Jivanani Pathashala books and stories free download online pdf in Gujarati

જીવનની પાઠશાળા

જીવનની

પાઠશાળા

-ઃ લેખક :-

જાગૃતિ વકીલ

E-mail : Jrv7896@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રસ્તાવના

જીવન અનેક અનુભવોની એક પાઠશાળા છે...જીવનના અલગ અલગ તબક્કે સફળ થવા કે જીવન સારી રીતે જીવવા કોઈ ને કોઈ માર્ગદર્‌શક, સહપંથીની જરૂર પડે છે, કોઈ હાથની જરૂર પડે છે, કોઈ ખભાની જરૂર પડે છે, ક્યારેક પ્રોત્સાહકની તો ક્યારેક પ્રેરકબળની જરૂર પડે છે.

માતા, પિતા, પરિવાર, ગુરૂ અને મિત્ર એ પાંચને દેવો સમાન ગણી શકાય. જીવનમાં ડગલે ને પગલે સુખ-દુઃખ,સફળતા-નિષ્ફળતા, હાર-જીત, ચડતી-પડતીના વિવિધ તબક્કે-જયારે, જેની જરૂર પડે તેનો યોગ્ય સાથ ને સહકાર મળતા જીવન નવપલ્લવિત થઈ જાય છે... તેમ વિચારતા તેમના વિષે જ થોડું લખવાનું વિચાર્યું. આશા છે કે આપ સહુ પણ આ વાત સાથે સહમત હશો જ કે જે આ પંચદેવનું સાર ગ્રહણ કરતા આવડી જાય તે જીવનસાગર ખૂબ સારી રીતે તરી જશે જ....

અનુક્રમણિકા

૧. પ્રથમ સમરૂં માતાને

૨. પરિવારના સંરક્ષક પિતા

૩. પરિવાર દેવો ભવ

૪. જીવનપથ ઉજ્જવળ બનાવનાર - ગુરૂ

૫. જીવન વિકાસનો પર્યાય - મિત્ર

૧. પ્રથમ સમરૂં માતાને

“નંદલાલાને માતા જશોદાજી સાંભરે, મમતા મેલીને મારી રહી ગઈ ગોકુળમાં... “ દેવકીના પેટે જન્મ લઈ યશોદામા પાસે મોટા થયેલા ભગવાન શ્રીકૃષ્ણ ગોકુલ છોડી વૃંદાવન ગયા ત્યારે આંખમાં આંસુ સાથે માતા જશોદાને યાદ કરે છે, જે બતાવે છે કે ભગવાન માટે પણ માતાનું મહત્વ કેટલું છે!!તો કવિ બોટાદકર “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ!” કાવ્ય દ્વારા માતાનું શબ્દે શબ્દે વર્ણન કર્યું છે. ઈતિહાસમાં અનેક સપુતોને જન્મ આપનાર મહાન માતાઓ (માતા બધી જ મહાન હોય!) - માતા જીજાબાઈ (શિવાજી), માતા પુતળીબાઈ (ગાંધીજી)ના નામ લેતા આપણા મસ્તક આદર અને અહોભાવ થી આપોઆપ નામી પડે છે ને? મધર મેરીની ગોદમાં રહેલ બાળક ઈશુની છબી જોતા મમતાના મહાસાગરને નમન કરવાનું મન થઈ જ જાય. ફૂટપાથ પર સુતેલા, ઠંડીથી થરથર કાપતા નાના બાળકને માં પોતાના ફાટેલી સાડીથી ઢાંકી, હૂફ આપવાનો વ્યર્થ પ્રયત્ન કરતી મા મમતાનો મહાસાગર વહાવતી નજરે પડે છે... અરે મનુષ્યના પૂર્વજ વાંદરીનું ઉદાહરણ તો આપને જોઈએ જ છીએ... માંની છાતીએ વળગેલું બાળ વનર અને એને લઈ એક ડાળથી બીજી ડાળ કુદતી માતાની સંતાન પ્રત્યેની ચિંતા અને વહાલ “અશબ્દ” વ્યક્ત થાય છે. શ્રી ગુણવંત શાહ કહે છે.. મહાવીરની અહિસા, બુદ્ધની કરૂણા, ઈશુનો પ્રેમ, ગાંધીની સેવા.. આટઆટલા મહાન લક્ષણો માતામાં હોવા છતાં તેને મહાત્મા નથી ગણતા કારણકે એની આસક્તિ માત્ર ને માત્ર તેના સંતાનમાં જ કેન્દ્‌રિત થયેલી હોય છે. મા માટે અંગ્રેજીમાં ર્દ્બંરીિ શબ્દ છે. સ્ કાઢો તોર્ ંરીિ રહે ! એટલે જ કદાચ કહેવાયું હશે કે ‘માં તે માં,બીજા વગડાના વા’. અંગ્રેજી લેખક હેન્રી બીયર પણ કહે છે કે ‘ઈશ્વરને પહેલીવાર માતા બનાવવાનો વિચાર આવ્યો હશે ત્યારે તેના ચહેરા પર એક સંતોષનું સ્મિત ફરક્યું હશે ને તરત જ માં નું સર્જન થયું હશે... ઈશ્વર ઘરે ઘરે ન પહોચી શક્યો એટલે એણે ‘મા’નું સર્જન કર્યું.

