Chhello patra. books and stories free download online pdf in Gujarati

છેલ્લો પત્ર...

છેલ્લો પત્ર

શાળા છૂટવાની ઘંટડીનો અવાજ રાજુના કાને પડ્યો. રાજુએ દફ્તર ખંભે ચઢાવ્યું અને તે ઘર ભણી ચાલ્યો. શર્મા પરિવારનો એકનો એક પુત્ર રાજુ રાજાશાહી જીવન જીવતો હતો. શાળાએથી ઘરે આવીને સીધો જ સોફા ઉપર ઢળી પડ્યો. રસોડામાંથી મમ્મી લીંબુ શરબત લઈને આવી. થાકેલા અવાજે રાજુ બોલ્યો, ‘પપ્પા પેટ્રોલપંપેથી આવી ગયા?’ ‘ના બેટા, સવારનો ફોન ઉપાડતા જ નથી.’ ધીમા સ્વરે મીનાબહેને કહ્યું. ડોરબેલનો અવાજ સંભળાતા મીનાબહેને દરવાજો ખોલ્યો. ગભરાયેલા સ્વરે વિનુભાઈ બોલ્યા, ‘પેટ્રોલપંપમાં આગ લાગતા બધા કામદારોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.’ મીનાબહેનના શ્વાસ અને હૃદયના ધબકારા એકાએક વધી ગયા. આ શબ્દો રાજુના કાને અથડાતા રાજુ પણ સફાળો જાગી ગયો. સ્કૂલડ્રેસ બદલાવ્યા વગર રાજુ અને મીનાબહેન વિનુભાઈ સાથે હોસ્પિટલે પહોંચ્યા. હોસ્પિટલે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પેટ્રોલપંપના બધા કામદારો મૃત્યુ પામ્યા છે.

ચૌદ વર્ષની વયે રાજુ તેના પિતાને અને મીનાબહેન તેના પતિને ખોઈ બેઠા. પિતાના ખોળામાં બેસવાની ઉંમરે આજે પિતાને અગ્નિદાહ આપવાનો સમય આવ્યો. સગા-વહાલાના સહકાર અને સહાયથી જેમ તેમ બે વર્ષ વિતાવ્યા. રાજુના રાજાશાહી દિવસોનો અંત આવ્યો. હવે તો ક્યારેક ભૂખ્યા પણ દિવસ પસાર કરવો પડતો.

નાની ઉંમરમાં પિતૃછાયા ગુમાવી બેઠેલો રાજુ કોઈને ફરિયાદ કર્યા વગર હૃદયના એક ખૂણામાં ઊંડે સુધી પોતાના દુઃખને દબાવી તેની માતાના ચહેરા પર સ્મિત લાવવા પોતાનું કલેકટર બનવાનું સ્વપ્ન પૂરું કરવા વિચારવા લાગ્યો. બે વર્ષ માટે ભણવાનું મૂકી દીધું હોવાથી હવે અભ્યાસ કરવો થોડો મુશ્કેલ બની ગયો. છતાં પણ તેની માતાએ ઘરેણાં વહેંચી થોડા-ઘણા પૈસા રાજુને આપ્યા. આગળના અભ્યાસ માટે અમદાવાદ શહેર મોકલ્યો. રડતા નયને તેની માતાએ અલવિદા કરી અમદાવાદ મોકલ્યો.

૧ જૂન, ૧૯૯૬નો દિવસ. અમદાવાદની ભૂમિ ઉપર રાજુએ પગ મૂક્યો. શહેર, વાતાવરણ, શહેરના લોકોથી અજાણ રાજુ આજે માત્ર તેની માતાના સ્મિતભર્યા ચહેરાને વાગોળતો-વાગોળતો આગળ વધ્યો. દસમાં ધોરણમાં એડમિશન મેળવવા મથામણ કરતો રાજુ લગભગ અમદાવાદની ઘણી ખરી શાળામાં ફરી વાળ્યો. ક્યાંક વિદ્યાર્થીઓની સંખ્યા વધી જવાને લીધે અને ક્યાંક સ્કૂલ ફીના કારણે એડમિશન મળ્યું નહિ. રાત્રીનો સમય થયો પરંતુ કોઈ સાથે કઈ ઓળખાણ ન પડતા પોસ્ટ ઑફિસ પાસે આવીને ઉભો રહ્યો. ભૂખ્યા પેટે ત્યાં જ લથડી પડ્યો. સવારનો સમય થતા રાજુની આંખ ઉઘડી. આંખ ખોલતા જ ચારેય બાજુ ટ્રાફિકને જોઈ રાજુ ગભરાઈ ગયો. બાજુમાંથી એક અજાણ્યા વ્યક્તિ પસાર થયા અને તેના હાથમાંથી સોનાની વીંટી પડી ગઈ. રાજુની નજર તેના પર પડી અને તે ભાઈને પરત કરવા ગયો. પરંતુ તે ભાઈ રીક્ષા કરીને આગળ જતાં રહ્યાં હતાં. ગમે તેમ કરીને રાજુએ તેનો પીછો કર્યો. ભણવા માટે આપેલા પૈસામાંથી ખર્ચ કરીને રીક્ષા કરી પેલા ભાઈનો પીછો કર્યો. લગભગ અડધી કલાક સુધી રીક્ષા ચાલી. આગળ પેલા ભાઈ ઉતર્યા. રાજુ પણ ઉતર્યો અને પેલા શ્રીમનને વીંટી આપી. રાજુએ પોતાની બે દિવસની ભૂખ-તરસ મૂકીને પ્રામાણિકતા દાખવી. રાજુની પ્રમાણિકતા જોઈને શ્રીમાન ખુબ ખુશ થયા. ખુશ થઈ તેમણે રાજુને બક્ષીશ આપવા વિચાર્યું. રાજુને કઇક માંગવાનું કહેતા રાજુએ સારી શાળામાં એડમિશન લેવાનું સૂચવ્યું. શ્રીમાન આ વાતથી ખુશ થયા અને એક શાળાનું સરનામું આપ્યું અને કહ્યું કે, ‘હું આ શાળાનો આચાર્ય છું. કાલે તારા બધા ડોક્યુમેન્ટ્સ લઈને આવજે.’ રાજુની ખુશીનો પર ના રહ્યો.

