Vansaladi dot com - 4 in Gujarati Fiction Stories by A S Mehta books and stories PDF | વાંસલડી ડોટ કોમ - 4

Featured Books
Categories
Share

વાંસલડી ડોટ કોમ - 4

આગળ ના પ્રકરણ માં આપને જોયું કે મિત અને વેણુ સ્કુલ ની નાટ્યસ્પર્ધા માં ભાગ લે છે. જેમાં તેમની સ્કુલ નો પ્રથમ નંબર આવે છે. નાટક માંથી પ્રેરણા લઇ તે યુવાનો નું ગ્રુપ હવે સામાજિક સેવા કરવા ઈચ્છે છે. હવે આગળ

પ્રકરણ-૪

મેહુલસર ને મિત ની નાટક દ્વારા સંદેશો પહોચાડવાની વાત તો ગમી ગઈ. પરંતુ કેવું નાટક, ક્યાં સ્તર નું નાટક તેનો વિષય, તેને માટે આપવો પડતો સમય તે બધી બાબતો ને લઇ ને વિચાર માં હતા ત્યાં બધા વિદ્યાર્થીઓ હોલ માં પહોચી ગયા. આચાર્ય પાસે થી રીસેસ ના સમય માં હોલ માં બીજો કોઈ કાર્યક્રમ ન હોય ત્યારે પ્રેક્ટીસ કરવાની મંજુરી પહેલા જ લઇ લીધી હતી. સરે પૂછ્યું બોલો યુવા વિદ્યાર્થીઓ નાટક અંગે કઈ વિચાર્યું ?“ના સર તમે કહો એજ નાટક કરવાનું છે”... વિદ્યાર્થીઓ.

સારું મેં વિચાર્યું છે કે આપણું ભવિષ્ય બાળકો છે એટલે સૌથી પહેલા આપણે તેમને અનુરૂપ અને તેમના માટે જ નાટક તૈયાર કરીશું. તેમાં સૌ પ્રથમ આપણે સ્વચ્છતા ના વિષય ને પ્રાધાન્ય આપીશું. બાળકો ને સમજ પડે એવું સરળ નાટક તૈયાર કરવાનું છે, જેની સ્ક્રીપ્ટ પણ આપણે જ તૈયાર કરીશું. તેના માટે એક વિદ્યાર્થી, જેને નાટક તેમજ કળા માં વધારે રૂચી હોય અને અક્ષરો પણ સારા હોય તેને સ્ક્રીપ્ટ તૈયાર કરવાની છે. બોલો કોણ લખશે સ્ક્રીપ્ટ?

તરત મિત બોલ્યો સર વેણુ લખશે સ્ક્રીપ્ટ, તેને તેમાં રસ પણ છે અને અક્ષરો પણ સુંદર છે. “ના સર મને સ્ક્રીપ્ટ લખવી નહિ ફાવે”..વેણુ.

તારે એકલીએ સ્ક્રીપ્ટ નથી લખવાની નાટક માં રહેનાર દરેક વિદ્યાર્થી તેમજ હું પણ સંવાદો કહીશ. એટલે કે નાટક બધા સાથે મળીને તૈયાર કરીશું પણ તેને મઠારીને આખરી ઓપ તારે આપવાનો રહેશે.

“ તો તો વાંધો નહિ સર, આમ પણ મારે આ કાર્ય સાથે જોડાવું હતું પણ મને ઘરે થી મંજુરી મળી નથી, તો હું આ કાર્ય નો આ નાનકડો ભાગ બનીશ તો પણ મને આનંદ થશે, હું તૈયાર છું સર”.

નાટક નો હાર્દ તો સરે સમજાવ્યો હતો, એ મુજબ સરે શરૂઆત કરાવી દીધી નાટક ની સ્ક્રીપ્ટ માં. વારા ફરતી દરેક વિદ્યાર્થી થોડું થોડું પોતાની સમજ મુજબ કહેતા ગયા અને વેણુ તે મુજબ લખતી ગઈ. આખા નાટક ની સ્ક્રીપ્ટ તૈયાર થઇ ગયા બાદ વેણુ એ પોતાની સૂઝ મુજબ મઠારી ને તૈયાર કરી અને મેહુલસર ને વાંચવા આપી.

