Adhinayak - 23 books and stories free download online pdf in Gujarati

અધિનાયક દ્રશ્ય 23 Political thriller

દ્રશ્ય: - 23

- “કેસ ઇસ વેરી ડિફીકલ્ટ ફોર અસ! ન્યાયાલયમાં ત્રણેયને નિર્દોષ પુરવાર કરવા મુશ્કેલ છે. માધવ ગાયકવાડ, પટેલ પરીવાર, પુલીસ એ ત્રણેયને ઘટનાસ્થળેથી જ હોસ્પીટલ લઇ ગયાં હતાં. જો અવનિ કે નિત્યામાંથી કોઇને ભાન આવી ગઇ તો એ પણ આ ત્રણેય વિરુદ્ધ જ જુબાની આપશે. આ ઉપરાંત સ્વામીજીના સેવકોને કોઇ ઓળખી ગયુ તો વધારે સમસ્યા ઉભી થશે.” સરકારી વકિલ અનિલ શહેરાએ સમજાવ્યુ. તેમની વૈભવી ઓફિસમાં અભિનવ અને લાવણ્યા કેસની ચર્ચા કરવા આવ્યાં. પણ શહેરાસાહેબ તો પાણીમાં બેસી ગયા. જોકે અભિનવને કોઇ અસર નહોતી થઇ. એ તો પેપરવેઈટ રમાડતો હતો. “આઈ મીન આઈ વીલ ટ્રાય બટ ઇટ્સ વેરી ડિફીકલ્ટ ધીસ ટાઇમ!”

“શહેરાસાહેબ! મેં આવતા સાથે જ તમને કહ્યુ હતુ કે હું ના તો સાંભળવા આવ્યો જ નથી, સાથે-સાથે આ તમારું ટ્રાય-ડિફીકલ્ટ વગેરે પણ સાંભળવા આવ્યો નથી, સીધ્ધેસીધુ બોલો! આ વખતે કેટલા દાણા વધારે નાખવા પડશે?”

“અભિનવ! હું તમારા દાણાએ જીવતો નથી. મારી પણ પ્રતિષ્ઠા છે. જો હું એક નિષ્ફળ કેસ લડું તો સમાજમાં મારી પ્રતિષ્ઠાનું શું?”

“શાંત! શહેરાસાહેબ! શાત! ભાડુતી માણસ ક્યારેય એ મકાનનો માલિક નથી બનતો! તમારી પ્રતિષ્ઠા એ અમારી દેણ છે. તમે અમારા કારણે સમાજમાં નામના મેળવતા થયાં છો. બાકી તમે ભૂલી ગયાં છો કે અઢાર વર્ષ પહેલાના પાંજળાપોળ ચાર રસ્તાએ આવેલી વઝીર બેકરી પાસે થયેલી આગચંપી વાળા કેસમાં તમારી શંકાસ્પદ ભૂમિકા હોવા છતાં પપ્પાએ તમને બચાવ્યા હતા.”

“અભિનવ! એ કેસ ને કોમી રમખાણ સાથે કોઇ લેવા-દેવા નથી.” સરકારી વકિલ શહેરા તાડુક્યા.

“તો મે ક્યા કહ્યુ કે એ કોમી રમખાણ સાથે જોડાયેલ કેસ છે? એ અલગ વાત છે કે એ કેસ કોમી રમખાણ સાથે જોડાયેલ નથી એ સાબિત કરવામાં તમારે ભારે જહેમત ઉઠાવી પડી હતી અને તેની સાબિતી અંકલ પાસે છે. ત્યારે તમે નિર્દોષ સાબિત થઇ શકતા હો તો આ કેસને તો તમારે પડકાર તરીકે સ્વીકારી લેવો જોઇએ.” અભિનવ ઊભો થઇને અનિલભાઈ પાસે આવ્યો. ડેસ્ક પર એક કોરો ચૅક મુક્યો. લાવણ્યા તો મુક પ્રેક્ષક બની જોઇ રહી.

“આ ચૅકમાં તમે જ તમારી કિંમત લખી લો! સાંજે તમારા હાની રાહ જોઇશ.” અભિનવે સરકારી વકીલને સંડોવી દિધો. લાવણ્યા સાથે ચાલતો થયો. લાવણ્યા છેવટ સુધી શહેરાનો નિસ્તેજ થયેલો ચહેરો જોઇ રહી. સરકારી વકિલ અનિલ શહેરા એ કોરા ચૅકને જોઇ રહ્યા.

