, પછી ફરીયાદ પણ નહિ કરી શકે. Police અમારા કબ્જામાં છે, તારે આખી જીવન jail માં વિતાડવી પડશે. તું અમારૂ કશું બગાડી નઇ શકે! માટે શાનમાં સમજી જા!” ગૌરાંગીએ ધમકી આપી. સામે જવાબ આવ્યો, “સમજુ છો એટલે સમજાવ્યો, નહિતર અત્યાર સુધીમાં તો મારા માણસો તારે ત્યાં પહોંચી ગયાં હોત ને તું રાતે પાણીએ પડતો હોત! ચાલ! મુક!” Phone પેલાના હાથમાં ઘા કર્યો, પેલો તો ચાલવા લાગ્યો, “સાંભળ! હવે પછી આશ્રમના 10 KM દુર દેખાતો નહિં! જે કામ હશે એ માટે તને બોલાવી લેવામાં આવશે! જા!” ગૌરાંગીના કડક આદેશથી પેલો માણસ ચાલતો થયો. આ વખતે પણ દરવાજા પાસે સાગર સાથે અઠડાયો. સાગરને દરવાજો લાગ્યો હોવા છતાં જાણે જાણતો જ નથી એમ ચાલ્યો ગયો. સાગર તો જોઇ જ રહ્યો. પછી ગૌરાંગી તરફ જોયું. ગૌરાંગી normal થવા આંખો બંધ રાખીને ઉભી હતી.

“ગૌરાંગીજી! કોણ હતો આ માણસ જેને manners જ નથી,” સાગર ગૌરાંગી સાથે વાત કરવા ગયો. પણ. ગૌરાંગીએ જવાબ ન વાળ્યો. “ગૌરાંગીજી?”

“હ્!” ગૌરાંગી બોલી, “જવા દો! સાગર મહોદય! સ્વામીજીનો ભક્ત હતો. બિચારો દુખીયારો હતો..”

“દુખીયારો? Latest પહેરવેશ હતો એનો! એ કેવો દુખીયારો?” સાગરે દલિલ કરી, ગૌરાંગી તેનાથી છુટવા ઇચ્છતી હતી.

“તમે શું કામ આવ્યા હતા એ બોલોને!” ગૌરાંગી સહેજ મોટેથી બોલી એટલે સાગર સમજી ગયો કે અત્યારે પુછવામાં અર્થ નથી.

“બપોરે સુધીનું footage તૈયાર થઇ ગયું છે તો તમે જોઇ જાવ!”

“કેવી વાત કરો છો? સાગરમહોદય! એ અમારુ કામ નથી. તમને જે યોગ્ય લાગે એ કરો! મારે ઘણાં કામ છે.” ગૌરાંગીએ footage જોવાની ના પાડીને ચાલી ગઇ. સાગરને એ વાતનું આશ્ચર્ય થયું કે અગાઉના મહોત્સવમાં ગૌરાંગીએ સામે જઇને footage જોયા અને આજે?

“હશે હવે!” સાગરને પણ હવે મોડું થઇ રહ્યું હતુ, તેથી તે પોતાના ઓરડે ગયો અને તૈયાર footage ખબર ગુજરાત office પહોંચાડી દિધો.

***

- “નિત્યા! અમે ખરીદી કરવા જઇએ છીએ. તારે આવવું છે અમારી સાથે?” સાંજના સમયે સૌમ્યાબહેન સાથે ગંગાએ નિત્યાના room માં આવીને નિત્યાને પૂછ્યું. “સાગરીકા પણ બપોરના court case ને કારણે ઘરે નથી આવી. તે હવે આવી જ જવી જોઇએ. તારી ઇચ્છા હોય તો..”

