Jugar.com - 7 books and stories free download online pdf in Gujarati

જુગાર.કોમ - 7

CHAPTER 7

“ એક દિકરાને તેની માં કદી ન કહી શકે તેવી પાતકી કથા તને કહેવા તૈયાર છું. કારણ, હજુ તું સંત સ્વરૂપે જ છો. વૈદ પાસે દર્દ છુપાવાવાથી નિરોગી ના થવાય, એમ સંત પાસે પુર્વકર્મ છુપાવવાથી સત્માર્ગ ની ઉપલબ્ધિ ના થાય. આમેય ભીતરમાં ધરબાયેલી અવ્યક્ત વાતો સાંભળનાર કોઇ પાત્ર માંડ મળ્યુ છે. આજે ઇશ્વરે સંજોગ, સમય અને સાંભળનારનું સંધાન કર્યું છે. આવેલ સમયને વ્યર્થ જવા નહીં દઉ. મુંબઇ નગરીમાં ઓગણીસો ત્રાણુમાં બોમ્બબ્લાસ્ટ થયાં. ત્યારે હું તેર કે ચૌદ વરસની હોઇશ. ખબર નથી. કારણ કે હું ત્યારે ચર્ટગેટ રેલ્વે સ્ટેશન આસપાસ ભીખ માંગતી હતી. સમજણી થઇ ત્યારથી ‘વલી’ કાનકટ્ટો મારી પાસે ભીખ મંગાવતો, બીજા દસેક બાળકો પાસે પણ તે જબરજ્સ્તીથી ભીખ મંગાવતો, રાત્રે બધાનાં પૈસા પડાવી લેતો. બધાનાં ખાવાની અને સુવાની ચિંતા તે કરતો. ક્યારેક દારૂ પીને આવતો ત્યારે મારતો પણ ખરા. એકાદ બે વખત તો હું ભાગવાની ફિરાકમાં હતી પણ તે હરામી જાણી જતો. મારા શરીરમાં ઉંમરનાં ફેરેફારની નોંધ લઇ મને બીજી બઝારમાં વેચવા નક્કી કરી ચુક્યો હતો. પણ તે પહેલા જ હું ભાગી છુટવામાં સફળ રહી. ” આસમાન સે ટપકે તો ખજુર પે અટકે “ મને જોબ મળી. પણ હોટલની બારડાન્સરની. ત્યાં નૃત્યકળામાં માહિરી હોવી જરૂરી ન હતી ફક્ત દારૂ પીધેલા ગ્રાહકોને જિસ્માની નખરા કરીને રીઝવવાનાં. આજે કોઇ કલાકાર ઉપર નોટૉનો વરસાદ થતો જોઉ ત્યારે યાદ આવે કે આવીરીતે મારા બદન પર પણ નોટો વરસતી, માલીક મને રોજનાં હજાર રૂપિયા આપતો. એક ખોલી ભાડે રાખી લીધી. દિવસનાં ભાગે, ફેશનેબલ વસ્રો પહેરી, વૈભવી લાઇફ સ્ટાઇલમાં જીવવાનો ચસ્કો જાગ્યો. એ માટે પૈસા રળવાનાં જુદાજુદા માર્ગ અપનાવ્યા. બારગર્લનું કામ છોડ્યુ. જુગાર ક્લબમાં પતા શેર કરવાનું કામ મળ્યું. ગ્રાહકોને રમવામાં જાત જાત ની મદદ કરવી. દારૂં પીરસવો, સીગાર સળગાવી દેવી. ખબર નહિ કેટલાયે કામ કરવાનાં થતા. પણ હું પૈસા કમાવા કરી છુટતી. એક કસ્ટમરે અજુગતી માંગણી કરી, મે તમાચો જડી દીધો. ત્રણ મીનીટનાં કોલાહલ બાદ ક્લબ માલિક નોં ડાબો હાથ જોરથી મારા કાનની બુંટ પાસે અફળાયો. કાનમાં તમરા બોલી ગયા. ઘણી ગાળો બોલી હશે, મને તો થોડી ક્ષણ પછીનાં શબ્દો સંભળાયા. ‘કજાતનાં પેટની, ! લાડ શાની કરેછે. બસ એ થપ્પડ ખાધા પછી હું ત્યાંથી પણ ભાગી ગઇ હતી. હાં મુંબઇ પણ છોડી દીધુ. એ પછીનાં દિવસે ટ્રેન માં મુસાફરી દરમિયાન એક પારિવારિક મુસાફર જુથ ની સ્ત્રીએ સહજતાથી મને મારું નામ પુછ્યુ. કાનમાં ક્લબ માલિકનાં ગુંજતા શબ્દોની ગુંથણી માંથી ગોતી કાઢ્યુ મારૂં નામ.....

