U turn of love books and stories free download online pdf in Gujarati

યુ ટર્ન ઓફ લવ

રોજ સવાર પડીને મમ્મીએ ઉઠાડ્યો બેટા ધ્રુવ જાગ સવાર પડી ગઈ. આજે તારી કોલેજનો પેહલો દિવસ છે. તારે પેહલા દિવસે જ મોડું જવું છે? હું બેઠો થયોને આંખો ચોળીને એક મોટું બગાસું ખાઈ લીધું. તરતજ મમ્મીએ કહ્યું:“બેટા નાસ્તો તૈયાર છે બગાસા ન ખાઇશ. ” હું ઉભો થયોને ફ્રેશ થવા ગયો. ફ્રેશ થઈને તૈયાર થઇને નાસ્તો કરવા બેઠો. આજે અમારે કોલેજનો પેહલો દિવસ હતો એટલે મમ્મીએ ખાસ નાસ્તો બનાવ્યો હતો. મેં નાસ્તો કરીને મારા મિત્ર જીગરને ફોન કર્યો..

“હેલો મારી જીગલી ક્યાં મરી છે... તને ખબર આપણે મોટા થઈ ગયા કોલેજમાં આવ્યા.. કોલેજમાં… અને તને હજુ એક વાત નહિ ખબર હોય કે આજે આપણે કોલેજનો પેહલો દિવસ છે... ”

જીગરે કહ્યું:“જો ભાઈ તારા માટે જાન ,જીગર અને જાંગીયો.. બોલ તારે શું જોયે છે.. ”

મેં કહ્યું:”જો ભાઈ તારો જાન હું પછી માગીશ.. તારો જાંગીયો મને મોટો પડશે કારણ કે તું મારાથી જાડો છે એટલે મારે તારા જાંગીયા નું પણ કઈ કામ નથી... ફિલહાલ તું મારા ઘરે આવતો રે કોલેજ જઈશું આપણે.. ”

“હા, તમે ખુબ સરસ વાત કરી. હું હમણાં ત્યાં આવું પછી તને બધું કહું, કેટલા દિવસથી હિસાબ બરાબર કરવાનો છે. ”જીગરે કહ્યું.

“ખુબ સરસ, આનંદની વાત છે, આવતો રે.... ”મેં કહ્યું.

થોડીવાર થઇને અચાનક મારા ઘર સામે આવીને કોઈક હોર્ન મારવા લાગ્યો. હું બહાર ગયોને જોઉં તો શ્રીમાન જીગરભાઈ...

"કેમ ભાઈ બહુ મજા આવે છે તને હોર્ન મારવામાં?"મેં કહ્યું.

“તું આવે છે કે હું કોલેજ જઉં. ”જીગરે કહ્યું.

“માફ કરજે ભાઈ ચાલ ફટાફટ.. ”મેં કહ્યું.

અમે બંને કોલેજ પહોચ્યા. જબરદસ્ત માહોલ હતો. બધા નવા-નવા કપડા પેહરીને આવ્યા હતા. આખી કોલેજ રંગબેરંગી લગતી હતી. આ બધાની વચ્ચે હું મારા મિત્ર દર્શન અને સ્મિતને. મને કોઈ જગ્યાએ દેખાયા નહિ એટલે મેં દર્શને ફોન કર્યો. “ક્યાં છે ભાઈ તું? અને સ્મિત ક્યાં છે?”

“તે મારી સાથેજ છે અમે બંને કોલેજના કેમ્પસમાં છીએ. ”દર્શને કહ્યું.

“હું અને જીગર ગેટ પાસે છીએ બસ થોડીવારમાં કેમ્પસ પહોચ્યા. ”મેં કહ્યું અને ફોન પર્ણ કર્યો.