સંત શિરોમણી પૂ. શ્રી મોરારીબાપુ માતૃદેવો ભવની વાત ખુબ સરસ રીતે સમજાવતા કહે છે ક.. સ્ત્રીઓના જીવનમાં ૩ પ્રવાહો વહે છેઃ એક રક્તનો જેમાં એ હોય તે વિરક્ત કહેવાય,, બીજો દુધનો જેમાં એ હોય એ નિર્દોષ ને શુદ્ધ હોય અને ત્રીજો આંસુનો .... જેનામાં આ ૩નો ત્રિવેણી સંગમ હોય એ ‘મા’...!!

સંતાનો માને ગમે તેટલી તકલીફ આપે તો પણ માના મુખ અને હૃદયમાંથી તો તેના માટે દુવા જ નીકળતી હોય,એટલે જ કદાચ કહેવત પડી હશે કે દીકરા કપાતર થાય પણ માવતર કમાવતર ન થાય.. તો આવો ઈશ્વરના દેવદૂત સમાન માતાની આતરડી કડી ન બાળીએ અને કોઈ ગેરસમજથી આવી ભૂલ કરતુ હોય તો એને પ્રેમથી સમજાવીએ, ખરા દિલથી માતાનું જતન કરીએ. વંદન કરીએ અને જનમોજનમ જેના ૠણી રહેવાના છીએ તેની સાચા અર્થમાં ભાવથી સેવા કરી, ૠણસ્વીકાર કરવાનો એક પણ અવસર ન ચૂકીએ..... વિશ્વની તમામ માતાઓને વંદન!!

૨. પરિવારના સંરક્ષક - પિતા

“પપ્પા મને યાદ છે-મારી સાથે રમતા રમતા,મને જીતાડવા તમે ખોટું ખોટું હારી જતા, ને છતાં કેવા રાજી થતા !! હવેના જીવનમાં તમને સાચેસાચું જીવાડવાના પ્રયત્નોથી જ હું રાજી થઈશ.....’ - શ્રી રોહિત શાહની આ વાતની જેમ આવા પિતૃત્વનો ગુણ સહુ કોઈના જીવનમાં ક્યારેક ને ક્યારેક જરૂર જોવા મળ્યો જ હશે.