મેહુલસરે વેણુ ને કહ્યું વાહ વેણુ તે પોતે રસ લઇ ને ખુબ સરસ સ્ક્રીપ્ટ તૈયાર કરી છે. તેમાં પણ આ “ચોખ્ખું ઘર નું આંગણું, ચોખ્ખો ઘર નો ચોક” કવિતા ઉમેરી છે તે આપણા વિષય ને એકદમ અનુરૂપ છે. બાળકો ને તે તરત સમજાય તેવી છે અને તેમને રસ પણ પડશે. ખુબ સરસ” તેમાં થોડા જરૂરી ફેરફારો સરે કરાવ્યા અને ફાયનલ સ્ક્રીપ્ટ તૈયાર થઇ ગઈ.

સાંજે છૂટી ને ઘરે જતા જતા મિત કહે, વાહ વેણુ તુંતો વાસળી વગાડતી વગાડતી નાટક લખવા માંડી હો,” અને હવે વેણુ ગુસ્સે થશે તે ખબર હોવાથી હસતા હસતા દોડી ને ઘર માં જતો રહ્યો. એટલે વેણુ એ કહ્યું અત્યારે ભલે જતો રહ્યો.પણ કાલે તું આવ સ્કુલે એટલે તારી વાત છે, મન માં મન માં હસતી વેણું પણ ઘરે જતી રહી.

હવે સ્ક્રીપ્ટ મુજબ અઠવાડિયા માં ૨ દિવસ પ્રેક્ટીસ શરુ થઇ ગઈ. પરંતુ જેમ જેમ પ્રેક્ટીસ કરતા ગયા તેમ તેમ નાટક માં ખરેખર શું ફેરફાર ની જરૂર છે તે સમજાતું ગયું અને તે મુજબ ફેરફાર થતા ગયા. વેણુ પણ રીસેસ ના સમય માં પ્રેક્ટીસ માં પહોચી જતી. વેણુ એ લખેલી કવિતા ની એક એક કડી વારા ફરતી દરેક વિદ્યાર્થીએ બોલવાની હતી. મિતે ને બોલવાનું હતું,

“ નાહયે થી તન સાફ રહે સાચે થી મન સાફ “.

મિત થી બોલાય ગયું,

“ નાહયે થી મન સાફ રહે સાચે થી તન સાફ “

હોલ માં બધા ખડખડાટ હસી પડ્યા.થોડી વાર પ્રેક્ટીસ બંધ થઇ ગઈ અને બધા હસી મજાક કરવા લાગ્યા. વેણુ ને તો મોકો મળી ગયો મિત ને ખીજવવા નો. “મિત નાહી ને મન સાફ કરે છે અને સાચું બોલી ને તન સાફ કરે છે !... હાહાહા ..

મિત પહેલા તો ગુસ્સે થયો પછી તે પણ હસી પડ્યો અને તે દિવસ ની પ્રેક્ટીસ મજાક માંજ પૂરી થઇ ગઈ. સ્કુલે થી છૂટી ને ઘરે જતા જતા પણ વેણુ હસ્યા જ કરતી હતી, માંડ મોકો મળ્યો હતો મિત ને ખીજાવવાનો. મિત પણ હસતો હતો એટલે વેણુ એ કહ્યું તું કેમ હસે છે ? તું હસે છે એટલે..મિત હું તો તારા “ નાહયે થી મન સાફ રહે સાચે થી તન સાફ “ નાટક ના સંવાદ ના લીધે હસું છું, તું શું કામ હસે છે ? એટલે તે ગણગણ્યો,

યાદે ભી દોસ્તો સે હે, મુસ્કુરાતે ભી દોસ્તો સે હે, સપને ભી દોસ્તો સે હે અપને ભી દોસ્તો સે હે,

યા ફિર યુહી કહે કી અપની દુનિયા હી દોસ્તો મેં હે.