“કજારીકા’!

જુદા જુદા શહેરોમાં. સેલ્સ ગર્લ તરીકે. મોલમાં કાઉંટર ગર્લ તરીકે, કામો કર્યા. ક્યાંય સ્થિર થઇ શકી નહીં. કારણ ? બધે જ પુરૂષોની ભુખની શિકાર થવાનો વારો આવતો હતો. શરીરની માંગ કહો કે સંજોગોમાં ફસાયેલી, જાતને બચાવવા મથતી સ્ત્રીની અવ્યક્ત, જીન્સી ભુખ નો આવેગ કહો. આખર એક દિવસ મે મન ગમતાં પુરુંષની શોધ આદરી. આખર હું પણ સમાજમાં દિશાવિહિન ભટકતી એક સ્ત્રીજ હતીને?. મારે પણ અન્ય સન્નારીઓની જેમ મારો પોતાનો એક પરિવાર હોય તેવું સ્વપ્ન જોવા લાગી. હવે પૈસા ખુબજ હતા, સીરોહીમાં રહેવા નક્કી કર્યુ. એક નાનકડો ફ્લેટ પણ ખરીદ્યો. દલાલ દ્વારા શેર બઝારમાં થોડું રોકાણ કર્યું, હવે એકલીજ હતી. સભ્ય સમાજમાં રહેવા એક વાર્તા ઘડી કાઢી. પ્લેન ક્રેશમાં પતિ અવસાન પામ્યો. માબાપ હયાત નથી. દિયર સાથે સારૂ બનતું નથી. બધું છોડીને બસ એકલાજ જીંદગી ગુજારવી છે.

ચાલ્યુ. !!.. એક દિવસ માણેકરાય અગ્રવાલની પચાસમી એનીવર્સરીની ઉજવણી પ્રસંગે એકત્ર થયેલ સીરોહી ની સંપતિવાન, સુસંકૃત. સભ્ય સમાજની અમે સન્નારીઓએ સમય પસાર કરવાની પ્રવૃતિ શોધી લીધી. બર્ડગૃપ ની રચના કરી. બીજી મીટીંગમાં નક્કી થયા મુજબ, પ્રમુખ વનલતાબેન, ઉપપ્રમુખ હું બની, સુરેખબેન જાવડેકર. કાર્યક્રમ ઓર્ગેનાઇઝર બન્યા. ક્રિષ્નાબેન મહેતા, મંત્રી બન્યા. ચાર કારોબારી અને બાર સભ્યો મળી કુલ. વીસ સ્ભ્યો મળી. નવું ગૃપ બન્યુ. બસ આકાશ માં સ્વૈરવિહાર કરતાં પક્ષી જેવું જીવવાની ઇચ્છાવાળી સ્ત્રીઓનાં આ ગૃપે શરૂઆત માં સ્કુલનાં ગરીબ બાળકોને. નોટબુક, પેન્સીલ, રબ્બર તથા પુસ્તકોની સહાય કરવાનું શરૂં કર્યુ. બીજી અન્ય સામાજિક પ્રવૃતિઓ પણ કરી, , પછી ફંક્શન, પાર્ટી, નાનામોટા પ્રવાસ, પણ કર્યા. કીટીપાર્ટીઓ પણ યોજવા લાગ્યા. નવરાશનાં સમયમાં પતાઓ. પણ રમવા લાગ્યા. અને શરૂ થયો જુગાર.

