Kshitij - 2 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ - 2

ક્ષિતિજ

ભાગ-2

નિયતિ કોલેજ છુટ્યા પછી એ બપોર પછી રાજકોટ નજીક આવેલાં ઢોલરા ગામમાં આવેલ વૃદ્ધાશ્રમ સેવા આપવા જતી.એમની સાથે વાતો કરવી..દેવદર્શન જતી વખતે એમનું ધ્યાન રાખવું. જેમની તબીયત ખરાબ હોય એમને દવા આપવી જમવાનું પીરસવું ઊપરાંત ઘણા કામ એના જેવાં યુવાનો સેવાર્થે કરતા. એના થી તદન ઉલટું..હર્ષવદન ભાઇ નું રાજકોટ માં ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ તરીકે મોટું નામ ધરાવતાં વર્ષોથી R.R Industries ના નામથી એમની પેઢી ચાલતી..એમના પિતા રવજીભાઈ રણછોડરાય એ શરુ કરેલી ફેક્ટરી ને હર્ષવદન ભાઇ એ ખુબ ઊંચાઇએ પહોંચાડી હતી. શરુઆતમાં એમના પિતા ફકત જોબવર્ક કરતા પણ પછી હર્ષવદન ભાઇ એન્જીનીયર થઈ ને આવ્યા પછી એમણે કામ વઘાર્યુ અને હવે એ એમની ત્રણ ફેક્ટરી મા લેથ મશિન, બેરીંગ અને બેરીંગ કેજ તથા ચક અને ગીયરબોકસ મેનયુફેકચર થતાં . સ્વભાવે થોડાં સ્વચ્છંદી, મોઢાં પર સક્સેસ નું તેજ, લગ્ન જીવન પણ એમનાં મતે ખુબ સુખી. એકજ દિકરો અને પત્ની ઇંદુબહેન સાથે કાલાવડ રોડ પર આવેલા એક વિલા મા રહેતાં. પરિવાર ખુબ મોટો નહી પણ મિત્રો ને સગાઓ ની અવરજવર થી ઘર ખુબ ભર્યું રહેતું .. દિકરા ને ખાસ ફેક્ટરીમાં રસ ન હતો.એને પોતાનું કઇક અલગ કરવું હતું માટે એણે આર્કીટેકચર ની લાઇન લીઘી જેના લીધે બાપ દિકરા વચ્ચે થોડો અણબનાવ રહેતો. ધીમેધીમે હર્ષવદન ભાઇ એ ફેકટરી વાઇન્ડઅપ કરી ને નિવૃતિ લીધી. પણ થોડા સમય બાદ જ પત્ની નું હાર્ટએટેક થી મૃત્યુ થયું અને એમ ના મૃત્યુ બાદ છ મહિના માજ દિકરો એમને અહીં વૃધ્ધાશ્રમ મા મુકીગયો. એ આઘાત એમના થી જીવાય એમ ન હતો. વળી એવું પણ ન હતું કે દિકરા ને એમના પૈસાથી મતલબ હોય. એ હર્ષવદન ભાઇ નું ખુબ ધ્યાન પણ રાખતો એમને ખુશ રાખવા ની પુરતી કોશિશ કરતો. પહેલી વખત જયારે હર્ષવદન ભાઇ ને આશ્રમમાં મુકી ને ગયો ત્યારે તેઓ ખુબ જ ડિસ્ટર્બ હતા. એ કોઈ ની પણ સાથે વાતચીત ન કરતા..સાવ મૂંગા મૂંગા ફર્યા કરતા.કોઈ બોલાવે તો ખુબ ગુસ્સે થી વડકુ કરતાં જેથી લોકો આઘા રહે તેમનાથી . એમાં જ એક વખત ખુબજ જીદે ભરાયાં

“મારા દિકરા ને બોલાવો એ નહી આવે ત્યા સુધી હું અનાજ નો દાણો પણ મોઢામાં નહી નાખું. “