શાળામાં એડમિશન મળતા જ પુરી મહેનત સાથે ભણવાને જ લક્ષ્ય બનાવી રાજુ પ્રગતિના પંથે ચઢ્યો. દિવસ-રાતની મહેનતથી શહેરના છેલ્લા વિસ્તારમાં એક રૂમ ભાડે રાખી ત્યાં રહેવા લાગ્યો.

બે મહિના પછી માતાએ આપેલા પૈસા પુરા થવા આવ્યા.માતા સાથે તે સંપર્ક પણ કરી શકતો ન હોવાથી પોતે શહેરમાં જ કંઈક કમાવવાનો રસ્તો શોધવા લાગ્યો. માત્ર ચૌદ વર્ષની નાની ઉંમર હોવાને લીધે તે નોકરી કરવા​ પણ સક્ષમ ન હતો અને કોઈ ભારે કામ પણ ન કરી શકતો. અંતે રાજુ કાપડની દુકાનમાં નોકર તરીકે જોડાયો.

સવારથી મધ્યાહન સુધી સ્કૂલ અને મધ્યાહનથી સાંજ સુધી કામ બસ આવી રીતે જેમ-તેમ કરી પોતાના જીવનમાં સંઘર્ષ કરી રાજુ તેનું કલેકટર બનવાના સ્વપ્ન ભણી ધીમે-ધીમે આગળ વધતો હતો. પરંતુ સતત ત્રણ મહિના સુધી માતા સાથે સંપર્ક થવાથી માતાની ચિંતા થવા લાગી.

સવારે જ્યારે રાજુ સ્કૂલે પહોંચ્યો ત્યારે તેના માટે પત્ર આવ્યો હતો

***

પત્ર

વ્હાલા પુત્ર,

રાજુ,

રાજુ તને અમદાવાદની શાળામાં એડમિશન મળી ગયાના સમાચાર મને મળ્યા. પણ તારી રહેવાની શુ વ્યવસ્થા છે મને ખબર નથી.

મારા કાળજાના ટુકડા, હું તને તારી પરિસ્થિતિ અને વ્યસ્ત જિંદગીમાં નડતરરૂપ થવા માંગતી નથી. મારા જીવનનો આધાર માટે તું અને તું છો. હું મારા ઉપર કઇ બોજ રાખવા માંગતી નથી. માટે તને વાત કહેવી નથી છતાં ઘણી હિંમત એકઠી કરીને તારા સમક્ષ વાત મૂકી રહું છું.

છેલ્લા 15 દિવસથી મારી બંને કિડની ફેલ થઈ ગઈ છે. ડોક્ટરે દર બે દિવસે ડાયાલિસિસ કરાવવાનું કહ્યું છે. તેના માટે મારા પાસે જેટલા પૈસા હતા બધા પુરા થઈ ગયા છે. ઘરની બધી કિંમતી વસ્તુઓ વેચીને અત્યાર સુધીના ઇલાજના પૈસા ચુકવ્યા પરંતુ હવે મારી પાસે નાણા હોવાથી તું થોડા-ઘણા પૈસા મોકલજે.

મને ખ્યાલ છે કે મારો પત્ર તને તારી શાળામાંથી મળી જશે. તેથી મેં તેના સરનામે મોકલ્યો છે. અને હા જો તું તારી માતા ઉપર વિશ્વાસ કરતો હોય તો મહેરબાની કરીને અહીં આવતો નહિ ત્યાં તારા અભ્યાસ પર ધ્યાન આપજે. અને મારો પત્ર મળે એટલે 500 રૂપિયા મોકલી દેજે.