મારા ફ્લેટનો ક્લબ તરીકે ઉપયોગ થવા લાગ્યો. ઇંસ્પેક્ટર પાંડેની પત્નિ પણ રમવા આવતી, જેથી અમને કોઇ ડર ન હતો. પત્તાની રમતમાં ક્રિષ્નાબેન અવ્વલ હતા. તે સૌથી વધુ જીતતા હતા. મારે સૌથી વધુ તેનીસાથે ભળતુ હતુ.

એક ગોઝારા દિવસે હું અને ક્રિષ્નાબેન એકલાજ તેનાં ઘરમાં જુગાર રમવા બેઠા. સમય પસાર કરવા ત્યાં હાજર રહેલી વિંધ્યાને પણ આમંત્રણ આપ્યું. પણ એ છોકરીએ વિવેક દાખવી ના કહીં. બીજા કમરામાં કાંઇક પ્રવૃતિ કરવા લાગી. અમારી એ રમતનોં અંત સ્ત્રીઓનાં ખોફ્નાક ચહેરાને ઉઘાડો કરી દે તેવો હતો. મારું તો આખુ આયખુ કામાગ્નિથી ભડ્ભડ્તુ હતુ. જીંદગી મન મરજીનાં પુર્ણ પુરષની ઝંખનાઓ માટે અતૃપ્ત હતી. કોઇ રતિ સ્ત્રી જ સમજી શકે એવી વેદનાંઓનું શમન કરવાનો એક અવસર પ્રાપ્ત થયો.

એષણાઓની ઉભેલી વિરાટ ઇમારતમાં રહેવા જ્યાં ડગ માંડ્યુ. અને એજ ને ઇમારત જમીન દોસ્ત થઇ ગઇ. જીતેલી બાજી હારી ગઇ. પછી જે થયુ તે. ઇશ્વરીય અનુસંધાન પાસે હું હારી ને ભાગી ગઇ. તે રાત્રે મે મૃત્યુને વહાલું કરવાં ઉંઘની ગોળીઓનો ઓવરડોઝ લઇ લીધો. પણ નિયતિ કંઇક જુદી હશે ? હું ભાનમાં આવી ત્યારે હોસ્પીટલમાં હતી, હવે કોઇને મો બતાવવાં જેવું ન લાગતા થોડા જ દિવસમાં ફ્લેટ વેચી. સીરોહી છોડી ભાગી ગઇ. મૃત્યુનાં ઘણા નુસ્ખાઓ વિચાર્યા પણ. જીવ ન ચાલ્યો. ફરી અજ્ઞાત રૂપે જાવી લેવાની જીજ્ઞાસા થઇ. રખડતી ભટકતી. નાગપુર પહોચી. જિંદગીએ સ્માર્ટ બનાવી દીધી હતી. નાની હોટેલમાં રૂમ ભાડે રાખ્યો.

