Bucket List - 2 books and stories free download online pdf in Gujarati

Bucket list - 2

  • Bucket list
  • Udit Ankoliya

    સવાર ના સાત વાગ્યાં છે. અબુંરી ગામ ના બગીચા માં બેઠો બેઠો જય પોતાનું bucket list જોઈ રહ્યો છે. બાજુ માં નાના છોકરાઓ સંતાકૂકડી ની રમત રમી રહ્યા હતા. જય ને ટ્રેન માં મળેલા છોકરાઓ પણ અહીં રમી રહ્યા હતા. એક- બે દંપતી પણ બગીચા ના લીલા છમ ઘાસ માં બેઠા હતા. જયે પોતાની ડાયરી બંધ કરી ત્યાં આશરે 75 વરસ ના એક વૃદ્ધ વ્યક્તિ ત્યાં આવ્યા. અને જય ની બાજુ માં બાંકડા પર બેસી ગયા. જય પણ તેમની સામું જોઈ થોડું હસ્યો. દાદા એ પણ સામું સ્મિત કર્યું. થોડીવાર રહીને દાદા બોલ્યા " ઇધર કે નહીં લગતે લગતા હૈ નયે આયે હો " જય એ કહયુ "હા મેં ગુજરાત સે હું અપને સવાલો કા જવાબ ખોજતે ખોજતે યહાતક આ પહુચા હું. "

    ઓહ તો ગુજરાત સે હો મને પણ ગુજરાતી આવડે છે. દાદા હસતા હસતા બોલ્યા.

    જય ને આશ્ચર્ય થયું અને તેણે પૂછ્યું તમને ગુજરાતી આવડે છે? કઇ રીતે? શુ તમેં પણ ગુજરાતી છો ?

    દાદા એ કહયુ : હા, મારો જન્મ ગુજરાત માં થયો હતો ધોરણ 12 સુધી હું ત્યાં જ અમદાવાદ માં ભણ્યો પછી આગળ અભ્યાસ માટે હું અહિયાં કેરળ આવ્યો અને આ ગામમાં સરકારી નોકરી મળી જતા અહિયાજ સ્થાયી થઈ ગયો.

    શુ સવાલ છે તને બેટા કદાચ હું તને મદદ કરી શકું.

    જયે પોતાની ડાયરી ખોલી અને તેમાં લખેલા સવાલો તે વૃદ્ધ વ્યક્તિ ને આપી. તે વૃદ્ધ વ્યકિત એ પોતાના સફેદ જભા માંથી એક ચશ્માં નું બોક્સ કાઢ્યું. તેમાં જુના જાડાં કાચ વાળા ગોળ ચશ્માં હતા. જેનો એક કાચ તૂટી ગયો હતો. તે ચશ્માં પહેર્યા. થોડી ગંભીરતા થી જય નું bucket list જોઈ રહ્યા હતા. થોડીવાર પછી તે વૃદ્ધ દાદા બોલ્યા

    તારા સવાલો માં દમ છે બધા તો નહીં પણ હું તારા એક સવાલ નો જવાબ આપી શકીશ. વૃદ્ધ દાદા ની વાત સાંભળી ને જય એ જિજ્ઞાસા થી પૂછ્યું: કયો સવાલ ? વૃદ્ધ દાદા એ એક સવાલ તરફ આંગળી મૂકી. સવાલ હતો કે

    " દરેક વ્યક્તિ જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે તો શા માટે લોકો પોતાની એકની એક જિંદગી મોજ થી જીવી નથી લેતા. જન્મે છે, ભણે છે, પૈસા કમાઈ છે, લગ્ન કરે છે, પછી છોકરા પેદા કરે છે, એને મોટા કરે છે, એને પૈસા કમાઈ શકે એ માટે કાબીલ બનાવે છે એના લગ્ન કરાવે છે, અને પછી ઉમર થાય એટલે મૃત્યુ પામે છે. દરેક વ્યક્તિ એક સરખું જીવન જીવે છે. મનુષ્ય ને એક વખત જીવન મળ્યું હોય તો શા માટે લોકો સંબંધો બાંધવામાં અને નિભાવવામાં પોતાની જિંદગી વ્યર્થ કરી રહ્યા છે. શુ મારે પણ આવુજ જીવવું જોઈએ ? "