લિ.

તારી વ્હાલી મા.

પત્ર વાંચતા રાજુના પગ નીચેથી જમીન સરકી ગઇ હોય તેમ રાજુની જિંદગી માંડ પાટે ચડી ત્યાં જેમ એક સાંધીએ ત્યાં તેર તૂટે એમ સંકટમાં ઘેરાઈ ગયો. માતાના ખબર અંતર પૂછવા જવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં પરીક્ષા હોવાના કારણે તે જઈ શક્યો નહિ. પરંતુ પોતાના કામની જે-તે કમાણી થઇ તે ભેગી કરી મની ઓર્ડરથી પોતાની માતાને નાણાં મોકલાવ્યા.

પરીક્ષા પૂર્ણ કર્યા બાદ તેની માતાની ખબર પૂછવા અને થોડા-ઘણા પૈસાનો મેળ કરીને રાજુ પોતાના વતન પહોંચ્યો. તેની માતાનું શરીર સાવ દુબળું પડી ગયું હતું પણ ઇશ્વરની કૃપાથી ચાલવા માટે સક્ષમ હતા. એક અઠવાડીયું માતા સાથે રહ્યા બાદ રાજુ પાછો અમદાવાદ ગયો. પોતે ઘરે રોકાવા માગતો હતો છતાં રાજુનું ભણતર બગડે એટલે રાજુની માતાએ ભણવાના અર્થે ફરી અમદાવાદ મોકલ્યો.

જ્યારે પહેલી વાર રાજુ અમદાવાદ આવ્યો ત્યારે રાજુના ચહેરા પર ચિંતા હતી અને આજે પણ રાજુ જ્યારે બીજી વાર ઘરેથી અમદાવાદ આવ્યો ત્યારે પણ રાજુના ચહેરા પર ચિંતા હતી.પહેલી વાર પિતૃછાયા ગુમાવ્યાનું દુઃખ હતું અને આજે માતૃછાયા પણ ગુમાવવાની ચિંતા હતી. રાજુ વાત કોઈને કહેવા સક્ષમ હતો. રાજુ પોતાના હૃદયના ખૂણામાં બધું દુઃખ ખીલાની માફક ધરબી દઈ પોતામાં કામ ભણી આગળ વધ્યો.

અમદાવાદ જેવા શહેરમાં કોઈને ખબર હતી છોકરો કેવા સંઘર્ષમાં લડી રહ્યો છે. થોડા દિવસ પછી રાજુ માટે પાછો એક પત્ર આવ્યો

પત્ર -

વ્હાલા પુત્ર,

રાજુ,

તારા આગળના મોકલેલા અને જ્યારે તું મળવા આવ્યો ત્યારે આપેલા પૈસાથી મારો ઈલાજ ચાલી રહ્યો હતો. પરંતુ આજે

ફરીથી લાચાર બની તારી પાસે હાથ લાંબો કરવા માટે પત્ર લખી રહી છું. હવે મારા ઈલાજ માટે ડોક્ટરે હવે ૧૦૦૦ રૂપિયા જમા કરાવવાનું કહ્યું છે. હું કામ કરી શકું તેવી હાલતમાં નથી. તેથી શક્ય હોય તો મની ઓર્ડરથી પૈસા મોકલી દેજે.

લિ.

તારી વ્હાલી મા.

પત્ર વાંચતા રાજુ પોતાના પુસ્તકો માટે બચાવેલા પૈસા એકઠા મની ઓર્ડરથી મોકલી દીધા. મનીઓર્ડર કરીને રાજુ પોતાના રૂમ તરફ આવી રહ્યો હતો ત્યારે અચાનક એક ગાડી સાથે રસ્તા પર તે અથડાયો અને અકસ્માત રાત્રી ના સમયે થયો. આથી લોકોનું ધ્યાન પડ્યું નહિ. સવાર પડતા લોકોએ બેભાન હાલતમાં રાજુને જોયો અને તેને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો. હોસ્પિટલે પહોંચાડવામાં મોડું થઈ ગયાના કારણે રાજુ તેનો એક હાથ ગુમાવી બેસ્યો અને ફેફસાંમાં પણ ઇજા પહોંચી.

