Mrutyu ek vedna books and stories free download online pdf in Gujarati

“મૃત્યુ એક વેદના”

જીવન ભગવાન દ્વારા અપાયેલી એક અમૂલ્ય ભેટ. જે મનુષ્યને આનંદપૂર્વક  પસાર કરવા માટે આપેલું પણ આપણે તેને એક મજાક સમજીને વેડફી નાખીએ છીએ. શું ?? આપણને જીવનની સાચી દિશા પકડી છે ખરી આ સવાલ નો જવાબ અને સાચી દિશા પકડાઈ જશે ત્યારે જીવન નો અર્થ  અને આનંદ એક સાથે મળી જશે.

આજે આપણે વાત કરવી છે એક મૃત્યુ અને જીવન વચ્ચેના સંઘર્ષ ની જેમાં એક‌ મૃત્યુ ભરી રાત પણ મનુષ્યને કેટલા સુધી અંશે યાદ રહે છે.

જીવન સ્વાભાવિક રીતે એક કડવું સત્ય જેને આપણે સમય સાથે માનવું અને મેળવવવા નુ હોય તેમ છતાં પણ તેને મેળવવું પડે છે.

એ રાત એ રાત હજી સુધી સૌરભ ભુલાતી નથી. જ્યારે એ ૧૫ વર્ષનો હતો ત્યારે તેણે ઘરની અંદર કોઈનું મૃત્યુ જોયું હતું.મૃત્યુ એટલે જે માત્ર ત્રણ અક્ષરનો બનેલો સબ્દ પણ તેનો અર્થ અને તેની પીડા જાણ કોઈ ને સહન કરવી મુશ્કેલ છે.

નવરાત્રિના દિવસો ચાલી રહ્યા હતા બધા આનંદરૂપી દિવસો માં ખોવાયેલા હતા. આખું ગામ જગ મગી ઉઠિયું હતું. ચારેકોર નવલા નોરતા ની ત્યારી ચાલી રહી હતી.

સૌરભ ના ઘર માં પણ આવુજ વાતાવરણ હતું. સૌરભના ઘરમાં દસ લોકો સાથે તે પોતે રહેતો દસ લોકોમાંથી બધા જ લોકો ના અલગ અલગ કામ મમ્મી_પાપ ઘર નો વહીવટ સંભાળતા,  દાદીમા ઘરનું સંચાલક. સૌરભ અગિયારમા ધોરણમાં ભણતો અને તેનો ભાઈ પ્રાથમિક શાળા અને અને બહેન માધ્યમિક શાળા માં અને કાકા અને કાકી તેની લાડકી તેની  દીકરી "નિરાલી" અને એના નાના ભાઈ સાથે રહેતા.

સૌરભ ના કાકા  ઘરકામ થી લઇ ખેતર સુધી પોતાનું યોગદાન આપતા, ઢોરઢાંખર સાચવવાનું અને ખેતીનું બધું જ કામ કે પોતે કરતા. નામ એવા જ તેમના ગુણ હતા ગામના લોકો તેમને  જયેન્દ્ર કરીને બોલાવતા અમે બધા ઘરમાં મુના ભાઈ (હુલામડું નામ) થી બોલાવતા.

પોતે જીવન એવું જીવતા કે જીવનને પણ ને લાગતું કે હું પણ બરાબર જગ્યાએ આવીને જીવન જીવું છું.
પ્રેમ તેમનું એક મહત્વનો ગુણ હતો. જે એના પશુઓ જેમને તે પોતે સાચવતા, પાણી પીવડાવતા, અને તેમનો વિશ્વાસ એ મૂંગા પશુઓ પણ સમજી જતા અને સાથે એની હર એક પળ ઘરથી લઈને સુધીની સફરમાં તેને સાથ આપતા. સ્વભાવથી અને પોતાના વર્તન તેમને આખા ગામમાં તેમની અનેરી છાપ છોડી જતા.

