Hu ne rataniyo books and stories free download online pdf in Gujarati

ભવ્ય વિદાય


” નદી નાળા છલકાઈ ગયા . ધરતી પર ઈશ્વરની મહેર થઇ . હા આજે બે વરહ પછી આવો મેઘો આયો . બે વરહમાં તો ગાંગરી ગયા માણહ હંધા . કે દું નાં લઇ હાલ્યા’તા આમ કરવું સે ને તેમ કરવું સે . લો લઇ લો મારા બાપ . બે વરહમાં તો પાણી મપાય ગ્યા હંધાનાં . ” આંખો પર હાથનો ટેકો દઇ એ આધેડ ગામને ઝાંપે બેઠો બેઠો એ ટોળે વળેલા ગઢિયાઓ ને કહેતો હતો . ખોબા જેવડા એ ગોકળગામમાં આમેય ચોમાસામાં વરસતાં વરસાદમાં બીજુ તૌ કામ પણ શું હોય ? બે વરસ પછી આવેલાં મેઘાથી આખા ગામમાં હેતની હેલી હાલી નીકળી . ઘરનાં વડીલોએ એમની બાઈઓને લાપસીનાં આંધણ મુકવાના કહેણ મોકલ્યા . આબાલ વૃદ્ધ તમામનાં ચહેરે કોઈ અનોઁધા આનંદની હેલી વરસી રહી છે . કાળા ઘટા ટોપ બની આવેલાં એ વાદળો તો આ ગામનાં ભોળીયાં લોકો માટે તૌ આકાશ માંથી કોઈ આવેલી કોઈ અપસરા જ હતા .
આમ તો આ રંગપર ભારે મહેનત કરનારું ગામ ગણાતું પઁ જો વરસાદ જ ન થાય તૌ શુ કરીએ ? છેલ્લાં બે બે વરહ થી વરસાદ નોઁહ્તો થયો . ખેડૂતોના મોં પર અજાણી ચિંતા ની રેખાઓ ખેંચાયેલિ રેહતી . એની અસર તયારે દેખાઈ જ્યારે દિવાળી કોઈ ફટાકડા ફૂટ્યા વિના ગઇ . નવા વરહ નાં “રામ રામ ” પણ સાવ રસ વગરનાં ગયા . માત્ર કરવા ખાતર – ચાલો નવું વરહ સે તૌ મળી આવીએ . પણ ગામ આખું યે જ વિચારમાં હતુ કે ” હવે શું કરશું ? “

હા ઘરમાં ધાન તૌ હતું પણ ક્યાં સુંધી . સામે દિવાળી લાવતાં તો ભગવાન જ ભાળી જશું . જે કામ મળ્યું તે કરી દિવાળી તૌ આવી પણ જ્યારે એ પણ વરસાદ વિના જ આવી તયારે ખરેખર આ ગામમાં યમરાજે જ ડેરા તાણી બેહી ગ્યા હોય એવું જ લાગ્યું . પણ નવાઈ ની વાત બની કે આ બે વરહમાં એક પણ માથું ઓછું ના થયું .
હવે જો આ વરહ વરસાદ ન આવે તો શેર નો મારગ ગોત્વો જ પડશે …..ની ગાંઠ ઘણાં પરિવારોએ વાળી લીધી’તી .પણ હજી ઉનાળો પૂરો થાય એ પહેલાં જ મેઘો આ ગામમાં આવી ગ્યો . ગામમાં લોકો કોઈ અજાણ્યા આનંદમાં નહાતાં હોય તેમ સહુ કોઈનાં ચહેરા મરક મરક મરકતાં હતાં . ગઢિયાં ગામનાં ઝાંપે બેસી ઘણાં સમય બાદ ડાયરો જામ્યો . નાથા ભાભા બધાને કહી રહ્યાં હતાં …..ભાઈ ભાઈ ….મારો ભાથી આવી ગ્યો , મારો બાપલિયો આવી ગ્યો હો ….તમ તમારે જમાવો .
” હાં , હો નથિયા….” કહેતાં સામેથી ભવાન ભા આવતાં હતાં . ભવાન ભાને આમ બોલતાં સાંભળી બધાને નવાઈ લાગી . કેમકે ગઇ દિવાળી ટાણે જ સાંજે આ બેય ભાભલા વચ્ચે બઘડાટી બોલી ગઇ’તી .