એટલું તો સાચું જ છે કે આપના જીવનમાં ‘માં’ને ‘પા’ બેય અમૂલ્ય છે. કેમકે બેયની કામગીરી સમાન ભાગે વહેચાય છે.માની ઉપસ્થિતિથી બાળક પ્રેમાળ, કોમલ, વ્યવહારલક્ષી બને છે તો પા ની ઉપસ્થિતિથી નિર્ભય, સશક્ત અને ટટ્ટાર બને છે.માં સંતાનને વહાલ કરી, ચિંતા સેવી,તેનામાં સંસ્કારો રોપે,આંતરિક શક્તિ ખીલવે, પોષણ સંવર્ધન કરે, તો પા બાહ્ય જગતની માયાજાળ વચ્ચેથી માર્ગ કાઢવાનું કપરૂં કામ શીખવે છે. ભીને સુઈ પોતે અને સુકે સુવાડનારી માં તો માત્ર એક સંતાનની જ ચિંતા કરતી હોય પછી એ બેયની ચિંતા સેવનારા પિતાની જવાબદારી બેવડી થઈ જાય છે. ત્યારે એ પિતાને બમણા નમસ્કાર જ થઈ જાય ને ?!! પુત્રના પરાક્રમથી હર્ષાશ્રુ વહાવતી માનો હરખ દેખાય છે તો ફોનમાં પપ્પાની નકલ કરતો અને તરૂણાવસ્થામાં આવ્યા પછી છાનુંમાંનું પિતાનું રેત્ર ને આફ્ટરશેવ લોશન લગાડતા પુત્રને જોઈ હૈયામાં હરખાતા પિતા અવ્યક્ત લાગણીનું માધ્યમ બની જાય છે! પોતાના શર્ટ કે ચપલ પહેરી ભાગી જતા પુત્ર પર ખોટો ગુસ્સો વ્યક્ત કરનાર બાપ અંદરથી તો સંતોષ પામી વિચારતો હોય કે, હાશ હવે આ મારો પડછાયો બની ગયો ને ટુક સમયમાં મારી ટેકણ લાકડી બની ઉભો રહેશે! આ જ વાત જયારે પિતા પોતાના બાળકને આંગળી પકડી ચલાવતા હોય ત્યારે પણ વિચારતા હોય છેઃ”

“આજ ઉંગલી થામકે ચલના શીખાઉ તેરી તુજે મૈ,

કલ હાથ પકડના મેરા,જબ મૈ બુઢા હો જાઉં.!!”

પિતાનું ૠણ કે જે ક્યારેય ન ચૂકવી શકાય પણ તેની આપણે કદર કરીએ છીએ, તેવા ભાવ સાથે ઉજવાતો દિવસ એટલે ફાધર્સ ડે.. આમ તો ઈ.સ. ૧૯૧૦ માં પ્રથમવાર વોશિંગટનમાં સોનારા સ્માર્ટ ડોડેપોતાના પિતાએ તેઓ છ ભાઈઓને એકલે હાથે સરસ રીતે ઉછેર્યા તેનો આભાર વ્યક્ત કરવા આ દિવસ ઉજવ્યો. પછી તો જુદા જુદા દેશોમાં અલગ અલગ દિવસે આની ઉજવણી થવા લાગી. ઈ.સ. ૧૯૪૦મ માર્ગરેટ ચેસ સ્મિથે પોતાનું મંતવ્ય આપતા કહ્યું કે આપને માતાનું ૠણ અદા કરવા માતૃદિન ઉજવીએ છીએ પણ પિતાનું ૠણ પણ ભૂલાય એવું નથી. તેથી જુન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે પણ એટલા જ શાનથી ઉજવાવા લાગ્યો... જે આપની સ્નાસ્કૃતીએ પણ હવે અપનાવી લીધું છે.

અથર્વવેદમાં કહેવાયું છે”ઃ

”અનુવ્રતઃ પિતૃઃ પુત્રો માતા ભવતુ સંમનાઃ

જાયાપ્રત્યે મધુમતી વચમ વદતુ શાંતિવામ઼’’

