Mrugajal ni mamat - 10 books and stories free download online pdf in Gujarati

મૃગજળની મમત - 10

પ્રસ્તાવના:
આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..
છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..
કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..
============
- સાબીરખાન પઠાણ "પ્રીત"
- મિનલ ક્રિશ્ચન "જીયા"
10


જિયાની ધડકનોને સમિર મહેસૂસ કરી શકતો નહોતો.
એનુ રૂ જેવુ મખમલી ભર્યુ ભર્યુ બદન ખૂબ ઠંડુ હતુ.
સમિરને એમ લાગ્યુ પોતાના શરીરનો ગરમાટો શુ એને દજાડતો હશે...?
એ મોહક સ્મિત સાથે જિયા સમિરની છાતી પર પોતાના હાથની મૂલાયમ આંગળીઓ પસવારી રહી હતી.
સમિર સાથેની સંગતનો નશો એની આંખોમાં ચોખ્ખો વર્તાતો હતો.
"જિયા..!
સમિરે રસતરબોળ અધરોનો આશ્વાદ માણતાં કહ્યુ.
આપ મુજે છોડકર કહીં મત જાના..!"
"અરે બેવકૂફ મૈ કૂછ કેહ નહી સકતી..!
તુમ મૂજસે ઈતના પ્યાર મત કરો..!
તૂમ કુછ નહી જાનતે..!"
મૈ સબ જાનતા હું જિયા..! મગર યે..!,
સમિરે પોતાની છાતી પર હાથ મૂકી કહ્યુ.
યે કુછ નહી સમજતા.. ઈસે સમજાના બહોત મુશ્કિલ હૈ..!
ઔર અગર મૈ અપને આપકો રોકુંગા તો, સમજ લેના મૈ અપને આપ કો તકલિફ દેને લગા હું..!"
અરે બુધ્ધુ નારાજ હો ગયે..
ઈતના અકડો મત..
ઔર સૂનો વો આ રહી હૈ તૂમ્હારે લિએ ખાના લેકર..!
અપને કપડે પહેનો ઔર અચ્છે બચ્ચે કી તરહ સો જાઓ..!
સમિરનુ મોં કડવાશથી ભરાઈ ગયુ.
એને તો એક પળ માટે પણ જિયાથી અલગ થવુ નહોતુ..
બસ એ બોલ્યા જ કરે અને પોતે એની ચેસ્ટ પર માથુ મૂકી એને સાંભળ્યા જ કરે..!
કેવી ધેલછા હતી...?
"અરે બેવકૂફ સૂનો તો સહી..!
સમિરનુ ઉતરેલુ મોં જોઈ જિયા અકળાઈ ઉઠી.
મૈ કહી નહી જા રહી.. તૂમ્હારે પાસ હી હું..!
ઔર તૂમ અપની યે અકડ છોડો.. જરા ઉસસે પ્યારસે પેશ આઓ..!
જબતક વો તૂમ્હે અપની માયા મે લપટેગી નહી તૂમ્હારા પીછા નહી છોડેગી..
મૈ ચાહતી હું કી અબ તૂમ ખુશી સે ઉસકા સાથ દો.. ઔર ઉસે ઈસ બાત કા અહેસાસ દિલાઓ કી તુમ ઉસસે સંતુષ્ટ હો ઔર ઉસે એક પલ કે લિએ ભી દૂર હોના નહી ચાહતે.
ક્યોકી ઉસકા તૂમ પર એતબાર હી યહાસેં ભાગને કે લિએ આધારભૂત સાબિત હોને વાલા હૈ..!
સમિરે સપનેય વિચાર્યુ નહોતુ કે જિયા ખુદ એને આવુ કહેશે.
પોતે રસગુલ્લો બની એની સામે પેશ થવાનુ હતુ.
પ્રિયા મનફાવે એમ એ રસગુલ્લાને ચૂસવાની હતી ધમરોળવાની હતી.
