Dikri-ne Khatar books and stories free download online pdf in Gujarati

Dikri-ne Khatar

નામ : ગોકાણી ભાવિશાબેન રૂપેશકુમાર

e mail id : brgokani@gmail.com

દિકરીને ખાતરવિષય:વાર્તા

પ્રકરણ : 1

સ્નેહા પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી આજે માંડ સાંજે પાંચ વાગ્યે જમવા ઉપર રૂમમાં આવી.સ્નેહા અને શિવાંગ બન્ને પતિ-પત્નિ ગાયનેક ડોક્ટર હતા અને અમદાવાદમાં તેમનુ પર્સનલ દવાખાનુ હતુ. અને દવાખાનામાં ઉપરના માળે જ તેઓ રહેતા હતા કારણ કે ગાયનેકના વ્યવસાયમાં ઇમરજન્સી કયારે આવી જાય કંઇ ખબર ના પાડે.આજે પણ એક કોમ્પ્લીકેટેડ સી-શેકસન માટે બંને બપોરના 3:30ના ઓપરેશન થિયેટરમાં હતા અને બંનેના ફોન સાયલેંટ મોડ પર હતા.પાંચ વાગ્યે સુખરૂપ ડિલેવરી થઇ જતા શાંતિથી બન્ને ઉપર જમવા આવ્યા હતા. ડાઇનિંગ ટેબલ પર જમનાબહેન હજુ જમવાનુ પીરસતા હતા ત્યાં એટલીવારમાં સ્નેહાએ પોતાનો ફોન જોયો તો 40 મિસ્ડ કોલ હતા તેની મોટી બહેન વર્ષાના અને શિવાંગના ફોન પર પણ 30 જેટલા મિસ્ડ કોલ હતા.સ્નેહાએ તુરંત જ વર્ષા દીદીને ફોન જોડયો.ટ્રીન....ટ્રીન.....થોડી વાર રીંગ વાગતી રહી પછી વર્ષાએ ફોન પીક અપ કર્યો.

વર્ષા:હેલો,સ્નેહા એક ખરાબ સમાચાર છે.કયારના તને અને જીજુને કોલ કરીએ છીએ ક્યાં છો,તમે? એક શ્વાસમાં વર્ષા આટલુ બોલી ગઇ.”દીદી,શુ થયુ જલ્દી બોલો”સ્નેહાએ ચિંતાના સ્વરે પૂછયું”મમ્મીને આજે બપોરે એટેક આવતા મુત્યુ થયુ છે.તને કયારના કોલ કરતા હતા તારો રિપ્લાઇ ના મળતા અમે નીકળી ગયા છીએ.તમે બન્ને જલ્દી નિકળો”વર્ષાએ લગભગ રડતા અવાજે કહ્યુ."oh,my God અમે હમણા જ નીકળીએ છીએ” સ્નેહા આટલુ બોલતા જ મોટેથી રડવા લાગી.”શું થયુ સ્નેહા?” શિવાંગે પૂછયુ સ્નેહાએ રડતા રડતા બધી વાત કરી એટલે શિવાંગની આંખમાં પણ આંસુ આવી ગયા.”તુ તૈયાર થઇ કારમાં બેસ હું Dr.vaidhy ને દવાખાનુ સોંપીને હમણાં જ આવુ છુ.” આટલુ ઝડપથી બોલીને શિવાંગ નીચે ગયો.સ્નેહાએ એક પર્સ લઇને જમનામાસીને ઘરની જવાબદારી સોંપી કારમાં બેસી ગઇ.શિવાંગ પણ કારમાં આવી ગયો.અને બન્ને જામનગર જવા નીકળ્યા.રસ્તામાં કોઇ કાંઇ બોલ્યુ નહી.

પ્રકરણ :2

જામનગરમાં વર્ષાદીદીને તેના પતિ દિવ્યાંગભાઇ અને તેનો પૂત્ર દિવ્ય બધા પહેલેથી જ પહોંચી ગયા હતા.સ્નેહા આવતાવેંત જ વર્ષાને ભેંટીને મોટેથી રડવા લાગી.હોલમાં વચ્ચે જહાન્વીબહેનનો મ્રુતદેહ રાખવામાં આવ્યો હતો.બન્ને બહેનો કયાંય સુધી રડી લીધુ. વાતાવરણ એકદમ ગમગીન હતુ. શ્યામભાઇ,જહાંવીબહેનના ભાઇ અને સ્નેહા અને વર્ષાના મામાએ આવીને કહ્યુ કે રાત પડી ગઇ છે.હવે સવારે જ બધી વિધિઓ કરવામાં આવશે. આખી રાત બધા સુનમુન બેસી રહ્યા.કોઇની આઁખમાંથી આંસુ સુકાતા ન હતા.સવાર પડતા જ બધી વિધિ પૂર્ણ કરવામાં આવી.નાહી ધોઇને બપોરે નેહામાસી જે ગામમાં રહેતા હતા તે જમવાનુ બનાવીને લાવ્યા.કોઇને જરાય ભુખ ન હતી છતાંય બધાયે લુખુસુખુ ખાધુ.બધા ઉદાસ થઇને બેઠા હતા.ત્યાં ભદ્રકાંતભાઇએ કહ્યુ”વર્ષા,સ્નેહા તમારા મમ્મીએ ખુબ જ સારા હતા અને તેમને કરેલી પ્રવુતિઓ અને તેમની ખોટ ક્યારેય પુરાય એમ નથી.પરંતુ હવે તેમની લેણદેણ આપણી સાથે પુરી થઇ ગઇ હશે”આટલુ બોલે છે ત્યાં તો ખુબ જ રડી પડે છે.પછી થોડીવારમાં શાંત થઇને કહે છે.”જહાન્વી બહેને તમારી માટે આ ડાયરીઓ આપવા મને કહ્યુ હતુ.લો આ તમારી અમાનત “એમ કહી થોડી ડાયરીઓ સ્નેહાને આપીને ભદ્રકાન્તભાઇ જે જહાન્વીબહેનના વકીલ હતા તેમણે વિદાય લીધી.