“ના! ભાભી! મારે નથી આવવું. હું hospital થી phone આવવાની રાહ જોઇ રહી છું. હવે તો પપ્પાની...!” સફેદ આછા પંજાબી dress પહેરીને ઉભેલી નિત્યા એ ગોઝારા દિવસના 1 week બાદ સાવ લેવાઇ ગઇ હતી. “Hospital થી call આવશે અને આપણામાથી કોઇ ન હોય તો...” નિત્યાનો ચહેરો નુર-ચમક ગુમાવી ચુક્યો હતો, જોકે આંખોમાં હજુ કંઇક ઇતેંજારી હતી, ગંગા તેણીની લાગણી સમજી તો ગઇ, પાસે આવીને માંથે હાથ મુક્યો. બોલવા તો ગઇ પણ શબ્દો ન મળ્યાં.

“ભલે પોતાનું ધ્યાન રાખજે, અજાણ્યાનો વિશ્વાસ ન કરતી, Call આવે કે અન્ય કોઇ ઘરે આવે તો સાગર-ગંગા કે સાગાને call કરી લેજે, ઝરણાંને સંભાળજે.” સૌમ્યાબહેને મહત્વની સલાહ આપી.

“ભલે કાકી!” નિત્યા માની, Bed પર જઇને નવિનભાઈના photo ને લઇને બેસી ગઇ, ગંગા આ જોઇને ભરાઇ આવી, પોતાને માંડ-માંડ રોકી શકી, hall સુધી આવતાં-આવતાં તો ધ્રૃસકું મુકાય ગયું, સૌમ્યાબહેને તેણીને સંભાળી. જોકે સૌમ્યાબહેનની આંખો પણ ક્યાં સુકી હતી! સાસુ-વહુ એકબીજાને સંભાળતી-સાંત્વના આપતી ખરીદી કરવા નીકળી ગયાં. આ બાજુ નિત્યા ઝરણાં સાથે સમય પસાર કરવા લાગી.

- સૌમ્યાબહેન-ગંગાના ગયાના 1 કલાક થઇ હશે....

- “નિત્યાબહેન! તમને કોઇ મળવા આવ્યું છે કહે છે hospital થી આવ્યા છે urgent કામ છે. ઘરે અંદર નહિં આવે..” અચાનક નિત્યાના room માં એક નોકર આવ્યો અને કોઇ આવ્યાની જાણકારી આપી.

“Hospital થી આવ્યો છે?” hospital ની વાત આવતા જ નિત્યા ઉભી થઇ ગઇ, “તમે જાવ. હું મળી આવું!”

“પણ, મોટા શેઠાણીએ તમને બહાર જવાની ના પાડી છે, એકવાર સાગરીકા દિકરીને વાત કરી લોને!”

“માત્ર વાત કરવામાં શું સાગરીકાને call કરવો? હું મળી આવું હમણાં! તમે ઝરણાંને સંભાળો!” નોકરની સલાહ અવગણીને દુપટ્ટો- mobile લઇને નીચે ગઇ. Gate પાસે આવીને જોયું કે hospital ના 2 brothers ઊભા હતાં, પાછળ રસ્તા પર maruti van ઊભી હતી.

“જી! બોલો! કોનું કામ છે?”

“નિત્યાબહેન તમે જ?” એકે પૂછ્યું, નિત્યાએ ′હાં′ પાડી, “અમને ખુશાલકાકાએ તમને લેવા મોકલ્યા છે, નવિનભાઈને ઘરે લઇ જવા તમારી sign લેવા..”

“શું? પપ્પને આજે જ સોપી..” નિત્યા લાગણીશીલ થઇ ગઇ. “કાકાએ તમને મોકલ્યા? I mean સાગરભાઈ કે સાગરીકાને જાણ કરી? ન કરી હોય તો હું call..” નિત્યા ઉતાવળી થઇને mobile પર contact જોડવા લાગી. આ જોઇને એક brother નિત્યાની નજીક આવીને mobile ઝુંટવી લીધો. બીજાએ નિત્યાના કપાળ પર gun તાકી. નિત્યા તો ડરી ગઇ. “કોણ છો તમે..?”

