Mare pan toch par pahonchvu chhe books and stories free download online pdf in Gujarati

મારે પણ ટોચ પર પહોંચવુ છે

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

Email id – brgokani@gmail.com

મારે પણ ટોચ પર પહોંચવુ છે

વિષય: પ્રેરણા

પ્રકરણ : 1 સમાજરચના

પ્રકરણ : 2 સાચો રાહ

પ્રકરણ :1

સમાજ રચના

આપણા સમાજમાં અનેક સ્તરના લોકો રહેલા છે.તેમાંથી દુનિયાનાં 10% લોકો પાસે જ દુનિયાનાં 90% પૈસા રહેલા છે.તેઓ સમાજના સમુધ્ધ લોકો ગણાય છે.બાકીનાં 90% લોકો અલગ અલગ સ્તરમાં રહેલા છે. સમાજમાં રહેલા અલગ અલગ સ્તર આ મુજબ છે.પહેલુ સ્તર ઉચ્ચ મિડલ કલાસ,બીજુ સ્તર નિમ્ન મિડલ કલાસ,ત્રીજુ સ્તર ગરીબ વર્ગ , ચોથુ સ્તર અત્યંત ગરીબ વર્ગ,પાંચમુ સ્તર તંદન કંગાલ કે નિ:સહાય વર્ગ. પહેલુ સ્તર ઉચ્ચ મિડલ કલાસમાં એવા લોકોનો સમાવેશ થાય છે કે જે પરિવારમાં કમાનાર એક કે વધારે વ્યકિતઓ છે.જેમની પાસે સ્થાયી કે વ્યવસ્થિત નોકરી,ધંધો કે વ્યવસાય છે. આવક પ્રમાણમાં સારી છે.જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ખરીદી શકે છે.પરંતુ શ્રીમંત વ્યકિતઓની જેમ તાત્કાલિક નહિ પરંતુ ધીરે ધીરે બધી જરૂરિયાત પૂર્ણ કરી શકે છે આમ કરતા કરતા એક પેઢી વહી જાય છે.બીજી પેઢીમાં ફરીથી વ્યવસ્થિત વ્યવસાય મળે તો આ વર્ગ આગળ વધી શકે છે.નહિંતર તેઓની ઉચ્ચ અને નિમ્ન મિડલ કલાસ વચ્ચે જીંદગી વહી જાય છે.

બીજુ સ્તર નિમ્ન મિડલ કલાસમાં રહેતા લોકોમાં એવા લોકોનો સમાવેશ થાય છે.જે ઘરમાં કમાનારા વ્યકિતઓ તો છે પરંતુ તમની આવક સ્થિર નથી કે મોંઘવારીના પ્રમાણમાં ખુબ જ ઓછી છે.જેથી કરીને તેમની આવકનો મોટો ભાગ મૂળભુત જરૂરિયાતમાં જ વપરાય જાય છે તેઓની જિંદગી કમાવા પાછળ અને મૂળભુત જરૂરિયાતો પુરી કરવામાં પૂરી થઇ જાય છે.તેઓ કાયમી નાણાકીય ખેંચ અનુભવે છે. ત્રીજા સ્તરમાં એટલે ગરીબ વર્ગમાં એવા લોકોનો સમાવેશ થાય છે કે જે લોકો નાનો ધંધો કરે છે કે નોકરી અથવા વ્યવસાયની આવક ખુબ જ ઓછી છે જેથી તેઓ પોતાની મૂળભુત જરૂરિયાતો પણ સહેલાઇથી પુરી કરી શકતા નથી.જીવન જરૂરિયાતની વસ્તુઓ પર કાપ મૂકીને તેઓ પોતાનું જીવન ગુજારે છે. સતત નાણાકીય ખેંચ તથા સંઘર્ષ વચ્ચે તેઓ તેમનું જીવન ગુજારે છે. ચોથા સ્તરમાં એટલે કે અત્યંત ગરીબ વર્ગમાં એવા લોકોનો સમાવેશ થાય છે કે જેઓ ગરીબ વર્ગ કરતા પણ નીચે રહેલા છે જેઓ પાસે કમાવવા માટે પૂરતા સ્ત્રોત નથી.નાનકડો અથવા છુટક ધંધો કરીને તેઓ થોડુક કમાય લે છે.માંડ માંડ ખોરાક પૂરતુ કમાય છે.અને કયારેક ભુખ્યા પણ રહી જાય છે. પાંચમા સ્તરમાં એટલે કે નિ:સહાય વર્ગ.જેઓ અનાથ,વિકલાંગ કે ભિખારી વર્ગ છે.તેઓ પાસે કોઇ ધંધો કે કામ નથી અથવા કામ કરવા અશક્ત છે.આવા લોકોનો આ વર્ગમાં સમાવેશ થાય છે.તેઓ ફુટપાથ પર જ જીંદગી ગુજારે છે.બીજાની દયા અને ઉદારતા પર તેઓ જીવે છે. આ બધુ આપણા ધ્યાનમાં હોય જ છે. આપણે પણ આમાંથી એક સ્તરમાં રહેલા છીએ. દુનિયામાં પેલા 10% લોકો જે અપાર સુખ સંપતિ, વૈભવ ધરાવે છે. અને તેમની પાસે નેમ ફેઇમ એન્ડ મની બધું જ છે.તેઓ કાંઇ આકાશમાંથી ઉતરીને આવ્યા નથી.તેઓ પણ આપણા જેવા જ એક વર્ગમાંથી આવ્યા છે અને ટોચ સુધી પહોંચ્યા છે. શું તેઓને ત્યાં પહોચવા માટે અનુકુળ વાતાવરણ મળ્યું હશે? શું તેઓના બધા જ નિર્ણયો સાચા પડતા હશે ? શું તેઓને બધા જ ક્ષેત્રમાં સફળતા મળતી હશે? શું તેઓ એ ધારેલા બધા કાર્યો સરળતાથી પુરા થઇ જતા હશે? આ બધા જ પ્રશ્રોના જવાબ છે. ના...........ના...........ના....... તમે સમાજનાં ગમે તે સ્તરમાં હોવ પરંતુ તમારામાં એટલી ક્ષમતા રહેલી છે કે તમે ટોચ પર પહોચી શકો.તમે પણ સફળતાની ઉંચાઇને આંબી શકો.કેવી રીતે? કઇ ક્ષમતા વડે?