અને ઓછામાં પૂરૂ એ બધુ મારી જિયા નજરો નજર જોવાની હતી. એ અકળાઇ ને બોલી ઉઠ્યો.
"મૂજસે એ નહી હોગા જિયા..!"
ક્યો અપની જાન કી બલિ દેના ચાહતે હો..?"
જિયાના એકજ વ્યંગ્યબાણે એને સીધો કરી નાખ્યો.
"ઠીક હૈ..!"
"તૂમ યહી ચાહતી હો તો..!"
અરે બેવકૂફ..! તૂમ્હે યહાંસે નિકાલના હૈ મૂજે જિસકે લિયે ફસ્ટ સ્ટેપ યહી હૈકી તૂમ ઉસકી બાત માનો ઔર ઉસપર યકીન કરો..!"
ઓકે..!
સમિરે કપડાં ઝડપથી પહેરી લીધાં અને બેડ પર લાંબો થયો.
ઔર... ફીર વો ડાયન કા ક્યા હુવા.. બતાઓગી નહી..?"
એણે જિયાની આંખોમાં જોયુ.
"બતાઉંગી પહેલાં આને વાલી ડાયનસે તો નિપટ લો..!"
સમિરનુ વિલાઈ ગયેલુ મોં જોઈ જિયાએ પોતાના ગુલાબી સ્નિગ્ધ હોઠ એના હોઠો પર મૂકી દીધા.
સમિરનુ મન તરબોળ હતુ.
એની ખુશી સિમા વિહીન હતી.
ત્યાં જ દરવાજો હડસેલાયો..
"લો આ ગઈ.. તૂમ્હારી સ્વિટહાર્ટ..!"
કહેતાં આંખ મિચકારી છેલ્લે સુધી સમિરને છેડવાનુ એ ચૂકી નઈ.
( ક્રમશ:)
તમારા અભિપ્રાયનો અભિલાષિ
***** ****** ******* ****
સમિર..! હાઉ આર યુ સ્વિટહાર્ટ..?
એકાએક ધોમધખતા તાપના ઉકળાટમાં કોઈએ પટકી દીધો હોય એમ એને લાગ્યુ
"કોઈ ડીસ્ટબન્સ છે..? કે મારુ ફરી આવવુ ન ગમ્યુ..?"
પ્રિયા સમિરની આંખમાં આંખો પરોવી.
પોતે અનકમ્ફટેબલ ફીલ કરતો હતો એની સાથે પોતાની જાતને..
અને પ્રિયા અકળ હતી.
એની લાગણીઓ લૂઝ અને કૃત્રિમ હોઈ સમિર એની સાથે ઐક્ય સાધી શકતો નહોતો.
"ના એવુ નથી..!" સમિરને જિયાની ટકોર સ્મરી ગઈ. પ્રિયા સાથે સપાટ વર્તન રાખવાનુ નહોતુ. એનુ મન જિતવાનુ નાટક આબેહૂબ કરવાનુ હતુ.
સમિર જિયાની માનસપટ પરથી ભૂસી ન શકાય એવી છાપ લઈ ઉભો હતો.
આમ પણ 'કેન યુ ઈમેજિન અ લવ લાઇક ધેટ..?' લવ ને ફીલ કરી શકો એનાથી સુંદર બીજુ શુ હોય..?
પાતળી સૂરાહી શી ડોક, સુંદર ચહેરાનુ મેકપથી આકર્ષણ ઉડીને આંખે વળગતુ હતુ.
સાટન કપડાનો સાથળો સુધી કંમ્લિટ થઈ જતો ચમકદાર હાફ ફિટિંગ વેસ્ટર્ન પહેરવેશ એની ગોરી પગની ત્વચાને ઉજાગર કરતો હતો.
એના હાથમાંની પ્લેટ એણે ડાયનિંગ ટેબલ પર મૂકી.
"આજ આપકે લિયે ગુજરાતી ડીશ રેડી હૈ..!"
સમિરે એની કાયાને નખશિખ જોઈ એની નોંઘ લીધી.