***

- “તારા ચાચાજાન તો ખુદાના બંદા છે. આજથી પચ્ચીસ વર્ષ પહેલાં નિકાહ કરીને મને આ પોળમાં લઇ આવ્યા હતા. મારા એ બીજીવારના નિકાહ હતાં. પહેલા શોહરથી બે બાળકો થયાં એ તલાક પછી શોહરે પોતાની પાસે રાખી લીધા. દૂરના સંબંધને કારણે તારા ચાચાજાન સાથે ઓળખાણ થઇ. તેમની ખાતુન અલ્લાહને પ્યારી થઇ ગઇ હતી. હું વિશાળ ખાનદાનથી આવતી હતી. સમાજમાં મારા ખાનદાન મોટી શોહરત હતી. જ્યારે તારા ચાચાજાન તો ચંપ્પલ સાંધવાના તથા વેચાવાનો ધંધો કરતા હતા. એ કારણે મારું ખાનદાન તારા ચાચાનો વિરોધ કરતું હતાં. છતાં તેમના વિરોધ વચ્ચે અમે નિકાહ કર્યાં. મારાથી તો એ દસ વર્ષ મોટા! અમારા નિકાહની વઝહ મહોબ્બત નહોતી. પણ. જાતી ઝિદંગીએ એકબીજાનો સહારો બનવા ઇચ્છતાં હતાં. તેમણે રોજીરોટી ચાલે એ માટે ઘણાં કામો કર્યા હતા. કાપડ-વાસણ વેચતા-બુટ-ચંપ્પલ વેચતા અને ટીફીન પણ બનાવતા! મને સીવણકામ ફાવતું તો એ પણ અમે કરી જાણ્યું છે. તો તેમના મોટાભાઇ સુલેમાનભાઇજાન વર્ષે-બે વર્ષે વિદેશ જઇ આવતા. તેમનો ટેકો રહેતો. તારા ચાચા નાત-જાત-મજહબમાં પડ્યા વગર દીનદુખીયા અને અલ્લાહની રહેમત ન મેળવનારાની હમેશાં મદદ કરતાં રહેતા. ક્યારેક તો મારાથી ખીજાય જવાતું કે ઘરમાં ખાવા ગમ પણ નથી ને તમે બાદશાહત લુટાવી રહ્યા છો. ત્યારે એ કહેતા કે ઈન્સાન થઇને અલ્લાહના બંદાની મદદ ન કરીએ તો કયામતના દિવસે અલ્લાહને શું જવાબ આપીશ?” તસ્લિમાખાલા જુની યાદો વાગોળવા લાગ્યા. માધવ સહિત પોળવાસીઓ ખાલાના ઘર પાસે ફળીયામાં એકઠ્ઠા થયાં. માધવને કોમીરમખાણનું પુરૂં પ્રકરણ સાંભળવા આવ્યો હતો.

“મોટા-મોટા રાજનેતાઓના બિનસાંપ્રદાયિક વિચારનું વહન તારા ચાચાજાન જેવા નેક બંદાઓ દ્વારા થતું હોય છે. તે સમયમાં દિવ્યરાજ રાવળ પુરા ગુજરાતમાં પોતાના પક્ષના વિચારોનો ફેલાવો થાય એ માટે પ્રયત્નશીલ હતા. આ માટે દેવરાજસાહેબને પક્ષના વિચારો ફેલાવવા ગુજરાતભરમાં યાત્રા કરાવી હતી. દેવરાજભાઇજાન તો ખુદાના બંદા હતાં. તેઓ દરેક ધર્મમાં વિશ્વાસ ધરાવતા હતા. તેઓ જ્યારે આ પોળમાં આવ્યા ત્યારે તારા ચાચાજાનના કાર્યોથી આકર્ષાયા હતા. તેમને પોતાના પક્ષના વિચારો ફેલાવવા આગ્રહ કર્યો હતો. સમજી લોને કે તારા ચાચાજાનને પક્ષનો પ્રાથમિક સભ્ય જ બનાવ્યા હતા. દરેક પક્ષના વિચારોનું મુળ કાર્યકરોના વિચારો જ હોય છે. કાર્યકરોના વર્તનથી જ પક્ષની છબી બને છે. એટલે જ સામાન્ય લોકો પક્ષમાં જોડાતાં હોય છે. તારા ચાચાજાન અભિનવ ગુજરાત પક્ષથી આકર્ષાયા હતા. ખાસ તો દેવરાજસાહેબની કાર્યશૈલીથી આકર્ષાયા હતા. તેમની પ્રામાણિકતા-સર્વધર્મ સમભાવ-આધુનિક વિચારો-સામાન્ય લોકોની પડખે રહેવાની વૃતિ-દંભ વગરના સામાન્ય લોકોમાં ભળી જવાના ગુણોને કારણે દેવરાજભાઇજાન સામાન્ય લોકોમાં પ્રિતીપાત્ર બન્યા હતા. તેમણે પક્ષના વિચારોમાં પણ આમૂલ પરીવર્તન આણ્યુ હતુ. તારા ચાચાજાન એ કારણે પક્ષમાં જોડાયા. તારા ચાચાજાન પણ પરદુખભજન હતાં. બન્ને કોમ વચ્ચે ગમે ત્યા પણ ઝઘડો થાય એટલે તારા ચાચાજાન પહોંચી જતા. કેટલાક લોકો તો વળી તારા ચાચાજાનને દેવરાજસાહેબના શાંતિદુત કહેતાં. ત્યારબાદ દેવરાજસાહેબ પ્રથમવાર મુંખ્યમંત્રી બન્યા. દેવરાજસાહેબ સાથે તારા ચાચાજાનની મિત્રતા એટલી ઘાટ થઇ ગઇ હતી કે દેવરાજસાહેબ તો તારા ચાચાજાનને મંત્રી બનાવવાના હતા. પણ. તારા ચાચાજાને ક્યારેય પૈસા કે પદને લક્ષમાં રાખીને કોઇ કામ કર્યું ન હતું. એ તો હમેશાં અલ્લાહના બંદાની મદદ કરવામાં માનતા! જોકે. દેવરાજસાહેબ સાથેની મિત્રતાના કારણે અમારી કોમમાં તારા ચાચાજાનના માન-પાન વધી ગયા હતા. પવિત્ર મદરેસાઓ તેમજ અન્ય પવિત્ર સંસ્થાનોમાં સ્થાન આપતા હતા. પણ. તારા ચાચાજાન અદના આદમી જ રહ્યાં. દેવરાજસાહેબના મુંખ્યમંત્રી બન્યા બાદ રાજ્યમાં શાસન પદ્ધતિમાં આમૂલ પરીવર્તન આવ્યું. મને તો રાજકારણમાં ક્યારેય ગતાગમ નથી પડી. પણ. એટલોં ખ્યાલ છે કે બે કોમો વચ્ચે જેટલી દેવરાજસાહેબના રાજમાં એક્તા હતી એવી પહેલા ક્યારેય હતી નહીં. કદાચ એ જ કારણ હતું કે અયોધ્યામાં થયેલી તંગદિલી વચ્ચે પણ ગુજરાત વધારે આગ ફેલાઇ હતી નહીં! એટલે જ સ્તો! દેવરાજસાહેબ બીજીવાર 1995 માં મુંખ્યમંત્રી તરીકે આરૂઢ થયા. એ દરમ્યાન પુરૂષોત્તમસાહેબ, અંગ્રેજ કેવિન બ્રોડ, નરૂભા માણેક અનંતસાહેબ વગેરે તારા ચાચાજાનની ઉંઠ-બેઠ વધી ગઇ. પહેલી અવધિમાં શરૂ થયેલી વિકાસયાત્રાને ખુબ ઝડપી વિસ્તારવાની દેવરાજસાહેબને હોશ હતી. લોકોની અપેક્ષાઓ વધવા લાગી હતી. સામાજીક-આર્થિક વિકાસ થતો હોય તો લોકો ધાર્મિક ક્ષેત્રે વિકાસ ઇચ્છે જ! જાણે અજાણ્યે દેવરાજસાહેબના રાજમાં બન્ને કોમ વચ્ચે અહમનો ટકરાવ વધવા લાગ્યો. નાના-મોટા છમકલાં જે કાયદો વ્યવસ્થા ખોરવી શકે એવા બનાવ વધવા લાગ્યાં. કેટલાકને તો દેવરાજસાહેબની તારા ચાચાજાન અને અનંતસાહેબ સાથેની ગાઢ મિત્રતા પણ ખટકવા લાગી. આ ખટકના આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું. અનંતસાહેબની કંપનીમાં સામે આવેલા ગોટાળાએ! કોઇ ખ્રિસ્તી ગોટાળાનો મુંખ્ય આરોપી તરીકે પકડાયો અને છેક્ક દિવમાં ખ્રિસ્તી વિફર્યા. તેમના કારણે ગુજરાતભરમાં એ ખ્રિસ્તીને જેલમુક્ત કરવા આવેદનો-સરઘંસો નિકળ્યાં. દેવરાજસાહેબે જેલમાં બંધ કેવિનસાહેબને જેલમુક્ત કરીને દિવ મોકલ્યા. પણ. એ સુલજવાને બદલે વધારે બગડ્યું..”