    વૃદ્ધ દાદા જય સામું જોઈ ને બોલ્યા : જો દીકરા, હું તને બે વાર્તા કહીશ. બંને વાર્તા ઓ ખૂબજ સરળ છે આ બંને વાર્તા પુરી થાય એટલે તને એક સવાલ પૂછીશ તને તારો જવાબ આપોઆપ મળી જશે. બંને વાર્તાઓ એક અઢાર વર્ષ ના અનાથ છોકરા ની છે એકનું નામ રામ છે, અને બીજાનું નામ શ્યામ છે. પેલા હું તને રામ ની વાર્તા કહીશ.

    રામ અનાથ હતો. તે જયપુર નજીક એક અનાથ આશ્રમ માં રહેતો હતો. અનાથ આશ્રમ વાળા એ તેને 18 વર્ષ નો થયો ત્યાં સુધી તેને રાખ્યો ભણાવ્યો અને જ્યારે અઢાર વર્ષ નો થયો એટલે એને છુટ્ટો કરી દીધો. રામ બાર ધોરણ સુધી ભણ્યો હતો તે શહેર માં ગયો ત્યાં તેને એક હોટલ માં વેઈટર ની નોકરી મળી ગઈ બે ટાઈમ જમવાનું અને 7000 રૂપિયા પગાર. એક દિવસ રામ બધા હોટેલ માં આવેલા પરિવાર ને જોતો હતો. તે વિચારતો એક દિવસ દરેક વ્યક્તિ નું મૃત્યુ નિશ્ચિત છે તો તેણે સંબંધો બાંધવામાં નિભાવવામાં અને કમાવવા માં, પોતાનું ઘર બનાવા માં પોતાની જિંદગી શા માટે વ્યર્થ કરવી જોઈએ. તેણે આ જિંદગી ખુલી ને જીવી લેવી જોઈએ . દિવસે ને દિવસે તેના વિચારો પ્રબળ બનતા ગયા. એક દિવસ તેણે નોકરી છોડી દીધી. થોડા પૈસા હતા તે સાથે લીધા રખડ્યો, ભટક્યો, એક જગ્યા એ થી બીજી જગ્યાએ . કોઈ કુટુંબ નઈ, પરિવાર નહીં છેલ્લે કંટાળ્યો એક જગ્યા એ સ્થાયી થયો. ફરી કંટાળ્યો રખડ્યો. આખી જિંદગી અલગ અલગ જગ્યા એ ભટકવામાં કાઢી કોઈ નિયમ નહીં કોઈ સમાજ નહીં. શરૂઆત માં તો તેને પણ આવી જિંદગી માં મજા આવતી પણ છેલ્લે તે આ મંજિલ વગરની જિંદગી થી કંટાળો આવવા લાગ્યો છેલ્લે તેનું મૃત્યુ થયું ત્યારે તેની ચિતા ને આગ લગાડવા વાળું પણ કોઈ ન હતું.

    બીજી વાર્તા શ્યામ ની છે. શ્યામ પણ રામ ની જેમજ અનાથ હતો. તે પણ અનાથ આશ્રમ માં રહેતો. શ્યામ પણ 18 વર્ષ નો થયો શહેર માં ગયો. તેને પણ રામની જેમજ હોટલ માં વેઈટર ની નોકરી મળી ગઈ બે ટાઈમ જમવાનું અને 7000 રૂપિયા પગાર. પણ શ્યામ ને એવા સવાલ થતા નઈ. તેણે મહેનત કરી કામ માં ધ્યાન આપ્યું. 2-3 વર્ષ પછી પોતાનું નાનું રેસ્ટોરન્ટ કર્યું. એક છોકરી સાથે પ્રેમ થયો લગ્ન થયાં. બંને એ સાથે મળી ને મહેનત કરી. પોતાનું નાનકડું ઘર ખરીદયું. થોડા વર્ષ પછી તેને ઘેર દીકરી નો જન્મ થયો. પોતાની નવજાત રડતી દીકરી ને હાથમાં લીધી. પિતા બનવાનું સુખ માણ્યું. તેની સાથે રમ્યો તેને હસાવી,રડાવી,તેને ચાલતા શીખવ્યું,બોલતા શીખવ્યું, જિંદગી સાથે લડતા શીખવ્યું. જીવન જીવતા શીખવ્યું. એક લક્ષ્ય આપ્યુ. અને તેની દીકરી જ્યારે તેમાં સફળ થઈ ત્યારે તેને સાબાશી આપી. દીકરી ની ઉંમર થતા એક સંસ્કારી પરિવાર માં લગ્ન કરાવ્યા. વિદાય વખતે રડ્યો. દીકરી ને બાળકો થયાં તેને રમાડ્યાં. તેની પત્ની નું મૃત્યુ થયું ત્યારે ખૂબ રડ્યો પત્ની ની ચિતાને આગ લગાડી . આખરે એક દિવસ તેનું મૃત્યુ થયું. તેની દીકરી અને તેના જમાઈ એ તેની ચિંતા ને આગ લગાવી.