"પહેલે ખાના ખાઓગે યા બાથ લેના હૈ..?"
પ્રિયાની આંખોમાં મોંહોધ બનેલો ઉન્માદ હતો.
"ખાના..?" એનાથી ઝડપથી બોલાઇ ગયુ
સમિર એક ક્ષણ માટે સજ્જડ થઈ ગયો.
ધડીભર પહેલાં વરસી ગયેલુ વર્ષાનુ ધોધમાર ઝાપટુ એને તરબોળ કરી ગયેલુ.
જો ન્હાવુ છે એમ કહે એટલે પ્રિયા જમવાનો પ્લાન હમણાં મૂલતવી રાખી સીધો એટેક કરે એમ હતી.
અને જમવુ છે એમ કહે એટલે પોતાને બાથ લીધા વિના જમવુ પડે..!
જોકે ભૂખથી શરીર ઠૂંઠવાઈ ગયુ હતુ એટલે સમિરે ઉભા થઈ જમવાનુ ઈમ્પોર્ટંન્ટ સમજી એણે વોશબેસીનમાં હાથ મોં ધોયા.
પ્રિયા આજે શાંત દેખાતી હતી ચૂપચાપ એ ડાયનિંગ ટેબલ પર ગોઠવાઈ ગઈ.
સમિરને એનુ વર્તન કઠ્યુ જરુર હતુ.
રોટલી ભીંડા અને ચોળીની ભિન્ન સબ્જી દાળ ભાત પાપડ ગાજર વીટનાં કચુંબર એક બે અથાણાં.. છાશ..!
બધુ જ ગમતુ જોઈ સમિરનુ મન ભરાઇ ગયુ.
એણે બધી પળોજણ મૂકી પેટપૂજા આરંભી..
પ્રિયા સમિરની સામે બેસી પ્રેમથી એને નિહાળી રહી હતી.
એને પોતાના શારિરીક સૌષ્ઠવનુ અભિમાન હતુ જે સમિરના કેસમાં ખોટુ ઠર્યુ હતુ.
એ માનતી કે પુરૂષોને સ્ત્રીનો દેહ મળી જાય એટલે પત્યુ.
બધાને સ્ત્રીના દેહને ચૂંથવા અંદર ખાનેથી દબાવેલી ઈચ્છાઓ હોય છે જે તક મળતાં એ ઝડપી લે છે..
સમિર કંઈક જુદી જ માટીનો બનેલો હતો.
પોતાના દેહને અધખુલ્લો જોઈ કેટલાય નબીરાઓને પિંગળી જતા એને જોયા હતા.
ગીધની જેમ માસંના લોચા પર તૂટી પડતા બધા.
એ હારી ગઈ હતી સમિરથી..
કારણ કે એને હમેશાં આ રેશમી જિસ્મની ઉપેક્ષા કરી હતી.
એનુ કારણ હતુ પ્રેમનો અભાવ...!
પ્રેમના અભાવમાં થતી રમતને પ્રિયાના અંતરે પણ પ્રાયોરિટી આપી નહોતી.
પોતાને નહોતુ કરવુ એ કબિલાએ માથે થોપી દિધુ હતુ.
અને હવે એ આ દાહક દાવાનળમાંથી જાતને બચાવી શકે એમ નહોતી.
એને કોઈ ઝંઝટ નહોતી.
હવે એ લગ્ન જેવી પ્રથામાં સપડાવા માગતી નહોતી.
એ સેઈફ ફ્લર્ટિંગથી કામ ચલાવી લેતી.
બીજી સવારે એ માણસોથી નો એક્સ્પેક્ટેશન
નો ફાઇટ્સ સો પ્રોબ્લેમ ફ્રી લાઈફ.. પ્રિયા ખુબ બિંદાસ્ત હતી.
જ્યારે સમિરનુ મન કંઈક જુદા એડજેસ્ટમેન્ટને એક્સેપ્ટ કરતુ હતુ.
સમિરનુ મન એવા પ્રેમને ફીલ કરવા માગતુ હતુ જેમાં અનહદ લાગણી હોય.