હું અને જીગર ગાડી પાર્ક કરી કેમ્પસ પહોચ્યા. મને અને જીગરને આવતા જોઈને દર્શને હાથ ઉપર કર્યો. અમે બંને તેની પાસે ગયા. અમે બધા થોડીવાર ઉભા હતા. ત્યાં ગેટ પાસેથી લાલરંગની એક મોંઘી ગાડી આવતી અમે જોઈ. ગાડી એકદમ કેમ્પસમાં આવીને ઉભી રહી. ગાડીનો દરવાજો ખુલ્યોને એક પગ બહાર મુક્યો. પગમાં મોંઘા બુટ હતા. પગ જોઈને લાગ્યું કે એ છોકરી છે. તે છોકરી ગાડી માંથી બહાર આવી. દિલની લુટી લે આવો તેનો ચેહરો. મોંઘા કપડા.. જોવામાં લાગ્યું કે પૈસાવાળા બાપની દીકરી છે. ખરેખર તે ખુબજ સુંદર હતી. પેહલી નજરમાં હું તેના રૂપમાં ઢાળી પડ્યો. મારું દિલ વધારે ધડકવા લાગ્યું. અમે બધા મિત્રો ક્લાસમાં પહોચ્યા પણ હું હજુ તે છોકરીના વિચારોમાં હતો. એટલીવાર માં તે છોકરી અમારા ક્લાસમાં આવી અને મારી સામેની બેંચ પર બેઠી. હું ત્રાસી નજરે તેને જોવા લાગ્યો. આ દરમિયાન મારો મિત્ર જીગરએ કહ્યું:“શું ચાલુ રહ્યું છે. પેહલા દિવસે જ નજર કોઈ માટે બેચેન થઈ ગઈ. ” મેં મારા મોં પર એક મીઠા હાસ્ય સાથે કહ્યું:“ના ભાઈ આવું કઈ નથી. આ તો બસ મન ભરીને માણીએ... ”. જીગરે કહ્યું:“જોઉં છું હું. ભાઈ તું મને શું સમજે છે? તું મારી સાથે મોટો થયો છે. ખબર છે ને?”

દોસ્તોની એક ખુબ મોટી ખાસીયત હોય છે. તેમાં પણ ખાસ કરીને જે મિત્ર નાનપણ થી સાથે હોય. તે આપણી બધી વાતથી પરિચિત હોય. પરંતુ અમુક વાર આ મિત્રો તેની પાસે રહેલી આપણી માહિતીનો ફાયદો ઉઠાવે છે. માત્ર આપણીને ચીડવવા માટે.. મારે પણ એમજ થયું જીગર અને હું બંને નાનપણથી સાથે હતા. તેથી મારી દરેક વાતથી તે પરિચિત હતો. તેથી તે મારી નસે-નસ જાણતો. એટલે હું કંઈ પણ નાટક કરું એટલે તરતજ પકડાય જઉં. હું અને જીગર ખુબ નાટકબાજ અને મસ્તીખોર હતા.

કોલેજથી છુટ્યા ત્યારે ફરીએ જ ગાડી આવીને તે છોકરી બેસીને ચાલી ગઈ. મારા અરમાન તૂટ્યા. કોલેજ હું અને જીગર નીકળ્યા. જીગરે મને મારા ઘરે ઉતાર્યો ને તે પણ નીકળી ગયો. હું રૂમમાં ગયો. વારંવાર તે છોકરીનો ચેહરો મારી નજર સમક્ષ આવવા લાગ્યો. કોણ જાણે મને શું થયું. કઈ ખબર જ પડતી ન હતી કે મારી સાથે શું બની રહ્યું છે. ખબર નહિ એ પેહલો નજરનો પ્રેમ હતો કે પછી બીજું જ કઈ... ક્યારેક ક્યારેક આપણા જીવનમાં એવી પરિસ્થિતિ આવે કઈ પણ સમજ ન પડે શું કરવું?

એક નાનું બાળક ત્યારે મૂંઝવણ અનુભવે જયારે બાળકના માતાપિતા ઝઘડો કરે ત્યારે બાળકે કોની તરફ જવું તે સમજ ન પડે તો વળી યુવાનીમાં સાસુવહુના ઝઘડામાં કોનો પક્ષ લેવો તે સમજ ન પડતી હોય તો વળી વૃદ્ધ અવસ્થામાં પોતાના બાળકોનો સાથ ન મળે ત્યારે પોતાની બાકી બચેલી જિંદગી કેમ પસાર કરવી તે સમજ ન પડે. આમ,મારી સમસ્યા પણ કઈક આવીજ હતી.

બીજા દિવસે અમે કોલેજ પહોચ્યા. બીજા દિવસે પણ તે છોકરી અનોખા અંદાજમાં આવી અને મારી બાજુને બેંચ પર બેઠી... મેં મારું જોવાનું કર્યું. હું તેને જોઈ રહ્યો હતો. ત્યારે તે મેને જોઈ ગઈ. મેં તરતજ મારી નજર હટાવી. બધા લેકચર પુરા થયા. અમે સૌ ઉભા થઈને ક્લાસ માંથી બહાર નીકળતા હતા. ત્યારે તે છોકરીએ મને કહ્યું: “તમે શા માટે મને જોઈ રહ્યા હતા?” હું મૂંઝાયો મેં તેને કહ્યું: “ના તમારી ભૂલ થઇ છે. હું તમને નહિ જોઈ રહ્યો હતો. ”

તે છોકરીએ થોડું હાસ્ય કર્યું ને કહ્યું: “મારું નામ દેવાંશી મેહતા ”

“ હું ધ્રુવ,તમને મળીને આનંદ થયો. ”મેં કહ્યું.