પ્રકરણ :2

સાચો રાહ

મિત્રો,તમને ખબર હશે કે આપણે જયારે વિધ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે આપણને પરીક્ષામાં ઘણાં વિષયો પુછાતા હતા.માંથી અમુક વિષયો આપણને ખુબ જ ગમતા હતા જયારે અમુક વિષયો જરાય ગમતા જ ન હતા.પરીક્ષામાં સારા ટકા મેળવવા હોય તો બધા જ વિષયોમાં મહેનત કરવી પડતી હતી. ગમે કે ના ગમે વધારે ગમે કે ઓછા ગમે બધા વિષયમાં પૂરતી મહેનત કરવાથી જ સારા ટકા શક્ય બને છે.આપણે સારા ટકા મેળવવા માટે પા.પુ.ને વળગી રહેતા વળી અક્ષરો પર ધ્યાન આપવુ પડતું .સ્પીડ સારી રહે તે પણ જરૂરી રહેતુ જે આ બધા પાસા પર ધ્યાન આપી મહેનત કરતુ તે સારા ગુણ મેળવી શકતુ. કોઇ ગ્રુહિણી જયારે રસોઇ કાર્ય કરે છે ત્યારે માત્ર રસોઇની આવડત થી જ રસોઇ બની જતી નથી.જે વાનગી બનાવવી હોઇ તે માટે જરૂરી વસ્તુઓ એકઠી કરવી પડે ત્યારબાદ તેને સાફ કરવી પડે.સુધારવાની જરૂરી હોઇ તો સુધારવી પડે.રસોઇની બધી પ્રક્રિયા પુરી કરયા બાદ જ રસોઇ તૈયાર થાય છે. ઉપરનાં ઉદાહરણો આપણે બધા જાણીએ અને અનુભવીએ છીએ કે નાનકડું કાર્ય પણ સફળતાપૂર્વક પાર પાડવુ હોઇ તો પહેલા આપણે તે કાર્ય વિશેની સમજ હોવી જોઇએ.ત્યારબાદ પૂરતી જાગ્રતતા અને ચીવટપૂર્વક કાર્ય કરવાથી સફળતા મળે છે.

જીવનમાં સફળતા કે સિધ્ધિ મેળવવા માટે યોગ્ય સભાનતાપૂર્વકના પગલા લેવા ખુબ જ જરૂરી છે.જેમ ઓફિસેથી કે ધંધા વ્યવસાયના સ્થળે થી આપણા ઘરે પહોચv માટે અલગ અલગ ગલીઓમાં આંટા મારવાથી ઘરે પહોચી શકાતુ નથી.ઘરના રસ્તાને પકડીને યોગ્ય પ્રયાણ કરવાથી જ ઘરે પહોંચી શકાય છે. એમ જીવનના સફરમાં યોગ્ય અને સાચા માર્ગે ચાલવાથી જ આગળ વધી શકાય છે. સમય વહે છે અને વહેતો જ રહેવાનો છે. આજની ઘડી જ યોગ્ય ઘડી છે.આપણામાં જે આવડત હોય આપણને જે કાર્ય કરવુ ગમતુ હોય તેના વિશે વધારેમાં વધારે માહિતી મેળવીને તેમાં કુશળતા મેળવી લો.ત્યારબાદ તે કાર્ય પૂરી નિષ્ઠા અને વિશ્વાશ સાથે કરવા માંડો તમને ટોચ પર પહોંચતા કોઇ રોકી નહી શકે.જે આગળ વધે છે તે હમેશા વધતા જ રહે છે.

એક વખત આપણે ટોંચ પર પહોંચી ગયા અને તેનો રસ્તો મળી ગયો.પછી ભલે નિષ્ફળતા મળે.આપણે ફરીથી ઉભા થઇ જઇશું.તો ચાલો આપણા મનમાં રહેલા ક્રિએટીવ આઇડિયાને આજથી જ અમલ મુકી કામમાં મંડી પડો દુનિયાની કોઇ તાકાતની હિંમત નથી કે આપણો રસ્તો રોકી શકે.