પોતાનાથી પણ વધારે.. એ બેઉ જ એકબીજાની પ્રાયોરીટી હોય..
હર ક્ષણ એ પોતાની સાથે ઉભુ હોય અને દરેકે દરેક ક્ષણ એની સાથે પોતાની જાતને સેઇફ અનુભવી શકુ..
એવા પ્રેમનો સાક્ષાત્કાર હોવો જોઈએ કે
એની જરાક પરેશાનીથી પોતાનુ દિમાગ ખળભળી ઉઠે.
એવી ક્ષણે એ હાથ પકડીને સહેજ સમજ અને સ્માઈલ આપી દે એટલે જિંદગી જીવવાનો જુસ્સો વધી જાય..
દિલની કોઈ પણ વાત કહેવી ન પડે પણ...!"
"સમિર.. એક બાત પૂછુ..?"
સમિરના વિચારોના ઉફાળાને બ્રેક લાગી.
એને પ્રિયાની હાજરીનુ ભાન થયુ.
"બોલો..?" એણે સહજ રીતે પ્રિયા સાથે નજર મિલાવી.
"મૈ એસા ક્યા કરૂ જીસસે તુમ્હે ખુશ કર સકૂ..?"
"મૈ ખુશ હું..! બેબી... ડોન્ટ વરી..!!"
"હા, મગર મેરે લિએ નહી..! મૈ તૂમ્હે જીતને મે ખુદકો હાર ગઈ હું સમિર..!"
પ્રિયાની આજની પ્રતિક્રિયા સમિરને અકળાવી રહી હતી.
સમિરને લાગ્યુ જાણે છળનો અંચળો ઉતારી ભીતરેથી એ બોલી રહી હતી.
આ જે એની લાગણીઓ કોરી ધાકોર નહોતી એમાં પોતિકા પણાનો પડધો હતો.
પ્રિયા.. અગર મેરી સંતુષ્ટી કે લિએ ઔર મુજે એન્જોય કરાને અપને જિસ્મ કો દાવ પર લગા રહી થી તો વો મુજે પસંદ નહી થા.
ઐસા નહી કી તૂમ બૂરી હો..
હેય પ્રિયા.. યુ આર લુકીંગ લવલી ડીઅર.. બટ..
ઈન્સાન કો જિતને કે લિએ પહેલે ઉસકા દિલ જીતો.. માનસિક રુપ સે મીલી જીત
તૂમ્હે એક એક પલમે સેટિસ્ફેક્શન કી અનૂભૂતિ દેગી.
આ જ તૂમ્હારા બદલા હુઆ રુપ દેપકર મૈ બહોત ખુશ હું..!"
સમિર પેટ ભરી જમ્યો.
એને હાથ મોં ધોયા.
હાથ મોં સાફ કરી એ બેડમાં બેઠો..
પ્રિયાએ આપેલુ ઠંડુ પાણી એણે ગળા નીચે ગટગટાવી ઉતાર્યુ.
પ્રિયા એની બાજુમાં બેઠી.
બદલાયેલી પ્રિયા એનુ મન જીતી ગઈ. સમિરે એણે હગ કર્યુ. અને આઈબ્રો પર ચુમ્બન કર્યુ.
એની આંખોમાં પાણી તગતગી ગયાં હતાં.
એ પશ્ચાતાપ કેવો હતો.?'
સમિરને છળી રહી હતી એનો કે પછી એ પણ સંપૂર્ણ પણે સહ્રદયથી સમિરને પામવા અધિર બની હતી..
ડાયનનુ શુ થયુ..? ફકીરબાબા પાછા ફર્યા.. કે પછી જિયાએ ભાગવાનુ આયોજન પાર પાડ્યુ.
જાણવા માટે વાંચતા રહો.. ખૌફના મંડાણ..
આપના અભિપ્રાયોનો આકાંક્ષી..
સાબીરખાન પઠાણ.. પ્રીત
મૃગજળની મમત 'જિયા'