Aachho ujaas books and stories free download online pdf in Gujarati

આછો ઉજાસ

  • આછો ઉજાસ
  • સુનંદા,,,,, પ્લીઝ,,,, મારા માટે પાણી લઈ આવને, જોને મને ખૂબ ખાંસી ઉપડી છે. અલય,,, ખાંસી ખાતાબોલ્યા. અલયની બૂમ સાંભળતા સુનંદા ઉભા થઈને પાણી લેવા ગયા. પાણી નો ગ્લાસ આપતા બોલ્યા,લો પાણી પી લો થોડું સારું લાગશે.
  • પાણી પી ને ગ્લાસ તેના હાથમાં આપતા બોલ્યા, તું પાછી સૂઇ જા. તને ટ્રેન નો થાક લાગ્યો હશે. અરે નહી તમે બેસો, હું તમારા માટે ચ્હા બનાવી લાવું. તમારી ચ્હા પીવાનો સમય થયો છે જુઓ-5.30 વાગ્યા સાંજ ના.
  • રહેવા દે,સુનંદા બે વખતથી વધારે ચ્હા થશે તો, વહુ ગુસ્સે થશે. અરે,કેમ આમ બોલો છો? વહુ કેમ ગુસ્સે થશે? સુનંદા,,,, તું ખૂબ ભોળી છે. તને દુનિયાદારી નું ભાન નથી. આ વાત ચાલતી હતી, ત્યાં જ અમર અને કોમલ ઓફિસથી ઘરે આવ્યા.
  • કોમલ,,, આ વાકય સાંભળતા જ અમર ને બોલી જોયું,અમર-હું તમને કહેતી હતી ને, પપ્પાજી ની અમૃત વાણી, તે આ છે સાંભળો !
  • ઓહહ પપ્પા,તમને કેવી રીતે સમજાવું ? તમે ઘરમા કેમ ચૂપચાપ પડયા રહેતા નથી? તમાકારણે- કોમલ ને કેટલી અગવડો પડે છે. તે બિચારી તમારી કેટલી સંભાળ રાખે છે, અને તમે તેને કડવા વાકયો જ બોલો છો! પપ્પા, પ્લીઝ-હવે તો બંધ કરો. હું ઓફિસ કામ કરું કે ઘર નું જોવું? પ્લીઝ,પપ્પા થોડા એડજસ્ટ થતાં શીખો. તમે તો હતા જ ત્યાં મમ્મી પણ બહેનના ઘરેથી પાછા આવી ગયા. અમારે ડબલ ખર્ચો ઉપાડવાનો હવે !
  • એક તો મોંઘવારી કેટલી છે, તેમાં મંદી ચાલે ,તમારા બંન્ને ની દવા ના ખર્ચા, તમારા કપડાંના ખર્ચ, પપ્પા આ બધા માટે રૂપિયા કયાંથી લાવું?? તમારા ખર્ચાઓમા જ અમારા બંન્ને નો પગાર,, ખર્ચાઇ જાય છે. તમારા કારણે અમે કદી બહાર કે હોટલમાં નથી જઇ શકતાં.
  • દીકરાની આવી ગણતરી ભરી વાણી સાંભળી સુનંદા ની આંખો છલકાઇ ઉઠી. તેમની પીડા, અલયથી ના જોઇ શકાઇ. ગુસ્સામાં બોલ્યા દીકરા, અમે તમને એટલા જ ભારે પડીએ છીએ તો તમે લોકો ભાડાનું મકાન શોધી ત્યાં જતા રહોને!!
  • ઘર। ! ભાડાનું ?? કોમલ બોલી ઉઠી, પપ્પાજી-આ ઘર અમારું છે. અને તમે જે કહયું, એ જ હું કહેવાની હતી.
  • અમર, કોમલ શું બોલી રહી છે?? અલયે ગુસ્સાથી,અમર તરફ જોયું.
  • અમરે આંખો નીચી ઢાળી ને બોલ્યો, હા,પપ્પા કોમલ સાચું કહે છે : આ ઘર તેના નામ પર જ છે !! આ ઘરની તે માલિક છે!
  • બેટા, આ ઘરના કાગળિયાં મેં તને તારી મમ્મી ના નામે કરવા આપ્યા હતા ને!!
  • હા,પણ હવે તમે લોકો કેટલું જીવશો??? તેથી આ ઘર મેં કોમલ ના નામે કરી દીધું છે. તે જ માલિક છે!!