તેમની સાથે સૌરભ નો નાતો એક કાકા કરતા પેલા એક દોસ્ત જેવો હતો. તે હંમેશા તેને બજાર લઈ જાય અને તમને આપેલા  ૧૦ રૂપિયામાં થી કે ૫ રૂપિયામાં  અલગથી ખાવાનું (ભાગ) લઈને  સૌરભ ને આપી દેતા. હંમેશા તે તેના ખભા ઉપર ચડાવીને સૌરભ આખું ગામ જોવા લઈ જાય.

પણ ઘણા લોકો માટે કાકા એવું સભ્યો કે જે ઘરના બધા કામ કરે તેની સંભાળ રાખે. તે બધા સાથે રહેતા એક સભ્ય તરીકે પણ સૌરભ સાથે એક દોસ્ત;.

સૌરભ વારંવાર પૂછતો :  કાકા: "તમે ઘરે અલગ વર્તન કરો છો બધા જોડે એને મારી પાસે જોડે કેમ આવું."

ત્યારે એ કહેતા.: "તું તો મારો સૌથી લાડકો ભત્રીજો છો તારી જરૂરિયાત પૂરી કરવી એ મારી ફરજ છે." 

અમૃત સમાન મુખથી તેની વાતો સાંભળતો રહેતો અને એમની સાથે સમય વિતાવતો રહેતો.

"સમયની સાથે સાથે દિવસો અને દિવસોની સાથે સાથે માણસો બદલાતા રહે છે અને સાથે તેમની વાતો જે કોઈપણ અનર્થ માટે કાફી છે."

નવરાત્રિના દિવસો ચાલુ ચાલુ થતા બધા પોતપોતાના કામમાં લાગેલા હતા. ગામમાં પણ આ દસ દિવસ ને માણવા માટે તત્પર હતા.  સાથે સૌરભ નો પરિવાર  પણ તે દિવસોમાં એને નવરાત્રિના પર્વમાં મશગુલ હતા.

૧,૨,૩,૪,૫,૬,૭ એમ નવરાત્રિના દિવસો પસાર થવા લાગ્યા અને તેમાં બધા મશગુલ બની ગયા. એટલા મશગુલ બની ગયા કે બધા ને કાકા ના મન પર ચાલતી દ્વિધા ને જાણી ન શક્યા. નવરાત્રિના દશેરાનો સુભ દિવસ બધા માટે કાળમુખો દિવસ બની બનીને  રહી ગયો.
ખેતર થી લઈને મુંગા પશુઓની પણ આંખો પણ આંસુ હતા.

કાકા એ ગામના લોકોની વાતો મનમાં લઈને અમે ન ભરવાનું પગલું ભરી લીધું.

સૌરભને એ વાતની જાણ ન હતી કે શું થયું છે ? ને શું બનવા જઈ રહ્યું છે.?

એમણે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્રણ દિવસ કોમા માં રહી તેને તેમના પ્રાણ વિરામ આપી દીધો. તે દિવસે સૌરભ ના પપ્પા તેમના દાદી તેની સાથે હતા.

દાદી  સૌરભ ને કહેતા : "તારા કાકા એ તેના પ્રાણ મારા ખોળામાં  છોડ્યા હતા."

પણ એ દિવસે સૌરભ ના ઘરના લોકોને જાણ નથી કે શું થયું છે અને તેના બહારથી પણ કંઈ વાવડ મળ્યા ન હતા.

એ દસેરા ની રાત્રિના દિવસે અચાનક એમ્બ્યુલન્સ નો  અવાજ સંભળાવા લાગ્યો એ અવાજના ભણકારા આજે પણ ક્યારેક સંભળાય છે. અને એના ભણકારા તેના કાનમાં ગુંજ્યા કરે છે.

એ રાત હવે સૌરભ માટે કાળમુખી રાત બની ગઈ હતી ત્યારે તે માત્ર સોળ વર્ષનો એક એવો છોકરો હતો કે જેણે મૃત્યુને પોતાની સામે જોયું હતું. સૌરભ તેના કાકા ની લાશ જોઈ ને બેબાકળો બની ગયો હતો. ઘરના બધા લોકો અને એ બધાની ખુશીઓ ભરલી આંખોમાં આંસુ જોઇને ભગવાને પણ રડવું આવી જાય એવી કરુણતા હતી.