આશ્રમ સંચાલક તથા બીજા વૃધ્ધો એ ખુબ સમજાવ્યા પણ હર્ષવદન ભાઇ ટસ થી મસ થાય તેમ ન હતાં એ વખતે જ નિયતિ હજું ત્યા સેવા આપવાની શરૂ કરી હતી. બધાં હર્ષવદન ભાઇને સમજાવી રહ્યા હતાં. વળી એમની તબીયત પણ વઘુ ખરાબ થવા લાગી હતી. નિયતિ ત્યા આવી ને આશ્રમનાં સંચાલકે એમને બધી વાત જણાવી. એમને હતું કે નિયતિ કદાચ છેલ્લો ઉપાય છે હર્ષવદન ભાઇ ને મનાવવાનો એટલે આશ્રમ સંચાલકે તરતજ એને ત્યા મોકલી લગભગ એક કલાક એમને પ્રેમ થી શાંતી થી સમજાવ્યા પણ હર્ષવદન ભાઇ એ નિયતિ ને પણ અપમાનીત કરી..બસ પછી તો હતું જ શું? નિયતિ પણ એમનાં પર ગુસ્સે ભરાઇ.. એણે બધાને રૂમની બહાર જવા કહ્યુ. અને આશ્રમ સંચાલક ને જમવાની થાળી લાવવા ઇશારો કર્યો. હર્ષવદન ભાઇ નું બાવળું પકડીને ખુરશી પર બેસાડ્યા ને બસ પછી સંભળાવવા નુ શરૂ કર્યું.

“ શુ.… શું માનો છો તમે તમારાં મનમાં.. જુઓ સર આ તમારું એકલાં નું ઘર નથી.. તમારી જીદ તમારાં પરિવાર કે તમારા ઘરના પર ચાલે અહીંયા તો બધાએ એકસરખી વ્યવસ્થા પ્રમાણે જ રહેવું પડે .અને હા આ ભુખ્યા રહીને તબિયત બગડવા ના નાટકો ઘરે કરવાનાં..અહી સંચાલકો અને વ્યવસ્થાપકો સેવા આપવા આવે છે તમારો ગુસ્સો સહન કરવા નહી. અમે તમારાં મદદનીસ છીએ નહી કે ડસ્ટબીન કે તમે તમારી ઇચ્છા પ્રમાણે તમારું ફ્રસ્ટ્રેશન કાઢો. એને આજ પછી થી તમારું આ વર્તન ચલાવી લેવા મા નહી આવે અને હા આજથી હું પોતે પર્સનલી તમારું ધ્યાન રાખીશ. આપના દિકરા ને જાણ કરી દેવાઈ છે એ હાલ USA ગ્યાં હોવાથી દસ દિવસ પછી તમને મળવા આવશે. ત્યા સુધી એકપણ જાતનાં નાટક ચલાવી નહી લેવાય“

નિયતિ ના કહ્યા પ્રમાણે સંચાલકે જમવાનું મંગાવીને જ રાખેલું. નિયતિએ ઇશારો કરતા જ માણસ ટેબલ પર થાળી મુકી ને ગયો. નિયતિ ત્યા સામેજ ખુરશી ખેંચી ને બેસી ગઇ. હવે એ પણ થોડી કુણી પડી હતી.

“ સર ...તમારું જમવાનું આવી ગયું છે જમી લો..”

હર્ષવદન ભાઇ પણ નિયતિ ના ગુસ્સાથી ડરીને જમવા લાગ્યા. અત્યાર સુધી લોકો એ એમનો જ ગુસ્સો સહન કર્યો હતો. એ જેમ કહેતાં એ જ ફાઇનલ પછી કોઈ કશું બોલતું નહી.પણ આ તો પહેલી વાર કોઈ માથાનું મળ્યુ હતું. થોડું ઘણું જમીને એમને દવા પણ પીધી..હવે થોડું સારું લાગતુ હતું. થાળી ઉપાડતી વખતે નિયતિએ પોતાનાં વર્તન બદલ મને ફી પણ માંગી.

“ સર....આ.. આઇ.. એમ સોરી… મારે તમને હર્ટ કરવાનો કોઈ આશય ન હતો. બે ત્રણ દિવસ થી તમારો તબિયત ખરાબ હતી બધાં ને ચિંતા હતી કે કયાંક તમારા દિકરા ના આવતાં સુધી તબિયત વધું ખરાબ ન થઈ જાય . બસ એટલા માટેજ....”