જે હાથથી રાજુ પોતાનું ભવિષ્ય બનાવવા માટે પ્રયાસ કરતો હતો તે હાથ આજે ગુમાવી બેઠો. અચાનક તેને અસ્થમાનો રોગ લાગુ પડી ગયો. હવે તે ભણવા માટે પણ સક્ષમ રહ્યો. હવે રાજુ તેની માતાને સાજા કરવા સ્વપ્નને પોતાના જીવનનું લક્ષ્ય બનાવી હવે માત્રને માત્ર પોતાના કામ કરવા માટે આગળ વધ્યો. પરંતુ તેની આવી હાલત જોઈ કોઈ તેને કામ આપવા તૈયાર હતું. બદનસીબે તેની પાસે ભીખ માગીને જીવન જીવવનો સમય આવી ગયો. રાજુને કામ કરવાની ખૂબ ધગશ હતી પણ તેની આવી હાલતમાં તેને કોઇ કામ આપવા તૈયાર હતું. પરિસ્થિતિએ તેને ભિખારી બનાવી દીધો. કાદાચ ભિખારી બનવાનું તેના નસીબમાં હશે. હવે રાજુ ક્યારેક મંદિરે, રસ્તા પર, ઘરે-ઘરે અને દુકાને-દુકાને જઈને ભીખ માંગે અને પોતાનું પેટ ભરતો હતો. અસ્થમાનો રોગ ધીમે-ધીમે વધતો હતો. તેની માતાને વાતની જાણ પણ નહોતી. એક દિવસ રાજાશાહી જીવન જીવતો રાજુ આજે પોતાના પેટનો ખાડો પુરવા ભીખ માંગી રહ્યો છે.

ક્યારેક કોઈ આપે અને કોઈ પણ આપે. પોતાના થોડા-ઘણા સામાનથી જેમ-તેમ કરીને થોડા દિવસો પસાર કર્યા. હવે તે તેના રૂમ પર જવા પણ સક્ષમ હતો કારણ કે ત્યાં સતત ત્રણ મહિનાનું રૂમનું ભાડું બાકી હતું. મકાન માલિક ગમે તેમ કરીને રાજુ પાસે પહોંચ્યો. અને ભાડું આપવા માટે રાજુને ધમકી આપી. રાજુ તેનું ભાડું આપવા સક્ષમ હતો અને ઉપરથી તેની માતાને પણ નાણાં મોકલી શકતો હતો. છતાં પણ વાત હજુ સુધી કોઈને કહી શકતો હતો. આજે આવી પરિસ્થિતિની વાત તેના રૂમના માલિકને કરતા બોલ્યો, મારી પરિસ્થિતિની સામે જોવાની જરૂર નથી પરંતુ મને થોડી મદદની જરૂર છે, મારી માતાને ડાયાલીસીસ માટે રૂપિયા મોકલવાના છે. રાજુની વાત પર કોઈએ વિશ્વાસ કર્યો.

શાળામાં અભ્યાસ કરતો હતો આથી હવે માતા જો પત્ર લખે તો પત્ર ક્યાંથી મેળવે? વિચાર આવતા રાજુનુ હૃદય દ્રવી ઉઠ્યું. ઉપરથી પોતે અસ્થમાથી પીડાતો હોવાથી તેને સારવાર માટે પણ મથામણ કરી રહ્યો હતો. થોડી-ઘણી હિંમત કરીને તે એક ખાણી-પીણીની દુકાન પર કામ માંગવા ગયો ત્યારે રાજુને ત્યાં રાખી લીધો. પરંતુ તે અસ્થમાનો દર્દી હોવાથી તેને કામમાંથી છૂટો કરી દીધો. સતત બે દિવસ કામની તલાશ માટે પ્રયત્નો કર્યા. પરંતુ આખરે તેને માગીને પેટ ભરવાનો વારો આવ્યો.

મધ્યાહનનો સમય હતો. રાજુ ફાટેલા કપડામાં સડક ઉપર ભીખ માંગી રહ્યો હતો. એવા સમયે એક સુખી દંપતી તેના પાંચ વર્ષના બાળક સાથે નીકળ્યું. બાળકના હાથમાં ઘણા બધા રમકડાં અને ખાવાની ચીજ જોતા રાજુની આંખમાં ઝળઝળીયાં આવી ગયા. કદાચ રાજુને પોતાની ભૂખ નહિ પરંતુ તેના માતા-પિતા યાદ આવી ગયા. માતાનો ચહેરો યાદ આવતા તુરંત તેને વિચાર આવ્યો કે કદાચ માતાએ પાત્ર મોકલ્યો હશે તો શાળામાંથી મળવો અશક્ય છે. તેથી તેણે વિચાર્યું કે દરરોજ પોસ્ટ ઑફિસ જઈ પત્ર માટે પૂછપરછ કરવી.