પ્રકરણ : 3

બે દિવસ બાદ....................વર્ષા:દિવ્યાંગ તમે બાળકોને લઇને જતાં રહો તેઓની એકઝામ છે.અમે થોડા દિવસ બંને બહેનો અહી રહેવા માંગીએ છીએ.સ્નેહા:હા,શિવાંગ તમે પણ જાઓને હોસ્પિટલ સંભાળજો.હુ પણ દીદી સાથે અહી જ રહીશ.દિવ્યાંગ:ok don’t worry બાળકોની ચિંતા ન કરજો અમે 6:30ની બસમાં વડોદરા જવા નીકળીએ છીએ.હુ હમણા જ ટિકિટ બુક કરાવી લઉ.શિવાંગ:હા,તો હું પણ 6:30 ની બસમાં જ નિકળી જાઉ.દિવ્યાંગભાઇ મારી ટિકિટ પણ બુક કરી લેજો.વર્ષાદીદી સ્નેહાનું ધ્યાન રાખજો.તમારે પાછુ આવવાનુ થાય ત્યારે કોલ કરજો.અને સ્નેહા હોસ્પિટલની જરાય ચિતાં ન કરજે. સાંજે બધા જતા રહ્યા શ્યામમામાનુ ઘર ખુબ જ મોટુ હતું.આથી સ્નેહા અને વર્ષાને પર્સનલરૂમ હતા.પરંતુ બંન્ને બહેનોએ સાથે રહેવાનુ નક્કિ કર્યુ.રાત્રે જમીને બંને બહેનો રૂમમાં આવી ત્યારે સ્નેહાએ કહ્યુ, “વર્ષાદીદી,ચાલો ડાયરી વાંચીએ તમે મોટેથી વાંચો હુ સાંભળીશ.” ડાયરી ખોલીને વર્ષાએ વાંચવાનુ શરૂ કર્યુ, “હુ જહાન્વી મહેન્દ્રભાઇ ધોરણ 11માં અભ્યાસ કરુ છુ.મારા પપ્પા મહેન્દ્રભાઇ વ્યવસાયે પ્રાથમિક શિક્ષક છે.મારા મમ્મી મીનાબહેન ગ્રુહિણી છે.અમે અહીં જામનગરમાં મમ્મી,પપ્પા,હું અને મારો નાનો ભાઇ શ્યામ એટલા જ રહીએ છીએ.બાકી અમારું કુંટુબ ગામડે રહે છે. પપ્પાએ આજે ડાયરી લખવાનું મહત્વ સમજાવ્યું.જેથી હુ ડાયરી લખવા પ્રેરાય અને મેં આજથી ડાયરી લખવાનુ ચાલુ કર્યુ.હું કોમર્સની વિધ્યારથીની છુ અને મને ભણવાનો ખુબ જ શોખ છે.હુ અને મારી બેસ્ટ ફ્રેન્ડ હેતવી સાથે ભણીએ છીએ અને સાથે જ કોંચિગ માટે જાયે છીએ.હેતવી મને ખુબ જ ગમે છે.અમે બધી વાતો શેર કરીએ છીએ.હવે ખુબ જ ઉંઘ આવે છે...” “હુ રોજ ડાયરી લખી શકતી નથી.પરંતુ પપ્પાએ કહ્યુ કે ડાયરી લખવી એટલે એમ નહી કે રોજેરોજ નો ઘટનાક્રમ લખવો.પરંતુ થોડા થોડા સમય બાદ અમુક ઘટનાઓનો ઉલ્લેખ કરવો.જેથી આપણે આપણી ખામીઓ,ભુલોને આપણે વિચારી શકીએ અને આપણી શકિતઓને ખીલવી શકીએ.” “બે દિવસ પહેલા નેહામાસીના અક્ષયના લગ્ન હતા.હુ,મમ્મી,શ્યામ અને પપ્પા બધા વહેલી સવારે જાનમાં નીકળી ગયા હતા.જાન સવારે 6’00 વાગ્યે જામનગરથી નીકળી અને જેતપુર જવાનુ હતુ.જાનમાં મામા દીકરી લતા,મિતલ મળ્યા જેની સાથે ખુબ જ વાતો કરી.ખુબ જ મજા પડી.રાસ,ગરબાની રમઝટ,હસાહસી અને આંનદ કિલ્લોલ કર્યો.સાંજે ઘરે આવ્યા ત્યારે થાકીને લોથપોથ બની ગયા હતા.આજે સવારે ડાયરી લખવા બેઠી.પ્રસંગની મજા કંઇક ઓર જ હોઇ છે.ચાલો સ્કુલે જવા નીકળુ” “અરેરે,આજે સવારે જ ડાયરી લખીને પાછી અત્યારે લખવા બેઠી.માન્યામા આવતુ નથી કે હેતવી આવુ કરી શકે!!! મારી બેસ્ટ ફ્રેન્ડ,જેને હુ પહેલા ધોરણથી ઓળખુ છુ.મારી નિકટની સખી આવુ કરી શકે? સ્કુલ અને કલાસમાં અમે બંન્ને સાથે હોઇએ છતાંય મને કેમ કાંઇ ખબરના પડી? એને મને કાંઇના કહ્યુ? આટલા વર્ષની મિત્રતા બાદ મને પારકી ગણી! છેક આજે મેં વળી મજાકમાં જ અમથું જ પ્રકાશ વિશે કહ્યુ ત્યારે તેને મને બધી વાત કરી કે તે પ્રકાશને પ્રેમ કરે છે? બંન્ને વચ્ચે છેલ્લા ત્રણ માસથી પ્રેમ સંબંધ છે.આજે મે તેને ખુબ સમજાવી કે આ ઉંમર કાંઇ લફરાબાજીની થોડી છે.