વાત માં તો જાણે રુ નું પુમ્ભડ઼ુય ન્હોતું પણ વટ કોને કહેવાય ? એ વટ માં જ આ નાથો ભાભૉ અને આ ભવાન ભાભૉ બાખડી પડ્યા . ” તું જોતો તો ખરો આમ હોય …” માંથી આખું મહાભારત ઉભું થય જ્યું . નાથા ભાભા ને એમ કે આ સપરમા દાડે પેલા આપણે રામ રામ કરતા જઇએ ને પસી ઇ બાજું જતાં જઇ ને કળશીએક બાજરો ઠાલવતા જઇએ . પણ બજાર વચ્ચે મારી સામે બોલાય જ કેમ એમ પોતાનો અહમ ગણી એ ભવાન ભાભા બબડ્યંઆ કે ” એ ડોહા , આજે એ ભૂખ્યા રે યિ પાલવે …પેલાં અયા જવી પસી બધું ….તું જોતો ખરો આમ હોય …” ને સામે પણ આજ બેહતાં વરહૈ ક્યાં આ થયું નું વિચારી ” એ તૌ ડોહા એમ જ હોય …” બોલી જવાયું ને રંગપુરની હાભરણમાં પેલી વાર જોયા જેવું થયુ . જે ગામ આખું ભેગુ મળી દુકાળનો સામનો કરતું હતું એ જ ગામનાં બેય વડીલ બાખડી પડ્યા . એક નેની વાત મા જ તૌ ….
આમેય ભવાન ભા ગામનાં મુખી હતાં . પડ્યો બોલ જીલતૂ ગામ આ માનસનો . કેમકે આ માણસે દુકાળમાં પોતાની જમીન ગિરવિ મુકી ગામનાં ભૂખ્યાને ખવરવતૌ હતો . એટલે બેહતાં વરહનાં દિવસે પણ એનાં જ વિચારમાં હતાં . ને એ જ લપમાં પોતાનાં બાળપણનાં ભેરુબંધ નાથા સાથે …….
તેં દીવસથી બે માંથી કોઈ એકબીજા સાથે ન બોલે કે ચાલે . એક હોય ત્યાં બીજો જાય પણ નહીં . ને એક નાની વાત માંથી ઓડનુ ચૉડ વેંત્રાંઈ જતાં બે ભેરુ જુદા પડી ગયા એ ગામનાં કોઈને ન્હોતું ગમ્યું .
આજે આ વરસાદ આવયો ને ભવાન ભા પોતે સામેથી આવ્યાં ને જ્યારે નાથા ને બૉલવ્યો ઇ ટાણે આખું ગામ જાણે થંભી ગયુ . હવે શુ ?
ભવાન ભા ધીમે ધીમે આવ્યાં અને સામે નાથા ભાભા પણ અદબ થી લાલ આંખો સાથે ઉભા થઈ ગયા તયારે ઘડી ભર તૌ થયું કૈ……..
પણ બિજ્જી જ પળે જ્યારે બને ભેરુ બાથ ભીડી ગ્યા ને ભેટી પડ્યાં તઈ કેટલીય આંખ્યું પાણી થી ભિની થઈ ગઇ . ને
સાચે જ ……રંગપરમા વરસાદ ની હેલી ચડી આવી .

મેઘાની પધરામણી થતાં જ ગામ આખું પોતાનાં ખેતરોમાં મંડી પડ્યું . કછોડા ભીડી બધીય બાયું પણ પોતાનાં ધણી ને મદદ કરવામાં લાગી ગઈ . વૃદ્ધો અને વડીલો પણ રાતે ખેતરે રખોપા કરવાં ઘરેથી ભાતાં લઈ નીકળવા લાગ્યા . જાણે બંધ પડેલું એક ચક્ર મેઘો આવતાં જ ફરી પુરજોશમાં ફરવા લાગ્યું . આમેય ભાઈ ફરતું રહે એ જ સાજું સમું રહે છે . બંધ થતાં જ એમાં કાટ લાગવાની શરૂઆત થઈ જાય છે જે એક દિવસ એ વસ્તુ ને જ ઓહ્યા કરી જાય છે . રંગપુર માં મહેનતની મોસમ ચાલી છે .બાયું ખેતરમાં ઢીંચણ શમણાં પાણીમાં કાછોટા ભીડી ગાતી જાય છે :
” મારા મેઘા વીરાએ સોનુ ઠાવ્યું , હાલો સહિયર હાતીએ જઈએ…
એ હાતી ને રૂપાની વેલું,
સોને મઢી રાપુ બેની …હાલને સહિયર હાતીએ જઈએ.”