“ચાલો કાલે મળ્યા.. મારે મોડું થાય છે. ”દેવાંશીએ કહ્યું.

તરતજ જીગરે કહ્યું:“ભાઈ વાત મન ભરીને માણવાની હતી ને? કાલે મળવા સુધી કેમ પહોચી ગઈ?”

“અરે જીગલી.. એ બધું તને ના સમજાય”મેં મજાકમાં કહ્યું.

“હા ભાઈ અમને પ્રેમ કરતા આવડતો નથી. માંડ-માંડ ધોરણ ૧૧ માં ગાડી પટ્ટી પર ચડી ત્યાં તું વચ્ચે આવ્યો. ”જીગરે કહ્યું.

“અરે પણ ભાઈ તેમાં વાંક મારો ન હતો. તું તેને પસંદ કરતો હતો ને તે છોકરી મને પસંદ કરતી હતી. તેમાં હું શું કરું?”મેં હસતા હસતા કહ્યું.

“જવા દે.. એ ચાલુ આઈટમને.. અને ચાલ આપણે ઘરે જઈએ. ”જોગરે કહ્યું.

અમે બંને કોલેજથી નીકળીને ઘરે ગયા. કાલની જેમ આખો દિવસ દેવાંશીની યાદમાં વીત્યો.

પછીના દિવસે જયારે હું કોલેજ જઈને ક્લાસમાં બેસું તે પેહલા દેવાંશી ક્લાસમાં આવી ચુકી હતી. તે રોજ બેસે ત્યાજ મારી બેંચની સામેની બેંચમાં જ બેઠી હતી. હું મારી જગ્યાએ બેઠો. મને જોઈ દેવાંશીએ કહ્યું:“ગુડ મોર્નિંગ.. ”

“ગુડ મોર્નિંગ.. દેવાંશી”મેં કહ્યું.

“કંઈ પણ કામ હોય મને સામે કહેવાની છૂટ છે,પરંતુ સંતાઈને જોવાની નહિ.. ”દેવાંશીએ કહ્યું.

“અરે... પણ હું તમને નથી જોઈ રહ્યો મેં તમને કાલે જ કહ્યું હતું. ”મેં કહ્યું.

“હા પણ હું મસ્તી કરું છુ અને મને તમે નહિ,તું કહેજે. તું કોલેજનો મારો પેહલો મિત્ર છે. ”દેવાંશીએ કહ્યું.

“સારું હવે તું કહીશ “મેં પણ હસીને કહ્યું.

જીગરે કહ્યું: “ભાઈ મેં એવું સાંભળ્યું છે કે તમે માંથી તું થાય ત્યારે પ્રેમની શરૂઆત થાય.. !!”

“બરાબર સાંભળ્યું જીગલી.... પણ અત્યારે દેવાંશીએ મિત્રની વાત કરી છે”મેં કહ્યું.

“હા ભાઈ એતો મિત્રતાનું પછીનું પગલું એટલે પ્રેમ... ” જીગરે કહ્યું.

“શું વાત છે જીગલી તું પ્રેમ વિશે સારી જાણકારી રાખે છે.. ”મેં કહ્યું.

“શીખવાડ્યું તે.. અત્યારે મને કહે છે.. ”જીગરે મસ્તી કરતા કહ્યું.

કોલેજ પૂર્ણ થઇને અમે ક્લાસની બહાર નીકળતા હતા ત્યારે..

દેવાંશીએ મને પૂછ્યું: “ ધ્રુવ તું ક્યારે રહે છે?”

“શું કરીશ જાણીને પણ ?”મેં કહ્યું.

“કરીશ કંઈ નહિ પરંતુ મેં પ્રશ્ન કર્યો. ”દેવાંશીએ કહ્યું.

મેં તેને મારું સરનામું આપ્યું. તેણેકહ્યું:“અરે.. ! હું ત્યાંથી જ પસાર થઉ છુ. ચાલ આજે હું તને ઘર સુધી ઉતારી જઉં.. ”

“ના હું મારા મિત્ર સાથે જઉં છું”મેં કહ્યું.

“ચાલ ને આજે મારી સાથે આવને.. ”દેવાંશીએ કહ્યું.

“સારું.. ”મેં દેવાંશીને કહ્યું.

“જીગર આજે હું દેવાંશી સાથે જઉં છુ તું ઘરે ચાલ્યો જજે.. ”મેં જીગરને કહ્યું ને જીગર સહમત થયો.