“એ... બોલ-બોલ ન કર. ચાલ બેસ. Van માં! નહિતર તારા બાપ સાથે અત્યારે જ મિલન થઇ જાશે..” Gun ધારીએ નિત્યાને order કર્યો. ત્યા ઘરથી નોકરો દોડી આવ્યા. તેને આવતા જોઇ તેણે એક નોકરના ઘુંટણે ગોળી મારી. નિત્યાથી રાડ નિકળી ગઇ. ત્યાં બીજાએ નિત્યાનો હાથ પકડીને પીઠ આગળ વાળીને નિત્યાની માથે gun મારતાં નિત્યા ત્યાં જ બેભાન થઇ ગઇ. પાછળથી van માંથી બીજા 3 ઉતરીને નોકરો તરફ દોડીને gun આગળ ધરીને નોકરોને બાન કર્યાં. પહેલાં બેએ નિત્યાને પકડીને van માં નાખી. Van ચાલું થતાં જ ચાલતી van એ ચડી ગ્યાં. માત્ર 2-3 minute માં આ ઘટના બની ગઇ.

***

- “____! આજે તો grand masti થશે આપણા ત્રણેયની! ___! નિત્યાને તો આજે નિચોવી નાખવી છે..” ખંડેર જેવી એક factory ના એક godown માં ત્રણેય નબિરા નકુળ-રૂક્મીન- vicky દારૂની મહેફિલ જમાવીને બેઠા હતાં. લંબચોરસ godown માં ખંડેર machineries ખડકેલ હતી.બારીઓ-બારણાઓ પણ ખંડેર હતી.

“રૂક્મીન! થોડા-સા ઇતેંજાર ઔર...! બધું plan પ્રમાણે થઇ ગયું. બસ! નિત્યા આવી જાય,આજે તેને આપણી મરદાનગીનો પરચો મળી જશે,” દારૂનો glass હાથમાં રમાડતો બોલ્યો. “Now switch off your mobile! જ્યાંસુધી કામ ન થઇ જાય ત્યાંસુધી no contact!”

“એ તો બધું બરાબર! મારી તો હજુ ફાંટે છે. તું CM નો દિકરો ને HM નો! પકડાઇ ગયાં તો...ભાગવું..” નકુળ ડરતો-ડરતો બોલ્યો. ત્યા રૂક્મીને એક ગાલમાં ચોપડાવી.

“મરને! ઉંદરડા! તારામાં ત્રેવડ ન હોય તો આવ્યો જ શું કામ?” Vicky એ ગાળ આપીને લાંફો માર્યો.

“અરે...ના! ના! આ તો કહેવા ખાતર કેતો હતો. બાકી તમારા કરતાં મારામાં ત્રવેડ છે હું મર્દ છું ઉંદરડો નઇ” નકુલે ગાલ પર હાથ રાખીને શાખ રાખવાની કૌષિશ કરી. ત્રણેયને હવે ચડવા લાગી. ત્યાં godowm ના મોટો gate ખુલ્યો. ત્રણ માણસો આવ્યા. એક ના ખભે નિત્યા લટકતી હતી. ત્રણેયે brother નો white apron પહેર્યો હતો. ત્રણેય એક escalator machine પર નિત્યાને સુવડાવી. ત્રણેયની નજર ભુખ્યા વરુઓની જેમ નિત્યા પર અટકી ગઇ.

“ભાઈ! પૈસા?” એકે પૈસા માંગ્યા,

“અમારૂ કામ નથ થયું ને તારે અત્યારે પૈસા જોઇએ છે એમ?” રૂક્મીને પાસે જઇને ગાળ વરસાવી. “સુઇ જા આ ____ ની પાસે! તને તારી ઓકાતના પૈસા મળી જશે. આવ..”

“રૂક્યા! બોબડી બંધ કર તારી!” Vicky પાસે ગયો ને રૂક્યાને રોક્યો. પછી પેલા સામે જોઇને. “બહાર જા! કામ પતી જાય એટલે પૈસા મળી જશે. જાવ હવે!” ત્રણેય vicky ની વાત માની ચાલતા થયાં. ત્રણેયની નજર નિત્યા પર આવી. ત્રણેય machine પાસે આવ્યા. સુતેલી નિત્યાની જમણી બાજુ નકુળ તો નકુળની સામે રૂક્મીન ઉભો! Vicky નિત્યાના પગ તરફ ઊભો રહ્યો.