અત્યારે તો ભણવાની ઉંમર છે.ભણીગણીને કારર્કિદી બનાવવાની આ ઉંમર છે.પણ હેતવી માને તો ને!! પહેલેથી જ પોતાની વાતમાં જ માનનારી છે.પરંતુ,પ્રકાશ....!!!!નિશાળનો પૈસાદાર નબીરો અને ઠોઠ નિશાળીઓ ઓહ નો...પ્રકાશ હેતવી માટે જરાય લાયક નથી.હેતવી એક દિવસ જરૂરથી પસ્તાશે.પણ મારાથી શુ થાય???મને ખુબ જ દુ:ખ થાય છે.આજે તો ઉંઘ આવવાની જ નથી.પણ થોડો પ્રયાસ કરુ.” “પપ્પા આજે એક નવી કાર છોડાવી.મારૂતિ અલ્ટો.કાર લોન અને થોડી બચત દ્રારા કાર વસાવી.આજે ઘરમાં ખુબ જ ખુશી છે.અમે બધા સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઇને 10:00 વાગ્યે શો રૂમમાં જઇને કાર લઇ આવ્યા.સાથે ફ્રી ગિફટમાં કાચનો ડિનર સેટ મળ્યો.સાંજે કારમાં બેસીને ડિનર લેવા હોટેલમાં ગયા.મંદિરે દર્શન કરવા ગયા.આજનો દિવસ ખુબ જ આંનદપુર્વક વીતિ ગયો.પપ્પાએ શનિ-રવિ રજામાં સિદસર તથા શનિદેવે દર્શન કરવા કહ્યુ છે.ખુબ મજા પડશે વાઉ..” “આજે અમે બધા ફરીને આવ્યા ખરેખર બહુ મજા આવી જીવનના ટેન્શન અને દોડધામ વચ્ચે પારિવારિક પિકનિક ઘણાં સુંદર રંગો ભરી દે છે.હેતવીને મે ખુબ જ સમજાવી પણ તે સમજવા માંગતી નથી.આકર્ષણને પ્રેમનું નામ આપી ખોટો ટાઇમ વેસ્ટ કરે છે.” “બારમાં ધોરણની તૈયારી વેકેશનથી થઇ ગઇ છે.ખુબ જ અઘરુ લાગે છે.પપ્પાએ બે કોંચિગ રખાવી દીધા છે.ખેર બોર્ડનુ ટેન્શન તો છે જ પરંતુ બાજુમાં રહેતા હીનાભાભીનો પગ ભાંગી ગયો છે.તે અમારી બાજુમાં જ રહે છે.તેના પતિ કેતનભાઇ દુકાન ચલાવે છે.તેને સંતાનમાં બે દિકરા જ છે.બિચારા દીકરી વિના રાડો દેતા કામ કરે છે.” “જીવનની દોડધામ આમ ચાલુ જ રહે છે.એક દિવસ કયારે એ પુરી થઇ જશે કાંઇ ખબર જ પડતી નથી.મારા નાનાનું આજે અવસાન થઇ ગયુ છે.સવારે મામાનો ફોન આવ્યો હતો સાંભળી મન ભરાય આવ્યુ.નાનીમાં તો હુ સાત વર્ષની હતી ત્યારે જ ગુજરી ગયા હતા.પરંતુ નાના મને ખુબ જ લાડ લડાવતા હતા.મમ્મી નાના-નાનીની ત્રણ દિકરા વચ્ચેની એક જ દીકરી.આથી મારે કોઇ માસી નથી.મમ્મી-પપ્પા નાનાનાં ઘરે દ્વારકા ગયા છે.હું અને શ્યામ ઘરે રહ્યા છીએ.બાજુવાળા હીનામાસી અને લતામાસી અમારી દેખરેખ રાખી રહ્યા છે.નાનાનાં મ્રુત્યુ બાદ મન ભરાય આવ્યુ છે.એક દિવસ આ જીવનનો અંત જ આવવાનો છે તો પછી આ મોહમાયા અને કુંટુબ વાસના શા માટે? મોહ-માયા કેવળ છલના જ છે.” “મમ્મી-પપ્પા વારંવાર દ્વારકા આવ-જાવ કરે છે.ઘરની ગાડી હોવાથી ખાસ કાંઇ તકલીફ પડતી નથી.મમ્મી બિચારી સાવ ઉદાસ બની ગઇ છે.એક તરફ અમારૂ બોર્ડ અને બીજી તરફ આ દુ:ખ. અભ્યાસમાં મન લાગતુ જ નથી.છતાંય પરાણે ધ્યાન આપવું પડે છે.હવે થોડા દિવસ પછી બધી ક્રિયાઓ પછી મમ્મી-પપ્પાને ધક્કા નહી થાય.જીંદગીમાં કયારે શું બની જાય કાંઇ ખબર પડતી નથી.” “સમય વિતતો જાય એમ સુખ જતુ રહે એમ દુ:ખ પણ વિસરાતુ જાય છે.નાનાના અવસાનને આજે ત્રણ મહિના વીતી ગયા.બોર્ડનુ ટેન્શન હવે આકરુ બનતુ જાય છે.થિયેરીના વિષયો કંટાળો અપાવે છે.બાકી ગણિત તો ત્રણ વાર પુરૂ કરી લીધુ.પરીક્ષાના ટેન્શનમાં હવે ડાયરી પણ લખાતી નથી.” “બોર્ડની પરીક્ષા પુરી થઇ ગઇ.પેપર એકંદરે સારા ગયા છે.