પોતાનાં મીઠાં કંઠમાં લહક લઈ એ ગાતી જય છે અને ધરતી માંથી લોકો માટે પેટનો ખાડો પુરવા મેહનત કરતી જાય છે . પણ જે ક્યારેય ખેતરમાં ગ્યા જ નથી , જેનો પગ ગારા વાળો બગડ્યો જ નથી અને જે મેઘના સરવડામાં ભીંજાયો નથી એ તો આ પૃથ્વી પર હોવાં છત્તા એ ક્યાયનો નથી .
” અલી એ મઘુડી , હાલ ને હવે . ચેટલી વાર હોય . આ ગામ આખું ખેતરે પોગ્યું પણ તારાં ઘરનાં બારણાં હજી બંધ કાં ? હાલ ને મારી માં . મને મોડું થાય સે .” હવારનાં પાંચ વાગ્યામાં પાંચી મઘુડી ની સાંકળ ખખડાવતી રાડું પાડતી હતી .
” અય મઘલી , હવે હાલ ને . ઓય…. મઘ…….લી……’ ને લાંબા રાગડે .પાંચી બબડી તય મઘલી તો બાર નો નીકળી પણ બાજુમાંથી જીવી ડોશી નીકળ્યા . પાંચી ને આમ અતારમાં રાડું નાખતી જોઈ એ જરા ગુસ્સામાં બોલી પડ્યા , ” અલી એ મેપલાની આ અતારમાં શું લાગી પડી સુ . સુ સે આ મઘલીનું . કામ હોય તો જા ને ઘરમાં બાર સુ ભાંભરી રય સુ . “
‘ એ જીવી માં , જવું સે દવારકે પણ આ મઘલી ને કાલે રાતે કય ગઈ સુ તોય હજી હલતી નથી . એમાં હું સુ કરું . ટોળું આખું એની રાહે અયા આંબે ઠઠું સે .આ હાલે તો ને ….માં ….તમેય ઘરમાંથી જરા હાદ પાડો ને !!! ‘ જીવી ડોશી ને પાંચી કહી રય . મીઠી બોલી ને પોતાની મદદ કરનારી છાપથી ગામ આખાની વ્હાલી પાંચી ને જોઈ જીવીમાં ઘડી પહેલાં ગુસ્સા પર અફસોસ કરતાં હોય તેમ હેતથી પૂછ્યું :
” તે હેં બેટા . કોણ કોણ જાવ છો ? મને નો કેવાય ? મારે પણ આવવું ‘તું . “
” તે માં આવવું હોય તો હાલો … હજી ક્યાં મોડું થિયું સે . સવજી કાકાને જગાડો ને બચકી લઈ લો . અને હાલો અમારી ભેળાં . તમે ત્યાર થાવ ત્યાં આ મઘલી ને લઈ લવ હારે …” પાંચી પણ જાણે એની માં જ હોય તેટલાં હેતથી બોલી .
” ઇ થાય લે …..ઉભી રે ….” કહી જીવી માં ઘરમાં ગયા .
” એ સવજીડા. ……જાગ તો……” નો લહેકો ઘરમાંથી કુદી બહાર આવી પડ્યો . થોડી વાર પછી એક નાની બચકી લઈ જીવી માં પણ પાંચી પાસે આવી ગ્યા .
‘ લે હાલ…. ‘ કહેતાં જીવી ડોશી તો હળતાં જ થયા …..
” પણ , માં આ મઘલી …..’
