Whats your good name sir books and stories free download online pdf in Gujarati

વોટ્સ યૉર ગુડ નેમ સર!

મુંબઈની રાત કદાચ મુંબઈ શહેરને વધારે રંગીન બનાવે છે. આજની રાત મુંબઈકરો માટે વધારે ખાસ હતી. બિજનેસનો મોસ્ટ એલિજીબલ બેચરલ કે જે છેલ્લા આઠ વર્ષથી બિજનેસમાં એકચક્રી શાસન કરી રહ્યો છે જેણે બિજનેસમાં અઢળક કમાણી કરી છે જે દરેક ન્યુજ પેપરઓ અને બિજનેસ મેગેઝિનમાં હેડલાઈન્સ માં હોય છે એવા બિજનેસમેન ધ “અનિકેત શર્માનો” આજે બર્થડે છે. તાજ હોટલનો ક્રિસ્ટલ હોલ સફેદ લીલી અને ફ્લાવરથી સજાવવામાં આવ્યો હતો. દુનિયાભરના ડ્રિંક્સ અને સાથે બિજનેસ કરવા માટે લોકો કેટલાય દિવસો સુધી લાઈનમાં ઉભા રહેતા હોય છે એવા દરેક ચહેરા અને બિજનેસમેન અનિકેત શર્માની પાર્ટીના મહેમાન બન્યા હતા. ફિલ્મસ્ટારથી લઈને રાજનીતિ, બિઝનેસમેનથી લઈને નાના બિજનેસમેન સુધી દરેક આ પાર્ટીનો ભાગ બન્યા હતા. સતત કેમેરાની ફ્લેશ થતી લાઈટો વાતાવરણને વધુ રંગીન બનાવતી હતી.

લેડીઝ એન્ડ જેન્ટલમેનનું અનાઉન્સમેન્ટ થતાની સાથે જ બધાની નજર સામે આવેલી ગોળાકાર સીડીઓ પર ગોઠવાઈ અને ડિઝાઈનર બ્લેક બ્લેઝર, હાથમાં બ્રાન્ડેડ વોચ, ટ્રીમ કરાવેલી દાઢી, વ્યવસ્થિત સ્ટાઇલ કરેલા વાળ અને હોઠ પર દિલધડક હાસ્ય લઈને અનિકેત શર્મા નીચે આવ્યો. અનિકેતને જોઈને પાર્ટીમાં હાજર રહેલા દરેક લોકો હ્દયનો ધબકારો ચૂકી ગયા હતા. શેમ્પેઈનની બોટલો ખોલવામાં આવી અને લોકો પોતાની રીતે પાર્ટી એન્જોય કરવા લાગ્યા લેડીઝની ગોસિપ લગભગ ડ્રેસ,પાર્ટી અને એલિજીબલ બેચરલ્સની જ હતી જ્યારે જેન્ટસની વાતો અનિકેત શર્માની સક્સેસ, દોસ્તી અને દુશ્મનીની હતી. આ પાર્ટીમાં અનિકેત જ એક માત્ર વિષય હતો.

મુંબઈના જુહુ વિસ્તારમાં દરિયા કિનારે આવેલું એ શર્મા મેન્સન અનિકેત શર્માની દુનિયા હતી. બિજનેસની વ્યસ્તતામાંથી પણ સારો એવો સમય અનિકેત પોતાના ઘરમાં પસાર કરતો હતો. સતત લાઈમલાઈટ, કેમેરા અને મિડિયાથી ઘેરાયેલો અનિકેત અંગત જીવનમાં બહુ જ એકલો હતો. માતા પિતાના મૃત્યુ પછી પોતાના કહી શકાય એવા બહુ ઓછા લોકો હતા એની જીંદગીમાં. સપના કરતા પણ વધારે સુંદર જીંદગી જીવી રહેલા અનિકેત શર્માની જીંદગીની હકીકત વધારે ભયાનક હતી. સતત વિતી ગયેલા ભૂતકાળમાં જીવવું એ હવે અનિકેત શર્માની આદત બની ગઈ હતી. આજની પાર્ટી પતાવીને ઘરે આવેલા અનિકેતની હાલત વધુ પડતું ડ્રિંક કરવાથી વધારે ખરાબ થઈ ગયી હતી. રુમની દિવાલ પર લગાવેલા એ ફોટાને જોઈને અનિકેત ત્યાં જ બેસી ગયો હતો. આંખો બંધ કરી એ ત્રણ વર્ષ પહેલાના ભૂતકાળની સફરે નીકળી પડ્યો હતો.