બીજે દિવસે સવારે રાજુ પોસ્ટ ઓફિસ ગયો ત્યારે તેની આવી હાલત જોઈને તેને ત્યાંથી હડધૂત કરી દેવામાં આવ્યો. પોતાની જિંદગીમાં શુ ચાલી રહ્યું છે તેની કોઈને પણ જાણ હોવાથી આજે રાજુ ખાલી હાથે ચોધાર આંસુ સાથે જમીન પર પટકાયો. સતત બે દિવસથી ભૂખ્યો હોવાને લીધે પેટ અને વાંસો એક થઈ ગયા હતા. જાણે સાઠીકા પર કપડું લટકાવ્યું હોય એમ પોતાનું દુર્બળ શરીર સાથે ઢસડાતો-ઢસડાતો સડક પરના એક ખૂણામાં બેઠો. આજુ-બાજુના લોકોને થોડી દયા આવતા તેને ખાવા માટે એક બિસ્કિટનું પેકેટ આપ્યું. બિસ્કિટ મોમાં મુકતા તેને તેની માતાની ગંભીર હાલત યાદ આવતા તે ગળા નીચે ઉતારી શક્યો. પરંતુ લોકોના સમજાવવાથી માંડ-માંડ બે બિસ્કિટ પુરા કર્યા.

હવે પોતાને રહેવા માટે આશરો પણ નથી રહ્યો આવું વિચારીને ઈશ્વરને પણ છેલ્લે કોસતા કહેવા લાગ્યો, મારો શુ વાંક? મેં મારા આટલા સમય દરમિયાન કોઈ વ્યક્તિને હેરાન નથી કર્યા, કોઈને નડતરરૂપ બન્યો નથી, કોઈ પણ સાથે ગેરવર્તન કર્યું નથી, કોઈની સાથે અસભ્યતાથી વાત કરી નથી, કોઈને નબળો જવાબ પણ નથી આપ્યો, કોઈને દુઃખી પણ કર્યા નથી, ક્યારેય ગેરરીતિ અપનાવી નથી,ક્યારેય ખરાબ કામ પણ કર્યું નથી છતાં આજે આવો દિવસ મારા ભાગ્યમાં કેમ? બસ આટલું વિચારી થોડું અટકાયો અને પોતાના વચનોને પાછા ઠાલવતા ફરી વિચાર કર્યો કે કદાચ બધા માટે હું ઈશ્વરને જવાબદાર ગણું તે વ્યાજબી નથી. કદાચ પૂર્વ જન્મમાં મારાથી કોઈને ખૂબ દુઃખ પહોંચાડાયું હશે. અથવા મેં કઇક એવું કાર્ય કરેલું હશે જેના ફળ હું આજે ભોગવી રહ્યો છું.

નવો દિવસ નવી આશા સાથે ફરી પોસ્ટ ઓફિસે પત્ર આવ્યો છે કે નહીં તે માટે પુછપરછ કરતા તેને પોતાની માતાએ મોકલેલ પત્ર મળ્યો.

પત્ર -

વ્હાલા પુત્ર,

રાજુ,

છેલ્લી વાર મોકલેલી રકમથી મારો અત્યાર સુધીનો ઈલાજ ચાલ્યો. ડૉક્ટરના કહેવા મુજબ હવે મારી તબિયતમાં સુધારો જાણવા મળ્યો તેથી હવે તું ચિંતા કરીશ નહિ અને ભણવામાં ધ્યાન રાખજે.

આમ પણ છેલ્લા કેટલાક માહિનાથી મારી બીમારીના કારણે તારા ભણતર પર થઇ હશે. મારા લીધેથી તું ભણવામાં પણ ધ્યાન આપતો નહિ હોય. ઉપરથી મેં મારી બિમારીનો બોજ તારા પર ઢોળી દીધો હતો. આથી તારે આટલી નાની ઉંમરમાં કામ કરવું પડ્યુ.

હું બધા માટે દિલથી માફી માંગુ છું બને તો તારી અભાગણી માતાને માફ કરી દેજે. હું પણ મજબૂર છું. મારી મજબૂરીનો શિકાર મેં આજે તને બનાવ્યો છે. તે અપરાધભાવ હું પળ-પળ અનુભવું છું. મારા પૂર્વજન્મના કુકર્મોની સજાનો શિકારી મેં તને બનાવ્યો છે. બેટા! તારી માતા સાવ એકલી પડી ગઈ છે, તેનું દુઃખ હળવું કરવા આજે મારી પાસે કઈ રહ્યું નથી. એટલે હું પત્ર દ્વારા મારી વેદના ઠાલવી રહી છું.

બેટા! એક માતાનો તેના સંતાન સાથે બીજા કરતા નવ મહિના જેટલો વધારે સંબંધ હોય છે. વાતને સમજતા હોવા છતાં મેં આજે તને ઘણો હેરાન કર્યો છે. તારી માતાને માફ કરી દેજે.

અત્યારે મારે રકમની જરૂર નથી બસ તું તારું ભણતર સંભાળજે અને ફરી જલ્દી પત્ર લખીશ.

લિ.

તારી અભાગણી મા.

