keshav's half love - Krishna books and stories free download online pdf in Gujarati

કેશવનો અપૂર્ણ પ્રેમ - ક્રિષ્ના

મિત્રો હું એક અલગ પ્રકારની લવ સ્ટોરી લખવા નો પ્રયત્ન કર્યો છે. જ્યારે પ્રેમ નો ત્રિકોણ સર્જાય છે ત્યારે કોઈ એક ખૂણા એ તૂટવું પડે છે જેથી બે ખૂણા મળી શકે. આ વાર્તા તેના જ સંદર્ભમાં છે.
અમદાવાદ ની પ્રખ્યાત IIM -A કોલેજ માં આજે વિદ્યાર્થીઓ ની ભીડ જામી હતી. આજે ફર્સ્ટ યર નો પહેલા દિવસે બધા વિદ્યાર્થીઓ નવા જોશ સાથે કોલેજ માં આવી રહ્યા હતા.

કેશવ પણ નવા ઉત્સાહ સાથે કોલેજ ના કેમ્પસ માં પ્રવેશ કર્યો. આજે તેનું સપનું પૂરું થયું હતું. કેશવ ને  MBA નો અભ્યાસ કરી ને એક સફળ બિઝનેસ મેન બનવું હતું.

કેશવ કોલેજ ના મેદાન માં થી આગળ જાય તે પહેલાં કોઈ એ તેને ઉભા રહેવા માટે બૂમ પાડી. તેણે પાછળ ફરી ને જોયું તો ક્રિષ્ના તેની પાછળ ઊભી હતી.ક્રિષ્ના ને પોતાની સામે જોઈ ને કેશવ ખુશ થઇ ગયો.

તેની બેસ્ટ ફ્રેન્ડ તેની સાથે જ ભણવા ની એમ જાણી કેશવ ખુશ કેમ ન થાય. ક્રિષ્ના કેશવ ની પાસે આવી એટલે બંને એકસાથે ચાલવા લાગ્યા. ક્રિષ્ના નો સ્વભાવ થોડો તોફાની હતો જ્યારે કેશવ શાંત સ્વભાવ નો હતો.

કેશવ અને ક્રિષ્ના કલાસરૂમ માં એક બેન્ચ પર બેઠા. આજે પહેલા દિવસે બધા વિદ્યાર્થીઓ એ પોતાનો પરિચય આપ્યો અને પ્રોફેસરે વિદ્યાર્થી ઓ ને ભણવાના વિષયો ની જાણકારી આપી અને કોલેજ છૂટી ગઈ.

બીજા દિવસે પણ કેશવ અને ક્રિષ્ના કોલેજ માં એકસાથે જ આવ્યા અને એક જ જગ્યા પર બેઠા. આજ થી બધા વિષય ના નિયમિત લેકચર શરૂ થઈ ગયા. કેશવ દરેક લેકચર માં પ્રોફેસર જે કઈ બોલે તે ધ્યાન થી સાંભળતો અને જરૂરી લાગે તે નોંધ લખી પણ લેતો.જયારે ક્રિષ્ના પ્રોફેસરે આપેલા લેકચર  ફોન માં રેકોર્ડ કરી લેતી.

કેશવ એક સામાન્ય પરિવાર માં થી આવતો હતો. કેશવ ના પિતા એક સરકારી ઓફિસ માં ક્લાર્ક ની નોકરી કરતા હતા અને તેની માતા હાઉસવાઈફ હતા. જયારે ક્રિષ્ના એક કરોડપતિ પરિવાર માં થી આવતી હતી. તેના પિતા બહુ મોટા બિઝનેસ મેન હતા.

ક્રિષ્ના ને તેના માતાપિતા એ ખૂબ લાડ થી ઉછેરી હતી.તેને ક્યારેય કોઈ પણ વસ્તુ ની કમી પડવા દીધી ન હતી. આમ કરોડપતિ હોવા છતાં ક્રિષ્ના માં જરા પણ અભિમાન ન હતું.

કેશવ ને બારમાં ધોરણ માં સારા માર્ક્સ આવ્યા હોવાથી તેને સ્કોલરશીપ મળી હતી એટલે કોલેજ માં ખૂબ મન લગાવી ને અભ્યાસ કરતો હતો. ક્રિષ્ના કોલેજ માં હંમેશા તેની કાર લઈને આવતી જયારે કેશવ સાઇકલ લઈને આવતો.

ક્રિષ્ના ને કોઇ વિષય માં ખબર ના પડે ત્યારે તે કેશવ એક વખત જ ફોન કરતી ત્યારે તરત જ કેશવ આવી જતો.

ભણવા ઉપરાંત કેશવ અને ક્રિષ્ના કોલેજ ની બીજી પ્રવૃત્તિઓ માં પણ ભાગ લેતાં. કોઇ પણ સ્પર્ધા માં પહેલો અને બીજો નંબર હંમેશા ક્રિષ્ના કે કેશવ લાવતાં હતા.

એકવાર કોલેજ ના ત્રીજા વર્ષ દરમિયાન કોલેજ માં છોકરાઓ માટે Mr. હેન્ડસમ અને છોકરી ઓ માટે બ્યુટીકવીન ની Miss કોલેજ સ્પર્ધા યોજાઈ .જેમાં છોકરા અને છોકરી ઓએ જુસ્સા થી ભાગ લીધો.