“કેવિનબ્રોડ કેમ જેલ ગયાં હતાં?” માધવે વચ્ચે પૂછ્યું. “એ ખ્રિસ્તી કોણ હતો?”

- “માધવ! કેવિનસાહેબની વાત કરવી એ નાના મોઢે મોટી વાત સમાન છે. જોકે. હું એમના વિશે વધારે જાણતી પણ નથી. પણ. એટલું ચોક્કસ જાણું છું કે છાપામાં દરરોજ તેમના કારનામા આવે જ! એ ખ્રિસ્તી કોઇ જીમ્મી કુક નામનો માણસ હતો. જે હાલ મુંબઇમાં 2003 માં થયેલા બોમ્બ બ્લાસ્ટના આરોપમાં ફાંસીની સજા પામેલ છે. દિવ ગયા બાદ કેવિનબ્રોડે ખુબ સરળતાથી પોતાની નાતને મનાવી લીધી. સાથે એવી માગણી કરી જીમ્મી કુક જે ગોટાળામાં પકડાયો છે એની તપાસ થાય. દેવરાજસાહેબે એ વાત માની અને તપાસના આદેશ આપ્યાં. અનંતરાય ચુપ રહ્યા. પણ. અનંતરાયના બનેવી નરૂભા ચુપ ન રહ્યા. તેઓ આને અપમાન સમજી બેઠા. અમરાઇવાડીમાં કાઠિયાવાડી સમાજને એકઠ્ઠા કર્યાં. કાઠિયાવાડીઓના વારે-ત્હેવારે અપમાન થાય છે એનો બદલો લેવા સરકાર વિરૂદ્ધ આંદોલન છેડ્યુ. દિવસોના દિવસો સુધી આદોલન ચાલતા જનજીવન પર અસર થતાં દેવરાજસાહેબે નરૂભાને સમજાવવા અનંતસાહેબને આગળ કર્યા. જેના કારણે ઉશ્કેરાયેલા નરૂભાએ અનંતારાય-દેવરાજની સાંઠગાંઠ ખુલ્લી પાડતી CD વહેંચી. જેમાં ઘણી સરકારી યોજનાઓ અને કાર્યોમાં અનંતરાયને અને તેમની કંપનીને ફાયદો કરાવ્યાની સાબિતીઓ હતી. દરરોજ નવી-નવી CD બહાર પડવા લાગી. કાઠિયાવાડીઓ જાહેર ત્થા ખાનગી મિલ્કતોને નુક્સાન કરવા લાગ્યા. તારા ચાચાજાન પણ દેવરાજસાહેબ વતી નરૂભાને સમજાવવા ગયા હતા. કાઠિયાવાડીઓ અન્ય કોમને નુક્સાન પહોંચાડવા લાગી. તેના કારણે અન્ય કોમ પણ પોતાનો સામાજીક દરજ્જો સુધરે એ માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરવા લાગી. જેના સરકાર વધારે ગુંચવાઇ ગઇ. આ દરમ્યાન આગને દાવાનળ કરતી ઘટના વડોદરામાં થઇ. જેમાં નાના-મોટા છમકલાં પ્રેટ્રોલ નાખવાનું કામ કર્યું.

