ક્ષિતિજ

ક્ષિતિજ

ભાગ-1

પ્રસ્તાવના

“ક્ષિતિજ “ સાંભળી ને કેટલું સુંદર રમણીય દ્રશ્ય આંખની સામે આવી જ જાય. જાણે એક લીલોતરી થી ભરેલું ખુબ મોટું મેદાન હોય ને નજર પહોંચે ત્યાં સુધીની જમીન એકદમ ખુલ્લી અને સાફ દેખાતી હોય. જયાં નજર આગળ જતી અટકે ત્યારે એક આભાસી સત્ય દેખાય. જે દેખાય છે એ નથી જ આપણું મન, આંખો આપણી અંતરાત્મા એ જાણે છે.પણ છતાં એ છે. એ દેખાય છે નરી આંખે. એ ભ્રમ ને જોઇ શકાય છે એ છે ક્ષિતિજ. એક મૃગજળ જેવું સત્ય જયાં ધરતી અને આકાશ નો એકાકાર થાયછે. ક્ષિતિજ નું પણ કંઈ આવું જ છે. હા ...મારી આ વાર્તા નો મુખ્ય નાયક ક્ષિતિજ. એની જીંદગી પણ કયાંક આવાં ભ્રામક સત્ય માંજ છે.

આ વાર્તા લખતાં પહેલાં ધણી બધી વાતો વિચારી.જોકે આ વાર્તા કોઈ ને ઉદ્દેશીને કે કોઈ ના જીવન ને લાગતી વળગતી ન હોવાં છતાં કોઈ ને કોઈ અંશે એ દરેક ના જીવન ને કયાંક તો અડતી જ હશે.વાંચતી વખતે કયાંક એકાદ પ્રસંગ કે કોઈ વાત કદાચ આપણા જીવન મા પણ લાગું પડતી હોય.. આમતો વાર્તા સંપૂર્ણપણે કાલ્પનીક પણ નથી..અને સત્ય પણ નથી… ક્ષિતિજ ની જેમ જ. પણ કયારેક આપણે જીવન માં કોઈ ભૂલ કરી ગયા હોય જેનો અહેસાસ સુધ્ધા નહોય. કદાચ ક્ષિતિજ આપણને એ નો અહેસાસ કરાવી પણ જાય.

***

એક સફેદ રંગની ઔડી કાર લાંબો રસ્તો પસાર કરીને સડસડાટ આશ્રમ ના જબરજસ્ત ગેટની બહાર નીકળી ગઇ. હર્ષવદન ભાઇ ઉભાં ઉભાં એ ગાડીને એકટસે જતી જોઇ રહ્યા હતાં. દ્રશ્ય ને સાક્ષી તરીકે જોનાર ના રુવાંડા ઉભાં થઇ જાય અને હ્રદય કંપીજાય.. થોડો સમય એ ગાડી ખુબ ધુંધળી દેખાયા બાદ ગેટની બહાર નીકળતી વખતે એને એકદમ સાફ જોઈ શક્યા. બંને પરીસ્થિતી નું કારણ હતું આંખ માં ના આંસુ. પહેલા એ આંખમાં હોવાથી અને પછી એના ગાલ પર સરી પડવાથી. હવે તો ગાડી દેખાતી પણ બંધ થઈ ગઇ હતી.પણ હર્ષવદન ભાઇ હજુ ત્યાજઉભા હતાં.

સવાર થી ફોન પર ફોન ચાલું હતાં. સગાં, સંબંધી, મિત્રો અને વધારામાં આશ્રમનાં લોકો. બધાં એમને જન્મ દિવસ ની શુભેચ્છાઓ આપી રહ્યા હતાં.. પોતે પણ ખુશ હતાં કેમ કે આજે એમનો દિકરો એમને મળવા આવવા નો હતો. એ આવતો ત્યારે હર્ષવદન ભાઇ તો ઠીક પણ આશ્રમ ના દરેકે દરેક મેમ્બર માટે એમની જરુરીયાત ની વસ્તુઓ લાવતો.બધા સાથે ખુબ હસી મજાક આનંદ કરતો. એના આવવા માત્રથી આશ્રમ એક ઘર બની જતુ.