છોકરા ઓ માં સ્પર્ધા ના દિવસે ચર્ચા ચાલી રહી કે Mr.કોલેજ કોણ હશે. કારણ કે જ્યારે ક્રિષ્ના એ સ્પર્ધા માં તેનું નામ નોંધાવ્યું હતું ત્યાર થી જ Mis કોલેજ ની વિજેતા તરીકે તેનું નામ નક્કી થઈ ગયું હતું.

કેમકે ક્રિષ્ના દેખાવ માં કોઈ મોડેલ કરતાં ઓછી ન હતી. કોઈ પણ પ્રકાર ના મેકઅપ વગર પણ ક્રિષ્ના ખૂબ જ સુંદર દેખાતી હતી. પહેલાં બે વર્ષ દરમિયાન ક્રિષ્ના ના કલાસ  ના ઘણા છોકરાઓ એ ક્રિષ્ના ને પ્રપોઝ કર્યું હતું પણ બધા ને ના જ સાંભળવી પડી હતી અને ત્રણ-ચાર છોકરાઓ એ તો ક્રિષ્ના ના હાથે માર પણ ખાધો હતો.

એટલે કોઈ પણ છોકરો ક્રિષ્ના ની સાથે વાત પણ કરવા ની હિંમત કરતો નહીં પણ સાથે બધા છોકરાઓ ને કેશવ ની ઈર્ષ્યા થતી. ક્રિષ્ના ફક્ત કેશવ ની સાથે તેની બધી વાતો શેર કરતી.

આખરે સ્પર્ધા નું પરિણામ જાહેર થયું ત્યારે ક્રિષ્ના Mis કોલેજ બની અને પણ જ્યારે કેશવ Mr. હેન્ડસમ બન્યો બધા ની આંખો ફાટેલી રહી ગઈ. કોઈ ને અંદાજ ન હતો કે કેશવ આ સ્પર્ધા જીતી જશે.

બીજા દિવસે કેશવ અને ક્રિષ્ના લાઈબ્રેરી માં મળ્યા ત્યારે બંને એ એકબીજા ને જીત મેળવ્યા બદલ અભિનંદન પાઠવ્યા.ત્યાર બાદ ક્રિષ્ના કેશવ ને તેમની જીત સેલિબ્રિટ કરવા માટે એક રેસ્ટોરન્ટ માં લઈ ગઈ.

કેશવ અને ક્રિષ્ના રેસ્ટોરન્ટ માં પ્રવેશ્યા અને ત્યારે રેસ્ટોરન્ટ માં બધી બાજુ ઓ ગુલાબ થી સજાવેલી હતી પણ રેસ્ટોરન્ટ માં સ્ટાફ સિવાય બીજા કોઈ કસ્ટમર ન હતા.બંને વચ્ચે આવેલા ટેબલ પર બેઠા એટલે વેઈટર આવી ને તેમનો ઓર્ડર લઈ ગયો.

થોડી વાર પછી અચાનક લાઈટ જતાં રહ્યું એટલે આખા રેસ્ટોરન્ટ માં અંધારું થઈ ગયું.એટલે ક્રિષ્ના અને કેશવ ટેબલ પર થી ઉભા થઇ ગયા.થોડી વાર પછી જ્યારે લાઈટ આવી ગઈ ત્યારે કેશવ ની સામે ક્રિષ્ના હાથમાં ગુલાબ પકડી રહી હતી.

અને તેમના ટેબલ પર એક દિલ ના આકાર વાળી કેક હતી. ક્રિષ્ના એ ગુલાબ કેશવ આપતાં કહ્યું "I love You કેશવ" .

કેશવ ને અત્યારે શું બોલવું તેની ખબર પડતી ન હતી કારણ કે તે જેને પ્રેમ કરતો હતો પણ કહીં શકતો ન હતો તે છોકરી એ તેને સામે થી પ્રપોઝ કર્યું.

ધીરેથી કેશવે ગુલાબ ને હાથમાં લીધું અને ક્રિષ્ના ને કહ્યું કે ક્રિષ્ના હું પણ તને પ્રેમ કરૂં છું પણ આપણા આ સંબંધ નું કોઈ ભવિષ્ય નથી એટલે હું તારા પ્રેમ નો સ્વીકાર કરી શકું તેમ નથી.

ક્રિષ્ના કેશવ ની વાત સાંભળી ને ચોંકી ગઈ પણ તેણે પોતાને સાંભળી લીધી અને કેશવ ને કહ્યું કે મને કોઇ વાંધો નથી પણ આપણે બેસ્ટ ફ્રેન્ડ તો રહી શકીએ ? 

કેશવ હા કહી ને તરત જ રેસ્ટોરન્ટ માં થી બહાર નીકળી ને તેના ઘરે જતો રહ્યો પણ ક્રિષ્ના ઘણી વાર સુધી રેસ્ટોરન્ટ માં બેસી ને વિચારો કરતી રહી કે કેશવે તેને કેમ ના પાડી હશે.

(ક્રમશઃ)