એ અરસામાં નાગપુરમાં વિન્ટેજકાર ફેસ્ટીવલ યોજાયો. ગ્વાલીયર, જયપુર, ખડકપુર, રાજકોટ, ગોંડલ, લખનૌ, કંઇ કેટલાયે જુનાં રાજવીઓ, તથા કાર શોખીન ધનવાનોએ પોતાની કાર સાથે આ ફેસ્ટીવલમાં ભાગ લીધો હતો. લગભગ એક સો જેટ્લી કાર પ્રદર્શનમાં મુકેલી હતી. પ્રથમ દિવસે માત્ર વી. આઇ. પી, ભાગલેનાર, આયોજકો, અને ખાસ આમંત્રીત મહેમાનોને જ પ્રવેશ હતો. હું આયનામાં ઉભારહી. શરીરને શણગારવા લાગી. માત્ર રોમાંચ ખાતર તે ઇવેન્ટની સીક્યોર્ડ જગ્યામાં પ્રવેશ મેળવવાની ઇચ્છા થઇ. હું દેહાભિમાનથી છલોછલ હતી. ચાલીસ ની હતી છ્તાંયે આયનામાં ત્રીસ ની લાગતી હતી. પ્રસંગોચિત સાડી પહેરેલ હતી. રજવાડી સ્ટાઇલની ચાલથી હું અંદર પ્રવેશતી હતી, ત્યારે સૌથી વધુ કાર લાવનાર ગોંડલનાં રાજકુમારનો કાફલો પ્રવેશી રહ્યો હતો. એ ટોળા સાથે આસાનીથી પ્રવેશ મેળવી લીધો. દરેક કાર ને અલગ પ્લેટ્ફોર્મ અપાયું હતું. પાસે તેની વિગતોનું બોર્ડ હતું, મોટા ભાગનાં લોકો રજવાડી પોષાકમાં તૈયાર થઇ આવ્યાં હતા. હાથમાં ગ્લાસ લઇ. આમ તેમ ઘુમી રહ્યા હતા. કોઇ કોઇ તો, રાજવી ઘરાનાંની સ્ત્રીઓને સાથે લઇ ઘુમતા હતા તથા એક બીજાનો પરીચય કરાવતા હતા. અંદર તો આવી ગઇ. પણ કોની સાથે વાત કરવી? ક્યાં ઉભુરહેવું ? એ અવઢવ માં હતી. ઘુસણખોરી પકડાઇ જવાનો ડર છુપાવવા હું એક કાર પાસે ઉભી રહી ધ્યાનથી રસ પુર્વક નીરખવાનો ડોળ કરતી ઉભી હતી. ત્યાં પાછળથી સહેજ ઘેરો પૌરૂષી અવાજ આવ્યો.

‘નાઇન્ટીન થર્ટીફોર મોડલ, કેડીલેક બ્લેક, વી સીક્ષ્ટીન, સ્પોર્ટ્સ સીરીઝ., !”

મે ઘુંમીને ડર સાથે પાછળ જોયું. એક મહારાજાનાં પોષાકમાં રહેલ મોટી ઉંમરનો પુરૂષ મને ગાડી વિષે સમજ આપી રહ્યો હતો. પ્રથમ તો ગભરાઇ, બે ત્રણ ક્ષણમાં સ્વસ્થ થતા, આંખો ઉંલાળી તેની સામે જોયું. એ ક્ષણે જ નિયતિ તો નક્કી થઇ ગઇ હતી. પછી તેણે વગર પુછ્યે પોતાની ઓળખ આપી. “ માય સેલ્ફ કિંગ ઓફ ખડકપુર સ્ટેટ રૂદ્રપ્રતાપસિંહ, વી હેવ લાર્જ વિન્ટેજ કલેક્શન. મર્સીડીઝબેન્ઝ, શેવરોલેટ, લેમ્બોર્ગીની, લીંકન,.... ”

હું કાંઇ સમજતી ન હતી છ્તા. મે આનંદ વ્યક્ત કરતું, બનાવટી, વિશાળ સ્મિત આપ્યું. પછી તેમણે એકદમ ધીમેથી કાન પાસે મ્હો, રાખી મને પુછયું. “ વીચ સ્ટેટ આર યુ ફ્રોમ? “ તે મને પણ કોઇ નાના સ્ટેટની રાણી કે કુંવરી સમજતા હશે. પુછવાની ઢબ અને પુરૂષોની આહટ ઓળખવામાં હું માહિર હતી. તે મને ઇમ્પ્રેસ કરવાં આવેલ પણ બોલ્ડ થઇ ગયા હતા, મે પણ દાવ કર્યો. મે પણ ધીમેથી કહ્યું, “સોરી !’ ગોલ્ડ્લીફ હોટેલનાં રૂમ નંબર તેરમાં સાંજે આપને મળી શકીશ. સહેજ આખરી અને મારક્ણું હસી. તરફડતા શિકારની અવસ્થામાં એ મહારાજાને છોડી. હું ત્યાંથી સરકી ને ફેસ્ટીવલની જગ્યા છોડી જતી રહી, .