થોડીવાર થઇને દેવાંશીનો ડ્રાઈવર ગાડી લઈને આવ્યો. હું અને દેવાંશી બેઠા અને ડ્રાઈવરે ગાડી આગળ વધારી...

“ધ્રુવ તારા પરિવારમાં કોણ કોણ રહો છો.. ?” દેવાંશીએ પૂછ્યું.

“હું ,મમ્મી અને પપ્પા ,પપ્પા દુકાન ચલાવે છે... ”મેં દેવાંશીને કહ્યું.

“તારા પરિવાર માં કોણ કોણ છે.. ?”મેં દેવાંશીને પૂછ્યું.

“મારો કોઈ પરિવાર નથી. હું આનાથ છુ. હું મારા પરિવારને ક્યારેય મળી નથી. નાનપણથી અનાથ આશ્રમમાં રહી છું. ”દેવાંશીએ ઉદાસ ચેહરે કહ્યું.

એક વાત મેન અંદરો-અંદર મૂંઝવતી હતી કે દેવાંશી અનાથી છે છતાં એટલી પૈસાદાર કેમ.. ?મારી પૂછવું હતું પણ હિમ્મત ન થઇ. એટલીવારમાં દેવાંશીએ મારો ફોન નંબર માંગ્યો. મેં મારો નંબર આપ્યો. થોડીવારમાં મારું ઘર આવ્યું હું નીચે ઉતાર્યોને ગાડી મારી આગળથી પસાર થઈ ગઈ. હું ઘર તરફ વળ્યો. આખો દિવસ એ વિચાર જ આવ્યો. કે દેવાંશી અનાથ છે છતાં મોંઘો ગાડી,ડ્રાઈવર,મોંઘા કપડા..

પછીના દિવસે હું કોલેજ ગયો... ત્યારે મેં દેવાંશીને પૂછ્યું: “દેવાંશી તું ક્યાં રહે છે?”

તેણે મને પોતાનું સરનામું આપ્યું. તેણે જે સરનામું આપ્યું. ત્યાં ખુબ પૈસાદાર લોકો વસવાટ કરે છે.. મારું ટેન્શન વધ્યું. મારાથી ન રહેવાયું એટલે મે દેવાંશીને પૂછ્યું. ”દેવાંશી તારા માતા-પિતા તું પોતાનો ખર્ચ કરી રીતે કાઢે છે?”

“ધ્રુવ, હું નોકરી કરું છુ. ”દેવાંશીએ કહ્યું.

મારા મગજમાં તરતજ લાઈટ થઇ કે નોકરી કરીને આટલું બધું ન કમાય . જરૂર દેવાંશી જુઠું બોલે છે. એ પોતાની હકીકત છુપાવવા માંગતી હતી એટલે મેં વધારે ન પૂછ્યું.

હું કોલેજ જઈ રહ્યો છું. તેને ઘણો સમય થઈ ગયો હતો. હું અને દેવાંશી સારા મિત્ર બની ગયા હતા. તેથી એકવાર દેવાંશીએ મને ફિલ્મ જોવા માટે નું આમંત્રણ આપ્યું. મેં તેના આમંત્રણનો સ્વીકાર કર્યો. હું અને દેવાંશી બંને ફિલ્મ જોવા માટે ગયા. ફિલ્મ ખુબ રસપ્રદ હતી અને સંઘર્શી ભરેલ હતું. ફિલ્મ જોઈને હું અને દેવાંશી બહાર નીકળ્યા ત્યારે દેવાંશીએ મને કહ્યું કે “ધ્રુવ મારી જીંદગી પણ આમજ સંઘર્ષ થી ભરેલી છે”. આ વાક્ય બોલતાની સાથે જ દેવાંશીની આંખમાં તેમની સાથે વીતેલી પળોનો દર્દ જરા સમજાયો. મારી હિમ્મત થતી ન હતી છતાં મેં હિંમત કરીને દેવાંશીને કહ્યું: “ દેવાંશી મારે તને કઈક કેહવું છે. ” દેવાંશીએ કહ્યું: “ હા, બોલ જે કેહવું હોય તે... ”

“દેવાંશી , હું તને ઘણા દિવસ થી આ વાત કેહવા માંગતો હતો પણ કહી શકતો ન હતો. કોલેજના પેહલા દિવસથી જ હું તને પસંદ કરું છું. I Love you દેવાંશી.... ”મેં કહ્યું.

“ધ્રુવ આ વાત કહીને તે મારી સમસ્યા વધારી.... . !”દેવાંશીએ કહ્યું.

“પરંતુ મારી અંદર જે હતું એ મેં તને કીધું... “મેં કહ્યું.