- વડોદરામાં એક સવારે અમારી કોમની એક નિર્દોષ સત્તર વર્ષની યુવતિ શાળાએ જતી હતી ત્યાં કેટલાક નરાધમોએ અપહરણ કરીને સામુહિક બળાત્કાર ગુજાર્યો. ગુજરાતમાં હાહાકાર મચી ગયો અને અમારી કોમ આગબબુલા થઇ. ગુજરાતભરમાં કોમમાં આક્રોશ ફાંટી નિકળી. આરોપીઓ કોઇ એક કોમના ન હોવા છતાં બન્ને કોમમાં તંગદિલી વધી ગઇ. એ દિવસો એવા હતા જ્યારે સમાચાર માધ્યમો આજ જેટલા મજબુત ન હતાં. રેડિયો પર કે બીજે દિવસે છાપા પર સાચી વાત આવે ત્યાં સુધીમાં તો અફવા દાવાનળની માફક ફેલાય ગઇ હોય અને ઘણુ બધું નુક્સાન થઇ ગયું હોય તેવા વાતાવરણમાં દેવરાજસાહેબની સરકાર આરોપીઓને પકડી ન શકતાં મામલો વધારે ઉગ્ર થયો હતો. મિલ્કતો સાથે-સાથે હવે તો ખુનખરાબા વધવા લાગ્યાં. આ વચ્ચે દેવરાજસાહેબ તારા ચાચાજાનને શાંતિદુત તરીકે મોકલ્યા. પણ આમ દરવખતે તારા ચાચાજાનનો દેવરાજસાહેબના માણસ તરીકે ઉપયોગ લેવાતા કોમ વિફરી. પહેલીવાર પોળમાં હલ્લો બોલાવ્યો. અમે માંડ-માંડ બચ્યાં. આ કારણે હું તારા ચાચાજાન સાથે ઝઘડી પડી. તેમને આ બધું છોડી દેવા મનાવ્યાં. પણ તેમણે મને આ દાવાનળથી અળગી રાખવા મામલો શાંત થાય ત્યાં સુધી મારા પીયરે મોકલી દિધી. હું ઇશરત-વહાબને મારા પીયરે લઇ આવી.” તસ્લિમાખાલા થોડીવાર રોકાયા. પાણી પીધું. માધવ તથા પોળવાસીઓ એકધ્યાને સાંભળી રહ્યાં હતાં. બાળકો જે ભાગ્યે જ શાંત રહેતા હોય એ મોટાઓના મૌનના પગલે છાન્નામાન બેઠા હતાં.

“પણ અમને ક્યાં ખબર હતી કે આ તો બસ શરૂઆત હતી. મોતનું તાંડવ તો હવે ખેલાવાનું હતું. આજે પણ એ ગોજારો દિવસ યાદ કરતા તો અમારી રૂહ કાંપી ઉઠે! પરીવારની જેમ રહેતા પોળવાસીઓ દરરોજની માફક નમાજ પઢવા સવારે એકઠ્ઠા થયાં હતાં. તારા ચાચાજાનને પોળમાં વધી ગયેલ હુમલાને કારણે બે જમાદાર સરકાર તરફથી સુરક્ષા માટે અપાયા હતા. પોળના તમામ લોકો એકઠ્ઠા થયાં હતાં. તે દિવસે કોમની બેઠક બોલાવાઇ હતી. તારા ચાચાજાન ઉશ્કેરાયેલા યુવાનોને સમજાવવાના હતા. સાથે-સાથે આગળના પગલા લેવા માટે નિર્ણય લેવાના હતાં, નમાજ અદા થઇ ગઇ. કોમના મોટા લોકો આવવા લાગ્યાં. ઠીક અગિયાર વાગ્યે બેઠક શરૂ થઇ. તારા ચાચાજાન તો સમજાવી રહ્યા હતા અને પોળની બાજુમાં ધડાકો થયો. તારા ચાચાજાને કેટલાક યુવાનોને બહાર તપાસ કરવા મોકલ્યા. હજુ તો પાંચ મિનીટ નહીં થઇ હોય અને પોળ પર અજાણ્યા લોકોએ અધાંધુધ ગોળીબાર શરૂ કરી દિધો. ધાણી ફૂટ ગોળીબારને કારણે પોળમાં ભાગદોડ મચી ગઇ. પોળવાસીઓ ગભરાયા. નાસભાગ મચી ગઇ. કેટલાક પોતાને તો કેટલાક સ્વજનોને બચાવવા ભાગદોડ કરવા લાગ્યા. આ દરમ્યાન તારા ચાચાજાન કેટલાક યુવકો સાથે પોતાનો જીવ બચાવીને ઘરમાં આવીને હથિયાર લઇને ઘરમાં જ રહીને ગોળીબાર કરવા લાગ્યા. બન્ને તરફથી ગોળીબાર થવા લાગ્યો.”