” લે હજી નથી આવી એ આળહુ ની પીર ….’ કહેતાં જવે જીવી માં એ સાદ દીધો
” અલી મઘલી . ક્યાં મરી ગઈ . હાલ હવે ……” કહેતાં હવે જીવી ડોશીએ લહેકો કર્યો .
પણ ક્યારેય મઘલીએ ના તો હોંકારો ભણ્યો કે ના કોઈ જવાબ આપ્યો . જીવી માં ને પણ નવાઈ લાગી કે આ મઘલી અંદર કરે છે શું ? આ ક્યારની એની સહિયર રાડું પાડે છે ….હું બોલવું છું કોઈ બોલતું કા નથી . ….
છેલ્લે જીવી ડોશીએ ડેલીને ધક્કો દીધો . ધક્કા સાથે જ ડેલીનું બારણું ઉઘડી ગયું . પણ સામે જે દ્રશ્ય રજૂ થયું એનો ધક્કો જીવી માં ખમી ના શક્યા અને એ ” ઑય ……મારા બાપ …….” ની ચીખ નાખી ત્યાંને ત્યાં જ પડી ગયા . જીવી માં ને આમ ગાડથોળીયું ખાતાં જોઈ પાંચી પણ સડક થઈ દોડી . શું થયું મા …….કહેતી …..જીવી માં બેશુદ્ધ બની ગયા હતાં . જીવી માં ને ખોળામાં લઈ એ હજી ” મા ઓ મા ….” કહી એ પાણી લેવા ઇભી ત્યાં જ એણે ઓસરીમાં જોયું ને જોતા જ ” ઓ માં……..” કહેતી એ એટલાં બધાં જોરથી રાડ પાડી ગઈ કે એનો અવાજ ક્યાંય સુધી ઉષાની નિરવતાંમાં પોતાનો પડઘો પાડતો ગયો .
આમ સવારમાં કોઈ છોકરીએ રાડ પાડી એટલે શું થયું નો જવાબ જાણવા ઘણા બારણાં ખુલ્યા . ધીમે ધીમે એ ટોળું બન્યું ને બધા આવ્યા મઘલી ની ડેલીએ .
આછા લીલા રંગમાં રંગાયેલી એ ડેલી . ને માણસ ઉભા થઇ તોય દેખાય નહિ એટલી ઊંચી
. પણ અંદર માત્ર એક ખોરડું ઊભેલું . એમાં આ મઘલી , એની ઘરડી માં અને એની પોતાની માં.
બસ મોટી ડેલીમાં નાનું કુટુંમ હતું . આમ તો આ ડેલી લગભગ મૂંગી જ રહેતી . સિવાય જે ક્યારેક મઘલી ક્યારેક એની સહેલી પાંચી સાથે ગપટા મારવા બેઠી હોય . પણ આજ સવારમાં થયેલી ચિખોએ એ સુની ને એકલી પડેલી ડેલીએ માનવીનો મહેરામણ ઉમટી પડ્યો .
નાથા કાકા , ભવાનભા , રતિલાલ , સુમો ગાંડો અને વિહો મુંગો પણ દોડી આવ્યા . ડોશી ડોહા અને લગભગ ગામ આખું જ દોડી આવ્યું ડેલી પર. જાણે ડેલી પર હુમલો જ થયો હોય ના ?!
નાથા કાકા અને ભવાન ભા ટોળામાંથી મારગ કરતા આગળ આવ્યા . પણ દ્રશ્ય જોય એમનાં તન પણ કંપી ગ્યા એક પળ માટે .
ફળિયાંમાં મઘલી , એની માં અને એનાં ગઢા માં ત્રણેય નાં ઠંડા પડેલાં શરીર પડ્યા હતા . એકબીજાની બાજું બાજું માં જ . કોઈ વસ્તું ફન્ફોસાઇ નોહતી . કોઈ વસ્તું આઘીપછી નોહતી થઈ . શરીર પર કોઈ માર કે બાધણ નાં નિશાન નોહતા . બસ જાણે ત્રણેય અચાનક જ ઠંડા પડી ગયા હોય તેમ શાંતિથી સુતા હતાં . મોં માંથી ફીણ નીકળી ગયા હતા . બસ બીજું કાંઈ જ નહીં .