“પહેલાં કોણ?” ત્રણેય એકબીજા સામે જોઇ રહ્યાં.

“Off ours! પહેલો તો હું જ!” રૂક્મીને shirt ઉતારવા લાગ્યો.

“ના! પહેલાં તો હું! તમે બેય રાક્ષસ છો. બીચારી મરી જાશે તો મારે તેની લાશ સાથે...! ના! ના! પહેલાં તો હું જ!” નકુળે જિદ કરી. રૂક્મીને પાસે જઇને એક મારી ગાલ પર! ગાળ તો મફતમાં!

“તને તો લાવવો જ નહોતો જોઇતો! જા! જા! હવે!” નકુળનો કાઠલો પકડીને નિત્યા તરફ ધક્કો માર્યો, નકુળ machine સાથે અઠડાયો, ચડ્યો, નિત્યાના શરીર પર હાથ ફેરવવા લાગ્યો, સરવાલ ખેંચવા લાગ્યો.

“નકુળ કપડાં ફાડ નઇ, બેભાન છે એ પહેલા કામ પુરૂ કર! કોઇને ખબર ન પડવી જોઇએ કે જબરદસ્તી થઇ છે,” vicky એ રોક્યો. મોં ફેરવી લીધું. રૂક્યા પાસે જઇને દારૂ પીવા લાગ્યો,”તારુ કામ શરૂ કર!” નકુળ નિત્યાના શરીર પર મોં ફેરવવા લાગ્યો.

- શરીર એકા-એક ભાર વધવા લાગ્યો. શરીર હલન-ચલન કરવા જાય તો વધુ જકડાઇ જાય. મગજ પર સંદેશો પહોંચ્યો. શ્વાસોચ્છ્વાસ વધવા લાગ્યાં. ઉભી થવા જાય તો શરીર પર ભાર વધતો જાય. મુંઝવણ વધવા લાગી. અચાનક આંખો ખુંલી. ભયભીત આંખોએ નકુળને જોતાં મોઢેથી રાડ નીકળી ગઇ અને બધી શક્તિ એકઠ્ઠી કરીને પહેલાં તો નકુળને માથું માર્યું. અચાનક માંથા પર વાગતા જ નકુળને તમ્મર ચડી ગઇ. બીજી ક્ષણે નિત્યાએ હાથ છોડાવીને બન્ને હાથેથી નકુળને ધક્કો માર્યો. નકુળ પછડાયો ભોયબેગો બહુજોરથી! નિત્યા બેઠી થઇ ચારેબાજુ જોઇ રહી. ખડેર godown અને એક જગ્યાએ નકુળ-રૂક્મી. પોતાને મોટા machine પર જોઇ અને માથે હાથ મુક્યો તો ભિનાશ લાગી. આંખો સામે હાથ કર્યો તો નિતરતું લોહી જોઇને રાડ નિકળી ગઇ.

“તારી તો... મને ધક્કો માર્યો. નકુળ ઉભો થયો. નિત્યાના વાળ પકડીને નિચે ખેંચી. Vicky નકુળ તરફ દોડ્યો. નકુળના હાથ પર મારીને નિત્યાના વાળની પકડ છોડાવી. “Vicky! તારો ઇરાદો મને સમજાતો નથી. બરબાદ કરવા આવ્યો છે કે..”

“અરે અક્કલના બારદાન! 2 લાફ્ફા માર તો 2 second માં તાંબે થઇ જાય ને તું આમાં મર્દાનગી વાપરે છે. થુ-થુ!” Vicky એ નકુળને ખખડાવ્યો, આ દરમ્યાન નિત્યા ઉભી થઇ. દોડવા લાગી. Godown ના જેટલાં પણ દરવાજા હતાં તે ખખડાવવા લાગી, પણ, ખખડધ્વજ દરવાજા નબળી નિત્યાથી હલબલેતા પણ નહોતાં, ચારેય તરફ દોડવા લાગી, છતાં એ ત્રણેય નબીરાઓમાંથી કોઇ નિત્યા તરફ ગયું પણ નહિં, નિત્યા દોડવા લાગી, Machine તરફ ગઇ અને બે સળીયા વચ્ચે પગ આવતા સીધી machine ના ધાર પર માથું અઠડાયું, ચક્કર આવતા જ machine પર પટકાઇ ગઇ.