ગોલ્ડ્લીફ હોટેલ સાવ સી ગ્રેડની છે. એવી માહીતી મળવા છતા રૂદ્રપ્રતાપ રૂમનં તેરમાં મને મળવા આવી પહોચ્યા. મે પણ એક રાજવીને છાજે તે અદબ દાખવી તેનું સન્માન કર્યું. બહુ ટૂંકી વતચીતમાં જ મે તેમને જણાવી દીધું કે હું કોઇ રાજવી ખાનદાનં થી નથી. એક એકલી જીવન ગુજારતી એક સામાન્ય ઔરત છું. પણ તે રૂપમાં અંધ થયા હતા. પોતાનાં સ્ટેટસનો, મોભાનો ખ્યાલ રાખ્યા વગર જ મારી પાસે પ્રેમની કબુલાત કરી લીધી. બન્ને વચ્ચે પ્રેમાલાપ થયો, તેઓ મને આજીવન સાથે રાખવા માંગતા હતા. ઉપપત્નિ બનાવીને. મહારાજાઓની રખાત બનવાનું પણ એક સ્ટેટસ ગણાય. મે કેટલોક વિચાર કરીને મારાથી ત્રીસ વર્ષ મોટી ઉંમર નાં મહારાજા રૂદ્રપ્રાતાપસિંહનું શરણું સ્વીકારી સલામત જીવન અને સ્થિર જીંદગી જાવવાનું નક્કી કરી નાખ્યું. પ્રથમ મુલાકાતની આવેગની ક્ષણોનો લાભ લઇ. મહારાજા પાસેથી વચન લઇ લીધું કે મારા ભુતકાળ વિષે કદી પુછવું નહીં. એ કામાતુરને બધુ મંજુર હતું.

ખડકપુર ને બદલે તેઓ મને અહીં બાગેશ્વરની પૈતૃક કોઠીમાં લાવ્યા, અને મને અહીં સૌ અમ્મારાની કહીને સંબોધતા. ખડકપુરમાં તેની રિયાસત હતી. પત્નિ, બાળકો, પરિવાર બધું હતું. તેથી ત્યાં વધુ સમય આપતા મને કદી ખડક્પુર લઇ ગયા નહીં. તેમના પરિવારને મારા અહીં આવ્યાની જાણ થઇ. પરંતુ રાજાઓમાં આવી ઉપપત્નિ રાખવાનું સહજ હોઇ તેમ બધાએ. સ્વીકારી લીધું હતું.

જીવનમાં કોઇ એકજ પુરૂષની જિસ્માની સહયોગીની થઇ રહેવામાં પણ મને ગર્વ જ હતો. ડંખ એકજ હતો કે મારા પતાની એકજ બાજીએ. એક પવિત્ર અને સંસ્કારી કુટંમ્બની જીવન વ્યવસ્થા ખોરવી નાંખી. એ મહાપાપનું પ્રાયશ્ચિત કરવાનાં ઉદેશથી સત્કાર્યો કરવાનું શરૂં કર્યું. મહારાજાની ગેરહાજરીમાં બાગેશ્વરનાં લોકો મને મળવા આવી શકે તેવી વ્યવસ્થા કરી. લોકોને જુદી જુદી સહાય કરવાનું શરૂં કર્યું. લોકો મને દેવીનાં રૂપમાં પુજવા લાગ્યા.