હસતી હસતી વેણુ અચાનક ગંભીર થઇ ગઈ અને પછી થોડી શરમાઈ ની ચાલવા લાગી. પછી તો ઘર સુધી બે માંથી એક પણ કઈ બોલી શક્યા નહિ.

બે અઠવાડિયા ની પ્રેક્ટીસ બાદ નાટક તૈયાર થઇ ગયું. હવે ક્યાં વિસ્તાર માં નાટક ભજવવા જવું એ નક્કી કરવાનું હતું. સ્કુલ ની નજીક જ શ્રમિક એરિયા હતો, ત્યાં જવાનું નક્કી કર્યું. મેહુલસરે કહ્યું પણ આપણે નાટક માટે ત્યાં જઈ જાહેરાત કરવી પડશે તો જ બાળકો નાટક જોવા આવશે ને ? એટલે આજે સાંજે મારી સાથે તમારા માંથી કોઈ બે ત્રણ જણા જાહેરાત માટે આવજો.

મિત, મેહુલ તેમજ પ્રણવ સર સાથે સાંજે જવા તૈયાર થયા. એટલે મીતે કહ્યું સર મને એક વિચાર આવે છે, આપણું નાટક જોવા માં બાળકો ને શું કામ રસ પડે ? તેને રસ પડે એવી કૈક જાહેરાત કરીએ તો બાળકો ચોક્કસ નાટક જોવા આવશે. “વાત તો તારી સાચી પણ બાળકો ને શેમાં રસ પડશે તુજ કહે “મેહુલસર...

”” સર આપણે જાહેરાત કરીએ ત્યારે કહીશું કે બાળકો માટે નાટક પૂરું થાય પછી ઇનામ પણ રાખવા માં આવ્યા છે, નાના બાળકો ને ઇનામ બહુ પ્યારા હોય છે એટલે તેઓ નાટક જોવા આવશેજ. આપણા નાટક માં આપણે ચોખ્ખાઈ માટે જે કવિતા બોલીએ છીએ, તે નાટક પૂરું થાય એટલે કહેવાનું કે જે બાળક તે કવિતા બોલી બતાવે અથવા તેનો અર્થ સમજાવે તેને ઇનામ આપવામાં આવશે “...”મિત.

“હા પણ ઇનામ ના ખર્ચ નું શું કરીશું?” મેહુલસર..

ઇનામ નાનકડું આપવાનું જેનો ખર્ચ આપણે ઉઠાવી શકીએ, બાળકો ને લન્ચબોક્સ, કમ્પાસ, પેન, પેડ વગેરે જેવી વસ્તુઓ ખુબ ગમતી હોય છે. જે આપણા બજેટ માં પણ આવી જાય”...પ્રણવ.

બધા તે વાત માટે સંમત થયા અને બધા એ પોતાને ઘરે થી મળતા પોકેટમની માંથી થોડો-થોડો ફાળો તે માટે આપવાની તૈયારી બતાવી. પણ સરે ના પડી અને આચાર્ય હિરેનભાઈ ને વાત કરી, તે માટે નાનકડા ભંડોળ ની વ્યવસ્થા કરાવી. હિરેનભાઈ પણ પોતાના વિદ્યાર્થીઓ દ્વારા થતા આ સુંદર કાર્ય માટે ખુશ હતા અને પોતાના થી બનતી દરેક મદદ કરવાની તૈયારી બતાવી હતી.

સાંજે શ્રમિક એરિયા માં જાહેરાત માટે બધા પહોચ્યા. પરંતુ ત્યાં કોઈ ને તેમની વાત સંભાળવા માં રસ જ ન હતો. કોઈ તેમની વાત ધ્યાન પર જ લેતું ના હતું. એટલે સરે બધા ને અલગ અલગ જઈ ઘરે ઘરે ફરી ને જાહેરાત કરવા મોકલ્યા.