હર્ષવદન ભાઇ ધીમે ધીમે કમને પાછાં અંદર મેઇન હોલ ના દરવાજા પર આવીને ઉભા રહ્યા. અંદર ખુબ ખુશીનો માહોલ હતો. બધા એમના દિકરા ને આશીર્વાદ આપી રહ્યા હતાં ભરી ભરીને વખાણ કરી રહયા હતાં. એ ત્યાં જ ઉભાં હતાં.. હતાશ નિરાશ..એટલામાં જ પાછળથી એકદમ

“ હે.. એએએ..… પી બર્થડે “

બોલતાં ની સાથેજ નિયતિ એમને વળગી પડી. હર્ષવદન ભાઇ જાણે એનાથી રીસાયા હોય એમ નાટક કરતા કરતા નિયતિની સામે ફર્યા.

“ એ રે...!! અત્યારમાં આટલું વહેલું વિશ કેમ કરે છે? હજુ તો રાત્રે બાર કયાં વાગ્યા છે? જા જા.. ફોન પર જ વિશ કરી દે જે...આમ પણ અમે તો બસ ફોર્માલીટી નો બર્થડે મનાવતા હોય ને... “

“ સોરી...”

નિયતિ કાન પકડતાં બોલી.

“ સો..રીઈઈ.. સો....રી.… સોરી... બસ...હવે તો માની જાવ આવું શું કરો છો..? “

હર્ષવદન ભાઇ પણ નાટક માથી જાય એવાં નહોતાં..એમણે તો મોઢું ચલાવેલું જ રાખ્યું.. નિયતિ થોડી નિરાશ થઈ ને બોલી...

“ આજે થોડુંક કામ હતું..ને પાછી મમ્મી ની તબીયત એય સારી કયાં છે.… થોડાક દિ થી પપ્પા જોબ મા રજા મુકીને ઘરે જ છે.. પણ આજે જવુ પડે એવું હતું એટલે બપોર પછી મારે રોકાવું પડયુ.. પણ અત્યારે ખાસ તમારા માટે આયવી છું.. ને તમે ..!.તો પછી હાલો હુ જાવ..”

નિયતિ એમજ એમનું નાટક પકડી પાડવા બોલી ને ધીમેથી એક ડગલું આગળ વધી .. પણ હર્ષવદન ભાઇ એ તરતજ એનો હાથ પકડીને રોકી.. એમની આંખમા ફરી આંસુ હતાં..ગળગળા અવાજે બોલ્યા

“ હા...હવે તું પણ માયા લગાડી ને દગો કર..જતી રે જા... આમપણ કાયમ થોડી રહેવાની..? અહી વૃધ્ધાશ્રમ મા સેવા આપવા આવે છે કયારેક તારા લગન થાસે ને તું યે ....”

આટલું બોલતા જ એ રડી પડ્યાં. નિયતિ એ એમને એકતરફ ખુરશી પર બેસાડ્યા અને પોતે પણ ગોઠણીયા વાળીને એમનાં પગ પાસે બેઠી.

“ એ રે...! અંકલ શું થયું છે ..તમે તો સહુથી સ્ટ્રોંગ ને સમજદાર માણસ છો..અને આજે.. ? શુ તમારો દિકરો મળવા નથી આવ્યો?”

“ ના...ના. એવું નથી બેટા..એ તો આવ્યો ખુબ સરસ પાર્ટી કરી અમે. બધાં માટે સરસ ગીફ્ટ પણ લાવ્યો એ ધ્યાન પણ ખુબ રાખે છે મારું. પણ મનમાં કયારેક થાય કે...કે.. “

“ કે ..? કે શું? અંકલ...”

“કયારેક થાય કે ભગવાને કાંતો વાંજીયો રાખ્યો હોત ને કાંતો દિકરી આપી હોત ને તો આજે અહીંયા ન હોત.”