અર્થાત પુત્ર એ પિતાના વ્રતોને પૂરો કરનાર અનુવ્રત છે. જેની આંગળી પકડી ચાલતા શીખ્યો, તેને ઘડપણમાં ખભાનો સહારો આપવાનું ભુલી જાય, જેને હજારો પ્રશ્નો પૂછતો છતાં થાક્યા વગર જે પિતાએ જવાબો આપ્યા ને એના થકી જ દુનિયાદારી શીખી એ જ પિતાના દરકારપૂર્વકના પ્રશ્નોને યુવાવસ્થાના કેફ માં કચક્ચ સમજી વૃધાશ્રમ તરફ ધકેલનારા પુત્રે વિચારવું જ રહ્યું કે જેને તમારા એક હાસ્ય માટે, તમારી જીત માટે પોતાનું સર્વસ્વ હાર્યું તેવા પિતાનો ખભો બની તેમની ખુમારી બનવું જોઈએ. દરેક પિતાનું ‘યુનીક’વ્યક્તિત્વ હોય છે, પોતે ન ભોગવેલી તમામ સુખસુવિધા પોતાના સંતાનોને દેવા અથાક મહેનત કરી, દુનિયાનું તમામ શ્રેષ્ઠત્વ આપવા ઈચ્છતા પિતા માટે કવિ શ્રી કિરણ શાહની સુંદર પંક્તિ છેઃ ‘‘રાતભર બાપે દબાવી ખાંસીને, એ જ ચિંતામાં, છોકરા જાગી જશે!!’’ આવા પ્રેમાળ પિતા પ્રત્યે દરેક સંતાન પણ પોતાની શ્રેષ્ઠ ફરજ બજાવી પિતૃત્વ ૠણ અદા કરે તે જ સાચા સંતાન તરીકેની સાર્થકતા.. યાદ રાખીએ...

‘ૈંક ંરી િીઙ્મટ્ઠર્ૈંહજરૈર્ ક કટ્ઠંરીિ ર્ં ર્જહ ર્ષ્ઠેઙ્મઙ્ઘ િીટ્ઠઙ્મઙ્મઅ હ્વી િીઙ્ઘેષ્ઠીઙ્ઘ ર્ં ર્હ્વૈર્ઙ્મખ્તઅ,

્‌રી ુર્રઙ્મી ઈછઇ્‌ૐર્ ુેઙ્મઙ્ઘ હ્વઙ્મટ્ઠડી ુૈંર ટ્ઠ ખ્તર્ઙ્મિઅર્ ક કટ્ઠંરીિ ટ્ઠહઙ્ઘ ર્જહજ’

૩. પરિવાર - પ્રકૃતિની ભેટ

ભારતીય સંસ્કૃતિ અનેક બાબતો માટે વિશ્વભરમાં જાણીતી છે.. તે બાબતોમાં મુખ્ય એક બાબત સંયુક્ત પરિવાર પ્રથા છે.. દરેક વ્યક્તિ માટે પરિવાર પ્રકૃતિએ આપેલી ભેટ છે. થોડી ભિન્ન્તાઓ જોતા દરેક પ્રાણીઓને પરિવાર હોય છે... પશુ પક્ષીઓમાં પ્રજનન અને સંરક્ષણ સુધી જ પરિવાર સીમિત હોય છે. જયારે મનુષ્યમાં નિરૂપાય અને સ્વનિર્ભર માનવ બાળક પરિવારમાં જ સર્વ પ્રકારે વિકસિત થઈ સંપૂર્ણ મનુષ્ય બને છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પરિવારનો અર્થ પતિ પત્ની અને બાળકો એટલો જ થાય છે. એમાં પણ બાળકો મોટા થતા પોતાનો જુદો પરિવાર બનાવી રહે છે. માતા પિતા વૃદ્ધ થતા એકલા કકે વૃદ્ધાશ્રમમાં જીવન ગુજારે છે.

ભારતમાં પણ હાલમાં વધતી વસ્તી સાથે દોટ મુકતી આધુનિક ટેકનોલોજીએ માનવીની અનેક સુખસગવડો વધારી વિશ્વને સાંકડું બનાવી દીધું.. પણ એ ફાયદા સાથે મોટો ગેરફાયદો એ થયો કે માનવ મન સંકુચિત થતા ગયા. સંદેશાવ્યવહારના અનેક સાધનો વધતા એમાંય ખાસ કરીને મોબાઈલ અને તેમાયઅમુક અતિ આધુનિક એપથી તો એક જ ઘરમાં રહેતા લોકોને પણ રૂબરૂ મળવા કરતા ટેકનોલોજીના માધ્યમે મળતા કરી દીધા. વિશ્વને નાનું બનાવવા સાથે એ જ ટેકનોલોજીએ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના જરૂર સાકાર કરી... આખું વિશ્વ તમારી આંગળીના એક ટેરવે....!! પણ... એ સાથે જ વિભક્ત કુટુંબની સમસ્યા ઉભું કરનાર પણ એ જ પરિબળને ગણીએ તો જરાય અતિશયોક્તિ નથી... વર્તમાન પરિસ્થિતિ જોતા સંયુક્ત કુટુંબની ભાવના વિસરાતી જાય છે..