બીજે દિવસે નાટક હતું એટલે વિદ્યાર્થીઓ ખુબ ઉત્સાહિત હતા. સાંજે બધા સમયસર ત્યાં પહોચી ગયા. તેમના વિસ્તાર ના ચોક માં નાટક ભજવવાનું હતું. નાટક નો સમય થવા આવ્યો છતાં બે ચાર બાળકો સિવાય કોઈ આવ્યું ન હતું. વિદ્યાર્થીઓ થોડીવાર હતોત્સાહ થઇ ગયા. પણ સરે ધીરજ રાખવાનું કહ્યું અને સમયે નાટક શરુ કરી દેવાનું કહ્યું. નાટક શરુ થતા ધીરે ધીરે બાળકો આવવા લાગ્યા અને તેમને મજા પણ આવતી હતી એટલે શાંતિ થી નાટક જોતા હતા. નાટક પૂરું થયું એટલે બાળકો એ તાળીઓ થી વધાવી લીધું એટલે બધા ખુશખુશાલ થઇ ગયા. જાહેરાત મુજબ પૂછવા માં આવ્યું કે કોને કવિતા યાદ છે ? કોણ કોણ તેનો અર્થ સમજાવશે ? ઘણા બાળકો તે માટે તૈયાર થઇ ગયા. બાળકો એ નાટક રસપૂર્વક જોયું અને યાદ રાખ્યું એટલે દરેક ને પોતે કરેલી મહેનત ફળી હોય તેમ લાગ્યું. જે બાળકો એ કવિતા બોલી બતાવી તેમને અને સાચો અર્થ બતાવનાર બાળકો ને ઇનામ વહેચવા માં આવ્યા.

તેમજ બાળકો સ્વચ્છતા રાખવા પ્રેરાય તે માટે, સ્વચ્છતા જાળવવા તમે શું કરશો” ? એવા સવાલો બાળકો ને પુછવા માં આવ્યા. જે બાળક વ્યવસ્થિત જવાબ આપે તેને પણ ઇનામ આપવામાં આવ્યા. એટલે બાળકો ખુશખુશાલ થઇ ગયા.

બાળકો નો સામો સારો પ્રતિસાદ જોઈ તેજ વિસ્તાર ના અંદર ના બીજા દરેક એરિયા આવરી લઇ તેજ નાટક એરીયાવાઈઝ ભજવવાનું નક્કી કર્યું અને બધા વિદ્યાર્થીઓ પણ તૈયાર થઇ ગયા. તેમના તે નાટક ને ખુબ સારો પ્રતિસાદ મળતો હતો. બાળકો પૂછતા પણ ખરા કે હવે તમે પાછા ક્યારે આવશો ? એટલે વિદ્યાર્થીઓ પણ હોશે હોશે તે કાર્ય કરવા લાગ્યા. દરેક એરિયા માં સફળતાપૂર્વક નાટક પૂર્ણ કરવા માં આવ્યું.

મેહુલસરે સ્કુલ માં વિદ્યાર્થીઓ ને રીસેસ માં હોલ માં બોલાવ્યા. બધા વિદ્યાર્થીઓ આવ્યા બાદ સરે કહ્યું તમે લોકો એ ખુબ મહેનત કરી આ કાર્ય ખુબ સરસ પૂર્ણ કર્યું. નાટક જોઈ ને બાળકો સ્વચ્છતા જાળવવા પ્રેરાશે. તમે હજી ઉમર માં તો નાના છો પણ ખુબ સારા વિચારો અને કાર્યો કરો છો. ઉપરાંત તમારા ભણવા ઉપર પણ ધ્યાન આપો છો. સૌને ખુબ ખુબ અભીનંદન........સર તમારા વગર અમે કઈ પણ ન કરી શક્યા હોત. જો દરેક વિદ્યાર્થીઓ ને તમારા જેવા ગુરુ મળે તો બધા નું જીવન સાચા અને સારા રસ્તેજ જાય... વિદ્યાર્થીઓ.