  • અને, પપ્પા તમને લોકો ને અમારી સાથે ના ફાવતું હોય તો, તમે લોકો કોઇ ' ઘરડાઘર ' કે ભાડાના ઘરમાં રહેવા જતા રહોને ! તમારા કારણે અમને સ્વતંત્રતા નથી. તમે પણ સુખી ને અમે પણ સુખી. વાહ બેટા, વાહ કહેવું પડે, તારી ગણતરી તો એકદમ સાચી છે. સુનંદા -જોયું તું દીકરો દીકરો કરતી હતી, કહેતી હતી, દીકરો કુળદિપક હોય છે! તે આના જન્મવખતે કેટલા કષ્ટો સહન કર્યા, ઓપરેશન ના કરાવતા કષ્ટ સહન કરી તેને કુદરતી રીતે જન્મ આપ્યો. રાત -દિવસ તેના માટે ઉજાગરા કર્યા. જો આજે આ દીકરો શું કહે છે?? કંઇક તો બોલ સુનંદા!!
  • તમે શાંત થાઓ, આમ ગુસ્સે ના થાઓ. તમારૂ બ્લડપ્રેશર વધી જશે. સુનંદા-શું શાંત થાઉ? લોકો દીકરો દીકરો કરતાં હોય છે, કેમ? કેમ કે એ દીકરો ઘડપણ માં મા-બાપ નો સહારો બને. એમનો મજબૂત હાથ બને. આવા દીકરા જ કપાતર નીકળે તો, હું ઇશ્વરને પ્રાર્થના કરું કે તે કોઇને આવા દીકરા જ ના આપે! જે મા-બાપ ને જ બોજ સમજતા હોય!!
  • અમર બેટા, અમે તો જતા રહીશું 'ઘરડાઘર 'માં, પણ હું ભગવાન ને પ્રાર્થના કરીશ કે તારી પાછલી ઉંમરે આ દિવસો જોવા ના મળે. કેમ કે નિયમ છે,,, "જેવું વાવશો એવું લણશો " !
  • જોયું, અમર તારા પપ્પા આપણને કેવી દુવાઓ આપે છે? હવે તો તમે લોકો વહેલી તકે જ અહીં થી નીકળો. વહુ અમને પણ હવે શોખ નથી, તમારા મુખેથી વધુ અમારુ અપમાન કરાવવાનું, અમે જતાં રહીશું.
  • અલય, આપણે હવે આ ઉંમરે કયા જશું? સુનંદા,, તું ચિંતા ના કર, આવા રોજ અપમાનજનક વેણ સાંભળવા એના કરતા એકલા રહેવું સારું.
  • બીજે દિવસે પત્નીને લઇ તેમના મિત્ર ને ત્યાં જતાં રહયા. મિત્ર આનંદે તેમની વાત સાંભળી, દુ:ખભરી લાગણીથી બોલ્યા, અલય જોયું -હું તને ચેતવતો હતો -દીકરાના પ્રેમમાં આંધળો વિશ્ચાસ મૂકી બધું તેને ના આપી દે, પરંતુ તું મારી વાત સાથે અસંમત હતો.
  • જે થયું એ થયું - જાગ્યા ત્યારથી સવાર -હવે એ કહે આગળ શું વિચાર્યું છે? આનંદ, વિચારવાનું શું? ભાડાનું ઘર શોધી સુનંદા સાથે શેષ જીવન વ્યતીત કરીશ, કોઇ નોકરી શોધીશ યાર! દીકરીના ઘરે આખી જિદંગી ના રહેવાય. આનંદ,અલય એટલો પરવશ નથી બન્યો -મ્લાન સ્મિત કરતા એ બોલ્યો. આનંદ, મિત્રનું દુ:ખ સમજી શકતા હતા, મનોમન ભગવાનનો આભાર માન્યો -તેમને કોઈ પુત્ર કે પુત્રી નહતા.
  • માલતી -સુનંદાના આંસુ, પીડાને ઓછા કરવાના પ્રયત્નો કરતી હતી. આનંદની મદદથી તેમના બંગલાની નજદીક ભાડાનું મકાન મળી ગયું, અલયે -સુનંદા સાથે ફરીથી ત્યાં ગૃહસ્થી શરુ કરી. અલય -સુનંદાના ચહેરા પર હાસ્ય હતું -દિલથી બંને ભાંગી પડ્યા હતા. એકના એક દીકરાએ જે આઘાત આપ્યો હતો એ વેદના બની બંનેના હ્રદય ને કોરી ખાતો હતો.