પરિવાર છે તો બધું જ છે.... લાકડીના એક ટુકડાને તોડવો સરળ છે પણ એ જ લાકડીના સાતથી આઠ ટુકડાઓ ભેગા હોય તો એને તોડવો મુશ્કેલ બની જાય છે... એ વાર્તા વર્ષોથી આપણે સાંભળી છે જે સંપ ત્યાં જંપ ની ભાવના ચરિતાર્થ કરે છે.... એટલે કે સહિયારાપણું કેટલું અગત્યનું છે એ બાબત બહુ સારી રીતે સમજાવે છે.... પહેલાના સમયમાં બહુ મોટા સંયુક્ત પરિવારો જોવા મળતા જેમાં ૩ થી ૪ પેઢીઓ સાથે રહેતી. આજે એ બહુ જ ઓછું જોવા મળે છે. મોટા પરિવારોમાં પ્રેમ, સહયોગ, સંસ્કાર, નિઃસ્વાર્થભાવના જેવા સામાજિક જીવન માટેના અતિ આવશ્યક ગુણો જોવા મળે છે... પરિવારમાં આવતા સુખદુઃખના પ્રસંગોમાં સાથે મળી થતું કાર્ય, વાર તહેવારોની સંયુક્ત ઉજવણી દ્વારા બાળક અનેક સ્વાનુભવોને આધારે આપોઆપ ઘડાય છે. બાળકનું ચારિત્ર્‌ય, કૌશલ્યો, ટેવો યોગ્ય રીતે ઘડાતા ભાવિ જીવનના બીજ સંસ્કારરૂપે રોપાય છે..

આપણા પુરાણોમાં નજર નાખીએ તો રામાયણમાં પરિવારનો આદર્શ ઉતમ રીતે દર્યાવેલો છે.. મર્યાદા પુરૂષોતમ રામ અને માતા સીતા જેવી ત્યાગ અને બલિદાનની ભાવના, ભરત જેવો ભાત્રુપ્રેમ, દશરથ જેવો પિતૃપ્રેમ, કૌશલ્યા જેવો માતૃપ્રેમ સંયુક્ત પરિવારના સુખી જીવનની ચાવી દર્યાવે છે.

આજે જયારે વિશ્વશાંતિ માટે એકતા અને અખંડિતતાની ઉતમ ભાવના સાથે ‘વસુધૈવ કુટુમ્બકમ’નો પ્રચાર કરવામાં આવે છે ત્યારે એનો પાયો દરેક દેશમાં, ઘરોઘરમાં પ્રથમ સંયુક્ત કુટુંબભાવના કેળવાય તે છે. એક જ દેશમાં રહી, એક જ ઘરમાં જયારે સાથે મળી રહેશું અને પરિવારના ફાયદા સમજીશું તો જ વિશ્વને એક પરિવાર માની ચાલવા પાછળનો અર્થ સમજાશે અને તો જ વસુધૈવ કુટુંબકમની ભાવના ચરિતાર્થ થશે.

પરિવારમાં વ્યક્તિના શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક વિકાસનો પાયો નખાય છે. આમ, પરિવાર એ વ્યક્તિની પ્રથમ પાઠશાળા,માતા તેની પ્રથમ ગુરૂ, પિતા સરક્ષક, અને અન્ય વડીલો શિક્ષક્ગણ સમાન છે.... તો આવો આજે જ સંકલ્પ લઈએ કે વિભક્ત કુટુંબ દ્વારા તૂટતી જતી ભારતીય સંસ્કૃતિ બચાવીએ અને અનુભવની ઉતમ પાઠશાળા સમાન સંયુક્ત પરિવાર ભાવના સમજી એને અપનાવીએ અને અન્યને પણ સમજાવી આપણી સંસ્કૃતિને ઉજાગર કરીએ.