“ધુવ, મને માફ કરજે પરંતુ હું તને સ્વીકારી નહિ શકીશ. ”દેવાંશીએ કહ્યું.

“પરતું શા માટે?” મેં પૂછ્યું.

“ધ્રુવ તારે સાંભાળવી જ છે ને સચ્ચાય તો સાંભળ... હું નોકરી કરું છુ અને મારે એટલો સમય નથી રેહતો કે હું તને સમય આપી શકુ અને બીજા ઘણા પરીબળો છે. જેના કારણે તું મુશ્કેલીમાં મૂકી જઈશ એટલે હું તારો સ્વીકાર કરી શકું તેમ નથી. ” દેવાંશીએ કહ્યું.

“સારું , હવે આપણે જઈએ.. ”મેં ઊંડો શ્વાસ લીધોને કહ્યું.

દેવાંશી પોતાની કાર દ્વારા મને ઘરે મૂકીને તે પણ જતી રહી....

બીજા દિવસે સવારમાં ઉઠીને ટીવી ચાલુ કરીને સમાચાર કર્યા અને સમાચાર આવતા હતા કે “ગઈ રાત્રે શહેરમાં મોટા જથ્થામાં ગેરકાયદેસર હથિયારો વેચતી ગેંગની રંગે હાથે ધરપકડ થઈ. સુત્રોના અનુસર જાણવા મળ્યું કે આ ગેંગમાં એક યુવતી પણ શામેલ છે જેનું નામ “ દેવાંશી મેહતા” છે. હાલમાં એ યુવતી ફરાર છે... ”આ સમાચાર સંભાળતાની સાથેજ મારું હદય ધબકી ઉઠ્યું. મેં તરતજ દેવાંશીને ફોન કર્યો. પણ તેમનો ફોન લાગતો ન હતો. મેં ઘણી કોશિશ કરી પરંતુ દેવાંશીને ફોન ન લાગ્યો. થોડીવાર થઇને દેવાંશીનો સામે થી ફોન આવ્યો. “હા,બોલ ધ્રુવ શું કામ છે?”

“ટીવીમાં આ શું સમાચાર આવે છે તારા વિશે.. ?” મેં દેવાંશીને પૂછ્યું.

“હા, હું કહું છુ. પણ હું કહું ત્યાં તું આવ હું તને બધું કહશ... ”દેવાંશીએ કહ્યું.

“હા જણાવ ક્યાં આવું... ?”મેં પૂછ્યું.

“થોડીવારમાં હું તને સરનામું મેસેજ કરું છુ. ત્યાં આવીજે... ” દેવાંશીએ એટલું કહીને ફોન મૂકી દીધો.

થોડીવાર થઈને મારા ફોનમાં મેસેજ આવ્યો. એ મેસેજમાં દેવાંશીએ સરનામું આપ્યું હતું. મેસેજમાં જણાવેલ જગ્યા શહેરથી બહુ દુર હતી. છતાં પણ હું ત્યાં ગયો. ત્યાં જઈ હું દેવાંશીને મળ્યો. એ જગ્યા શહેરથી ઘણી દુર હોવાથી ભયાનક હતી. મેં દેવાંશીને પૂછ્યું “ દેવાંશી આ બધું શું છે?”

“ધ્રુવ હું તને બધું કહીશ સંભાળ,ધ્રુવ મેં તારાથી એક વાત છુપાવી હતી કે હું નોકરી કરું છુ. હકીકતમાં હું ગેરકાયદેસર થતા હથિયારના વેપારમાં સંડોવાયેલ છું. આ વાત મેં તારા થી છુપાવી કારણ કે હું એવું ઈચ્છતી ન હતી કે તું મારી ચિંતા કરે.. તે મને કહ્યું હતું કે તું મને પ્રેમ કરે છે. હા હું પણ તને પ્રેમ કરું છુ. પણ હું હથિયારના ધંધામાં જોડાયેલી છુ. હું તારા પ્રેમનો સ્વીકાર કર્યો હોત તો તારી પણ જીંદગી ખરાબ થશે.. ”દેવાશીએ કહ્યું.

“ધ્રુવ તું મને ભૂલીને તું તારી જિંદગીનો આનંદ માણ. મારી પાછળ સમય ન વેડફીશ મારી જીંદગી તો બરબાદ થઈ ગઈ છે. હું તારી જીંદગી બરબાદ કરવા નથી માગતી. એટલા માટે તું મને મૂકીને અહી થી ચાલ્યો જા.... ”દેવાંશીએ કહ્યું.