આ વખતે રૂક્મીન ગયો. નિત્યા પાસે જઇ પગ પકડીને ઢસડવા લાગ્યો. જાણે નિત્યા કોઇ નિર્જીવ વસ્તુ હોય તેમ! નકુળ-vicky રાક્ષસી હસવા લાગ્યા. Godowm ની વચ્ચોવચ્ચ ઢસડી ગયો. નિત્યાને ભાન આવવા લાગી. રૂક્મીન તેણી ઉપર ચડી ગયો. નિત્યા પર પકડ જમાવવા લાગ્યો. નિત્યા છુટવા તરફડીયા મારવા લાગી. પણ. રૂક્મીન સામે તેણીની શી વિસાત?

- અચાનક મોટા દરવાજ સાથે કોઇ પટકાયાનો અવાજ આવ્યો. અવાજ એટલો જોરદાર હતો કે રૂક્મીન અટકી ગયો. Vicky-નકુળ કઇ વિચારે એ પહેલાં બીજો અવાજ આવ્યો.

“આ બધું શું ચાલી રહ્યું છે, જાવ. જોઇ આવો?” Vicky એ order માર્યો. રૂક્મીને નિત્યાને છોડીને દરવાજે જોવા ગયો. હજુ gate થી થોડો જ હશે ત્યાં દરવાજો ધડામ કરતો ખુલ્યો. 2-3 ગુન્ડા હવામાં ફંગોળાયા. રૂક્મીનના પગ આગળ પડ્યા. ધુળની ડમરીઓ ઉડવા લાગી. ડમરીઓ પુરા godown માં ફેલાઇ ગઇ. ડમરીઓ વચ્ચે વધુ 2 ગુન્ડાને ખેંચતી અવનિ godown માં પ્રવેશી. માથા-હોઠ પર લોહી નિતરતું. ચહેરો લાલચોળ જાણે આગ ઓકતો. ખભેથી pink t-shirt ફાટી ગયેલું અને ઘુંટણે લોહી જામેલુ હતું. રૂક્મીન તો જોઇ જ રહ્યો. અવનિએ બન્ને ગુડાં રૂક્મીન પર ફેક્યાં. રૂક્મીન બન્ને સાથે જમીન પર દુર સુધી ફગોંળાયો. અવનિની નજર નિત્યા પર ગઇ. Vicky એ નકુળને મોકલ્યો.

“એય કોણ છે તું?” નકુળ નજીક આવે અને પુછે ત્યાં તો અવનિએ તેના પેટમાં લાત મારતા નકુળ પણ દુર ફંગોળાયો. નકુળને થોડીવાર તો આંખે અધારા આવી ગયા, નિત્યા પાસે જાય ત્યાં vicky પાછળ આવીને લાત મારી. અવનિ દુર ફંગોળાઇ. Vicky નજીક જઇ અવનિના વાળ પકડવા ગયો. હજુ તો નમીને વાળ પકડવા જાય એ પહેલા વિજળીવેગે અવનિ ચતી થઇને vicky ના પેટમાં લાત મારતાં vicky હવામાં ફગોળાયો. અવનિ ઉભી થઇને નિત્યા પાસે જાય એ પહેલાં દરવાજે વધુ ગુંડા આવવા લાગ્યા. અવનિ ઉભી થઇને મુઠ્ઠીઓ વાળી અને ગુંડા તરફ ધસી ગઇ. એક પછી એક ગુંડાઓ આવતાં જાય અવનિના મુકકા-ઢીક્કા-પાટ્ટુ- લાત ખાતા અધમુઆ થઇ જાય.