૪. જીવનપથ ઉજ્જવળ બનાવનાર - ગુરૂ

જીવનનું અંતિમ ધ્યેય મોક્ષ છે... પણ સામાન્ય જીવન જીવવા અભ્યાસ કરવા યોગ્ય શિક્ષકની જરૂર પડે તેમ ભવસાગર પાર કરવા સાચા ગુરૂની જરૂર પડે. જીવમાત્ર અવિદ્યાની ગ્રંથિમાં જકડાયેલો છે ત્યારે આદ્ય ગુરૂ શંકરાચાર્યના શબ્દોમાં ‘ગુરૂ’ શબ્દનો અર્થ જીવના હૃદયમાંથી અવિદ્યાની ગ્રંથિઓ ઉકેલી શકે તે જ સાચા ગુરૂ. તે સક્ષાત બ્રહ્‌મરૂપહોય છે. નિર્ગુણ, નિરાકાર પરમેશ્વર પોતે સગુણ સાકારસ્વરૂપે ગુરૂમાં રહેલા હોય છે. એમ માનવામાં આવે છે. જે આપણી અવિદ્યાને દુર કરી અંધકારમાંથી ઉજાશ તરફ લઈ જાય છે. પુરાણોમાં નજર કરીએ તો ગુરૂશિષ્ય પરંપરાના અજોડ અને અનન્ય ઉદાહરણો આજે પણ પ્રેરણાદાયી છે. આજની ઢોંગી, સ્વાર્થી અને અસત્યથી ભરેલી દુનિયામાં સામાન્ય માનવી, એક સાચા, નિઃસ્વાર્થી, વિકારરહિત ગુરૂ કેમ અને ક્યાથી મેળવા એવું વિચારતો હોય છે. ત્યારે પુરાણમાં ગુરૂ દાતાત્રેયએ સામાન્યમાંથી અસામાન્ય જોવાની અનોખી રીત દાખવી હતી. એક, બે, નહિ પણ પુરા ચોવીસ ગુરૂઓની શ્રુખલા બનાવી અદ્‌વિતીય મિશાલ ખડી કરી દીધી છે. જે દર્યાવે છે કે જેની પાસેથી આપણને કઈ પણ નવું જ્ઞાન કે પ્રેરણા મળે તે દરેકેદરેકને તમે ગુરૂ માની શકો.

મહાગુરૂ દ્રોણાચાર્ય, તેમનો પ્રત્યક્ષ શિષ્ય મહાયશસ્વી અર્જુન, અને તેમનો વંદનીય પરોક્ષ શિષ્ય એકલવ્ય આજના દિવસે કેમ ભૂલાય?ગુરૂએ શિક્ષણ આપવાની ના પડતા તેમની પ્રતિમા બનાવી પરોક્ષ રીતે ગુરૂપદે સ્થાપી, જાતે ધનુર્વિધામાં માહિર થનાર એકલવ્યને અર્જુનપ્રેમી ગુરૂ દ્રોણએ એકલવ્યના જમણા હાથનો અંગુઠો ગુરૂદક્ષિણામાં માંગ્યો ત્યારે જરા પણ ખચકાટ વગર પોતાની જિંદગીભરની મહેનત ગુરૂના ચરણે ધરી દેનાર એકલવ્ય તો અજોડ ગુરૂપ્રેમી શિષ્યનું ઉતમ ઉદાહરણ છે. તો માત્ર અર્જુન પ્રત્યે પક્ષપાત રાખનાર દ્રોણાચાર્ય અજોડ શિષ્યપ્રેમી ગુરૂનું ઉતમ ઉદાહરણ છેને ? તો મહાભારતના યુદ્ધમાં યુધિષ્ટિરના વાક્ય ‘નરો વા કુંજરો વા’ થી ગુરૂ દ્રોણએ શસ્ત્રો ત્યજ્યા, ત્યારે ગુરૂઘાતી ધૃષ્ટધ્યુમન સામે તે પોતાનો ગુરૂભાઈ અને સાળો હોવા છતાં ગુરૂપ્રેમી અર્જુને તલવાર ઉગામી હતી! શ્રીકૃષ્ણ પરમપિતા હોવા છતાં ભક્તના ભગવાન ન બનતા સખા બનીને રહે છે.