” ખસો એલા ભાઈ ….” કહેતા નાથકાકા અને ભવાન ભા પાસે બેઠા . આ રીતે કોઈ કેવી રીતે મરી શકે …એ વિચારી બંને કોઈ સગડ મળે છે કે કેમ …….
” એ નથિયા જો …..” કહેતાં ભવાન ભા એ ત્રણેય ના પગે અરુ આભડયા નાં નિશાન દેખાડ્યા . ત્રણેયના પગ પર અરુ કરડયાંનાં નિશાન હતા . ને
” એ હાલો હાલો ખસો ….અરુ આભડયો છે તયણને …” કહેતાં એ ……
” ઘર આખાને આભડી ગયો ભાઈ ….” નાં સમાચાર આખા ગામમાં ફરી વળ્યાં . બચકી લઈ દ્વારકા જવાની તૈયારી કરતા જીવીમાં અને પાંચી અડધા કલાકે ભાનમાં આવ્યા . પાંચી તો કોઈ ભૂત ભાળી ગઈ હોય તેમ હજી ગરમ લાય જેવી તપતી હતી . જીવી માં પણ હજી ધરાસ્કો લાગેલો હોય તેમ ચકળ વકળ આંખોએ બધું જોતાં જ હતા .
” ખરું થયું . ડેલી આખી આમ જ પુરી થઈ ગઈ ભાઈ . ” કહેતા ગામે ત્રણેય ને આખરે એ ડેલીમાંથી કાઢી જ ગયા . ને છેલ્લે એ ત્રણેય ગામનાં સ્મશાન માં અંતિમ નિંદ્રામાં પોઢી ગયા .
ગામ આખું દુઃખમાં હતું . સૌ કોઈ નિસાસા નાખતા હતા . જે મંડળ દ્વારકા જવાનું હતું તે પણ આવા બનાવ પછી પોતાની યાત્રા જ રદ કરી આ દુઃખમાં ગામમાં જ રહી ગયું . ગામના ચેહરા પર ઉદાસી અને દુઃખની રેખાઓ ઉપસી આવી . ડેલી હવે હંમેશા માટે એકલી બની .આમેય એ એકલી જ ઉભીતિ હવે માત્ર એ મકાન ઉભું રહ્યું .
ગામ આખું ધ્રુસકે હતું ત્યારે ……
ગામના એક ખેતરમાં એક બાઈ દોડતી જતી હતી . લગભગ હાંફતી જ …ચેહરા પર પોતાની જીતનો ઉત્સાહ અને પગમાં ખુમારી નું બળ લઈ એ દોડી જતી હતી . ખેતરમાં વાળેલી નેની ઝૂંપડી માં એ ગઈ . સામે એક આધેડ બેઠેલો .હાથમાં ચલમ અને માથે ફાળિયું . ..જિંદગીથી થાકેલો , હારેલો…..
” સાંભળ , ……” એ બાઈને જોતા જ ઘડીભર પેલા થાકેલા લાગતા આધેડ અચાનક જુવાન ને શરમાવે એવી તવારથી બોલી ઉઠ્યો ….” શું થયું…..? “
” ન્યાય જિત્યો……” ને એ આનન્દ માં નહીં રહ્યો .
થોડી વાર પછી એ બંને માથે બચકી મેલી ચાલી નીકળ્યા . ગામ સામે એક નજર કરી . કોઈ અજબ ક્રોધ , ગુસ્સા અને છેલ્લે ફિટકાર વરસાવતી નજર નાખી એ ગામની બહાર લઈ જતી કેડી પર ચાલી નીકળ્યા .
હવે એ આ ગામનાં નોહતા એમનું કાર્ય પૂર્ણ થયું હતું .
પણ આ બંને નાં પગલાં જે આગળ વધી ગયા . એ પગલાં પાડનારા એ બંને એક દિ આ જ ગામમાં ડગ માંડતા શીખ્યા હતાં ને…..