જેવો હાઉ અને ટેન્શન હતું એવુ કાંઇ ના લાગ્યુ.શ્યામના 10માં બોર્ડના પેપર ખુબ જ સારા ગયા છે.મમ્મી-પપ્પા ખુબ જ ખુશ છે.હવે વેકેશન ખુબ જ લાંબુ છે.થોડો સમય મામાને ઘરે રોકાવા જઇશ.પછી મમ્મી ઘરનો બધો કારભાર સોંપીને મામાના ઘરે જશે અને છેલ્લે અમે બધા દાદાના ઘરે રોકાવા જઇશુ.” “વેકેશનના દિવસો ખુબ આંનદપુર્વક પસાર થઇ રહ્યા છે.આજે જ મામાના ઘરેથી આવી.મામાને ત્યાં ખુબ જ મજા આવી બોર્ડના ટેન્શન પછી રજાના દિવસો ખરેખર માણવા જેવા હોય છે.આજે હેતવી દોડતી મળવા આવી હતી.પ્રકાશે તેને દગો દીધો જેના કારણે હેતવી અભ્યાસના મહત્વપુર્ણ દિવસો બગાડયા એ પ્રકાશે તેને દગો દીધો એ તો ઠીક પરંતુ હેતવીએ મને જે વાત કરી તે સાંભળીને હુ ચક્કર ખાય ગઇ.હેતવી પ્રેગનેન્ટ છે!!!!આટલા માટે જ હુ આવી એટલે એ દોડતી મારી પાસે આવી આ વાત બિચારી કોને કહે? હુ એની બાળપણની ખાસ ફ્રેન્ડ આથી તેણીએ મને બધી વાત કરી.મને ત્યારે તો કાંઇ સુઝયુ નહિ.બિચારી રડી રડીને અડધી થઇ ગઇ.યોગ્ય સમયે વિચાર્યા વિના ભરેલુ પગલુ પાછળથી ભારોભાર પસ્તાવામાં પરિણમે છે.મે તેને શાંત કરી કહ્યુ કે તુ અત્યારે ઘરે જા હુ તને રાત સુધીમાં વિચારી જવાબ આપીશ.મે તેને હમણાં જ ફોન કરી જણાવ્યું કે હુ તેના ઘરે બે દિવસ રોકાવા આવીશ.આમેય વેકેશન છે અને અમે બન્ને બાળપણની ખાસ સખી એટલે પપ્પાએ જવા માટે હા પાડી દીધી.હુ તેના ઘરે રોકાઇશ અને બાળકનુ અબોર્શન કરાવી લઇશુ.ઘરમાં કોઇને કાંઇ પણ ખબર નહી પડે.આખરે બીજો કોઇ ઉપાય છે જ કયાં? હુ કાલે સવારે જ નીકળવાની છુ.ત્યાંથી ડો.પારેખના દવાખાને જઇશું.ડો.પારેખનુ દવાખાનુ દુર છે,જેથી કોઇને શંકા ન જાય.” ઓહ માય ગોડ હેતવીનુ અબોર્શન કરાવી હજુ ઘરે પાછા આવ્યા ત્યાં પપ્પાનો ફોન આવ્યો કે તુ જલ્દી ઘરે આવી જા શ્યામનુ અપહરણ થયુ છે.હેતવી આરામ કરવાનુ સમજાવી દોડતી ઘરે આવી.મારો એકમાત્ર ભાઇ શ્યામ સવારે ક્રિકેટ રમવાનુ કહીને ઘરેથી નિકળ્યો ત્યાંથી કોઇ તેનુ અપહરણ કરી ગયુ.બપોર સુધી પાછો ન આવતા પપ્પા શોધવા ગયા તો ખબર પડી કે શ્યામ ગ્રાઉન્ડમાં પહોંચ્યો જ નથી.બધા મિત્રો પાસે તપાસ કરી પરંતુ શ્યામનો કોઇ પત્તો જ નથી.આખરે શ્યામનુ કોઇ શા માટે અપહરણ કરે? અમે કાંઇ એવા પૈસાદાર પણ નથી? રાત સુધી કોઇ પત્તો ન મળતા પપ્પાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.રાત્રે કોઇને જમવાનુ પણ ના ભાવ્યુ.દ્રારકાથી મામા-મામી,ગામડેથી કાકા-કાકી,રાજકોટ રહેતા ફઇ-ફુઆ બધા ઘરે આવી ગયા.રાતભર કોઇને ઉંઘ પણ ના આવી.બીજે દિવસે સવારથી પણ બધા ખુબ ચિતામાં હતા.પોલીસ ઘરે આવીને પુછતાછ પણ કરી ગઇ.પોલીસ પોતાના કામમાં લાગી ગઇ.શ્યામનો કોઇ પત્તો જ ન હતો.બપોરે બધા હોલમાં સુમસામ બેઠા હતાં ત્યાં અચાનક ડોરબેલ વાગી.બધાએ સાંભળી પણ કોઇ ઉઠયુ નહી.ફરીથી ડોરબેલ વાગી મને એમ થયુ કદાચ પોલીસ આવી હોય ભાઇની ખબર લઇને!! મે દોડીને દરવાજો ખોલ્યો તો એકદમ આશ્ચર્યચકિત!! શ્યામ આવ્યો હતો!!! બધા જ આશ્ચર્ય વચ્ચે દોડીને દરવાજા પાસે પહોંચી ગયા.મમ્મી દોડીને શ્યામને ભેટી પડી.શ્યામને આશ્ચર્ય હતું કે આ બધું શું છે? તેને પરિસ્થિતિની ગંભીરતા વિશે કોઇ ખ્યાલ જ ક્યાં હતો?”