ત્રણ વર્ષ પહેલાં અનિકેત પોતાના બિજનેસ માટે ન્યુ યોર્ક ગયો હતો. પોતાની બિજનેસ મીટીંગ પતાવીને અનિકેત હંમેશા ફરવા માટે નીકળી જતો હતો. એકવાર એ ન્યુ યોર્કના એ નાનાં ટાઉનને જોવા નીકળ્યો હતો ત્યાં જ એની નજર સ્ટ્રીટ પર અવેલી એ નાની બુક શોપ પર પડી બુક્સને વાંચવા કરતા એને કલેક્ટ કરવાનો અનિકેતને વધારે શોખ હતો. ચાર પાંચ કમ્પાર્ટમેન્ટમાં વહેચાયલી એ શોપમાં રહેલી ગુજરાતી અને હિન્દી નોવેલ્સ જોઇને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવી જાય કે આ કોઇ ઈન્ડિયનની શોપ હશે. છૂટા છવાયા બે ચાર લોકો સિવાય ત્યાં કોઈ જ હતું નહિ એટલે પ્રમાણમાં શાંત કહી શકાય એવી હતી એ જગ્યા. આમતેમ પોતાની નજર દોડાવી કઈ બુક્સ લેવી અને કઈ ન લેવી એ ગડમથલમાં અનિકેત ફરી રહ્યો હતો ત્યાં જ એને એક અવાજ સંભળાયો Excuse Me Sir, મે આઈ હેલ્પ યુ! અનિકેત એ પાછળ ફરીને જોયું તો એક હિન્દુસ્તાની છોકરી હાથમાં પેન અને ડાયરી સાથે ઉભી હતી. સામાન્ય લાગતી એ છોકરીએ અનિકેતને બુક્સ લેવામાં મદદ કરી અને બિલ બનાવવા માટે કાઉન્ટર પાસે આવી એણે પૂછ્યું “વોટ્સ યોર ગુડ નેમ સર!” અને એણે જે સવાલ કર્યો એ પછી અનિકેત શર્મા લગભગ આશ્ચર્યમાં પડી ગયો હતો. અનિકેત સામે કહ્યું યુ ડોન્ટ નો વ્હુ આઈ એમ! ત્યારે એ છોકરીએ કહ્યું આઈ નૉ તમે બિજનેસના હિરો છો મે કદાચ તમારો એકાદ આર્ટીકલ વાચ્યો હશે પણ મને એમાં કંઈ જ ખાસ નહોતું લાગ્યું. અનિકેત શર્મા માટે આ બહુ જ મોટો ઝટકો હતો. જેના બિજનેશ સાથે જોડવા પાછળ દુનિયા પાગલ છે અને આ છોકરીને કંઈ જ ખાસ નહોતું લાગતું. અનિકેત એને પૂછ્યું આવું તમને કેમ લાગ્યું કે માર બીજ્નેશમાં કંઈ ખાસ નથી? ત્યારે એ છોકરીએ આંખોમાં ગજબની ચમક સાથે તલવારની જેમ ધારદાર રીતે પૂછ્યું મિસ્ટર બિજનેસમેન કોઈ બીજાના આડિયા પર તો કોઈ પણ વ્યક્તિ બિજનેશ કરી શકે છે? આરપાર નીકળી જાય એવા આ સવાલે અનિકેત શર્માની દુનિયા હચમચાવી નાંખી. હાથમાં બુક્સ આપીને એણે કહ્યું એવો આગ્રહ ન રાખો કે બધા તમને ઓળખે જ અથવા બધા તમારા ફેન હોય જ હેવ અ ગુડ ડે સર! અનિકેત શર્મા ત્યાંથી નીકળી ગયો એ છોકરીની વાત અને એ છોકરી કોણ જાણે કેમ એના મગજમાંથી નીકળતી જ નહોતી. આખી રાત એણે એ વાતને વિચાર્યા જ કરી કદાચ એ છોકરી સાચી હતી. બીજા દિવસે અનિકેત શર્મા એ છોકરીની ડિટેલ્સ મંગાવી. અનિકેત શર્મા માટે કોઈ પણ વ્યક્તિની ડિટેલ્સ મંગાવવી એ બહુ જ સરળ હતું અને જેવું એના હાથમાં એ કાગળ આવ્યું એણે નામ
વાંચ્યુ પ્રિયા શેઠ, ફોન ડિટેલ્સથી લઈને ઘરનું એડ્રેસ બધુ જ અનિકેત શર્માના હાથમાં હતું.