એ બંને તો કેડી પર ચાલી નીકળ્યા . ગામ જોતું રહ્યું . એક બેલડીને આમ જતી જોઈ એ ગામની આંખોમાં પણ પાણી આવી ગયા હશે . ગામ જોઈ રહ્યું અત્યારે તો આ જોડ જાય છે પણ એક દિવસ આ જ જોડની પા પા પગલી આ જ રંગપરની ધરા પર પડી હતી . એ ડગુમગુ થતી ચાલ આ વસુંધરાના ખોળામાં શરૂ થઈ હતી . ગામની આંખો સમયનાં પડળોને ખોળવા મંડી . સામેથી વર્ષોનાં પડળ ખસતા ગયા .ને એ સમય આંખો સામે આવ્યો જ્યારે ……
” એ હાલ હવે ….” કહેતી રમા દોડતી હતી . ખેતરમાં ઘઉં વાઢી રહેલો તભો હજી ઘઉં જ વાઢતો હતો . રમા દોડતી ઠેઠ એની પાસે પોગી ગઈ ત્યાં સુધી એ પોતાનાં કામમાં જ મશગુલ હતો . રમા એ પાછળથી આવી ધબો માર્યો ત્યારે જ એ ચમક્યો .
” ક્યાંથી રાડું પાડું છું . સાંભળતો નથી . હાલ ઝટ . ભાભી ને દીકરો આયો . …..” કહી એ ખુશી ની મારી ચિચિયારી પાડી ગઈ .
” હેં , મારો દીકરો …..” અને એ તભો પોતાની બેનની સાથે દોડતો જ ઘરે પહોંચ્યો .
તભો ગામના ચોકમાં રહેતો . પાંચ હાથ પૂરો , રૂપાળો અને મહેનતુ . માં બાપ બાળપણમાં જ એને અને એની બેન રમાને છોડી ને જતાં રહયા . એ પછી તભાએ મેહનત કરી પોતે અને પોતાની બેનને મોટા કર્યા . આમેય આવા સમયે ઘણું બધું બદલાય જાય છે . કારણ ઘણીવાર એક મકાન વેચાઈ જતાં ઘણાં સબંધ , ભાઈબંધ અને સગાંવહાલાં છૂટી જાય છે . અહીં તો ઘરનો મોભી જ …..પણ તભાએ રંગ રાખ્યો . બેન અને ભાઈ એકબીજાની ઓથમાં મોટા થઈ ગયા . આમેય તભાનો બાપ સો વીઘા જમીન છોડી ગ્યોતો . તભાએ મહેનત કરી એમાં બીજી પચાસ ઉમેરી . હવે એ પોતે મોભી બની ગ્યોતો . સંસાર નાં નિયમ મુજબ એની સાથે સંબંધ જોડવા ઘણાં ઘરનાં બારણાં ખુલી ગયા . પણ જ્યારે કોઈ કહેતું કે ફલાણા ગામનું ઘર સારું છે . તને યોગ લાગે તો જઇ આવીએ ….
તભો હા કહેતો પણ જ્યારે એ કન્યાને પૂછતો કે ” મારી બેન માટે માં બની શકો ? ત્યારે ઘણી વારે અપમાનિત પણ થયો . પણ એ એક ભાઈ તરીકે એની બેન ને સાચવવા એક ભાભી કરતાં એક માં બનવા તૈયાર થાય એવું માનવી એ શોધતો હતો . આખરે એને એવું માનવી મળી પણ ગયું . વસુને જ્યારે એ જોવા ગ્યોતો ત્યારે નાથકાકા જેવા એક બે મોટાં , રમા અને પોતે ગાડું લઈ ગયેલો .
” ….તમે બનવા તૈયાર થશો….. મારી એક બેન છે ….” તભાએ અચકાતા પૂછેલું ત્યારે વસુ બોલી પડેલી …
” આપડી દીકરીને બોલાવો તો ખરા ?”
તભાએ રમા ને બોલાવેલી . રમા ત્યારે દશ વર્ષ ની . રમા પેલા તો અચકાણી પણ પછી તભા સાથે એ વસુ પાસે ગઈ . ત્યારે વસુએ એનાં માથા પર હાથ મૂકી કહ્યું , ” રમા મને મા કહેવાનું ગમશે દીકરા ? ”
રમા ની આંખોમાં ઝળઝળિયાં આવી ગયેલા અને એ વસુને બથ ભરી રડી પડેલી . વસુએ એને પોતાનાં ખોળામાં સમાવી લીધી . તભો આંખોમાં આવેલા પાણીને છુપાવતો ત્યાંથી બહાર નીકળી ગયો .