હર્ષવદન ભાઇ નીચું જોઈ ચુપચાપ બેઠાં હતાં. નિયતિ થાળી લઇને રૂમના દરવાજા તરફ ચાલવા મંડી એટલામાં જ અવાજ આવ્યો..

“ ઉભીરે.!!”

નિયતિ એ પાછું વળીને જોયું તો હર્ષવદન ભાઇ રોઇ રહ્યા હતાં. એ તરતજ પછી વળી..

“ સર...સર… શુ થયું? કેમ તમે?”

નિયતિ એકદમ એમનાં હાથ પકડી એમની પાસે બેસી ગઇ. અને હર્ષવદન ભાઇ પણ નિયતિ ના બંને હાથ પર પોતાનું માથું ઢાળીને ડુસકે ને ડુસકે રડી પડયાં. નિયતિ ની આંખો પણ થોડીવાર માટે ભીની થઈ ગઈ. સમજી શકાય એમ હતી એમની વેદના એમની લાચારી. થોડીવારકંઈ જ બોલ્યાં વગર નિયતિ એ એમને રડવા દીધાં. હવે ધીમે ધીમે એ શાંત થયાં હવે થોડા સ્વથ લાગતા હતાં. નિયતિ એ થોડું પાણી આપ્યું અને આગળ વાત વધાર્યા વગર જ બોલી

“ સર ..હવે આપ આરામ કરો મારો પણ ઘરે જવાનો સમય થયો છે .પણ હા તમારી દવા બરાબર લઇ લેજો ભૂલ્યા વગર. “

હર્ષવદન ભાઇ નિયતિ ની સામે જોઈ રહયાં.

“ બેટા..નસીબદાર છે તારાં મા-બાપ તારા જેવું સંતાન મળ્યુ છે. તું પહેલી એવી વ્યક્તિ છે જે આટલા હક થી ખીજાઇ ને જમાડયો જાણે હું તારો...પણ કાલે ફરી આવજે મને તારી સાથે વાત કરવી ગમશે.”

એ થોડું નીચે જોઇ ને અટક્યા..પછી ફરી ધીમે થી બોલ્યા..

“આજે રોકાવાય એમ નથી? “

એ થોડા અચકાયા. ને ફરી બોલ્યા

“ ના...ના.. રહેવા દે તારા પેરેન્ટ્સ રાહ જોશે. પણ હા સવારે...”

એમના આટલું બોલતા જ નિયતિ હસવા લાગી. એ ફરી હર્ષવદન ભાઇ ની નજીક આવી અને એક મસ્ત સ્માઇલ સાથે ખુબજ નમ્રતાથી બોલી

“ સર...સવારે નહી આપણે બપોરે મળશુ. મારો આવવાનો સમય જ બપોરે ત્રણ વાગ્યા નો છે. અને હા...હું રોજ તમને મળવા આવશે આવીશ પણ અહીં તમારાં રુમમાં નહીં. મારા આવવા નાસમયે આપ મને બહાર બધાં સાથે બેઠેલાં મળો તોજ “

“ હા..સારું.. આમતો મને ગમતું નથી આ બધા સાથે બેસવું પણ તારા માટે એ પણ કરીશ બસ...”

હર્ષવદન ભાઇ એ નિયતિ ની શર્ત સ્વીકારી લીધી. નિયતિ પણ એક મીઠી સ્માઇલ આપી ને એમના તરફ હાથ વેવ કરી નીકળી ગઇ.

હર્ષવદન ભાઇ નિયતિ ને જતી જોઇ રહયા. જાણે પોતાની સગ્ગી દિકરી હોય એમ. રાત્રે આઠેક વાગે પોતાનાં રુમમાં થી બહાર આવીને આશ્રમ સંચાલક ને ઓફીસમાં મળવા ગયાં. ત્યા ઓફીસ ના દરવાજા પર ધીરેથી નોક કર્યો. હેમંતભાઈ પોતાનાં ઓફિશીયલ કામ માં થોડાં વ્યસ્ત હતાં એટલે નોક થતાંજ એ થોડાં જબકયા. કેમકે આ સમયે આશ્રમ ના લગભગ વૃધ્ધો કાંતો પોતાનાં કોઈ કામમાં હોય. તો કોઈ વોક કરે કોઈ ગપ્પા લડાવે સાથે બેસીને અથવાતો ટીવી રુમમાં હોય..પણ ઓફીસમાં તો ક્યારેક એવું ચોક્કસ કામ હોય તો જ આવે. એમણે તરતજ ચશ્માં માંથી નજર ઉચી કરી તો હર્ષવદન ભાઇ ત્યા જ ઉભા હતાં. એટલે પોતાની હિસાબ ની ફાઇલ બંધ કરી ને એમને આવકાર્યા. હર્ષવદન ભાઇ પણ ધીમાં પગલે અંદર આવ્યા..