“ના દેવાંશી હું તને અહી એકલા મૂકીને નહિ જઈશ. મેં તને પ્રેમ કર્યો છે. આમ તને છોડીને જઈશ તો મારી મુર્ખામી કહેવાય હું તને છોડીને નહિ જઈશ. તારી જિંદગીમાં ગમે તે મુશ્કેલી આવે બંને સાથે મળીને સામનો કરીશું. ”મેં કહ્યું.

“ધ્રુવ પણ હવે મારી પાસે કોઈ રસ્તો પણ નથી.. ”એમ કહીને દેવાંશી રડી પડી.

“દેવાંશી એક રસ્તો છે. જેનાથી તું થોડી બચી શકે.. ”મેં કહ્યું.

“કયો રસ્તો. ?”દેવાંશીએ કહ્યું.

“જો તું પોલીસ ને સામે થી કહી દઈશું તો કઈક થશે. તું સામે થી કહીશ તો તારો સજા ઓછી થશે. ”મેં કહ્યું.

“તો હવે શું કરીશું?”દેવાંશીએ કહ્યું.

“ચાલ હવે પોલીસ સ્ટેશન, ત્યાં જઈને બધી સાચું કહીશું. ”મેં કહ્યું.

એટલીવારમાં અમે ઉભા હતા ત્યાં ગોળી ચાલવાનો અવાજ ચાલુ થઈ ગયો. જોત જોતામાં કેટલાય અજાણ્યા લોકો હાથમાં હથિયાર અને બંધુક લઇને આવી પહોચ્યા. અમને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યા હતા. મેં દેવાંશીને પૂછ્યું: “આ લોકો કોણ છે અને તે શા માટે આવું કરી રહ્યા છે.. ?”. “ધ્રુવ આ લોકો અમારા પાસે રહેલી હથિયારો માહિતી મેળવવા માંગે છે.. પરંતુ હું તેને એ માહિતી આપવા નથી માગતી.. ”દેવાંશીએ કહ્યું. એટલીવારમાં એ દેવાંશી તરફ આવ્યા અને તેનો હાથ પકડીને ખેચવા લાગ્યા. મેં દેવાંશીને છોડાવવાની ઘણી કોશિશ કરી એટલીવારમાં એક વ્યક્તિએ મને ગોળી મારી અને હું પડી ગયો.. તરતજ દેવાંશીએ બુમ પડી “ધ્રુવ..... ” અને તેની આંખ મારી આંસુઓ સારી પડ્યા. જ્યાં સુધી મારી આંખ ખુલી હતી ત્યાં સુધીમાં તે બધા લોકો દેવાંશીને એક ગાડીમાં બેસાડીને લઇ ગયા. હું ઘણો મજબુર હતો. કારણ કે એ ઘણા બધા હતા અને હું માત્ર એક અને મને ગોળી પણ વાગી હતી.

જયારે મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતો. મને ખબર ન હતી કે હું ત્યાં કઈ રીતે પહોચ્યો. મારી તબિયત સારી થતા ૧૫-૨૦ દિવસ લાગ્યા. મેં ફરી મારા અધૂરા પ્રેમને પામવાની શરૂઆત કરી. મેં બહુ કોશિશ કરીને દેવાંશી જે લોકો સાથે હથિયારના ધંધામાં જોડાયેલ હતી તેની માહિતી મેળવી અને હું એ જગ્યાએ ગયો જ્યાં આ ધંધાનું સંચાલન થતું હતું. ત્યાં હું કોઈને જાણતો ન હતો અને મને પણ કોઈ જાણતું ન હતું. હું થોડો આગળ વધ્યો ત્યાં એક વ્યક્તિએ મેન અટકાવ્યો અને મારું અહી આવવાનું કારણ પૂછ્યું. મારી પાસે ઓળખાણમાં દેવાંશીનું નામ સિવાય કઈ હતું નહિ. તેથી મેં તે વ્યક્તિને કહ્યું: “મને દેવાંશી મેહતાનો મિત્ર છુ અને દેવાંશી વિશે વાત કરવા માગું છુ. ” મારું આ વાક્ય સંભાળતાની સાથેજ તે વ્યક્તિના ચેહરાના હાવભાવ બદલી ગયા અને કઈ બોલ્યો નહિ અને મને એક બંધ ઓરડામાં લઇ ગયો. તે ઓરડામાં એક વ્યક્તિ બેઠો હતો. જે વ્યક્તિ મને ઓરડામાં લાવ્યો હતો. એ વ્યક્તિ એ ઓરડા બેઠેલા વ્યક્તિને કહ્યું. ” માલિક, આ વ્યક્તિ દેવાંશીનો મિત્ર છે અને દેવાંશી વિશે વાત કરવા માંગે છે. ”

પેલા માલિકે મારી સામે જોઈને કહ્યું: “તું દેવાંશીનો મિત્ર છે? કેટલા સમય થી? “

મેં તેને કહ્યું: “હા હું દેવાંશીનો મિત્ર છુ. હું છેલ્લા ઘણા સમય થી દેવાંશી સાથે છુ. ”

“તો અહી આવવાનું કારણ ?” માલિકે મને પૂછ્યું.