પત્ર વાંચતા રાજુ પોક મૂકીને માં માં સાથે રડી પડ્યો. તેની માતા પ્રત્યેનો પોતાના પ્રેમનો નાતો પત્ર દ્વારા વધારે મજબૂત થઇ ગયો. પરંતુ તેની માતાની ભણતર પ્રત્યેની શિખામણને વાગોળતા ફેરી દુઃખી બની ગયો. કારણ હવે ભણતરનો આજે ભિખારીના સાથે ભળી ગયો છે.સડક પર ભટકી-ભટકીને રહેવાનો સમય આવી ગયો છે. પરંતુ તેની માતાની તબિયતમાં સુધારાની વાત યાદ આવતા રાજુના ચહેરા પર થોડું સ્મિત ફરી વળ્યું.

ચહેરા પરનું સ્મિત ક્ષણભંગુર હતું. કારણ કે પેટનો ખાડો પુરવા રાજુ ફરીથી ભીખ માંગવા લાગી વાળ્યો. આજે માતાનો પત્ર વાંચી શરીરમાં થોડી આંતરિક શક્તિ આવી ગઈ હોઈ એવું લાગતું હતું. પરંતુ થોડું ચાલતા થાકી ગયો અને બપોરનો સમય હોવાથી તે સડકના એક ખૂણામાં બેસી ગયો. થોડી વારમા એક ગાડીવાળા ત્યાંથી નીકળ્યા. રાજુએ ગાડી તરફ હાથ લંબાવ્યો પરંતુ ગાડીની અંદરથી કઠોર અવાજ રાજુના કાને અથડાયો, ભીખ માંગવા કરતા મરી જવુ સારું. શબ્દોની રાજુ પર ખૂબ ઊંડી અસર થઈ. પળભર પોતે મૃત્યુને ભેટવા સડકની વચ્ચે અવ્યો, હવે તો મૃત્યુ પામવાના વિચારોએ રાજુમાં મનોમંથન સર્જી દીધું. પરંતુ માતાએ આપેલી શિખામણ અને માતાનો ચહેરો યાદ આવતા મરવાનો વિચાર માંડી વાળ્યો. ચાલતા ચાલતા રાજુની નજર એક મીઠાઈની દુકાન પર પડી. દુકાનના થડે એક ભાઈ બેઠા હતા. રાજુ તેને ઓળખી શક્યો ,તે નજીક ગયો પરંતુ દુકાન સુધી પહોંચતા તેને ઉધરસ ચડવા લાગી . દુકાનના મલિક પાસે પાણી માંગતા બોલ્યો, પીવા માટે થોડું પાણી મળશે? દુકાનના માલિકે કઇ ધ્યાન આપ્યું નહિ ત્યારે રાજુ ફરી વાર બોલ્યો, પીવા માટે થોડું પાણી મળશે? ત્યારે દુકાનદાર બોલ્યો, હા, હમણાં મારો માણસ આવીને આપશે. થોડી વાર પછી રાજુએ ફરી પાણી માગ્યું. ત્યારે દુકાનદારે ફરી જવાબ આપ્યો, હા, હમણાં મારો માણસ આવીને આપશે. આવા શબ્દો સાંભળતા રાજુ માત્ર એક વાક્ય બોલ્યો, સાહેબ, થોડી વાર તમે માણસ બની જાવ ને!

કદાચ ભિખારીનું જીવન વિતાવી રહેલા રાજુને જીવનના બધા અનુભવો જાણી લીધા હતા. ફરી નવો દિવસ, નવી વાતો. પરંતુ રાજુનું કામ માત્ર એક પોસ્ટ ઓફિસનો દરવાજો ખખડાવી પોતાની માતાનો પત્ર આવ્યો છે કે નહીં તેની રાહ જોવી.પરંતુ આજે પણ પત્ર વિના પાછો ફરતા એક મંદિર પાસે આવી પહોંચ્યો. મંદિર પાસે એક કપડાની દુકાન પર નજર પડતા દુકાનનો માલિક કંઈક ઓળખીતો હોય એવું લાગ્યું. દુકાનની નજીક જતા ખ્યાલ આવ્યો કે દુકાનનો મલિક તેના ગામના પટેલનો દીકરો હતો. રાજુ તો તેને ઓળખી ગયો. પરંતુ પેલો રાજુની હાલત જોઈ તેને ઓળખી શક્યો. રાજુએ તેની . જઈ ડોકિયું કર્યું. ત્યારે સીધો પેલો બોલી ઉઠ્યો કે, ભાઈ, માલિક બહાર ગયા છે. મારાથી ગલ્લાના પૈસા અડાય. દુકાનનો માલિક હોવા છતાં પૈસા આપવા પડે એટલે પોતે થોડી વાર નોકર બની ગયો. ખરેખર સ્વાર્થી વ્યક્તિઓનો દુનિયામાં દબદબો ભારોભાર વર્તાઈ રહ્યો છે. આજે માતાપિતાનો સાથ વિહોણો અને અસ્થમાની બિમારીથી પીડાતો રાજુ આર્થિક રીતે ભાંગી પડ્યો છે. રાજુના પાત્રને નિહાળતા ખ્યાલ આવે છે કે પોતે કામ કરવા માંગે છે છતાં તેને કામ મળતું હતું. બીમારીના કારણે મજબૂરીએ રાજુને ભિખારી બનાવ્યો છે.