“બન્ને તરફથી એટલે? શું પોળમાં પહેલેથી જ હથિયાર તૈનાત હતાં?” માધવે સવાલ કર્યો. ખાલા ચુપ રહ્યાં, “ખાલા! જવાબ આપો. બન્ને તરફથી એટલે ચાચાએ પણ ગોળીબાર કર્યો કે કરાવ્યો! એ જ અર્થ થયોને?”

“બેટા! આ સવાલોનો જવાબ તો અમને પણ મળ્યો નથી. એ અમે સાબિત ન કરી શક્યા કે મારા ગયા પછી પોળમાં હથિયાર લેવાયા હતાં કે નહિ? તારા ચાચાજાને જવાબ આપ્યો જ નથી. તેમણે પ્રથમ જે જુબાની આપી હતી એમાં તેઓ એ બોલ્યા હતાં કે તેમને આ હથિયારો સ્વરક્ષા માટે અપાયા હતા. પણ. તેનો ઉપયોગ કરવાની મનાઇ હતી. પણ. એમને કોણે આ હથિયારો આપ્યા હતા એ વાત ક્યારેય કોઇને પણ કરી ન હતી,”

“ખરેખર! ખાલા! આ જ વાત છે? સ્વરક્ષા માટે તો નાની રીવોલ્વર પણ પુરતી થઇ રહે. પણ. ત્યાં તો જામગરી-તમંચો-તલવાર-લાકડી-સાકડીઓ- રાઈફલ્ય-કારતૂસ-દેશી બનાવટના બોમ્બ સુધ્ધા મળી આવ્યા હતાં. ખાલા! આ તો સ્વરક્ષા માટે ન જ હોયને!!”

“આ જ સવાલો અમને ન્યાયાલય પુછાયાં હતાં અને આજ સુધી એ સવાલોના જવાબ અમે આપી શક્યા નથી. માધવ એક વકીલ તરીકે જો તું સવાલનો જવાબ ખુદ શોધીશ તો કદાચ બની શકે કે કોમીરમખાણોના સત્ય સુધી તું પહોંચી શકે!” તસ્લિમાખાલાએ માધવને સંતોષ થાય તેવો જવાબ આપ્યો.

“પછી શું થયું?”

“બે કલાક સુધી બન્ને બાજુથી ગોળીબારી થઇ. બન્ને બાજુએ લોહીની નદીઓ વહી. અનેક ઘવાયાં. અનેક ભંગાયાં. અંતે પુલીસ આવી અને તારા ચાચાજાન સહિત મોટાપાયે ધરપકડ કરી. ઘાયલોને દવાખાને લઇ જવાયા. અમને જાણ કરી. તારા ચાચાજાનના મોટાભાઇ-ભાભી-તેમની અમ્મી અલ્લાહને પ્યારા થઇ ગયાં. તારા ચાચાજાન પણ ઘાયલ થયા હતા. પુલીસે તો એમને દવાખાને જ ધરપકડ કરી ગઇ હતી. આ ઘટનાએ રાજ્યમાં કોમીરમખાણ સરજ્યું. જાણે માણસ મટીને હેવાન થઇ ગયા. એક નાનકડું ટોળું ગમે ત્યાં ગમે ત્યારે ત્રાટકીને ઘર સળગાવી નાખતું. બન્ને કોમના ધાર્મિક સ્થળોને નુંક્સાન પહોચાડતું. કઠણ શબ્દોમાં બોલું તો ધાર્મિક નિશાની તોડી પાડતા. નિર્દોષ લોકોને બાનમાં લેતાં. પુરૂષ હોય તો મારી-મારીને પાંગળો કરી નાખે. સ્ત્રી હોય તો તેની આબરૂ લુટી લે. બાળકોને રીબાવી-રીબાવીને મારી નાખે. જાહેર માલ-મિલ્કતોને ભયકંર નુક્સાન કરતા. પુલીસ એક નાનકડા ટોળાને પકડી નહોતી શકી. આ સમયે સરકારનું વલણ ખુબ ઘુણાસ્પદ-શંકાસ્પદ હતું. પુલીસ મુક પ્રેક્ષક બનીને રહી ગઇ હતી. મહિનાઓ સુધી પિશાચી નાચ નચાયો હતો. સરકારે રાજ્યમાં લશ્કર બોલાવવામાં ઢીલ કરી. પણ જનજીવન થાળે પડતા ખાસ્સો સમય નિકળી ગયાં. આ વર્ષોમાં કોમી રમખાણોને હવા દેવાનો પ્રયત્ન વારેત્હેવારે થતો રહેતો હતો.”

“દેવરાજ રાવળની શું ભૂમિકા રહી? બધા તેમને જ કોમીરમખાણોના સર્જક ગણે છે. હાલના મુખ્યમંત્રી જે કોમી રમખાણોના આરોપીના ભાઇ હોવા છતાં મુંખ્યમંત્રી કેવી રીતે બની ગયાં?” માધવે મનમાં ખટકતાં સવાલોને ખાલા સામે ખુલ્લા કર્યાં.