બે વર્ષ પહેલા રૂદ્રપ્રતાપસિંહ્જીનાં અહીનાં રોકાણ દરમિયાન તેને સમાચાર મળ્યા કે તેમની એક પ્રોપર્ટીનાં કેસ અંગે કલકતા જવાનું છે. તેઓ કલકતા ગયા. પણ ત્યાં તેમની તબિયત લથડતા હોસ્પીટલમાં દાખલ કર્યા. ડોક્ટરો સારવાર કરે તે પહેલાજ સીવીયર એટેકમાં તેઓ અવસાન પામ્યા. મને સમાચાર મળ્યા ત્યારે તેનાં પાર્થિવદેહને ખડકપુર લાવ્યા હતા. તેઓની અંતિમ યાત્રામાં જવા હું તૈયાર થઇ. પણ તેમનાં પરિવારજનોએ મને આવવાની ના કહી દીધી. રાજવી રીતરીવાજથી તેમનાં અંતિમ સંસ્કાર થયા. હું ત્યાં જઇ ના શકી. તેથી મે બાગનાથ મંદીરનાં વિદ્વાન બ્રામ્હણૉ દ્વારા તેમનાં આત્માની શાંતિ માટેની વિધિ કરાવી. થોડાદિવસનાં શોક બાદ પરિવાર દ્વારા આ કોઠી નો વિવાદ ચાલ્યો. ખડકપુરનાં બે વકીલ, કારભારી, મેનેજર તથા નાનાં કુંવરીબા, અહિં આવ્યા, મે રીક્વેસ્ટ કરી કે હું મહારાજીની સ્મૃતિમાટે આ કોઠીનો ઉપયોગ કરવા માંગું છું. એ અરસામાં વડાપ્રધાનશ્રીએ નવો શબ્દ આપ્યો હતો. “દિવ્યાંગ”, મે સમજાવ્યું કે હું અહીંનાં ગરીબ દિવ્યાંગોને મદદરૂપ થવા, દિવ્યાંગ સહાય કેન્દ્ર ચલાવી. લોક સેવામાં જીવન ગુજારી મહારાજાની સ્મૃતિ કાયમ રાખવા માંગું છું એ માટે મને કોઠીનો ઓફીસીયલ કબ્જો, ટ્રસ્ટ બનાવી સુપરત કરવામાં આવે, બધાના મત વિરૂધ્ધ, કુંવરીબાનાં મત થી મને કોઠી નો કબ્જો મળ્યો. જુના કારભારી પટ્વર્ધન સીવાય બધાને છુટા કર્યા. હવે આ એક ટ્રસ્ટ્ની સાર્વજનીક સેવાકીય પ્રવૃતિ ની જગ્યા હતી. એક પાપ જીવન જીવેલી પાપીસ્ત્રીનું સ્થાન લોકોનાં હ્ર્દય માં અમ્મારાની નું દેવી નું હતુ. અને લોકોનોં એ ભ્રમ ભાંગવાનું, બીજું પાપ કરવા નથી માંગતી.

રાનીની આંખમાંથી પડેલ અશ્રું બિંદુ, સતનીલનાં કપાળ પર પડ્યું. સતનીલે આંખ ખોલી. રડમસ અવાજમાં બોલી “કજાત, કજારીકા કુપાત્ર હોવા છ્તાં ”દેવી” બની બેઠી. ’

સતનીલ બોલ્યો ‘માં !’ કજારીકાને તો તે ક્યારનીયે સરયુમાં વહાવી દીધી છે. અહીં બાગનાથની સાનિધ્યમાં સરયુની સાથે વહેતી ગોમતી માંથી તારો એટલેકે દેવી અમ્મારાનીનો પ્રાદુર્ભાવ થયો છે. માં ક્યારેય જીવનને કે વિધાતાને કોસતી નહીં આ દેશમાં બહારવટીયાઓ પણ સંત થયા છે. ” સતનીલ બેઠો થયો ઉપવસ્ત્રથી રાનીની આંખ લુછી. “ માં “ મારે પણ તને વંદન કરવા છે”. કહીં, કજારીકાને નમન કર્યા. બન્ને રડ્યા. શાંત થતા વિદાય લેવામાટે અનુમતિ માંગી, કજારીકાએ તેને રોકવા કોશીષ ના કરી. જુદા પડ્યા પછી. પટવર્ધન જ્યારે રાત્રે બસસ્ટેંડ પર કાર લઇ, મુકવા આવ્યો ત્યારે, એક કવર આપ્યું. બાગેશ્વરથી દીલ્હી જવાની વોલ્વો બસમાં બેસી ગયા બાદ પટવર્ધન નીકળી ગયો. કવરમાં નવી બેહજાર વાળી ગુલાબી નોટૉ ની થપ્પી હતી. એક નાનક્ડી ચીઠઠી માં લખ્યુ હતુ. કે માત્ર સેરોહી સુધી નું નાનકડું ભાથુ! “

***