પ્રકરણ : 4

શ્યામ આવ્યો એટલે બધાએ એક સાથે પ્રશ્નોની ઝડી વરસાવી કે ક્યાં ગયો હતો? શું થયુ હતુ? કોણ તારુ અપહરણ કરી ગયુ હતુ? તને કેમ છોડી મુક્યો કે તુ ભાગી આવ્યો?

શ્યામે ઘરમાં આવીને પોતાની વાત કરી, “ગઇકાલે જ્યારે હુ અહિથી ક્રિકેટ રમવા ગયો હતો.ત્યારે તેનો મારો સ્કુલ ફ્રેન્ડ હિરેન જે ફલ્લા ગામે રહેતો હતો અને જામનગર હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો.તેનુ એકિસડન્ટ થયું હતુ.તે જામનગર ખરીદી કરવા આવ્યો હતો પણ સાત રસ્તા પાસે તેનો અકસ્માત થયો હતો.હુ ત્યાંથી પસાર થતો હતો એટલે હું તેને ઓળખી ગયો.હિરેન સાથે કોઇ ન હતું આથી હુ તેને જનરલ હોસ્પિટલમાં લઇ ગયો.ત્યાંથી વિશેષ સારવાર માટે તેને તાત્કાલિક રાજકોટ લઇ ગયો.ત્યાં તેની સારવાર શરૂ થઇ ગઇ એટલે તેના માતા-પિતાને સમાચાર આપ્યા.તેના ઘરનાં બધા રાજકોટ પહોંચી ગયા અને હિરેનની થોડી તબિયત સુધરી એટલે હું ઘરે આવી ગયો.બધી દોડધામમાં ઘરે ફોન કરવાનો રહી ગયો.” બધા શ્યામની વાત સાંભળીને આશ્ચર્ય અને અહોભાવમાં મુકાય ગયા.ખરેખર શ્યામે ખુબ જ સારુ કાર્ય કર્યું હતુ.પોતાની ઉંમર કરતા વધારે સારી સમજદારી દેખાડી હતી.પરંતુ ઘરે ફોન ન કરી ખુબ જ મોટી ભુલ કરી હતી.પપ્પાએ પોલીસને ફોન કરી બધુ જણાવી દીધુ જેથી તેઓ વધારે હેરાન ન થાય. પછી શ્યામને બધાએ સમજાવ્યુ કે ગમે તેવી ઇંમરજન્સી હોય ઘરે ફોન પહેલા કરી દેવો.ઘરે બધા ખુબ જ ચિંતા કરતા હોય છે.શ્યામને પણ પછી બધું જાણીને ખુબ દુ:ખ થયુ.બધાએ ભેગા મળીને બે દિવસે જમ્યા.સાંજે બધા પોતપોતાના ઘરે જતા રહ્યા.હેતવીનો ફોન આવ્યો કે તેના મમ્મી મામાનાં ઘરે ઘરની બધી જવાબદારી તેના પર સોંપીને જતા રહ્યા.આજે હેતવીએ ઘરનું કામ કર્યુ તો તેને ખુબ જ દુ:ખાવો થાય છે.મેં પાછી પપ્પા પાસે હેતવી ઘરે રોકાવા જવાની રજા માંગી.હુ કાલે જ હેતવીના ઘરે થોડા દિવસ માટે રોકાવા જવાની છુ.” “હેતવીના ઘરે હું ચાર-પાચ દિવસ રોકાવા આવી છુ.જેથી હેતવીને આરામ થઇ શકે.હું તેના ઘરનુ કામકાજ કરાવા લાગુ છું.અમે ડોકટરને બતાવી આવ્યા.ડોકટરે પાંચ દિવસ આરામનુ કહ્યુ છે.હેતવી ખુબ જ પસ્તાય રહી છે.” “મમ્મી અને શ્યામ,મામાના ઘરે ગયા છે.મારા ઉપર ઘરની જવાબદારી સોંપી છે.આથી હુ ઘરનો કારભાર સંભાળતા શીખી જાઉ.” આટલું વાંચતા વાંચતા સ્નેહા અને વર્ષા ઢળી પડે છે.આગલી આખી રાતનો ઉજાગરો હતો.સવારના શ્યામમામા ઉઠાડવા આવ્યા ત્યારે બંને બહેનો ઉઠી.બીજે દિવસે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.જહાન્વીબહેને સમાજ માટે આખરે શું શું ન કર્યુ હતુ.બેટી બચાવવા માટે પોતાનુ કુંટુબ,પરિવાર બધુ કુરબાન કરી દીધુ હતું.

રાત્રે ફરી બન્ને બહેનો રૂમમાં આવી ડાયરી વાંચવા લાગી ઘણી બધી ડાયરીઓ હતી.સમય ઓછો હતો.આથી તેઓ ફટાફટ વાંચવા લાગી. “આજે મારું બોર્ડનુ રિઝલ્ટ આવ્યુ.મને 81.38% આવ્યા.ઘરમાં ખુબ જ ખુશીનો માહોલ છે.પપ્પાએ આખા ફળિયામાં પેંડા વહેચ્યા.હવે પી.ટી.સી.માં આસાનીથી એડમિશન મળી જશે.મારો આખી સ્કુલમાં પ્રથમ નંબર આવ્યો.શ્યામનું રિઝલ્ટ આવતા અઠવાડિયે આવવાનું છે.” “શ્યામને 78.38% આવ્યા.અમે બધા ખુબ જ ખુશ છીએ.મારુ પી.ટી.સી.નું ફોર્મ પણ ભરાય ગયુ છે.થોડા સમય પછી હોસ્ટેલમાં રહેવા જવાનુ છે.”

પ્રકરણ : 5

“પી.ટી.સી.ના બે વર્ષ દરમિયાન તો કયારેય ડાયરી લખવાનો ટાઇમ જ ના મળ્યો.બસ પાઠ લેવાના પ્રોજેકટ કરવાનો.બસ કામ,કામ અને કામ.ખુબ જ મહેનત કરી પપ્પાએ કહ્યુ હતુ સારા માર્કસ આવે તો નજીકની જગ્યાએ નોકરી મળી જાય.બે વર્ષ દરમિયાન વેકેશનમાં પણ પપ્પાની સ્કુલે જઇ વહીવટ અને બીજુ બધુ શીખતી જે મારા અભ્યાસમાં ખુબ ઉપયોગી બનતુ.હવે હોસ્ટેલના દિવસો ખુબ જ યાદ આવે છે ત્યાં તો ગમતુ જ ન હતુ.મમ્મી તબિયત ખુબ જ ખરાબ રહે છે.આથી ઘરની તમામ જવાબદારી મારે માથે છે.કાલે અમદાવાદ બતાવવા જવાનુ છે.પછી રિપોર્ટ આવશે ત્યારે ચોક્કશ માંદગી વિશે ખબર પડશે.” “મમ્મીને કેન્શરની બિમારી છે.અમદાવાદ ગયા હતા.ડોકટરે છ માસનો સમય આપ્યો છે.આજે મારુ રિઝલ્ટ પણ આવી ગયુ છે.મારો સેન્ટરમાં પ્રથમ નંબર આવ્યો છે.પરંતુ શુ? ખુશી મનાવવી કે ગમ ? માતાની જીંદગી જોખમમાં હોય ત્યારે કોઇ પણ જાતની ખુશી મનાવવાનુ મન થતુ નથી.મમ્મી તો હવે દિવસો ગણે છે.અમે બધા પરાણે આઁસુ રોકીને હસતુ મુખ રાખીએ છીએ” “આજે ઓંચિતા મધુરમામાનો વાપીથી ફોન આવ્યો.મધુરમામા મમ્મીના કઝીન થાય.તેની દીકરીના ઠેકાણાની તપાસ માટે ફોન આવ્યો હતો.મમ્મીની માંદગી વિશે ખબર પડી ત્યારે તેને કહ્યુ કે વલસાડમાં આયુર્વેદિક કેન્શર હોસ્પિટલ છે ત્યાં એકવાર મમ્મીને લઇ જાઓ.” “અમે મમ્મી ને લઇને વલસાડ ગયા અને ત્યાં બધા રિપોર્ટસ ચેક કરાવીને તેઓએ કેરેલા જવાનુ સુચવ્યું.મારે શિક્ષકની ભરતી હતી અને શ્યામને સાયન્સ છે.એટલે દ્વારકાથી મામા-મામી આવ્યા અને અમે ઘરે રોકાયા અને પપ્પા કાકાને લઇને મમ્મી સાથે કેરેલા ગયા છે.હવે મમ્મીને સારુ થઇ જશે એવુ લાગે છે” “પપ્પાનો કેરેલાથી ફોન આવ્યો હતો કે મમ્મી હવે સારુ છે.વાંધો નહી આવે બિમારી કાબુમાં આવી જશે.આજે ખુશીનો પાર નથી પરંતુ કાલે સ્થળ પસંદગી માટે જવાનુ છે તેનુ ટેન્શન છે.ભગવાન બધુ સારુ કરશે એમ વિચારી સુઇ જાવ છુ.”