“હું વિચારું છું હવે પછી આપણે નાટક દ્વારા સાક્ષરતા જાગૃતિ અભિયાન ચલાવવા નું છે. તમે બધા તે માટે તૈયાર છો ને ? જોકે મને ખબર છે અઠવાડિયા માં બે વાર પ્રેક્ટીસ માટે સમય કાઢવો ખુબ અઘરો છે. પણ તમે બધાએ અઘરું કાર્ય પણ કરી બતાવ્યું છે એટલે મને તમારા પર વિશ્વાસ છે.

વેણુ, હવે સાક્ષરતા ના વિષય પર કાલે તું તારી રીતે તૈયારી કરી ને આવજે. બીજું કાલે નક્કી કરીશું. બીજે દિવસે વેણુએ તૈયાર કરેલ પોઈન્ટ સર ને બતાવતા તે વાંચી ખુશ થઇ ગયા. તેમાં ફક્ત થોડા જ ફેરફાર કરી ને નાટક ની સ્ક્રીપ્ટ તૈયાર થઇ ગઈ. તે નાટક પણ એકદમ સરળ ભાષા માં બાળકો ને સમજાય તેમ અને લોક બોલી, કહેવતો વગેરે તૈયાર કરવા માં આવ્યું. સરે વેણુ ના વખાણ કાર્ય એટલે મિત તરત બોલ્યો, વાહ વેણુ તુતો નાટ્યકાર બની ગઈ.

પ્રથમ નાટક ના અનુભવ ના કારણે મેનેજમેન્ટ એકદમ સરળ બની ગયું. જે જગ્યાએ પ્રથમ નાટક ભજવ્યા હતા તે દરેક જગ્યાએ જવાનું હતું અને તે મુજબ જાહેરાત પણ કરવા માં આવી. બીજું નાટક પણ ખુબ સફળ રહ્યું. આ વખતે તો બાળકો ની સાથે મોટા લોકો પણ નાટક જોવા આવ્યા હતા.

નાટક ની સફળતા થી ખુશ થઇ આચાર્ય હિરેનભાઈ એ દરેક વિદ્યાર્થીઓનું સ્કુલમાં ઇનામ આપી સન્માન કર્યું. જેથી વિદ્યાર્થીઓ નો જુસ્સો ખુબ વધી ગયો. હવે વેકેશન પડી ગયું હતું.

સ્કુલે થી છૂટી ને ઘરે જતા જતા વેણુ અને મિત વાતો કરતા હતા, કે આપણા નાટક તો ખરેખર સફળ જાય છે. પણ વેણુ તું હવે નાટક લખવાનું શરુ કરી દે, એટલે કે સાચેજ આ કલા છે અને તને ખુબ સરસ ફાવે છે તે. પછી પછી મજાક કરતા કરતા કહે હવે તું વાંસળી વગાડવાનું બંધ કરી નાટક લખવાનું શરુ કરી દે “..મિત. એટલે વેણુ ગુસ્સે થઇ ને ઘરે જતી રહી, મિત હસતો રહ્યો...

બસ આમજ તેમની મિત્રતા હસી ખુશી ના સુંદર દિવસો ફટાફટ જઈ રહ્યા હતા. પણ કહેવાય છે ને કે સારા દિવસો બહુ જલ્દી ચાલ્યા જાય છે અને તેની સુગંધ ઝીંદગીભર છોડતા જાય છે. વેણુ નો જન્મદિવસ થોડા દિવસો પછી આવતો હતો. મિત વિચાર માં પડી ગયો કે વેણુ ના જન્મદિવસ માં એવું શું કરવું કે તે ખુશ થઇ જાય?

પણ મિત ક્યાં ખબર હતી કે તે હવે વેણુ નો જન્મદિવસ ઉજવી શકશે કે કેમ ?.....

(ક્રમશઃ)