“ અરે....! હર્ષવદન ભાઇ આવો. બેસો ને..કંઈ કામ હતું મારું કે...? મને જ બોલાવ્યો હોત...”

“ ના....ના.. ભાઇ કામ તો કંઈ ન હતું. બસ તમારી માફી...”

માફી શબ્દ સાંભળતાં જ હેમંતભાઈ એ એમને રોક્યા..

“ માફી.… માફી શેની આપ તો વડિલ છો અને વડિલો તો વ્હાલ કરે એમને માફી આપવા ની હોય માંગવાની ન હોય..”

“ ભાઇ વડિલ જેટલી પીઢતા તો તમારાં માં..મે તો મારી જીદ માટે તમને બધાને હેરાન કર્યા. પણ હા..કહેવું પડે પેલી છોકરીનું એ ન હોત તો મારી જીદ થી તમે હેરાન થઇ જાત.. “

“ ના..ના.. ભાઇ એવું નથી. ઘણીખરી વખત આવું બનતું હોય છે. ઘણા વૃધ્ધો સહજતાથી સ્વિકારી લેતાં હોય છે. પણ અમુક લોકો માટે એ સ્વીકારવું ખુબ અઘરું હોય છે.અને એટલેજ એમનો અંદરનો રોશ આમ કયારેક બહાર આવતો હોયછે. એમાં તકલીફ દાયક પરિસ્થિતિ તો એમની હોય છે જે અમારાથી જોઇ નથી શકાતી બસ..અને પછી કયારેક અમારે એમના પર થોડું ખીજાઇ જવું પડે. પણ સાચુ કહુ હું પોતે નાની ઉંમરે મા-બાપ ખોઇ બેઠો છું એટલે તમારાં મને મારા માબાપ દેખાય છે. અને એટલેજ કયારેક.. પણ તમે જરાય માઠું ન લગાડતાં પ્લીઝ..”

હર્ષવદન ભાઇ થોડું મલકતાં કટાક્ષ મા બોલ્યા

“ હા..દિકરો..”

પછી થોડું અટકી ને બોલ્યાં

“જવાદો ને...અરે ...હા.આપ મને એ છોકરીનું નામ કહેશો? “

હેમંતભાઈતરતજ બોલ્યા

“ નિયતિ..નિયતિ છે એનું નામ..”

“ હમ...અચ્છા ..આપ મારું એક કામ કરશો..એના ઘરે ફોન કરીને પૂછશો..? એ પહોચી ગઇ કે નહી. એકતો સાંજ નો સમય ને વળી હાઇવે પર થી જવાનું એટલે ચિંતા થાય દિકરી ની જાત રહીને”

“ હા...એ હજું હમણાંજ પહોંચી આપ આવ્યા પહેલાં જ ફોન આવ્યો”. “ ઓહ...અચ્છા તો ચાલો હું નીકળું .બસ એટલું જ પૂછવું હતું. “

હર્ષવદન ભાઇ ઉભાં થઇ ને હજું એક ડગલું ચાલ્યા ત્યા જ બહારથી આશ્રમનો સીકયોરીટી ગાર્ડ હું ભેર દોડતો આવ્યો..

“સાઇબ...ઓ સાઇબ હાલો ઝલદી.. બાઇરે બોવ ઘમાલ મંડાણી સે.ને હમઝાતુ નથી કે હું સે..બસ તમે ઝટ હાલો..”

હેમંતભાઈ અને હર્ષવદન ભાઇ તરતજ ગાર્ડ સાથે મેઇન ગેઇટ તરફ દોડી ગયા.