ને તભા અને વસુ નાં ઘડિયા લગ્ન લેવાયા . ગામ આખું એ લગ્નમાં હલકી ગયું. જાણ જોડીએ વસુના ગામ જઈ એ પોતાનાં ઘરે લઈ આવ્યો .
ગામનાં ચોકમાં તભાનું ઘર ગામ આખા માટે એક માન અને અહંકાર માટે નિમિત્ત બન્યું . ગઢિયા કેહતા પણ ખરા માનવ ધારે તો શું ન કરી શકે ? આ તભા ને જોવો ?!!! કુદરતે શું ના વિતાડયું પણ જુવો આજે એનું ઘર આ ઉભું અમારા ગામના ચોકમાં ……ને એ વૃદ્ધની આંખોમાં અનોખો ગર્વ છલકી પડતો – પોતાનાં ગામનાં આ તભા ઉપર …..
એમાંય આજે જ્યારે વસુએ દીકરાને જન્મ આપ્યો ત્યારે લગભગ ગામ આખું એનાં બારણે વધાઈ ખાવા આવી ગયું ને રમા તો ભાઈને બોલાવવા સીધી ખેતર ભણી લપાટી જ મેલી . ગામ હસતા હસતાં એ ભગતી બેનને જોઈ રહ્યું .
તભો અને રમા આવ્યા ત્યારે બારણામાં ટોળું ઠઠેલું જોયું … એ આવ્યો એ સાથે જ ઘણી ભાભીયું અને બેનું કેહવા મંડી …” તભાભાઈ પેંડા ખાધા વિના જવાના નથી હો !!! ”
તભો પણ ખુશીમાં તરબોળ થઈ બોલી પડ્યો , ” હા હા , પેંડા સુ કામ ? જમાડી દવ ભાભી ….” કહેતો એ ઓરડામાં ગયો .
ખાટલામાં વસુ સૂતી હતી . એની આંખોમાં જીવનનો પરમ સંતોષ છલકતો હતો . વસુ અને તભો એકબીજા સામે જોઈ રહ્યા . જીવનનો સંતોષ અને આ દીકરો એમાં જાણે સ્વર્ગ જ આ ઓરડામાં ઉતરી આવ્યું હોય એમ જોઈ રહ્યા .
” ઠીક તો છું ને ? ” તભાએ પૂછ્યું .
” હં. ….” કહી વસુ ધીમેથી હસી .અને પોતાની સોડમાં સુતેલા બાળક તરફ જોઈ ગઈ .
તભાએ બાળકને હાથમાં લીધું . ગોરું ગોરું એ બાળક તરફ તભો અમીનેશ જોઈ જ રહ્યો .
” અય , રમાને તો બોલાવો …” વસુ બોલી.
” હં…..” કહી એ બહાર આવ્યો ને રમા નાં હાથમાં એ બાળને મૂક્યું .
” ભયલા ……” કહી એ રડવા લાગી .
” અરે ગાંડી ,રોવાનું હોય …..” કહી એ રમા એને વળગી પડી .
આ જોઈ ત્યાં ઊભેલાં ઘણી આંખોમાં પાણી ઉતરી આવ્યા .
પછી તભાભીય અમનેય રમાડવા આપો ….
” કેટલો રૂડો છે .ક્યાંક મારી નજર ના લાગી જાય કહેતી બાયું નજર ઉતરતી ગઈ ને આશીર્વાદ આપી એ બધા વિખયરાયા .
એ બાળ ની છઠ્ઠી નાં દિવસે તભાએ ગામ ધુમાડો બંધ કરાવ્યું . ને પુરા ગામને જમાડયું . ભાઈ બેન ને વસુ પોતાના આંગણે જમતાં ગામને જોઈ કોઈ અનોખા આનન્દમાં નહીં રહ્યા .
થાળી વગાડી રમાએ નામ પાડ્યું ….” ગોવિંદ ”
પેંડા અને જમનવારની મજા માણી ગામ ફરી પોતપોતાનાં ફળિયાં ભેગુ થયું .