રાજુના જીવનમાં એક નવો વળાંક આવે છે. પરિસ્થિતિમાં સુધારો થવાને બદલે તેની પરિસ્થિતિ વધારે નબળી બને છે. આજે ફરી પોસ્ટ ઑફિસ પર માતાના પત્રની રાહમાં ડોકિયું કરે છે પરંતુ આજે પણ કઇ સમાચાર મળતા નથી. રાજુના જીવનનું આજે કાંઈ લક્ષ્ય બચ્યું નથી. બસ તેની માતાની તબિયત હંમેશા સારી રહે તેવું માત્ર ઈચ્છે છે. હવે ઈશ્વરને ફરિયાદ કરવાનું જાણે ભૂલી ગયો એમ તે વૃદ્ધાશ્રમ નજીક આવી પહોંચે છે.

વૃદ્ધાશ્રમમાં થયેલ કિસ્સો રાજુ નિહાળે છે. જ્યાં એક યુવા દંપતી તેના પિતાને વૃદ્ધાશ્રમમાં મુકવા આવે છે. પરંતુ વૃદ્ધાશ્રમના દરવાજાની અંદર પ્રવેશ મેળવતા પૂર્વે પેલા વૃદ્ધ પિતાજી આંખમાં ચોધાર આંસુઓ સાથે તેના દીકરાને માત્ર એટલું કહી રહ્યા હતા કે, બેટા, તું મને અહીંયા મુક, મને ઘરે પાછો લઈ જા, કારણ કે બેટા મને અહીં રહેવાનો કોઈ અફસોસ નથી પરંતુ મને અહીંયા મુકીશ તો દુનિયાવાળા તને મ્હેણા મારશે અને મને નહિ સાંભળવા ગમે. અરે તું જ્યારે નાનો હતો ત્યારે તારી માં તો ઈશ્વર પાસે પહોંચી ગઇ હતી. એટલે મેં તને આજે આવું કરવા લાયક બનાવ્યો હતો. અરે મને ઘરના ફળિયામાં રહેવા દઈશ તો ચાલશે, જે કાંઈ એઠવાડ હશે તે ખાવા આપીશ તો પણ ચાલશે પણ દુનિયાવાળા તને જો એવા શબ્દો સાંભળાવી જશે મારાથી સહન નહિ થાય. પરંતુ તેની વાતથી તેના દીકરા-વહુના પેટનું પાણી પણ હલ્યું. દ્રશ્ય રાજુની આંખ સામે ચાલી રહ્યું હતું ત્યારે રાજુને તેના પિતાની યાદ આવતા આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. રાજુને રડવા માટે આજે કોઈ ટેકો આપવા વાળું પણ હતું. રાજુ મનમાં ને મનમાં બબડી રહ્યો હતો કે દુનિયામાં માત્ર મારા જેવા ભિખારીને દુઃખ છે એવું નથી પરંતુ આવા વાંક વગરના વ્યક્તિઓ પણ સંકટનો ભોગ બની રહ્યા છે.

પિતાજીનો સાથ તો બાળપણમાં વિસરી ગયેલ રાજુના જીવનમાં આજે માત્ર તેની માતાનું અસ્તિત્વ હતું. કદાચ તેની માતાનો ચહેરો આજે પોતાને થોડી ઘણી હિંમત આપી રહ્યો હતો.ઘણી વાર પોતાની કપરી પરિસ્થિતિની જાણ માતાને કરવાનું મન થયું પરંતુ બીમાર માતા વધુ હેરાન થશે આવા વળતા વિચારે રાજુને થંભાવી દીધો. પિતાની પરિસ્થિતિથી સંપૂર્ણપણે હવે જાણે રાજુ હારી ગયો હોય તેમ લાગી રહ્યું હતું. દુબળું-પાતળુ શરીર માત્ર નકશા પૂરતું દેખાતું હોય તેમ લાગે છે હવે ભુખ-તરસ એટલે શું તેની પણ ભાન ગુમાવી રહ્યો છે. અન્ન અને દાંતને જાણે વેર બંધાઈ ગયું હોય તેમ પોતાનો પેટનો ખાડો પુરવાનું પણ હવે રાજુને ભાન રહ્યું નથી. કેટલા દિવસ, કેટલી રાત રડતી આંખે વિતાવ્યા તેની ગણતરી પણ હવે કરવાની છોડી દીધી છે. આંસુઓ પણ હવે સુકાઈ ગયા છે. જાણે આંખમાં દુષ્કાળ વ્યાપી ગયો છે. દિવસ પૂર્ણ થતાં રાત્રીનો સમય થતા આજે ભૂખ્યો-તરસ્યો રાજુ રડતા નેત્રે રસ્તા પર સુઈ જાય છે.