પોતાના વખાણ, પ્રચાર કે પ્રસાર ગુરૂએ જાતે ન કરવા પડે પણ તેના વાણી, વર્તન, આચરણમાં એકસુત્રત્વ, સાચા મુલ્યો અને સાચી નીતિ, આંતરિક સુંદરતા જ વ્યક્તિને આપોઆપ ગુરૂ બનવા તરફ પ્રેરે છે. અહી કોઈ ગુરૂનો વિરોધ નથી.. પણ કહેવાતા કે આપોઆપ બની બેઠેલા ગુરૂના નામે ચાલતા પાખંડ અંગે સહુએ વિચારવું રહ્યું. કોઈપણ વ્યક્તિને ઉદ્ધાર કે પતન તરફ દોરનાર તેના પોતાના કર્મો જ છે. કોઈ અન્ય વ્યક્તિ તેમાંથી છોડાવી શકતી નથી.પણ હા, એટલું ચોક્કસ કે સાચા ગુરૂ યોગ્ય દિશા તરફ લઈ જાય છે. સદગુરૂ મળવા એ સફળ જીવન માટે સૌથી અગત્યની બાબત છે. માત્ર ગુરૂપૂનમના દિવસે જ નહિ પણ કાયમ સદગુરૂએ બતાવેલ માર્ગે ચાલી, જીવનપથ ઉજ્જવળ બનાવીએ. સારાસારની વિવેકબુદ્‌ધિ રાખી, સાચા ગુરૂને ઓળખીએ અને તેની આજ્ઞાનું પાલન કરી ભવસાગર પાર ઉતરીએ. એ જ સૌથી મોટી ગુરૂદક્ષિણા કે ગુરૂવંદના છે.

દરેક સજીવમાં રહેલા પરમાત્માને મિત્ર ગુરૂ માની, સાચા જીવનનું જ્ઞાન મળે તેવી શુભેચ્છાઓ સહ તમામ ગુરૂઓને શત શત વંદન.....

૫. જીવન વિકાસનો પર્યાય-મિત્ર

માતા,પિતા, પરિવાર અને શિક્ષક પછી જિંદગીના વિકાસમાં અગત્યનો ભાગ ભજવતું પરિબળ એટલે મિત્ર.... સંગ તેવો રંગ કદાચ આ અર્થમાં સમજીએ તો ઘર પછી વધુ સમય વ્યક્તિ વિતાવતી હોય તો તે મિત્ર સાથે... સમાજમાં, કામના સ્થળે કે ફરવામાં મિત્ર વગરની જિંદગી અધુરી રહે છે એ હકીકત છે. પ્રેમ હોય ત્યાં મિત્રતા હોવી જરૂરી છે..... મિત્રતાના સહુ કોઈ ચાહક છે....દરેકની જીંદગીમાં મિત્રનું સ્થાન અજોડ છે. ક્યારેક સ્વાર્થના પાયા પર રચાયેલી મિત્રતાની ઈમારત ચણાય તો તે તૂટી જાય છે.... પણ એકબીજાના સાથમાં જે ખુશ હોય અને એકબીજાની માત્ર પાસે બેસવાથી જ મનની વાત સમજાઈ જાય એ સાચી મિત્રતા.... આખો બોલે ને હૈયું સાંભળે એ જ મિત્રતા.... નિરંતર વહેતું પ્રેમનું અખૂટ ત્રણું કે જ્યાં અપેક્ષને સ્થાન નથી એ જ સાચી મિત્રતા. કૃષ્ણ સુદામાની મૈત્રી, કૃષ્ણ દ્રૌપદીનો સખાભાવ આદર્શ મિત્રતા સમજાવે છે. માતાપુત્ર, પિતાપુત્રી,ભાઈબહેન પણ એક મિત્ર તરીકે હોઈ શકે...સાચી ભાવનથી આપેલો મિત્રભાવ જિંદગી જીવવાની જડીબુટ્ટી છે.