પ્રકરણ : 6

“પપ્પાના માર્ગદર્શન મુજબ નજીકના ગામડાની પ્રાથમિક શાળા પસંદ કરી છે.પપ્પાએ કહ્યુ હતુ કે એકવાર ગામડાની શાળાનો અનુભવ લેવો જ જોઇએ.મને આજે નોકરી મળી ગઇ આજે હુ ખુબ જ ખુશ છુ.બધાને ફોન કરી ખુશખબર આપી દીધા છે.મમ્મી સાથે ફોનમાં કેરેલા વાત કરી તે પણ બહુ જ ખુશ છે.તેની તબિયત હવે ઘણી સારી છે.પરંતુ હજી તેઓને ત્રણ મહિના રોકાવુ પડશે.પપ્પા રજા મુકીને ગયા છે તે સાથે રહેશે.” “પહેલી નોકરીનો અનુભવ ખુબ સારો છે.પણ થાકી જવાય છે.મમ્મી અને પપ્પા કેરેલાથી પરત આવી ગયા છે.હવે મમ્મીને ઘણુ સારું છે.પરંતુ ડોકટરે ધ્યાન રાખવાનુ કહ્યુ છે અને દર છ મહિને પંદર દિવસ ત્યાં જવાનુ છે એટલે થોડા સમયમાં રોગ જડમુળમાંથી જતો રહે.” “હવે તો ડાયરી લખવાનો સમય પણ મળતો નથી.મારી સગાઇ નક્કી થઇ ગઇ છે.પપ્પાને એક વર્ષ પહેલાથી જ આ ઠેકાણું ધ્યાનમાં હતું.તે એક શિક્ષક જ છે ગઇ ભરતીમાં જ તેને નોકરી મળી હતી.સગાઇની તૈયારીમાં સમય જ નથી.” “સગાઇ વિધિ બે દિવસ પહેલા પુરી થઇ ગઇ.પિયુષનો સ્વભાવ ખુબ જ સારો છે.નાનું કુંટુબ છે.પિયુષ એકલા જામનગર રહે છે.મમ્મી-પપ્પા ગામડે રહે છે.કોઇ ભાઇ-બહેન છે જ નહીં.પપ્પાએ ખુબ સારુ ઠેકાણું શોધી આપ્યું છે.પરંતુ બે માસમાં જ લગ્ન ગોઠવ્યા છે.તે એક ચિંતા છે.વર્ષોથી જે ઘરમાં મોટા થયા હોઇએ તે ઘરને પળમાં ભુલીને પારકાને પોતાના બનાવી લેવા એ વળી કેવો વિચિત્ર રિવાજ.મમ્મીની તબિયત જોઇ ના પાડવાનું મન થાય છે પરંતુ શું કરવુ? પિયુષના ઘરનાનું કહેવુ છે કે પિયુષ જામનગરમાં એકલો જ રહે છે આથી ઝડપથી લગ્નનો આગ્રહ રાખે છે.મારું મન તો મમ્મી સામે જોઇ માનતુ નથી.શ્યામને બાર સાઇન્સ છે.મારા લગ્ન થઇ જાય તો પપ્પા માથે ઘરની બધી જવાબદારી આવી જાય.પણ પપ્પાએ સમજાવ્યું કે ગામમાં જ રહેવાનુ છે ક્યાં છેટુ છે??? રોજ આવી શકાય છે અને મળી શકાય છે.વળી મમ્મી હળવા કામ તો કરી શકે જ છે.બાકી કામવાળી રાખી છે.એક વધારે રાખી લઇશું.દીકરીવાળાથી જીદ ના કરાય.” “લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.સાસરે જઇને ડાયરી લખાય કે નહિ કોને ખબર? આથી સમય કાઢીને ડાયરી લખી રહી છુ.મમ્મી,પપ્પા અને શ્યામના આંખમાં આઁસુ આવી જાય છે.પરંતુ તેઓ છુપાવે છે.નોકરીમાં હવે સેટ થઇ ગઇ છુ.પાંચમુ ધોરણ છે.વિદ્યાર્થીઓ ખુબ જ સારા છે.ભણાવવાની પણ મજા પડે છે.લગ્નને માત્ર પંદર દિવસની વાર છે.ઘર છોડીને જવાનુ જરાય મન થાતુ નથી.”

પ્રકરણ : 7

“લગ્નનો જેવો હાઉ હોઇ તેવું હમેંશા બનતું નથી.પિયુષ સાથે ફાવી ગયુ છે.તેમનો સ્વભાવ ખુબ જ સારો છે.બદલી કેમ્પમાં પતિ-પત્ની કેસમાં તેમની સ્કુલમાં બદલી કરાવી લીધી છે.હવે સરળતા પડે છે.સમયનો અભાવ ખુબ જ પડે છે.બીજી કોઇ તકલીફ નથી.બસ આખો દિવસ જવાબદારી અને જવાબદારી જ.” “એક આખુ વર્ષ ડાયરી ન લખી શકી.સાસરે આવીને સમય શોધવો ખુબ જ અઘરો છે.મારે ઘરે દીકરીનો જન્મ થયો છે.વર્ષા નામ પાડયુ છે.વર્ષા ત્રણ મહિનાની થઇ ગઇ છે.આજે તે સુતી છે તો થોડી નવરાશ છે એટલે ડાયરી લખવા બેઠી.પ્રેગનેન્સી વખતથી સાસુ સસરા અહી રહેવા આવી ગયા છે.વર્ષાના જન્મ પછી માતા ના એહસાસની ખબર પડી.સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે વર્ષા. પરંતુ ન જાણે કેમ પિયુષ અને મારા સાસુ-સસરાને દીકરીના જન્મની ખુશી નથી.તેઓ દેખાડતા નથી પરંતુ તેઓને દીકરી આવી એ ગમતુ પણ નથી.મારા જીગરનો ટુકડો કોઇને ગમતો નથી તે વિચાર મને કંપવી નાખે છે.વર્ષાના ઉછેરમાં કયાંય સમય મળતો નથી.રજાઓ પુરી થશે પછી કેમ બધુ મેનેજ થશે?? વર્ષાને મુકીને જવાનુ કયાંય મન થતુ નથી.પરંતુ નોકરી તો કરવી જ પડશે ને.” “વર્ષા હવે એક વર્ષની થઇ ગઇ છે.પા..પા.. ડગલી માંડે છે.મારી સામે હળવુ હળવુ સ્મિત આપે છે ત્યારે દુનિયાના બધા દુ:ખો ભુલાય જાય છે.ભલે ને કોઇને દિકરી ના ગમતી હોઇ પરંતુ મારા તો હૈયાનો હાર છે,વર્ષા................”