અનિકેત એ ફોન કરીને પ્રિયાને થેક્યૂ કહ્યું એ વાત માટે એને રિયલાઈઝ કરાવવા માટે. ધીરે ધીરે અનિકેત અને પ્રિયા સારા મિત્રો બની ગયા એક્સચેન્જ થયેલા નંબર સાથે પ્રિયા અને અનિકેત એકબીજ સાથે વાતો કરવા લાગ્યા,એકબીજા વિશે જાણવા લાગ્યા,એકબીજાની દુનિયામાં જાણે-અજાણ્યે એ બંને પ્રવેશ કરી ચૂક્યા હતા.

પ્રિયાએ અનિકેતને પોતાના સાચા વ્યક્તિત્વ સાથે કરાવી હતી.અનિકેત પ્રિયાને બહુવાર મુંબઈ આવવા કહ્યું પણ દર વખતે એ અનિકેતને એક જ વાત કહેતી “તારી એ લાઈમલાઈટની દુનિયાની પાછળના અંધારામાં મારે ખોવાઈ નથી જવું.” અનિકેત પ્રિયાને જઈ કયારેક ન્યુ યોર્ક મળી આવતો. અવારનવાર આ પ્રેમીયુગલ પોતાના ફોટા સાથે ન્યૂઝ પેપરની હેડલાઈન્સ બની જતું. અનિકેતની દુનિયા લગભગ પ્રિયાની આસપાસ જ સિમીત થવા લાગી હતી અને એકવાર ન્યુ યોર્કના એરપોર્ટ પર પ્રિયા અનિકેતને સી ઓફ કરવા આવી હતી. ત્યાં એરપોર્ટ પર જ અનિકેત પ્રિયાને બધા સામે મેરેજ માટે પ્રપોઝ કર્યું હતું. આ પ્રેમીયુગલે આવતા વર્ષે મેરેજ કરવાનું નક્કી કર્યું હતું.

એક સવારે શર્મા મેન્સનના વિશાળ બેડરૂમમાં પલંગ પર સુતેલા અનિકેતની ઊંઘ અચાનક ફોનના અવાજથી ઉડી ગઈ હતી. પ્રિયા નામ સક્રીન પર જોઈને અનિકેત બેઠો થઈ ગયો અને ફોન રિસીવ કર્યો તો ત્યાંના લોકલ પોલિસ ઑફિસરનો અવાજ સાંભળી અનિકેતનું હ્રદય ધબકારો ચૂકી ગયું હતું. પ્રિયા કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામી હતી. પ્રિયાના મૃત્યુ પછી અનિકેત લગભગ જીંદગી જીવવાનું જ બંધ કરી દીધું હતું. છેલ્લા એક વર્ષમાં અનિકેત શર્મા પાર્ટીઓમાં એવોર્ડ્સ શોમાં જવાનું ટાળતો. બિજનેસ સિવાયનું બધુ જ એણે છોડી દીધું હતું. પ્રિયામાં જીવવા ટેવાયેલા અનિકેત જીવવાની આશા જ છોડી દીધી હતી. કોન્ટ્રાક્ટ થયેલા પ્રોજેક્ટ સિવાય નવા કોઈ પણ પ્રોજેક્ટ સાઈન કરવાની ના પાડી દીધી હતી. એક બીજનેસમેન તરીકે અમુક ના છૂટકે જે એને કરવું પડતું એ જ કરતો હતો.

આજે વધુ ડ્રિંક કરવાથી અને પ્રિયાને યાદ કરવાથી અનિકેતના મગજ પર વધારે ભારે અસર થઈ ગયી હતી. રુમમાં આમતેમ આંટા મારી રહેલા અનિકેતના ચહેરા પર પરસેવો વળી ગયો હતો. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. એનું મગજ એના કાબુમાં રહ્યું નહોતું. પોતાનું ડ્રોઅર ખોલીને ઊંઘની ગોળીઓ કાઢીને બાજુમાં પડેલા પાણીના ગ્લાસ લઈને એકસાથે લગભગ બધી જ ગોળીઓ ખાઈને એણે પોતાના શરીરને નાખી દીધું અને એક તરફડતુ હ્દય શાંત થઈ ગયું. સવાર પડતાની સાથે જ રુમમાં દોડી આવેલા નોકરોએ અનિકેતને બેડ પર જોયો એના ચહેરા પર ગજબની શાંતિ હતી. પ્રિયા વગર પસાર કરેલી જીંદગીનો થાક આજે ઉતરી ગયો હતો. દુરથી આવી રહેલા એમ્બ્યુલન્સના અવાજ સાથે જ અનિકેત અને પ્રિયાના હાસ્યના અવાજ ખોવાઈ ગયા. શર્મા મેન્સનના વિશાળ બેડરૂમમાં રહેલા એ શરીર અને દિવાલ પર રહેલા એ ફોટા વાળી વ્યક્તિ એક નવા જ સફરે ચાલી નીકળી હતી.

Share

NEW REALESED