“કોમી રમખાણોને શાંત કરવાના વ્યાપક પ્રયાસો જો કોઇએ કર્યા હોય તો એ દેવરાજ રાવળ જ હતા. પુલીસ અન્ય સુરક્ષાબળોને ખડેપગે રાખીને લોકોને સતત શાંત કરવા અપીલ કરતા. દોષીઓ પકડાય. સજા થાય. તે માટે જાતે જીવના જોખમે ઘટનાસ્થળની તપાસ કરતા. દરેક કોમ-જ્ઞાતી-પક્ષની સાથે બેઠક યોજીને સુલેહ કરવા સતત મથામણ કરતા રહેતા. અરે. તેઓ તો કોમીરમખાણોના આરોપો તેમના પર આવ્યો ત્યારે જેલ જવા પણ તૈયાર હતા. તેમની વિરૂદ્ધ સજ્જડ પુરાવા સામે આવ્યા. અનેક કાર્યાલયોમાં હથિયારો-કોમી રમખાણોને ઉત્તેજન આપતા જથ્થાબંધ સાહિત્યો-દારૂ પુરો પાડતો જથ્થો મળી આવ્યો. આ બાજુ દેવરાજસાહેબને બચાવવા તારા ચાચાજાને એક જ વારના બયાનમાં પોતાનો ગુનો કબુલી લીધો, પરતું તે એ ગુનો સાબિત ન કરી શક્યાં..”

“છતાં એમને આજીવન કારાવાસની સજા પડી?” માધવે સણસણતો સવાલ કર્યો, “ખાલ્લા! તો શું એમ માનવું કે દેવરાજ રાવળના ઇશારે જાફરીચાચાએ કોમી આગ ફેલાવવા હથિયાર પુરા પાડ્યા. માણસો પુરા પાડ્યાં! જો દેવરાજસાહેબે પૈસા પુરા પાડ્યા હોય તો દેવરાજસાહેબને પૈસા કોણ પુરા પાડતું? ચાલો માની લીધું કે ચાચાને તમારા કોમની વસ્તી ક્યાં છે એ આંશિક ખબર હોય તો હિન્દુઓ ક્યાં છે એ એમને કોણ માહિતી આપતું? શું સરકારે આ સાબિત કર્યું? જો કર્યું હોય તો એ કેસ માં દર્જ થયેલું સરકારનું બયાન અત્યારે મળશે? તમે કેમ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયાં કે જો આ સવાલોનો જવાબ જાફરીચાચા પાસે ન હોય તો એ ગુનેગાર હોય જ ન શકે?”

“માધવ! એ દિવસોમાં તારા ચાચાજાન માટે કેસ લડવા મારી પાસે ન તો પુરતા પૈસા હતા કે ન તો પુરતો સહકાર! સરકારે તો એમની સામે કોમી રમખાણોના આરોપો ઘડી કાઢ્યા. પણ. એમના વતી કોઇ કેસ લડવા તૈયાર ન હતું. હું ઘરે-ઘરે ભટકી-ભટકીને વકિલો શોધ્યે જતી હતી. કેટલાય તમારી કોમના તો કેટલાય અમારી કોમના ઉચ્ચ લોકોની મદદ માંગવા જતી, અનેક મને ધુતકારીને બહાર કાઢી મૂકતા. કેટલાય તો મારી કોમી રમખાણોમાં સંડોવણી માની લેતાં, ત્યારે રડ્યોખડ્યો એક વકીલ મારી વ્હારે આવ્યો. પણ એની અણઆવડત કહો કે કોઇની સાથેની સાંઠગાંઠ! એ તારા ચાચાને નિર્દોષ પુરવાર ન કરી શક્યો. ત્યારે મને કાયદામાં પણ કોઇ ગતાગમ ન પડતી. કોમમાંથી બરખાસ્ત થઇ ગયા હતા. કોઇ મારી મદદે આવતુ નહીં. માનો કે અમે જ કોમી રમખાણો કરાવ્યા હોય એ રીતે અમારી સાથે આરોપી જેવો વ્યવહાર થતો. એક તબક્કે તો આ ચાર બાળકો સાથે આત્મહત્યા કરવા સુધી પહોંચી ગયાં હતાં. તે તો આ પોળવાસીઓએ અમને બચાવી લીધાં. ત્યારે મને સમજાયું કે જો મારી આવી સ્થિતી હોય તો અન્ય નિર્દોષ છતાં સજા પામેલા લોકોના પરીવારની શી દશા હશે? ઝડપી ન્યાય મેળવવા કે દુનિયામાં થતી નામોશીથી બચવા અનેક નિર્દોષોની બલી ચડાવી દેવાઇ હશે એ લોકોનું કોણ? એ લોકોને કોણ ન્યાય અપાવે? સામાજીક બહિષ્કાર પામેલ લોકોની કોણ વ્હારે જાય? કોણ આર્થિક મદદ કરે? નિર્દોષ સાબિત કરાવા માટેની સાબિતીઓ તો નાશ કરી જ દિધો હોયને? આવા અનેક સવાલોએ મારી રાતોની ઊંઘ ઉડાડી દિધી. પણ શું કરવું? કોની મદદ માંગુ? કોણ મને મદદ કરી શકે? પણ. દિવસોના દિવસો પસાર થઇ રહ્યાં હતાં ને હું હાથ પર હાથ રાખીને બેસી રહી શકું તેમ ન હતી. ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે દ્વારકામાં કોઇ પ્રતિક ગજ્જર નામનો સેવાભાવી વ્યક્તિ કોમી રમખાણ બાદ નુક્સાન પામેલ લોકોની મદદ કરવા એક બિનસરકાર સંગઠન નામે સર્વધર્મ-સમભાવ ટ્રસ્ટ ઊભું કર્યું છે. મેં તેમનો સંપર્ક કર્યો. મેં તેમને જણાવ્યું કે હું કોમીરમખાણમાં અસરગ્રસ્ત પામેલા નિર્દોષ લોકો તરફથી કાયદાકિય લડાઇ લડવા ઇચ્છું છું. પહેલાં તો તેઓ મને મળવા પણ તૈયાર ન થયાં. પણ. મેં તેમને એકઠ્ઠા કરેલા પુરાવા દર્શાવ્યાં. સાક્ષીઓ તપાસ કરાવ્યાં. ત્યારે તેમને લાગ્યું કે તેમને મારી મદદ કરવી જોઇએ. એ તૈયાર થયા. પછી આપણા આર્થિક મદદગાર બની ગયા. તેઓ જ ત્યારથી વકીલથી લઈને તમામ પ્રકારની આર્થિક મદદ કરવા લાગ્યા. 1997 માં અમે સૌથી પહેલો ગોધરા હત્યાકાંડ કેસ દાખલ કરાવ્યો. જોકે. તે કેસ અમે હારી ગયાં. અમારી પાસે પુરતી સાબિતઓ પણ ટૂંકી પડી. અમે એ સાબિત કરવામાં નિષ્ફળ ગયાં કે આ હત્યાકાંડ પુર્વનિયોજીત હતો કે કેમ? આરોપોને પણ અમે સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતાં. રાજકીય સંડોવણી પણ અમે સાબિત નહોતા કરી શક્યાં. પણ. અમે હિમ્મત નહોતા હાર્યાં. એક બાદ એક કેસ કરતાં ગયાં. બરોડા સગીરા બળાત્કાર કેસ-જામકલ્યાણપુર સામુહિક હત્યાકાંડ કેસ-સુરત દંગા કેસ-ડાકોર હત્યાકાંડ કેસ-પાંજળાપોળ વઝીર બેકરી આગચંપી કેસ-બુખારા હત્યાકાંડ કેસ અને અમારા પર વિવિધ હુમલા થયા તેના પર અલગ કેસ વગેરે કેસ વગેરે મુંખ્ય કેસો છે. જેમાં પચ્ચીસમો કેસ ડાકોર હત્યાકાંડ તમે હવે લડશો. અમે આજ સુધી રાજકિય સંડોવણી સાબિત કરી શક્યાં નથી. હાં! અમારા વીસમાં કેસમાં અમે સબિત કરી શક્યા છીએ કે આ કોમીરમખાણો પુર્વનિયોજીત શડયંત્ર છે. જેની તપાસ માટે આ વર્ષે નામદાર ઉચ્ચ ન્યાયાલયે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરી છે. પણ તેઓ હજુ તપાસ શરૂ કરી શક્યા નથી.” તસ્લિમાખાલાએ તમામ જાણકારી આપી. પોળમાં શાતિ છવાઇ ગઇ.