“તમે પણ જાણો છો કે દેવાંશીનું અપહરણ થઈ ગયું છે. તો હું તેને છોડાવવા માંગું છુ. જો તમે મારી થોડી મદદ કરો એવી અપેક્ષા સાથે હું અહી આવ્યો છુ. ”મેં કહ્યું.

“હું વધારે તારી મદદ નહિ કરી શકીશ કારણ કે હાલમાં અમે બધા પર મુશ્કેલીમાં છીએ. પરંતુ તારા ચેહરા પર મને દેવાંશી માટે લાગણી જોઈ શકું છુ તેથી મારા થી થતી મદદ હું કરીશ.. ”માલિકે કહ્યું.

“તમે મને એટલી માહિતી આપો કે તેનું અપહરણ કરનાર કોણ હતા? અને તે ક્યાં મળશે?”મેં કહ્યું.

“ત્યાં તું એકલો જઈશ?”માલિકે કહ્યું.

“હા, હું એકલો જઈશ. મારે દેવાંશી જોઈએ છે. હું તેના માટે બધું કરવા તૈયાર છુ. ”મેં કહ્યું.

માલિકે મને સરનામું આપ્યું.. અને હું ત્યાંથી ઉભો થઈ ચાલવા માંડ્યો. ત્યાં માલિક બોલ્યો..

“પણ પેહલા મારી વાત સંભાળ, ત્યાં એકલું જવું મુશ્કેલી ભરેલું છે.. ”

“મને મારી કોઈ ચિંતા નથી” મેં કહ્યું અને હું આગળ વધ્યો.. ત્યાં ફરી મને માલિકે અટકાવ્યો અને માલિક મારી પાસે આવ્યો અને મારા હાથમાં એક બંધુક મૂકીને કહ્યું. “દેવાંશીને લઈને આવજે.... ”

મેં બંધુક હાથમાં બંધુક લીધીને હું એકલો નીકળી પડ્યો મારા પ્રેમ ની લડત માટે....