આ બાજુ ભાન આવતા નિત્યા ઉભી થવા લાગી પણ શરીર જવાબ આપી રહ્યુ હતું. Vicky ની નજર નિત્યા પર ગઇ. અવનિએ એવી લાત મારી હતી કે થોડીવાર તો ઉભો ન થઇ શક્યો. આ બાજુ નકુળ-રૂક્મીન ઉભા થઇ ગયાં. અવનિ પર હુમલો કર્યો. અવનિ બન્ને પર ભારી પડી. Vicky ઉભો થયો. નિત્યાને પકડીને machine પર લઇ ગયો. અવનિને ધ્યાને આવતા નકુળ- રૂક્મીન પર વધારે જોર કરવા લાગી. જોકે એક સમય એવો આવ્યો કે નકુળે અવનિને પીઠ તરફથી લાત મારી ભો ભેગી કરી અને રૂક્મીન પીઠ પર ચડી ગયો. હાથ બાંધ્યા. અવનિ એટલી મજબુત હતી કે બે યુવાનથી તો બંધાય પણ નહિં. નકુળ-રૂક્મીન પણ એટલા ભંગાયા હતાં કે અવનિ પર કાબુ મેળવવો તેમના માટે અશક્ય જ હતો. નિત્યાને machine પર મુકી vicky ઢસડાતો-ઢસડાતો આવ્યો. ત્રણેયે અવનિને પકડી, Machine સાથે ઉભી બાંધી, ત્રણેય થોડીવાર તો હાફતાં રહ્યાં. અવનિએ ત્રણેયના હાથ-પગ ખોંખળા કરી નાખ્યા હતાં. ત્રણેય લગડાતા હતાં. અવનિએ ત્રણેયના ચહેરા બગાડી નાખ્યા હતાં. છતાં મર્દાનગીમાં રાચતાં હતાં. નિત્યા અધમુઇ હતી છતાં છુટવા મંથતી હતી.

“નકુળ-રૂક્યા! આને કેવાય bonanza! Bay 1 gets 1 free! નિત્યા કરતાં તો આ જબરી છે. આપણી મર્દાનગીની આકરી test કરી. હવે મજા આવશે. પણ આને આમજ ન જવા દેવાય! Mr મહેતાની golden spoon girl છે. સોનાનું ઇડું છે ઇડું! આને સાવ આમ જ ન જવા દેવાય!”

“આ અવનિ છે?” બન્ને સાથે બોલી ઉઠ્યાં. રૂક્મીનથી તો ગાળ નીકળી ગઇ.

“મારા હાથનો આટલો માર ખાધા પછી પણ હિજડાઓમાં અક્કલ નથી આવી. બાંધીને મર્દાનગીનું ઘમંડ કરતાં તો શરમાતા પણ નથી. અરે! હિમ્મત હોય તો છોડો. છેલ્લીવાર! ત્રણમાંથી એકપણ મારા પર કાબુ કરવામાં સફળ થયા તો..” અવનિ જબ્બરી હિમ્મતવાળી હતી. કેટલાય સમય સુધી 20-25 સાથે લડી હોવા છતાં હાર નહોતી સ્વીકારી, Vicky નજીક જઇને ધડાધડ લાફાં મારવા લાગ્યો. છતાં અવનિ હસવા લાગી. Vicky વધારે ભરાયો. અવનિ નું t-shirt ફાડ્યું. પાતળી અવનિની છાતિ-પેટ-કમર પર ખાસ્સાં ઉઝરડાં પડ્યાં હતાં. શરીરના અનેક ભાગે લોહી નિતરતું હતું. ત્રણેય વાસનાભરી નજરે જોઇ રહ્યા. રૂક્મીન તો નજીક જઇને લોહીથી નિતરતી અવનિની bra પર હાથ ફેરવ્યો. અવનિ તેના પર થુકી.