    વૃદ્ધ દાદા એ ઊંડો શ્વાસ લીધો : હવે બોલ દીકરા કોની જિંદગી વ્યર્થ થઈ .

    વૃદ્ધ દાદા ની વાત સાંભળી ને જય વિચાર માં પડી ગયો. તે વૃદ્ધ દાદાની સામું જોઈ ને હસવા લાગ્યો. તે દાદા પણ હસવા લાગ્યા. જે સવાલ જયને વર્ષો થી મુંજવતો તેનો જવાબ બે આટલી સરળ વાર્તા ઓ માં છુપાયેલો હશે જયે ક્યારેય નહોતું વિચાર્યું. જય એ વૃદ્ધ વ્યક્તિ નો આભાર માન્યો.

    પોતાનું " bucket list "ખોલ્યું અને પોતાના સવાલ ની આગળ ટિક માર્ક ની નિશાની કરી.

    થોડીવાર પછી જયે ફરી તે વૃદ્ધ દાદા ને પૂછ્યું : દાદા અહીંયા આસપાસ કોઈ રમણીય કુદરતી સ્થળ છે.

    વૃદ્ધ દાદા : હા, અહીં થી આશરે 30 કિલોમીટર દૂર એક iceland છે. Poovar iceland ત્યાં ઘણા લોકો ફરવા માટે આવે છે. તને સારો અનુભવ થશે. તને થોડે દુર થી લિફ્ટ પણ મળી જશે. દાદા એ જય ને રસ્તો ચીંધાડયો જય એ દાદાનો આભાર માન્યો. અને ત્યાં થી નીકળી પડ્યો poovar iceland.

    વૃદ્ધ વ્યક્તિ ના કહ્યા પ્રમાણે તેને લિફ્ટ પણ મળી ગઈ. તે poovar iceland પહોંચ્યો. બપોર નો સમય થયો હતો સુરજ માથાપર હતો. જય બધા લોકો ની પ્રવૃતિઓ નિહાળી રહ્યો હતો. ઘણા વિદેશ ના લોકો પણ અહીંયા ફરવા માટે આવ્યા હતા. તેમાંથી એક વ્યક્તિ સાથે થોડીવાર માજ તેની દોસ્તી થઈ ગઈ. તે રશિયા થી આવ્યો હતો તેનું નામ મિખાઇલ હતું. મિખાઇલસાથે વાત કરતા જાણવા મળ્યું કે તે એક ફોટોગ્રાફર છે. અને ભારત ના પ્રાકૃતિક વારસાને કેમેરા માં કેદ કરવા અહીં આવ્યો છે. જય અને મિખાઈલ એ અહીં દરિયા પાસે મળતી એક પછી એક બધી વાનગી ઓ ટેસ્ટ કરી. મિખાઇલ તો 7 જેટલા નારિયેળ નું પાણી ચુક્યો હતો. વધારે પડતું ખાવાને કારણે બન્ને ને ઊંઘ આવવા લાગી હતી બંને ત્યાં નજીકજ નાળિયેર ના ઝાડ નીચે સુઈ ગયા. બપોર ના 2 વાગ્યા છે. આકાશ માં થોડો તડકો છે પણ સાથે ઠંડો પવન પણ ધીમે ધીમે ફૂંકાઈ રહ્યો છે. જય અને મિખાઇલ સપનાની દુનિયા માં ખોવાઈ ગયા છે.