આટલું વાંચતા જ વર્ષા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.મમ્મીની ઓંચિતી બધી યાદ આવી જાય છે.હવે તેને ડાયરી વાંચવાની જરૂર નથી લાગતી.બાકીની બધી વાત મમ્મીએ તેને કરી હતી આથી તે ડાયરી બંધ કરીને સ્નેહાને બધુ કહેવા લાગી કે “તું જયારે મમ્મીના પેટમાં હતી ત્યારે પરાણે પપ્પા ગર્ભની તપાસ કરવા લઇ ગયા હતા.ગર્ભમાં દીકરી છે એવુ જાણી પપ્પાએ,બાએ તથા દાદાએ મમ્મી પર ગર્ભપાત માટે ખુબ જ ફોર્સ કર્યો હતો.પરંતુ મમ્મી એક ની બે ના થઇ ત્યારે બધાએ થઇ મમ્મીને ઢોરમાર મારીને મમ્મી તથા મને બંનેને ઘરની બહાર કાઢી મુક્યાં.” “બિચારી મમ્મી પેટમાં દીકરી અને આંગળિયાત દીકરીને લઇ પિયરે ગઇ ત્યાં પણ નાના-નાનીએ જીદ છોંડવા કહ્યુ ત્યારે તેણીને ખુબ જ લાગી આવ્યુ હતુ.ત્યારે જ મમ્મી એ બેટી બચાવો આંદોલન કરવા મનમાં ગાંઠ વાળી લીધી હતી.નાના-નાનીએ ખુબ સમજાવી પરંતુ મમ્મી એ જીદ ના છોડી.પપ્પા સાથે ડાયવોર્સ લઇને બદલી કરાવીને મમ્મી ગામડે રહેવા જતી રહી.આખરે પિયરમાં પણ ક્યાં કોઇ સપોર્ટ આપવા તૈયાર હતુ.એક મામા હતા મમ્મીના પડખે તે પણ અભ્યાસ માટે અમદાવાદ ગયા હતા.આથી મમ્મી મને લઇને ગામડે રહેવા જતી રહી.ગામડામાં જ નોકરી કરતી વિધવા શિક્ષિકા સાથે રહેવા ગઇ.

પ્રકરણ : 8

વર્ષાએ બધી વાત કરી એટલે સ્નેહા પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.થોડી વાર પછી વર્ષાએ ફરીથી વાત શરૂ કરી ત્યારે રાત્રિના બે વાગી ચુક્યા હતા.બન્ને બહેનોની ઉંઘ તો સાવ ઉડી જ ગઇ હતી.વર્ષાએ ફરી વાત શરૂ કરી પહેલા બેનનુ નામ રાધિકાબહેન હતુ અને તે ગામમાં જ નોકરી કરતા હતા.અને મમ્મી બે કિ.મી.દુર ત્યાંથી નોકરી કરતા હતા.મને સાથે લઇ જઇને નોકરી કરતા હતા હુ બે વર્ષની હતી ત્યારે,એક દિવસ શાળામાં જ મમ્મીને ઓંચિતા દુ:ખાવો ઉપડ્યો.શાળાના લેડીસ શિક્ષિકાઓ મેઘનાબહેન,ગીતાબહેન,જાગ્રુતિબહેન બધા મમ્મીને જામનગર જી.જી.હોસ્પિટલમાં લઇ ગયા.જ્યાં તારો જન્મ થયો.તારા જન્મ બાદ આરામ કરવા માટે નાના-નાની તેને ઘરે લાવ્યા.પરંતુ મમ્મી એ કહ્યુ કે તે સમાજમાં જાગ્રુતિ લાવવા માંગે છે અને સમાજમાં દીકરીઓને યોગ્ય સ્થાન અપાવવા માંગે છે.આથી તે ગામડે રહીને જ કાર્ય કરશે.મમ્મીએ પછી ગામમાં સ્ત્રીઓને એકઠી કરીને તેઓને ભ્રુણ હત્યા રોકવા,દીકરીઓને ભણાવવા,દીકરા-દીકરીઓનો ભેદભાવ દુર કરવા વગેરે જેવા વિષયો પર સમજાવવાની શરૂઆત કરી. પરંતુ,પુરૂષપ્રધાન સમાજને આ ન રુચ્યુ.પછી ખરેખર શું થયુ તેની મને પાકી ખબર નથી.ચાલો ડાયરીમાં વાંચીએ.હજુ તેઓ ડાયરી શોધતા હતા ત્યાં દરવાજો ખખડવાનો અવાજ આવ્યો.વર્ષાએ દરવાજો ખોલ્યો તો મામી હતા.રાતના ત્રણ વાગ્યા હતા.મામીએ આવીને કહ્યુ,”દીકરીઓ હવે સુઇ જાવ.તમારી લાગણી હુ સમજી શકુ છુ.પરંતુ આ રીતે ઉજાગરા કરવાથી કંઇ નહિ વળે ઉલટાની તમારી તબિયત બગડશે.મહેરબાની કરીને હવે સુઇ જાવ”સ્નેહાએ કહ્યુ,”મામી,અમે મમ્મીની ડાયરીઓ વાંચીએ છીએ.અમને જરાય ઉંઘ આવતી નથી.ઉંઘ આવશે ત્યારે જરૂરથી સુઇ જાશુ” “ડાયરીઓ સવારે વાંચજો.તમારી મમ્મીની જીંદગી ખુલ્લી કિતાબ જેવી છે.તેમા ક્યાં કંઇ છુપાયેલુ છે.અત્યારે તમે આરામ કરી લો” “ઓ.કે.મામી જય શ્રી.ક્રિષ્ના અમે સુવા માટે પ્રયત્ન કરીએ છીએ.સ્નેહા મામી સાચુ કહે છે ચાલ હવે સુઇ જઇએ.સવારે ડાયરીઓ વાંચીશુ”વર્ષાએ કહ્યુ “જય શ્રી ક્રિષ્ના દીકરા”મામી આટલુ બોલી જતા રહે છે.સ્નેહા અને વર્ષા રૂમ બંધ કરીને સુઇ જાય છે. સવારે દિનચર્યા પતાવીને બંને બહેનો રૂમમાં ડાયરી વાંચવા આવે છે.આજે બુધવાર હોવાથી ખાસ કોઇ બેસવા આવ્યુ ન હતુ.ડાયરીમાં શોધતા જ હતા ત્યાં શ્યામમામા આવે છે. “આવો મામા આવો બેસો”સ્નેહાએ કહ્યુમામા ખુરશીમાં બેસતા કહે છે,”તમારી મામીએ મને કહ્યુ કે તમે રાત્રે સુતા ન હતા?” “એવી કાંઇ વાત ન હતી.મામા અમે તો મમ્મીની ડાયરીઓ વાંચતા હતા.મામા અમને મમ્મી વિશે જરાક કંઇક કહો ને કે મારા જન્મ પછી શુ બન્યુ હતુ?”સ્નેહાએ પુછ્યુ “તમારા મમ્મી ખરેખર એક અદભુત વ્યકિત હતા.તેણે દિકરીઓ માટે પોતાની આખી જીંદગી ખર્ચી નાખી હતી.સમાજ માટે તેને જે કર્યુ હતુ તે તો કોઇ કદાચ ના કરી શકે” “હા,મામા તમારી વાત સાચી છે.મમ્મી જેવુ દુનિયામાં કોઇ ના થઇ શકે.”સ્નેહાએ કહ્યુ “હા,સ્નેહા તારા જન્મ પછી તેણે ગામડે રહીને જ સમાજસેવાની પ્રવ્રુતિઓ શરૂ કરી હતી.એ કોઇ ગામવાળાને ગમ્યુ ન હતુ.આખરે પુરૂષપ્રધાન સમાજ સ્ત્રીઓનો ઉત્કર્ષ ક્યાંથી સાંખી શકે? ગામના સરપંચ તથા આગેવાનો રાધિકાબહેનના ઘરે આવીને દીદી તથા બધાને ધમકાવી ગયા અને આ પ્રવુતિઓ બંધ કરવા કહ્યુ.આથી રાધિકાબહેન ખુબ જ ડરી ગયા અને તેને દીદીને ખુબ સમજાવી.પરંતુ દીદી માની નહિ આથી તમને બધાને રાધિકાબહેને ઘરમાંથી કાઢી મુક્યા.ગામમા રહેતા વડીલ રૂડીબહેને તમને આશરો આપ્યો.તારી મમ્મીએ પાછી સમાજસેવાની પ્રવ્રુતિઓ ચાલુ કરી દીધી.આથી ગામના ખુબ જ રોષે ભરાયા.અને એક દિવસ અચાનક.............................