સૃષ્ટિ નવીન તાજગી પામી વસંતમાં,નીકળી છે પાનખરની નનામીમાં,

ફૂલો ખીલ્યા,લખાઈ ગઝલ ને તમે મળ્યા,જાણે રહી ણ ખામી કોઈ વસંતમાં...

શિયાળાનો હુંફાળો તડકો, ઉનાળાનો ગંભીર તાપ અને ચોમાસામાં વરસાદથી બચાવતી છત્રી, બચાવતી છત્રી,પાનખરમાં વસંત, થાક્યાનો વિસામો, દુઃખમાં રડવા માટે ખભો અને સુખમાં ખભેખભા મિલાવી, જીંદગી જીવવાનો અનન્ય મોકો એટલે દોસ્ત કહી શકાય. જેની જુદાઈથી દિલ રડી ઉઠે...

દીધો છે કેવો શાપ આ તારી જુદાઈએ? એકેય સ્મિત તકે નહિ મારા અધર પર તકે નહિ,

દિલની દશા છે કેવી તુજ વગર ણ પૂછ,તુ પણ મને જુવે તો પીછાણી ન શકે...

આજકાલ મિત્રતાના નામે એકબીજાને બેલ્ટ પહેરાવતા કિશોર કિશોરીઓને મારે ખાસ એ કહેવું છે કે એક વાર દ્રૌપદી ચીરહરણ જરૂર વાંચજો.. એક ચીર કૃષ્ણનું લોહી રોકવા દ્રૌપદીએ બાંધ્યું તો એને હજારો ગણું કરી સખીની લાજ બચાવી એવી રીતે ફ્રેન્ડશીપબેલ્ટની લાજ રાખી, મિત્રતા શબ્દને સાર્થક કરજો, આંગણે મદદ માગવા આવેલ સુદામા કઈ ન કહી શક્યો છતાં એની મનની વાત સમજી વગર માગ્યે એ દોસ્તને લખલુટ દોલતનો માલિક બનાવી દેનાર એવો મિત્ર બની રહેજો કે જે વરસાદમાં પણ મિત્રના આંસુ જોઈ શકો.. અર્જુનના સારથી બન્યા હતા તેમ ગમે તેટલા ઉચા પદ પર હો પણ મિત્રની જરૂર મુજબ એના સારથી પણ બની રહી સત્યનો સાથ આપતા રહેજો... અને શ્રાવણના સરવડાની જેમ મિત્રતામાં ભીંજાતા રહેવાશે.... સાથે સહુને કૃષ્ણ જેવા મિત્ર મળી રાહ તેવી શુભકામનાઓ...

આવા મિત્રોની યાદમાં, મિત્રોની સંગાથે,મિત્ર પ્રત્યેની પ્રેમભાવના વ્યક્ત કરવાનો દિવસ ઓગસ્ટના પ્રથમ રવિવારે ‘મિત્રતા દિવસ’ તરીકે ઉજવાતા દિવસે મિત્રતાની તત્પરતા વ્યક્ત કરવાના દિવસે દરેક સાચા મિત્ર એકબીજાનો કોલ જરૂર આપે છે.

ઉરઅ ુી ટ્ઠિી કિૈીહઙ્ઘજ? હ્વ’ર્ષ્ઠડ કિૈીહઙ્ઘજરૈ હીદૃીિ ીહઙ્ઘજ!!

સ્વાર્થના પાયા પર રચાયેલા મિત્રતાનો મહેલ કદ્દ્‌ભુશ થઈને તૂટી પડે છે, પ્રેમ, પદ, સતા, સંપતિ, સૌન્દર્ય, અહંકાર અને અંધકારમાં મિત્રતા ક્યારેય અટવાતી નથી. એ તો નિરંતર વહેતું ત્રણું છે. સાથે સમગ્ર સૃષ્ટિ માટે મિત્રભાવ રાખવા કહેવાયું છે ને કે,

મૈત્રીભાવનું પવિત્ર ત્રણું,મુજ હૈયામાં વહ્યા કરે,

શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે...!!

Share

NEW REALESED