અને એ જ દિવસોમાં સૌરભ ની પરિક્ષા પણ ચાલતી હતી એટલે સવારે પરિક્ષા આપવા જવાની હતી. પણ આ કુદરતની કરામત તને આડે આવી જવાની હતી. એ દિવસે સૌરભને શું કરવું કશું સૂઝતું ન હતું મનમાં ને મનમાં વિચારતો હતો.

" કાલે મારી પરીક્ષા છે, મારું બધું ભૂલી ગયો છું." હવે મારું શું થશે."

એ રાત્રી ને એવું લાગતું હતું કે મારે આજે સવારે મોકો આપવો નથી તેને ઢળવાનું નામજ લેતી નહતી એવું લાગતું હતું . એ કોલાહલ અને  ધાની એ બેભાન અવસ્થામાં બધા લોકો કાકાના અંતિમવિધિ માટે તૈયારી કરવા લાગ્યા એ પણ સૌરભ હજી  સ્વીકારવા કે માનવા તૈયાર ન હતો કે તેના કાકા તેની સાથે નથી.

તેની બસ એ યાદો છે કે નહિ એ પણ મગજને અવકાશ આવી જવાથી એ પણ ભૂલી ચૂક્યો હતો. 

એ દિવસે ને પપ્પાને કહી દીધું પપ્પા મારાથી આ અંતિ સંસ્કાર ની વિધિ મારા થી નહિ થાય. અત્યારે તને ડર નામ ની મયા તેના મગજ માં ઘર કરી ગઈ છે.  ૧૬  વર્ષનો છોકરો નો ડર અને પેલી વાર ઘરમાં જોયેલું મૃત્યુ ને ખુદને પણ ભાન ભૂલાવી દીધી હતી. પણ મોટો થતા ખ્યાલ આવશે કે અંતિમ સંસ્કાર જેવો પુણ્ય એક પણ નથી.

એ પપ્પાને કીધા વગર બધાને જાણ કર્યા વગર બહાર નીકળી ગયો. એવી જગ્યાએ ને બેસી ગયો કે જ્યાં કોઈની અવરજવર ન થતી હોય. પણ ખબર નહીં કે કોઈને જાણ થઈ ગઈ કે તે તળાવની પારે બેઠેલો છે. અને ત્યાં આવીને બધા લોકો સૌરભ ને કહેવા લાગ્યા ત્યારે આ વિધિ કરવી પડશે.

અને એ જ સમયે સૌરભ ના મમ્મી કે જે જેના માટે એક આત્મબળ રૂપી કામ કરતા અને તેના કોઈપણ સંજોગોમાં તેને સાથ આપતા.

અને ત્યારે એ અંતિમ સંસ્કાર ના સમય દરમિયાન તે બધાની સામે આવીને કહેવા લાગ્યા. : "હવે જે થવાનું હતું એ થઇ ગયું એને તેની પરીક્ષા આપવા જવા દો અને તેને તેના સપના પૂરા કરવા દો."

અને એ દિવસે સૌરવ પરીક્ષા આપવા ગયો એ દિવસે તે બધું જ ભૂલી ગયો હતો પણ ખબર નથી કોઈ એવી વ્યક્તિ તેની પાસે આવીને તને કહેવા લાગતું હું છું ને તારી સાથે હંમેશા આમજ આગળ મારા આશીર્વાદ તારી સાથે રહેશે,મારું અને તારા મમ્મી પપ્પા નું નામ રોશન કરીશ.

એ પરીક્ષાનો દિવસ ને તે હંમેશા યાદ કરતો રહે છે, અને છે તે દિવસે બનેલો બનાવ ઘરમાં આવીને બધા લોકોને જાણવા.

અને થોડા દિવસો પછી સૌરભ ની પરીક્ષા નું પરિણામ આવ્યું અને તે બીજા નંબરે ઉત્તીર્ણ થયો. ત્યાર પછી જ્યારે પણ તે સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે ત્યારે તે તેના કાકા ને યાદ કરે છે અને તેના કાકા હંમેશા તેની સાથે તેની સમક્ષ આવીને ઊભા રહી જાય છે.......


લેખક : ગીરિમાલ સિંહ ચાવડા "ગિરિ"