“બરોડા બળાત્કાર ની શું સ્થિતી છે? તેમાં કેટલાં આરોપીઓ પકડાયા?”

“પુરા કોમી રમખાણોમાં કોઇ કેસમાં હું અંદરથી ભાંગી પડી હોય તો એ આ કેસ હતો, કારણકે તેમાં આરોપીઓ તો પકડાયા પણ સગીરાનો પરીવાર ન્યાય મેળવે એ પહેલાં પોતાના ઘરમાં અગ્નિસ્નાનમાં ભુજાંય ગયો? સગીરાના પરીવારમાંથી કોઇ ન બચ્યું. અમને શંકા હતી કે એ પુર્વઆયોજીત આગ લગાડી છે છતાં પણ હું કાંઇ ન કરી શકી.”

“ખાલા તમે મને ઘરીખરી જાણકારી આપી, હવે મને કોમી રમખાણ સમજાય રહ્યું છે, કાલથી જ ડાકોર હત્યાકાડ પર કામ શરૂ કરી દઇશ, મને તમામ કેસ ને લગતાં દસ્તાવેજ આપી દેજો જેથી અગાઉના કેસનો અભ્યાસ કરી શકું અને જો કોઇ ખામી હોય તો અને ફરીથી લડવા જેવો હોય તો રીઓપન કરાવીને કેસ ચલાવીશું, માનવ ઇતિહાસના સૌથી ઘુણાષ્પદ કાંડોમાના એક એવા કોમી રમખાણોમાં દોષીઓને સજા પણ ઐતિહાસિક જ હશે. ખાલા! હવે મને રજા આપો.” માધવ ખાલા પાસે આવીને પગે લાગ્યો.

“હું તને શું આશિર્વાદ આપું દિકરા! તું જ અમારા માટે અલ્લાહનો આશિર્વાદ છે. અલ્લાહ તને આ કામમાં બરકત દે. તારા તમામ અરમાનો-ખ્વાબ પુરા કરે!” ખાલાના આશિર્વાદ લઇને માધવ ચાલતો થયો. પોળવાસીઓ પણ પોતાને ઘરે ગયાં. પોળવાસીઓને આજની રાત નિરાતની હતી. કમસેકમ પોળવાસીઓને ધરપત હતી કે નવો વકીલ કંઇક કરશે.