“તારી તો...” રૂક્મીનથી ગાળ ઓકાઇ ગઇ. “Vicky! પૈસા ન મળે તો કઇ નહિ! પણ આને હવે તેની ઓકાત દેખાડવી જ પડશે. છોકરીઓ આપણા પગની ધુળ હતી. છે. ને હમેંશા ધુળ જ રહેવાની! હવે તો...” રૂક્મીને અવનિની છાતિ પર હાથ મુક્યો. Vicky-નકુળ પણ અવનિની નજીક આવ્યાં. અવનિ સમજી ગઇ કે હવે તેણીની આબરૂ....!

“હે ઇશ્વર! હવે હું હારી ગઇ! મેં મારા બનતાં પ્રયત્ન કર્યા. પણ. હવે મારામાં જીવ નથી. મારી લાજ તારા હાથમાં છે. હવે મારો જીવ લઇ લે! નપુંસકોના હાથે આબરૂ ગુમાવવા કરતાં મરવું. સારુ! હે ઇશ્વર!” અવનિ પુકાર કરવા લાગી. ભુખ્યા વરુઓ હવે અવનિ ખુબ નજીક હતાં.

***

- “નપુંસકો! અવનિના હાથે આટલો માર ખાધા પછી પણ તમારી અક્કલ ઠેકાણે નથી આવી? અરે! સાચ્ચા મર્દ હો તો એકવાર અવનિના આ ભાઈના હાથનો માર ખાવ..” ત્રણેય અવનિ પર તુટી પડે ત્યાં જ દરવાજ પાસેથી વધુ એક પડકાર આવ્યો. ત્રણેય અવનિને છોડીને તેના તરફ દોડતા ગયાં. નવલોહી પાતળો પણ મજબુત બાંધાના એ યુવાને એકસાથે ત્રણેય સાથે હાથાપાઈ શરૂ કરી. અવનિના હાથે ભાંગેલ તિકડી આ યુવાન સામે ટકી ન શકી. ત્યાં સાગરીકા - ખુશાલભાઈ સહિત police આવી ગઇ. ત્યાંસુધી ત્રણેય એ યુવાનના હાથે અધમુઆ થઇ ગયાં હતાં. યુવાન ત્રણેયને police પાસે લઇ ગયો. બાકીના ગુંડા પર police એ કબ્જો જમાવી લીધો હતો. સાગા નિત્યા પાસે ગઇ. નિત્યા બેભાન થઇ ચુકી હતી. યુવાન અવનિને પાસે ગયો. અવનિ પણ બેભાન થઇ ગઇ હતી. સાગરે ambulance બોલાવી લીધી હોવાથી hospital staff આવી ગયો હતો. બધાને stretcher દ્વારા ambulance પર લઇ ગયાં. PI યુવાન પાસે જઇને પુછવા ગયો.

“તમે કોણ? શું થયું હતું અહિંયા?”

“માધવ!” એ યુવાન પોતે જવાબ આપે એ પહેલાં જ સાગરીકા બોલી ઉઠી, “માધવ ગાયકવાડ! high court lawyer!” ખુશાલભાઇ-સાગર પ્રશ્નાર્થ નજરે જોઇ રહ્યા.

“હું અહિં નજીકના વિસ્તારથી પસાર થઇ રહ્યો હતો. આ factory પાસે જોયું કે આ ગુડાઓ માર ખાધેલ જોઇને મને શંકા જતાં હું આ factory માં અંદર આવ્યો ને અવનિ મહેતા જે મારી ધર્મની બહેન છે તેણી આ ત્રણેય પકડી રાખીને બદકામ કરવાનો પ્રયત્ન કરવા જતાં મેં તેમને પડકાર ફેક્યો. મારી ત્રણેય સાથે હાથપાઇ થતાં ત્રણેય ઘાયલ થયાં અને તમે આવી ગયાં...” મધવે જુબાની આપી.

“PI સાહેબ! ચાલો! બાકીની કાર્યવાહી hospital એ પુરી કરજો!” ખુશાલભાઇએ PI સલાહ આપી. માધવ સહિત બધા civil hospital જવા નિકળ્યાં.

***