પ્રકરણ : 9

મામાની આંખમાંથી દડદડ આઁસુ વહેવા લાગ્યા.સ્નેહાએ પાણી ભરી આપ્યુ.થોડીવાર થઇ મામા શાંત બન્યા.હજી વાત કરતા જ હતા ત્યાં મામાનો દીકરો અનન્ય મામાને બોલાવા આવ્યો કે ફોન છે.ફોનમાં વાત કરી લીધી ત્યાં મામી જમવા બોલાવી ગયા.જમ્યા બાદ મામા ફરી મામા સ્નેહા અને વર્ષાના રૂમમાં આવ્યા. “મામા,અચાનક શું બન્યુ કહો ને?” વર્ષાએ પુછ્યુ “એક દિવસ જહાન્વી સવારે સ્કુલે ગઇ હતી.વર્ષા તુ પણ સાથે જ હતી.સ્નેહા સુતી હતી આથી રૂડીબહેને કહ્યુ કે હુ તેનુ ધ્યાન રાખીશ.તે બહેન પણ એકલા જ રહેતા હતા.તેમનો કોઇ પરિવાર કે કુંટુબ ન હતુ.સ્નેહા સુતી હતી અને રૂડીબહેન નીચે કપડાં ધોતા હતા.જહાન્વી રિષેસમાં ઘરે આવીને ઉપર રૂમમાં જઇ જોયુ તો સ્નેહા ન હતી.આખા ઘરમાં ખુબ તપાસ કરી પણ તેનો કોઇ પત્તો જ ન લાગ્યો.જહાન્વીએ અમને બધાને ફોન કરીને બોલાવ્યા,પોલીસમાં ફરિયાદ નોધાવી.આજુબાજુ ખુબ જ તપાસ કરી.પરંતુ સ્નેહા કયાંય મળી જ નહી.રૂડીબહેન નુ કહેવુ એવુ હતુ કે પોતે નીચે જ હતા ઉપરના રૂમમાં કોઇ ગયુ જ ન હતું.આખરે સ્નેહાને કોણ ઉઠાવી ગયુ? જહાન્વીની હાલત તો રડી રડીને ખરાબ બનવા લાગી. રાત્રે ઓચિંતા પાડોશમાં જ રહેતા ધારાબહેન સ્નેહાને તેડીને આપી ગયા.અમે બધા અંચબામાં મુકાઇ ગયા.આખરે શુ બની ગયુ? ધારાબહેનને પુછયુ તો ગોળ – ગોળ જવાબ આપ્યા!!! પોલીસે પણ ગોળ ગોળ તપાસ કરીને મુકી દીધી. બીજે દિવસે જહાન્વી તમને લઇને જામનગર આવી ગઇ.તેને હવે સમજાઇ ગયુ કે એકલે હાથે આ કામ કરવુ ખુબ જ અઘરુ છે.વળી એક વિસ્તારમાં જાગ્રુતિ ફેલાવાથી કંઇ નહી વળી આપણા આખા દેશની પરિસ્થિતિ ખરાબ છે.આથી તેને રાજયના ખુણે ખુણેથી સ્ત્રીઓને એકઠી કરીને “બેટી બચાવો”ની સંસ્થા ચાલુ કરી અને બધાએ સાથે મળીને આ અભિયાન ચલાવ્યુ અને જે આજ સુધી ચાલુ છે.”