સવાર પડતા નવી આશા સાથે પોસ્ટ ઑફિસ ભણી આગળ વધી રહ્યો છે ત્યારે રસ્તામાં સામે પોસ્ટ ઑફિસનો માસ્તર મળે છે અને રાજુ કંઈ પૂછે તેની પહેલા પોસ્ટ માસ્તરે એક પત્ર થેલામાંથી કાઢી રાજુના હાથમાં મુક્યો. રાજુ પત્રને વાંચવા માટે પત્ર ખોલે છે અને પત્ર વાંચવાની શરૂઆત કરે છે. લગભગ સાત મિનિટ સુધી એક નજરે પત્ર વાંચી અચાનક રાજુના શરીરમાં એક નવો જીવ જાણે આવી ગયો હોય એમ રાજુની નજર પત્ર માંથી હટતા રાજુ કઈ દિશામાં આગળ વધે છે, શુ કરે છે તેનો ખ્યાલ આવ્યો. રાજુએ આજુ-બાજુ નજર કરી પણ દુરદૂર સુધી કોઈ દેખાયું નહિ. કારણ કે રાજુ ગઇ રાત્રીએ દુઃખી હાલતમાં ચાલતા ચાલતા શહેરથી દૂર આવી ગયો હતો. ફરી શહેર ભણી આગળ વધ્યો. ચાલતા ચાલતા શહેરની મધ્યમાં આવી ગયો અને આજે તે મંદિર, મસ્જિદ, સડક પર, દુકાને, ઘરે-ઘરે જઈ હાથ લંબાવી રહ્યો હતો. સતત રાત્રિનો ભૂખ્યો હોવાથી અશક્ત શરીરે હવે વધુ ચાલવા માટે પણ સક્ષમ રહ્યો હતો. પણ આજે રાજુ પોતાના માટે નહીં પણ બીજા માટે કઈક માંગી રહ્યો હતો તેમ લાગી રહ્યું હતું. પણ તેને જે મેળવવું હતું તેની એકાએક પ્રાપ્તિ અશક્ય હતી. લગભગ એક કલાકના તર્ક-વિચાર કર્યા બાદ રાજુને કઈ તોડ મળ્યો નહિ.

અચાનક રાજુ એક ઇલેક્ટ્રોનિકના શૉ-રૂમ સુધી આવી પહોંચ્યો અને દુકાનમાં કોઈ દેખાયું નહિ તેથી તક ઝડપી રાજુએ દુકાનમાંથી બે હજાર રૂપિયા ઉઠાવી લીધા અને બહાર નીકળ્યો. દુકાનના માલિકે ચોરી જોઈ લીધી અને રાજુની પાછળ દોડ્યા. જન્મથી પ્રામાણિક રાજુ આજે ચોર બની દોડવા લાગ્યો ત્યારે દુકાનના માલિક રાજુને પકડવા રાજુની પાછળ દોડવા લાગ્યા.

રાજુ દોડતા દોડતા રેલ્વેના પાટા પર ચડ્યો. રાજુ દુકાનના માલિક તેને પકડી લે તે માટે તે કઈ વિચાર્યા વગર દોડવા માંડ્યો. રાજુની પાછળ ટ્રેન આવતી હતી. રાજુનું ધ્યાન માત્ર દોડવામાં હતું. અંતે રાજુ ટ્રેન નીચે કચડાઈ ગયો. પેલા દુકાન માલિક ત્યાં પહોંચ્યા. તેને જોયું તો રાજુના શ્વાસ હવે અટકી ગયા હતા. તેણે રાજુના ખિસ્સા તપસ્યા. બે હજા રૂપિયા અને એક પત્ર નીકળ્યો. પત્રમાં લખ્યું હતું

પત્ર

વ્હાલા પુત્ર,

રાજુ,

છેલ્લા કેટલાક દિવસથી તને મારા કંઈ સમાચાર મળ્યા હતા પરંતુ મારી તબિયતમાં સુધારો હતો.

પરંતુ અચાનક ડોક્ટરે તાત્કાલિક ઈલાજ કરાવવાનો કહ્યું છે. માટે મારે બે હજાર રૂપિયા અને તારા સહારાની જરૂર છે.

મહેરબાની કરીને તું બે હજાર રૂપિયા લઈને તાત્કાલિક મારી પાસે જલ્દીથી આવી જજે. મારી પાસે ખૂબ ઓછો સમય છે.

જો તું નહિ આવે તો પત્રને મારો છેલ્લો પત્ર સમજજે.

લિ.

તારી મા.

“If You Want To Be Bigger, Help The Needy Beggar.”