એ બોલતાં અટકી ગયાં. નિયતિ એ તરતજ એમનાં હાથ પર હાથ મૂક્યો..એમનું દુખ હળવું કરવાં નિયતિ એ વાત બદલી.

“ અરે..હા અંકલ આજે તમારો દિકરો આવવા નો હતો અને મારે એમને મળવું હતું. તમારા બંને નો સંબધ અને એની સમજ મારી તો સમજણ ની જ બહાર છે.એ તમને ફોન કરે.. હસી મજાક કરે જેમ કે બે મિત્રો .તમને તો ઠીક પણ આશ્રમ અને આશ્રમ મા રહેતાં વૃધ્ધો નું પણ એ ધ્યાન રાખે છે. ફોન પર એ જાજી વાત કરતાં નથી.. અને જયારે આવે ત્યારે બહાર થી તમારા કોઈ ન કોઈ ખાસ જીગરજાન મિત્ર ને લેતાઆવે. મારા માટે એ એક મિસ્ટ્રી છે..એકવાર તો મળવું જ છે .પણ ખબર નહી મેળ પડતો જ નથી..”

બંને થોડીવાર ચુપ થઈ ગયાં .

“ તને ખબર છે નિયતિ એ આવવાનો હોય કે મારે એનાં ધેર જવાનું હોયને ત્યારે હું ખુબ ખુશ હોવ છું. પણ ફરી અહીંયા પાછું ફરવું મને સહેજ પણ ગમતું નથી.”

“ કેમ?? અંકલ અહીંયા તમારાં મિત્રોછે. અલગ અલગ એક્ટીવીટી હોય છે. તમારો દિકરો તો તમને ઘરે પણ લઇ જાય છે..અને તમે જાણો જ છો કે અહિયા એવા કેટલાંય વૃધ્ધો છે જેમના ઘરનાં વાત કરવા માટે ફોન પણ નથી કરતાં. અને વધું બિમાર પડે તો અમારે પરાણે મૂકી આવવાં પડે છે...તો આટલું બધું કેમ અફસોસ કરો છો તમે.? “

નિયતિ હર્ષવદન ભાઇ ને આશ્ર્વાસન આપતાં બોલી..નિયતિ પોતે એક મીડલ ક્લાસ કુટુંબ ની દિકરી હતી. ભણીને તરતજ નોકરીએ લાગી હતી. આર્ટ્સ ની પ્રોફેસર હતી એ. લીટ્રેચર એનો ફેવરીટ સબ્જેક્ટ હતો. કાઠીયાવાડી ઢબ ની એની ભાષામાં એક મધુરાશ હતી. દેખાશે કોઈ રૂપસુંદરી નહોતી. પણ એની ભાષા એનો સ્વભાવ આશ્રમ મા બધાં નું મન મોહી લેતું. આમતો નિયતિ જેવા ઘણાં કોલેજીયનો આશ્રમમાં સેવા આપવા આવતાં.. પણ નિયતિ થોડી ફેવરીટ હતી. પપ્પા બેન્ક માં કલાર્ક હતાં. મમ્મી હાઉસવાઈફ બસ ત્રણ જણ નો પરિવાર. કોલેજ છુટ્યા પછી એ બપોર પછી રાજકોટ નજીક આવેલાં ઢોલરા ગામમાં આવેલ વૃદ્ધાશ્રમ સેવા આપવા જતી. એમની સાથે વાતો કરવી..દેવદર્શન જતી વખતે એમનું ધ્યાન રાખવું. જેમની તબીયત ખરાબ હોય એમને દવા આપવી જમવાનું પીરસવું ઊપરાંત ઘણા કામ એના જેવાં યુવાનો સેવાર્થે કરતા. એના થી તદન ઉલટું.. હર્ષવદન ભાઇ નું.

***

***

Rate & Review

Usha Dattani 4 months ago

Sangita Behal 6 months ago

RAJESH 6 months ago

Akshay Mulchandani 6 months ago

Gira Patel 6 months ago