  • આનંદની મદદથી અલયને 'રાજશ્રી 'કંપનીમાં એકાઉન્ટન્ટ ની નોકરી મળી ગઈ હતી. કહે છે -સમય બધા ઘાવ નો મલમ છે! પરંતુ અલયના ઘાવને એ ભરી ના શકયો, દીકરાએ આપેલ દર્દ ના ઘાવ હ્રદયમાં ખૂબ ઊંડા ઉતરી ગયા હતા, એ વ્યથાને વાચા આપી શકતા નહતા- એ દર્દ અંદરોઅંદર ઘૂટાતુ જતું હતું. સુનંદા એ સમજતી હતી, દર્દને ઓછું કરવામાં એ નિષ્ફળ રહયા.
  • ત્રણ વર્ષમાં એ દર્દ -શૂળ બની વ્રજઘાત બની સુનંદા પર ત્રાટકયુ, નોકરી પર અલયને 'હાર્ટએટેક 'આવ્યો, એની તીવ્રતા અલયના પ્રાણ લઇને ગઈ. અલયના અચાનક મૃત્યુથી સુનંદા એકલા પડી ગયા, કયાં જવું? શું કરવું? સમજ ના પડી. દીકરો પિતાના અંતિમ સંસ્કાર માટે પણ ના આવ્યો !આવા કપાતર દીકરા પાસે પાછા જવું નહતું. દીકરાએ કરેલ દુવ્યવહાર બાદ દીકરીના ઘરે પણ જવું ઉચિત ના લાગ્યું.
  • આનંદ -માલતી એમને પોતાના બંગલે લઇ આવ્યા, સુનંદા ખૂબ આનાકાની કરતા રહયા. આ લોકોના સહારે અલયના ગમને ભૂલવાની કોશિશ કરવા લાગ્યા.
  • સમય પસાર થતો ગયો, સુનંદાએ મનને મજબૂત કર્યું, પોતાનો નિર્ણય આનંદ -માલતીને જણાવ્યો. ભાભી આ શા માટે? ભગવાનની કૃપાથી એટલું ધન છે કે તમારું હું ભરણપોષણ કરી શકું. તમારે મહેનત કરવાની જરુર નથી.
  • ભાઈ-મને એ નહીં ગમે, અલય કદી લાચાર બની જીવન જીવ્યા નથી, અને હું પણ નહીં જીવું. આથી જ મને આ સારી ઓફર બે ઘરેથી આવી,જમવાનું બનાવવાની એ મેં સ્વીકારી લીધી છે. જયાં સુધી જીવન છે ત્યાં સુધી બેસહાય -લાચાર બનીને નહીં, પરંતુ ખુદદારીથી જીવન જીવવું છે!!
  • ધીરે - ધીરે સુનંદાની બનાવેલ રસોઇનના વખાણ લોકોમાં થવા લાગ્યા એને વધુ કામ મળવા લાગ્યું. ખુદને આધુનિક યુગમાં ઢાળ્યા, કમ્પ્યૂટર શીખ્યા, ઇન્ટરનેટ ના માધ્યમથી તેમને લોકોમાં આ બિઝનેસનના કોન્ટેક્ટ વધાર્યા. નાની નાની પાર્ટીના ઓર્ડર મળવા લાગ્યા. સમય જતાં, માલતી અને બીજી બહેનોની સહાયથી ખુદની 'સ્વાદ 'નામથી કેટરર્સ સર્વિસ શરૂ કરી, જોતજોતામાં એ પ્રખ્યાત બની ગઈ. આજે સ્વાદ કેટરર્સ લગ્નપ્રસંગે, બર્થડે પાર્ટીમાં પ્રખ્યાત નામ બની ગયું છે! સુનંદા -તેમના જેવી ઘણી બહેનો માટે પથદર્શક બની ગયા છે!! તેમને સાબિત કરી બતાવ્યું -શરીરના કોઈ અંગને જો સડો પેસી જાય તો તેનો પર્યાય મૃત્યુ નથી, તેનું ત્યાંથી છેદન કરીને જીવન જીવી શકાય છે!!
  • આનંદ -માલતી તેમની પ્રગતિથી ખુશ હતા, તેમને અનુભવ્યું -સુનંદા ભાભીએ તેમના જીવનના અંધકારમય લેખિનીથી થયેલા હસ્તાક્ષર ને કાયમ માટે દફન કરી દીધા હતા. વર્તમાન જીવનના કર્મના હસ્તાક્ષર જ તેમનું જીવનબિઁદુ બની ગયું છે! એક 'આછો ઉજાસ 'એ નવી સવારનો તેમના ચહેરાને જળહળતા બક્ષતો હતો!!
  • ફાલ્ગુની પરીખ.