માલિકે મને જે સરનામું આપ્યું ત્યાં હું પહોચ્યો. હું થોડો દુર ઉભો રહ્યો ને સમગ્ર જગ્યાનું નિરીક્ષણ કરી લીધું. મારી સામે વિશાળ વેરાન મકાન હતું એ મકાનમાં દેવાંશી હતી... મકાનના મુખ્ય દરવાજા પર ૨ વ્યક્તિ હતા. મને વિચાર આવ્યો કે હું દરવાજે થી જઈશ તો બાકીના વ્યક્તિને જાણ થઇ શકે છે. તેથી હું એ મકાનની પાછળ ગયો. ત્યાંથી દીવાલ ઠેકીને અંદર ગયો. ત્યાંથી હું મકાનના અંદરના દરવાજા પાસે પહોચ્યો એટલીવાર માં એક વ્યક્તિ મને જોઈ ગયો. તેણે તરત જ ગોળી મારી પણ હું બચી ગયો. ગોળીનો આવાજ સાંભળીને બીજા વ્યક્તિઓ પણ આવી પહોચ્યા અને મારા પર હુમલા ઉપર હુમલા થવા લાગ્યા હું એ બધા નો સામનો કરતો હતો. કોણ જાણે કેમ પણ આજે મારા હાથ ઘણા મજબુત થઈ ગયા હતા. ફિલ્મમાં જે ફાઈટીંગ ચાલે તેમાં અમારી ફાઈટીંગ ચાલતી હતી. હું લડતા-લડતા મકાનની અંદર પ્રવેશ કર્યો. હું બધા ઓરડાઓ માં નજર કરતો હતો, એવા માં એક ઓરડામાં એક ખુરશી હતી. તેના પર એક છોકરીને બેસાડીને બાંધવામાં આવેલ હતી. એ છોકરી હતી “દેવાંશી.. ” તેનો ચેહરો મુરઝાય ગયેલ હતો. હું તેની પાસે ગયો તેના હાથ પગ પરથી દોરીઓ ખોલી તરતજ દેવાંશી ઉભી થઈને મને ભેટી પડી. તેની આંખમાં આંસુ હતા અને મારા માટે પ્રેમ. દેવાંશીએ મને કહ્યું:” I Love you ધ્રુવ... ” આ બોલતાની સાથેજ હું પણ ભાવુક થઈ ગયો... મેં પણ કહ્યું. “ I Love you too દેવાંશી , તને લેવા માટે અહી એકલો આવ્યો છુ. તને અહી થી લઇ લઈને જ જઈશ. ” મેં દેવાંશીનો હાથ પકડ્યો ને અમે આગળ વધ્યા ત્યાં દરવાજા સામે એક મોટું ટોળું ઉભું હતું. અમે ઉભા રહી ગયા. ત્યાં એક વ્યક્તિએ બંધુક કાઢી અને કહ્યું: “આજે આ લવ સ્ટોરીનો અંત હું લઈશ” મેં અને દેવાંશીએ એકબીજાની સામે જોયું. બંને પોતાની આંખની ભાષાથી એકબીજાને કહી નાખ્યું કે મરીશું તો બંને સાથે. અમે બંનેએ ઊંડો શ્વાસ લીધો અને સ્મિત કર્યું અને મેં એક બુલંદ આવાજમાં બુમ પડી “ચલાવ ગોળી... ”મારું આ વાક્ય બોલતાની સાથેજ દરવાજા બહારથી ગોળીબાર થવા લાગ્યો. ધીમે ધીમે એ ટોળા માંથી મારતા ગયા. હું અચરજમાં હતો કે આ ટોળા પર ગોળીબાર કોણે કર્યો. એટલીવારમાં મેં એક વ્યક્તિને અંદર આવતો જોયો તેની પાછળ બીજા ઘણા વ્યક્તિ હતા. એ વ્યક્તિ હતો પેલો માલિક. તે અમારી નજીક આવ્યો. તેને અમારા માથા પર હાથ મુક્યો ને કહ્યું. “સુખી રહો... ” તેણે મારી સામે જોઈને કહ્યું:“ધ્રુવ હું બધા જ ધંધા બંધ કરીને આવી રહ્યો છુ. મારે તમારા જેવી જીંદગી જીવવી છે. તું અહી માત્ર એકલો લડવા આવ્યો અને એ પણ પોતાની ચિંતા કર્યા વગર. મારે પણ એક પરિવાર હતો. મારી પત્ની,બાળકો,માતા-પિતા.. હું આ હથિયારના ધંધામાં ચડ્યો પછી મેં મારા પરિવારને છોડી દીધો. પરંતુ અત્યારે મને સમજાયું કે સત્ય શું છે.. ?હું આજે જઈને પોલીસ પાસે બધી કબુલાત કરીશ. મને જે સજા થશે તે મને મંજુર રેહશે. ”

ત્યાર બાદ હું,દેવાંશી અને માલિક પોલીસ પાસે ગયા અને બધી કબુલાત કરી. તેમજ કોર્ટમાં કેસ ચાલ્યો. અંતે કોર્ટએ નિર્ણય કર્યો કે “તમામ સબુત અને ગવાહ ને ધ્યાનમાં રાખીને કોર્ટ દેવાંશી અને તેમના માલિક ને ૩ વર્ષની સજા સંભળાવે છે.. ” ત્યાર બાદ દેવાંશી મારી પાસે આવીને કહ્યું: “ધ્રુવ તું ૩ વર્ષ મારી રાહ જોઇશ.. !” મેં કહ્યું: “દેવાંશી તું જેલ માંથી બહાર નીકળીશ એટલે તારી પેહલી નજર સામે તું મને જઈશ.. ”

આજે દેવાંશી જેલમાં ગઈ તેના ૩ વર્ષ પૂર્ણ થયા અને આજે દેવાંશી મુક્ત થવાની હતી એટલે હું તેને જોવા માટે હું જેલ પહોચ્યો અને દરવાજા બહાર ઉભો રહ્યો. થોડીવાર થઈને ત્યાં અચાનક જેલનો બહાર નો દરવાજો ખુલ્યો અને માલિક અને દેવાંશી બહાર આવ્યા. દેવાંશી એ મને જોયો કે તરત જ તે દોડી અને મને ભેટી પડી..

મારા જીવનમાં બનેલી આ ઘટના પરથી જાણવા મળ્યું કે પ્રેમ માટે લડેલી લડત એ લડત નહિ પણ પોતાનો એક સંઘર્ષ હોય. તે પોતાના પ્રેમ માટે સંઘર્ષ કરે છે. તે માત્ર એક વાર્તા નહિ પણ એક ઇતિહાસ રચે છે.

The End

A story by KRUNAL DHAKECHA