“મારો વિક્કી આવું ન કરે. મારે એને મળવા જવું જોઇએ. કેવો હશે એ? મારે એને મળવા જવું જોઇએ...” એક બાજું વકીલ મળી ગયાનો આનંદ હતો તો બીજીબાજુ રાતના અંધકારમાં પ્રેયસી ઇશરત પોતાના પ્રેમ માટે આસુ વહાવી રહી હતી.

***

- “વાનાણીસાહેબ! આ તો મારી કલ્પનાની બહારની વાર બની ગઇ! હવે ધૃતિ શું કરે છે એ જ જોવું રહ્યું કારણકે ધૃતિ કોઇ મોટી જાહેરાત કરવાની છે, એવી ખબર મળી રહ્યા છે, હાં! કાલ સવારે એ કોઇ મોટી જાહેરાત કરવા જઇ રહી છે!” તમન્નાને કોલ કર્યો ત્યારે તમન્ના પણ આશ્ચર્ય પામી ગઇ, સાથે તેણીએ જે માહિતી આપી તે પીઆઈ વાનાણીને વિચારતી કરી ગઇ, ઋષિકેશ મણિયારે જે વાત કહી હતી તે ચોક્કસા ગજેરા પરીવાર પર શંકા ઉપજાવે તેવી હતી, પણ, એક સવાલ હજુ પણ ચકરાવે ચડાવે એવો હતો, વિરાગ મર્યો છે તો મર્યો કઇ રીતે? અને આખરે એ દસ્તાવેજોમાં એવું તે શું છે જે જાહેર થઇ જાય તો શ્રીમાન ગજેરા સાથે મુખ્યમંત્રી રાવળ પણ સત્તા ગુમાવી બેસે? કાર્તિકને કોણે મોકલ્યો હતો એ પણ જાણવાનું બાકી છે.

“અરે! લાખણકીયાસાહેબ! તમારે તો તમારા ઇન્ચાર્જ ઓફિસરને જાણ કરવી જોઇએ, હું રજા પર છુંને?” વિશ્વાસુ જમાદારનો કોલ આવતાં પીઆઈ વાનાણી બોલી ઉઠ્યા.

“સાહેબ! જે ઉત્સાહથી તમે કામ કરો છો એ કારણે જ ગજેરા પરીવારને લગતા કેસ માં આગળ શું થયું તે જણાવવું જરૂરી સમજી રહ્યો છું, સર! બે વાત નવી બની.”

“કઇ બે વાત?”

“પહેલી વાત તો એ કે ધૃતિ ગજેરા કામરેજ પુલીસ સ્ટેશને ગઇ હતી, તેણીએ સત્તર વર્ષ પહેલાં ઘટેલા કોમી રમખાણોની વિગત ખાનગી રીતે માંગી હતી, તેણીએ તો પીઆઈને રોકડા પચાસ હજાર રૂપિયાની રૂશ્વત આપી છેની પણ બાતમી મળી છે.”

“શું? ધૃતિએ પીઆઈને પચાસ હજાર રોકડાં આપ્યાં?” પીઆઈ વાનાણીને વિશ્વાસ ન આવ્યો, “તેણીને કોઇ જાણકારી મળી?”

“સાહેબ!” જમાદાર હસ્યો, “જો વ્યવહાર ખાનગીમાં થયો હોય તો કામ પણ ખાનગીમાં થાયને? એની થોડી જાહેરાત કરાતી હશે?”

“સમજી ગયો અને બીજી વાત?”

“આપણાં પીઆઈ સાહેબ થોડી જરૂરીયાત કરતાં વધારે ઢીલાશ રાખી રહ્યા છે, જાણે તેમને ઢીલાશ રાખવા જ માટે જ નિમ્યા હોય! સાહેબ! પોસ્ટમોર્ટમ રીપોર્ટ શંકાસ્પદ લાગી રહ્યો છે, બાકી બધા રીપોર્ટ પણ સમયસર આવ્યાં નથી, કાલે તો હદ થઇ ગઇ!”

“શું થયું હતું?”

“સાહેબ! એક યુવાન આવ્યો અને તે પીઆઈ સાહેબ પાસે આ કેસની નાનામાં નાની વિગત જાણી રહ્યો હતો, સાથે-સાથે બક્ષીસ પણ આપી!”

“કોણ હતો એ તમને કોઇ ખ્યાલ આવ્યો?”

“સાહેબ! પાંચ વર્ષ પહેલાં મેં યુવકને એક શંકાસ્પદ હત્યામાં પકડ્યો હતો, મારા ખ્યાલથી એ અફરોઝ સટ્ટાનો માણસ હતો!”

“મતલબ કે તૌકિર બાટલીવાળા આ કેસ પર નજર રાખી રહ્યો છે,” પીઆઈ વાનાણી બોલી ઉઠ્યો, “બીજી કોઇ વાત છે?”

“આજ માટે આટલું જ!” જમાદારે હસતાં-હસતાં કોલ કાપી નાખ્યો, પીઆઈ વિચારવા લાગ્યો.

“તૌકિર મણિયારસાહેબને રીપોર્ટીંગ કરી રહ્યો છે, મતલબ કે મણિયારસાહેબને આ કેસમાં અંગત રસ છે, એટલેજ સ્તો! મને બોલાવ્યો, હવે મારે આ દસ્તાવેજ સુધી પહોંચવું જરૂરી બની ગયું છે, ગમે તેમ આ દસ્તાવેજ મેળવ્યે જ છુટકો!” પીઆઈ વાનાણીએ નક્કી કરી લીધું.

***