    જયના સગા સબંધી ઓને જય ઘર છોડીને જતો રહ્યો છે એ વાત ની ખબર પડી ચુકી હતી. ઘણા સગા સબંધીઓ મળવા આવતા તો ઘણાં ફોન કરતા અને પૂછતાં : જય વિશે કઈ માહિતી મળી ? એક દીવસ જય ની મોટી બહેન પણ આવી હતી. તે પણ ખૂબ રડી. અમેં પોલિસ સ્ટેશન માં પણ " ગુમ થયેલ છે " ની રિપોર્ટ લખાવી હતી. પણ કાઈ ફાયદો ના થયો. પણ બધાને આશા હતી કે જય એક દિવસ પાછો આવશે. આખરે આશા એક એવી વસ્તુ છે જે વ્યક્તિને કમજોર પડવા દેતો નથી. જ્યારે આપણી અંદર કોઈ કામ માટેની આશા ખુટી જાય એટલે સમજી લેવાનું તે કામજ અટકી ગયું

    સાંજ પડી ચુકી હતી. જય એ પોતાની આંખ ખોલી. બાજુ માં જોયું તો મિખાઇલ ના દેખાયો. કદાચ તે ત્યાંથી જઇ ચુક્યો હતો. જય બેઠો થયો સાંજ ના 6 વાગ્યા હતા. સુરજ આથમી રહ્યો હતો દરિયા કિનારે ઘણી બોટ પડી હતી. જય ને દરિયાની મધ્ય માં જવાની ઈચ્છા હતી. બોટ વાળો ચાર લોકો ને એક સાથે બોટ માં લઇ જતો હતો. જય ની સાથે એક દંપતી અને સાથે તેનો 6 વર્ષ નો છોકરો હતો. બધા બોટ માં બેઠા. બોટ વાળા એ બોટ ચાલુ કરી. દંપતી નો 6 વર્ષ નો છોકરો એના મમ્મી પપ્પા ને સવાલો પૂછી રહ્યો હતો યે બોટ કૈસે ચલતી હૈ ? ઇસકે તો વ્હીલ્સ ભી નહીં હૈ. ક્યાં યે જમીન પર નહીં ચલ શક્તિ. તેના સવાલો તેની ઉંમર પ્રમાણે યોગ્ય હતા. જયને તે દંપતી ને જોઈને પેલા વૃદ્ધ દાદા ની વાત યાદ આવી. તે માનતો હતો કે દાદા ની વાત યોગ્ય હતી ? પણ હવે જય પોતાની સફર ને પુરી કરવા માંગતો હતો. તેણે જીવન માં કોઈ કામ અધૂરું છોડ્યું ન હતું. આ કામ પણ તે પૂરું કરવાનો હતો પછી ભલે ને તેની અડધી જિંદગી આ કામ માં વીતી જાય.

    બોટ વાળાએ બોટ ને થોડી ધીમી પાડી. સુરજ આથમી ચુક્યો હતો. આકાશ માં થોડા તારાઓ પણ આવી ચુક્યા હતા. હવામાન ઠંડુ થઈ રહ્યું હતું જય એ પોતાનો હાથ દરિયા ના પાણી માં નાખ્યો. પાણી ખૂબ ઠંડુ હતું. આકાશ માં અંધારું વધી રહ્યું હતું. પણ જય નો બીજો સવાલ જયને અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જવાનો હતો. સુનકાર, અને માયુશી માંથી દિવ્યતા તરફ લઈ જવા માટેનો હતો.

    શુ હશે જય નો બીજો સવાલ ? શુ જય ને તેના બધા સવાલો ના જવાબ મળી જશે કે પછી તે જવાબો શોધ્યા વિના જ પોતાના ઘરે પાછો જતો રહેશે ? જાણો આગળ ના ભાગ માં જે ટૂંક સમય માં ઉપલબ્ધ થશે.